________________
સત્સંગ એ વ્યક્તિની પસંદગીની બાબત છે. માનવીના રોજિંદા જીવનથી માંડીને પરમોચ્ચ અધ્યાત્મજીવન સુધી સર્વત્ર પસંદગી જ મહત્ત્વની છે. શિયાળામાં ઠંડી લાગે કે ઉનાળામાં તાપ લાગે, એમાં આપણી વ્યક્તિગત પસંદગીને કોઈ અવકાશ હોતો નથી. જે છે તેનો સ્વીકાર કરવો પડે છે, પરંતુ પ્રાતઃકાળે વ્યાયામ કરવો કે રાત્રે વહેલાં સૂઈ જવું – એ વ્યક્તિની પસંદગી પર નિર્ભર છે. સત્સંગ માટે સાવધાનીથી સાથીઓને પસંદ કરવા જોઈએ. ઘણી વ્યક્તિઓ પાસે કશું કામ હોતું નથી. એમને માત્ર સમય ક્યાં પસાર કરવો એ સવાલ હોય છે. આવી નવરાશવાળી વ્યક્તિને મિત્ર બનાવનાર ખુદ નવરો બની જાય છે. તમારે કેવા સત્સંગી મિત્રો પસંદ કરવા એ તમારો અધિકાર છે, જેનો સમજપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
સત્સંગ તમારા અંતરમાં પરમનો સ્પર્શ પામવાની ધગશને અંત રાખે છે. ભક્તિની જ્યોતમાં એ સતત પુ નાખીને એને પ્રજ્વલિત રાખે છે. એ અહર્નિશ પાદ કરાવે છે કે તારા જીવનનો હેતુ શું છે અને તેને માટે તું કરે છે તે કાર્ય હેતુ બર લાવે તેવું છે ખરું ? ઈંશ્વર આપણે માટે કોઈ કાર્યનું નિર્માણ કરીને આપણને પૃથ્વી પર મોકલે છે એમ માનવામાં આવે છે. આનો અર્થ એ કે દરેક વ્યક્તિએ ઈશ્વરે અને કર્યુ કાર્ય સોંપેલું છે એનો વિચાર કરવો જોઈએ અને એને માટે વ્યક્તિએ ક્રિયાશીલ બનવું જોઈએ.
આપણે કઈ રીતે અને કેવા વિચારો કરીએ છીએ તે અંગે વિચારવું જોઈએ. કઈ રીતે બોલવું જોઈએ તે બાબતમાં સાવધ રહેવું જોઈએ. કોની સાથે કેવી રીતે અને કેટલો સમય વિતાવીએ છીએ એ અંગે જાતચકાસણી કરવી જોઈએ. વ્યક્તિએ પોતાની કથની અને કરણીનો વિચાર કરવો જોઈએ, કારણ કે આ બધી બાબતો, અર્થાત્, એની રોજિંદી જીવનશૈલી એનાં વલણ, અભિગમ, જીવનદૃષ્ટિ અને લાગણીઓને ઘડનારી છે.
પરમનો સ્પર્શ ૫૩ |
જો એ કુસંગ કરશે તો ધીરે ધીરે એનામાં ઉત્સાહની મંદતા આવશે. એ પરમથી વેગળો થશે; પણ ધીરે ધીરે સમાજ, સ્વાસ્થ્ય અને કુટુંબસ્નેહથી દૂર જો. જો અનિષ્ટ માર્ગે જીવતો હો, તો એના જીવનમાં ઘણા વળાંકો, ચડઊતર અને માનસિક તણાવો આવશે. આધ્યાત્મિક માર્ગે ચાલનારી વ્યક્તિને સ્વસ્થતાની બક્ષિસ મળે છે. એના વનમાં સુખદૂઃખના પ્રસંગો બને છે, ક્યારેક આર્થિક રીતે એને હાનિ સહન કરવી પડે છે. ક્યારેક તેની
કોઈ વ્યક્તિ એની સાથે દગાબાજી કરે છે, તોપણ એના ચિત્તની સ્વસ્થતા
00