________________
કેટલાક ધર્મો ઈશ્વરનાં વચનો ૫૨ ભારે ઝોક મૂકે છે. એ ધર્મો કહે છે કે તમે પ્રભુનાં વચનોને સાંભળો, જ્યારે ભારતીય સંસ્કૃતિના ધર્મો પ્રભુવાણીની સાથોસાથ પ્રભુકાર્યને સવિશેષ અનુસરે છે. મુકામ નહીં, માર્ગનો મહિમા છે, સાચો સાધનાપય તો આંતરજગતમાં છે. આપણે આત્માની કેડીએ જ ચાલવાનું અને પરમના સ્પર્શ માટે મથતા રહેવાનું છે.
જેમ જેમ પરમનો સ્પર્શ થશે, તેમ તેમ જીવનની પરિસ્થિતિ પલટાતી જશે. પુષ્પની પાંદડીઓ ખીલે એમ અંતઃકરણ ખીલવા લાગશે. એક પછી એક બંધ પાંખડીઓ ખૂલતી જાય, એમ આત્મા પરનાં આવરણ એક પછી એક ખસતાં જશે અને સાધનાનો માર્ગ ગુણોની પ્રાપ્તિનો માર્ગ બનશે. કુંડલિનીનું ચક્રભેદન પણ આવી જ આધ્યાત્મિક પ્રગતિની વાત કરે છે. પ્રથમ વેદ ઋગ્વેદના પાંચમા અધ્યાયમાં કહ્યું છે,
‘સ્વસ્તિ પન્થામનુવરેમ ।' (ઋગ્વેદ, ૫-૫૧-૧૫)
આનો અર્થ એ છે કે હે ઈશ્વર, તું અમારું જીવન એવી રીતે ઘડજે કે અમે કલ્યાણના માર્ગે ચાલીએ.'
માનવીને બહિર્મુખતા સવિરોપ આકર્ષે છે. એના પ્રબળ આકર્ષણમાંથી મુક્ત થઈને એણે અંતર્મુખ થવાનું છે. વેદાંત સંબંધી ગ્રંથોમાં ‘શ્રીયોગવશિષ્ટ મહારામાયણ' ગ્રંથ અતિ અગ્રસ્થાને છે. તત્ત્વજિજ્ઞાસુઓને પથદર્શક બની રહે એવા આ ગ્રંથમાં રામના અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરવા માટે વશિષ્ઠે આપેલો ઉપદેશ મળે છે. એના છઠ્ઠા પ્રકરણના ૧૦૬માં સર્ચમાં વિશિષ્ટમુનિ રામને કહે છે :
“જે બહિર્મુખ થતાં જગતની સત્તા પ્રતીતિમાં આવે છે અને અંતર્મુખ થતાં જગતની સત્તાનો લય થઈ જાય છે તેમ જ જે પોતાના અનુભવ રૂપે પોતાની અંદર જ રહેલું છે. તે ચિદાકાશ છું એમ તમે સમજો.” (૫.૩, (૯), સર્ગ-૧૦૭,૧૪૬૨)
અહીં ચિદાકારાનો મહિમા ગાયો છે, જે અવિનાશી છે અને ચિત્તમાં સર્વત્ર વ્યાપ્ત છે. આપણે આપણા ચિદાકાશનો વિચાર કર્યો છે ખરો?
R)
પરમનો સ્પર્શ ૭૫
3000