________________
છે, પણ પોતે મૃત્યુ પામવાનો છે એ સચ્ચાઈને કબૂલ કરવા માટે લેશમાત્ર તૈયાર હોતો નથી !
આને કારણે તો મૃત્યુને એણે કેટલાય ચિત્ર-વિચિત્ર, તર્કપૂર્ણ અને તર્કહીન રિવાજોથી મઢી દીધું છે. એણે પોતાની આસપાસ મૃત્યુનાં કારણોનું અભેદ્ય જાળું રચી દીધું છે. કેટલાય ક્રિયાકાંડોનો ઘટાટોપ એના પર લાદી દીધો છે. જ્યાં ભય ન હોય, ત્યાં ભય સર્જવાનો અદ્ભુત કીમિયો માનવી પાસે છે. એ પોતાના મનથી ભય સર્જતો હોય છે. અખબારના સમાચારોથી ભયભીત થતો હોય છે. જીવનની ઘટનાઓની અગમ્યતા કે વિચિત્રતામાંથી એ ભય શોધી કાઢતો હોય છે.
પોતે જ એ ભ્રમનું સર્જન કરે છે અને એ ભ્રમને ભય રૂપે સ્વીકારે છે. ક્યારેક એમ લાગે કે માણસ એ ભય-ઉત્પાદક ફેક્ટરી છે. વળી ભય પણ એક એવી ચીજ છે કે એક વાર જાગે, પછી વાર્તાની ભાષામાં કહીએ તો “જેટલી રાત્રે ન વધે, એટલી દિવસે વધે છે અને જેટલી દિવસે ન વધે, એટલી રાત્રે વધે.’ સત્યથી ભાગવા ઇચ્છતો માણસ એનાથી પલાયન પામવા માટે પદ્ધતિસરની જાળ ગૂંથતો હોય છે.
મુસ્લિમ આક્રમણો સામે પોતાની સ્ત્રીઓની રક્ષા કરવામાં નિર્બળ સમાજે સતીપ્રથાની રચના કરી. પોતાની નિર્બળતાને છાવરવા માટે એણે સ્ત્રીમાં દૈવી તત્ત્વનું આરોપણ કર્યું. એણે સ્ત્રીની આસપાસ ભ્રમોની એવી | જાળ રચી કે એ સ્ત્રી પણ જીવતાં સળગી જવાની ક્રિયાને એક દૈવી તત્ત્વ સાથે જોડીને આવકારવા લાગી. જ્યાં સત્ય આકરું હોય છે, ત્યાં એને અસત્યના વાઘા પહેરાવવામાં આવે છે અને પછી અસત્યના તંબુઓમાં પલાયનવૃત્તિ આશરો લે છે.
આપણાં કેટલાંય વિધિવિધાનો ભય સર્જિત છે. નરકની યાતનાનાં ક્રૂર અને કરુણ વર્ણનોથી શાસ્ત્રોનાં પાનાંનાં પાનાં ભરાયેલાં છે. માણસના મનમાં ડગલે ને પગલે પાપ, દોષ કે દુષ્કર્મની એટલી બધી વાતો ભરી દેવામાં આવે છે કે એ પોતાના કર્મમાં ક્યારેય પુણ્યને જોતો નથી, માત્ર પાપથી ડરતો રહે છે. આપણી પ્રત્યેક ધર્મક્રિયાઓમાંથી થતી અધ્યાત્મપ્રાપ્તિને બદલે એ ધર્મક્રિયાઓના અભાવે થનારા પાપની વાત વિશેષ ભારપૂર્વક કહેવામાં આવી છે. બ્રહ્મચર્ય-વ્રતના પાલનથી પ્રગટતા આનંદની વાત કરવાને બદલે એ વ્રતના ભંગથી થતા પાપનું ભયજનક વર્ણન કર્યું છે. ‘આમ કરશો તો આવું મોટું પાપ થશે’ એમ કહીને માણસને
પરમનો સ્પર્શ ૨૩૩