________________
કરવા લાગશો અને કોઈ પણ કાર્યનો બહારી દુનિયામાં કેવો પડઘો પડે છે તેની ચિંતા કરવાને બદલે તમારા આંતરજગતમાં શી હલચલ પેદા થાય છે, એ જોવા માંડશો. આ રીતે શ્રદ્ધાથી દૃષ્ટિ બદલાશે, વ્યવહારમાં પરિવર્તન આવશે, સદ્ગણો જાગશે અને જીવનલક્ષ્યમાં પરિવર્તન આવશે.
એ પછી ભગવાન ઋષભદેવની પ્રતિમાને જોઈને એમનો હીરાથી ઝળહળતો અતિ મૂલ્યવાન મુગટ દેખાશે નહીં, પરંતુ એમના વિરલ ત્યાગનું સ્મરણ થશે. રામને જોઈને ધનુષ દેખાશે નહીં, પરંતુ એમના પવિત્ર જીવન અને કર્તવ્યદૃઢતાનું સ્મરણ થશે. જ્યાં શ્રદ્ધા હોય છે, ત્યાં દ્વિધા હોતી નથી. ‘ગીતાજ્ઞાન' પુસ્તકમાં શ્રી દિનાનાથ ભાર્ગવ ‘દિનેશે' લખ્યું છે :
શ્રદ્ધા પાયાના પથ્થર જેવી છે: ધર્મ, કર્મ અને સાધનાની દીવાલ શ્રદ્ધા પર ઊભી છે.”
આ શ્રદ્ધા જેવી સાધકના અંતરમાં નિવાસ કરે છે કે તરત જ મહાપરિવર્તન સર્જાય છે. પરમનો સહજ સ્પર્શ ક્રાંતિકારી ઘટનાઓ સર્જશે. ગઈકાલ સુધી નિયમિતપણે મિત્રોની મંડળીમાં ગામગપાટાં હાંકવા જતી
વ્યક્તિના મનમાં હવે બધું છોડીને સત્સંગમાં જવાની તીવ્ર તાલાવેલી જાગશે. કિંમતી અલંકારો, મોંઘાં વસ્ત્રો અને ભવ્ય ઇમારતોની બાહ્ય ઝાકઝમાળ જોનારી આંખને હવે એમાં ઓછો રસ પડશે અને એનું મન ભીતરની ઝાકઝમાળમાં ડૂબી જશે. પ્રેમકથાઓ, રહસ્યકથાઓ કે રંગીલી કથાઓમાંથી એનું મન ઊઠી જશે અને ગહન શાસ્ત્રગ્રંથોના સ્વાધ્યાય તરફ એનું ચિત્ત વળી જશે. આમ શ્રદ્ધા એ સાધકને ખબર પણ ન હોય એવો ચમત્કાર સર્જશે.
તમારા હૃદયમાં પડેલી શ્રદ્ધાનો સૂર તમે સાંભળ્યો છે ખરો ? એ શ્રદ્ધા તમને બોલાવે છે. એ સૂરમાં પ્રેમ છે, નિમંત્રણ છે અને હૃદયમાં વ્યાપી વળતો સ્નેહ છે. શ્રદ્ધાનો એ સ્નેહાળ સૂર નહીં સાંભળનારી વ્યક્તિ પોતાની જાતને પાપી, અધમ અને કુટિલ ગણીને સતત તિરસ્કારતી હોય છે. ભૂતકાળના એકાદ દુષ્કૃત્ય માટે પોતાની આખી જિંદગીને ધૃણાથી જોઈને તિરસ્કાર વરસાવતી હોય છે, જ્યારે શ્રદ્ધાથી જાગતો સૂર તમને સ્નેહથી નિમંત્રણ આપે છે.
ભગવાન મહાવીર કહે છે કે, “મારી પાસે આવો અને જીવનમાં મારા જેવા ગુણો કેળવીને તમે સ્વયં મહાવીર બનો.’ કૃષ્ણની વાંસળીનો મધુર સૂર સંભળાય છે અને જીવનમાં ઉલ્લાસની લહરીઓ જાગે છે. બુદ્ધના
પરમનો સ્પર્શ ૧૨૧