Page #1
--------------------------------------------------------------------------
________________
/
)
[ કરી હતી
ભાઇ
દર્શન અને ચિંતન ગ્રંથમાળા,
અનેકાંત ચિંતન
પાંડિત સુખલાલાજી
Page #2
--------------------------------------------------------------------------
________________
દર્શન અને ચિંતન ગ્રંથમાળા ૬
અનેકાન્ત ચિંતન
પં. સુખલાલજી
ગૂર્જર ગ્રંથ૨ત્ન કાર્યાલય રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ ૩૮૦ ૦૦૧
Page #3
--------------------------------------------------------------------------
________________
Anekant Chintan by Pandit Sukhlalji Published by Gurjar Grantha Ratna Karyalaya Opp. Ratanpolnaka, Gandhi Road, Ahmedabad - 380 001
© પરિચય ટ્રસ્ટ
પહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૨૦૦૩ (દર્શન અને ચિંતનનાં ભા. ૧-૨(૧૯૫૭)ના તત્ત્વજ્ઞાન-વિષયક લેખોનું પુનર્મુદ્રણ)
પ્રત : ૭૫૦
પૃષ્ઠસંખ્યા : ૮+૩૦૬
કિંમત : રૂ. ૧૮૦
પ્રકાશક
અમરભાઈ ઠાકોરલાલ શાહ ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
રતનપોળનાકા સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦ ૦૦૧
ટાઇપસેટિંગ
શારદાબહેન ચિમનભાઈ ઍજ્યુકેશનલ રિસર્ચ સેન્ટર
શાહીબાગ, અમદાવાદ
૩૮૦ ૦૦૪
-
મુદ્રક ભગવતી ઑફસેટ
૧૫/સી, બંસીધર એસ્ટેટ, બારડોલપુરા, અમદાવાદ - ૩૮૦૦૦૪
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીય પં. સુખલાલજી એટલે ગુજરાતનું ગૌરવ અને ભારતીય દર્શનની આગવી પ્રતિભા. તેમના નામનું સ્મરણ થતાં જ સાહિત્ય, ભાષા, ધર્મ અને દર્શનના જીવતા જાગતા વિશ્વવિદ્યાલયનું સ્મરણ થઈ આવે. તેમના લખાણમાં સાગર જેવું ગાંભીર્ય અને સ્ફટિકરત્ન જેવી પારદર્શકતા, વિચારોમાં સચ્ચાઈની સાધનાનો રણકાર અને પ્રસ્તુતિમાં સરળતા સહેજે જણાઈ આવે. તેમના વિચારો, ચિંતન અને મનન સાગર જેવું અગાધ હોવા છતાં ક્યાંય જ્ઞાનનું અભિમાન, વિદ્યાનું ગૌરવ કે જાણકારીનો અહં જોવા ન મળે અને જેટલું કહે તે બધું જ જાણે અતળ ઊંડાણમાંથી નીકળી રહ્યું હોય તેમ જણાય, છતાંય હંમેશાં સત્ય સ્વીકારવા અને નવાં તથ્યો પ્રાપ્ત થતાં, પોતાના વિચારોને કે મતને પરિવર્તિત કરવો પડે તો તે પણ સહર્ષ કરવાની તત્પરતા. મનની ઉન્મુક્ત દશા આવા અનેક ગુણોથી યુક્ત તેમનું જીવન હતું. તેમની સાધના માત્ર જ્ઞાન સુધી જ સીમિત ન હતી. આચાર અને વિચારનાં તમામ ક્ષેત્રો સુધી વિસ્તરેલી હતી. તેમના લેખો વર્ષો પૂર્વે લખાયેલા હતા છતાં આજેય પ્રસ્તુત છે. કોઈ ઋષિનાં ઉપનિષદ્વાક્યો વાંચતા હોઈએ તેવો આ લખાણ વાંચતાં અનુભવ થાય. આ લખાણો પૂર્વે “દર્શન અને ચિંતન'માં પ્રગટ થયાં હતાં પણ છેલ્લાં કેટલાંય વર્ષોથી તે અપ્રાપ્ય થયાં હતાં તેને પુનઃ પ્રકાશિત કરતાં અને અત્યંત હર્ષ અને આનંદની લાગણી અનુભવીએ છીએ.
પં. સુખલાલજીનો ગૂર્જર સાથેનો આત્મીય સંબંધ રહ્યો છે. ગૂર્જરની યાત્રાના આરંભનાં વર્ષોમાં તેમની પ્રેરણા અને માર્ગદર્શનરૂપી સંબલ (ભાથું) સતત મળતું રહ્યું છે. તેમનો અમારી સંસ્થા ઉપરનો ઉપકાર અનન્ય છે. તે ઉપકારના ભારથી મુક્ત થવું તો અસંભવિત છે પણ તેમના ભારને કંઈક હળવો કરવા તેમના વિચારોને જીવંત રાખવા અને તેમની ચિંતનની ગંગાને વહેતી રાખવાના આ પ્રયાસ દ્વારા ઋણસ્વીકાર સ્વરૂપે પ્રસ્તુત ગ્રંથમાળાનું અમે પુનઃમુદ્રણ કરી રહ્યા છીએ.
આ કાર્યમાં અમને પરિચય ટ્રસ્ટે પૂરો સહયોગ આપ્યો છે. તેમના સહયોગ વિના અમારી ભાવનાને મૂર્ત સ્વરૂપ ન જ મળી શકત. આ ક્ષણે અમે પરિચય ટ્રસ્ટના ટ્રસ્ટીમંડળનો તથા ચંદ્રકાન્તભાઈ શાહનો આભાર માનીએ છીએ. આ ગ્રંથમાળાનું સંપાદનકાર્ય લા. દ. ભારતીય વિદ્યામંદિરના નિયામક પંડિત જિતેન્દ્ર બી. શાહે તેમનું પોતાનું જ કામ સમજીને ખંતથી કરી આપેલ છે તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ.
ગૂર્જર પરિવાર
Page #5
--------------------------------------------------------------------------
________________
અનેકાન્ત ચિંતન
સના સ્વરૂપ વિશે ભારતીય પરંપરામાં આદિ કાળથી જ ચિંતનનો પ્રારંભ થઈ ગયો હતો. સતુ નિત્ય છે કે અનિત્ય, એક છે કે અનેક, વાચ્ય છે કે અવાઓ જેવા પ્રશ્ન તે કાળના મનીષીઓમાં ઊડ્યા હતા અને તેવા સ્વરૂપને પામવાની સાધનાનો પ્રારંભ થયો હતો. સતુના સ્વરૂપ વિશે વૈદિક યુગમાં પણ વિભિન્ન માન્યતા પ્રવર્તતી હતી. આથી જ વેદમાં જણાવ્યું છે કે “ સત્ વિપ્ર વહુધા વત” અર્થાત્ એક જ સને પંડિતો ભિન્ન ભિન્ન પ્રકારે વર્ણવે છે. વિભિન્ન રીતે વર્ણવવાની શૈલીને કારણે દર્શનોનો ઉદભવ થયો. આ દર્શનોમાં પછીથી ખંડન-મંડનની પ્રક્રિયા ઉમેરાઈ તેને કારણે ભારતીય દર્શનોનો ઉત્તરોત્તર વિકાસ થતો ગયો. જૈન ધર્મની સત્ વિશેની માન્યતા બધાથી અનોખી છે. જૈન દર્શન અને કોઈ એક જ રૂપે વિચારવા | અપનાવવાને બદલે વિભિન્ન રૂપે વિચારવાની વાત કરે છે. જૈન દર્શન અનુસાર સતુનાં સંભવિત તમામ પાસાંઓનો વિચાર કરવાથી જ સત્યસ્વરૂપની નજીક પહોંચી શકાય છે. આ જ અનેકાંતવાદી દૃષ્ટિકોણ છે. અનેકાન્તનો સાચો અર્થ છે વિચારોનાં દ્વાર ખુલ્લાં રાખવાં. આમ કરવાથી બધા વિચારોમાંથી સત્ય પ્રાપ્ત થશે. આથી જ જૈન દર્શનનો અભ્યાસ કરવા ભારતીય દર્શનોનો અભ્યાસ આવશ્યક છે. દર્શનની આ ભૂમિકા ૫. સુખલાલજીના લેખોમાં જોવા મળે છે. પંડિતજીના ચિંતનમાં કદાગ્રહ કે હઠાગ્રહનો અંશ જોવા મળતો નથી. સત્યને શોધવાની સંશોધકવૃત્તિ અને સત્યને પામવાની ઉત્કટ ભાવના જોવા મળે છે.
પંડિતજીનાં લખાણોની એક વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ વિષયનું નિરૂપણ કરે છે ત્યારે તે વિષયનું ઉપરચોટિયું નિરૂપણ કરવામાં રાચતા નથી પરંતુ તે વિષયના હાર્દ સુધી પહોંચી તેનું સમ્યક નિરૂપણ કરે છે. આવું નિરૂપણ કરવા માટે તેઓ ઇતિહાસ અને તુલનાને પણ ઘણું જ મહત્ત્વ આપે છે. કોઈ પણ સિદ્ધાન્તના મૂળ સુધી પહોંચી તેમાં કાલક્રમે થયેલ શુદ્ધિ-વૃદ્ધિવિકારોનો ઐતિહાસિક ચિતાર રજૂ કરતી વખતે અન્ય દર્શનમાં તે સિદ્ધાંતનું શું સ્થાન છે તેની વિચારણા કરવા દ્વારા જે તે દર્શનના સિદ્ધાંતોની નિરૂપણીય સિદ્ધાંત ઉપર કેવી અને કેટલી અસર પડી છે તેનો સમગ્રતયા ખ્યાલ આવે છે. તેમનાં લખાણમાં વિષયની ગહનતા, સૂક્ષ્માવલોકન, ગહન ચિંતન અને ઊંડા
મનનની છાંટ જોવા મળે છે. દર્શનોમાં ભેદ ભલે દેખાતો હોય પણ તે ભેદ
Page #6
--------------------------------------------------------------------------
________________
છતાં તેમાં રહેલ અભેદને શોધી કાઢી બધાનો સમન્વય કરવાની વૃત્તિ સર્વત્ર દેખાય છે. આમ તેમનાં લખાણમાં સાંપ્રદાયિક અભિનિવેશ, ખંડન-મંડનની વૈદુષ્યલીલા કે વૃથા વિસ્તાર કરવાની પ્રવૃત્તિનો અભાવ જોવા મળે છે. સાથે જ સર્વત્ર સમભાવનાં જ દર્શન થાય છે. આ સાચો અનેકાન્ત છે.
અનેકાન્તને સમજવા જૈન દર્શનના સિદ્ધાંતોની જાણવા આવશ્યક છે. જૈન ન્યાયના પિતા સિદ્ધસેન દિવાકરના ગ્રંથો, તેમની અત્યંત ક્લિષ્ટ દ્વાત્રિશત્ દ્વાત્રિશિકા–આદિનું તુલનાત્મક દૃષ્ટિએ અધ્યયન કરનાર પ્રથમ વિદ્વાન હતા. તેમણે જૈન દર્શનના સમગ્ર સાહિત્યનું આ દૃષ્ટિએ અધ્યયન કરી અનેકાન્તવાદ, સ્યાદ્વાદ, નય, સપ્તભંગી આદિના સિદ્ધાંતોને વધુ સ્પષ્ટ રીતે પ્રસ્તુત કર્યા છે જે એમનું ખાસ યોગદાન છે.
- જિતેન્દ્ર બી. શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
૧. જૈન તત્ત્વજ્ઞાન .
૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ
૩. સપ્તભંગી...
૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?
૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા.
૬. કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો
૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ?
૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ
૧૦. હેતુબિંદુનો પરિચય .....
૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્દશતક ૧૨. ‘હર્ષચરિત્ર’ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ .
૧૪. ‘શ્રીમદ્ રાજચંદ્ર’——એક સમાલોચના પરિશિષ્ટ-૧ શબ્દ સૂચિ
દર્શન અને ચિંતન ગ્રંથમાળા ભાગ ૧-૬નો અનુક્રમ
.......
૧
૧૪
૨૭
૩૦
૪૦
૪૯
૧૧૬
૧૨૩
૧૪૧
૧૭૨
૨૦૭
૨૨૮
૨૪૨
૨૫૪
૨૮૩
૨૯૯
Page #8
--------------------------------------------------------------------------
________________
અનેકાન્ત ચિંતન
અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દૃષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીનો જન્મ થયેલો છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તો શબ્દ-છળની આંટીઘૂંટી ખેલવા માટે યોજાયેલી નથી, પણ એ તો જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંતવિચારસરણીનો ખરોઅર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય રીતે સ્થાન
પં. સુખલાલજી
Page #9
--------------------------------------------------------------------------
________________
સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જમ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાનો મુખ્ય ઉદ્દેશ જ વીસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઈતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તો શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું.
Page #10
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન
વિશ્વના બાહ્ય અને આંતરિક સ્વરૂપમાં તથા તેના સામાન્ય તેમ જ વ્યાપક નિયમોના સંબંધમાં જે તાત્ત્વિક દષ્ટિએ વિચારણા એ તત્ત્વજ્ઞાન. આવી વિચારણા કોઈ એક જ દેશ, એક જ જાતિ કે એક જ પ્રજામાં ઉદ્ભવે છે અને ક્રમશઃ વિકાસ પામે છે, એમ નથી હોતું પણ આ જાતની વિચારણા એ મનુષ્યત્વનું વિશિષ્ટ સ્વરૂપ હોવાથી તે વહેલી કે મોડી દરેક દેશમાં વસનાર દરેક જાતની માનવપ્રજામાં ઓછે કે વત્તે અંશે ઉદ્દભવે છે, અને તેવી વિચારણા જુદી જુદી પ્રજાઓના પરસ્પર સંસર્ગને લીધે, અને કોઈ વાર તદ્દન સ્વતંત્રપણે પણ વિશેષ વિકાસ પામે છે, તેમ જ સામાન્ય ભૂમિકામાંથી પસાર થઈ તે અનેક રૂપે ફંટાય છે.
પહેલેથી આજ સુધીમાં ભૂખંડ ઉપર મનુષ્યજાતિએ જે તાત્ત્વિક વિચારણાઓ કરી છે તે બધી આજે હયાત નથી, તેમ જ તે બધી વિચારણાઓનો ક્રમિક ઇતિહાસ પણ પૂર્ણપણે આપણી સામે નથી, છતાં અત્યારે એ વિશે જે કાંઈ સામગ્રી આપણી સામે છે અને એ વિશે જે કાંઈ થોડુંઘણું આપણે જાણીએ છીએ તે ઉપરથી એટલું તો નિર્વિવાદપણે કહી શકાય કે તત્ત્વચિંતનની જુદી જુદી અને પરસ્પર વિરોધી દેખાતી ગમે તેટલી ધારાઓ હોય, છતાં એ બધી વિચારધારાઓનું સામાન્ય સ્વરૂપ એક છે, અને તે એ કે વિશ્વના બાહ્ય તેમ જ આંતરિક સ્વરૂપના સામાન્ય અને વ્યાપક નિયમોનું રહસ્ય શોધી કાઢવું. તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું મૂળ
જેમ કોઈ એક મનુષ્યવ્યક્તિ પ્રથમથી જ પૂર્ણ નથી હોતી, પણ તે બાલ્ય આદિ જુદી જુદી અવસ્થાઓમાંથી પસાર થવા સાથે જ પોતાના અનુભવો વધારી અનુક્રમે પૂર્ણતાની દિશામાં આગળ વધે છે, તેમ
Page #11
--------------------------------------------------------------------------
________________
૨ ૦ અનેકાન્ત ચિંતન
મનુષ્યજાતિ વિશે પણ છે. મનુષ્યજાતિને પણ બાલ્ય આદિ ક્રમિક અવસ્થાઓ અપેક્ષા વિશેષે હોય જ છે. તેનું જીવન વ્યક્તિના જીવન કરતાં ઘણું જ લાંબું અને વિશાળ હોઈ તેની બાલ્ય વગેરે અવસ્થાઓનો સમય પણ તેટલો જ લાંબો હોય તે સ્વાભાવિક છે. મનુષ્યજાતિ જ્યારે કુદરતને ખોળે આવી અને તેણે પ્રથમ બાહ્ય વિશ્વ તરફ ખ ખોલી ત્યારે તેની સામે અદ્ભુત અને ચમત્કારી વસ્તુઓ તેમ જ બનાવો ઉપસ્થિત થયા. એક બાજુ સૂર્ય, ચંદ્ર અને અગણિત તારામંડળ અને બીજી બાજુ સમુદ્ર, પર્વત અને વિશાળ નદીપ્રવાહો તેમ જ મેઘગર્જનાઓ અને વિદ્યુત્ચમત્કારોએ તેનું ધ્યાન ખેંચ્યું. મનુષ્યનું માનસ આ બધા સ્થૂલ પદાર્થોના સૂક્ષ્મ ચિંતનમાં પ્રવૃત્ત થયું અને તેને એ વિશે અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા. જેમ મનુષ્યમાનસને બાહ્ય વિશ્વના ગૂઢ તેમ જ અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે અને તેના સામાન્ય નિયમો વિશે વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા, તેમ તેને આંતરિક વિશ્વના ગૂઢ અને અતિસૂક્ષ્મ સ્વરૂપ વિશે પણ વિવિધ પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્નોની ઉત્પત્તિ તે જ તત્ત્વજ્ઞાનની ઉત્પત્તિનું પ્રથમ પગથિયું. એ પ્રશ્નો ગમે તેટલા હોય અને કાળક્રમે તેમાંથી બીજા મુખ્ય અને ઉપપ્રશ્નો પણ ગમે તેટલા જન્મ્યા હોય, છતાં એકંદર આ બધા પ્રશ્નોને ટૂંકમાં નીચે પ્રમાણે દર્શાવી શકાય.
તાત્ત્વિક પ્રશ્નો
દેખીતી રીતે સતત પરિવર્તન પામતું આ બાહ્ય વિશ્વ ચારે ઉત્પન્ન થયું હશે ? શેમાંથી ઉત્પન્ન થયું હશે ? પોતાની મેળે જ ઉત્પન્ન થયું હશે કે કોઈએ ઉત્પન્ન કર્યું હશે ? અને ઉત્પન્ન થયું ન હોય તો શું આ વિશ્વ એમ જ હતું અને છે ? જો તેનાં કારણો હોય તો તે પોતે પરિવર્તન વિનાના શાશ્વત જ હોવાં જોઈએ કે પરિવર્તનશીલ હોવાં જોઈએ ? વળી એ કારણો કોઈ જુદી જુદી જાતનાં જ હશે કે આખા બાહ્ય વિશ્વનું કારણ માત્ર એકરૂપ જ હશે ? આ વિશ્વની વ્યવસ્થિત અને નિયમબદ્ધ જે સંચાલના અને રચના દેખાય છે તે બુદ્ધિપૂર્વક હોવી જોઈએ કે યંત્રવત્ અનાદિસિદ્ધ હોવી જોઈએ ? બુદ્ધિપૂર્વક વિશ્વવ્યવસ્થા હોય તો તે કોની બુદ્ધિને આભારી છે ? શું એ બુદ્ધિમાન તત્ત્વ પોતે તટસ્થ રહી વિશ્વનું નિયમન કરે છે કે એ પોતે જ વિશ્વરૂપે પરિણમે છે અથવા દેખાય છે ?
ઉપરની રીતે આંતરિક વિશ્વના સંબંધમાં પણ પ્રશ્નો થયા કે જે આ બાહ્ય વિશ્વનો ઉપભોગ કરે છે યા જે બાહ્ય વિશ્વ વિશે અને પોતા વિશે
Page #12
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૩
વિચાર કરે છે તે તત્ત્વ શું છે ? શું એ અહંરૂપે ભાસતું તત્ત્વ બાહ્ય વિશ્વના જેવી જ પ્રકૃતિનું છે કે કોઈ જુદા સ્વભાવનું છે? આ આંતરિક તત્ત્વ અનાદિ છે કે તે પણ ક્યારેક કોઈ અન્ય કારણમાંથી ઉત્પન્ન થયું છે? વળી અહંરૂપે ભાસતાં અનેક તત્ત્વો વસ્તુતઃ જુદાં જ છે કે કોઈ એક મૂળ તત્ત્વની નિર્મિતિઓ છે? આ બધાં સજીવ તત્ત્વો ખરી રીતે જુદાં જ હોય તો તે પરિવર્તનશીલ છે કે માત્ર ફૂટસ્થ છે ? એ તત્ત્વોનો કદી અંત આવવાનો કે કાળની દૃષ્ટિ અંતરહિત જ છે? એ જ રીતે આ બધાં દેહમર્યાદિત તત્ત્વો ખરી રીતે દેશની દૃષ્ટિએ વ્યાપક છે કે પરિમિત છે ?
આ અને આના જેવા બીજા ઘણા પ્રશ્નો તત્ત્વચિંતનના પ્રદેશમાં ઉપસ્થિત થયા. આ બધા પ્રશ્નોનો કે તેમાંના કેટલાકનો ઉત્તર આપણે જુદી જુદી પ્રજાઓના તાત્ત્વિક ચિંતનના ઇતિહાસમાં અનેક રીતે જોઈએ છીએ. ગ્રીક વિચારકોએ બહુ જૂના વખતથી આ પ્રશ્નોને છણવા માંડેલા. એમનું ચિંતન અનેક રીતે વિકાસ પામ્યું, જે પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનમાં ખાસ મહત્ત્વનો ભાગ રોકે છે. આર્યાવર્તના વિચારકોએ તો ગ્રીક ચિંતકો પહેલાં હજારો વર્ષ અગાઉથી આ પ્રશ્નોના ઉત્તર મેળવવા વિવિધ પ્રયત્નો કરેલા, જેનો ઈતિહાસ આપણી સામે સ્પષ્ટ છે. ઉત્તરોનું સંક્ષિપ્ત વર્ગીકરણ
આર્ય વિચારકોએ એક એક પ્રશ્ન પરત્વે આપેલા જુદા જુદા ઉત્તરો અને તે વિશે પણ મતભેદની શાખાઓ અપાર છે, પણ સામાન્ય રીતે આપણે ટૂંકમાં એ ઉત્તરોનું વર્ગીકરણ કરીએ તો આ પ્રમાણે કરી શકાય –
એક વિચારપ્રવાહ એવો શરૂ થયો કે તે બાહ્ય વિશ્વને જન્ય માનતો, પણ તે વિશ્વ કોઈ કારણમાંથી તદ્દન નવું જ–પહેલાં ન હોય તેવું થયાની ના પાડતો અને એમ કહેતો કે જેમ દૂધમાં માખણ છૂપું રહેલું હોય છે અને ક્યારેક માત્ર આવિર્ભાવ પામે છે, તેમ આ બધું સ્થળ વિશ્વ કોઈ સૂક્ષ્મ કારણમાંથી માત્ર આવિર્ભાવ પાયે જાય છે અને એ મૂળ કારણ તો સ્વતઃસિદ્ધ અનાદિ છે.
બીજો વિચારપ્રવાહ એમ માનતો કે આ બાહ્ય વિશ્વ કોઈ એક કારણથી જન્મતું નથી. તેના સ્વભાવથી ભિન્ન ભિન્ન એવાં અનેક કારણો છે અને એ કારણોમાં પણ વિશ્વ દૂધમાં માખણની પેઠે છૂપું રહેલું ન હતું, પરંતુ જેમ જુદા જુદા લાકડાના ટુકડા મળવાથી એક નવી જ ગાડી તૈયાર થાય છે તેમ તે
Page #13
--------------------------------------------------------------------------
________________
૪૦ અનેકાન્ત ચિંતન
ભિન્ન ભિન્ન જાતનાં મૂળ કારણોનાં સંશ્લેષણ-વિશ્લેષણમાંથી આ બાહ્ય વિશ્વ તદ્દન નવું જ ઉત્પન્ન થાય છે. પહેલો પરિણામવાદી અને બીજો કાર્યવાદી. એ બને વિચારપ્રવાહો બાહ્ય વિશ્વના આવિર્ભાવ કે ઉત્પત્તિની બાબતમાં મતભેદ ધરાવવા છતાં આંતરિક વિશ્વના સ્વરૂપની બાબતમાં સામાન્ય રીતે એકમત હતા. બન્ને એમ માનતા કે અહં નામનું આત્મતત્ત્વ અનાદિ છે. નથી તે કોઈનું પરિણામ કે નથી તે કોઈ કારણમાંથી ઉત્પન્ન થયેલું. જેમ તે આત્મતત્ત્વ અનાદિ છે તેમ દેશ અને કાળ એ બન્ને દૃષ્ટિએ તે અનંત પણ છે; અને તે આત્મતત્ત્વ દેહભેદે ભિન્ન ભિન્ન છે, વાસ્તવિક રીતે તે એક નથી.
ત્રીજો વિચારપ્રવાહ એવો પણ હતો કે જે બાહ્ય વિશ્વ અને આંતરિક જીવજગત બન્નેને કોઈ એક અખંડ સત્તત્ત્વનું પરિણામ માનતો અને મૂળમાં બાહ્ય કે આંતરિક જગતની પ્રકૃતિ કે કારણમાં કશો જ ભેદ માનવા ના પાડતો. જૈન વિચારપ્રવાહનું સ્વરૂપ
ઉપરના ત્રણ વિચારપ્રવાહને અનુક્રમે આપણે અહીં પ્રકૃતિવાદી, પરમાણુવાદી અને બ્રહ્મવાદી નામથી ઓળખીશું. આમાંથી પ્રથમના બે વિચારપ્રવાહોને વિશેષ મળતો અને છતાં તેનાથી જુદો એવો એક ચોથો વિચારપ્રવાહ પણ સાથે સાથે પ્રવર્તતો હતો. એ વિચારપ્રવાહ હતો તો પરમાણવાદી પણ તે બીજા વિચારપ્રવાહની પેઠે બાહ્ય વિશ્વના કારણભૂત પરમાણુઓને મૂળમાંથી જુદી જુદી જાતના માનવાની તરફેણ કરતો ન હતો, પણ મૂળમાં બધા જ પરમાણુઓ એક સમાન પ્રકૃતિના છે એમ માનતો. અને પરમાણુવાદ સ્વીકારવા છતાં તેમાંથી માત્ર વિશ્વ ઉત્પન્ન થાય છે એમ પણ ન માનતાં, તે પ્રકૃતિવાદીની પેઠે પરિણામ અને આવિર્ભાવ માનતો હોવાથી, એમ કહેતો કે પરમાણુપુંજમાંથી બાહ્ય વિશ્વ આપોઆપ પરિણમે છે. આ રીતે આ ચોથા વિચારપ્રવાહનું વલણ પરમાણુવાદની ભૂમિકા ઉપર પ્રકૃતિવાદના પરિણામની માન્યતા તરફ હતું.
તેની એક વિશેષતા એ પણ હતી કે તે સમગ્ર બાહ્ય વિશ્વને આવિર્ભાવવાળું ન માનતાં તેમાંથી કેટલાંક કાર્યોને ઉત્પત્તિશીલ પણ માનતો. તે એમ કહેતો કે બાહ્ય વિશ્વમાં કેટલીય વસ્તુઓ એવી છે કે જે કોઈ પુરુષના પ્રયત્ન સિવાય જ પોતાનાં પરમાણુરૂપ કારણોમાંથી જન્મે છે. તેવી વસ્તુઓ
Page #14
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન - ૫ તલમાંથી તેલની પેઠે પોતાના કારણમાંથી માત્ર આવિર્ભાવ પામે છે, પણ તદ્દન નવી ઉત્પન્ન નથી થતી; જ્યારે બાહ્ય વિશ્વમાં ઘણી વસ્તુઓ એવી પણ છે કે જે પોતાનાં જડ કારણોમાંથી ઉત્પન્ન થાય છે, પણ પોતાની ઉત્પત્તિમાં કોઈ પુરુષના પ્રયત્નની અપેક્ષા રાખે છે. જે વસ્તુઓ પુરુષના પ્રયત્નની મદદથી જન્મ લે છે તે વસ્તુઓ પોતાનાં જડ કારણોમાં તલમાં તેલની પેઠે
પેલી નથી હોતી, પણ તે તો તદ્દન નવી જ ઉત્પન્ન થાય છે. જેમ કોઈ સુથાર જુદા જુદા લાકડાઓના કટકા એકઠા કરી તે ઉપરથી એક ઘોડો બનાવે ત્યારે તે ઘોડો લાકડાના કટકાઓમાં છૂપો નથી હોતો, જેમ કે તલમાં તેલ હોય છે, પણ ઘોડો બનાવનાર સુથારની બુદ્ધિમાં કલ્પનારૂપે હોય છે અને તે લાકડાના કટકા દ્વારા મૂર્તરૂપ ધારણ કરે છે. જો સુથાર ધારત તો એ જ લાકડાના કટકામાથી ઘોડો ન બનાવતાં ગાય, ગાડી કે બીજી તેવી વસ્તુ બનાવી શકત. તલમાંથી તેલ કાઢવાની બાબત આથી તદ્દન જુદી છે. કોઈ ગમે તેટલો વિચાર કરે કે ઇચ્છે છતાં તે તલમાંથી ઘી કે માખણ તો ન જ કાઢી શકે. આ રીતે પ્રસ્તુત ચોથો વિચારપ્રવાહ પરમાણુવાદી છતાં એક બાજુ પરિણામ અને આવિર્ભાવ માનવાની બાબતમાં પ્રકૃતિવાદી વિચારપ્રવાહની સાથે મળતો હતો, અને બીજી બાજુ કાર્ય તેમજ ઉત્પત્તિની બાબતમાં પરમાણુવાદી બીજા વિચારપ્રવાહને મળતો હતો.
આ તો બાહ્ય વિશ્વની બાબતમાં ચોથા વિચારપ્રવાહની માન્યતા થઈ, પણ આત્મતત્ત્વની બાબતમાં તો એની માન્યતા ઉપરના ત્રણે વિચારપ્રવાહો કરતાં જુદી જ હતી. તે માનતો કે દેહભેદે આત્મા ભિન્ન છે, પરંતુ એ બધા જ આત્માઓ દેશદષ્ટિએ વ્યાપક નથી તેમજ માત્ર કુટસ્થ પણ નથી. એ એમ માનતો કે જેમ બાહ્ય વિશ્વ પરિવર્તનશીલ છે તેમ આત્માઓ પણ પરિણામી હોઈ સતત પરિવર્તનશીલ છે. આત્મતત્ત્વ સંકોચ-વિસ્તારશીલ પણ છે અને તેથી તે દેહપ્રમાણ છે.
આ ચોથો વિચારપ્રવાહ તે જ જૈન તત્ત્વજ્ઞાનનું પ્રાચીન મૂળ છે. ભગવાન મહાવીરથી પહેલાં ઘણા સમય અગાઉથી એ વિચારપ્રવાહ ચાલ્યો આવતો અને તે પોતાની ઢબે વિકાસ સાધતો તેમજ સ્થિર થતો જતો હતો. આજે આ ચોથા વિચારપ્રવાહનું જે સ્પષ્ટ, વિકસિત અને સ્થિર રૂપ આપણને પ્રાચીન કે અર્વાચીન ઉપલબ્ધ જૈન શાસ્ત્રોમાં નજરે પડે છે, તે મોટે ભાગે ભગવાન મહાવીરના ચિંતનને આભારી છે. જૈન મતની મુખ્ય શ્વેતામ્બર અને દિગમ્બર બે શાખાઓ છે. બન્નેનું સાહિત્ય જુદું જુદું છે, પરંતુ જૈન
Page #15
--------------------------------------------------------------------------
________________
૬૦ અનેકાન્ત ચિંતન તત્ત્વજ્ઞાનનું જ સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમજ બૌદ્ધ મતના નાનામોટા ઘણા ફાંટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તો એકબીજાથી તદ્દન વિરોધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફાંટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફાંટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્ત્વચિંતનની બાબતમાં કેટલોક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમનામાં તત્ત્વચિંતનની બાબતમાં કોઈ મૌલિક ભેદ હજી સુધી નોંધાયેલો નથી. માત્ર આર્ય તત્વચિંતનના ઇતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઇતિહાસમાં આ એક જ દાખલો એવો છે કે આટલા બધા લાંબા વખતનો વિશિષ્ટ ઇતિહાસ ધરાવવા છતાં જેના તત્ત્વચિંતનનો પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનની પ્રકૃતિનું તોલન
તત્ત્વજ્ઞાન પૂર્વીય હો કે પશ્ચિમીય હો, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પોતાના પ્રદેશમાં ચારિત્રનો પ્રશ્ન પણ હાથ ધરે છે. ઓછે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પોતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થોડો તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવન શોધનનો પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઇતિહાસ માં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કોઈ પણ દર્શન એવું નથી કે
Page #16
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન ૭ જે માત્ર વિશ્વચિંતન કરી સંતોષ ધારણ કરતું હોય, પણ તેથી ઊલટું આપણે એમ જોઈએ છીએ કે દરેક મુખ્ય કે તેનું શાખારૂપ દર્શન જગત, જીવ અને ઈશ્વર પરત્વે પોતાના વિશિષ્ટ વિચારો દર્શાવી છેવટે જીવનશોધનના પ્રશ્નને જ છણે છે અને જીવનશોધનની પ્રક્રિયા દર્શાવી વિરામ પામે છે. તેથી આપણે દરેક આર્યદર્શનના મૂળ ગ્રંથમાં શરૂઆતમાં મોક્ષનો ઉદ્દેશ એ અંતમાં તેનો જ ઉપસંહાર જોઈએ છીએ. આ જ કારણને લીધે સાંખ્યદર્શન જેમ પોતાનો વિશિષ્ટ યોગ ધરાવે છે અને તે યોગદર્શનથી અભિન્ન છે, તેમ ન્યાય, વિશેષિક અને વેદાંત દર્શનમાં પણ યોગના મૂળ સિદ્ધાંતો છે બૌદ્ધ દર્શનમાં પણ એની વિશિષ્ટ યોગપ્રક્રિયાએ ખાસ સ્થાન રોક્યું છે. એ જ રીતે જૈન દર્શન પણ યોગપ્રક્રિયા વિશે પૂરા વિચારો દર્શાવે છે. જીવનશોધનના મૌલિક પ્રશ્નોની એકતા
આ રીતે આપણે જોયું કે જૈન દર્શનમાં મુખ્ય બે ભાગ છે : એક તત્ત્વચિંતનનો અને બીજો જીવનશોધનનો. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ છે કે વૈદિક દર્શનની કોઈ પણ પરંપરા લો કે બૌદ્ધ દર્શનની કોઈ પરંપરા લો અને તેને જૈન દર્શનની પરંપરા સાથે સરખાવો, તો એક વસ્તુ સ્પષ્ટ જણાશે કે આ બધી પરંપરાઓમાં જે ભેદ છે તે બે બાબતમાં છે. એક તો જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતન પરત્વે અને બીજો આચારના સ્થળ તેમ જ બાહ્ય વિધિવિધાનો અને સ્થૂળ રહેણીકરણી વિશે, પણ આર્યદર્શનની દરેક પરંપરામાં જીવશોધનને લગતા મૌલિક પ્રશ્નો અને તેના ઉત્તરોમાં જરા પણ તફાવત નથી. કોઈ ઈશ્વર માને કે નહિ, કોઈ પ્રકૃતિવાદી હોય કે કોઈ પરમાણુવાદી, કોઈ આત્મભેદ સ્વીકારે કે આત્માનું એકત્વ સ્વીકારે, કોઈ આત્માને વ્યાપક અને નિત્ય માને કે કોઈ તેથી ઊલટું માને, એ જ રીતે કોઈ યજ્ઞ દ્વારાં ભક્તિ ઉપર ભાર મૂકે કે કોઈ વધારે કડક નિયમોને અવલંબી ત્યાગ ઉપર ભાર મૂકે; પણ દરેક પરંપરામાં આટલા પ્રશ્નો એકસરખા છે: દુઃખ છે કે નહિ? હોય તો તેનું કારણ શું? તે કારણનો નાશ શક્ય છે ? અને શક્ય હોય તો કઈ રીતે ? છેવટનું સાધ્ય શું હોવું જોઈએ? આ પ્રશ્નોના ઉત્તરો પણ દરેક પરંપરામાં એક જ છે. ભલે શબ્દભેદ હોય, સંક્ષેપ કે વિસ્તાર હોય, છતાં દરેકનો ઉત્તર એ જ છે કે અવિદ્યા અને તૃષ્ણા એ દુઃખનાં કારણો છે. તેનો નાશ સંભવિત છે. વિદ્યાર્થી અને તૃષ્ણાછેદ દ્વારા દુઃખનાં કારણોનો નાશ થતાં જ દુઃખ આપોઆપ નાશ પામે છે, અને
Page #17
--------------------------------------------------------------------------
________________
૮૦ અનેકાન્ત ચિંતન
એ જ જીવનનું મુખ્ય સાધ્ય છે. આર્ય દર્શનોની દરેક પરંપરા જીવનશોધનના મૌલિક વિચાર વિશે અને તેના નિયમો વિશે તદ્દન એકમત છે. તેથી અહીં જૈન દર્શન વિશે કાંઈ પણ કહેતાં મુખ્યપણે તેની જીવનશોધનની મીમાંસાનું જ સંક્ષેપમાં કથન કરવું વધારે પ્રાસંગિક છે. જીવનશોધનની જેને પ્રક્રિયા
જૈન દર્શન કહે છે કે આત્મા સ્વાભાવિક રીતે શુદ્ધ અને સચ્ચિદાનંદરૂપ છે. એનામાં જે અશુદ્ધિ, વિકાર યા દુઃખરૂપતા દેખાય છે તે અજ્ઞાન અને મોહના અનાદિ પ્રવાહને આભારી છે. અજ્ઞાનને ઘટાડવા અને તદ્દન નષ્ટ કરવા તેમ મોહનો વિલય કરવા જૈન દર્શન એક બાજુ વિવેકશક્તિ વિકસાવવા કહે છે અને બીજી બાજુ તે રાગદ્વેષના સંસ્કારો નષ્ટ કરવા કહે છે. જૈન દર્શન આત્માને ત્રણ ભૂમિકાઓમાં વહેંચી નાખે છે. જ્યારે અજ્ઞાન અને મોહનું પૂર્ણ પ્રાબલ્ય હોય અને તેને લીધે આત્મા વાસ્તવિક તત્ત્વ વિચારી ન શકે તેમજ સત્ય ને સ્થાયી સુખની દિશામાં એક પણ પગલું ભરવાની ઇચ્છા સુધ્ધાં ન કરી શકે, ત્યારે એ બહિરાત્મા કહેવાય છે. જીવની આ પ્રથમ ભૂમિકા થઈ. આ ભૂમિકા હોય ત્યાં સુધી પુનર્જન્મનું ચક્ર બંધ પડવાનો કદી સંભવ જ નથી અને લૌકિક દૃષ્ટિએ ગમે તેટલો વિકાસ દેખાય છતાં ખરી રીતે એ આત્મા અવિકસિત જ હોય છે.
