________________
20
Jdh≥ (lok?h 22
અને પારમાર્થિક જાગરણ અધ્યાત્મજીવન કાજે અનિવાર્ય છે.
વ્યાવહારિક જાગૃતિના વાણી, વિચાર અને વર્તનની જાગૃતિ – એવા ત્રણ પ્રકાર છે. વાણીની જાગૃતિ વિશે વિચારીએ તો એમ લાગે કે જગતમાં મોટા ભાગના વિખવાદ અને વિસંવાદો વાણીનું સર્જન છે. આપણી પાસે બે આંખ છે, બે કાન છે, શ્વાસોચ્છ્વાસ લેવા માટે બે નસકોરાં છે; જ્યારે જન્મ એક જ છે, પરંતુ એ એક હોવા છતાં અતિ પ્રભાવક છે. આથી દ્રૌપદીના દુર્યોધન પ્રત્યે બોલાયેલાં કટુવચનો મહાભારતના મહાસંહારનું નિમિત્ત બન્યાં હતાં. વાણી પ્રત્યે જાગૃતિ રાખનાર વ્યક્તિ જીવનના કેટલાય અનાવશ્યક કલહોમાંથી ઊગરી જાય છે.
એજ રીતે વિચાર પ્રત્યે જાગૃતિ રાખનાર વ્યક્તિ દુષ્ટ, સ્વાર્થી, સંકુચિત કે અસત્ વિચારોને પોતાના ચિત્તમાં પ્રવેશ આપતાં અટકાવે છે. વ્યક્તિના વિચાર જેવી એની સૃષ્ટિ હોય છે. રામ અને રાવણનાં ચરિત્રનો વિચાર કરીએ એટલે આ હકીકત તરત સમજાઈ જશે. દુર્યોધનની વિચારસૃષ્ટિ અને યુધિષ્ઠિરની વિચારસૃષ્ટિ તદ્દન ભિન્ન હતી. દુર્યોધનને અશુભ તત્ત્વો પ્રત્યે પ્રબળ આકર્ષણ હતું, જ્યારે યુધિષ્ઠિરને શુભ તત્ત્વો પ્રત્યે.
એકાદ મલિન વિચાર ચિત્તમાં પ્રવેશી જાય તો એ સમગ્ર ચિત્તને મલિન કરતો હોય છે. જેમ બૉટલમાં ભરેલા પાણીમાં થોડોક કચરો નાખવામાં આવે તો બધું પાણી મલિન થઈ જતું હોય છે. વ્યક્તિ પોતે મલિન વિચાર કરે તે તો અનિષ્ટકારી છે, કિંતુ ઘણી વાર આવા મલિન વિચારોના શ્રવણમાત્રથી પણ આપણું ચિત્ત મલિન બનતું હોય છે, આથી આપણા ચિત્તના વૈચારિક ભોજનનો અને આપણા માનસિક સ્વાસ્થ્યનો આપણે અહર્નિશ વિચાર કરવો જોઈએ. માત્ર ભોજનમાં જ દિલચસ્પી
લેનારાઓના વૈચારિક જગતમાં માત્ર વાનગીની સુમધુર સ્વાદની વાર્તા જ સંભળાશે. વાસનામાં ડૂબેલાઓને જાતીયતા (સેક્સ) સિવાય જગતમાં કશું દેખાતું નથી. સદેવ ધનનો વિચાર કરનાર તમને દરેક ચીજ-વસ્તુનો ભાવ પૂછ્યા ક૨શે અને સસ્તું-મોંઘુંની ચર્ચા કર્યે રાખશે. ચિત્તને વિચારસમૃદ્ધ કેટલું કર્યું તે મહત્ત્વની બાબત છે. જો આવી વૈચારિક સમૃદ્ધિ નહીં આવે, તો વ્યક્તિ માત્ર વિચારદારિત્ર ધરાવતી નહીં, પામર જ્વન વનારી બની જશે.
આથી જ એક સંસ્કૃત સુભાષિતમાં કહ્યું છે,
|_