________________
૩૯
મારે આટલું બસ છે
૨૧૮ પરમનો સ્પર્શ
પરમનો સ્પર્શ પામવા ઇચ્છનારે પોતાની વૃત્તિઓના આંતરજગતમાં ડોકિયું કરીને એનાં આંતરસંચલનો પારખવાં જોઈએ. વૃત્તિઓનું કેવું લીલામય જગત છે ! ચિત્તની વૃત્તિ જ દબાતે પગલે કેન્દ્રરૂપ બનીને જીવનની સર્વ પ્રવૃત્તિઓ પર પ્રભાવ પાથરે છે. ચિત્તમાં જો સત્યખોજની તીવ્ર જિજ્ઞાસા જાગે તો એ જીવનભર સત્યને પામવાનો અને તે માર્ગે પુરુષાર્થ કરવાનો પ્રયાસ કરશે. જો શેરબજારમાં રળીને રાતોરાત ધનિક થવાની વૃત્તિ તરવરતી હશે, તો એની સઘળી પ્રવૃત્તિ દ્રવ્યોપાર્જનકેન્દ્રી બની રહે છે. સાધક હોય કે સામાન્ય માનવી હોય, સહુના જીવનકેન્દ્રમાં વૃત્તિ હોય છે. આ વૃત્તિ જ વ્યક્તિનું વિશ્વ રચે છે. જો એનામાં સવૃત્તિ હશે તો એ સુંદર કલ્યાણકારી વિશ્વની રચના કરશે અને જો એનામાં દુવૃત્તિ હશે, તો એ સતત દુષ્ટ માર્ગોએ ચાલવાનું પસંદ કરશે.
વૃત્તિની ઓળખ એ જ જીવનનું નિર્ધારણ કરનારી બાબત ગણાય. વ્યક્તિની વૃત્તિ પરમ તત્ત્વની પ્રાપ્તિ તરફ અભિમુખ હોય તો એ પરમાત્મા પ્રતિ જવાનો પ્રયાસ કરશે. જો એની વૃત્તિ સ્થૂળ, પામર અને ક્ષુદ્ર ભાવનાઓમાં રમમાણ હોય તો એ અશુભ કે અનિષ્ટમય કાર્યોમાં ડૂબેલી રહેશે. આથી ખરો પુરુષાર્થ તો આ વૃત્તિને કેળવવાનો છે.
તમારી વૃત્તિઓ તમારું મુખ કઈ દિશામાં રાખીને બેઠી છે ? જો એ શુભ તત્ત્વને જોતી હશે તો તમે આપોઆપ શુભપ્રવૃત્તિ કરશો. ભલે તમારી આસપાસ ચોમેર અશુભ પ્રવૃત્તિ ચાલતી હોય. તમારી શુભગામી વૃત્તિ તમને એ અનિષ્ટ પ્રવૃત્તિઓથી દૂર રાખશે. જો અશુભ પ્રવૃત્તિ તરફ મુખ માંડીને બેઠા હશો તો ગમે તેટલા શુભ સંયોગો હોય, તોપણ અશુભ કાર્યોમાં ડૂબેલા રહેશો.
વૃત્તિના વિશ્વમાં અશુભ વૃત્તિ તીવ્રવેગી છે અને શુભ વૃત્તિ મંદવેગી છે. અશુભ વૃત્તિમાં જનારી વ્યક્તિ એક પછી એક અશુભ કાર્યો ઝડપથી