________________
અને બાહ્ય હોય છે. પોતાના આત્માના કલ્યાણ ખાતર કરેલાં કર્મની વાત તો દૂર-સુદૂરની ગણાય, પણ માત્ર નિજાનંદ ખાતર કરેલાં કર્મો કેટલાં તે પણ વિચારવું જોઈએ.
એક અન્ય પરિસ્થિતિનો પણ વિચાર કરવો જોઈએ. આપણાં ઘણાં કાર્યોની મૂળ પ્રેરણા સવૃત્તિને બદલે દુવૃત્તિ હોય છે. એ દુવૃત્તિને કારણે રાવણના પરાજય માટે રામને લંકા પર વિજય મેળવવા જવું પડ્યું અને કૌરવોને હરાવવા પાંડવોને કુરુક્ષેત્રની રણભૂમિ પર મહાભારત ખેલવું પડ્યું.
તમારી આસપાસના કોઈ એક માણસને ‘સૅમ્પલ' તરીકે રાખીને જુઓ. એનાં કાર્યોનો વિચાર કરો અને પછી એ કાર્યો પાછળની એની વૃત્તિનો વિચાર કરો. આમ કરશો તો ખ્યાલ આવશે કે કેટલીક વાર કોઈ વ્યક્તિના આચાર, વિચાર અને ઉચ્ચારણની પાછળ દ્વેષ અને ઈર્ષ્યા કારણભૂત હોય છે. કોઈ પણ અભિપ્રાય આપતી વખતે આ જ વૃત્તિ સપાટી પર તરી આવે છે. જો તમને એના પ્રત્યે દ્વેષ હશે તો એની સારી વાત સ્વીકારવા પણ રાજી નહીં થાઓ. એની સિદ્ધિની ઈર્ષ્યા હશે તો તમારા અવાજમાં ઉમળકાને બદલે થોડી ઉપેક્ષા હશે. શક્ય હોય તો એ યશસ્વી સિદ્ધિ મેળવનારની ક્ષતિ કે સિદ્ધિની અર્થહીનતા કહેવા લાગશો. કેટલાંક કામ વ્યક્તિ કટુતાથી કરતી હોય છે, તો કેટલાંક તિરસ્કારથી કરતી હોય છે. ક્યારેક કોઈ કામ વેર કે બદલાની ભાવનાથી તો કોઈ દુશ્મનાવટને કારણે કરે છે.
મોટા ભાગનાં કાર્યોની પાછળ વ્યક્તિની દુવૃત્તિ કાર્યરત હોય છે. કાર્યના ઉદ્દીપનનું નિમિત્ત આ વૃત્તિ હોય છે અને એ વ્યક્તિને કાર્યગામી બનાવે છે અને એ પ્રમાણે વ્યક્તિ આચરણ કરે છે. દુર્યોધન, શકુનિ, દુઃશાસનના પ્રત્યેક કાર્યની પાછળ એમની આ વૃત્તિ રહેલી છે. મંથરાના કાર્યની પાછળ એની ચડવણી કરવાની વૃત્તિ જ કારણભૂત હતી અને દશરથના પતનની પાછળ એમની કામવૃત્તિ જવાબદાર હતી.
ચાલો, હવે મૂળમાં ઘા કરીએ અને આ મૂળ છે કાર્ય પાછળનું પ્રયોજન તપાસવાની જાગૃતિ; ગંગાના મૂળમાં રહેલી ગંગોત્રીની ખોજ . જો વ્યક્તિ પોતાનું પ્રયોજન પહેલાં જોશે તો એના જીવનમાંથી ઘણી વ્યર્થ, નકામી ને બિનજરૂરી પળોજણ દૂર થઈ જશે. જો એ કાર્યની પાછળનો હેતુ સવૃત્તિ હોય, તો એ સવૃત્તિનાં બીજમાંથી સેવા અને કરુણાનું વટવૃક્ષ ખીલશે. કાર્ય પાછળનો સહેતુ એ “સ્વ'ને માટે અને અન્યને માટે સુખદાયી
પરમનો સ્પર્શ ૨૦૯