________________
સાક્ષીભાવે એ સઘળું જોતો હોય છે.
આધ્યાત્મિક છલાંગ એટલે આત્માની ભીતરમાં જાગેલી તીવ્ર ઇચ્છા. આ ઇચ્છા વ્યક્તિને એક જુદે માર્ગે લઈ જાય છે. એનામાં એક એવી તૃષા જાગે છે કે જે પિપાસા હવે પરમાત્માના મિલન વિના તૃપ્ત થવી શક્ય નથી. એનામાં એવી મસ્તી જાગે છે કે બાહ્ય સુખોમાં મેળવ્યું નહોતું એવું સુખ એને એની આત્માનુભૂતિમાંથી સાંપડે છે. એની આ છલાંગમાં એક પ્રકારની તીવ્ર તરસ હોય છે. એ પરમાત્મા-પ્રાપ્તિની તરસ છિપાવવા નીકળે છે અને ત્યારે એના હૃદયમાં બસ, માત્ર એક જ રટણ હોય છે કે સર્વસ્વ સમર્પણ કરીને મારે મારા પરમાત્માને પ્રાપ્ત કરવો છે.
વ્યક્તિ જ્યારે આધ્યાત્મિક છલાંગ લગાવે છે, ત્યારે એને વ્યવહારજગતની પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના જીવનમાં ક્યારેય આવી પરમના સ્પર્શની ઇચ્છા જાગી જ નથી, એને વળી આની તડપનનો શું ખ્યાલ આવે ? જેના મનમાં આવી તીવ્ર તૃષા પ્રગટી નથી, એને વળી આ તરસની ઓળખ ક્યાંથી સાંપડે ? આને પરિણામે વ્યક્તિને વ્યવહારજગતનો ઉપહાસ સહન કરવો પડે છે.
આ સ્થિતિ કે દશા સાહસ માગે છે તમારે વ્યવહારજગત તરફથી આવતાં સંકટો, મુસીબતો અને ઉપેક્ષાઓનો સામનો કરવાનો હોય છે. સંત એકનાથ કે તુકારામ, મીરાં કે આનંદઘન, વિવેકાનંદ કે ગાંધીજી વ્યવહારજગતની મુશ્કેલીઓથી મૂંઝાઈ ગયા હોત તો ? તો એમને ક્યારેય કશી ‘પ્રાપ્તિ થઈ ન હોત; પરંતુ એમની આધ્યાત્મિકતાએ એમના હૃદયમાં એક અપૂર્વ સંકલ્પશક્તિ પ્રગટ કરી હતી. જેમ કોઈ વીર યોદ્ધો રણમેદાનમાં આવતી આપત્તિઓ પર વિજય મેળવે છે, એ જ રીતે અધ્યાત્મસાધક પણ એ પછી આવતી બાહ્ય અને આંતરિક આપત્તિઓ સામે સંકલ્પપૂર્વક લડે છે અને એના પર વિજય મેળવે છે. આનો અર્થ જ એ કે જેવી વીરતાની જરૂર યુદ્ધના મેદાનમાં શત્રુને પરાજિત કરવા માટે હોય છે, તેનાથી પણ વધુ મોટી વીરતાની જરૂર અધ્યાત્મના મેદાનમાં આવતા આંતર-બાહ્ય શત્રુઓના વિજય માટે હોય છે.
પરમનો સ્પર્શ ૧૧૧
QE