વિવેકશક્તિનો પ્રાદુર્ભાવ જ્યારે થાય અને રાગદ્વેષના સંસ્કારોનું બળ ઘટવા માંડે ત્યારે બીજી ભૂમિકા શરૂ થાય છે. એને જૈન દર્શન અંતરાત્મા કહે છે. આ ભૂમિકા વખતે જોકે દેહધારણને ઉપયોગી એવી બધી દુન્યવી પ્રવૃત્તિ ઓછીવત્તી ચાલતી હોય છે, છતાં વિવેકશક્તિના વિકાસના પ્રમાણમાં અને રાગદ્વેષની મંદતાના પ્રમાણમાં એ પ્રવૃત્તિ અનાસક્તિવાળી હોય છે. આ બીજી ભૂમિકામાં પ્રવૃત્તિ હોવા છતાં તેમાં અંતરથી નિવૃત્તિનું તત્ત્વ હોય છે. બીજી ભૂમિકાનાં સંખ્યાબંધ ચડતાં પગથિયાં જયારે વટાવી દેવાય ત્યારે આત્મા પરમાત્માની દશાને પ્રાપ્ત થયો કહેવાય છે. આ જીવનશોધનની છેલ્લી ભૂમિકા અને પૂર્ણ ભૂમિકા છે. જૈન દર્શન કહે છે કે આ ભૂમિકાએ પહોંચ્યા પછી પુનર્જન્મનું ચક્ર હંમેશને માટે તદ્દન થંભી જાય છે.
આપણે ઉપરના સંક્ષિપ્ત વર્ણન ઉપરથી જોઈ શકીએ છીએ કે અવિવેક (મિથ્યાષ્ટિ) અને મોહ (તૃષ્ણા) એ બે જ સંસાર છે અથવા સંસારનાં કારણો છે. તેથી ઊલટું, વિવેક અને વીતરાગત્વ એ જ મોક્ષ છે અથવા મોક્ષનો માર્ગ
Page #18
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૯ છે. આ જ જીવનશોધનની સંક્ષિપ્ત જૈન મીમાંસા અનેક જૈન ગ્રંથોમાં અનેક રીતે સંક્ષિપ્ત કે વિસ્તારથી, તેમ જુદી જુદી પરિભાષાઓમાં વર્ણવેલી મળે છે, અને આ જ જીવન મીમાંસા અક્ષરશઃ વૈદિક તેમજ બૌદ્ધ દર્શનોમાં પણ પદે પદે નજરે પડે છે.
કાંઈક વિશેષ સરખામણી
ઉપર તત્ત્વજ્ઞાનની મૌલિક જૈન વિચારસરણી અને આધ્યાત્મિક વિકાસક્રમની જૈન વિચારસરણીનો બહુ જ ટૂંકમાં નિર્દેશ કર્યો છે. આ ચાલુ વ્યાખ્યાનમાં તેના બહુ વિસ્તારને સ્થાન નથી; છતાં એ જ વિચારને વધારે સ્પષ્ટ કરવા અહીં ભારતીય બીજાં દર્શનોના વિચારો સાથે કાંઈક સરખામણી કરવી યોગ્ય છે.
(F) જૈન દર્શન જગતને માયાવાદીની પેઠે માત્ર આભાસ કે માત્ર કાલ્પનિક નથી માનતું, પણ એ જગતને સત્ માને છે. તેમ છતાં જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ ચાર્વાકની પેઠે કેવળ જડ અર્થાત્ સહજ ચૈતન્યરહિત નથી. એ જ રીતે જૈન દર્શન સંમત સત્તત્ત્વ એ શાંકર વેદાન્ત પ્રમાણે કેવળ ચૈતન્યમાત્ર પણ નથી, પરંતુ જેમ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, પૂર્વમીમાંસા અને બૌદ્ધ દર્શન સત્તત્ત્વને તદ્દન સ્વતંત્ર તેમજ પરસ્પર ભિન્ન એવા જડ તેમજ ચેતન બે ભાગોમાં વહેંચી નાખે છે, તેમ જૈન દર્શન પણ સત્તત્ત્વની અનાદિસિદ્ધિ જડ તથા ચેતન એવી બે પ્રકૃતિ સ્વીકારે છે, જે દેશ અને કાળના પ્રવાહમાં સાથે રહેવા છતાં મૂળમાં તદ્દન સ્વતંત્ર છે. જેમ ન્યાય, વૈશેષિક અને યોગદર્શન આદિ એમ સ્વીકારે છે કે આ જગતનું વિશિષ્ટ કાર્યસ્વરૂપ ભલે જડ અને ચેતન બે પદાર્થો ઉ૫૨થી ઘડાતું હોય, છતાં એ કાર્યની પાછળ કોઈ અનાદિસિદ્ધિ સમર્થ ચેતનશક્તિનો હાથ છે, એ ઈશ્વરીય હાથ સિવાય આવું અદ્ભુત કાર્ય સંભવી શકે નહીં, તેમ જૈન દર્શન નથી માનતું. એ પ્રાચીન સાંખ્ય, પૂર્વમીમાંસક અને બૌદ્ધ આદિની પેઠે માને છે કે જડ અને ચેતન એ બે સત્-પ્રવાહો આપોઆપ, કોઈ ત્રીજી વિશિષ્ટ શક્તિના હાથ સિવાય જ, ચાલ્યા કરે છે, અને તેથી આ જગતની ઉત્પત્તિ કે વ્યવસ્થા માટે ઈશ્વર જેવી સ્વતંત્ર અનાદિસિદ્ધિ વ્યક્તિ સ્વીકારવાની એ ના પાડે છે. જોકે જૈન દર્શન ન્યાય, વૈશેષિક, બૌદ્ધ આદિની પેઠે જડ સત્તત્ત્વને અનાદિસિદ્ધિ અનંત વ્યક્તિરૂપ સ્વીકારે છે અને સાંખ્યની પેઠે એક વ્યક્તિરૂપ નથી સ્વીકારતું, છતાં તે સાંખ્યના પ્રકૃતિગામી સહજ પરિણામવાદને અનંત
Page #19
--------------------------------------------------------------------------
________________
૧૦ ૦ અનેકાન્ત ચિંતન પરમાણુ નામક જડ સતુ-તત્ત્વોમાં સ્થાન આપે છે.
આ રીતે જૈન માન્યતા પ્રમાણે જગતનો પરિવર્તન-પ્રવાહ આપમેળે જ ચાલે છે, તેમ છતાં જૈન દર્શન એટલું તો સ્પષ્ટ કહે છે કે વિશ્વમાંની જે ઘટનાઓ કોઈની બુદ્ધિ અને પ્રયત્નને આભારી દેખાય છે તે ઘટનાઓની પાછળ ઈશ્વરનો નહીં પણ તે ઘટનાઓના પરિણામમાં ભાગીદાર થનાર સંસારી જીવનો હાથ છે, એટલે કે તેવી ઘટનાઓ જાણે-અજાણે કોઈ ને કોઈ સંસારી જીવના બુદ્ધિ અને પ્રયત્નને આભારી હોય છે. આ બાબતમાં પ્રાચીન સાંખ્ય અને બૌદ્ધ દર્શન જૈન દર્શન જેવા જ વિચારો ધરાવે છે.
વેદાન્ત દર્શન પ્રમાણે જૈન દર્શન સચેતન તત્ત્વને એક કે અખંડ નથી માનતું, પણ સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક તેમજ બૌદ્ધ આદિની પેઠે એ સચેતન તત્ત્વને અનેક વ્યક્તિરૂપ માને છે. તેમ છતાં એમની સાથે પણ જૈન દર્શનનો થોડો મતભેદ છે, અને તે એ છે કે જૈન દર્શનની માન્યતા પ્રમાણે સચેતન તત્ત્વ બૌદ્ધ માન્યતાની જેમ કેવળ પરિવર્તન-પ્રવાહ નથી, તેમજ સાંખ્ય-ન્યાય આદિની પેઠે માત્ર ફૂટસ્થ પણ નથી, કિન્તુ જૈન દર્શન કહે છે કે મૂળમાં સચેતન તત્ત્વ ધ્રુવ અર્થાત્ અનાદિ-અનંત હોવા છતાં એ દેશકાળની અસર ધારણ કર્યા સિવાય રહી શકતું નથી. એટલે જૈન મત પ્રમાણે જીવ પણ જડની પેઠે પરિણામિનિત્ય છે. જૈન દર્શન ઈશ્વર જેવી કોઈ વ્યક્તિને તદ્દન સ્વતંત્રપણે નથી માનતું, છતાં એ ઈશ્વરના સમગ્ર ગુણો જીવમાત્રમાં સ્વીકારે છે, તેથી જૈન દર્શન પ્રમાણે પ્રત્યેક જીવમાં ઈશ્વરપણાની શક્તિ છે, ભલે તે આવરણથી દબાયેલી હોય, પણ જો જીવ યોગ્ય દિશામાં પ્રયત્ન કરે તો એ પોતામાં રહેલી ઈશ્વરીય શક્તિને પૂર્ણપણે વિકસાવી પોતે જ ઈશ્વર બને છે. આ રીતે જૈન માન્યતા પ્રમાણે ઈશ્વરતત્ત્વને અલાયદું સ્થાન ન હોવા છતાં તે ઈશ્વરતત્વની માન્યતા ધરાવે છે અને તેની ઉપાસના પણ સ્વીકારે છે. જે જે જીવાત્મા કર્મવાસનાઓથી પૂર્ણપણે મુક્ત થયા તે બધા જ સમાનભાવે ઈશ્વર છે. તેમનો આદર્શ સામે રાખી પોતામાં રહેલી તેવી જ પૂર્ણ શક્તિ પ્રદાવવી એ જૈન ઉપાસનાનું ધ્યેય છે. જેમ શાંકર વેદાંત માને છે કે જીવ પોતે જ બ્રહ્મ છે, તેમ જૈન દર્શન કહે છે કે જીવ પોતે જ ઈશ્વર કે પરમાત્મા છે. વેદાંતદર્શન પ્રમાણે જીવનો બ્રહ્મભાવ અવિદ્યાથી આવૃત છે અને અવિદ્યા દૂર થતાં અનુભવમાં આવે છે, તેમ જૈન દર્શન પ્રમાણે જીવનો પરમાત્મભાવ આવૃત છે અને તે આવરણ દૂર થતાં પૂર્ણપણે અનુભવમાં આવે છે. આ બાબતમાં ખરી રીતે જૈન અને વેદાંત વચ્ચે વ્યક્તિબહુત સિવાય કશો જ ભેદ નથી.
Page #20
--------------------------------------------------------------------------
________________
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૧૧
(૩) જૈન શાસ્ત્રમાં જે સાત તત્ત્વ કહેલાં છે તેમાંથી મૂળ જીવ અને અજીવ એ બે તત્ત્વ વિશે ઉપર સરખામણી કરી. હવે બાકી ખરી રીતે પાંચમાંથી ચાર તત્ત્વો જ રહે છે. આ ચાર તત્ત્વો જીવનશોધનને લગતાં અર્થાત્ આધ્યાત્મિક વિકાસક્રમને લગતાં છે, જેને ચારિત્રીય તત્ત્વો પણ કહી શકાય. બંધ, આશ્રવ, સંવર અને મોક્ષ એ ચાર તત્ત્વો છે. આ તત્ત્વોને બૌદ્ધ શાસ્ત્રોમાં અનુક્રમે દુઃખ, દુઃખહેતુ, નિર્વાણમાર્ગ અને નિર્વાણ એ ચાર આર્યસત્ય તરીકે વર્ણવેલાં છે. સાંખ્ય અને યોગશાસ્ત્રમાં એને જ હેય, હેતુ, હાનોપાય, અને હાન કહી ચતુર્વ્યૂહ તરીકે વર્ણવેલ છે. ન્યાય અને વૈશેષિક દર્શનમાં પણ એ જ વસ્તુ સંસાર, મિથ્યાજ્ઞાન, સમ્યકજ્ઞાન અને અપવર્ગનાં નામ આપી વર્ણવેલ છે. વેદાંત દર્શનમાં સંસાર, અવિદ્યા, બ્રહ્મસાક્ષાત્કાર અને બ્રહ્મભાવના નામથી એ જ વસ્તુ દર્શાવવામાં આવી છે.
જૈન દર્શનમાં બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્માની ત્રણ સંક્ષિપ્ત ભૂમિકાઓને જરા વિસ્તારી ચૌદ ભૂમિકારૂપે પણ વર્ણવેલી છે, જે જૈન પરંપરામાં ગુણસ્થાનના નામથી જાણીતી છે. યોગવાસિષ્ઠ જેવા વેદાન્તના ગ્રંથોમાં પણ સાત અજ્ઞાનની અને સાત જ્ઞાનની એમ ચૌદ આત્મિક ભૂમિકાઓનું વર્ણન છે. સાંખ્ય-યોગ દર્શનની ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્ર અને નિરુદ્ધ એ પાંચ ચિત્તભૂમિકાઓ પણ એ જ ચૌદ ભૂમિકાઓનું સંક્ષિપ્ત વર્ગીકરણ માત્ર છે. બૌદ્ધ દર્શનમાં પણ એ જ આધ્યાત્મિક વિકાસક્રમને પૃથજન, સોતાપન આદિ તરીકે છ ભૂમિકાઓમાં વહેંચી વર્ણવેલો છે. આ રીતે આપણે બધાં જ ભારતીય દર્શનોમાં સંસારથી મોક્ષ સુધીની સ્થિતિ, તેનો ક્રમ અને તેનાં કારણો વિશે તદ્દન એક મત અને એક વિચાર વાંચીએ છીએ ત્યારે પ્રશ્ન થાય છે કે જ્યારે બધાં જ દર્શનોના વિચારોમાં મૌલિક એકતા છે ત્યારે પંથ પંથ વચ્ચે કદી ન સંધાય એવો આટલો બધો ભેદ કેમ દેખાય છે?
આનો ઉત્તર સ્પષ્ટ છે. પંથોની ભિન્નતા મુખ્ય બે વસ્તુઓને આભારી છેઃ તત્ત્વજ્ઞાનની જુદાઈ અને બાહ્ય આચારવિચારની જુદાઈ. કેટલાક પંથો તો એવા જ છે કે જેમના બાહ્ય આચારવિચારમાં તફાવત હોવા ઉપરાંત તત્ત્વજ્ઞાનની વિચારસરણીમાં પણ અમુક ભેદ હોય છે; જેમ કે વેદાન્ત, બૌદ્ધ અને જૈન આદિ પંથો. વળી કેટલાક પંથો કે તેના ફાંટાઓ એવા પણ હોય છે કે જેમની તત્ત્વજ્ઞાન-વિષયક વિચારસરણીમાં ખાસ ભેદ હોતો જ નથી, તેમનો ભેદ મુખ્યત્વે બાહ્ય આચારને અવલંબી ઊભો થયેલો અને પોષાયેલો હોય છે; દાખલા તરીકે જૈન દર્શનની શ્વેતાંબર, દિગંબર અને સ્થાનકવાસી
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૨ ૦ અનેકાન્ત ચિંતન એ ત્રણે શાખાઓ ગણાવી શકાય.
આત્માને કોઈ એક માને કે કોઈ અનેક માને, કોઈ ઈશ્વરને માને કે કોઈ ન માને ઈત્યાદિ તાત્ત્વિક વિચારણાનો ભેદ બુદ્ધિના તરતમભાવ ઉપર નિર્ભર છે અને એ તરતમભાવ અનિવાર્ય છે. એ જ રીતે બાહ્ય આચાર અને નિયમોના ભેદો બુદ્ધિ, રુચિ તેમ જ પરિસ્થિતિના ભેદમાંથી જન્મે છે. કોઈ કાશી જઈ ગંગાસ્નાન અને વિશ્વનાથના દર્શનમાં પવિત્રતા માને, કોઈ બુદ્ધગયા અને સારનાથ જઈ બુદ્ધનાં દર્શનમાં કૃતકૃત્યતા માને, કોઈ શત્રુંજયને ભેટી સફળતા માને, કોઈ મક્કા અને જેરૂસલેમ જઈ ધન્યતા માને, એજ રીતે કોઈ અગિયારસના તપ-ઉપવાસને અતિ પવિત્ર ગણે. બીજો કોઈ અષ્ટમી અને ચતુર્દશીના વ્રતને મહત્ત્વ આપે; કોઈ તપ ઉપર બહુ ભાર ન આપતાં દાન ઉપર આપે તો બીજો કોઈ તપ ઉપરપણ વધારે ભાર આપે. આ રીતે પરંપરાગત ભિન્ન ભિન્ન સંસ્કારોનું પોષણ અને રુચિભેદનું માનસિક વાતાવરણ અનિવાર્ય હોવાથી બાહ્યાચાર અને પ્રવૃત્તિનો ભેદ કદી ભૂંસાવાનો નહીં. ભેદની ઉત્પાદક અને પોષક આટલી બધી વસ્તુઓ છતાં સત્ય એવું છે કે તે ખરી રીતે ખંડિત થતું જ નથી. તેથી જ આપણે ઉપરની આધ્યાત્મિક વિકાસક્રમને લગતી તુલનામાં જોઈએ છીએ કે ગમે તે રીતે, ગમે તે ભાષામાં અને ગમે તે રૂપમાં જીવનનું સત્ય એકસરખું જ બધા અનુભવી તત્ત્વજ્ઞોના અનુભવમાં પ્રગટ થયું છે.
પ્રસ્તુત વક્તવ્ય પૂરું કરું તે પહેલાં જૈન દર્શનની સર્વમાન્ય બે વિશેષતાઓનો ઉલ્લેખ કરી દઉં. અનેકાંત અને અહિંસા એ બે મુદ્દાઓની ચર્ચા ઉપર જ આખા જૈન સાહિત્યનું મંડાણ છે. જૈન આચાર અને સંપ્રદાયની વિશેષતા આ બે બાબતોથી જ બતાવી શકાય. સત્ય ખરી રીતે એક જ હોય છે, પણ મનુષ્યની દષ્ટિ તેને એક રીતે ગ્રહણ કરી શકતી જ નથી. તેથી સત્યના દર્શન માટે મનુષ્ય પોતાની દૃષ્ટિમર્યાદા વિકસાવવી જોઈએ અને તેમાં સત્યાગ્રહણની સંભવિત બધી જ રીતોને સ્થાન આપવું જોઈએ. આ ઉદાત્ત અને વિશાળ ભાવનામાંથી અનેકાંતની વિચારસરણીનો જન્મ થયેલો છે. એ સરણી કાંઈ વાદવિવાદમાં જય મેળવવા માટે કે વિતંડાવાદની સાઠમારી રમવા માટે અગર તો શબ્દ-છળની આંટીઘૂંટી ખેલવા માટે યોજાયેલી નથી, પણ એ તો જીવનશોધનના એક ભાગ તરીકે વિવેકશક્તિને વિકસાવવા અને સત્યદર્શનની દિશામાં આગળ વધવા માટે યોજાયેલી છે. તેથી અનેકાંતવિચારસરણીનો ખરો અર્થ એ છે કે સત્યદર્શનને લક્ષમાં રાખી તેના બધા અંશો અને ભાગોને એક વિશાળ માનસવર્તુળમાં યોગ્ય
Page #22
--------------------------------------------------------------------------
________________
રીતે સ્થાન આપવું.
જેમ જેમ માણસની વિવેકશક્તિ વધે છે તેમ તેમ તેની દૃષ્ટિમર્યાદા વધવાને લીધે તેને પોતાની અંદર રહેલી સંકુચિતતાઓ અને વાસનાઓના દબાણની સામે થવું પડે છે. જ્યાં સુધી માણસસંકુચિતતાઓ અને વાસનાઓ સામે ન થાય ત્યાં સુધી તે પોતાના જીવનમાં અનેકાંતના વિચારને વાસ્તવિક સ્થાન આપી જ નથી શકતો. તેથી અનેકાંતના વિચારની રક્ષા અને વૃદ્ધિના પ્રશ્નમાંથી જ અહિંસાનો પ્રશ્ન આવે છે. જૈન અહિંસા એ માત્ર ચુપચાપ બેસી રહેવામાં કે ધંધોધાપો છોડી દેવામાં કે માત્ર લાકડા જેવી નિશ્ચેષ્ટ સ્થિતિ સાધવામાં નથી સમાતી, પણ એ અહિંસા ખરા આત્મિક બળની અપેક્ષા રાખે છે. કોઈ પણ વિકાર ઊભો થયો, કોઈ વાસનાએ ડોકિયું કાઢ્યું કે કોઈ સંકુચિતતા મનમાં સરકી ત્યાં જૈન અહિંસા એમ કહે કે તું એ વિકારો, એ વાસનાઓ, એ સંકુચિતતાઓથી ન હણા, ન હાર, ન દબા. તું એની સામે ઝઝૂમ અને એ વિરોધી બળોને જીત. આ આધ્યાત્મિક જય માટેનો પ્રયત્ન એ જ મુખ્ય જૈન અહિંસા છે. આને સંયમ કહો, તપ કહો, ધ્યાન કહો કે કોઈ પણ તેવું આધ્યાત્મિક નામ આપો, પણ એ વસ્તુતઃ અહિંસા જ છે; અને જૈન દર્શન એમ કહે છે કે અહિંસા એ માત્ર સ્થૂલ આચાર નથી, પણ તે શુદ્ધ વિચારના પરિપાકરૂપે અવતરેલો જીવનોત્કર્ષક આચાર છે.
જૈન તત્ત્વજ્ઞાન ૦ ૧૩
ઉપ૨ વર્ણવેલ અહિંસાના સૂક્ષ્મ અને વાસ્તવિક રૂપમાંથી કોઈ પણ બાહ્યાચાર જન્મ્યો હોય અગર એ સૂક્ષ્મ રૂપની પુષ્ટિ માટે કોઈ આચાર નિર્માયો હોય તો તેને જૈન તત્ત્વજ્ઞાનમાં અહિંસા તરીકે સ્થાન છે. તેથી ઊલટું, દેખીતી રીતે અહિંસામય ગમે તે આચાર કે વ્યવહારના મૂળમાં જો ઉપરનું અહિંસાનું આંતરિક તત્ત્વ સંબંધ ન ધરાવતું હોય તો તે આચાર અને તે વ્યવહાર જૈન દૃષ્ટિએ અહિંસા છે કે અહિંસાના પોષક છે એમ ન કહી શકાય.
અહીં જૈન તત્ત્વજ્ઞાનને લગતા વિચારમાં પ્રમેયચર્ચા જાણીને જ લંબાવી નથી. માત્ર એ વિશેની જૈન વિચારસરણીનો ઇશારો કર્યો છે. આચારની બાબતમાં પણ કોઈ બહારના નિયમો અને બંધારણ વિશે જાણીને જ ચર્ચા નથી કરી, પણ આચારનાં મૂળ તત્ત્વોની જીવનશોધન રૂપે સહેજ ચર્ચા કરી છે, જેને જૈન પરિભાષામાં આસવ, સંવર આદિ તત્ત્વો કહેવામાં આવે છે. આશા છે કે આ ટૂંક વર્ણન જૈન દર્શનની વિશેષ જિજ્ઞાસા ઉત્પન્ન કરવામાં કાંઈક મદદગાર થશે.
– પ્રબુદ્ધ જૈન, ૧૫-૬-'૪૬
Page #23
--------------------------------------------------------------------------
________________
૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ
ન્યાય અને ન્યાયશાસ્ત્ર : જે અનુમાનપ્રણાલિકાથી સંદિગ્ધ વસ્તુનો નિર્ણય કરી શકાય છે તે અનુમાનપદ્ધતિને “ન્યાય' કહેવામાં આવે છે. જે શાસ્ત્રમાં આવી અનુમાનપદ્ધતિનો વિચાર મુખ્યપણે હોય છે, તે શાસ્ત્ર ન્યાયસાહિત્યમાં સ્થાન લે છે. ન્યાયશાસ્ત્રમાં માત્ર ન્યાયની અનુમાનપદ્ધતિની જ ચર્ચા હોય તેમ કાંઈ નથી હોતું, તેમાં સમગ્ર પ્રમાણોનું નિરૂપણ હોય છે; એટલું જ નહીં, પણ તેમાં પ્રમેયોનું નિરૂપણ સુધ્ધાં હોય છે. છતાં એટલું ખરું કે તેવી જાતના સાહિત્યમાં પ્રમાણના નિરૂપણે અને તેમાંયે અનુમાનપદ્ધતિના નિરૂપણે મોટો ભાગ રોકેલો હોય છે. તેથી જ તેવી જાતનું સાહિત્ય પ્રધાન ચપલેશ મન્તિ’ એ ન્યાયને અનુસરી ન્યાય-સાહિત્ય કહેવાય છે.
ચેતન સૃષ્ટિમાં મનુષ્યજાતિનું મહત્ત્વ તેની બુદ્ધિને લીધે છે. તેની બુદ્ધિની મહત્તા વિચાર-સ્વતંત્રતાને લીધે છે. વિચાર-સ્વાતંત્ર્ય એ તર્ક અને જિજ્ઞાસાશક્તિનું પરિણામ છે. તેથી જ્યારે કોઈ બહારનું કે અંદરનું દબાણ ન હોય ત્યારે હરકોઈ મનુષ્યની બુદ્ધિ આપોઆપ શંકા અને તર્ક કર્યા કરે છે, અને તેમાંથી જ કલ્પનાશક્તિ ખીલતાં ક્રમે અનુમાનપદ્ધતિ નિષ્પન્ન થાય છે. આ કારણથી ન્યાય એ કોઈ પણ દેશની કે કોઈ પણ મનુષ્યજાતિની વિકસિત કે વિકાસ પામતી બુદ્ધિનું એક દશ્ય સ્વરૂપ છે. થોડામાં કહીએ તો મનુષ્યજાતિની વિચારશક્તિ એ એકમાત્ર ન્યાયશાસ્ત્રનું ઉદ્ગમ સ્થાન છે.
છતાં દેશભેદ કે સંપ્રદાયભેદથી ન્યાયશાસ્ત્રના વિભાગ પડી જાય છે; જેમ કે, પશ્ચિમીય ન્યાયશાસ્ત્ર, પૂર્વીય ન્યાયશાસ્ત્ર, પૂર્વના ન્યાયશાસ્ત્રમાં પણ વૈદિક, બૌદ્ધ અને જૈન એ મુખ્ય ભાગો છે.
ત્રણ ભેદોનું પારસ્પરિક અંતર ઃ આવા ભાગો પડી જવાનું મુખ્ય કારણ સંપ્રદાયભેદ એ તો છે જ, પણ બીજાંયે ખાસ કારણો છે; જેમ કે ભાષાભેદ,
Page #24
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૫ નિરૂપણપદ્ધતિની ભિન્નતા અને ખાસ કરી સાંપ્રદાયિક પ્રમેયોની અને માન્યતાઓની ભિન્નતાને લીધે ઉપસ્થિત થયેલો પ્રસ્થાનભેદ વૈદિક ન્યાયનું પ્રસ્થાન વેદને પ્રમાણ માની તેને અનુકૂળ ચાલવામાં છે. બૌદ્ધ ન્યાયનું પ્રસ્થાન વેદ કે અન્ય આગમ પ્રમાણને આશ્રિત ન રહી પ્રધાનપણે અનુભવને આધારે ચાલવામાં છે. જૈન ન્યાયનું પ્રસ્થાન વેદના પ્રામાણ્યનો સ્વીકાર ન ર્યા છતાં પણ શબ્દનું પ્રામાણ્ય સ્વીકારી ચાલવામાં છે. તે ઉપરાંત આ ત્રણે મુખ્ય સંપ્રદાયના ન્યાયની ભિન્નતાનું એક બીજું પણ બીજ-કારણ છે, અને તે વિષયભેદ. વૈદિક ન્યાય કોઈ પણ તત્ત્વને સિદ્ધ કરતો હોય ત્યારે તે સાધ્ય તત્ત્વોને અમુક એકરૂપે જ સિદ્ધ કરે છે; જેમ કે આત્મા વગેરે તત્ત્વોને વ્યાપક અથવા નિત્યરૂપે જ અને ઘટ આદિ પદાર્થોને અનિત્ય રૂપે જ. બૌદ્ધ ન્યાય આંતર કે બાહ્ય સમગ્ર તત્ત્વોને એક રૂપે જ સિદ્ધ કરે છે, પણ તે એક રૂપ એટલે માત્ર ક્ષણિકત્વ. તેમાં ક્ષણિકત્વના વિરુદ્ધ પક્ષ સ્થાયિત્વને કે નિત્યત્વને બિલકુલ અવકાશ નથી. જૈન જાય એ વૈદિક અને બૌદ્ધ ન્યાયની વચ્ચે રહી પ્રત્યેક સાધ્ય તત્ત્વને માત્ર એક રૂપે સિદ્ધ ન કરતાં અનેક રૂપે સિદ્ધ કરે છે. આ કારણથી જૈન ન્યાય બીજા ન્યાયો કરતાં જુદો પડે છે. સંક્ષેપમાં એમ કહી શકાય કે જે ન્યાય જૈનાચાર્યોએ રચેલો હોય, જે કેવળ પૌરુષેય આગમનું પ્રામાણ્ય સ્વીકારી ચાલતો હોય અને કોઈ પણ તત્ત્વનું સાપેક્ષ દૃષ્ટિએ નિરૂપણ કરતો હોય તે જૈન ન્યાય.
એકબીજાના પ્રભાવથી થયેલ વિચારક્રાંતિઃ એક સંપ્રદાય અમુક તત્ત્વો ઉપર વધારે ભાર આપતો હોય, ત્યારે જાણે કે અજાણે તેનો પ્રભાવ બીજા પાડોશી સંપ્રદાયો ઉપર અનિવાર્ય રીતે પડે છે. જો જૈન અને બૌદ્ધ સંપ્રદાયની અહિંસાનો પ્રભાવ વૈદિક સંપ્રદાય ઉપર પડ્યાની વાત માની લેવા તૈયાર થઈએ તો સત્ય ખાતર એ પણ માની લેવું જોઈએ કે વૈદિક વિદ્વાનોની દાર્શનિક પદ્ધતિની અસર બીજા બે સંપ્રદાયો ઉપર પડી છે. જોકે સામાન્ય ન્યાય-સાહિત્યના વિકાસમાં ત્રણે સંપ્રદાયોના વિદ્વાનોએ અને આચાર્યોએ ફાળો આપ્યો છે, છતાં પહેલેથી છેલ્લે સુધીનો ન્યાય-સાહિત્યનો તથા પઠનપાઠનનો ઇતિહાસ જોતાં એવા નિર્ણય ઉપર આપોઆપ આવી જવાય છે કે ન્યાયનાં તત્ત્વોની વ્યવસ્થા કરવામાં પ્રધાન સ્થાન વૈદિક વિદ્વાનોનું છે. એ વિષયમાં તેઓનો પ્રભાવ સ્પષ્ટ છે, અને આ જ કારણથી ક્રમે ક્રમે બૌદ્ધ અને જૈન વિદ્વાનો પોતાની આગમમાન્ય પાલિ અને પ્રાકૃત ભાષા છોડી વૈદિક સંપ્રદાયમાન્ય સંસ્કૃત ભાષામાં પોતાની પદ્ધતિએ ન્યાયના ગ્રંથો રચવા
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૬ ૦ અનેકાન્ત ચિંતન મંડી ગયેલા છે. જૈન સાહિત્યની પ્રધાન બે શાખાઓ
ભગવાન મહાવીરના સમયમાં જૈન સંઘ પ્રધાનપણે મગધ અને તેના આસપાસના પ્રદેશોમાં હતો. પછી લગભગ એક સૈકા બાદ તે સંઘ બે દિશામાં વહેંચાયો : એક ભાગ દક્ષિણમાં અને બીજો ઉત્તરમાં. ત્યારબાદ થોડાક સૈકાઓ વ્યતીત થયા કે તે વહેંચાયેલા બે ભાગો સ્પષ્ટ રૂપે જુદા પડી ગયા. એક દિગંબર અને બીજો શ્વેતાંબર. દક્ષિણવર્તી શ્રમણ સંઘ પ્રધાનપણે દિગંબર સંપ્રદાયી થયો, અને ઉત્તરવર્તી શ્રમણ સંઘ પ્રધાનપણે શ્વેતાંબર સંપ્રદાયી થયો. આ રીતે વિભક્ત થયેલ શ્રમણસંઘે જે સાહિત્ય રચ્યું તે પણ બે ભાગમાં આપોઆપ વહેંચાઈ ગયું : પહેલું દિગંબરીય સાહિત્ય અને બીજું શ્વેતાંબરીય સાહિત્ય. મૂળમાં અવિભક્ત જૈન સાહિત્યના આ રીતે મુખ્ય બે ભાગલા પડી ગયા.
દિગંબરીય શ્રમણ સંઘનું પ્રાધાન્ય દક્ષિણમાં હોવાથી તે સંપ્રદાયનું મૌલિક સાહિત્ય ત્યાં જ ઉત્પન્ન થયું, પોષાયું વિકાસ પામ્યું અને સંગ્રહાયું. તે સાહિત્યના રચયિતા પ્રધાન પ્રધાન આચાર્યો જેવા કે કુંદકુંદ, સમંતભદ્ર વગેરે ત્યાં જ થયા. શ્વેતાંબર શ્રમણસંઘનું પ્રાધાન્ય પહેલાં તો ઉત્તર હિન્દુસ્તાન(રાજપૂતાના)માં અને ક્રમે ક્રમે પશ્ચિમ હિન્દુસ્તાન(કાઠિયાવાડ, ગુજરાતીમાં વધતું ગયું. તેથી તે સંપ્રદાયનું સાહિત્ય ઉત્તર અને પશ્ચિમમાં ઉત્પન્ન થયું અને વિકસ્યું છે. તેમ જ તે સાહિત્યના રચયિતા આચાર્યો પણ તે જ પ્રદેશમાં થયેલા છે. ઉત્તર કરતાં પશ્ચિમ હિન્દુસ્થાનમાં શ્વેતાંબર સંપ્રદાયની સત્તા વધેલી તેથી જ છેલ્લાં લગભગ પંદરસો વરસનું તે સંપ્રદાયનું સાહિત્ય પ્રધાનપણે કાઠિયાવાડમાં અને ગુજરાતમાં લખાયું, રચાયું, પોષાયું, વિકસિત થયું અને સંગ્રહાયું છે. આ રીતે જૈન સાહિત્યની મુખ્ય બે શાખાઓ આપણી નજરે પડે છે. બને શાખાઓના સાહિત્યમાં નવયુગ
આ બન્ને શાખાઓના શરૂઆતના ગ્રંથો જોતાં એમ સ્પષ્ટ જણાય છે કે, તેની નિરૂપણપદ્ધતિ મંત્રસિદ્ધાંત રૂપે હતી. તત્ત્વજ્ઞાન હોય કે આચાર હોય, બન્નેનું નિરૂપણ ઉપનિષદ્ જેવી સરળ પ્રાચીન પદ્ધતિએ થતું, પણ પહેલાં કહેવામાં આવ્યું છે તેમ વૈદિક દર્શનોમાં ન્યાયદર્શને વિશિષ્ટ સ્થાન અને વિદ્વત્રિયતા મેળવ્યા પછી જૈન સાહિત્યમાં પણ નવો યુગ દાખલ થયો.
