________________
૨૧૦ પરમનો સ્પર્શ
નીવડે છે, માટે પહેલાં હેતુની તપાસ કરો, પ્રયોજનની જાણ મેળવો અને પછી કાર્ય કરો.
કેટલીક વ્યક્તિઓનું જીવન રગશિયા ગાડાની માફક ચાલતું હોય છે. આવી વ્યક્તિઓને કદાચ તમે પૂછો તો એમના જીવનનો તો શું, કિંતુ એમના જીવવાનો પણ કોઈ હેતુ એમની પાસે હોતો નથી. આવા પાર વિનાના પ્રમાદી જોવા મળશે. શેરી, ઓટલા કે બગીચામાં બેસીને ટોળટપ્પાં લગાવતા, મોટી મોટી બડાશો હાંકતા અને કશું અર્થપૂર્ણ કાર્ય ન કરનારા આ લોકો છે. એ માત્ર શરીરથી જ નહીં, કિંતુ મનથી પણ પ્રમાદી હોય છે. આ પ્રમાદને કારણે માનવીની અંદરનો માનવી નિમ્પ્રાણ અને ચેતનહીન બનીને મરવાને વાંકે જીવતો હોય છે. એની પાસે કોઈ પ્રયોજન જ હોતું નથી.
કેટલીક વ્યક્તિઓનાં કાર્યોની ચિકિત્સા કરો તો ખ્યાલ આવશે કે એમને જગતમાં સર્વત્ર ખોટું, ખરાબ અને નકારાત્મક દેખાતું હોય છે. તેઓ નિરાશા, હતાશા અને નિષ્ફળતાને કારણે કટુ સ્વભાવ ધરાવતા બની ગયા હોય છે તે સાચું, પણ સમય જતાં એ ‘વેંગેટિવ' બાબતોને જોઈને એની સતત અને સખત ટીકા કરીને એ પોતે કશું ‘પૉઝિટિવ' કરતા નથી. નોકરી મેળવવા માટે એકાદ સ્થળે લાગવગ ચાલતી જોઈને એ નોકરીના ઇન્ટરવ્યુ તરફ તિરસ્કાર ધરાવતો થઈ જાય છે. ગ્રેજ્યુએટની પરીક્ષામાં અણધાર્યા કારણોસર નિષ્ફળતા મળતાં એ અભ્યાસ છોડી દે છે અને જીવનભર પોતાના કડવા, દુ:ખદ કે આઘાતજનક અનુભવોનાં ગાણાં ઠેર ઠેર ગાતો ફરે છે.
અનુભવની મજા એ છે કે પૉઝિટિવ કે સકારાત્મક અનુભવો વ્યક્તિ એના મનમાં દોહરાવ્યે જાય તો એનો અભિગમ સકારાત્મક બનતો હોય છે, જ્યારે નકારાત્મક અનુભવ ધરાવનારે એના જીવનમાં અવરોધરૂપ બનનારી પરિસ્થિતિનો મૂળભૂત વિચાર કરવો જોઈએ. કઈ રીતે એ હતાશા, નિરાશા અને નકારાત્મકતાને દૂર હડસેલી શકાય ?
જેમ હેતુ વિનાની વ્યક્તિ નિષ્ફળ જાય છે, એમ ખરાબ આશય ધરાવનારી વ્યક્તિ પણ અંતે નિષ્ફળ જાય છે. ખરાબ આશયની પાછળ ખોટું પ્રયોજન હોય છે. મૂળે તો એ ખોટું પ્રયોજન જ વ્યક્તિને અવળી બાજુ લઈ જાય છે. આવું ખોટું પ્રયોજન ઘણું અનિષ્ટકારક ગણાય છે.
આમા સમગ્રતયા જોઈએ તો માનવીનાં કાર્યો જુદાં જુદાં પ્રયોજનોથી