________________
માણસની હિંમત, સાહસ અને પ્રગતિને અવરોધવામાં માન્યતા સર્જિત ભયે ઘણી મોટી ભૂમિકા ભજવી છે.
કેટલીક વ્યક્તિઓ ભવિષ્ય અંગેના કાલ્પનિક ભયથી પીડાતી હોય છે. ચોથા પ્રકારનો આ કાલ્પનિક ભય એવો છે કે જે સામે હોતો નથી. છતાં સામે હોય એવું લાગતું હોય છે. યુવાનને ભય લાગતો હોય છે કે ઘડપણમાં શું થશે અને કોણ એની સેવા કરશે ? કવિ કાગે એક કાવ્યમાં કહ્યું છે તેમ એ વિચારે છે,
“ડગમગ પગડા ડોલવા લાગ્યા, પગલું નથી યે ભરાતું,
હૈડું મારું રહે નંઈ હાથમાં ને, કાને નથી સંભળાતું.”
વૃદ્ધ માણસને ડર લાગતો હોય છે કે બારણે હમણાં મૃત્યુ આવી ઊભું રહેશે તો શું થશે ?
વ્યક્તિ વ્યવસાયમાં દ્રપાર્જન કરતી હોય તોપણ આવકા ગુમાવવાનો ભય સેવતી હોય છે. અત્યંત સુખી હોય તોપણ આવતીકાલે દુ:ખ તૂટી પડશે તો પોતાનું શું થશે ? – એવી કલ્પનાથી સતત પીડિત હોય છે. માણસ વાસ્તવિક મૃત્યુને બદલે મૃત્યુના ભયને કારણે વારંવાર મૃત્યુ પામતો હોય છે. આવો કાલ્પનિક ભય એને સતત ચિંતામગ્ન રાખતો હોય છે. પોતે સિદ્ધિ કે સત્તાની ટોચે બેઠો હોય, પરંતુ એને અજંપો અને ડર એ વાતનો હોય કે પોતાની જ આસપાસની કોઈ વ્યક્તિ કે પોતાના સાથીઓ કે ભાગીદારો એને સ્થાનભ્રષ્ટ તો નહીં કરી નાખે ને ! આથી પોતાની સાથેની વ્યક્તિઓને જોતાં જ એને પેલો કાલ્પનિક ભય સતાવતો હે છે.
વ્યક્તિને વનમાં કોઈ સાથે વેરઝેર થાય એટલે ભય પેદા થાય છે. પછી એ વ્યક્તિનું નામ આવતાં જ એનો ભય જાગી ઊઠે છે. પોતે જો એનાથી સમર્થ હશે તો એ ભયને કારણે વિરોધી વિશે ગમે તેવાં વચનો બોલો, પોતે જો સમાન હશે તો એ વિરોધી પોતાની સામે કથા કયા પેંતરા અજમાવતો હશે એનો વિચાર કરશે અને પોતે વિરોધીથી નિર્બળ હશે તો એ વિરોધી ‘હમણાં કોઈ પ્રહાર કરશે' એવા ડર અને ભયથી એ જીવશે. આ વાસ્તવિક ભય એવો છે કે જેનો સદાય ગુણાકાર થતો રહે છે.
એક વાર સ્મશાનમાં જતાં ભય પામેલી વ્યક્તિને એ પછી સ્મશાનની પાસેથી પસાર થતાં પણ ડર લાગે છે. એમાં ભોગેજોગે જો જવાનું બને
પરમનો સ્પર્શ ૨૩૧
30