Page #26
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૭
ન્યાયદર્શનની તર્કપદ્ધતિનો પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બન્નેની મિશ્રિત અસર જૈન વાડમય ઉપર પણ થઈ. તેથી જૈન આચાર્યો પણ બૌદ્ધ આચાર્યોની પેઠે પોતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કોઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્કપદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ?
–એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બન્ને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જૈન ન્યાયનું કાળમાન ને વિકાસની દૃષ્ટિએ તેના ચાર ભાગો
શાસ્ત્રપ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સાહિત્યમાં સ્વતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ.
જૈન ન્યાયના જન્મસમયની પૂર્વ સીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમા વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તોય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તો છે જ.
જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીનો, બીજો છઠ્ઠા સૈકાથી દશમા સુધીનો, ત્રીજો ભાગ અગિયારથી તેરમા સુધીનો અને ચોથો ચૌદમાથી અઢારમા સુધીનો. આ ચાર ભાગને અનુક્રમે બીજારોપણ કાળ, પલ્લવિતકાળ, પુષ્પિતકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપકથી સમજી શકીએ.
જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષયો ઉપર ગ્રંથો લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૮૦ અનેકાના ચિંતન ન્યાયનો સૂત્રપાત કોણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમતભ અને શ્વેતાંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બને આચાર્યમાં કોણ પૂર્વવર્તી અને કોણ પશ્ચાત્વર્તી એ હજી નિર્ણત થયું. નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે પ્રમાણો છે. આ બે આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઃ એ બન્નેની કૃતિઓ
સંપ્રદાયો જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે. અને તત્ત્વાર્થ ઉપરની ગંધહતિમહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાષ્યનું મંગલ મનાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થ ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બન્ને સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં તે બાબતના સૂચક ઉલ્લેખો મળી આવે છે.
આ બે આચાર્યોની વિશેષતા થોડામાં આ પ્રમાણે બતાવી શકાય. સમંતભદ્ર પોતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહંનું અને તેનો સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વોની તર્કપદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ ચર્ચા કરે છે; અને સાથે સાથે અન્ય દર્શનો, તેના પ્રણેતાઓ અને એકાંતનો સોપહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમંતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્યાદ્વાદ એ વિષયોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનોનો સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક સ્વતઃસિદ્ધ સંસ્કૃત ભાષાનો પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચંદ્ર તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “અનુસદ્ધસેને
વ્યઃ” એ ઉદાહરણ ટાંક્યું છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેનો સંક્ષેપમાં અભ્યાસ કરવા ઇચ્છનાર માટે ન્યાયાવતાર નામનો એક નાનકડો પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ
Page #28
--------------------------------------------------------------------------
________________
જેને ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૯ શ્વેતાંબર-દિગંબર વિદ્વાનો અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનોને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઇચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથો રચ્યા છે અને એ રીતે આચાર્ય હરિભદ્રને પડ્રદર્શનસમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ રચવાની કલ્પનાનો ખોરાક પૂરો પાડ્યો છે. તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનોનું નિરૂપણ કરનાર બીજી કોઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપવું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદઢાત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષનો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલો. સિદ્ધસેન દિવાકરનો પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિતર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરો થયેલો છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંતો એટલા સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છયે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કોઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીસ બત્રીશીઓ અને સમંતભદ્રની આપ્તમીમાંસા, યુજ્યનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવલોકવાં, જેથી બંનેનું પરસ્પર સાદશ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે.
બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેનો અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમંતભદ્ર દ્વારા બન્ને સંપ્રદાયોમાં જે જૈન ન્યાયનું બીજારોપણ થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જૈન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મલવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અર્પે છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથોકે લખ્યા છે, અને સમંતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્યવાદી વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથો લખ્યા છે અને પોતપોતાની પહેલાંની તર્કવાણીને
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૦ ૦ અનેકાન્ત ચિંતન
પલ્લવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તો એકબીજા ઉપર પડેલો પ્રભાવ પરસ્પરનું સાદૃશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી.
ત્રીજા ભાગનું નામ પુષ્પિતકાળ છે. પુષ્પો કાંઈ સંખ્યામાં પલ્લવો જેટલાં નથી હોતાં; કદાચિત પુષ્પોનું પરિમાણ પલ્લવોથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલ્લવોની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતનો વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયનો જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યો. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથો રચ્યા છે, પણ હજી સુધી મારી નજરે એવો એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણમીમાંસા જોનારને પોતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા અને લાંબા લાંબા ગ્રંથોથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને ફૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તો રત્નાકરની સ્પર્ધા કરે એવો એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રચ્યો અને કોઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમંડન માટે બીજે કયાંય ન જવાની સગવડ કરી દીધી. ચોથો ફળકાળ
આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકનો સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલો પરિપાક એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે, ત્યાર બાદ તેમાં કોઈએ જરાયે ઉમેરો કર્યો નથી. મલ્લિષણની સ્યાદ્વાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તો જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે
Page #30
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૨૧ સત્તરમી-અઢારમા સૈકામાં થયેલા. લગભગ સો શરદો સુધી મુખ્યપણે શાસ્ત્રયોગ સિદ્ધ કરનાર સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી અને મારવાડી એ ચારે ભાષાઓમાં વિવિધ વિષયોની ચર્ચા કરનાર ઉપાધ્યાય યશોવિજયજી છે. ઉપાધ્યાયજીના જૈન તત્ત્વજ્ઞાન, આચાર, અલંકાર, છંદ વગેરે અન્ય વિષયોના ગ્રંથોને બાદ કરી માત્ર જૈન ન્યાયવિષયક ગ્રંથો ઉપર નજર નાખીએ તો એમ કહેવું પડે છે કે, સિદ્ધસેન ને સમંતભદ્રથી વાદી દેવસૂરિ અને હેમચંદ્ર સુધીમાં જૈન ન્યાયનો આત્મા જેટલો વિકસિત થયો હતો, તે પૂરેપૂરો ઉપાધ્યાયજીના તર્કગ્રંથોમાં મૂર્તિમાન થાય છે, અને વધારામાં તે ઉપર એક કુશળ ચિત્રકારની પેઠે તેઓએ એવા સૂક્ષ્મતાના, સ્પષ્ટતાના અને સમન્વયના રંગો પૂર્યા છે કે જેનાથી મુદિતમના થઈ આપોઆપ એમ કહેવાઈ જાય છે કે પહેલા ત્રણ યુગનું અને સંપ્રદાયનું જૈન ન્યાયવિષયક સાહિત્ય કદાચ ન હોય અને માત્ર ઉપાધ્યાયજીનું જૈન ન્યાયવિષયક સંપૂર્ણ સાહિત્ય ઉપલબ્ધ હોય તોયે જૈન વાડ્મય કૃતકૃત્ય છે. ઉપાધ્યાયજીએ અધિકારી ભેદને ધ્યાનમાં રાખી, વિષયોની વહેંચણી કરી, તે ઉપર નાનામોટા અનેક જૈન ન્યાયના ગ્રંથો લખ્યા. તેઓએ જૈન તર્કપરિભાષા જેવો જૈન ન્યાયપ્રવેશ માટે લઘુ ગ્રંથ રચી જૈન સાહિત્યમાં તર્કસંગ્રહ અને તર્કભાષાની ખોટ પૂરી પાડી. રહસ્યપદાંકિત એકસો આઠ ગ્રંથો કે તેમાંના કેટલાક રચી જૈન ન્યાયવાલ્મયમાં તૈયાયિક પ્રવર ગદાધર ભટ્ટાચાર્યના ગ્રંથોની ગરજ સારી. નયપ્રદીપ, નયરહસ્ય, નયામૃતતરગિણી સહિત નયોપદેશ, સ્યાદ્વાદકલ્પલતા, ન્યાયાલો ક, ખંડનખંડખાદ્ય, અષ્ટસહસ્રીટીકા આદિગ્રંથો રચી જૈન ન્યાયવાડ્મયને ઉદયનાચાર્ય, ગંગેશ ઉપાધ્યાય, રઘુનાથ શિરોમણિ અને જગદીશની પ્રતિભાનું નૈવેદ્ય ધર્યું. અધ્યાત્મસાર, અધ્યાત્મોપનિષદ્ જેવા ગ્રંથોથી જૈન ન્યાયવાડ્મયનો ગીતા, યોગવાસિષ્ઠ આદિ વૈદિક ગ્રંથો સાથે સંબંધ જોડ્યો. થોડામાં એટલું જ કહેવું બસ છે કે વૈદિક અને બૌદ્ધ સાહિત્ય દાર્શનિક પ્રદેશમાં સત્તરમા સૈકા સુધીમાં જે ઉત્કર્ષ સાધ્યો હતો, લગભગ તે બધા ઉત્કર્ષનો આસ્વાદ જૈન વામને આપવા ઉપાધ્યાયજીએ પ્રામાણિકપણે આખું જીવન વ્યતીત કર્યું અને તેથી તેઓના એક તેજમાં જૈન ન્યાયનાં બીજાં બધાં તેજો લગભગ સમાઈ જાય છે, એમ કહેવું પડે છે. ઉપસંહાર
આ લેખમાં જૈન ન્યાયના વિકાસક્રમનું માત્ર દિગ્દર્શન અને તે પણ
Page #31
--------------------------------------------------------------------------
________________
૨૨ ૦ અનેકાન્ત ચિંતન
અધૂરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈન ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યોનાં નામ લેવામાં આવ્યાં છે, તેઓનાં જીવન, તેઓનો સમય, તેઓની કાર્યાવલિ વગેરેનો ઉલ્લેખ જરાયે નથી કર્યો. તેવી જ રીતે તેઓના સંબંધમાં જે કાંઈ થોડુંઘણું લખ્યું છે, તેની સાબિતી માટે ઉતારાઓ આપવાના લોભનું પણ નિયંત્રણ કર્યું છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાથ્યનો અભાવ એ એક જ છે. આચાર્યોનાં જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કે, તે આપતાં વિષયાંતર થઈ જાય. તેથી જેઓ તે વિષયના, જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર છેવટે એક એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે જેની અંદર ઉપર આવેલા આચાર્યોના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથો નોંધેલા છે અને તેઓનું પ્રકાશિત થયેલું કેટલુંક સાહિત્ય નોંધેલું છે. એ સાહિત્ય અને એ ગ્રંથો જોવાથી તે તે આચાર્યોના સંબંધમાં મળતી આજ સુધીની માહિતી ઘણે ભાગે કોઈ પણ જાણી શકશે.
આ લેખમાં જૈન ન્યાયના પ્રણેતા અમુક જ વિદ્વાનોનો ઉલ્લેખ છે; બીજા ઘણાને છોડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેઓનો જૈન ન્યાયના વિકાસમાં સ્વલ્પ પણ હિસ્સો નથી. હોય છતાં તેવા નાનામોટા દરેક ગ્રંથકારનો ઉલ્લેખ કરતાં લેખનું કલેવર કંટાળાભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્વાનોનું જૈન ન્યાયના વિકાસમાં થોડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે, તેઓનો જ ઉલ્લેખ કર્યો છે. બાકીનાઓમાં નામનું બીજું એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે.
આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકોનું ધ્યાન ખેંચું છું તે આ– હિંદુસ્તાનના કે બહારના વિદ્વાનો ગુજરાતના સાક્ષરોને એમ પૂછે છે કે ગુજરાતના વિદ્વાનોએ દાર્શનિક સાહિત્ય રચ્યું છે? અને રચ્યું હોય તો કેવું અને કેટલું? આ પ્રશ્નનો કોઈ પણ સાક્ષર હા માં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનું નાક રાખવા ઇચ્છે તો તેણે જૈન વાડ્મય તરફ સપ્રેમ દષ્ટિપાત કરવો જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજ્જવલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે, તેણે કેવળ સાહિત્યોપાસનાની શુદ્ધ દૃષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદો કરી સર્વસાધારણ સુધી તેનો ધોધ પહોંચતો કરવો. જૈનોનું આ સંબંધમાં બેવડું કર્તવ્ય છે. તેઓએ તો સાંપ્રદાયિક મોહથી પણ પોતાના દાર્શનિક સાહિત્યને
વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૨૩ परिशिष्ट नं. १ નિબંધાતર્ગત દાર્શનિકો
(૪) શ્વેતાંબરીયા નામ
ન્યાયવિષયક કૃતિઓ તેમની માહિતીનાં સાધનો. સિદ્ધસેન સન્મતિતર્ક, ન્યાયાવતાર પ્રભાવક-ચરિત, પ્રબંધ દિવાકર અને બત્રીશીઓ ચિંતામણિ, ચતુર્વિશતિ
પ્રબંધ, જૈનસાહિત્ય સંશોધક વર્ષ ૧. ગુર્નાવલી, વીરવંશાવલી (જૈન સા. સં.
વ. ૧. અં. ૩) મલવાદી દ્વાદશાર નયચક્ર, પ્ર. ચ. પ્રબ. ચિ, ચતુ. સન્મતિ ટીકા.
પ્ર. ગુર્નાવલી, વીરવંશાવલી (જૈન. સા.
સં. વ. ૧ અં. ૩) હરિભદ્ર અનેકાંતજયપતાકા, પ્ર. ૨. ચતુ. પ્ર.
ષદર્શનસમુચ્ચય, લલિત શ્રીહરિભદ્રસૂરિચરિત્ર, જૈન વિસ્તરા, ન્યાય દર્શન(પં. બેચરદાસ કૃત)ની પ્રેવશ-પ્રકરણ ઉપર પ્રસ્તાવના, જૈન સા. ટીકા, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, સં. વ. અં, ૧ વીરવંશાલોકતત્ત્વનિર્ણય,
વિલી, ધર્મસંગ્રહણિની ધર્મસંગ્રહણી અને પ્રસ્તાવના, ઉપમિતિભવન્યાયાવતાર-વૃત્તિ
પ્રપંચાની પ્રસ્તાવના વગેરે. અભયદેવ સન્મતિટીકા.
પિટર્સન રિપોર્ટ ૪માં (રાજગચ્છીય)
લેખકોની અનુક્રમણિકા. વાદી દેવસૂરિ સ્યાદ્વાદ રત્નાકર. પ્ર. ચ., પ્રબં.
ચિં.વીરવંશાવલી, આચાર્ય હેમચંદ્ર પ્રમાણમીમાંસા, અન્ય- પ્ર. ચં., પ્રબંચિ. ચતુ યોગવ્યવચ્છેદદ્વાત્રિશિકા. પ્ર., કુમારપાળપ્રતિબોધ,
કુમારપાળ પ્રબંધ, કુમારપાળ ચરિત્ર, રાસમાળા વગેરે.
Page #33
--------------------------------------------------------------------------
________________
૨૪૦ અનેકાન્ત ચિંતન
મલ્લિષેણ
સ્યાદ્વા મંજરી.
અધ્યાત્મમત૫રીક્ષા સટીક,
મહોપાધ્યાય યશોવિજયજી. અધ્યાત્મસાર, અધ્યાત્મોપ
સમંતભદ્ર
અકલંક
વિદ્યાનંદ
યશોવિજય જીવન-ચરિત્ર (આ. બુદ્ધિસાગરકૃત)
નિષદ્, આધ્યાત્મિકમતદલન આનંદધન પદ્યરત્નાવલી સટીક, અષ્ટસહસ્રી
પ્રસ્તાવના (મો. ગિ. કાપડિયા કૃત), આત્માનંદ પ્રકાશ પુ. ૧૩ અં. ૬, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની પ્રસ્તાવના, ધર્મસંગ્રહણીની પ્રસ્તાવના વગેરે.
વિવરણ, ઉપદેશરહસ્ય
સટીક, જ્ઞાનબિંદુ, જૈનતર્કભાષા, દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા-સટીક,
ધર્મપરીક્ષા સટીક, નયપ્રદીપ, નયામૃતતરંગીણી, ન્યાયખંડનખાદ્ય-સટીક,
ન્યાયાલોક, પાતંજલ યોગદર્શન વિવરણલેશ,
ભાષારહસ્ય સટીક, શાસ્ત્રવાર્તાસમુચ્ચય, નયરહસ્ય, તત્ત્વાર્થસૂત્રવૃત્તિ વગેરે.
(ખ) દિગમ્બરીય
દેવાગમસ્તોત્ર,
તત્ત્વાનુશાસન, યુક્તનુશાસન, સ્વયંભૂસ્તોત્ર.
રાજવાર્તિક, અષ્ટશતી, ન્યાયવિનિશ્ચય,
લઘીયસયી.
પ્રમાણપરીક્ષા, અષ્ટસહસ્રી, શ્લોકવાર્તિક, આપ્તપરીક્ષા, પત્રપરીક્ષા વગેરે.
જૈન હિતેષી ભા. ૬-અં. ૨, ૩, ૪, વિદ્વદ્રત્નમાળા ભા. ૧, અષ્ટસહસ્રીની
પ્રસ્તાવના.
લઘીયસયી આદિની
પ્રસ્તાવના,
વિદ્વત્નમાળા ભા. ૨, રાજવાર્તિકની પ્રસ્તાવના. જૈન હિતૈષી ભા. ૮
પૃ. ૪૩૯, યુક્ત્યનુશાસનની પ્ર., અષ્ટસહસ્રીની પ્ર.
Page #34
--------------------------------------------------------------------------
________________
જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૨૫
પ્રભાચંદ્ર ન્યાયકુમુદચંદ્રોદય, વિદ્વરત્નમાળા ભા. ૨, પ્રમેયકમલમાર્તડ પ્રમેય કમળ માર્તડની
પ્રસ્તાવના. નોંધ- આ આચાર્યોએ અનેક વિષયો ઉપર અનેક ગ્રંથો લખ્યાનાં પ્રમાણો
મળે છે, પણ અહીં ફક્ત તેઓના ન્યાયવિષયક સાહિત્યનો ઉલ્લેખ પ્રસ્તુત હોવાથી તે દરેક આચાર્યની ન્યાયવિષયક કૃતિઓનો જ ઉલ્લેખ કરેલો છે.
परिशिष्ट नं. २ નિબંધ બાહ્ય જૈન ન્યાયના લેખકો
(૪) શ્વેતાંબરીય ક્રમ નામ.
ન્યાયવિષયક ગ્રંથો ૧. શ્રી ગુણરત્નસૂરિ પડ્રદર્શનસમુચ્ચયવૃત્તિ ૨. શ્રી ચંદ્રસેન ઉત્પાદસિદ્ધિપ્રકરણ ૩. શ્રી ચંદ્રપ્રભસૂરિ પ્રમેયરત્નકોષ ૪. શ્રી દેવભદ્ર મલ્લધારી ન્યાયાવતારટિપ્પન ૫. શ્રી દેવચંદ્રજી નયચક્ર
શ્રી પદ્મસુંદર પ્રમાણસુંદર શ્રી બુદ્ધિસાગર પ્રમાણલક્ષ્યલક્ષણ શ્રી મુનિચંદ્ર
અનેકાંતજયપતાકાટિપ્પન શ્રી રાજશેખર સ્યાદ્વાદકલિકા,રત્નાકરાવતારિકાટિપ્પન ૧૦. શ્રી રત્નપ્રભ રત્નાકરાવતારિકા
શ્રી શુભવિજય સ્યાદ્વાદભાષા ૧૨. શ્રી શાંતિસૂરિ પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ
(૩) દિગંબરીય ક્રમ ગ્રંથકાર
ન્યાયવિષયક ગ્રંથો ૧. અનંતાચાર્ય ન્યાયવિનિશ્ચયાલંકારવૃત્તિ ૨. શ્રી સુમતિ
સિદ્ધસેનના સન્મતિતર્ક પર ટીકા, ઉલ્લેખ શ્રવણ બેલગુલાની મલ્લિણકૃત પ્રશસ્તિ તથા વાદીરાજ કૃત
પાર્શ્વનાથચરિત્ર ૩. શ્રી દેવસેન નયચક્ર, આલાપપદ્ધતિ
છે છે $ $
૧૧
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૬ ૯ અનેકાન ચિંતન ૪. શ્રી ધર્મસાગરસ્વામી નયચક્ર ૫. શ્રી ધર્મભૂષણ ન્યાયદીપિકા, પ્રમાણવિસ્તાર ૬. શ્રી પ્રભાદેવસ્વામી પ્રમિતિવાદ, મુક્તિવાદ,
અવ્યાપ્તવાદ, તર્કવાદતથાનયવાદ ૭. શ્રી નરેન્દ્રસેન પ્રમાણપ્રમેયકલિકા ૮. શ્રી પંડિતાચાર્ય પ્રમેયરત્નાલંકાર,
પ્રમેયરત્નમાલિકોપ્રકાશિકા,
સપ્તભંગીતરંગિણી ટીકા. ૯. શ્રી ભાવસેનાચાર્ય ન્યાયદીપિકા ૧૦. શ્રી ભાવસેનકવિ વિશ્વતત્ત્વપ્રકાશ ૧૧. શ્રી વાદીરાજમુનિ વાદમંજરી ૧૨. શ્રી વાદીસિંહ પ્રમાણનૌકા, તર્કદીપિકા ૧૩. શ્રી વિમળદાસ સપ્તભંગીતરગિણી ૧૪. શ્રી શ્રુતસાગરસ્વામી સન્મતિતર્ક ૧૫. શ્રી શ્રુતસાગર તર્કદીપક
परिशिष्ट नं. ३ જૈનેતર ન્યાય ઉપર લખનારા જૈનાચાર્યો
(૪) શ્વેતાંબરીય ક્રમ નામ
ન્યાયવિષયક ગ્રંથો ૧. શ્રી અભયતિલક ન્યાયાલંકારટિપ્પન ૨. શ્રી ક્ષમાકલ્યાણ તર્કફક્કિકા ૩. શ્રી ગુણરત્ન તર્કરહસ્યદીપિકા ૪. શ્રી જયસિંહ ન્યાયસારવૃત્તિ (મૂળ ભાસર્વજ્ઞ કૃત) ૫. શ્રી જિનવર્ધન સપ્તપદાર્થી-ટીકા ૬. શ્રી નરચંદ્રસૂરિ કંદલીટિપ્પન (મૂલ શ્રીધરકૃત) ૭. શ્રી મલવાદી ન્યાયબિંદુવૃત્તિટિપ્પન (મૂળ વૃત્તિ ધર્મોત્તર) ૮. શ્રી ભુવનસુંદર મહાવિદ્યાવિડંબનાવૃત્તિ (રચિત) ૯. શ્રી રત્નશેખર લક્ષણસંગ્રહ ૧૦. શ્રી રાજશેખર કંદલિપંજિકા ૧૧. શ્રી શુભવિજય તર્કભાષાવાર્તિક (ગર્ગાચાર્ય રચિત) ૧૨. શ્રી હરિભદ્ર ન્યાયપ્રવેશપ્રકરણ-વૃત્તિ(મૂળ દિનાગ)
Page #36
--------------------------------------------------------------------------
________________
૩. સપ્તભંગી
(એમ. એ.ના પરીક્ષાર્થી એક દક્ષિણી વિદ્વાન મહાશયે ‘સપ્તભંગી’ એટલે શું તેનું દિગ્દર્શન આપવાની વિનંતી કરતાં પંડિત સુખલાલજીએ સારરૂપે~~ મુદ્દારૂપે જે જણાવેલ તે અત્રે આપવામાં આવે છે.)
૧. ભંગ એટલે વસ્તુનું સ્વરૂપ દર્શાવનાર વચનના પ્રકાર અર્થાત્
વાયરચના.
૨. એ સાત કહેવાય છે, છતાં મૂળ તો ત્રણ જ છે. બાકીના ચાર એ ત્રણ મૂળ ભંગોના પારસ્પરિક વિવિધ સંયોજનથી થાય છે.
૩. કોઈ પણ એક વસ્તુ વિશે કે એક જ ધર્મ પરત્વે ભિન્ન ભિન્ન વિચારકોની માન્યતામાં ભેદ દેખાય છે. એ ભેદ વિરોધરૂપ છે કે નહીં અને જો ન હોય તો દેખાતા વિરોધમાં અવિરોધ કેવી રીતે ઘટાવવો ? અથવા એમ કહો કે અમુક વિક્ષિત વસ્તુ પરત્વે જ્યારે ધર્મવિષયક દષ્ટિભેદો દેખાતા હોય ત્યારે એવા ભેદોનો પ્રમાણપૂર્વક સમન્વય કરવો, અને તેમ કરી બધી સાચી દષ્ટિઓને તેના યોગ્ય સ્થાનમાં ગોઠવી ન્યાય આપવો એ ભાવનામાં સપ્તભંગીનું મૂળ છે.
દાખલા તરીકે એક આત્મદ્રવ્યની બાબતમાં તેના નિત્યત્વ વિશે દૃષ્ટિભેદ છે. કોઈ આત્માને નિત્ય માને છે તો કોઈ નિત્ય માનવા ના પાડે છે. કોઈ વળી એમ કહે છે કે એ તત્ત્વ જ વચન-અગોચર છે. આ રીતે આત્મતત્ત્વની બાબતમાં ત્રણ પક્ષ પ્રસિદ્ધ છે. તેથી વિચારવું એ પ્રાપ્ત થાય છે કે શું તે નિત્ય જ છે અને અનિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે ? અથવા શું તે અનિત્ય જ છે અને નિત્યત્વ તેમાં પ્રમાણબાધિત છે ? અથવા તેને નિત્ય કે અનિત્યરૂપે ન કહેતાં અવક્તવ્ય જ કહેવું એ યોગ્ય છે ? આ ત્રણ વિકલ્પોની પરીક્ષા કરતાં ત્રણે સાચા હોય તો એમનો વિરોધ દૂર કરવો જ જોઈએ. જ્યાં સુધી વિરોધ ઊભો રહે ત્યાં સુધી પરસ્પર વિરુદ્ધ અનેક ધર્મો એક વસ્તુમાં છે
Page #37
--------------------------------------------------------------------------
________________
૨૮. અનેકાન્ત ચિંતન એમ કહી જ ન શકાય. તેથી વિરોધપરિહાર તરફ જ સપ્તભંગીની દૃષ્ટિ પહેલવહેલી જાય છે. તે નક્કી કરે છે કે આત્મા નિત્ય છે, પણ સર્વ દષ્ટિએ નહીં; માત્ર મૂળ તત્ત્વની દૃષ્ટિએ તે નિત્ય છે, કારણ કે ક્યારે પણ તે તત્ત્વ ન હતું અને પછી ઉત્પન્ન થયું એમ નથી, તેમ જ ક્યારેક એ તત્ત્વ મૂળમાંથી જ નાશ પામશે એમ પણ નથી. તેથી તત્ત્વરૂપે એ અનાદિનિધન છે અને તે જ તેનું નિત્યત્વ છે. આમ છતાં તે અનિત્ય પણ છે, પરંતુ એનું અનિત્યત્વ તત્ત્વદષ્ટિએ ન હોતાં માત્ર અવસ્થાની દૃષ્ટિએ છે. અવસ્થાઓ તો પ્રતિસમયે નિમિત્તાનુસાર બદલાતી જ રહે છે. જેમાં કાંઈ ને કાંઈ રૂપાંતર થતું ન હોય, જેમાં આંતરિક કે બાહ્ય નિમિત્ત પ્રમાણે સૂક્ષ્મ કે સ્થૂળ અવસ્થાભેદ સતત ચાલુ ન હોય એવા તત્ત્વની કલ્પના જ નથી થઈ શકતી. તેથી અવસ્થાભેદ માનવો પડે છે અને એ જ અનિત્યત્વ છે. આ રીતે આત્મા તત્ત્વરૂપે (સામાન્યરૂપે) નિત્ય છતાં, અવસ્થારૂપે (વિશેષરૂપે) અનિત્ય પણ છે. નિત્યત્વ અને અનિયત્વ બન્ને એક જ સ્વરૂપે એક વસ્તુમાં માનતાં વિરોધ આવે; જેમ કે, તત્ત્વરૂપે જ આત્મા નિત્ય છે એમ માનનાર તે જ રૂપે અનિત્ય પણ માને તો. એ જ પ્રમાણે આત્મા નિત્ય અનિત્ય આદિ શબ્દ દ્વારા તે તે રૂપે પ્રતિપાદ્ય છતાં સમગ્રરૂપે કોઈ પણ એક શબ્દથી કહી શકાય નહીં, માટે તે અસમગ્રરૂપે શબ્દનો વિષય થાય છે; છતાં સમગ્રરૂપે એવા કોઈ શબ્દનો વિષય નથી થઈ શકતો, માટે અવક્તવ્ય પણ છે. આ રીતે એક નિત્યત્વ ધર્મને અવલંબી આત્માના વિષયમાં નિત્ય, અનિત્ય અને અવક્તવ્ય એવા ત્રણ પક્ષો–ભંગો વાજબી ઠરે છે.
એ જ પ્રમાણે એકત્વ, સત્વ, ભિન્નત્વ, અભિલાપ્યત્વ આદિ સર્વસાધારણ ધર્મો લઈ કોઈ પણ વસ્તુ વિશે એવા ત્રણ ભંગો બને, અને તે ઉપરથી સાત બને. ચેતનત્વ, ઘટત્વ આદિ અસાધારણ ધર્મોને લઈને પણ સપ્તભંગી ઘટાવી શકાય. એક વસ્તુમાં વ્યાપક કે અવ્યાપક જેટજેટલા ધર્મો હોય તે દરેકને લઈ તેની બીજી બાજુ વિચારી સપ્તભંગ ઘટાવી શકાય.
પ્રાચીન કાળમાં આત્મા, શબ્દ આદિ પદાર્થોમાં નિત્યત્વ-અનિત્યત્વ, સત્ત્વ-અસત્ત્વ, એકત્વ-બહુત્વ, વ્યાપકત્વ-અવ્યાપકત્વ આદિની બાબતમાં પરસ્પર તદ્દન વિરોધી વાદો ચાલતા. એ વાદોનો સમન્વય કરવાની વૃત્તિમાંથી ભંગકલ્પના આવી. એ ભંગકલ્પનાએ પણ પાછું સાંપ્રદાયિકવાદનું રૂપ ધારણ કર્યું અને સપ્તભંગીમાં પરિણમન થયું.
Page #38
--------------------------------------------------------------------------
________________
સપ્તભંગી ૨૯ સાતથી વધારે ભેગો સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંયોજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એવો ભંગ ઉપજાવી શકો તો જૈન દર્શન સપ્તભંગિત્વનો આગ્રહ કરી જ ન શકે.
આનો ટૂંકમાં સાર નીચે પ્રમાણે –
૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદોનું સમીકરણ કરવું. એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે.
૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની ચોકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે.
૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તોયે સાત જ થઈ શકે.
૪. જેટલા ધર્મો તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિનો વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચારકો આત્માનો વિચાર કરતા અને બહુ તો આગમ-પ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા.
૫. વૈદિક આદિ દર્શનોમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વધર્મસમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે.
૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંઘરી લેવાનો આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હોય.
– જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૨
Page #39
--------------------------------------------------------------------------
________________
૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?
જે વિષય બહુ થોડાને પરિચિત છે તે વિષય ઉપર હું કેમ લખું છું, એ પ્રશ્નનો ખુલાસો પ્રસ્તુત લેખની પ્રસ્તાવનાથી થશે. લગભગ આઠેક વરસ પહેલાં ભાવનગર આત્માનંદ સભામાં વિદ્વાન કવિ કાન્તની સાથે પહેલવહેલું મળવાનું થયું. તે વખતે તેઓએ મને જે પ્રશ્ન પ્રથમ પૂછેલો અને મેં જે ઉત્તર આપેલો, તેને જ થોડું પલ્લવિત અને વ્યવસ્થિત કરી લખી દઉં તો એક દાર્શનિક વિચારની ચર્ચા અને કવિ કાન્તની યાદી એમ બે અર્થ સરે.
કાન્ત મને “પત્વેિ ન સ્વતો ગ્રાહ્ય” એ કારિકાનું પાદ સમજાવવા કહ્યું. આનો ઉત્તર નીચે લખું તે પહેલાં ઉક્ત કારિકાની બાહ્ય માહિતી અને તેનો વિષય જાણી લેવો યોગ્ય છે.
સાહિત્યદર્પણ અને ગૌતમસૂત્રવૃત્તિના લેખક બંગાળી વિદ્વાન વિશ્વનાથ તર્કપંચાનન(ઈ. સ. સત્તરમો સૈકો)ની રચેલ કારિકાવલી(અથવા ભાષાપરિચ્છેદ)ની ૧૩૬મી કારિકાનું પ્રમાë ન તો ગ્રાહ્ય” એ ત્રીજું પાદ છે. એની થોડી વ્યાખ્યા તો ગ્રંથકારે પોતે જ પોતાની મુક્તાવલી નામક ટીકામાં આપી છે. મીમાંસકદર્શન પ્રામાણ્યને સ્વતઃ શેય માને છે. તેનું નિરાકરણ નૈયાયિક મતથી એ પાદમાં કરેલું છે. એની દલીલ તરીકે તેનું ચોથું પાદ “સંશયાનુપત્તિતઃ' આવે છે. આ કારિકાની વ્યાખ્યા કાન્તના પ્રશ્નના ઉત્તરમાં મેં આપી.
આ વિષયની પલવાર માન્યતાઓ અને તેનું ઐતિહાસિક મૂળ એ બે બાબતો આ લેખમાં મુખ્ય જણાવવાની છે, પણ તે જણાવ્યા પહેલાં પ્રસ્તુત લેખમાં વારંવાર આવનારા કેટલાક શબ્દોની સંક્ષેપમાં માહિતી આપવી ઠીક ગણાશે. ૧. પ્રમાત્વ જે જ્ઞાન યથાર્થ હોય તે પ્રમા કહેવાય છે. જ્ઞાનની યથાર્થતા
(સત્યતા) એ પ્રમાત્વ.
