________________
છે. એની પાસે મહાયોગી આનંદઘન જેવી મસ્તી હોય છે અને એ અગમપિયાલા’નું પાન કરીને “મતવાલો’ બનેલો હોય છે.
આ અગમપિયાલો એક વાર પીએ છે અને પછી જીવનમાં બીજી કોઈ મસ્તીની જરૂર રહેતી નથી. સંસારી વ્યક્તિ નશો કરે છે. એ નશો થોડા સમય સુધી એને બરાબર ઘેનમાં રાખે છે, પછી એ સાવ ઊતરી જાય છે. માણસ સત્તાનો, સંપત્તિનો અને હોદ્દાનો નશો પણ કરે છે અને અંતે એનાં માઠાં પરિણામ અનુભવે છે. જ્યારે આ અગમપિયાલો પીનારો તો રાતદિવસ એના નશામાં જ ડૂબેલો રહે છે. થોડો સમય નશો ચડેલો હોય અને પછી ઊતરી જાય એવું એના જીવનમાં બનતું નથી.
આ નશાની મસ્તી એટલે કે એના અનુભવની લાલી અનોખી છે. એનું વર્ણન કરતાં મહાયોગી આનંદઘનજીએ કહ્યું છે :
મનસા પ્યાલા પ્રેમ મસાલા, બ્રહ્મ અગ્નિ પરજાલી, તન ભાઠી અwોઈ પીએ કસ,
જાગે અનુભવ લાલી.” શરીરરૂપી ભઠ્ઠીમાં શુદ્ધસ્વરૂપ અગ્નિ પ્રજવલિત કરીને અનુભવરસમાં પ્રેમરૂપી મસાલો નાખી, તેને મનરૂપી પ્યાલામાં ઉકાળીને તેનું સત્ત્વ પીએ છે ત્યારે અનુભવની લાલી પ્રગટ થાય
પરમનો સ્પર્શ ૨૪૭
આવી ‘અનુભવલાલી' પ્રગટ થાય, ત્યારે વ્યક્તિમાં પરમ આધ્યાત્મિક | આનંદ છલકાઈ ઊઠે છે. એ ચોતરફ આનંદની રેલમછેલનો અનુભવ કરે છે. કર્મમળથી રહિત થયેલી સિદ્ધ આત્મદશા એ આ આનંદની પરાકાષ્ઠા છે. અખો એ જ આનંદની વાત કરતાં કહે છે કે આ ચૈતન્યના વિલાસના આનંદની છોળો ઉડાડતો ‘હું હસતો રમતો હરિમાં ભળ્યો’ અને એ પરમજીવનની પ્રાપ્તિના આનંદને ગાતો અખો કોઈ ચમત્કારનું વર્ણન કરતો હોય એમ કહે છે, “છીંડું ખોળતાં લાધી પોળ, હવે અખા કર ઝાકમઝોળ.”
અધ્યાત્મનો સ્પર્શ થતાં “છીંડું ખોળતાં લાધી પોળ' જેવો અનુભવ થાય છે. અધ્યાત્મમાં પ્રવેશ થતાં જ એને ભીતરમાં રહેલા અપાર ચૈતન્યવૈભવની પ્રતીતિ થાય છે અને પછી તો વ્યક્તિ એની મસ્તીમાં ડૂબી જાય છે. એમાં ક્યારેક જુદા જુદા ભાવ જાગે છે, કોઈક વાર એ ઈશ્વરને
જ