________________
શબ્દો પણ માંડ માંડ નીકળી રહ્યા છે. વર્તમાન જીવન પ્રત્યે તેઓ તદ્દન નીરસ હોય છે અને જે રીતે વર્ષોથી જીવતા આવ્યા હોય એ જ ઘરેડમાં જીવતા હોય છે. એમના હૃદયમાં ન કોઈ ઉત્સાહ હોય છે, વિચારમાં ન કોઈ તેજ કે મૌલિકતા હોય છે. નદીના પ્રવાહની જેમ આગળ વધવાનું કોઈ ચૈતન્ય એમનામાં હોતું નથી. આ પરિણામે આવું મનોવલણ ધરાવતા લોકો કોઈ પણ બાબત વિશે પ્રતિભાવ આપવા માટે સહેજે ઉત્સુક હોતા નથી. એમને જીવનથી ભારોભાર કંટાળો હોય છે અને આવા કંટાળાને કારણે નિષ્ક્રિય બની ગયા હોય છે. આવી સ્થગિતતા એ અભિશાપ છે અને એવી સ્થગિતતાને કારણે જ એમનું જીવન સરોવરના સ્થગિત જળની જેમ સમય જતાં ગંદકીથી દુર્ગંધમય બની જાય છે.
ખળખળ વહેતું ઝરણું કેવું ઉત્સાહથી આગળ ધપતું હોય છે ! આવા ચેતનવંતા ઉત્સાહનો અભાવ વ્યક્તિને સ્થગિત બનાવી દે છે. એવું પણ બને છે કે વ્યક્તિ એક સમયે અત્યંત ઉત્સાહી, કર્મઠ, મૌલિક વિચારધારા ધરાવતી અને પ્રગતિશીલ હોય છે અને પછી એક સમય એવો પણ આવે છે કે જ્યારે એ કાર્યનિષ્ઠાને અભરાઈએ મૂકી દે છે. મૌલિક વિચારધારાને બદલે સંકુચિત વિચારધારામાં ગોઠવાઈ જાય છે અને પ્રગતિ કરવાને બદલે જ્યાં હોય ત્યાં સ્થિતિસ્થાપક રહેવાનું વિચારે છે. તેઓ સ્વયં તો એક ડગલું આગળ ભરતા નથી, કિંતુ બીજો કોઈ એક ડગલું આગળ વધવાનો વિચાર કરે, તો એને બે ડગલાં પાછળ ધકેલી દે છે. આમાં એમનો દોષ નથી, પરંતુ એમને લાગેલા સ્થગિતતાના શાપનો દોષ
પરમનો સ્પર્શ ૧૦૧
કોઈ વેપારી પેઢીના શેઠને જોજો. પચીસ વર્ષ પહેલાં જે પ્રકારે ગાદીતકિયે બેસતા હતા, એ જ પ્રકારનાં ગાદી-તકિયા પર બેસતા હોય છે. કોઈ બેંકના ઘરેડ કારકુનને જોશો તો જણાશે કે એમનામાં કામ કરવાની કોઈ ધગશ નથી. એવી પણ ધાર્મિક વ્યક્તિઓ મળશે કે જે માત્ર ગતાનુગતિકતાથી વિચારતી હોય, રૂઢિચુસ્તતાના રસ્તે આંખો મીંચીને ચાલતી હોય, પોતાની સમજને બદલે અંધમાન્યતાથી જીવતી હોય. ધાર્મિક ટ્રસ્ટના કેટલાક ટ્રસ્ટીઓ ધર્મને નામે સ્થગિતતાને પુરસ્કારતા હોય છે. એમને પોતાની પ્રત્યેક બાબત ધર્મપૂર્ણ લાગે છે અને સામેની વ્યક્તિના પ્રત્યેક વિચારમાં અધર્મની બદબૂ આવે છે.
અહીં માણસનો ‘માંહ્યલો’ જ મરી ગયો હોય છે. એનું કારણ શું?