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? - ૩૧ ૨. પ્રામાણ્ય આ સ્થળે પ્રામાણ્ય અને પ્રમાત્વ એ બંને શબ્દો એનાર્થક હોઈ
પ્રામાણ્ય શબ્દનો અર્થ પણ જ્ઞાનનું ખરાપણું છે. ૩. સ્વતઃ જે બુદ્ધિમાં જ્ઞાનનું ભાન થાય તેમાં જ જ્ઞાનનું સત્યત્વ પણ
ભાસિત થાય છે એમ માનવું તે સ્વતઃ ૪. પરતઃ જ્ઞાનનું સત્યત્વ એ જ્ઞાનને જાણનાર બુદ્ધિ કરતાં જુદી બુદ્ધિથી
જણાય છે. એમ માનવું તે પરતઃ. ૫. અભ્યાસદશા વારંવાર પરિચયમાં આવવાની સ્થિતિ. ૬. અભ્યાસદશા આનાથી ઊલટું. ૭. વ્યવસાય કોઈ પણ વિષયનું નિશ્ચયાત્મક જ્ઞાન. ૮. અનુવ્યવસાય પ્રથમ નિશ્ચયને જાણનારું પાછળનું જ્ઞાન. ૯. અર્થક્રિયાજ્ઞાન જે વસ્તુથી જે પ્રયોજનો સાધી શકાતાં હોય, તે વસ્તુના
જ્ઞાન પછી પ્રવૃત્તિ થયા બાદ તેવાં પ્રયોજનોનો અનુભવ થવો તે
અર્થક્રિયાજ્ઞાન. ૧૦. સંવાદ પ્રથમ જ્ઞાનથી વિરુદ્ધ ન પડવું તે સંવાદ. ૧૧. વિસંવાદ આથી ઊલટું. ૧૨. પ્રવર્તકશાન જે જ્ઞાન પછી તે જ્ઞાનના વિષયને ગ્રહણ કરવા અથવા
છોડવા પ્રવૃત્તિ થાય છે તે પ્રવર્તકશાન. સ્વતઃ કે પરત ની ચર્ચાનું ઐતિહાસિક મૂળ
વેદના સંહિતા (મંત્ર) ભાગ ઉપર લોકોની શ્રદ્ધા દઢ જામી હતી અને તેથી જ અનુક્રમે ભાગનો ઉપયોગ કર્મકાંડમાં થવા લાગ્યો. જાણે કે અજાયે કર્મકાંડનાં વિધિવિધાનો, જેમ દરેક સંપ્રદાયમાં બને છે તેમ, જટિલ અને શુષ્ક થઈ ગયાં અને તેમાં વાસ્તવિક ધર્માનુભવનું તત્ત્વ ઘટી ગયું. હિંસા સામાન્યરૂપે અધર્મ ગણાતી; તે વેદવિહિત થતાં ધર્મનું કારણ મનાવા લાગી. આ રીતે કલ્યાણના જયોતિર્મય માર્ગમાં ધૂમનું આવરણ જોઈ કરુણામૂર્તિ પ્રતિભાશીલ અને સ્વાવલંબી ઘણા મહાત્માઓનું હૃદય કકળી ઊઠ્યું. તેઓએ તે કર્મકાંડની હિંસાને પણ અધર્મના કારણ તરીકે જણાવવા માંડી અને વચ્ચે વેદનો પ્રશ્ન આવતાં તેઓએ જણાવ્યું કે જો વેદ સુધ્ધાં હિંસાનું પ્રતિપાદન કરતા હોય તો તેને ખરા વેદ ન માનવા. આવી સ્થિતિમાં એક વર્ગ એવો ઊભો થયો કે જે હિંસામય યજ્ઞ અને તેને ટેકો આપતી શ્રુતિઓને અપ્રમાણ ઠરાવતો હતો, જ્યારે બીજો વર્ગ એવો થયો કે જે જરાયે ઢીલું મૂક્યા સિવાય
Page #41
--------------------------------------------------------------------------
________________
૩૨ ૦ અનેકાન્ત ચિંતન દરેક પ્રકારના યજ્ઞ અને સમગ્ર વેદોનું પ્રામાણ્ય સ્થાપન કરવા લાગ્યો. છેવટે પ્રધાન ધર્મશાસ્ત્ર તરીકે લોકોમાં રૂઢ થયેલ વેદોના પ્રામાણ્યાપ્રામાણ્યનો જ પ્રશ્ન બંને વર્ગો વચ્ચે ચર્ચાનો મુખ્ય વિષય થઈ ગયો. અપ્રામાણ્ય સિદ્ધ કરનાર વર્ગ એમ કહેતો કે શાસ્ત્રને રચનાર પુરુષો હોય છે. કોઈ કોઈ પુરુષ કદાચ નિર્લોભ અને જ્ઞાની હોય, પણ દરેક કાંઈ તેવા હોતા નથી. તેથી એકાદ થોડાઘણા સ્વાર્થી કે થોડાઘણા અજ્ઞાની પુરુષ દ્વારા શાસ્ત્રમાં એવો ભાગ પણ દાખલ થઈ જાય છે કે જેને પ્રમાણ માનવા શુદ્ધ બુદ્ધિ તૈયાર ન થાય. બીજો વર્ગ એમ કહેતો કે એ વાત ખરી છે, પણ વેદની બાબતમાં તે લાગુ પડતી નથી. વેદોમાં તો પ્રામાણ્યની શંકા લઈ શકાય તેવું છે જ નહીં; કારણ એ છે કે પુરુષો વેદોના રચયિતા જ નથી. તેથી તેઓના અજ્ઞાન કે લોભને લઈને વેદોમાં અપ્રામાણ્ય આવે જ ક્યાંથી ? આવી રીતે વેદના પ્રામાણ્ય અને અપ્રામાયની ચર્ચામાંથી વેદના પર બે યત્વ અને અપૌરુષેયત્વનો વાદ જામ્યો. અપૌરુષેયત્વવાદમાં બે ફાંટા પડ્યા. બંનેની માન્યતાનું સમાનત્વ એ કે વેદો પ્રમાણ છે, તેમાં અપ્રમાણ ભાગ જરાયે નથી, પણ બંનેમાં એક મતભેદ જન્મ્યો. એક પક્ષ કહેવા લાગ્યો કે વેદ શબ્દરૂપ હોઈ અનિત્ય છે, તેથી તેનો કોઈ રચનાર તો હોવો જ જોઈએ. પુરુષો (સાધારણ જીવાત્માઓ) સર્વથા પૂર્ણ ન હોવાથી વેદોને તેઓની કૃતિ ન માની શકાય, એટલે સર્વજ્ઞ ઈશ્વરની રચનારૂપે વેદો મનાવા જોઈએ;
જ્યારે બીજો પક્ષ કહેવા લાગ્યો કે વેદ ભલે શબ્દરૂપ હોય, પણ વેદ એ નિત્ય છે અને નિત્ય એટલે અનાદિસિદ્ધિ. તેથી વેદને પુરુષોની કે ઈશ્વરની રચના માનવાની જરૂર નથી. આ રીતે પૌરુષેયત્વ-અપૌરુષેયત્વવાદમાં વેદના અનિત્યત્વ અને નિત્યત્વનો પ્રશ્ન પણ ચર્ચાવા લાગ્યો. વેદનું પ્રામાણ્ય મૂંગા મોંએ ન સ્વીકારનાર પક્ષ તો તેને પૌરુષેય અને અનિત્ય માનતો જ, પરંતુ તેનું પ્રામાણ્ય સ્વીકારનાર પણ એક પક્ષ તેને અનિત્ય માનતો થયો. વેદને અનિત્ય માની પ્રમાણ માનનાર પક્ષ નિત્યવાદીને કહેતો કે શાસ્ત્રનું પ્રામાણ્ય તેના રચનારની પૂર્ણતાને લઈને છે, તેથી જો વેદ કોઈની રચના ન હોય તો તેમાં પ્રામાણ્ય કેવી રીતે ઘટાવી શકાય ? આનો ઉત્તર બીજા પક્ષે આપ્યો કે પ્રામાણ્ય એ પરાધીન નથી; પરાધીન તો અપ્રામાણ્ય છે. તેથી જે શાસ્ત્રો કોઈનાં રચાયેલાં હોય તેમાં અપ્રામાણ્યનો સંભવ ખરો, પણ વેદ તો કોઈની રચના જ નથી, એટલે તેમાં પુરુષદોષની સંક્રાન્તિ અને તર્જન્ય અપ્રામાણ્યનો સંભવ ન હોવાથી વેદનું પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ છે. આ રીતે
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ? ૦ ૩૩ અનુક્રમે સ્વતઃ–પ્રામાણ્ય અને પરતઃ-પ્રામાણ્યની કલ્પના જન્મી. વિષય અને સાહિત્યનો ક્રમિક વિકાસ
પહેલાં તો ઉપરની કલ્પના વેદ અને તેને લીધે મુખ્યપણે શબ્દપ્રમાણના પ્રદેશમાં હતી, પણ ધીરે ધીરે વેદ-નિત્યત્વવાદીએ સમગ્ર પ્રમાણમાં તે કલ્પના લંબાવી અને કહ્યું કે પ્રત્યક્ષ, અનુમિતિ કે અન્ય કોઈ પણ જાતનું જ્ઞાન હોય તે દરેક સ્વભાવથી યથાર્થ હોય છે. જો આગંતુક દોષ ન હોય તો તેમાં અપ્રામાણ્ય આવતું જ નથી. અનિત્યવાદીએ પણ પોતાની કલ્પનાને લંબાવી કહ્યું કે શાબ્દિક જ્ઞાન હોય કે અન્ય જ્ઞાન, દરેકમાં પ્રામાણ્ય કાંઈ સ્વાભાવિક નથી, તે તો ફક્ત કારણના ગુણથી આવે છે–જેવી રીતે કારણના દોષથી અપ્રામાણ્ય. આ રીતે શબ્દ-પ્રમાણમાં જન્મેલી સ્વતઃ–પરતની કલ્પના સમગ્ર પ્રમાણના પ્રદેશમાં ફેલાઈ. તેવી જ રીતે પહેલાં સ્વતઃપરતની વાદભૂમિ મુખ્ય ભાગે પ્રામાણ્યની ઉત્પત્તિ હતી; તેનો ધીરે ધીરે વિકાસ થતાં પ્રામાણ્યની જ્ઞપ્તિ અને તેનાં કાર્યો સુધી તે વિસ્તરી. તેથી અત્યારે સ્વતઃ-પરતની ચર્ચા પ્રામાણ્યની ઉત્પત્તિ, જ્ઞપ્તિ અને કાર્યના વિષયમાં જોઈએ છીએ.
જેમ જેમ ચર્ચાના વિષયની સીમા વધતી ચાલી અને તેની વિશદતા પણ થતી ચાલી તેમ તેમ તેનું સાહિત્ય પણ વિકસ્યું. આપણે જોઈએ છીએ કે ઉપનિષના પ્રાચીન જમાનામાં સ્વતઃ–પરત ની ચર્ચાના “શબ્દનું નિયત્વઅનિત્યત્વ' જેવા કેટલાક અંશો માત્ર છૂટાછવાયા નિરુક્ત જેવા ગ્રંથોમાં અસ્પષ્ટ રૂપમાં મળે છે. ક્રમે તેનો વિકાસ થતો ચાલ્યો, પણ છેક ચોથીપાંચમી શતાબ્દી સુધીમાં એ ચર્ચાનું સાહિત્ય બહુ નહોતું વધ્યું. સ્વતઃપક્ષમાં શબરસ્વામીનું શાબરભાષ્ય અને પરત પક્ષમાં બૌદ્ધાચાર્ય દિનાગના, જૈનાચાર્ય સિદ્ધસેનના તથા સમંતભદ્રના ગ્રંથો–એટલું જ સાહિત્ય ત્યાર સુધીમાં આ વિષયને લગતું મુખ્યપણે કહી શકાય, પણ કુમારિલના શ્લોકવાર્તિકમાં સ્વતઃપક્ષની ખૂબ ચર્ચા થતાં જ બૌદ્ધ, જૈન અને નૈયાયિકો તેની વિરુદ્ધ ઊતરી પડ્યા. શાંતરક્ષિતકૃત તત્ત્વસંગ્રહ અને નાલંદા વિદ્યાપીઠના તંત્રના અધ્યાપક કમલશીલની (આશરે ઈ. સ. ૭૫૦) તે ઉપરની ટીકા સિવાય આજે સંસ્કૃત બૌદ્ધ ગ્રંથો આપણી સામે ન હોવાથી તે વિશે મૌન જ ઠીક છે. પણ જૈન વિદ્વાન વિદ્યાનંદે પોતાની અષ્ટસહસ્ત્રી, શ્લોકવાર્તિક આદિ કૃતિઓમાં તથા પ્રભાચન્ટે પોતાની પ્રમેયકમલમાર્તડ,
Page #43
--------------------------------------------------------------------------
________________
૩૪૦ અનેકાન્ત ચિંતન ન્યાયકુમુદચંદ્રોદય આદિ કૃતિઓમાં તે વિશે જરાયે કંટાળ્યા સિવાય ખૂબ લખેલું આપણી સામે છે. આવી ચર્ચામાં તૈયાયિકો તો કુશળ હોય જ, એટલે તેઓનું સાહિત્ય પણ તે વિશે ઊભરાવા લાગ્યું. દશમા સૈકા દરમ્યાન અભયદેવે સન્મતિતર્ક ઉપરની પોતાની ટીકામાં સ્વતઃ–પરતઃ પ્રામાણ્યની જે ચર્ચા કરી છે અને તેમાં મીમાંસક, બૌદ્ધ અને નૈયાયિકોના ગ્રંથોનો આધાર લીધો છે, તે જોતાં તે વખતે આ વિષયમાં દાર્શનિક વિદ્વાનો કેટલો વધારે રસ લેતા તે જણાઈ આવે છે. દાર્શનિકશિરોમણિ વાચસ્પતિ મિશ્રની સર્વતોગામિની પ્રતિભામાંથી પસાર થયા બાદ ન્યાયાચાર્ય ઉદયન અને નવીનન્યાયના સૂત્રધાર ગંગેશ તથા તેના પુત્ર વર્ધમાનના હાથે આ વિષય ચર્ચાયો. તેથી તે વિષયનું સાહિત્ય ઘણું જ વધી ગયું; છતાં જે કાંઈ ઊણપ રહી હોય તે મીમાંસક પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા અને વિદ્વાનું વાદિવેદસૂરિના વિશાળકાય સ્યાદ્વાદરત્નાકરે પૂરી કરી. અત્યાર સુધીમાં સ્વતઃ-પરતના સાહિત્યનું એક મોટું મંદિર તૈયાર થયું હતું. તેના ઉપર તાર્કિક ગદાધર ભટ્ટાચાર્યે પ્રામાણ્યવાદ રચી કળશ ચઢાવ્યો, અને જૈન તાર્કિક યશોવિજય ઉપાધ્યાયે શાસ્ત્રવાર્તાસમુચ્ચય ઉપરની પોતાની ટીકામાં આ સાહિત્યમંદિરનો પ્રામાણિક ઉપયોગ કર્યો. આ રીતે અઢારમા સૈકા સુધીમાં પ્રસ્તુત વિષયને લગતું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેનો વિચાર કરતાં જણાય છે કે મધ્યકાળમાં દાર્શનિક વિદ્વાનોની આ વિષયમાં રસવૃત્તિ ખૂબ વિકસી હતી. એની પુષ્ટિમાં વિદ્યારણ્યવિરચિત શંકરદિગ્વિજયમાંથી મંડન મિશ્રનું ઘર પૂછતાં એક બાઈએ શંકરસ્વામીને આપેલો ઉત્તર ટાંકવો બસ થશે :
स्वतः प्रमाणं परतः प्रमाणं कीराङ्गना यत्र गिरं गिरन्ति । द्वारस्थनीडान्तरसंनिरुद्धा जानीहि तन्मण्डनपण्डितौकः ॥
સ. ૮, પો . ૬ સ્વતઃ-પરત ના દાર્શનિક પક્ષોનું વર્ગીકરણ
સ્વતઃપ્રામાણ્ય માનનાર વર્ગોમાં ફક્ત બે જ દર્શનો આવે છે : પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા પરતઃપ્રામાણ્ય માનનાર વર્ગમાં જૈન અને બૌદ્ધ દર્શન ઉપરાંત ચાર વૈદિક દર્શનો આવી જાય છે : ન્યાય, વૈશેષિક, સાંખ્ય અને યોગ. ઉપપત્તિ
વેદ ઉપર થતા આપનું સમાધાન અને કૃતિઓની પૂર્વાપર સંગતિ
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? • ૩૫
કરવાનું બુદ્ધિસાધ્ય કામ જૈમિનીયદર્શને લીધું, તેથી તેણે સ્વતઃપ્રમાણની ટૂંકી ને ટચ સરસ ઉપપત્તિ ઉપસ્થિત કરી. વેદાન્તદર્શનનું કાર્ય વ્યવસ્થિત થયેલ વેદમાંથી બ્રહ્મનું તાત્પર્ય બતાવવાનું હતું, તેથી તે જૈમિનીયદર્શનની સ્વતઃપ્રમાણની કલ્પનાને ચર્ચા કર્યા સિવાય માની લે તે સ્વાભાવિક જ છે.
વેદના પ્રામાણ્યમાં વાંધો લેનાર જૈન અને બૌદ્ધ દર્શનને પરતઃ પ્રામાણ્યની બુદ્ધિગમ્ય કલ્પના રજૂ કર્યા સિવાય ન ચાલે. તેથી તેઓનો તે પક્ષ પણ સહજ જ થયો. ન્યાય અને વૈશેષિક દર્શનો તર્કપ્રધાન હોઈ બુદ્ધિગમ્ય તર્કનો વિરોધ ન જ કરી શકે, તેથી તેઓએ પરત- પ્રામાણ્યનો પક્ષ સ્વીકાર્યો, પણ તેમ છતાંયે ઈશ્વરને વચ્ચે લાવી વેદનું પ્રામાણ્ય સાચવ્યું. સાંખ્ય અને યોગ, એ આખા વિષયમાં બહુધા ન્યાય અને વૈશેષિકને અનુસરતા હોવાથી તેઓને તેથી જુદા પાડી શકાતા નથી. આ રીતે દરેક દર્શનનો પક્ષ-ભેદ, પોતપોતાના સાધ્ય પ્રમાણે, સ્વતઃ- પરતની ચર્ચામાં યોગ્ય જ છે. બંને પક્ષકારોની મુખ્ય દલીલો અને તેનું તાત્પર્ય
ઉત્પત્તિઃ ઉત્પત્તિના વિષયમાં સ્વતઃવાદીનું મુખ્ય મંતવ્ય એ છે કે જ્ઞાન જે સામગ્રી-(કારણસમૂહ)થી ઉત્પન્ન થાય છે, તે જ સામગ્રીથી જ્ઞાનમાં સત્યતા પણ આવે છે; અર્થાત્ જ્ઞાનની સત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કોઈ પણ કારણની અપેક્ષા નથી. આથી ઊલટું, જ્ઞાનની અસત્યતા માટે જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત અન્ય કારણની અપેક્ષા રહે છે. તે અન્ય કારણ દોષરૂપ સમજવું. જેમ અપ્રામાણ્ય એ પોતાની ઉત્પત્તિમાં જ્ઞાનોત્પાદક સામગ્રી ઉપરાંત દોષની અપેક્ષા રાખે છે, તેમ પ્રામાણ્ય કોઈ અધિક કારણની અપેક્ષા નથી રાખતું. તેથી જ જ્યારે જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષો ન હોય ત્યારે જ્ઞાન ઉત્પન્ન થવા સાથે જ પ્રામાણ્ય ઉત્પન્ન થાય છે અને તેથી તે સ્વતઃ ઉત્પન્ન કહેવાવું જોઈએ.
| ઉત્પત્તિમાં પરતઃવાદીનું કહેવું એમ છે કે જેવી રીતે અપ્રામાણ્ય એ પોતાની ઉત્પત્તિમાં દોષારૂપ અધિક કારણની અપેક્ષા રાખે છે, તેવી રીતે પ્રામાણ્ય પણ અધિક કારણની અપેક્ષા રાખે જ છે; આ કારણ તે ગુણરૂપ છે. જેમ જ્ઞાનોત્પાદક સામગ્રીમાં દોષ ન હોય તો તજ્જન્ય જ્ઞાનમાં અપ્રામાણ્ય પણ ન આવી શકે, તેમ તેવી સામગ્રીમાં ગુણ ન હોય તો તજ્જન્ય જ્ઞાનમાં પ્રામાણ્ય પણ ન આવી શકે. દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે જો
Page #45
--------------------------------------------------------------------------
________________
૩૬૦ અનેકાન્ત ચિંતન
ભાવરૂપ પદાર્થ હોઈ કારણકોટિમાં ગણી શકાય તો ગુણ પણ કારણકોટિમાં ગણાવા યોગ્ય છે. ગુણને માત્ર દોષનો અભાવ કહીને તેનું નિરાકરણ કરવું યોગ્ય નથી; કારણ કે, તેમ કરીએ તો તેથી ઊલટું એમ પણ કહી શકાય કે દોષ, જે અપ્રામાણ્યનું ખાસ કારણ છે, તે પણ અભાવરૂપ કેમ ન હોય ? તેથી એમ જ માનવું યોગ્ય છે કે ગુણ અને દોષ બંને સ્વતંત્ર છે, અને તેથી જ જો સામગ્રી સાથે ગુણ હોય તો પ્રામાણ્ય અને દોષ હોય તો અપ્રામાણ્ય આવે છે. માટે જેમ અપ્રામાણ્ય ઉત્પત્તિમાં પરતઃ તેમ પ્રામાણ્ય પણ ઉત્પત્તિમાં પરતઃ મનાવું જોઈએ.
મીમાંસકો દોષને ભાવરૂપ માની તાત્ત્વિક માને છે અને તેથી તેની કારણકોટિમાં ગણના કરે છે, પણ ગુણને તેઓ તાત્ત્વિક કે ભાવરૂપ ન માનતાં માત્ર દોષાભાવરૂપ માને છે અને સાથે જ અભાવને તુચ્છરૂપ માની તેની કા૨ણકોટિમાં ગણના કરતા નથી; જ્યારે નૈયાયિક વગેરે પરતઃવાદીઓ ગુણને પણ દોષની પેઠે જ તાત્ત્વિક માની કારણકોટિમાં લે છે. તેઓ કહે છે કે જેમ સુખ-દુઃખ એ બંને એકબીજાથી સ્વતંત્ર છે, નહિ કે એકબીજાના અભાવરૂપે—જોકે એકના સદ્ભાવમાં બીજાનો અભાવ હોય છે, પણ તેથી તે બંને કાંઈ માત્ર અભાવરૂપ જ નથી—તેવી રીતે દોષ અને ગુણના સંબંધમાં પણ સમજવું જોઈએ. મીમાંસક મતનું તાત્યર્ય એ છે કે દોષ એ માત્ર આગંતુક છે, જો તે ન હોય તો સામગ્રીથી ઉત્પન્ન થતું જ્ઞાન સહજ રીતે જ શુદ્ધ જન્મે. જ્યારે નૈયાયિક વગેરેના મતનું તાત્પર્ય એ છે કે દોષની પેઠે ગુણ પણ આગંતુક છે અને તેથી તે સામગ્રીમાં હોય તો જ પ્રામાણ્ય જન્મે. જ્ઞાન ઉત્પન્ન થતી વખતે પ્રામાણ્ય અને અપ્રામાણ્ય એ બન્ને રૂપથી શૂન્ય હોતું નથી; કાં તો તે અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે અને કાં તો તે પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય છે. હવે જો અપ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે અપ્રામાણ્યને દોષાધીન માની પરતઃ માનીએ તો પ્રામાણ્યયુક્ત ઉત્પન્ન થાય ત્યારે પ્રામાણ્ય ગુણાધીન માની શા માટે પરતઃ ન માનવું ? મીમાંસકો માત્ર એટલું જ કહે છે કે પ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ છે. જ્યારે જ્ઞાન જન્મે છે ત્યારે તેમાં પ્રામાણ્ય સ્વતઃસિદ્ધ હોય છે. માત્ર અપ્રામાણ્ય એ જ્ઞાનનું સાહજિક રૂપ નથી; તેથી જ્ઞાન ઉત્પન્ન થયા પછી દોષને લઈ તેમાં અપ્રામાણ્ય દાખલ થાય છે.
જ્ઞપ્તિ : જ્ઞપ્તિમાં સ્વતઃવાદીઓનું કહેવું છે કે જ્યારે જ્ઞાન ભાસિત થાય છે ત્યારે તેનું પ્રામાણ્ય પણ સાથે જ ભાસિત થઈ જાય છે. જ્ઞાન અને તેના
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ? • ૩૭ પ્રામાણ્યનો ભાસ ભિન્ન ભિન્ન બુદ્ધિમાં થતો નથી, તેમ માનવું જોઈએ. જો ભિન્ન ભિન્ન બુદ્ધિથી ભાસ માનવામાં આવે તો અનવસ્થા થાય. તે એવી રીતે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયું અને તે વિદિત પણ થયું; છતાં તેનું પ્રામાણ્ય તો બીજા સંવાદક જ્ઞાનથી કે અર્થક્રિયાજ્ઞાનથી માનવું પડે. હવે જે જ્ઞાનને પ્રામાણ્યગ્રાહક માનીએ તે પણ જો સત્યરૂપે નિશ્ચિત ન થયું હોય તો પૂર્વજ્ઞાનનું પ્રામાણ્ય શી રીતે નિશ્ચિત કરી શકે ? જે પોતે જ અનિશ્ચિત હોય તે બીજાનો નિશ્ચય ન કરી શકે. આથી પ્રામાયગ્રાહકરૂપે માની લીધેલ બીજા જ્ઞાનનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ત્રીજું જ્ઞાન અને તેનું પ્રામાણ્ય નિશ્ચિત કરવા ચોથું જ્ઞાન એમ અનુક્રમે કલ્પના વધતાં અનવસ્થામાં જ પરિણામ પામે. તેથી એમ જ માનવું યોગ્ય છે કે કોઈ પણ વિષયનું જ્ઞાન ઉત્પન્ન થયા પછી જ્યારે પ્રકાશિત થાય છે ત્યારે તેની સાથે જ તેનું પ્રામાણ્ય પણ પ્રકાશિત થઈ જાય છે.
આ વિષયમાં પરતઃવાદીનું કહેવું છે કે જેમ અપ્રામાણ્ય પરતોગ્રાહ્ય છે, તેમ પ્રામાણ્ય પણ પરતો ગ્રાહ્ય માનવું જોઈએ. કોઈ જ્ઞાન ઉત્પન્ન થયું અને તે મિથ્યા હોય તે તેનું અયથાર્થત્વ કાંઈ તે જ વખતે જણાતું નથી, પણ કાં તો વિસંવાદ થવાથી કે પ્રવૃત્તિ નિષ્ફળ જવાથી કાલાન્તરે તેનું અયથાર્થત્વ માલૂમ પડે છે. તેવી રીતે યથાર્થત્વના સંબંધમાં પણ માનવું જોઈએ. જ્ઞાન ઉત્પન્ન થયું અને તે ભાસિત પણ થયું, છતાં તેનું યથાર્થત્વ સંવાદ અગર પ્રવૃત્તિ સાફલ્યથી જણાવાનું. આમ માનતાં અનવસ્થા થવાનો ભય રાખવાનું કારણ નથી, કારણ કે મનુષ્યની જિજ્ઞાસા પરિમિત હોવાથી બેત્રણ ઉપરાઉપર થતાં જ્ઞાનના પ્રામાણ્ય સુધી તે લંબાય ખરી, પણ એમ ને એમ તે જિજ્ઞાસા પ્રામાણ્યના વિષયમાં જ બની રહે એમ બનતું નથી. બીજી વાત એ છે કે જો પ્રામાયને જ્ઞાનના નિર્ણય સાથે જ નિર્ણાત માની લેવામાં આવે તો જે વિષયને વારંવાર જોવાનો અભ્યાસ ન હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે જે સંદેહ થાય છે તે સંભવી ન શકે, કારણ કે જ્ઞાન થયું કે તેનું પ્રામાણ્ય નિર્ભીત થઈ જ ગયું, પછી મારું આ જ્ઞાન સત્ય છે કે અસત્ય એવા સંદેહને અવકાશ જ ન રહે. તેથી પ્રામાણ્યને અપ્રામાણ્યની પેઠે પરતોશેય માનવું યોગ્ય છે.
સ્વતાવાદીનું વલણ પ્રત્યેક જ્ઞાનમાં એક સામાન્ય નિયમ માની લેવા તરફ છે. તેથી તે કહે છે કે પરતઃપક્ષમાં આવી પડતી અનવસ્થા દૂર કરવા જો પરતઃવાદીને કોઈ પણ જ્ઞાન સ્વનિર્મીત માનવું પડે તો પછી તે જ રીતે
Page #47
--------------------------------------------------------------------------
________________
૩૮ ૯ અનેકાન્ત ચિંતન પ્રથમનાં બધાં જ્ઞાનોનું પ્રામાણ્ય સ્વતોmય શા માટે ન માનવું? સ્વતઃવાદીનો પક્ષ અભ્યાસદશાના અનુભવને આશરીને છે; તેથી તે કહે છે કે જે વિષય જોવા જાણવાનો બહુ પરિચય હોય તે વિષયનું જ્ઞાન થતાં તેના પ્રામાણ્ય માટે કોઈને કદી સંદેહ થતો નથી. તેથી સમજાય છે કે પરિચિત વિષયના જ્ઞાનનું પ્રામાણ્ય જ્ઞાન સાથે જ નિર્ણાંત થઈ જાય છે. હવે જ્ઞાનનું સ્વરૂપ તો એક જ પ્રકારનું હોય તો તેથી અભ્યાસ કે અનભ્યાસવાળા દરેક સ્થળોનાં જ્ઞાનના પ્રામાણ્યના સંબંધમાં એક જ નિયમ માની લેવો ઘટે છે. આથી ઊલટું, પરતઃવાદીનો પક્ષ ચિત્તવ્યાપારના અનુભવ ઉપર અવલંબેલો છે. તે કહે છે કે દરેક જ્ઞાનના પ્રામાણ્યમાં કંઈ સંદેહ થતો નથી. જ્યાં સંદેહ ન થાય ત્યાં સ્વતો ગ્રાહ્ય છે જ, તેથી અનવસ્થાને અવકાશ નથી; પણ એક જગ્યાએ સંદેહ ન થવાથી સ્વતો ગ્રાહ્ય માનીએ એટલે તે પ્રમાણે જ્યાં સંદેહ થતો હોય ત્યાં પણ સ્વતો ગ્રાહ્ય માની લેવું એ અનુભવવિરુદ્ધ છે. જે વિષય જાણવાનો બહુ પરિચય નથી હોતો તેનું જ્ઞાન થતાંવેંત તેના પ્રામાણ્યની બાબતમાં જરૂર સંદેહ થાય છે. તેથી માનવું જોઈએ કે તેવા સ્થળમાં પ્રામાણ્ય સ્વતોગ્રાહ્ય નથી.
જ્ઞાન : આ વિષયની ચર્ચાનો વિકાસ થતાં સ્વતઃપરત ની ચર્ચા પ્રામાણ્યમાંથી આગળ વધી કેવલજ્ઞાનમાં ઊતરી. સ્વતઃવાદીઓમાં ત્રણ પક્ષ પડ્યા. એક એમ માનતો કે જ્ઞાન સ્વપ્રકાશ હોઈ પોતે જ પોતાને જાણે છે. આ પક્ષ ગુરુ(પ્રભાકર)નો છે. બીજો પક્ષ ભટ્ટ(કુમારિલ)નો છે. તે એમ માનતો કે જ્ઞાન સ્વપ્રકાશ તો નથી. પણ પરપ્રકાશ્ય એટલે અન્ય જ્ઞાન દ્વારા પ્રત્યક્ષ કરવા યોગ્ય પણ નથી, માત્ર પરોક્ષ હોઈ અનુમિતિ દ્વારા જાણી શકાય છે. ત્રીજો પક્ષ મુરારિ મિશ્રનો છે. તે નૈયાયિકોની પેઠે એમ માનતો કે જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે, પણ તે સ્વપ્રકાશ નથી. પશ્ચાદ્ભાવી અનુવ્યવસાયજ્ઞાન દ્વારા પૂર્વ જ્ઞાનનું પ્રત્યક્ષ થાય છે.
આ ત્રણે પક્ષો જોકે જ્ઞાનના સ્વરૂપમાં એકમત નથી, છતાં તેઓ મીમાંસક હોઈ સ્વત:પ્રામાણ્ય પક્ષને વળગી રહી પોતપોતાની જ્ઞાનસ્વરૂપની કલ્પનામાં પણ સ્વત:પ્રામાયને ઘટાવી લે છે; અને તેથી એમ કહેવું જોઈએ કે આ ત્રણ પક્ષ પ્રમાણે જ્ઞાન યા તો સ્વ દ્વારા ગૃહીત થાય યા અનુમિતિ દ્વારા યા અનુવ્યવસાય દ્વારા, પણ જ્યારે તે જ્ઞાન ગૃહીત થાય ત્યારે તેનું પ્રામાણ્ય પણ તેની સાથે જ ગૃહીત થઈ જાય છે.
કાર્ય: કાર્યના વિષયમાં બન્ને પક્ષનો આશય જણાવ્યા પહેલાં પ્રામાણ્ય અને તેનું કાર્ય એ બે વચ્ચે શું અંતર છે તે જાણવું જોઈએ. પ્રામાણ્ય એટલે
Page #48
--------------------------------------------------------------------------
________________
પ્રામાણ્ય સ્વતઃકે પરતઃ ? • ૩૯ વિષયને વાસ્તવિક રૂપમાં ગ્રહણ કરવાની જ્ઞાનની શક્તિ, અને કાર્ય એટલે એ શક્તિ દ્વારા પ્રકટતો વિષયનો યથાર્થ ભાસ. આ કાર્યને ઘણી વાર પ્રમાણનું કાર્ય પણ કહેવાય છે. કાર્યના વિષયમાં સ્વતઃવાદી કહે છે કે પોતાની સામગ્રી ઉપરથી પ્રમાણ ઉત્પન્ન થયું કે લાગતું જ કોઈની અપેક્ષા રાખ્યા સિવાય તે પોતાનું પૂર્વોક્ત કાર્ય કરે છે. આમ માનવામાં તેઓ એવી દલીલ આપે છે કે જો પોતાનું કાર્ય કરવામાં પ્રમાણને કારણગુણોનું જ્ઞાન અગર સંવાદની અપેક્ષા રાખવી પડે તો જરૂર અનવસ્થા થઈ જાય. ત્યારે પરતઃવાદી કહે છે કે પ્રમાણ પોતાનું કાર્ય કરવામાં સંવાદની અપેક્ષા રાખે જ છે, અને તેમ છતાં અનવસ્થાનો જરાયે ભય નથી. કારણ એ છે કે સંવાદ એટલે અર્થક્રિયાજ્ઞાન. આ જ્ઞાન ફલરૂપ હોઈ તે બીજાની અપેક્ષા સિવાય જ સ્વતઃ નિર્મીત અને સ્વતઃ કાર્યકારી છે. પ્રવર્તક જ્ઞાન પોતાનું કાર્ય કરવામાં અથક્રિયાજ્ઞાનની અપેક્ષા રાખે, તેથી અર્થક્રિયાજ્ઞાનને પણ પોતાના કાર્યમાં અન્ય તેવા જ્ઞાનની અપેક્ષા રાખવી જોઈએ એવો એકાંત નથી. ખાસ મુદ્દો તો એ છે કે જ્ઞાનનું કાર્ય માત્ર અર્થનું ભાન પ્રકટાવવું એટલું જ છે. હવે જ્યારે પ્રમાણના કાર્યમાં જ્ઞાનસામાન્યના કાર્ય કરતાં વાસ્તવિકતાનો ઉમેરો થાય છે ત્યારે એટલું માનવું જોઈએ કે પ્રમાણના કાર્યમાં દેખાતી આ વિશેષતા કોઈ કારણને લીધે આવેલી હોવી જોઈએ. તે કારણ એ જ સંવાદ. તેથી પ્રમાણનું કાર્ય પણ પરતઃ માનવું ઘટે.
આ બન્ને પક્ષની માન્યતાનો આધાર જ્ઞપ્તિની પેઠે છે; એટલે કે સ્વત પક્ષની મનોવૃત્તિ એક કોઈ સાર્વત્રિક નિયમ જોવા તરફ છે. તેથી તે દરેક જ્ઞાનને સ્વતઃકાર્યકારી માની લે છે, જ્યારે પરત પક્ષની મનોવૃત્તિ અનુભવને સામે રાખી ચાલવા તરફ છે. તેથી તે કોઈ એક નિયમમાં ન બંધાતા જ્યાં જેવો અનુભવ થાય ત્યાં તેવું માની લે છે.
– કાન્તમાલા, ૧૯૨૪.
Page #49
--------------------------------------------------------------------------
________________
૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા
આર્યોની વિચારશીલતાનો અભ્યાસ કરવા ઇચ્છનારે તેઓના વિચારની સરણી અને વિચારના વિષયો તપાસવા જોઈએ. અનેક પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયોમાં આર્યોની બુદ્ધિ દોડી છે. આ લેખમાં તે બધા વિષયો ઉપરના તેઓના વિચારની નોંધ લેવાનો ઉદ્દેશ નથી. આ લઘુ લેખ દ્વારા એટલું જ પ્રદર્શન કરવા ધારેલ છે કે કાળના સંબંધમાં આર્યોના વિચાર પ્રાચીન સમયમાં કેવા હતા અને તેમાં વખત જતાં કેવું અને કેટલું પરિવર્તન થયું. વિશ્વની વિવિધતા અને કાળતત્ત્વઃ
જગતની વિવિધતાનું ઊંડાણ બુદ્ધિના ઊંડાણ કરતાંયે ઘણું છે. તેથી હજુ સુધી બુદ્ધિ જગતની વિવિધતાનો પાર પામી શકી નથી, પણ તે પાર પામવા તો અલક્ષિત કાળથી મથ્યા કરે છે. મનુષ્યજાતિની બુદ્ધિએ અનેક વિવિધતા સાથે એ પણ વિવિધતા જોઈ કે એક જ ક્ષેત્ર કે દેશની અંદર જુદે જુદે વખતે ઋતુભેદ અને કાર્યભેદ દેખાય છે, ભિન્ન ભિન્ન દેશોમાં એક જ વખતે ઋતુભેદ અને કાર્યભેદ નજરે પડે છે, એક જ દેશમાં એક જ વખતે જાતજાતનાં ફળો કે અનાજોનો પાક એકસરખો નથી આવતો. હેમંત અને શિશિર ઋતુમાં અમુક જાતનાં ફળોની પ્રધાનતા હોય છે, તો વસંત અને ગ્રીષ્મમાં બીજી જાતનાં ફળોની, જયારે વર્ષા અને શરદ ઋતુમાં કોઈ ત્રીજી જાતનાં ફળોનો ઉત્સવ હોય છે. એક વખત જુવાર, બાજરો વગેરે ધાન્યો ખેતરોને શણગારે છે, ત્યારે બીજી વખતે ઘઉં, ચણા વગેરે સ્પર્ધાથી તે કામ કરે છે. એક વખતે ગરમી કપડાંને લેતાં રોકે છે, જ્યારે બીજી વખતે કેટલોક વખત ખોરાક સિવાય ચલાવી શકાય, પણ કપડાં સિવાય ચલાવી શકાતું નથી. એક વખત એવો હોય છે કે
જયારે મેઘનું દર્શન વ્રત ખાતર પણ દુર્લભ હોય છે, ત્યારે બીજો વખત એવો * પણ આવે છે કે સૂર્યદર્શનના નિયમવાળાઓને કેટલાક દિવસો સુધી તેનું દર્શન ન થવાથી ઉપવાસ કરવા પડે છે. આ પ્રાકૃતિક ફેરફારોના મૂળ કારણ તરીકે
Page #50
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા ૦૪૧ અત્યારના શોધકો ભલે તાપક્રમની ન્યૂનાધિકતા અને વાતાવરણની ભિન્નતા સ્વીકારે, પણ પ્રાચીન કાળમાં એમ મનાતું હતું કે આ દેખાતાં પ્રાકૃતિક સ્થૂળ અને સૂક્ષ્મ એ બધાં પરિવર્તનો માત્ર તાપક્રમ કે હવાપાણીની ભિન્નતા ઉપર જ અવલંબેલાં નથી. તે ઉપરાંત પણ બધાં પરિવર્તનોનું કાંઈ ખાસ કારણ હોવું જોઈએ; એનું કારણ માન્યા સિવાય પ્રાચીન કાળના લોકોની બુદ્ધિ પરિવર્તનોનો ખુલાસો કરી શકતી નહિ, અને તેથી જ જૂના જમાનામાં કાળતત્ત્વ ઉપર વિચાર થવા લાગ્યો. આ વિચાર તત્ત્વજ્ઞાનમાં દાખલ થયો અને તેણે મતભેદની અનેક પાઘડીઓ પહેરી. ભારતવર્ષ તાત્ત્વિક વિચાર માટે પ્રસિદ્ધ છે; ખાસ કરીને પરોક્ષતત્ત્વનો વિચાર કરવામાં તો તે એકલું જ છે. એટલે આજે આપણે સંક્ષેપમાં જોઈશું કે કાળના સંબંધમાં ભારતીય તત્ત્વજ્ઞાન શું કહે છે. કાળના સંબંધમાં દર્શનભેદ :
ભારતીય દર્શન મુખ્યપણે ત્રણ ભાગમાં વહેંચાય છે : વૈદિક, જૈન અને
બૌદ્ધ.
