________________
પૂર્ણ કરી શકે છે, પરંતુ એટલી ઝડપ કે ત્વરા શુભ વૃત્તિ ધરાવનાર પાસે હોતી નથી. અશુભ વૃત્તિ કરનાર તો કશુંય વિચાર્યા વિના પોતાના કાર્યમાં સતત આગળ ધપતો હોય છે, અવનવા દાવપેચ ખેલતો હોય છે; જ્યારે શુભ વૃત્તિ ધરાવનાર પ્રત્યેક બાબતનો વિચાર કરીને પગલું ભરતો હોય છે, તેથી એની ઝડપ કે તીવ્રતા ઓછી હોય છે. જેમ અશુભ પ્રવૃત્તિ કરનાર એને માટે આંધળી દોટ લગાવતો હોય છે, એ રીતે શુભ પ્રવૃત્તિ કરનારે પણ દોટ લગાવવાનો આગ્રહ સેવવો જોઈએ. ઘણી વાર શુભ પ્રવૃત્તિ કરનાર મંદ કે નિષ્ક્રિય હોય છે અથવા તો જનકવિદેહીની માફક તટસ્થ હોય છે. ખરેખર તો શુભ પ્રવૃત્તિ પણ સંકલ્પથી થનગનતી હોવી જોઈએ.
શુભ કાર્યો પ્રતિ જીવનમાં સ્પષ્ટ વલણ અને આગ્રહ હોવાં જોઈએ. વ્યક્તિની ચેતના એ તરફ સતત ગતિશીલ હોવી જોઈએ. શુભ વૃત્તિ અને અશુભ વૃત્તિનો એક મહત્ત્વનો ભેદ એ છે કે અશુભ વૃત્તિ કરનાર જેટલી ઝડપથી અશુભ કાર્યો કરે છે, એટલી ઝડપથી થાકી જઈને હતાશાનો ભાવ અનુભવે છે અને દિવસને અંતે એ વિકાર અને અજંપો અનુભવતો હોય છે.
અશુભ માર્ગે જનારને ધીરે ધીરે સમજાવા લાગે છે કે એની વૃત્તિ અને લાગણી અવળે માર્ગે ગતિ કરે છે અને તેથી જ એના ફળસ્વરૂપે અન્ય પર ગુસ્સો કે દમન કરે છે અને એ રસ્તે ચાલતાં અનાચારો અને અત્યાચારોમાં ઉમેરો કર્યો જાય છે. સવૃત્તિભર્યા કાર્યથી કદી કંટાળો કે થાક લાગતો નથી. શુભ વૃત્તિ કરનારની શક્તિ કદી નિચોવાશે નહીં. | ગમે તેટલું કાર્ય કરો, તોપણ હતાશ થવાતું નથી, બલ્ક વધુ ને વધુ જીવંતતા અને ઉલ્લાસનો અનુભવ થાય છે. જીવનસાધકે પોતાની શુભ વૃત્તિને જાણીને એ માર્ગે જીવનપથનું નિર્માણ કરવું જોઈએ.
શુભ વૃત્તિ કરનાર સાધક વિચારશે કે આવે સમયે ઈશ્વર એને કઈ રીતે સહાય કરશે ? કારણ કે ઉચ્ચ ધ્યેય પ્રતિ લઈ જવાનું એણે તમારે માટે નિર્માણ કર્યું છે તો હવે એ જ તમારી રાહબર બનીને તમને રસ્તો બતાવશે જ. સંકટના સમયે એ જ તમને વૈર્ય અને બળ પૂરું પાડશે. એ જ કસોટીકાળમાં તમારી વહારે ઊભો રહેશે. ઈશ્વરશ્રદ્ધા રાખનાર ઈશ્વરનો પોતાની જીવનનૌકાના નાવિક તરીકે ઉમંગભેર સ્વીકાર કરે છે. ભારતીય સંતોના જીવનમાં આવો અનુભવ જોવા મળે છે. નરસિંહ મહેતા કે મીરાંબાઈ
પરમનો સ્પર્શ ૨૧૯