________________
ભૂખ્યો હતો, એથી જ એક યા બીજાં કારણો ઊભાં કરીને એ એની આસપાસ માણસો એકત્રિત કરતો હતો. ઑફિસમાં હોય તોપણ થોકબંધ માણસો હોય અને કૌટુંબિક પ્રસંગોએ પણ અસંખ્ય સ્વજનો હોય. ક્યાંક સંબંધના તાણાવાણા ગૂંથાયા હોય તો ક્યાંક મિત્રતાના અને મહોબતના તંતુ રચાયા હોય. અરે ! ધાર્મિક ઉત્સવો કરે તોપણ મોટી ભીડ એકઠી કરે. લોકોની એકઠી થયેલી ભીડ એ ધાર્મિક ઉત્સવોની સફળતાનો માપદંડ બનતી હતી.
આમ વ્યવહારજગતમાં બધે જ પરિચિતો અને અપરિચિતોની ભીડમાં આપણે રહીએ છીએ. આને પરિણામે આધ્યાત્મિક સાધનામાં એકલા રહેતાં અકળાઈ જવાય છે. એકાંત તો એટલું બધું ડરામણું લાગતું હોય છે કે માણસ તરત જ પોતાની આસપાસ માણસોની ભીડને બોલાવી લેતો હોય
છે. કોઈ ન હોય તો ટેલિવિઝન કે વીડિયો કે મોબાઇલ દ્વારા એ પોતાની ૨ જાતને વ્યસ્ત રાખતો હોય છે. જ્યારે પરમનો સ્પર્શ પામવા માટે તો
સાવ એકલા જવું પડે છે, એકલા ચાલવું પડે છે અને એકલા પુરુષાર્થ ખેડવો પડે છે. મંદિરોમાં કે ધર્મયાત્રાઓમાં ઘણા સાથીઓનો સાથ હોવાથી એકાંતનો કોઈ ભય હોતો નથી, કિંતુ પરમનો સ્પર્શ કરવા માટે “એકલા વીર’ બનીને ભીતરની યાત્રા ખેડવાની હોય છે. ભીડથી ટેવાયેલા માનવીને આવું એકાંત ભયપ્રદ લાગે છે. એણે એના આત્માની ખોજ કરવાની હોય છે, એમાં એના સિવાય બીજો કોઈ ઉપયોગી બને તેમ હોતું નથી અને આથી એની આ એકલાની શોધ એને માટે પડકાર ભરી બને
૬૬ પરમનો સ્પર્શ
RO