ક. વૈદિક સાહિત્યનો મૂળ આધાર વેદ અને ઉપનિષદો છે. વેદો અને ઉપનિષિદોમાં તત્ત્વવિચારણાનાં છૂટાંછવાયાં બીજ છે, પણ તેમાં તે વિચારણાઓએ સ્પષ્ટ, ક્રમબદ્ધ અને સયુક્તિક દર્શનોનું રૂપ પ્રાપ્ત નથી કર્યું. તેથી જ આપણે વેદ કે ઉપનિષદોમાંથી કાળતત્ત્વને લગતી ચોક્કસ માન્યતાઓ મેળવવા અશક્ત છીએ. એ માન્યતાઓ મેળવવા દર્શનકાળ તરફ આવવું જોઈએ અને દાર્શનિક સાહિત્ય તપાસવું પડશે. વૈદિક દર્શનોના સ્થૂલ રીતે-છ ભાગ કરવામાં આવે છે : વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા. કાળતત્ત્વની માન્યતાઓ સ્પષ્ટ સમજવા માટે એ છ દર્શનોના બે વર્ગો કરવા ઉચિત છે : પહેલા વર્ગને સ્વતંત્ર કાળતત્ત્વવાદી અને બીજાને અસ્વતંત્ર કાળતત્ત્વવાદીના નામે ઓળખીશું.
(અ) પ્રથમ વર્ગમાં વૈશેષિક, ન્યાય અને પૂર્વમીમાંસાનો સમાવેશ થાય
છે.
૧. કૌશીતકિ, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વતર, મૈત્રી આદિ અનેક ઉપનિષદોમાં અનેક સ્થળે પ્રસંગે પ્રસંગે ‘કાળ’ શબ્દનો ઉલ્લેખ થયો છે, તે બધા પ્રસંગો વાંચનાર અને વિચારનારને આ મારું કથન સ્પષ્ટ થશે, ‘કાળ’ શબ્દના પ્રયોગનાં સ્થળો માટે ‘ઉપનિષદ્વાક્વકોશ’ જોવો.
૨. પ્રથમ વર્ગમાં વૈશેષિક દર્શન સાથે ન્યાયદર્શન અને પૂર્વમીમાંસાને રાખવાનું કારણ એ છે કે તે બન્ને દર્શનો પ્રમેયના સંબંધમાં મુખ્યપણે વૈશેષિક દર્શનની માન્યતાનાં
Pr
Page #51
--------------------------------------------------------------------------
________________
૪૨૦ અનેકાન્ત ચિંતન
(બ) બીજા વર્ગમાં બાકીનાં ત્રણ એટલે સાંખ્ય, યોગ અને
અનુગામી છે. ન્યાયદર્શનનો પ્રધાન વિષય પ્રમાણચર્ચાનો છે. તેમાં પ્રમેયચર્ચા છે ખરી, પણ ફક્ત તે સંસાર અને મોક્ષના કાર્યકારણભાવને સમજાવવા પૂરતી છે. (આ માટે જુઓ—
" आत्मशरीरेन्द्रियाथबुद्धिमनः प्रवृत्तिदोषप्रेत्यभावफलदुःखापवर्गास्तु प्रमेयम् ।" ગૌતમસૂત્ર, અ. ૧, આ. ↑ સૂ. ૧) સમગ્ર જગતનાં પ્રમેયોની ચર્ચામાં તે ઊતર્યું નથી. તે બાબતમાં તેણે વૈશેષિકના સિદ્ધાંતો સ્વીકારી લીધા છે. વૈશેષિક દર્શન મુખ્યપણે જગતના પ્રમેયોની ચર્ચા કરે છે. તે ચર્ચા પ્રમાણચર્ચાની પ્રધાનતાવાળા ન્યાયદર્શનને સર્વથા માન્ય છે. આ જ કારણને લીધે ન્યાય અને વૈશેષિક દર્શનોમાં ભેદ ક્રમે ક્રમે ઘટતો ગયો છે, અને તેથી જ ન્યાયશાસ્ત્ર એ નામ સાંભળતાં જ તે બન્ને દર્શનો ખ્યાલમાં આવે છે. ઉક્ત બન્ને દર્શનોના મૂળ સૂત્રગ્રંથો ઉપર તદ્દન ભિન્ન ભિન્ન ટીકાગ્રંથો હોવા છતાં પાછળથી કેટલાક નૈયાયિકોએ એવા ન્યાયવિષયક ગ્રંથો રચેલા છે જેમાં વૈશિષક દર્શનની પ્રમેયચર્ચા અને ન્યાયદર્શનની પ્રમાણચર્ચાનો સંગ્રહ કરી બન્ને દર્શનોનું સંધાન કરી દીધેલું છે. આ જાતના ગ્રંથોમાં સૌથી પહેલું સ્થાન તત્ત્વચિંતામણિનું છે. તેના કર્તા ગંગેશ ઉપાધ્યાય નવીનન્યાયશાસ્ત્રના સૂત્રધાર કહેવાય છે. જોકે ગંગેશ ઉપાધ્યાયના પહેલાં પણ ઉદયનાચાર્યે કુસુમાંજલિ વગેરે પોતાના ગ્રંથોમાં વૈશેષિક અને ન્યાય બન્ને દર્શનોની માન્યતાનું સંધાન કરેલું છે, પણ તે સંધાન પરિપૂર્ણ રૂપમાં ગંગેશ ઉપાધ્યાયે જ કરેલું હોવાથી તેનું માન તેઓને ઘટે છે. ગંગેશ ઉપાધ્યાય પછીના નૈયાયિકોમાં ઉક્ત બન્ને દર્શનોનું સંધાન કરી ન્યાયગ્રંથ તર્કસંગ્રહના પ્રણેતા અન્નભટ્ટ અને મુક્તાવલિના રચયિતા વિશ્વનાથ તર્કપંચાનન એ પ્રસિદ્ધ છે.
પૂર્વમીમાંસા એ ઉત્તરમીમાંસાનું પૂર્વાંગ અને નિકટવર્તી દર્શન કહેવાય છે ખરું, પણ તેનું કારણ એ નથી કે તે ઉત્તરમીમાંસાનાં પ્રમેયો સ્વીકારતું હોય. તે પ્રમેયના વિષયમાં વૈશેષિક અને ન્યાયદર્શનને જ મુખ્યપણે અનુસરે છે. (ઉદાહરણાર્થ તેની ‘ઇંદ્રિય’ સંબંધી માન્યતા વાંચો :–
तच्च द्विविधम्, बाह्यमभ्यन्तरं च । बाह्यं पञ्चविधं घ्राणरसनचक्षुस्त्वक् श्रोत्रात्मकम् । आन्तरं त्वेकं मनः । तत्राद्यानि चत्वारि च पृथिव्यप्तेजोवायुप्रकृतीनीत्यक्षपाददर्शनवदभ्युपगम्यन्ते । श्रोत्रं त्वाकाशात्मकं तैरभ्युपगतम् । वयं तु 'दिशः श्रोत्रं' इति दर्शनाद् दिग्भागमेव कर्णशष्कुल्यवच्छिन्नं श्रोत्रमाचक्ष्महे ।" अ. १. पा. १. अधि. ૪, સૂ. ૪, નૈમિનિસૂત્ર-શાસ્ત્રવીપિા.
પૂર્વમીમાંસા કર્મકાંડવિષયક વૈદિક શ્રુતિઓની વ્યવસ્થા અને ઉપપત્તિ કરતું હોવાથી તે જ્ઞાનપ્રધાન ઉત્તરમીમાંસા(વેદાંતદર્શન)નો માર્ગ સરલ કરે છે. તે જ કારણથી તે તેનું પૂર્વાંગ યા નિકટવર્તી દર્શન કહેવાય છે. પ્રમેયની માન્યતામાં તો પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસા વચ્ચે આકાશપાતાળનું અંતર છે, એ વાત ભૂલવી ન જોઈએ. પૂર્વમીમાંસા આત્માનું અનેકત્વ સ્વીકારે છે, પરમાણુ વગેરે જડ દ્રવ્યોને સ્વતંત્ર માને
Page #52
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા છે ૪૩ ઉત્તરમીમાંસાનો સમાવેશ થાય છે. આ - અ. (૧) વૈશેષિક દર્શનના પ્રણેતા કણાદ ઋષિએ કાળતત્ત્વને અંગે ચાર સૂત્રો રચ્યાં છે. તેમાં પ્રથમ સૂત્રમાં કાળતત્ત્વને સ્વતંત્ર સ્થાપિત કરવા કેટલાંક લિંગો વર્ણવ્યાં છે. તે કહે છે કે અમુક વ્યક્તિ અમુક વ્યક્તિથી જયેષ્ઠ છે અગર કનિષ્ઠ છે, તેવી પ્રતીતિનું મુખ્ય કારણ તેમ જ વિવિધ કાર્યોમાં થતી યૌગપઘ, ચિર અને ક્ષિપ્ર પ્રતીતિનું મુખ્ય કારણ કોઈ તત્ત્વ સ્વતંત્ર હોવું જોઈએ. આ સ્વતંત્ર તત્ત્વ તે કાળ. પછીનાં ત્રણ સૂત્રોમાં તે ઋષિ કાળને દ્રવ્યરૂપ માને છે, નિત્ય માને છે, એક માને છે અને સકળ કાર્યોના નિમિત્તકારણ તરીકે ઓળખાવે છે.
(૨) ન્યાયદર્શનના પ્રણેતા ગૌતમ ઋષિએ, કણાદ ઋષિની પેઠે પોતાના પંચાધ્યાયી સૂત્રગ્રંથમાં કોઈ પણ સ્થળે કાળતત્ત્વને સિદ્ધ કરવા કે તેનું સ્વરૂપ બતાવવા કાંઈ પણ કહ્યું નથી. તેનું કારણ એ છે કે તે ઋષિ પોતાના દર્શનમાં પ્રધાનપણે પ્રમાણની જ ચર્ચા કરે છે, અને પ્રમેયની બાબતમાં વૈશેષિકદર્શનને અનુસરે છે; છતાં તેઓએ એક સ્થળે પ્રસંગવશ દિશા અને
છે અને મોક્ષમાં નૈયાયિકોની પેઠે બુદ્ધિ વગેરે ગુણોનો નાશ અને આનંદનો અભાવ માને છે. વાંચો :"मुक्तिस्वरूपम्-किमिदं ? स्वस्थ इति, ये ह्यागमापायिनो धर्मा बुद्धिसुखदुःखेच्छादेषप्रयत्नधर्माधर्मसंस्कारास्तानपहाय यदस्य स्वं नैजं रूपं ज्ञानशक्तिसत्ताद्रव्यत्वादि तस्मिन्नेवतिष्ठत इत्यर्थः । यदि तु संसारावस्थायामविद्यमानोऽप्यानन्दो मुक्तावस्थायां ગત રૂત્યુતે તો નિમાનિત્યો મોક્ષ થાત્ " . . . ૨. ધ. ધ. જૂ. . શાઅલપિ ઉપર રામકૃષ્ણ પ્રણીત યુ#િસ્ટેપૂરી સિદ્ધાન્તવન્દ્રિ. ત્યારે વેદાંતદર્શન પ્રધાનપણે એક જ આત્મા અગર બ્રહ્મને વાસ્તવિક સ્વીકારી, તે
સિવાયનાં સકલ પ્રમેયોને માત્ર માયિક કલ્પ છે, અને મોક્ષમાં અખંડાનંદ માને છે. ૧. બીજા વર્ગમાં સાંખ્ય સાથે યોગને રાખવામાં આવ્યું છે, તે તો સમજાય તેવું છે, કારણ
યોગદર્શન સવશે સાંખ્યદર્શનનાં જ પ્રમેયો સ્વીકારે છે. તે બન્ને વચ્ચેનો ભેદ ફક્ત ઉપાસનાની અને જ્ઞાનની ગૌણ-પ્રધાનતાને આભારી છે, પણ વેદાંત-દર્શન, જે પ્રમેયની બાબતમાં સાંખ્યથી બિલકુલ જુદું પડે છે, તેને સાંખ્યદર્શન સાથે રાખવાનું કારણ એ છે કે આત્મા આદિ પ્રમેયોના સ્વરૂપના વિષયમાં તે બન્નેનો પ્રબળ મતભેદ
છતાં કાળના વિષયમાં તે બન્ને સમાન છે ૨. “પત્રિપાં યુજિર ક્ષિમિતિ તિફન દ્દા દ્રવ્યત્વનત્યત્વે વાયુના
व्याख्याते ॥७॥ तत्त्वं भावेन ॥८॥ नित्येष्वभावादनित्येषु भावात्कारणे कालाख्येति III” વૈશેષિવન, . ૨. મા. ૨.
Page #53
--------------------------------------------------------------------------
________________
૪૪ ૦ અનેકાન્ત ચિંતન
કાળને નિમિત્તકારણરૂપે વર્ણવી એમ સૂચન કર્યું છે કે તેઓ કાળતત્ત્વના સંબંધમાં વૈશેષિકની માન્યતાને મળતા છે.
(૩) પૂર્વમીમાંસાના પ્રણેતા જૈમિનિ ઋષિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્ત્વ સંબંધી કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. તેનું કારણ સ્પષ્ટ છે, અને તે એ કે તેઓનો મુખ્ય ઉદ્દેશ્ય કર્મકાંડવિષયક વૈદિક મંત્રોની વ્યવસ્થા કરવાનો છે. છતાં પૂર્વમીમાંસાના પ્રામાણિક અને સમર્થ વ્યાખ્યાકાર પાર્થસારથિ મિશ્રની શાસ્ત્રદીપિકા ઉપરની ટીકા યુક્તિસ્નેહપ્રપૂરણી સિદ્ધાન્તચંદ્રિકામાં પં. રામકૃષ્ણે કાળતત્ત્વ સંબંધી મીમાંસક મત બતાવતાં વૈશેષિક દર્શનની જ માન્યતાનો સ્વીકાર કરેલો છે. ફક્ત તેઓ વૈશેષિક દર્શનથી એટલી જ બાબતમાં જુદા પડે છે કે વૈશેષિકો કાળને જ પરોક્ષ માને છે અને તેઓ મીમાંસકોને મતે કાળને પ્રત્યક્ષ માને છે.
બ. (૧) સાંખ્યદર્શનમાં સ્વતંત્ર અને મૂળ તત્ત્વ બે છે : પ્રકૃતિ અને પુરુષ. આ બે સિવાય કોઈ તત્ત્વ તે દર્શનમાં સ્વતંત્ર સ્વીકારાયેલ નથી. આકાશ, દિશા અને મન સુધ્ધાં સાંખ્યદર્શનમાં પ્રકૃતિના વિકારો છે. તેથી તે દર્શનમાં ‘કાળ’ નામનું કોઈ સ્વતંત્ર તત્ત્વ નથી. તે દર્શન પ્રમાણે કાળ એ એક પ્રાકૃતિક પરિણમનમાત્ર છે. પ્રકૃતિ નિત્ય છતાં પરિણમનશીલ છે. આ સ્થૂળ અને સૂક્ષ્મ જડ જગત પ્રકૃતિનો વિકારમાત્ર છે. વિકાર અને પરિણામની પરંપરા ઉપરથી જ વિશ્વગત બધા કાળસાધ્ય વ્યવહારોની ઉપપત્તિ સાંખ્યદર્શનના મૂળ સૂત્રમાંથી જ તરી આવે છે.
3
(૨) યોગદર્શનના પ્રણેતા મહર્ષિ પતંજલિએ પોતાનાં સૂત્રોમાં કાળતત્ત્વના સ્વરૂપના સંબંધમાં સ્વલ્પ પણ સૂચન કર્યું નથી, પણ તે દર્શનના પ્રામાણિક ભાષ્યકાર વ્યાસ ઋષિએ ત્રીજા પાદના બાવનમા સૂત્રની વ્યાખ્યા કરતાં પ્રસંગે કાળતત્ત્વનું સ્પષ્ટ સ્વરૂપ આલેખ્યું છે, જે બરાબર યોગદર્શનમાન્ય સાંખ્યદર્શનના પ્રમેયોને બંધબેસતું છે. તે કહે છે કે મુહૂર્ત, પ્રહર, દિવસ આદિ લૌકિક કાળ-વ્યવહારો બુદ્ધિકૃત છે—કલ્પનાજનિત છે. તે કલ્પના ક્ષણોના બુદ્ધિકૃત નાનામોટા વિભાગો ઉ૫૨ અવલંબેલી છે. ક્ષણ એ
૧. જુઓ વિશ્લેશાતાાશષ્યેવં પ્રજ્ઞ: ' . ૨. આ. શ્. સૂ. ૨૩. ૨. “નામ્ભાર્જ વૈશેષિજાવિવપ્રત્યક્ષ: હ્રાત: જિન્તુ પ્રત્યક્ષ ડ્વ, અસ્મિન્સને મયોપલબ્ધ ત્યનુભવાત્। અરૂપસ્યાઽવ્યાાશવત્ પ્રત્યક્ષત્ન મવિષ્યતિ ।' અ. ૨, પા. ૨, અધિ. , સૂ. .
૩. “વિધાતાના ારાદ્રિમ્ય ।" સાંપ્રવન, અ. ૨, સૂ. ૧૨.
Page #54
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા ૦ ૪૫
વાસ્તવિક છે, પણ તે મૂળ તત્ત્વરૂપે નહિ; માત્ર કોઈ પણ મૂળ તત્ત્વના પરિણામરૂપે તે સત્ય છે. જે પરિણામનો બુદ્ધિથી પણ બીજો વિભાગ ન થઈ શકે તેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ પરિણામનું નામ ક્ષણ છે. તેવી ક્ષણનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે કે—“એક પરમાણુને પ્રથમ પોતાનું ક્ષેત્ર છોડી બીજું ક્ષેત્ર પ્રાપ્ત કરવામાં જેટલો વખત વીતે છે.' તે જ વખતનું અર્થાત્ પરમાણુપરિમાણ દેશના અતિક્રમણમાં લાગતા વખતનું નામ ‘ક્ષણ’ છે.” આ રીતે જોતાં ક્ષણ એ માત્ર ક્રિયાના અવિભાજ્ય અંશનો સંકેત છે. યોગદર્શનમાં સાંખ્યદર્શનસમ્મત જડ પ્રકૃતિતત્ત્વ જ ક્રિયાશીલ મનાય છે. તેની ક્રિયાશીલતા સ્વાભાવિક હોઈ તેને ક્રિયા કરવામાં અન્ય તત્ત્વની અપેક્ષા નથી. તેથી યોગદર્શન કે સાંખ્યદર્શન ક્રિયાના નિમિત્તકારણ તરીકે વૈશેષિકદર્શનની પેઠે કાળતત્ત્વને પ્રકૃતિથી ભિન્ન કે સ્વતંત્ર નથી સ્વીકારતા, એ બાબત બરાબર સાબિત થાય છે.
(૩) ‘ઉત્તરમીમાંસા' દર્શન, વેદાંતદર્શન યા ઔપનિષદિક દર્શનના નામે પ્રસિદ્ધ છે. તે દર્શનના પ્રણેતા મહર્ષિ બાદરાયણે ક્યાંય કાળતત્ત્વના સંબંધમાં સ્પષ્ટ લખ્યું નથી, પણ તે દર્શનના પ્રધાન વ્યાખ્યાકાર શંકરાચાર્યે માત્ર બ્રહ્મને જ મૂળ અને સ્વતંત્ર તત્ત્વ સ્વીકારી અન્ય સૂક્ષ્મ કે સ્થૂળ જડ જગતને માયિક અગર તો અવિદ્યાજનિત સાબિત કરેલ છે. તેથી જ શાંકર વેદાંતનો સિદ્ધાંત સંક્ષેપમાં એટલો છે કે “બ્રહ્મ સત્યં ગાન્મિથ્યા”. આ સિદ્ધાંત પ્રમાણે ફક્ત કાળને જ નહિ, પણ આકાશ, પરમાણુ આદિ તત્ત્વોને પણ સ્વતંત્રતા માટે સ્થાન જ નથી, જોકે વેદાંતદર્શનના અન્ય વ્યાખ્યાકારો રામાનુજ, નિંબાર્ક, મધ્ય અને વલ્લભ કેટલીક મુદ્દાની બાબતોમાં શાંકર સિદ્ધાંતથી જુદા પડે છે, પણ તેઓના મતભેદનું મુખ્ય ક્ષેત્ર આત્માનું સ્વરૂપ અને જગતની સત્યતા કે અસત્યતા એ છે. કાળતત્ત્વ સ્વતંત્ર નથી, તે બાબતમાં વેદાંતદર્શનના બધા વ્યાખ્યાકારો એકમત છે.
ખ. વૈદિક દર્શનની કાળતત્ત્વ સંબંધી માન્યતાઓ જોયા બાદ જૈન દર્શન તરફ નજર આવે છે અને પ્રશ્ન થાય છે કે જૈન દર્શન સ્વતંત્ર કાળતત્ત્વવાદી છે કે અસ્વતંત્ર કાળતત્ત્વવાદી ? આનો સંક્ષેપમાં ઉત્તર એટલો જ મળે છે કે જૈન દર્શનમાં સ્વતંત્ર કાળતત્ત્વની અને અસ્વતંત્ર કાળતત્ત્વની માન્યતાના
૧. આ જ પરમાણુની ગતિનો દાખલો પ્રવચનસાર માં આચાર્ય કુંદકુંદે આપેલ છે અને તેના ટીકાગ્રંથોમાં તે જ વાત સ્પષ્ટ થયેલ છે. જુઓ અ. ૨, ગાથા ૪૬ આદિ.
Page #55
--------------------------------------------------------------------------
________________
૪૬ ૯ અનેકાન્ત ચિંતન બન્ને પક્ષો સ્વીકારાયા છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં બીજ પૂર્વદેશ બિહારાન્તર્ગત મગધ પ્રદેશમાં જ રોપાયેલાં. ઉપર્યુક્ત વૈદિક છ દર્શનોના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનોની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેઓની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાનકાલીનતાનો પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતાં કાળતત્ત્વ સંબંધી પૂર્વોક્ત બન્ને પક્ષોથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈએ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર અને ન માનનાર એ બે પક્ષો ક્યાં ક્યાં ઉલ્લિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જોવું બાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જૈન સાહિત્યના ઉક્ત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વર્ણવ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે?
આ બન્ને પ્રશ્નોનો ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય શ્વેતાંબર અને દિગંબર એ બે શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જયારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બને માન્યતાઓ મળે છે, ત્યારે દિગંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર એક જ પક્ષ દૃષ્ટિગોચર થાય છે.
શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન, જીવાભિગમ, પ્રજ્ઞાપના આદિ આગમોમાં કાળ સંબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલિખિત થયા છે. દિગંબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વનો એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યક ભાષ્ય",
૧. જુઓ શત ર૧, દેશ ૪, સૂ. ૭૩૪. ૨. અધ્યયન ૨૮, માથા ૭-૮. ૩. પઃ , ટૂ. ૩. ૪. જુઓ અ. ૨, ગાથા ૪૬, ૪૭ વગેરે. ૫. ગાથા ૯૨૬ તથા ૨૦૬૮. આ ગ્રંથ જિનભદ્રગણી ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ
હરિભદ્રસૂરિના પહેલાં નિકટવર્તી થયેલા મનાય છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા ૦ ૪૭
ધર્મસંગ્રહણી', તત્ત્વાર્થભાષ્યવૃત્તિ આદિ ગ્રંથોમાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ છે. દિગંબરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓ (સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક), ગોમ્મટસાર આદિ ગ્રંથોમાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયનો રાસ, યુક્તિપ્રબોધ, લોકપ્રકાશ આદિ ગ્રંથોમાં ઉક્ત બન્ને પક્ષો પોષાયેલા છે.
બીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતો છે. વૈદિકદર્શનસ્વીકૃત કાળતત્ત્વ સંબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતું એ બન્ને દર્શનોનું સામ્ય છતાં સ્વરૂપની બાબતમાં જૈન દર્શન વૈદિક દર્શનોથી બિલકુલ જુદું પડે છે. સ્વરૂપ સંબંધી અનેક માન્યતાઓ જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરોક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં કેવાં ચિત્રણો આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈદિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી-જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાળને અણુમાત્ર અને એક
૧. આ ગ્રંથ આઠમી—નવમી શતાબ્દીમાં થયેલ શ્રી હરિભદ્રસૂરિએ રચેલ છે. જુઓ. ગા. ૩૨ તથા મલયગિરિ ટીકા.
૨. જુઓ અ. ૫. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત.
૩. આ ગ્રંથને શ્વેતાંબર, દિગંબર બન્ને સંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બન્ને સંપ્રદાયમાં કેટલાંક સૂત્રો ઓછાંવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા ન હોવા છતાં પણ બન્ને સંપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યોએ પોતપોતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રોનો જુદો જુદો અર્થ કર્યો છે. તેના ઉદાહરણરૂપે કાળ સંબંધી સૂત્રો ઉપરની બેઉ સંપ્રદાયના આચાર્યોએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે.
૪. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા.
૫. જુઓ. જીવકાંડ.
૬. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા-અઢારમા સૈકામાં થયેલ ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયોની કાળ સંબંધી સમગ્ર માન્યતાઓ વિચારપૂર્વક વર્ણવાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથ પર્યાપ્ત છે. જુઓ “પ્રકરણરત્નાકર” ભા. ૧. ગા. ૧૦.
૭. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, દિગંબર બન્ને સંપ્રદાયની સમગ્ર કાળ સબંધી માન્યતાઓનું એક પ્રકરણ છે. તેના પ્રણેતા ઉ મેઘવિજયજી છે. તે એક સારા વિદ્વાન અને યશોવિજયજીના સમકાલીન હતા.
Page #57
--------------------------------------------------------------------------
________________
૪૮૦ અનેકાન્ત ચિંતન
સ્વીકારે છે. બીજી માન્યતા પ્રમાણે કાળ એક તત્ત્વ છતાં મનુષ્યક્ષેત્રપ્રમાણ છે, અણુ માત્ર નહિ. ત્રીજી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક છે ખરું, પણ તે અણુમાત્ર નથી, મનુષ્યક્ષેત્રપ્રમાણ પણ નથી, કિન્તુ લોકવ્યાપી છે. ચોથી માન્યતા પ્રમાણે કાળતત્ત્વ એક નહિ પણ અસંખ્ય છે, અને તે બધાયે પરમાણુમાત્ર છે. આ ચોથી માન્યતા એકલા દિગંબર સંપ્રદાયમાં સ્વીકત છે. બાકીની ત્રણ માન્યતા શ્વેતાંબર સંપ્રદાયમાં પ્રચલિત છે.
વૈદિક અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ મુખ્યતયા પ્રકૃતિપરિણામને અગર વેદાંતની દષ્ટિએ માયિક વિલાસને કે બ્રહ્મવિવર્તને કાળ કહે છે, ત્યારે જૈન અસ્વતંત્ર કાળતત્ત્વપક્ષ ચેતન-અચેતન એ બન્નેના પરિણમનને કાળ કહે છે. સાંખ્ય અને યોગ ચેતનતત્ત્વને કૂટસ્થનિત્ય માનતા હોવાથી તેમના મત પ્રમાણે પ્રકૃતિમાત્ર જ પરિણામી છે અને તેથી જ તેમના મત પ્રમાણે પ્રાકૃતિક પરિણામ જ કાળ છે. વેદાંત દૃષ્ટિ અનુસારે જગત માયિક અને બ્રહ્મનો વિવર્ત છે, તેથી તેની દષ્ટિએ કાળ એ એક માયાવિલાસ અગર તો બ્રહ્મવિવર્ત છે, પણ જૈન દર્શન ચેતન-અચેતન બન્નેને વાસ્તવિક અને પરિણામી માનતું હોવાથી તેના મત પ્રમાણે ચેતન-અચેતન બન્નેનો પર્યાયપ્રવાહ કાળ મનાય છે.
ગ. બૌદ્ધ દર્શનનું સાહિત્ય વિશેષ જોવામાં આવ્યું નથી જે કાંઈ થોડું જોવામાં આવ્યું છે તે ઉપરથી અત્યારે એટલું જ કહી શકાય છે કે બૌદ્ધ મતથી કાળ સ્વતંત્ર તત્ત્વરૂપે મનાયેલ નથી. ઉપસંહાર
આર્યસાહિત્યમાં ઉપલબ્ધ થતી કાળતત્વને લગતી માન્યતાઓનું ઉપર જે સંક્ષેપમાં વર્ણન આપવામાં આવ્યું છે, આશા છે કે તે વર્ણન આર્યસાહિત્યના અભ્યાસીઓને અલ્પાંશે પણ ઉપયોગી થશે.
– પુરાતત્ત્વ પુસ્તક ૧માંથી ઉદ્ધત
૧. આ માન્યતા “યુક્તિપ્રબોધમાં હોવાનું સ્મરણ છે આ વિચાર લખતી વખતે તે પ્રથ
પાસે ન હોવાથી ચોક્કસ પુરાવો આપી શકતો નથી. ૨. પુરાતત્ત્વ પુસ્તક ૧માંથી ઉદ્ભૂત.
Page #58
--------------------------------------------------------------------------
________________
૬. કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન
૧. પ્રાસ્તાવિક – લેખનું નવા જેવું મથાળું જોઈ કોઈ વાચક ન ભડકે. કારણ એમાં મનુષ્યજાતિનાં બુદ્ધિબળ અને પૌરુષનો જ ઇતિહાસ છે. અલબત્ત, એ પૌરુષ શારીરિક પૌરુષ કરતાં કાંઈક જુદી જાતનું તો છે જ. મનુષ્યજાતિએ રાજ્યવિસ્તાર કે મહત્તાની આકાંક્ષાથી અગર માનાપમાનની લાગણીથી અનેક યુદ્ધો ખેલ્યાં છે. તેના અનુભવે યુદ્ધનાં શસ્ત્રો પણ તેણે રચ્યાં છે અને એ શાસ્ત્રીય નિયમાનુસાર તે વિષયની તેણે શિક્ષા પણ લીધી છે અને લે છે. તેના પૌરુષનું આ બધું પરિણામ ઇતિહાસે નોંધ્યું છે. તેના અનુભવે તદ્વિષયક નિયમોનાં શાસ્ત્રો પણ તેણે રચ્યાં છે અને તે શાસ્ત્રોની શિક્ષા પણ લીધી છે. આ લેખમાં મનુષ્યજાતિના એ બીજી જાતના પૌરુષનો જ ઇતિહાસ છે. એટલે એ વિષય નવો જાણવા છતાં વસ્તુતઃ ચિરપરિચિત જ છે.
૨. શબ્દાર્થ – “કથા” શબ્દ સંસ્કૃત ‘વષ્ણુ ધાતુમાંથી બનેલો છે. તેનો અર્થ “કહેવું” અથવા “બોલવું' એટલો છે. મનુષ્ય કાંઈ એકલો એકલો બોલતો નથી. તેને બોલવાનો પ્રસંગ સમૂહમાં જ મળે છે. સમૂહ મળવાનાં નિમિત્તો અનેક છે. સામાજિક અને ધાર્મિક ઉત્સવો, ઉપદેશશ્રવણ વગેરે એ જાતનાં નિમિત્તો છે. વીર અને આદર્શ પૂર્વ પુરુષોનાં ચરિત સાંભળવા લોકો એકઠા થતા. એ પ્રસંગ ઉપરથી “કથા' શબ્દ તેવા “ચરિત' અર્થમાં જ વાપરવા લાગ્યો; જેમકે “રામકથા', “કૃષ્ણકથા ઈત્યાદિ. એટલું જ નહિ પણ તેવા ચરિતની ખાસ વાચનપદ્ધતિના અર્થમાં પણ વપરાવા લાગ્યો; જેમ કે ભારતની કથા થાય છે, રામાયણની કથા થાય છે ઈત્યાદિ. આવે પ્રસંગે એકત્ર થયેલ મનુષ્યોમાં વિવિધ ચર્ચાઓ પણ થતી. કોઈ વાર પ્રશ્નોત્તર ચાલતા તો કોઈ વાર અમુક વિષય પર મતભેદ ધરાવનાર વ્યક્તિઓ પોતપોતાના પક્ષની પુષ્ટિ અને બીજાના પક્ષનું ખંડન કરવા ચર્ચા પણ કરતા. આવી ચર્ચાના અર્થમાં પણ “કથા' શબ્દ યોજાવા લાગ્યો. અને તે છેવટે એ અર્થમાં રૂઢ થઈ પારિભાષિક રૂપે દર્શન સાહિત્યમાં પ્રસિદ્ધ થયો અને સચવાઈ
Page #59
--------------------------------------------------------------------------
________________
૫૦૦ અનેકાન્ત ચિંતન
રહ્યો. આ લેખમાં એ શબ્દ પોતાના પારિભાષિક અર્થમાં જ સમજવાનો છે. તેથી કથા' શબ્દનો ‘કોઈ પણ વિચારણીય વિષયમાં મતભેદ ધરાવનાર બંને પક્ષકારોની નિયમસર ઉક્તિપ્રત્યક્તિ રૂપ ચર્ચા' એવો એક અર્થ રૂઢ થયો છે.
૩. ઉત્પત્તિબીજ :
કથાપદ્ધતિ મતભેદમાંથી જન્મે છે તેથી મતભેદ તેની ઉત્પત્તિનું પ્રાથમિક બીજ છે. પણ અમુક વિષયમાં બે વ્યક્તિઓનો મતભેદ થયો એટલે તે મતભેદમાત્રથી જ કાંઈ બંને જણ તે વિષય ઉપર કથાપદ્ધતિ દ્વારા વિચાર કરવા મંડી જતા નથી. પરંતુ જ્યારે એ મતભેદ પુષ્ટ બની માણસના ચિત્તમાં વ્યક્તરૂપ પામે છે ત્યારે પક્ષભેદનું રૂપ ધારણ કરે છે, અને તે પક્ષભેદ પક્ષકારોને મતભેદના વિષયમાં કથાપદ્ધતિ દ્વારા ચર્ચા કરવા પ્રેરે છે. આ પક્ષભેદ ઘણી વાર શુદ્ધ, કોઈ પણ જાતની સાંપ્રદાયિક અસ્મિતાથી અદૂષિત હોય છેઃ તો ઘણી વાર કોઈ ને કોઈ જાતની અસ્મિતાથી દૂષિત થયેલો પણ હોય છે. શુદ્ધ પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ અને દૂષિત પક્ષભેદમાંથી ચાલતી કથાપદ્ધતિ વચ્ચે ઘણું જ અંતર હોય છે. તેનું કારણ એ છે કે શુદ્ધ, પક્ષભેદ હોય ત્યારે પક્ષકારોનાં મનમાં તત્ત્વનિર્ણય (સત્યજ્ઞાન) આપવાની કે મેળવવાની ઇચ્છા હોય છે; જ્યારે મલિન પક્ષભેદમાં તેમ નથી હોતું. તેમાં તો એકબીજાને જીતવાની અને જીત દ્વા૨ા ખ્યાતિ પ્રાપ્ત કરવાની અગર બીજા કાંઈ ભૌતિક લાભો મેળવવાની ઇચ્છા હોય છે. તેથી મતભેદ એ કથાપદ્ધતિનું સામાન્ય કારણ અને તત્ત્વનિર્ણયની ઇચ્છા તથા વિજયની ઇચ્છા એ તેનાં વિશેષ કારણો છે એ સમજી લેવું જોઈએ.
