________________
"उत्तमानेव सेवेत प्राप्तकाले तुं मध्यमान् ૩થમાંસ્તુ ન સેવેત ચ રૂશ્કેર્ મૂતિમાત્મન: T”
ઉત્તમ મનુષ્યોનું સેવન કરવું, જરૂર પડ્યે મધ્યમોનું સેવન ચાલે, પણ જે પોતાનું ભલું ચાહે છે, તેણે અધમ માણસનો સંસર્ગ કે તેની સેવા તો ન જ કરવાં.”
આનું કારણ એ કે અધમ માનવીનો સંસર્ગ ચિત્તમાં અધમ વિચાર જગાડે છે. દરેક વ્યક્તિની સાથે એનું પોતીકું વૈચારિક વાતાવરણ હોય છે. જ્ઞાની વ્યક્તિની આસપાસ જ્ઞાનમય વાતાવરણ હોય છે અને દુરાચારીની આસપાસ દુષ્ટ વિચારોનું પ્રદૂષણ હોય છે. આથી વ્યક્તિએ સ્વયં પોતાના વિચારોની ચોકી કરવી જોઈએ અને કોઈ ખોટો વિચાર ચિત્તમાં પેસી ન જાય એની પૂર્ણ તકેદારી રાખવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ચિત્તમાં સતત વિચારો ચાલ્યા કરે છે. જાગૃત અવસ્થામાં અને સ્વપ્નાવસ્થામાં આ વિચારશૃંખલા અવિરત ચાલતી હોય છે. આ રીતે માનવીના જીવન સાથે વિચાર જડાયેલો હોય છે. ઉત્કૃષ્ટ વિચારો ધરાવનારા લોકો આ જગતના ઉત્કૃષ્ટ માનવો ગણાયા છે. માનવી એના વિચાર દ્વારા વિશ્વમાં મોટું પરિવર્તન લાવી શકે છે.
ત્રેવીસ વર્ષના દૂબળા, પાતળા, યુવાન બૅરિસ્ટર મોહનદાસ કરમચંદ ગાંધીને ૧૮૯૩ની ૩૧મી મેએ પીટર મારિત્સબર્ગ સ્ટેશન પર અંગ્રેજ અધિકારીએ આવીને નીચલા વર્ગના ડબ્બામાં જવાનું કહ્યું. મહાત્મા ગાંધીજી પ્રથમ વર્ગના ડબ્બામાં બેઠા હતા. એમણે આ વાત સહેજે મંજૂર રાખી નહીં. પોલીસે એમને ધક્કે મારીને નીચે ઉતાર્યા, ત્યારે જ એ નીચે ઊતર્યા. એમનો સામાન એમણે જાતે નીચે ઉતાર્યો અને કડકડતી ઠંડીમાં સ્ટેશનના વેઇટિંગ રૂમમાં બેઠા.
આ રાત્રે ગાંધીજીના મનમાં વિચાર આવ્યો કે આવી અન્યાયી વ્યવસ્થાને મારે સાંખી લેવી નથી. અહીં સત્યાગ્રહના વિચારનું બીજ રોપાયું અને સમય જતાં ચોવીસે કલાક જેના આધિપત્ય હેઠળના કોઈ ને કોઈ પ્રદેશ પર સૂર્ય પ્રકાશતો હતો, એવા અંગ્રેજ સામ્રાજ્યના અસ્તનો પ્રારંભ થયો. આમ ‘હવે હું સાંખી નહીં લઉં' એ ગાંધીજીનો વિચાર વિશ્વના નકશા પર પથરાયેલા અંગ્રેજી સામ્રાજ્યને ભૂંસી નાખનારો અને જગતપરિવર્તનના કારણરૂપ બન્યો.
પરમનો સ્પર્શ ૮૯
હ