૪. ઉત્પાદક પ્રસંગો ઃ— માણસ એકલો મટી સમુદાયમાં મુકાયો એટલે તેનો કોઈની સાથે મતભેદ તો થવાનો જ. જોકે મતભેદની પ્રેરક અને પોષક આંતરિક સામગ્રી (યોગ્યતા, વાસના અને દૃષ્ટિભેદ) તો સર્વદેશ, અને સર્વકાળે મનુષ્યહૃહયમાં સમાન હોય છે, પણ તેના બાહ્ય પ્રસંગો દરેક દેશ, દરેક કાળ અને દરેક જાતિના મનુષ્ય માટે કાંઈ સરખા જ હોતા નથી. સૉક્રેટિસ પહેલાંના પ્રાચીન ગ્રીક અને પ્રાચીન ભારતીય સાહિત્યિક ઇતિહાસ ઉપરથી સ્પષ્ટ જાણી શકાય છે કે બંને દેશના તે વખતના વિદ્વાનોની ચર્ચાપદ્ધતિના ઉત્પાદક બાહ્ય પ્રસંગો જુદા જ હતા. ગ્રીક વિદ્વાનો સામાજિક અને રાજકીય મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઈ ચર્ચામાં ઊતરતા, અને વક્તૃત્વ કળાની
૧. જુઓ, ન્યાયસૂત્રવૃત્તિ, અ. ૧, આ. ૨ સૂ. ૧. તથા બંગાળી અનુવાદ.
Page #60
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૫૧ કસરત કરતા; જ્યારે ભારતીય વિદ્વાનો ધાર્મિક ક્રિયાકલાપો, આધ્યાત્મિક તત્ત્વો, સામાજિક નીતિપ્રથાઓ અને ધાર્મિક જીવન વગેરેના મતભેદથી ચર્ચા કરવા પ્રેરાતા. તેનું પરિણામ પણ જુદું જુદું આવેલું બંને દેશના સાહિત્યમાં નજરે પડે છે. પ્રાચીન ગ્રીક સાહિત્યમાં આધ્યાત્મિક દૃષ્ટિએ ઉપનિષદોની કક્ષામાં મૂકી શકાય એવા સાહિત્યના અભાવ ઉપરથી આ ભેદ સહેજે કળી શકાય છે. સમય બદલાતાં વળી બંને દેશના વિદ્વાનોની માનસમૃષ્ટિમાં ફેર પણ પડેલો જણાય છે. ચર્ચાની ભૂમિકામાં સૉક્રેટિસનું પદાર્પણ થતાં જ ગ્રીક વિચારસૃષ્ટિનું વલણ સત્યદર્શન તરફ થાય છે; અને ભારતીય વિદ્વાનોનું માનસ સાંપ્રદાયિક અમિતાથી વિશેષ કલુષિત થતાં જ તેઓમાં શુષ્ક, તર્ક, છળ અને વાગાડંબરવૃત્તિ વધે છે.
પ. પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથાપદ્ધતિ – પ્રશ્નોત્તર અને કથા (ચર્ચા) એ બે પદ્ધતિના મૂળમાં ઘણી આકર્ષક સમાનતા છતાં પણ તેના બાહ્ય સ્વરૂપમાં ભેદ છે. પ્રશ્નોત્તર પદ્ધતિમાં એક પૂછે છે ને બીજો ઉત્તર આપે છે, એટલે એક શ્રોતાને અને બીજો વક્તાને પદે છે; જયારે ચર્ચાપદ્ધતિમાં વાદી પ્રતિવાદી બંને સમાન પદે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતા એ બંને પોતાની વાત દલીલ સિવાય મુદ્દા પૂરતી પણ કહી શકે, જયારે ચર્ચાપદ્ધતિમાં તેમ ન ચાલે; તેમાં તો વાદી-પ્રતિવાદી બંનેને દાખલા-દલીલ આપવા અનિવાર્ય થઈ પડે છે. પ્રશ્નોત્તરપદ્ધતિમાં બે વક્તા શ્રોતા વચ્ચે પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હોવાનો કાંઈ નિયમ નથી, જયારે ચર્ચાપદ્ધતિમાં પક્ષભેદ અને સિદ્ધાંતભેદ હોવાનો જ. સારાંશ કે પ્રશ્નોત્તરપદ્ધતિમાં પ્રશ્નકર્તા અને ઉત્તરદાતાની વાક્યરચના ન્યાય(પંચાવયવોથી યુક્ત હોવાનો નિયમ નથી; જ્યારે ચર્ચાપદ્ધતિમાં વાદી-પ્રતિવાદી બંનેની વાક્યરચના સ્પષ્ટ કે અસ્પષ્ટરૂપે ન્યાયયુક્ત હોય છે જ. બાહ્ય સ્વરૂપમાં આવો ભેદ હોવા છતાં તેના ઉગમમાં તેવો ભેદ નથી. જેમ પ્રશ્નોત્તર એ જ્ઞાનેચ્છા અને જયેચ્છામાંથી જન્મ પામે છે, તેમા ચર્ચા પણ તેમાંથી જ જન્મ પામે છે. જે
૧. જુઓ, વિંડલબાંડની A. His. of Philosophy, પૃ. ૮૭, વિભાગ ૮ અને
આગળ. ૨. આ કથનનો પુરાવો બ્રાહ્મણો, ઉપનિષદો, સૂત્રો, જૈન આગમો અને બૌદ્ધ ત્રિપિટક
જોતાં સહેજે મળી આવશે. ૩. જુઓ, ફૂટનોટ ૨.
Page #61
--------------------------------------------------------------------------
________________
પર · અનેકાન્ત ચિંતન વ્યક્તિ કોઈ વસ્તુનું સામાન્ય જ્ઞાન અગર વિશેષજ્ઞાન મેળવવા ઈચ્છે, તે જ બીજા તજ્જ્ઞને પ્રશ્નો કરે છે. આ જાતના પ્રશ્નોનો ઉગમ જિજ્ઞાસામાંથી થાય છે. વળી બીજી કોઈ વ્યક્તિ પોતે કોઈ વસ્તુનું જ્ઞાન મેળવવા ખાતર નહિ, પણ સામાને ચૂપ કરી પરાજિત કરવાની ઇચ્છાથી પ્રશ્નો કરે છે. આવા પ્રશ્નોનો ઉદ્ગમ જયેચ્છામાંથી થાય છે. તેવી જ રીતે ચર્ચાની બાબતમાં પણ છે. કોઈ ચર્ચાકારો જ્ઞાન (શુદ્ધ જ્ઞાન) મેળવવાના ઇરાદાથી ચર્ચા કરવા પ્રેરાય છે, જ્યારે બીજા કેટલાક અંદર અંદર એક બીજાને હાર આપવાના ઉદ્દેશથી ચર્ચા કરવા પ્રેરાય છે. આ રીતે પ્રશ્નોત્તર તથા ચર્ચાપદ્ધતિના ઉદ્ગમમાં જ્ઞાનેચ્છા અને જયેચ્છાનું તત્ત્વ સમાન હોવા છતાં એમનાં મૂળમાં એક સૂક્ષ્મ પણ જાણવા જેવો તફાવત છે. અને તે એ કે જ્ઞાનેચ્છામૂલક કોઈ પણ જાતનો પ્રશ્ન કરનાર માણસ પોતાના જ્ઞાન વિશે જેટલો વિચાર અસ્થિર અને અચોક્કસ સંભવી શકે, તેટલો વધારે સ્થિર અને વધારે ચોક્કસ ચર્ચા કરનાર હોય છે. સારાંશ કે પ્રશ્નોત્તર પદ્ધતિમાં (જયેચ્છામૂલકપદ્ધતિ બાદ કરીએ તો) શ્રદ્ધા મુખ્ય હોય છે, અર્થાત્ તે ઉપદેશપ્રધાન બને છે, જયારે ચર્ચાપદ્ધતિમાં પ્રજ્ઞા અને તર્ક મુખ્ય હોઈ તે હેતપ્રધાન બને છે. આ ઉપરાંત બીજો ધ્યાન દેવા લાયક તફાવત એ છે કે પ્રશ્નોત્તરપદ્ધતિના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા અને કથાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ બંને જ્ઞાનેચ્છારૂપે સમાન હોવા છતાં પણ કાંઈક જુદા જુદા પ્રકારની હોય છે. કારણ કે જે પ્રશ્નો વસ્તુના અજ્ઞાનથી જન્મ પામે છે તે તેનું સામાન્ય જ્ઞાન મળતાં જ શમી જાય છે, પણ ચર્ચામાં તેમ નથી હોતું. ચર્ચામાં તો બંને પક્ષકારોને પોતપોતાના પક્ષનું અમુક અંશે નિશ્ચિત જ્ઞાન હોવા છતાં વિશેષ પ્રકારના તત્ત્વનિર્ણયની જ ઈચ્છા ચર્ચાની પ્રેરક હોય છે; એટલે ચર્ચાના મૂળમાં રહેલી જ્ઞાનેચ્છા એ સામાન્ય જ્ઞાનેચ્છા ન હોતાં તત્ત્વનિર્ણયેચ્છારૂપ હોય છે. આટલો તફાવત જાણી લીધા પછી આગળનું વિવેચન સમજવું વધારે સરલ થશે.
૧. અહીંયાં પ્રશ્ન થશે કે એક બાજુ પ્લેટોના જેવા સંવાદોનો અને બીજી બાજુ હાલની ડીબેટ
પદ્ધતિનો શેમાં સમાવેશ થઈ શકે. પ્લેટોના સંવાદો એ પ્રશ્નોત્તરપદ્ધતિ અને કથા પદ્ધતિનું વચલું સ્વરૂપ છે, જ્યારે ડીબેટ પદ્ધતિનો તો કથાપદ્ધતિમાં જ સમાવેશ કરવો જોઈએ. જોકે એમાં કોઈ પચાવવી અથવા ત્રિઅવયવી ન્યાયવાક્યનો સ્પષ્ટ રીતે ઉપયોગ નથી કરતું, છતાં પણ તેમાં તે ગર્ભિત રીતે તો હોય છે જ; અને કોઈ વાદીની ઇચ્છા થાય તો તે સ્પષ્ટ પણ કરવું પડે. સાધારણ રીતે હેતુકથનથી જ ચલાવી લેવાય છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • પ૩ ૬. સમયવિભાગ :- અહીં જે થાપદ્ધતિનો ઇતિહાસ આલેખવા ધાર્યો છે, તેના બે અંશો છે : કથાના સ્વરૂપ(લક્ષણ)નો ઇતિહાસ અને તેના સાહિત્યનો ઇતિહાસ, આ બંને પ્રકારનો ઇતિહાસ જે સાહિત્યમાંથી તારવવાનો છે તે સાહિત્યના સમયને ત્રણ વિભાગમાં અહીં વહેંચી નાખીશું. આથી પ્રસ્તુત વિષયના ઇતિહાસમાં ઉત્તરોત્તર કેવાં કેવાં રૂપાંતરો થતાં આવ્યાં છે, વિદ્વાનોની બાહ્ય સૃષ્ટિ અને ગ્રંથલેખકોની માનસમૃષ્ટિ કેવી કેવી બદલાતી ગઈ છે તે જાણવું સુગમ થશે. તે ત્રણ વિભાગો આ પ્રમાણે છે : ( વિક્રમ સંવત્ પહેલાંનો સમય, (૩) વિક્રમની પ્રથમ સદીથી નવમી સદી સુધીનો સમય, (૫) નવમી સદીના ઉત્તરાર્ધથી આજ સુધીનો સમય. આ ત્રણેને અનુક્રમે પૂર્વવર્તી સમય, મધ્યવર્તી સમય અને ઉત્તરવર્તી સમય એવાં નામોથી અહીં ઓળખીશું. આ ત્રણે વિભાગના સાહિત્યમાં વૈદિક, જૈન અને બૌદ્ધ સંપ્રદાયનું એટલે સમગ્ર ઉપલબ્ધ હિંદુ સાહિત્ય આવી જાય છે.
૭. મહર્ષિ ગૌતમનાં ન્યાયસૂત્રો – અત્યારે ભારતવર્ષનું વૈદિક, બૌદ્ધ અને જૈન એ ત્રણ સંપ્રદાયોમાં વહેંચાયેલું જેટલું સાહિત્ય ઉપલબ્ધ છે, તેમાં કથાપદ્ધતિના સ્વરૂપનું સ્પષ્ટ નિરૂપણ હોય એવો સૌથી પ્રાચીન ગ્રંથ મહર્ષિ અક્ષપાદ ગૌતમનો રચેલો છે. આ ગ્રંથ “ન્યાયસૂત્રને નામે પ્રસિદ્ધ છે. અત્યારે તે જ ન્યાયદર્શનનો આદિ ગ્રંથ લખાય છે, અને તે પાંચ અધ્યાયમાં વહેચાયેલો હોઈ “પંચાધ્યાયી” પણ કહેવાય છે. દરેક અધ્યાયનાં બે એટલે કુલ તેનાં દશ આહિનક છે. તેનાં સૂત્રો, પ્રકરણો, પદો અને અક્ષરોની સંખ્યા અનુક્રમે પ૨૮, ૮૪, ૧૯૬, ૮૩૮૫ છે.
૮. કથાપદ્ધતિની જ મુખ્યતા - કેટલાક વિચારકો આ ન્યાયસૂત્રોના સોળ પદાર્થોમાં પ્રમાણનું પ્રથમ સ્થાન જોઈ અને તેમાં પ્રમાણના નિરૂપણની અતિસ્પષ્ટતા જોઈ એ સૂત્રોનું પ્રમાણપદ્ધતિના ગ્રંથ તરીકે ઓળખે છે. પણ એ સૂત્રોનો ટીકાકાર વાત્સ્યાયન તેને ન્યાય નામ આપે છે, અને ન્યાયપદ્ધતિના ગ્રંથ તરીકે ઓળખવાની સૂચના કરે છે. બારીકીથી વિચારતાં એ સૂત્રોને કથા પદ્ધતિના ગ્રંથ તરીકે જ ઓળખવામાં વિશેષ ઔચિત્ય છે.
પંચાવયવરૂપ ન્યાયની પ્રથમ યોજના અક્ષપાદે કરી છે. સોળ પદાર્થોમાંના ઘણાનો સંબંધ એ ન્યાય સાથે છે એવી ધારણાથી કે વાત્સાયને એને ન્યાય એ નામ આપ્યું હોય તો એ એક રીતે ઠીક છે. છતાં સોળે પદાર્થોના સંબંધ જેવી રીતે કથાપદ્ધતિ સાથે બંધ બેસે છે તેવો તો ન્યાય સાથે બંધ નથી જ બેસતો. તેથી સૂત્રકારની દૃષ્ટિમાં કથાપદ્ધતિની જ પ્રધાનતા
Page #63
--------------------------------------------------------------------------
________________
૫૪ • અનેકાન્ત ચિંતન હોવાનો સંભવ છે. અર્થાત સૂત્રકારે પોતાના ગ્રંથમાં સોળ પદાર્થોનું જે નિરૂપણ કર્યું છે તે કથાપદ્ધતિના જ્ઞાનની પરિપૂર્તિ માટે જ છે એમ માનવું જોઈએ. ( ૯. કથાપદ્ધતિ સાથે સોળ પદાર્થોનો સંબંધ – પ્રમાણ, પ્રમેય. સંશય, પ્રયોજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન : આ ન્યાયસૂત્રના સોળ પદાર્થો છે.
પાંચ અવયવ એ જ ન્યાયવાક્ય અગર પરાથનુમાન કહેવાય છે. ચારે પ્રમાણો તો ન્યાયવાક્યમાં સમાઈ જાય છે. પ્રમેય વિના તો ન્યાય ચાલી શકે જ નહિ. પ્રમેય એ તો ન્યાયનું પ્રતિપાદ્ય વસ્તુ છે. સંશય, પ્રયોજન અને દૃષ્ટાંત ન્યાયનાં પૂર્વાગ તરીકે મનાય છે, કારણ કે એ ત્રણ વિના ન્યાયનું ઉત્થાન જ થતું નથી. સિદ્ધાંત એ ન્યાયનો આશ્રય છે. તર્ક અને નિર્ણયને ન્યાયના ઉત્તરાંગ માનેલ છે. વાદ, જલ્પ અને વિતંડાની પ્રવૃત્તિ ન્યાયને આધારે ચાલે છે એમ કહ્યું છે. હેત્વાભાસ ન્યાયમાં જ સંભવે છે. છળ, જાતિ અને નિગ્રહસ્થાનનો સંબંધ પણ જલ્પ દ્વારા ન્યાય સાથે છે. આ રીતે કોઈ ને કોઈ દષ્ટિએ પંદરે પદાર્થોનો સંબંધ અવયવાત્મક ન્યાય સાથે જોડી શકાય છે. પણ ન્યાયનો ઉપયોગ શો એ પ્રશ્નનો ઉત્તર વિચારતાં કહેવું પડે છે કે તે કથાને અર્થે છે. કોઈ જાતની કથા હોય તેમાં ન્યાય સિવાય ચાલે જ નહિ એટલે ઉક્ત ન્યાયસૂત્રોમાં પ્રતિપાદિત સોળે પદાર્થોને કથાપદ્ધતિના જ્ઞાનની સામગ્રી જ સમજવા જોઈએ. આ સોળ પદાર્થોના પરિચય માટે અને ખાસ કરી છળ, જાતિ અને નિગ્રહસ્થાનના વિશેષ ખુલાસા માટે જુઓ પરિશિષ્ટ
૧૦. ન્યાયસૂત્ર પહેલાનું કથાપદ્ધતિવિષક સાહિત્ય :- જોકે ઉપલબ્ધ સાહિત્યમાં કથાપદ્ધતિનો સૌથી પ્રાચીન ગ્રંથ ગૌતમની પંચાધ્યાયી જ છે, પણ તેના પહેલાં તે વિષયના ગ્રંથ કે ગ્રંથો રચાયા નહિ હોય એમ માનવાને કાંઈ કારણ નથી. તેથી ઊલટું આ પંચાધ્યાયી પહેલાં પણ તે વિષયના ગ્રંથો જરૂર રચાયેલા હોવા જોઈએ એમ માનવાને નીચેનાં કારણો છે :| (છ ગૌતમની પંચાધ્યાયીમાં પદાર્થોનું વર્ણન જેટલું સ્પષ્ટ, નિશ્ચિત અને વ્યવસ્થિત છે તે પૂર્વકાલીન વિદ્વાનોના તે વિષયના દીર્ઘકાલીન અભ્યાસ અને ચિંતનનો વારસો સ્વીકાર્યા વિના એકાએક સંભવી ન શકે..
(0) ગૌતમનાં સૂત્રોમાં વાદ, જલ્પ અને વિતંડાનું સ્વરૂપ અને એમાં
Page #64
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૫૫ યોજાતાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનું સ્વરૂપ, તેની સંખ્યા અને ઉદાહરણો જે આપ્યાં છે તે પૂર્વકાલીન દાર્શનિક વિદ્વાનોની લાંબા કાળની વિદ્યાગોષ્ઠી અને પારસ્પરિક વાદવિવાદની પ્રવૃત્તિ અને તત્સંબંધી શિક્ષાની પરંપરાનો વારસો માન્યા સિવાય એકાએક ન જ સંભવી શકે.
() એ સૂત્રોમાં જે અનેક મતમતાંતરો નોંધી તેનું નિરસન વાદપદ્ધતિએ કરવામાં આવ્યું છે તે ભિન્ન ભિન્ન દર્શનના પૂર્વકાલીન વિદ્વાનો એકબીજાના દર્શનનું જ્ઞાન કેટલું સાવધપણે મેળવતા અને તેનું નિરસન કરવા કેટલું ચિંતન કરતા, તથા પોતાનો પક્ષ બચાવવા કેટલી ચર્ચામાં ઊતરતા એનું સૂચક છે.
આ તર્કના સમર્થનમાં નીચેના પુરાવા ટાંકી શકાય એમ છે. ઋગ્વદના અને અથર્વવેદમાં પ્રશ્નાત્મક અને કોયડા રજૂ કરતાં સૂક્તો, બ્રાહ્મણોની વિવિધ વિષયો ઉપરની ચર્ચાઓ અને ઉપનિષદોના સંવાદો તત્કાલીન આર્યોની ચર્ચા પ્રવૃત્તિનો પુરાવો આપે છે. યાસ્કાચાર્યનું નિરુક્ત તો વાદપદ્ધતિથી લખાયેલો ગ્રંથ છે; એટલું જ નહિ પણ પોતાથી પૂર્વકાલીન વ્યવસ્થિત ચર્ચાઓનો સૂચક છે.
આ ઉપરાંત બૌદ્ધ ત્રિપિટક અને જૈન આગમોમાં જે અનેક પ્રતિપક્ષોના ઉલ્લેખો આવે છે તે પણ આ પ્રવૃત્તિનો જ પુરાવો આપે છે". જૈનોના આગમો પૈકી ઔપપાતિક નામના ઉપાંગમાં દીર્ઘ તપસ્વી મહાવીરના ૪૦૦ વાદકુશળ શિષ્યો હોવાનો ઉલ્લેખ છે. કલ્પસૂત્રમાં પણ આ પરંપરા નોંધાઈ છે. તેમ જ રાયપાસેણીય ઉપાંગમાં કેશી અને પ્રસેનજિત રાજાનો સંવાદ ચર્ચાપદ્ધતિનું ભાન કરાવે છે. બૌદ્ધોના સંયુક્ત નિકાયમાંના વંગીસસંયુક્ત નામના પ્રકરણના બારમા સુત્તની અટ્ટકથામાં યંગીસની માતા વાદપટુ પરિવ્રાજિકા હતી, એને પાંચસો જાતના વાદો આવડતા હતા અને એ સર્વ પરિવ્રાજકોને હરાવતી એવો ઉલ્લેખ છે. બૌદ્ધ સાહિત્યમાં વાદવિવાદમાં ગૂંથાયેલા રહેતા હFક શાક્યપુત્રનો ઉલ્લેખ છે. “બીજા પંથના પરિવ્રાજકો સાથે વાદવિવાદ કરતી વખતે, એક વખતે પોતાનો અમુક મુદ્દો છે એમ કહી બીજી જ ક્ષણે એ મુદ્દો પોતાનો નથી જ એવું પ્રતિપાદન કરતો; અથવા એ
૧. જુઓ, પુરાતત્ત્વ, પુ. ૨, અં. ૧ અને પુ. ૩, અં. ૨. ૨. ઔપપાતિક સૂ. સૂ. ૧૬. ૩. બૌદ્ધ સંઘનો પરિચય, પૃ. ૨૩૮.
Page #65
--------------------------------------------------------------------------
________________
૫૬૦ અનેકાન્ત ચિંતન
વાત ઉડાડી દઈ બીજી જ વાત કરવા માંડતો. અમુક વખતે અમુક ઠેકાણે વાદ માટે હાજર રહીશ એમ કહી તે વખતે હાજર થતો નહિ. ઇતર પંથના પરિવ્રાજકો તેના આ વર્તન ઉપર ટીકા કરવા લાગ્યા.''
ચાણક્યના અર્થશાસ્ત્રમાં આન્વીક્ષિકી વિદ્યાનો ઉલ્લેખ છે તે પૂર્વવર્તી ઘણા લાંબા સમયથી ચાલી આવતી અને બીજી વિદ્યાઓની પેઠે સ્થિરતા પામેલી આન્વીક્ષિકીનો જ સૂચક છે.
આ પુરાવા ચર્ચાપ્રવૃત્તિના સૂચક છે. તે ઉપરાંત જેમાં ચર્ચાને લગતા પદાર્થોનું એક અથવા બીજી રીતે વર્ણન હોય તેવા પણ પુરાવાનો અભાવ નથી. જૈન આગમોમાં પણ પ્રાચીન ગણાતાં અગિયાર અંગો પૈકી સ્થાનાંગ નામના ત્રીજા અંગમાં કથા, દૃષ્ટાંત, હેતુ, વિવાદ અને દોષોનું જે વર્ણન છે તે નિવૃત્તિપરાયણ જૈન નિગ્ગન્હોની કથાપદ્ધતિવિષયક અદ્ભૂત માહિતીનો અને અક્ષપાદ ગૌતમથી વર્ણિત પદાર્થો કરતાં કથાપદ્ધતિના વિષયમાં બીજી કોઈ ભિન્ન પ્રાચીન પરંપરાનો પુરાવો છે. સ્થાનાંગ નામના મૂળ આગમમાંનું એ વર્ણન વળી જૈન પરંપરા પ્રમાણે પ્રાચીન ગણાતા ભદ્રબાહુકૃત નિજ્જુત્તિ નામના ગ્રંથમાં પણ છે. સ્થાનાંગ અને નિજ્જુત્તિના એ વર્ણનથી એમ જણાય છે કે પ્રાચીન જૈન સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રંથ અથવા પ્રકરણ પહેલાં હોવું જોઈએ. સ્થાનાંગના એ પદાર્થોની વિગત માટે જુઓ પરિશિષ્ટ ૨.
57
બૌદ્ધ સંપ્રદાયના પ્રાચીન ગણાતા ત્રિપિટક સાહિત્યમાં કથાપદ્ધતિવિષયક કોઈ ખાસ ગ્રંથ રચાયો હોય તેનું સ્પષ્ટ પ્રમાણ અદ્યાપિ મારી જાણમાં નથી. છતાં અશોકના સમયમાં રચાયેલ મનાતા કથાવત્થનામક ગ્રંથમાં આપણે જોઈ શકીએ છીએ કે તેની વર્ણનપદ્ધતિ અને તેનું નામ એ બંને કથાપદ્ધતિનાં જ સૂચક છે. એટલું જ નહિ પણ તેમાં નિગ્રહસ્થાન શબ્દનો ઉલ્લેખ સુધ્ધાં છે અને તેનું વર્ણન મોટે ભાગે છળ, ખાસ કરી શબ્દછળથી ભરેલું છે. એ બધું તે સમયના અને તેના પુરોવર્તી સમયના વિદ્વાનોની માનસિક સૃષ્ટિ, વિચારદિશા અને લોકરુચિનું સૂચન કરે છે.
વૈદિક સાહિત્યમાં સૌથી પ્રાચીન ગણાતા ચરકમાં કથાપદ્ધતિને લગતા પદાર્થોનું સવિસ્તર અને તે સમયમાં વૈજ્ઞાનિક ઉદાહરણોથી ભરપૂર વર્ણન
૧. બૌદ્ધ સંધનો પરિચય પૃ. ૧૧૬.
Page #66
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૫૭ છે. આ ગ્રંથનો સમય જોકે અનિશ્ચિત છે તો પણ તેમાંનું પ્રસ્તુત વર્ણન માત્ર ગૌતમના ન્યાયસૂત્રનું જ અનુકરણ ન હોવાથી કાંઈક પૂર્વવર્તી ભિન્ન પરંપરાનું સૂચક માનવું જોઈએ. આ ગ્રંથમાં વર્ણવેલી ચર્ચાનું વધારે ઉપયુક્ત વર્ણન જોવા માટે જુઓ પરિશિષ્ટ ૩.
૧૧. કથાનું વિશેષ સ્વરૂપ – હવે આપણે જોઈએ કે ગૌતમ કથાના સ્વરૂપ વિશે શું લખે છે. તે કથાના ત્રણ ભેદ કરે છે : વાદ, જલ્પ અને વિતંડા. અને દરેક ભેદનું સ્વરૂપ આ પ્રમાણે વર્ણવે છે : (૧) જે વચનવ્યાપારમાં પક્ષ અને પ્રતિપક્ષનો સ્વીકાર હોય અર્થાત્ જેમાં એક જ પદાર્થના પરસ્પરવિરોધી એવા બે અંશોમાંથી એક એક અંશનો વાદીએ અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષ તરીકે નિયમપૂર્વક સ્વીકાર કર્યો હોય અને તેથી જેમાં વાદી-પ્રતિવાદી બંને પ્રમાણ અને તર્ક દ્વારા પોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું નિરાકરણ કરતા હોય તેમ જ આ સાધન અને નિરાકરણનો પ્રકાર પ્રતિજ્ઞા વગેરે પાંચ અવયવરૂપ ન્યાયવાકયથી યુક્ત હોય અને જે સિદ્ધાંતથી વિરુદ્ધ ન હોય એવો વચનવ્યાપાર તે વાદ. (૨) વાદનાં ઉક્ત બધાં લક્ષણો હોવા ઉપરાંત જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનના પ્રયોગથી સ્વપક્ષનું સાધન અને પરપક્ષનું નિરાકરણ કરી શકાતું હોય તેવા વચનવ્યાપારને જલ્પ કહેવામાં આવે છે. (૩) એ જ જલ્પ પ્રતિપક્ષની સ્થાપનાને બાદ કરીએ તો વિતંડા કહેવાય છે.
૧૨. પરસ્પર સામ્ય-વૈષમ્ય - કથાકારોની નિયમપૂર્વક ચર્ચારૂપ તો વાદ, જલ્પ, વિતંડા, એ ત્રણે સમાન છે. છતાં તેમાં મોટી અસમાનતા પણ છે. વાદાત્મક ચર્ચા, તત્ત્વનિર્ણયની ઇચ્છામાંથી જન્મ લે છે અને જલ્પ અને વિતંડાત્મક ચર્ચા વિજયની ઈચ્છામાંથી જન્મ લે છે. એટલે જલ્પ અને વિતંડા એ બંને વિજિગીષુકથારૂપે સમાન છે અને વાદ તેથી તત્ત્વનિર્ણિનીષ કથારૂપે તે બંનેથી જુદો પડે છે. વિજિગીષ કથારૂપે સમાન હોવા છતાં જલ્પ અને વિતંડા વચ્ચે એક તફાવત છે અને તે એ કે વિતંડામાં વૈતંડિક વાદી સામા પક્ષનું ખંડન જ કરતો જાય છે અને પોતાના પક્ષનું સ્થાપન કરતો જ
૧. જુઓ દુર્ગાશંકર શાસ્ત્રીનો લેખ. પુરાતત્ત્વ પુ. ૩, પૃ. ૧૦૭. “ચરકસંહિતાનો
દઢબલની અનુપૂર્તિ વગેરેનો મૂળ ભાગ ઈ. સ. પૂર્વે બીજા સૈકાથી ઈ. સ. પૂર્વે
પહેલાં શતક સુધીમાં હોવો જોઈએ.” ૨. ન્યા. સૂ., અ. ૧, આ. ૨. સૂ. ૧, ૨, ૩.
Page #67
--------------------------------------------------------------------------
________________
૫૮ - અનેકાન્ત ચિંતન નથી. સામાનું ખંડન કરતાં અર્થપત્તિથી તેનો અમુક પક્ષ ભલે માની લેવામાં આવે પણ તે વિધિરૂપે પોતાના પક્ષની સ્થાપના કરતો નથી અને તેથી તેને પોતાના પક્ષનું ખંડન કરવાની ફિકર હોતી જ નથી. ગમે તે રીતે વિપક્ષનું ખંડન કરવું એ જ તેનું ધ્યેય હોય છે. જ્યારે જલ્પમાં તેમ નથી હોતું. તેમાં તો બંને પક્ષકારોએ પોતપોતાના પક્ષ સ્પષ્ટ રૂપે જ સ્વીકારી તેને સાધવાનું જોખમ વહોરેલું હોય છે. જલ્પ અને વિતંડા બંને કથાનો ઉદ્દેશ ગમે તે રીતે વિજય મેળવવાનો જ હોવાથી તેમાં બંને પક્ષકારોને સત્યાસત્ય જોવાનું નથી હોતું. કોઈ પણ રીતે વિપક્ષીને પરાભવ આપવો એ એક જ વૃત્તિથી આ કથા ચાલતી હોવાને લીધે તેમાં બંને પક્ષકારો જાણી જોઈને છળ અને જાતિરૂપ અસદુત્તરનો પ્રયોગ સુધ્ધાં કરી શકે છે. અને દરેક જાતનાં નિગ્રહસ્થાનોનું ઉદ્દભાવન કરી સામાને પરાજયની નજીક લાવવાનો યત્ન પણ કરી શકે છે. વિજયેચ્છાથી ઉન્મત્ત થયેલ વાદીઓ કાંઈ પરાજય સ્વીકારવા તૈયાર ન હોય એટલે જલ્પ અને વિતંડાત્મક કથાને પ્રસંગે અંકુશ મૂકે અને એક પક્ષને તેનો પરાજય સ્વીકારાવે તેવો પ્રભાવશાળી મધ્યસ્થ અને સભાસદોની પણ જરૂર હોય છે. પણ વાદમાં એમાંનું કશુંયે હોતું નથી. વાદકથા તત્ત્વનિર્ણયની ઇચ્છાથી પ્રેરાયેલ બે અથવા વધારે સહાધ્યાયીઓ વચ્ચે અગર તો ગુરુ-શિષ્ય વચ્ચે ચાલે છે. તેથી તેમાં અસત્યને જાણી જોઈને અવકાશ નથી. એટલે વાદમાં છળ તથા જાતિનો બુદ્ધિપૂર્વક પ્રયોગ અગર નિગ્રહસ્થાનનું ઉદ્દભાવન સંભવતું જ નથી.
૧૩. પ્રયોજન :– ઉપરના વર્ણનથી એ તો સ્પષ્ટ જ છે કે વાદકથાનું પ્રયોજન તત્ત્વનો નિર્ણય અને જલ્પ તથા વિતંડાનું પ્રયોજન વિજય પ્રાપ્તિ એ છે. છતાં મહર્ષિ ગૌતમ, પોતાના શાસ્ત્રમાં વર્ણવેલા સોળ પદાર્થ, જેમાં છળ, જાતિ અને નિગ્રહસ્થાનનો પણ સમાવેશ થાય છે, તેના તત્ત્વજ્ઞાનને મોક્ષપ્રાપ્તિનું અંગ માને છે એ એક જાતનો વિરોધ છે. જ્યાં તે છળ, જાતિ અને નિગ્રહસ્થાનરૂપ અસત્ પ્રમાણો, અને ક્યાં જલ્પ અને વિતંડામાં વિજયેચ્છાજનિત ચિત્તમાલિન્ય અને ક્યાં તેના જ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ ! એ દેખીતો વિરોધ છે. પણ આ વિરોધ મહર્ષિ ગૌતમના ધ્યાન બહાર તો નથી જ. ન્યાયશાસ્ત્રનો સૂત્રધાર એ મહર્ષિ ઉક્ત વિરોધનો પરિહાર કરવા જલ્પ અને વિતંડાકથાનો ઉપયોગ કઈ સ્થિતિમાં કરવો એ પણ જણાવે છે. તે કહે છે કે વિજય દ્વારા કોઈ ભૌતિક લાભ કે ખ્યાતિ પ્રાપ્ત કરવાના હોય તો તેવો વિજય મેળવવા જલ્પ અને વિતંડાનો પ્રયોગ ન કરવો. વિજયનું સાધ્ય પણ
Page #68
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન - ૫૯
તત્ત્વનો નિશ્ચય જ હોવો જોઈએ. એટલે કે પોતાને અગર પોતાના સંપ્રદાયના અનુયાયીઓને થયેલા તત્ત્વનિશ્ચય ઉપર કોઈ બીજા વાદીઓ આવી આક્રમણ કરતા હોય અને તેવી સ્થિતિમાં તત્ત્વનિશ્ચયમાં વિક્ષેપ પડતો હોય તો તે તત્ત્વનિશ્ચયની રક્ષા કરવા અનિષ્ટ છતાં પણ જલ્પ અને વિતંડાનો વિજિગીષુભાવે જરૂ૨ પ્રયોગ કરવો. આનું સમર્થન કરતાં તે એક મજેદાર દાખલો આપે છે. તે કહે છે કે કાંટાઓ જાતે અનિષ્ટ હોઈ હેય છે. છતાં વાવેલ બીજની, અને અંકુરોની રક્ષા કરવા વાડ દ્વારા કાંટાનો પણ ઉપયોગ થાય છે. આ દાખલામાં બીજાંકુરની રક્ષા કરનાર કાંટાની વાડ સાથે તત્ત્વનિશ્ચયની રક્ષા કરનાર જલ્પવિતંડા-કથાની સરખામણી મહર્ષિની સમર્થનકુશળતા સૂચવે છે. મહર્ષિ એમ સૂચવતા જણાય છે કે પ્રૌઢ દશાએ પહોંચેલાં અને દૃઢમૂલ થયેલાં વૃક્ષો માટે કાંઈ કાંટાની વાડની જરૂર નથી હોતી. તેવું વૃક્ષ તો પોતાનાં ઊંડાં મૂળને બળે જ કેવળ પશુઓથી નહિ પણ વાયુ અને મેઘના ભયંકર ઝપાટાથી સુધ્ધાં સુરક્ષિત છે. તેવી રીતે જેઓને દૃઢ અને ઊંડો તત્ત્વનિશ્ચય થયેલો હોય છે તેઓ કોઈ પણ વિરોધીના ગમે તેવા આક્રમણથી ડગતા જ નથી એટલે તેઓને જલ્પ કે વિતંડાની મદદ લેવાની જરૂર નથી. પણ એવા તત્ત્વનિશ્ચયવાળા ગણ્યાગાંઠ્યાં હોય છે. સામાન્ય જનસમુદાય તો હંમેશાં અમુક સંપ્રદાય પ્રમાણે તત્ત્વનિશ્ચય સ્વીકાર્યા છતાં ડગમગતી જ સ્થિતિમાં હોય છે, અને તેથી તેઓનો તત્ત્વનિશ્ચય માત્ર અંકુર જેવો કોમળ અને અસ્થિર હોય છે. એટલે સંપ્રદાયના તેવા લોકોને સ્થિર રાખવા ખાતર જલ્પ અને વિતંડાકથા આવશ્યક છે અને તે રીતે તે મોક્ષનું અંગ પણ છે.
જલ્પ અને વિતંડાના ઉપયોગની મહર્ષિની આ સૂચના એક બાજુ વિદ્વાનોમાં મનુષ્યસ્વભાવ પ્રમાણે ઉત્પન્ન થતી અટિત વિદ્યાસ્પર્શી અને તજન્ય દુષ્પરિણામો ઉપર અંકુશ મૂકે છે અને બીજી બાજુએ તત્કાલીન તથા પૂર્વકાલીન વિદ્વાનોની વિદ્યાગોષ્ઠી અને સાંપ્રદાયિક આવેશમાંથી ચડસાચડસી કેવી થતી હોવી જોઈએ એ તરફ લક્ષ ખેંચે છે. મહર્ષિ જાણે છે કે સંપત્તિ અને સંતતિની મમતા તો મનુષ્ય અને ઇતર પ્રાણી વચ્ચે એક સરખી સમાન છે જ; પણ મનુષ્યની વિશેષતા તેના વિચારની મમતામાં છે. મનુષ્ય જે વિચાર (પછી તે ગમે તેવો હોય) બાંધે અગર સ્વીકારે છે, તેમાં અહંત્વનો
૧. ન્યા. સૂ. અ. ૪, આ. ૨, સૂ. ૪૭-૪૮.
Page #69
--------------------------------------------------------------------------
________________
૬૦ અનેકાન્ત ચિંતન દઢ આરોપ થતાં તે તેને એકાએક છોડતો નથી. અને ઘણી વાર તો સંપત્તિ, સંતતિ અને પોતાને ભોગે પણ તે પોતાના વિચારને વળગી રહે છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાયો બંધાય છે અને વિચારપરિવર્તન માટે મારામારી અને કાપાકાપી વિદ્વાનો સુધ્ધાંમાં થાય છે. આવી સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લોભ અને ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી બીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરોધ વધારી મૂકવો એ હાનિકારક પણ છે. એટલા માટે જલ્પ અને વિતંડાનો ઉપયોગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે.
૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છે – પૂર્વવર્તી સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ બે સૈકાનો વખત કાંઈક જુદો જ હતો. એમાં તત્ત્વચિંતા અને આત્મદર્શન, દીર્ઘ તપસ્યા અને ત્યાગ, ચિત્તશોધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યોનાં હૃદયમાં દૈવી વૃત્તિઓને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની (ખાસ કરી કુતર્કવાદની) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્ત્વચિંતનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્વપતિ અને અજાતશત્રુ આદિની પાસે આરુણિ ગૌતમ, અને દપ્ત બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અનૂસાનમાની જનોને શિષ્યભાવે જતા જોઈએ છીએ. જૈન આગમોમાં દીર્ઘ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણોને પ્રતિસ્પર્ધા છોડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકોમાં ધ્યાનપ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાવના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરોહિતના પુત્ર મહાકાત્યાયન, વાસેટ, કૃષિ ભારદ્વાજ વગેરેને પોતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ બોલતા જોઈએ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમોની અને પિટકોની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુઓ ત્યાં ગુરુશિષ્યભાવનાસૂચક પ્રશ્નોત્તરને ક્રમે જ વસ્તુનું વર્ણન છે.
ક્યારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિરોધી બીજી વૃત્તિનો સમૂળગો ઉચ્છેદ તો નથી જ થતો; માત્ર તેમાં ગૌહત્વ આવે છે.
Page #70
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૧ તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજયેચ્છારૂપ વિરોધી વૃત્તિઓવાળા વિજિગીષ તે જ સાહિત્યમાં ક્યાંક ક્યાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિદ્વાન બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવક્યને ગોદક્ષિણા લઈ જતા જોઈ અનેક પુરુષ વિદ્વાનોની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તીવ્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળનો પૂર્વસહચર ગોશાલક અને પોતાનો જમાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દીર્ઘતપસ્વી મહાવીર સામે વિરોધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેનો પોતાનો સાળો અને શિષ્ય દેવદત્ત તથા બ્રાહ્મણત્વાભિમાની અંબઢ વગેરે અનેક વિદ્વાનો પ્રતિસ્પર્ધા કરે છે. પણ એ બે સદીના ઇતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલાઓ ગણ્યાગાંઠ્યા છે. મુખ્ય ભાગે તો તેમાં ટોળાબંધ માણસો આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈએ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્મળ કરી મૂકયું હતું કે જનસમાજનો સંસ્કારી વર્ગ પોતપોતાના સંસ્કાર પ્રમાણે કાં તો તત્ત્વચિંતા અને આત્મદર્શનને પંથે, કાં તો ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધર્મને પંથે, કાં તો ચિત્તશુદ્ધિ અને સમાજસંશોધનના પંથે આપોઆપ વિચરતો. પરંતુ એ બે સદીઓનો સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીન અનેક સંપ્રદાયો નવનવે. રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડ્યું. આ અનુયાયીઓ ગમે તેટલા પૌરુષશાળી હોય છતાં તેઓ પોતાના પૂર્વપુરુષની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તેઓ સર્વથા આપબળી તો ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતો. રાજાઓની, અમલદારોની, ધનવાનોની અને બીજા પ્રભાવશાળી પુરુષોની મદદનો લાભ લેવા કોઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુષો આત્મબળની પ્રબળ હૂંફથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીઓ હવે પ્રતિસ્પર્ધી સંપ્રદાયને ખસેડવા અને પોતાના સંપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એક વાર દરેક સંપ્રદાયના વિદ્વાનોમાં તથા આચાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણાનું મોજું આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિનો લાભ જૈનાચાર્યોએ
Page #71
--------------------------------------------------------------------------
________________
૬૨ ૦ અનેકાન્ત ચિંતન
લીધો છે. અશોકની વિરક્તિનું પ્રતિબિંબ બૌદ્ધ સંપ્રદાયમાં વ્યક્ત થાય છે; અને બૌદ્ધ ભિક્ષુઓ સંપ્રદાયના પ્રસાર માટે તેનો ઉપયોગ કરે છે. સંપ્રતિ રાજાની સેવા જૈન નિગ્ગન્હોની ઇચ્છાને અનુસરે છે. પુષ્પમિત્ર અન અગ્નિમિત્રની ભક્તિ બ્રાહ્મણોને ફરી તેજસ્વી બનાવે છે. એ બધું થોડેઘણે અંશે પરાપેક્ષાનું પરિણામ છે.
એક બાજુ ત્રણ-ચાર સૈકામાં વિજયતૃષ્ણાને લીધે અનેક રાજ્યોની ચઢતીપડતી અને ઊથલપાથલ થાય છે અને બીજી બાજુએ તે જ સૈકાઓમાં ભિન્ન ભિન્ન સંપ્રદાયોની ચડતીપડતીની તુલા ઊંચીનીચી થાય છે. રાજકીય ક્ષેત્રમાં, સામાજિક પ્રદેશમાં અને ધાર્મિક સંપ્રદાયોમાં જ્યાં દેખો ત્યાં અંતર્મુખ વૃત્તિનું જ પ્રાધાન્ય થાય છે. અને ફરી તર્કવાદ તથા વિજયલાલસાથી વાતાવરણ ભરાઈ જાય છે. આનું પરિણામ માત્ર ગૃહસ્થ વિદ્વાનો ઉપર જ નહિ પણ ત્યાગી ગુરુઓ ઉપર સુધ્ધાં એટલું બધું ભારે આવે છે કે દરેક વિદ્વાનનું સાધ્ય કોઈ પણ રીતે પોતાના સંપ્રદાયને પરના આક્રમણથી બચાવી લેવો અને બની શકે તો સામાને પરાભવ આપી તેને સ્થાને પ્રતિષ્ઠા મેળવવી એ થઈ જાય છે. આ સાધ્યની ચિંતાને લીધે વિદ્વાનોના માનસજગતમાં કેટલો ક્ષોભ થતો, દરેક વિદ્વાન ભણ્યા પછી પોતાની વિદ્યાનું સાધ્ય શું માનતો, તેમ જ વિવાદ તથા શાસ્ત્રાર્થના અખાડામાં ઊતરી પ્રતિવાદીને વાણીની મલ્લકુસ્તીમાં હરાવવા વાદપદ્ધતિનું જ્ઞાન કેટલું આવશ્યક સમજતો. અને તેથી વાદપદ્ધતિના દરેક નિયમ-ઉપનિયમનું અને તત્ત્વોનું જ્ઞાન કરાવી સભામાં વિજય અપાવે એવા ગ્રંથોનું નિર્માણ કેવી રીતે થવા લાગ્યું હતું તેમ જ અક્ષપાદ ગૌતમની લાભ અને ખ્યાતિ નિમિત્તે વિજયતૃષ્ણાથી પ્રેરાઈ વિવાદ કરવાની શિખામણ કેટલી ભૂલી જવાઈ હતી, એ બધું આપણે મધ્યવર્તી સમયના સાહિત્યમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ.
૧૫. વિજયવિસ્તાર -- મધ્યવર્તી સમયના સાહિત્ય તરફ વળતાં સૌથી પહેલાં જૈન સાહિત્ય અને તેમાંયે સિદ્ધસેન દિવાકરની કૃતિઓ તરફ નજર દોડાવવી પડશે. દિવાકર એ જૈન પરંપરા પ્રમાણે વિક્રમની પ્રથમ સદીના વિદ્વાન છે. દિવાકર પૂર્વવર્તી આશ્રમને લીધે બ્રાહ્મણોની વિદ્યાગોષ્ઠીના અને પાછળના બદલાયેલા જીવનને લીધે જૈન શ્રમણની
૧. જૈનોની શ્રુતપરંપરા પ્રમાણે વિન્સેન્ટ સ્મીથ પણ આ પરંપરાનો અસ્વીકાર નથી કરતા. જુઓ, અર્લી હિસ્ટ્રી ઑફ ઇન્ડિયા.
Page #72
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૩ નિવૃત્તિવૃત્તિના–એમ બંને સંસ્કારો ધરાવે છે. તેઓ ઉપાશ્રયમાં અનુયાયીઓને ધાર્મિક ઉપદેશ પણ આપે છે, અને વિક્રમની સભામાં અનેક પંડિતરત્નો વચ્ચે બહુમાનપૂર્વક આસન પણ લે છે. તેઓ સંપ્રદાયની રક્ષા અને પ્રતિષ્ઠા માટે સ્વપર અનેક દર્શનોનું જ્ઞાન મેળવવું આવશ્યક સમજે છે, અને તે માટેની ગ્રંથસામગ્રી પોતે જ તૈયાર કરે છે. દિવાકરનું જે થોડુંઘણું સાહિત્ય ઉપલબ્ધ છે તેમાં બત્રીસ શ્લોકપ્રમાણ એક ધાત્રિશિકા એવી એકવીસ કાત્રિશિકાઓ છે, અને એક ન્યાયાવતાર નામનો ગ્રંથ પણ છે. આમાં સાતમી, આઠમી અને બારમી એ ત્રણ દ્વાત્રિશિકા અને ન્યાયાવતાર એ ચાર કૃતિઓ પ્રસ્તુત વિષય માટે ખાસ ધ્યાન ખેંચે છે. વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઇચ્છનારે તેનાં જે રહસ્યોનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન સાતમી વાદોપનિષદ નામની દ્વત્રિશિકામાં છે. વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાનો અને ત્યાગીઓની સ્થિતિ કેવી શોચનીય થઈ જાય છે તેનું ચિત્ર આઠમી વાદ દ્વાઢિશિકામાં છે. બારમી ન્યાયઢાત્રિશિકામાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રોને કાંઈક મળતું વર્ણન છે. ન્યાયાવતારમાં જૈન સંપ્રદાય પ્રમાણે ન્યાયવાકયની પદ્ધતિ કેવી હોવી જોઈએ તેનું મુખ્યપણે વર્ણન છે. વિગત માટે જુઓ પરિશિષ્ટ ૪.
એક બાજુએ, તે સમયના વિદ્વાનો રાજસભામાં વિજય પ્રાપ્તિ અને તદ્વારા લાભ તથા ખ્યાતિ મેળવવી એને પોતાની વિદ્યાનું ધ્યેય માનતા; અને તે માટે વિદ્યા મેળવવા જોઈતા શ્રમ ઉપરાંત વિજયસાધક વાદકથામાં કુશળતા મેળવવા વાદવિષયક શાસ્ત્રોનો ખૂબ અભ્યાસ કરતા, અને તે અભ્યાસનો પ્રયોગ પણ કરતા; આ કારણથી વાદમાં વિજય અપાવે તેવાં તેનાં રહસ્યોનું સંક્ષેપમાં વર્ણન કરે એવા ગ્રંથોને તેઓ ચાહતા, ભણતા અને બનાવતા : બીજી બાજુ વિરક્તવૃત્તિના વિદ્વાનો આવી વિદ્યાગોષ્ઠીની એવી ધૂમાયમાન સ્થિતિ જોઈ, આધ્યાત્મિક વિદ્યાઓના દુરુપયોગની ફિકરથી નિસાસો મૂકતા, અને વિજય માટે રાતદિવસ અથાગ શ્રમ કરતા તેમ જ રાજસભામાં દોડતા વિદ્વાનોને વિસ્મય અને પરિહાસની દૃષ્ટિએ જોતા. આ બંને બાજુનું પ્રતિબિંબ દિવાકરના પ્રતિભાશાળી હૃદય ઉપર પડ્યું અને તેઓએ તે પ્રતિબિંબને પોતાની પ્રખર કવિત્વશક્તિ દ્વારા મૂર્ત રૂપ આપ્યું. દિવાકરશ્રીએ જોયું કે તર્કવાદ અને વિજયની તૃષ્ણા વિદ્વાનોને લક્ષ્યભ્રષ્ટ કરે છે અને તેનું પરિણામ સૌને માટે હાનિકારક છે. તેથી તેઓએ તે સ્થિતિને વગોવી. પણ જ્યાં સુધી એ સ્થિતિ ચાલુ રહે અને બિલકુલ ન બદલાય ત્યાં
Page #73
--------------------------------------------------------------------------
________________
૬૪૦ અનેકાન્ત ચિંતન સુધી વિરક્ત થઈ એકાંતમાં બેસી રહેવાથી સંપ્રદાયનું અસ્તિત્વ જોખમમાં આવે અને તેનાં કેટલાંક વિશિષ્ટ તત્ત્વો નામશેષ થાય એ કારણથી તેઓએ પોતાના જીવનના અનુભવમાં ઉતારેલ ઘણા વાદકથાના દાવપેચોની શિક્ષા આપવી પણ તેટલે જ અંશે યોગ્ય ધારી. તેમ જ જૈન નિગ્નન્દો, જેઓ ખાસ ત્યાગ અને વિરક્તિને લીધે ન્યાયવિદ્યા અને વાદકથાની વિશેષ ગડમથલમાં નહોતા પડતા તેઓને પણ પરકીય અને સ્વકીય ન્યાયવિદ્યાનું જ્ઞાન મેળવવું આવશ્યક છે એમ તેઓએ જોયું: વિજયવૃત્તિપ્રધાન મધ્યવર્તી સમયના પ્રારંભમાં જ વિદ્વાનોના હૃદયમાં કેવી જાતનાં બીજ રોપાયાં હતાં એ બધું આથી સૂચવાય છે.
આ બીજોને ઉત્તરોત્તર વિકસતાં આપણે જોઈએ છીએ અને તેને પરિણામે સાંપ્રદાયિક દર્શન સાહિત્યનું મધુર અને કટુક મહાન વૃક્ષ ભારતવર્ષમાં ફાલેલું અને ફળેલું જોઈએ છીએ, જેનાં ઈષ્ટ-અનિષ્ટ પરિણામો કેવળ ધર્મક્ષેત્રમાં જ નહિ પણ સામાજિક અને રાજકીય પ્રદેશમાં પણ આવેલાં ઇતિહાસે નોંધ્યાં છે.
કેમ જાણે દિવાકરની વાદોપનિષદના અભ્યાસથી જ વિજયકથામાં કુશળ થયા હોય તેમ હવે પછીના જૈનાચાર્યોને રાજસભામાં વિજય મેળવતા આપણે જોઈએ છીએ.
દિગંબરાચાર્ય સમતભદ્ર વાદ દ્વારા સભાઓ જીતવા ક્યાં ક્યાં ફર્યા તેની નોંધ નીચેના શ્લોકમાં છે –
काञ्च्यां नग्नाटकोऽहं मलमलिनतनुर्लाम्वुसे पाण्डुपिण्डः पुण्डेण्ड्रे शाक्यभिक्षुर्दशपुरनगरे मिष्टभोजी परिवाट । वाराणस्यामभूवं शशधरधवलः पाण्डुराङ्गस्तपस्वी राजन् यस्यास्ति शक्तिः स वदतु पुरतो जैननिर्ग्रन्थवादी ॥
આચાર્ય પાદલિપ્તના બ્રાહ્મણ વિદ્વાનો સાથેના પાટલીપુત્રમાં થયેલા વાદો, આચાર્ય મલ્લવાદીના ભરૂચ અને પાલીતાણામાં બૌદ્ધ વિદ્વાનો સાથે થયેલા વાદો, અકલંક અને પ્રભાચંદ્રનાં ખંડનમંડનો, તેમ જ વિદ્યાનંદીનું પાત્રકેસરીપણું એ બધું મધ્યવર્તી સમયના સાહિત્યે નોંધ્યું છે.
૧. જુઓ, પ્રભાવકચરિત્ર. ૨. ભટ્ટારક અકલંકદેવે વાદકથાના વિષયમાં ખાસ ગ્રંથ રચ્યો હોવો જોઈએ કારણ કે
વાદી ને પ્રતિવાદી એ બંને કયે ક્રમે એકબીજાને દૂષણ આપે અને જીતવા પ્રયત્ન
Page #74
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૫ બૌદ્ધ આચાર્યોની વાદકુશળતા અને તે વિષયની રસવૃત્તિ જેમ તેઓના પોતાના સાહિત્યમાં જોઈ શકાય છે, તેમ પ્રતિવાદી ગણાતા જૈન અને વૈદિક સાહિત્યમાં પણ તેઓ પ્રમાણપત્રુ તરીકે નોંધાયા છે. ચીની યાત્રી હ્યુએન્સંગ પણ પોતાના શ્રદ્ધાસ્પદ ગુરુ બૌદ્ધ ભિખુઓની અનેક વાદકથાઓને અને તેમાં મળેલા વિજયોને નોંધે છે.
વૈદિક વિદ્વાનોમાં વાત્સ્યાયન પછી શબરસ્વામી, કુમારિલ ભટ્ટ અને ઉદ્યોતકર એ બધાના સાહિત્યમાં વાદકથાનું જ બળ અને ખંડનમંડનની તૈયારી જણાય છે. શ્રીમાનુ શંકરાચાર્યનો વાદકથા દ્વારા થયેલો દિગ્વિજય ચક્રવર્તીના શસ્ત્ર દ્વારા થયેલ દિગ્વિજય જેટલો જાણીતો છે અને રસપૂર્વક ગવાય છે.
આ સમયના જૈન, બૌદ્ધ અને વૈદિક એ બધા સંપ્રદાયોના સાહિત્યની
કરે એ વિષયનો તેઓનો ચેલો એક શ્લોક વાદીદેવસૂરી વિરચિત “પ્રમાણનયતત્ત્વાલોકાલંકારની રત્નપ્રભકૃત રત્નાકરાવતારિકા ટીકામાં ઉદ્ધત છે. તે આ પ્રમાણે :विरुद्धं हेतुमुद्भाव्य वादिनं जयतीतरः । आभासान्तरमुद्भाव्य पक्षसिद्धिमपेक्षते ॥
રત્ના. પૃ. ૧૮૪, પરિચ્છેદ ૮, સૂત્ર ૨૨. વિદ્યાનંદ સ્વામીનું તો જીવનકાર્ય જ વાદવિવાદમાં બીજાઓને જીતવાનું અને
સ્વધર્મની પ્રતિષ્ઠા કરવાનું હતું. તેઓએ અનેક સ્થળે પ્રતિવાદીઓને જીત્યાનો ઉલ્લેખ શિલાલેખ સુધ્ધાંમાં છે. તેઓની ગ્રંથરચનાશૈલી પણ એ જ વાતની પોષક છે. તેમના પાત્રકેસરી નામમાં ખાસ એ જ ધ્વનિ છે. વિદ્યાનંદ સ્વામીએ એક પત્ર પરીક્ષા નામનો નાનકડો ગ્રંથ લખેલો છે. જેમાં પત્ર એટલે ન્યાયવાક્ય કેવું હોવું જોઈએ તેની મીમાંસા છે. તે ગ્રંથમાં તેઓએ અક્ષપાદના પંચાવયવ વાક્યને અને બૌદ્ધ સંપ્રદાયના અવયવત્રયાત્મક વાક્યને ખાસ દૂષિત કરી જૈન સંપ્રદાયને સંમત પત્ર(ચાયવાક્ય)ની સર્વશ્રેષ્ઠતા સિદ્ધ કરી છે અને બતાવ્યું છે કે ન્યાયવાક્યમાં બે, ત્રણ, ચાર, પાંચ, છ એ અનુક્રમે દશ સુધી અવયવો, અધિકારી શ્રોતાની અપેક્ષાએ, યોજી શકાય છે. ન્યાયવાક્યમાં અમુક એક જ અવયવની સંખ્યા માનવી તે એકાંત છે એમ બતાવી તેઓએ ન્યાયવાક્યમાં અવયવની સંખ્યા સુધ્ધાંમાં અનેકાંતદષ્ટિ ગોઠવી છે. તેઓએ પત્ર પરીક્ષામાં કુમારનંદી ભટ્ટારકનાં કેટલાંક પદ્યો ઉદ્ધત કર્યા છે અને તે બધાં
ન્યાયવાક્યની પરીક્ષાને લગતાં છે. તેથી કુમારનંદી નામના કોઈ પ્રસિદ્ધ આચાર્ય જેઓ વિદ્યાનંદ પહેલાં થયેલા તેઓએ પણ આ વિષયમાં ગ્રંથ લખ્યાનું સ્પષ્ટ સૂચન
થાય છે. ૧. શંકરદિગ્વિજય આદિ ગ્રંથો જોવાથી આ બાબત સ્પષ્ટ થશે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૬ અનેકાન્ત ચિંતન વર્ણનશૈલી પૂર્વવર્તી સમયના સાહિત્યની વર્ણનશૈલીથી બિલકુલ બદલાયેલી છે. આ વર્ણનશૈલીમાં વાદપદ્ધતિનું તત્ત્વ મુખ્ય છે. પૂર્વની પ્રશ્નોત્તરપદ્ધતિ નામશેષ છે, તર્કનું સામ્રાજ્ય છે અને શ્રદ્ધા ગૌણપદે છે. ઘણાખરા ગ્રંથોનાં અને તગત વિષયોનાં પ્રકરણોનાં નામ સુધ્ધાં વાદ શબ્દ સાથે જોડવામાં આવ્યાં છે. આ સમયનો કોઈ પણ દાર્શનિક ગ્રંથ લ્યો તો તેમાં મોટો અને રસ ભરેલો ભાગ તો પરમતના ખંડનથી જ રોકાયેલો હશે. આખો “મધ્યવર્તી” સમય સામ્રાજ્યના અને સંપ્રદાયના વિસ્તાર માટેની વિજયવૃત્તિથી જ મુખ્યપણે અંકિત થયેલો ઇતિહાસના પૃષ્ઠ ઉપર નોંધાયેલો છે.
૧૬. છેલ્લો યુગ:- વિજયવૃત્તિની પ્રધાનતાનું તત્ત્વ “મધ્યવર્તી અને ઉત્તરવર્તી” એ બંને સમયના વિદ્વાનોમાં સમાન હોવા છતાં તેનું સાહિત્ય અમુક લક્ષણોથી ખાસ જુદું પડે છે. મધ્યવર્તી સમયનું સાહિત્ય ખંડનમંડન પદ્ધતિથી ઊભરાય છે ખરું પણ તેમાં પ્રતિવાદીનું ખંડન કરતાં ભાષામાં એટલી કટુકતા નથી આવી જેટલી ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં આવી છે. તેમ જ તે મધ્યવર્તી સાહિત્યના લખાણમાં ભાષાનો પ્રસાદ અને અર્થનું ગાંભીર્ય હોય છે, જ્યારે ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં શાબ્દિક ચમત્કાર વધતો ગયો છે. અને પરિણામે ઘણા ગ્રંથોમાં અર્થહીન શાબ્દિક પાંડિત્યને લીધે શુષ્કતા આવી ગઈ છે.
ઉત્તરવર્તી સમયના સાહિત્યમાં પણ મધ્યવર્તી સમયની પેઠે વાદપદ્ધતિ વિશે સૌથી પહેલાં જૈન સાહિત્ય જ ધ્યાન ખેંચે છે. તેનું કારણ એ છે કે પ્રસ્તુત વિષયને લગતું બૌદ્ધ સાહિત્ય તો આ સમયમાં અહીં રચાયું જણાતું નથી. બ્રાહ્મણસાહિત્ય પુષ્કળ રચાયું છે ખરું, પણ તે મોટે ભાગે અક્ષપાદ ગૌતમનાં કથાપદ્ધતિવિષયક સૂત્રોની વ્યાખ્યા અને વૃત્તિરૂપે હોઈ નવી પરિસ્થિતિ ઉપર વિશેષ પ્રકાશ પાડતું નથી; જયારે જૈન સાહિત્યમાં વાદપદ્ધતિવિષયક કેટલીક ખાસ કૃતિઓ એવી છે કે જેનાથી એ વિષયમાં ઉત્પન્ન થયેલી પરિસ્થિતિ ઉપર થોડો પણ નવીન પ્રકાશ પડે છે.
આ સમયમાં મુખ્ય ચાર આચાર્યોએ વાદપદ્ધતિ વિશે લખ્યું છે : (૧) હરિભદ્રસૂરિ', (૨) વાદી દેવસૂરિ, (૩) હેમચંદ્રસૂરિ અને (૪) વાચક યશોવિજય. વાચક યશોવિજયની કૃતિઓ–ાત્રિશિકાઓ–સ્વતંત્ર હોવા
૧. સમયની દષ્ટિએ હરિભદ્રસૂરિને છેલ્લા યુગમાં મૂક્યા છે. પણ પ્રાસાદિક શૈલી અને
અર્થગાંભીર્યની દૃષ્ટિએ તેમને મધ્યયુગના ગણવા જોઈએ. .
Page #76
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૭ છતાં વસ્તુદષ્ટિએ તેને હરિભદ્રની કૃતિની સ્પષ્ટ અને વિસ્તૃત વ્યાખ્યા જ કહેવી જોઈએ. તેથી નવીનતાની દૃષ્ટિએ અહીં પ્રથમના ત્રણ આચાર્યોની કૃતિઓનો જ વિચાર કરવો પ્રાપ્ત થાય છે.
આચાર્ય હરિભદ્ર વિક્રમની નવમી શતાબ્દીના વિદ્વાન હતા. તેઓ પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન હતા. જોકે નિવૃત્તિપ્રધાન શ્રામણી દીક્ષા લેવાને લીધે તેઓની વૃત્તિ પ્રશમરસાભિમુખ હતી, છતાં પૂર્વાશ્રમમાં વૈદિક વિદ્વાન તરીકેનો વિદ્યાગોષ્ઠીનો વ્યાયામ અને વિજયવૃત્તિના આંદોલનવાળા સ્પર્ધાશીલ સંપ્રદાયોના વાતાવરણને લીધે તેઓમાં વિજયેચ્છા પણ ઉદ્દભવેલી. જોકે અનિવાર્ય પ્રસંગ આવતાં તેઓ વાદના અખાડામાં ઊતર્યા પણ છે અને રાજસભામાં વિજય મેળવ્યો છે, તેમ જ તેવા વિજયના ઉલ્લાસમાં ખંડનમંડનાત્મક ગ્રંથો લખી તેમાં જૈન તત્ત્વજ્ઞાનના મૂળ સિદ્ધાંત સ્યાદ્વાદની જયપતાકા પણ ફરકાવી છે, છતાં તેઓની સહજ પ્રશમવૃત્તિ અને સૂક્ષ્મ દૃષ્ટિએ તેઓને વસ્તુસ્થિતિનું ભાન પણ કરાવ્યું હોય તેમ પણ લાગે છે. તેઓને એવો જાતિઅનુભવ થયેલો લાગે છે કે વાદોમાં વિજયેચ્છામૂલક વાદો, જેને વિતંડા કે જલ્પ કહીએ છીએ તે, ઉભય પક્ષને હાનિકારક છે, અને વાદકથા કરવાનું જેટલું સામર્થ્ય હોય અને તે કરવી જ હોય તો તે નિર્ણયની ઇચ્છાથી જ કરવી.
- વાદપ્રિય વિદ્વાનોના પરિહાસ દ્વારા વાદકથાની હેયતાનું જે સૂચન પોતાના પૂર્વજ અને શ્રદ્ધાસ્પદ આચાર્યે વાદદ્વત્રિશિકામાં કર્યું હતું તે જ સૂચનને અત્યંત સ્પષ્ટ શબ્દોમાં એક નાની કૃતિનું રૂપ આપી આચાર્ય હરિભદ્ર વાદપદ્ધતિ વિશે પોતાના વિચારો બતાવ્યા છે. આ આચાર્યે આઠ આઠ શ્લોક પ્રમાણ અષ્ટક એવાં બત્રીસ અષ્ટકોનો એક ગ્રંથ લખ્યો છે, જેમાં અનેક પ્રકીર્ણ વિષયો ઉપર ગંભીર અને સમભાવયુક્ત વિચારો પ્રકટ કર્યા છે. એમાં ૧૨મું અષ્ટક વાદ વિષય ઉપર છે, જેની અંદર વાદના શુષ્કવાદ, વિવાદ અને ધર્મવાદ એવા ત્રણ ભેદ પાડેલા છે. જોકે આ ત્રણ નામો નવાં છે પણ તે અક્ષપાદની કથાપદ્ધતિના વિતંડા, જલ્પ અને વાદના અનુક્રમે સૂચક છે. આ અષ્ટકમાંના નામકરણ અને વર્ણનમાં વિશેષતા એ છે કે તે ઉપરથી વિદ્વત્સમાજની પરિસ્થિતિનું ચિત્ર માનસ સામે આબેહૂબ ખડું થાય છે. ત્રણે વાદનું સ્વરૂપ, પરિણામ અને હેયોપાદેયતા અષ્ટકમાં આ પ્રમાણે છે : (8) અત્યંત માની, કૂર ચિત્તવાળા, ધર્મદ્વિષી અને મૂઢ એવા પ્રતિવાદીની સાથે એક સાધુસ્વભાવવાળાનો જે વાદ તે શુષ્કવાદ. (૩) ભૌતિક લાભ અને
Page #77
--------------------------------------------------------------------------
________________
૬૮ ૦ અનેકાન્ત ચિંતન
ખ્યાતિની ઇચ્છા રાખનાર દરિદ્ર અને અનુદાર ચિત્તવાળા પ્રતિવાદીની સાથે જે છળજાતિપ્રધાન વાદ તે વિવાદ. (જે પરલોકમાં માનનાર, કદાગ્રહ વિનાના અને સ્વશાસ્ત્રમાં તત્ત્વોને બરાબર જાણનાર એવા બુદ્ધિમાન પ્રતિવાદી સાથે જે વાદ તે ધર્મવાદ.
પરિણામ–() શુષ્કવાદમાં વિજય અને પરાજય એ બંનેનું પરિણામ અનિષ્ટ જ છે. જો પ્રતિવાદી સમર્થ હોઈ તેનાથી વાદીને પરાજય મળે તો પરાજિતને નીચું જોવું પડે અને તેને લીધે તેના આખા સંપ્રદાયની લોકો નિંદા કરે. જો પ્રતિવાદી પોતે જ હારે તો તે અલબત્ત અભિમાની અને દુષ્ટ સ્વભાવવાળો હોઈ જીતનારને કોઈ ને કોઈ ભયંકર આફતમાં નાખવાનો પ્રયત્ન કરે અગર તો પોતે જ પરાજયને લીધે થનાર નિંદાના ભયથી પ્રાણત્યાગ જેવું કાંઈક કરી બેસે. (g) વિવાદમાં પણ વિજય અને પરાજય બંને હાનિકારક છે. કારણ કે વિવાદ રાજસભા જેવાં પ્રસિદ્ધ સ્થળોમાં લાભ કે ખ્યાતિને અર્થે થતો હોવાથી જો તેમાં પરાજય થાય તો પ્રતિષ્ઠા જાય છે અને વિજય તો સત્યવાદીને તેવા છળ અને અસત્યપ્રધાન વાદમાં સત્યને માર્ગે મળવો કઠણ છે. કદાચ સત્ય માર્ગે વિજય મળ્યો તોયે તે વિજય ધાર્મિક વ્યક્તિને ન ગમે. કારણ, પોતાના વિજયમાં સામાનો પરાજય સમાયેલો છે અને સામાનો પરાજય એટલે તેની પ્રતિષ્ઠા અથવા આજીવિકાનો ઉચ્છેદ. આ રીતે પોતાના વિજયનું સામા ઉપર થતું અનિષ્ટ પરિણામ ધાર્મિક વાદીને તો અસહ્ય થઈ જ પડે છે. (0) ધર્મવાદમાં વિજય અને પરાજય બંને લાભદાયક હોય છે. જો વિજય થાય તો સામો પ્રતિવાદી યોગ્ય હોવાને લીધે વિજેતાનો ધર્મ સ્વીકારે છે અગર તેનો ગુણગ્રાહી બને છે. અને જો પરાજય થાય તો પરાજિત વાદી યોગ્ય હોવાને લીધે પોતાનો ભ્રમ સુધારી તત્ત્વજ્ઞાન મેળવે છે.
આ પ્રકારનું પરિણામ હોવાથી ધર્મવાદ જ ઉપાદેય છે અને બાકીના બે વાદો હેય છતાં ક્વચિત્ દેશકાલની દષ્ટિએ ઉપાદેય પણ છે. એટલું ધ્યાનમાં રાખવું જોઈએ કે હરિભદ્ર જે ત્રણ પ્રકારના વાદોનાં પરિણામોનું ચિત્ર આલેખ્યું છે તે ધર્મશીલ અને સત્યવાદી વિદ્વાનને અનુલક્ષી આલેખેલું છે.
તેઓ વિતંડાને શુષ્કવાદ એવું નામ આપી મિથ્યા બકવાદની કોટિમાં મૂકે છે. જલ્પને વિવાદ કહી તેમાં વૃથા કંઠશોષ સૂચવે છે અને વાદને ધર્મવાદ કહી તેની ઉપાદેયતા પ્રતિબોધે છે. સાથે જ આ બધો વિચાર તેઓએ તપસ્વી (ધર્મશીલ) વાદીને અનુલક્ષી કરેલો હોવાથી એમ સૂચવતા જણાય છે કે પહેલાંની લાંબા કાળથી ચાલતી અને જોશભેર વધતી વાદવિવાદની રુચિએ
Page #78
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૯ વિદ્વાનોમાં વૈષ અને કલહનાં બીજ રોપ્યાં હતાં અને તેને લીધે ધાર્મિક વિદ્વાનોને સાંપ્રદાયિક જીવન શાંતપણે વ્યતીત કરવું બહુ જ ભારે થઈ પડ્યું હતું. વિદ્વાન થયો એટલે કોઈ પ્રતિવાદી સાથે વાદવિવાદમાં તે ન ઊતરે તો લોકો કાં તો તેને અશક્ત અને ભીર ગણતા અને કાં તો સાંપ્રદાયિક પ્રેમ વિનાનો માનતા. આથી અનુયાયી લોકોની વૃત્તિ દરેક સંપ્રદાયમાં દઢ થઈ ગઈ હતી (અદ્યાપિ એમ જ છે). તેને બદલવા આચાર્ય હરિભદ્ર જેવા પ્રશમપ્રિય તપસ્વીએ ધર્મવાદને પ્રશંસી તેને મુખ્ય સ્થાન આપ્યું છે.
સ્પષ્ટભાષી અને વિવેકી તે આચાર્યે ધર્મવાદને કર્તવ્ય બતાવીને તેમાં કયા વિષયોની ચર્ચા કરવી અને કયાની ન કરવી એનું નિરૂપણ તે આ ધર્મવાદ અષ્ટકમાં કરેલું છે. તેઓ સંયમ અને ચારિત્રને જીવનની મુખ્ય વસ્તુ માનતા હોવાથી કહે છે કે ધર્મવાદમાં પણ પ્રમાણ વગેરે અનુપયોગી વિષયો ઉપર વાદ ન કરવો. માત્ર સંયમનાં તત્ત્વો ઉપર ધર્મવાદ કરવો.
હરિભદ્ર પછી દેવસૂરિનું નામ આવે છે. તેઓ વાદીના વિશેષણથી પ્રસિદ્ધ છે. તેઓએ પણ રાજસભામાં શાસ્ત્રાર્થ કર્યો છે અને જયલાભ કર્યો છે. સિદ્ધરાજની સભામાં લઘુવયસ્ક હેમચંદ્રાચાર્યને મદદમાં રાખી તેઓએ કુમુદચંદ્ર નામના દિગંબરાચાર્ય સાથે વાદ કર્યાનું અને તેમાં વિજય મેળવ્યાનું વર્ણન શ્વેતાંબર સાહિત્યમાં છે. આ વિજયલાભ પછી તેઓએ એક મહાન ગ્રંથ લખ્યો છે. પરિણામમાં તેની બરાબરી કરનાર સંસ્કૃતિ દર્શન સાહિત્યમાં બીજો કોઈ ગ્રંથ રચાયો હોય તેવું મારી જાણમાં નથી. વાદી દેવસૂરિનો એ, સ્યાદ્વાદરત્નાકર નામની વ્યાખ્યા સહિત પ્રમાણનયતત્તાલોકાલંકાર નામનો ગ્રંથ આઠ પરિચ્છેદોમાં વહેંચાયેલો છે. તેમાં આઠમો પરિચ્છેદ કેવળ વાદને લગતો છે અને તેમાં વાદને લગતા વિષયોનું અત્યંત સ્પષ્ટ અને મનોરંજક વર્ણન છે. તે વાદકથાનો ઈતિહાસ જાણવા ઈચ્છનારનું ખાસ ધ્યાન ખેંચે તેવો છે. તેમાં વાદી, પ્રતિવાદી, સભ્યો અને સભાપતિ એ ચાર અંગોનું સાંગોપાંગ વર્ણન છે. વાદી અને પ્રતિવાદીના ભેદ-પ્રભેદ કરી તેમાં સોળ પ્રકાર બતાવવામાં આવ્યા છે. અને તેમાં કઈ કઈ જાતના વાદીનો કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવી શકે અને કઈ જાતના સાથે ન જ સંભવી શકે એ બતાવવામાં આવ્યું છે. તેમાં બતાવેલા વાદી અને પ્રતિવાદીના કુલ સોળ પ્રકારોમાં ફક્ત બાર પ્રકારોમાં જ અરસપરસ વાદકથા સંભવી શકે તેમ જણાવ્યું છે. વાદી અને પ્રતિવાદી એ બંને વાદકથાના પ્રાણ હોઈ તેઓનું શું શું કર્તવ્ય છે તે જણાવ્યું છે. સાથે જ સભ્યો વિના વાદકથા ન ચાલતી
Page #79
--------------------------------------------------------------------------
________________
૭૦ · અનેકાન્ત ચિંતન હોવાથી તેઓ કેવા પ્રકારની યોગ્યતાવાળા હોવા જોઈએ અને તેઓનું સભ્ય તરીકે શું કર્તવ્ય છે તે બતાવ્યું છે. કોઈ પણ વાદકથા સભામાં જ ચાલે અને સભા તો નાયક વિના ન જ હોય તેથી તેમાં શક્તિવાળો સભાપતિ હોવો જોઈએ અને તેનું સભાપતિ તરીકે શું કર્તવ્ય છે એ પણ તેઓએ વર્ણવ્યું છે. આ રીતે વાદકથાનાં ચાર અંગો, તેઓનું સ્વરૂપ અને કર્તવ્ય એ બધું ખુલાસાવાર બતાવ્યા બાદ છેવટે વાદકથાની મર્યાદા પણ બતાવવામાં આવી છે. વાદો વિજય અને નિર્ણય બંનેની ઇચ્છાથી થાય છે અને એ બધાની કાલમર્યાદા સમાન ન જ હોઈ શકે તેટલા માટે વિવેકપૂર્વક દરેક જાતના વાદની જુદી જુદી કાલમર્યાદા નોંધી છે. આ રીતે જેમ આજકાલ સામાજિક અને રાજકીય વિષયોની નિયમબદ્ધ ચર્ચા થવા માટે સભાના નિયમઉપનિયમનું વર્ણન કરનારાં પશ્ચિમીય પુસ્તકો હોય છે તેમ ધાર્મિક પ્રદેશમાંથી સૂક્ષ્મરૂપમાં જન્મ પામેલી ચર્ચાપદ્ધતિનો વિકાસ થતાં થતાં તેનું વિકસિત રૂપ ભારતવર્ષમાં ક્યાં સુધી પહોંચ્યું હતું તેનો કાંઈક ખ્યાલ વાદી દેવસૂરિના ચતુરંગ વાદના વિસ્તૃત વર્ણનથી આવી શકે છે. વધારે વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૧.
વાદી દેવસૂરિ પછી આચાર્ય હેમચંદ્ર આવે છે. આ આચાર્ય સાહિત્યની તત્કાલીન બધી શાખાઓમાં નિર્ભયપણે સંચાર કરનારા હતા. તેથી જ તેઓએ એકલે હાથે ભારતીય સરસ્વતી મંદિરની અનેક શાખાઓને પોતાની કૃતિઓથી અજબ રીતે દીપાવી છે. તેઓની કૃતિઓ ન હોય તો ગુજરાતનું સંસ્કૃતવાય પોતાનું વિશિષ્ટ તેજસ્વીપણું ન જ બતાવી શકે અને જૈનોના ભંડાર તો એક રીતે સૂના જ દેખાય. રાજગુર, ધર્મપ્રસારક અને સાહિત્યપોષક એ બહુશ્રુત લેખકનો એક ન્યાયવિષયક ગ્રંથ પણ ઉપલબ્ધ છે, જેનું નામ પ્રમાણમીમાંસા છે.
અક્ષપાદ ગૌતમની પંચાધ્યાયી(ન્યાયસૂત્રોનાં જે બે અનુકરણો જોવામાં આવ્યાં છે તેમાંની એક દિગંબરાચાર્ય અમૃતચંદ્રની અને બીજી શ્વેતાંબરાચાર્ય હેમચંદ્રની પંચાધ્યાયી છે. આ બંને પંચાધ્યાયીઓ પૂર્ણ ઉપલબ્ધ નથી. અમૃતચંદ્રની પંચાધ્યાયી પદ્યમય છે અને તેમાં માત્ર સાંપ્રદાયિક તત્ત્વો છે;
જ્યારે હેમચંદ્રની પંચાધ્યાયીમાં સૂત્ર અને વ્યાખ્યાનો ક્રમ છે અને તેમાં પ્રમાણ, . મેય આદિ દાર્શનિક તત્ત્વો છે. તેથી તેનું નામ પ્રમાણમીમાંસા રાખેલું છે. આ પ્રમાણમીમાંસાનો દોઢ અધ્યાય એટલે ત્રણ આનિક પણ પૂરાં ઉપલબ્ધ નથી. છતાં સદ્ભાગ્ય એટલે કે ધર્માન્વોની ક્રૂરતા અને
WWW.jainelibrary.org
Page #80
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૧ અજ્ઞાનના સર્વનાશક પંજામાંથી જેટલો ભાગ બચી ગયેલો રહ્યો છે તેમાં પ્રસ્તુત વિષય વાદને લગતું કેટલુંક વર્ણન સચવાઈ રહ્યું છે. હેમચંદ્રનું એ વર્ણન માત્ર ગ્રંથપાઠનું પરિણામ નથી, પણ તેની પાછળ જાગરૂક અનુભવ અને વહેતી પ્રતિભા છે. વિક્રમ સંવત ૧૧૮૧માં અણહિલપુર પાટણ મુકામે થયેલા કુમુદચંદ્ર સાથેના દેવસૂરિના પ્રસિદ્ધ વાદ વખતે તરુણ હેમચંદ્ર હાજર હતા, એ ઉપર જણાવ્યું છે. ત્યાર બાદ રાજસભા અને ચર્ચાના અખાડામાં તે વિદ્વાને પચાસથી વધારે વર્ષ સફળતાપૂર્વક કુસ્તી કરેલી. એનું અને તેઓના અદ્દભુત શાસ્ત્રવ્યાસંગનું ભાન આ બચેલા પ્રમાણમીમાંસાના ટુકડાના વાક્ય વાક્યમાં થાય છે. પ્રમાણમીમાંસા લખતી વખતે હેમચંદ્રના મગજમાં દાર્શનિક વૈદિક ગ્રંથો અને બૌદ્ધ ગ્રંથો અને પૂર્વવર્તી જૈન ગ્રંથો રમી રહ્યા હોય તેમ લાગે છે. જેમ બીજી કૃતિઓમાં તેમ પ્રમાણમીમાંસામાં પણ હેમચંદ્ર સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવ્યું છે.
હેમચંદ્ર જેમ પૂર્વવર્તી અલંકારશાસ્ત્રીઓએ માનેલા અલંકારોનું કાવ્યાનુશાસનમાં ટૂંકું વર્ગીકરણ કરે છે તેમ તે અક્ષપાદે અને ચરકે વર્ણવેલી કથાઓની સામે પ્રમાણમીમાંસામાં વાંધો લઈ માત્ર એક વાદકથાને જ સ્વીકારે છે, અને અસદુત્તર એટલે જાતિના પ્રયોગવાળા જલ્પને જુદું સ્થાન આપતા નથી. પરાજય અધિકરણની સમીક્ષા કરતાં હેમચંદ્ર અક્ષપાદ અને તેના અનુગામી વાત્સ્યાયન તથા ઉદ્યોતકરે સ્વીકારેલા નિગ્રહસ્થાનના સામાન્ય અને વિશેષ સ્વરૂપને અધૂરું બતાવ્યું છે, તેમ જ ધર્મકીર્તિ આદિ બૌદ્ધ વિદ્વાનોએ માન્ય કરેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને પણ તેમણે એકદેશીય સાબિત કર્યું છે; અને અકલંક તથા વિદ્યાનંદી આદિ જૈનાચાર્યોએ વર્ણવેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને તેમણે માન્ય રાખેલું છે. વિદ્યાનંદીની પત્રપરીક્ષાનું
સ્મરણ કરાવે તેવું પત્ર પરીક્ષણ હેમચંદ્ર આવ્યું છે પણ એ આરંભમાત્રમાં જ ગ્રંથ ખંડિત થઈ જાય છે. વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૨.
ઉત્તરવર્તી બ્રાહ્મણસાહિત્યમાં પણ એક એવો ગ્રંથ છે કે જે સ્વતંત્ર કૃતિ નથી કિંત પ્રાચીન ગ્રંથની વ્યાખ્યા છે. છતાં તેમાં ભારતીય વિદ્વાનોની કથા પદ્ધતિના નિયમ-ઉપનિયમોનું અને દરેક અંગોનું પ્રગતિ પામેલું વર્ણન છે. આ ગ્રંથ તે બંગાલી વિદ્વાન વિશ્વનાથ તપંચાનની અક્ષપાદ ગૌતમનાં સૂત્રો ઉપરની વૃત્તિ. એ વૃત્તિમાં પણ સભાપતિ કેવો હોવો જોઈએ. તેનું કર્તવ્ય શું, સભ્યો કેવા, અને શા કામ માટે હોવા જોઈએ, દરેક કથા કયે ક્રમે
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૨ ૦ અનેકાન્ત ચિંતન
ચાલવી જોઈએ એ બધું વર્ણન વાદી દેવસૂરિના વર્ણન જેવું વિગતવાર છે. વિગત માટે જુઓ પરિશિષ્ટ ૬. આ રીતે કથાપદ્ધતિના સ્વરૂપનો અને તેના સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ અક્ષપાદનાં મૂળ સૂત્રોથી શરૂ થઈ તેની જ વૃત્તિમાં વિરમે છે.
પરિશિષ્ટ ૧
ન્યાયના સોળ પદાર્થો નિગ્રહસ્થાનોની સ્પષ્ટ માહિતી સાથે
છલ, જાતિ અને
૧. પ્રમાણ ઃ— યથાર્થ જ્ઞાનનું સાધન : તે ચાર છે—પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ.
૨. પ્રમેય - યથાર્થ જ્ઞાનનો વિષય બની શકે તે. તે બાર છે આત્મા, શ૨ી૨, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, પ્રેત્યભાવ, દોષ, ફલ, દુઃખ, અને અપવર્ગ.
૩. સંશય ઃ— એક જ વસ્તુઓમાં પરસ્પર વિરોધી એવા બે અંશોને સ્પર્શ કરતું જ્ઞાન.
૪. પ્રયોજન :- જે (હેય અગર ઉપાદેય) વસ્તુના ઉદ્દેશથી પ્રવૃત્તિ થાય છે તે વસ્તુ પ્રયોજન.
૫. દૃષ્ટાંત :— જે વિશે શાસ્ત્રજ્ઞ અને વ્યવહારજ્ઞનો મતભેદ ન હોય તે
દૃષ્ટાંત.
૬. સિદ્ધાંત : અમુક વસ્તુ અમુક રૂપે છે એ રીતે જે સ્વીકારાય છે તે સિદ્ધાંત. તે ચાર છે—સર્વતંત્ર, પ્રતિતંત્ર, અધિકરણ અને અભ્યપગમ. ૭. અવયવ :— અનુમાનવાચના અવયવો. તે પાંચ છે : પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન.
૮. તર્ક :— જ્યારે કોઈ વસ્તુનું સ્વરૂપ જ્ઞાન ન હોય ત્યારે તેનું સ્વરૂપ જાણવા માટે એક વસ્તુનું આપાદન કરી તેના ઉપરથી બીજી અનિષ્ટ વસ્તુનું આપાદન કરવું તે તર્ક.
૯. નિર્ણય ઃ— • સંદેહ થયા પછી પક્ષ અને પ્રતિપક્ષ દ્વારા બેમાંથી એક અંશનું નિર્ધારણ તે નિર્ણય:
૧૦. વાદ. ૧૧. જલ્પ, ૧૨. વિતંડા
જુઓ પૃ. ૨૯૧.
૧. જુઓ ન્યા. સૂ. અ. ૧, આ. ૨, સૂ. ૧-૨. વિશ્વનાથની વૃત્તિ.
-:
Page #82
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૩ ૧૩. હેત્વાભાસ – જે સાચો હેતુ ન હોવા છતાં હેતુ જેવો જણાય તે હેત્વાભાસ. તે પાંચ છે : સવ્યભિચાર, વિરુદ્ધ, પ્રકરણસમ, સાધ્યમ, અને કાલાતીત.
૧૪. છલ – વક્તાના વિવક્ષિત અર્થથી જુદા અર્થની કલ્પના કરી તેના વાક્યને દૂષિત કરવું તે છેલ. તે ત્રણ જાતના છે. વાચ્છલ, સામાન્યછલ, ઉપચારછલ.
વાકછલ–જેમ કે “દેવદત્ત નવકંબલ વાળો છે” એવું કોઈનું વાક્ય સાંભળી છલવાદી વક્તાના વિવલિત અર્થ(નવીન કંબલવાળો)ની ઉપેક્ષા કરી એમ સામું કહે કે “દેવદત્તની પાસે એક જ કંબલ છે–નવ કયાં છે ?” આ વાચ્છલ. આમાં બોલનારે “નવકંબલવાળો” એ સામાન્ય પ્રયોગ કરેલો છે જેમાં બે અર્થો (નવીન અને નવ) નીકળે છે. તેમાંથી વક્તાના અભિપ્રાયથી અન્ય અર્થની કલ્પના કરેલી છે.
સામાન્ય છલ :- “આ બ્રાહ્મણ વિદ્યા અને આચરણથી સંપન્ન છે” એમ કહેતાં છલવાદી કહે “બ્રાહ્મણમાં વિદ્યાચરણ સંભવે છે, ત્યારે વાત્ય (વિદ્યાચરણહીન માત્ર જન્મથી બ્રાહ્મણ) પણ વિદ્યાચરણસંપન્ન હોવો જોઈએ, કારણ કે તે બ્રાહ્મણ છે. અહીં બ્રાહ્મણત્વનું વિદ્યા અને આચરણ સાથે સાહચર્ય મારા વિવક્ષિત હતું એને છલવાદીએ વધારે ખેંચી વિદ્યાચરણની સાથે તેની વ્યાપ્તિ કલ્પી તેને દૂષિત કરેલ છે.
ઉપચારછલ – જેમ કે “માંચાઓ બૂમ પાડે છે” એમ કહેતાં છલવાદી કહે કે “માંચા ઉપર બેસનારા બૂમો પાડે છે. માંચાઓ ક્યાં બૂમ પાડે છે?” એમ કહી વક્તાને ઉતારી પાડે તે ઉપચારછલ. આમાં લક્ષણાથી થયેલા પ્રયોગમાં વાર્થ કલ્પી દોષ આપ્યો છે માટે ઉપચારછલ.
૧૫. જાતિ :- સાધર્મ્સ અને વૈધમ્મ દ્વારા (સાદશ્ય અને વૈસદૃશ્ય દ્વારા) અનિષ્ટ પ્રસંગ આપવો તે જાતિ. તે ચોવીસ પ્રકારની છે. સાધમ્મસમ, વૈધર્મસમ, ઉત્કર્ષસમ, અપકર્ષસમ, વણ્યસમ, વિકલ્પસમ, સાધ્યસમ, પ્રાપ્તિસમ, અપ્રાપ્તિસમ, પ્રસંગસમ, પ્રતિદ્રષ્ટાસમ, અનુત્પત્તિસમ, સંશયસમ, પ્રકરણસમ, હેતુસમ, અર્થાપતિસમ, અવિશેષસમ, ઉપપત્તિસમ, ઉપલબ્ધિસમ, અનુપલબ્ધિસમ, નિત્યસમ, અનિત્યસમ, કાર્યસમ.
(૧) કોઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ
૧. ચરકમાં “નવકંબલ'ને બદલે નવતંત્ર એવું વાચ્છલનું ઉદાહરણ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
૭૪ ૦ અનેકાન્ત ચિંતન કરે ત્યારે એમ દૂષણ આપવું કે જો અનિત્ય ઘટના કૃતકત્વ સાધર્મ્સ(સમાનધર્મ)થી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તો નિત્ય આકાશના અમૂર્તત્વ સાધમ્મથી શબ્દ નિત્ય પણ કેમ ન સિદ્ધ થાય? આ રીતે સાધમ્મ દ્વારા દૂષણ આપવું તે સાધમ્પસમ.
(૨) કોઈ વાદી કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતાં આકાશને વૈધર્મેદષ્ટાંત તરીકે મૂકી કહે કે જે અનિત્ય ન હોય તે કૃતક પણ ન હોય; જેમ કે આકાશ. ત્યારે વૈધર્મ દ્વારા દૂષણ આપવું કે જો નિત્ય આકાશના કૃતકત્વ વૈધમ્મથી અનિયત્વ સિદ્ધ થાય તો અનિત્યઘટના અમૂર્તત્વ વૈધમ્મથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થાય એ દૂષણ વૈધર્મસમ.
(૩) કોઈ વાદી ઘટને દૃષ્ટાંત કરી તેના કૃતકત્વ સાધમ્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે જો કૃતત્વ સાધર્મથી ઘટની જેમ શબ્દ અનિત્ય સિદ્ધ થતો હોય તો ઘટની પેઠે જ તે મૂર્ત પણ સિદ્ધ થાય અને જો શબ્દને મૂર્ત ન માનો તો અનિત્ય પણ ન માનો. આ રીતે ઉત્કર્ષ દ્વારા દૂષણ આપવું તે ઉત્કર્ષસમ.
(૪) પૂર્વોક્ત જ પ્રયોગમાં કહેવું કે જો કૃતક સાધમ્પથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરો તો તે જ સાધર્મથી શબ્દ ઘટની જેમ અશ્રાવણ (શ્રવહેંદ્રિયથી અગ્રાહ્ય) પણ સિદ્ધ થાય. અને જો શબ્દને અશ્રાવણ ન માનો તો પછી ઘટદૃષ્ટાંતથી તેને અનિત્ય પણ ન માનો; આ રીતે અપકર્ષ દ્વારા દૂષણ આપવું તે અપકર્ષસમ. - (પ-૬) વણ્ય એટલે વર્ણન કરવા યોગ્ય સાધ્ય ધર્મ અને અવર્ય એટલે વર્ણન કરવાને અયોગ્ય દૃષ્ટાંતધર્મ. આ બંને વર્ય અને અવર્ય એવા સાધ્ય તથા દૃષ્ટાંતધર્મોનો વિપર્યાસ કરવાથી જે દૂષણ પ્રાપ્ત થાય છે તે વર્યસમ અને અવર્યસમ જાતિ. આ બંનેનું ઉદાહરણ :–જેમકે કોઈ ઘટદેષ્ટાંતથી કૃતકત્વ હેતુ દ્વારા શબ્દને અનિત્ય સિદ્ધ કરતો હોય ત્યારે કહેવું કે શબ્દમાં જેવું કૃતકત્વ છે તેવું કૃતકત્વ ઘટમાં નથી. અને ઘટમાં જેવું છે તેવું શબ્દમાં નથી. પક્ષ અને દષ્ટાંતના ધર્મો તો સમાન જોઈએ. અહીં તો શબ્દ કરતાં ઘટનું કૃતકત્વ જુદું છે. કારણ કે ઘટ કુંભકાર વગેરે કારણોથી બને છે. અને શબ્દ કંઠ, તાળુ આદિના વ્યાપારથી બને છે. આ રીતે દૂષણ આપતાં વર્યસમ અને અવર્યસમ બંને જાતિ સાથે આવી જાય છે.
(૭) કોઈ રૂ વગેરે કૃતક વસ્તુ મૃદુ હોય છે તો કોઈ પથ્થર વગેરે કતક વસ્તુ કઠિન હોય છે, આ રીતે જો કૃતક વસ્તુ બે પ્રકારની મળે છે તો પછી
Page #84
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૫ કોઈ ઘટાદિ કૃતક વસ્તુ અનિત્ય અને શબ્દાદિ કૃતક વસ્તુ નિત્ય એમ પણ હોય. આ રીતે વિકલ્પ દ્વારા દૂષણ આપવું તે વિકલ્પસમ.
(૮) જેવો ઘટ તેવો શબ્દ છે એમ કહેતા હો તો જેવો શબ્દ તેવો ઘટ એમ પણ પ્રાપ્ત થાય. અને તેમ થાય તો શબ્દ સાધ્ય હોઈ ઘટ પણ સાધ્ય જ ગણાય. હવે સાધ્યનું દૃષ્ટાંત સાધ્ય હોઈ શકે નહિ. દષ્ટાંત તો સિદ્ધ જ હોવું જોઈએ. જો દષ્ટાંતને સિદ્ધ માનો તો શબ્દ અને ઘટ વચ્ચે અસમાનતા આવવાથી તે બિલકુલ જ દષ્ટાંત ન થઈ શકે.
આ રીતે દષ્ટાંતમાં સાધના (પક્ષના) સામ્યનું આપાદન કરવું તે
સાધ્યમ.
(૯)-(૧૦) કૃતકત્વ હેતુ પોતાના સાધ્ય અનિત્યત્વને પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે કે અપ્રાપ્ત થઈને ? જો પ્રાપ્ત થઈને સિદ્ધ કરે છે એમ કહો તો બંને વિદ્યમાનની જ પ્રાપ્તિ ઘટતી હોવાથી કોણ સાધન અને કોણ સાધ્ય એ નક્કી નહિ કરી શકાય. જો અપ્રાપ્ત થઈને સાધ્ય સિદ્ધ કરે છે એમ કહો તો અપ્રાપ્ત હેતુ કદી જ સાધક ન હોઈ શકે. આ રીતે પ્રાપ્તિ અને અપ્રાપ્તિનો વિકલ્પ કરી દૂષણ આપવાં તે અનુક્રમે પ્રાપ્તિસમ અને અપ્રાપ્તિસમ.
(૧૧) અનિત્યત્વ સિદ્ધ કરવા માટે કૃતકત્વને હેતું કરવામાં આવે તો કૃતકત્વને સિદ્ધ કરવામાં હેતુ કયો? અને વળી તે કૃતકત્વસાધક હેતુને સિદ્ધ કરનાર બીજો હેતુ કયો ? એ રીતે અનવસ્થાપ્રસંગનું આપાદન કરવું તે પ્રસંગસમ.
(૧૨) જો પ્રયત્ન પછી જ ઉપલબ્ધ (પ્રયત્નાનન્તરીયક) હોવાને લીધે ઘટની જેમ શબ્દ અનિત્ય હોય તો કૂપખનન આદિ પ્રસંગે પ્રયત્ન પછી જ ઉપલભ્ય એવા આકાશની જેમ તે શબ્દ નિત્ય કેમ ન સિદ્ધ થાય ? આ રીતે પ્રતિદષ્ટાંતથી (વિરોધી દષ્ટાંતથી) દૂષણ આપવું તે પ્રતિદષ્ટાંતસમ.
(૧૩) કૃતકત્વ હેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરો છો પણ તે હેતુ શબ્દ ઉત્પન્ન થયા પહેલાં ક્યાં રહે ? અને જો હેતુને રહેવાનો આશ્રય ન હોય તો હેતુના (કૃતકત્વના) અભાવને લીધે સાધ્ય જ સિદ્ધ ન થઈ શકે. એ રીતે અનુત્પત્તિ દ્વારા દૂષણ આપવું તે અનુત્પત્તિસમ.
(૧૪) ઘટના સાધમ્ય કૃતકત્વથી શબ્દને અનિત્ય માનવો કે ઘટના વૈધર્મ પણ આકાશના સાધર્મે અમૂર્તત્વથી શબ્દને નિત્ય માનવો? આ રીતે સંશયનું આપાદન કરવું તે સંશયસમ.
(૧૫) જો કૃતકત્વ હેતુથી ઘટની જેમ શબ્દને અનિત્ય સિદ્ધ કરો તો
Page #85
--------------------------------------------------------------------------
________________
૭૬ ૦ અનેકાન્ત ચિંતન શ્રાવણત્વ હેતુથી શબ્દત્વની પેઠે શબ્દને નિત્ય શા માટે સિદ્ધ ન કરાય? આ રીતે સામે બીજા પક્ષનું ઉત્થાપન કરી દૂષણ આપવું તે પ્રકરણસમ.
(૧૬) હેતુ એ સાધ્યનો પૂર્વકાલીન છે, ઉત્તરકાલીન છે કે સમકાલીન? જો પૂર્વકાલીન હોય તો હેતુ વખતે સાધ્ય ન હોવાથી તે કોનું સાધન થશે? જો હેતુ સાધ્યનો ઉત્તરવર્તી હોય તો સાધ્ય પ્રથમથી જ સિદ્ધ છે એમ માનવું પડે અને જો તેમ માનો તો સાધ્ય સિદ્ધ હોવાથી તેના સાધન માટે હેતુ નકામો છે. જો સાધ્ય અને હેતુ બંને સમકાલીન હોય તો ડાબા અને જમણા બંને સમકાલીન શીંગડાઓની પેઠે કોઈ કોઈનું સાધ્ય ન હોઈ શકે. સમકાલીન તો બંને સમાન જ હોવા જોઈએ. તેમાં એક સાધક અને બીજું સાધ્ય એવી કલ્પના જ અઘટિત છે. આ રીતે ત્રણે કાળની અનુપપત્તિ ધારી હેતુને દૂષિત કરવો તે હેતુસમ.
(૧૭) જો ઘટ આદિ અનિત્ય વસ્તુના કૃતકત્વરૂપ સમાનધર્મથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવામાં આવે તો અર્થપત્તિથી એમ પ્રાપ્ત થાય છે કે નિત્ય વસ્તુના સાધર્મ્સથી શબ્દ નિત્ય પણ સિદ્ધ થઈ શકે. આકાશ આદિ નિત્ય વસ્તુનું અમૂર્તત્વરૂપ સાધમ્મ શબ્દમાં છે જ એટલે શબ્દ નિત્ય કાં સિદ્ધ ન થાય ? એ રીતે અર્થાપત્તિ દ્વારા દૂષણ આપવું તે અર્થપત્તિસમ. . (૧૮) જો કૃતકત્વ એ ધર્મ શબ્દ અને ઘટનો સમાન (એક) માનવામાં આવે તો તે ધર્મ દ્વારા શબ્દ અને ઘટ એ બંનેની જેમ અવિશેષતા પ્રાપ્ત થાય છે તેમ કોઈ પણ સમાનધર્મ દ્વારા સમગ્ર પદાર્થોમાં અવિશેષતા પ્રાપ્ત થાય. આ રીતે અવિશેષતાનું આપાદન કરી દૂષણ આપવું તે અવિશેષસમ.
(૧૯) જો કૃતકત્વને લીધે શબ્દને અનિત્ય માનવામાં આવે તો અમૂર્તત્વને લીધે નિત્ય શા માટે ન માનવામાં આવે ? આ રીતે બંને ધર્મની ઉપપત્તિ હોવાથી છેવટે શબ્દ અમુક જ પ્રકારનો છે એવો નિશ્ચય નહિ થઈ શકે એમ દૂષણ આવું તે ઉપપત્તિસમ.
(૨૦) કોઈ એમ કહે કે શબ્દ અનિત્ય છે, કારણ કે તે પ્રયત્નાનન્તરીયક (એટલે પ્રયત્નની પછી જ થનાર) છે તો તેને એમ કહેવું કે સાધન તો તેને જ કહી શકાય કે જેના વિના સાધ્ય ઉપલબ્ધ ન થાય. પરંતુ વિદ્યુત વગેરે વસ્તુઓ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉપલબ્ધ થાય છે; અગર સહજ રીતે ભાગતાં લાકડાં વગેરેનો શબ્દ પણ અનિત્ય છતાં પ્રયત્ન વિના જ ઉત્પન્ન થતો દેખાય છે. એટલે પ્રયત્નાનત્તરીયકપણું એ અનિત્યનું સાધન કેવી રીતે થઈ શકે ? આ પ્રમાણે ઉપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે
Page #86
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૭ ઉપલબ્ધિસમ.
(૨૧) પૂર્વોક્ત જ પ્રયોગમાં એમ કહેવું કે શબ્દ પ્રયત્નાનન્તરીયક હોવા છતાં અનિત્ય (જન્ય) તો નથી જ. કારણ કે તે શબ્દ ઉચ્ચારણવિષયક પ્રયત્નના પહેલાં પણ છે જ. માત્ર આવરણ હોવાથી ઉચ્ચારણ પહેલાં તેની ઉપલબ્ધિ થતી નથી. એટલે પ્રયત્નથી માત્ર આવરણનો જ ભંગ થાય છે. તેનાથી કંઈ શબ્દ ઉત્પન્ન થતો નથી. શબ્દ તો પ્રથમથી જ છે. આ રીતે અનુપલબ્ધિ દ્વારા દૂષણ આપવું તે અનુપલબ્ધિસમ.
(૨૨) શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનારને કહેવું કે અનિત્યતા પોતે અનિત્ય છે કે નિત્ય છે ? જો અનિત્ય હોય તે અનિત્યતા પોતે જ નષ્ટ થવાની એટલે અનિત્યતાનો નાશ એ જ નિત્યતા. આ રીતે શબ્દની અનિત્યતાનો નાશ થવાથી શબ્દ નિત્ય થયો અને જો અનિત્યતા પોતે નિત્ય હોય તો તે નિત્ય અનિત્યતાને રહેવા માટે તેનો આશ્રયભૂત શબ્દ પણ નિત્ય હોવો જ જોઈએ. જ્યાં સુધી આશ્રય નિત્ય માનવામાં ન આવે ત્યાં સુધી તેના ધર્મને નિત્ય માનવાનો કંઈ જ અર્થ જ નથી, એટલે અનિત્યતાને નિત્ય માનવા જતાં પણ શબ્દ નિત્ય જ સિદ્ધ થયો. એ પ્રમાણે સાધ્યને નિત્ય અને અનિત્ય માનવાનો વિકલ્પ કરી બંને રીતે નિત્યત્વ જ સિદ્ધ કરવું તે નિત્યસમ.
(૨૩) જો અનિત્યત્વ ધર્મ દ્વારા ઘટ અને શબ્દ વચ્ચે સાધમ્યું હોવાથી શબ્દને અનિત્ય માનવામાં આવે તો દરેક પદાર્થનું ઘટ સાથે કાંઈક તો સાધર્મ છે જ. એટલે દરેક પદાર્થ ઘટની જેમ અનિત્ય સિદ્ધ કાં ન થાય? અને જો તેમ ન થાય તો પછી શબ્દને પણ અનિત્ય કાં માનવામાં આવે ? આ રીતે અનિત્યત્વ દ્વારા દૂષણ આપવું તે અનિત્યસમ.
(૨૪) પ્રયત્નાનન્તરીયક (પ્રયત્ન પછી થતો) હોવાથી શબ્દને અનિત્ય સિદ્ધ કરનાર પ્રત્યે કહેવું કે પ્રયત્નનાં કાર્ય અનેક પ્રકારનાં છે. કોઈ અસતુ (અવિદ્યમાન) વસ્તુ જ પ્રયત્નથી થાય છે જેમ કે ઘટ વગેરે. જયારે કેટલીક વસ્તુઓ સત્ (વિદ્યમાન) છતાં પ્રયત્નથી માત્ર વ્યક્ત થાય છે. આ રીતે પ્રયત્નનું કાર્ય ઉત્પત્તિ અને વ્યક્તિ, એ બે પ્રકારનું દેખાય છે. તો પછી અહીં શબ્દને પ્રયત્નજન્ય માનવો કે પ્રયત્નવ્યંગ્ય માનવો ? આ રીતે કાર્યનું નાનાત્વ બતાવી દૂષણ આપવું તે કાર્યસમ.
૧૬. નિગ્રહસ્થાન – નિગ્રહ(પરાજય)ની પ્રાપ્તિનું સ્થાન (પ્રસંગ) તે નિગ્રહસ્થાન. નિગ્રહસ્થાનના મુખ્ય બે પ્રકાર છે : (૧) વિપ્રતિપત્તિ (૨)
Page #87
--------------------------------------------------------------------------
________________
૭૮ ૦ અનેકાન્ત ચિંતન
અપ્રતિપત્તિ. જો વાદી પોતાના કર્તવ્યને વિપરીત (ઊલટી રીતે) સમજે તોય તે પરાજય પામે છે. અને જો પોતાના કર્તવ્યને બિલકુલ સમજે નહિ તોય પરાજયને પામે છે. આ રીતે વિપરીત સમજ અને અણસમજ એ બે જ પરાજયની પ્રાપ્તિના પ્રસંગો હોવાથી મુખ્ય રીતે નિગ્રહસ્થાન બે (વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિ) કહેવામાં આવે છે. પરંતુ વિપરીત પ્રતિપત્તિ અનેક જાતની સંભવે છે અને અપ્રતિપત્તિ પણ અનેક જાતની છે. તેથી તે બંને મુખ્ય નિગ્રહસ્થાનના વિસ્તાર રૂપે ૨૨ નિગ્રહસ્થાનો ગણાવવામાં આવ્યાં છે. જેમાં છ નિગ્રહસ્થાન અપ્રતિપત્તિ પક્ષમાં અને બાકીનાં સોળ વિપ્રતિપત્તિ પક્ષમાં આવે છે. તે બાવીસ આ પ્રમાણે : (૧) પ્રતિજ્ઞાહાનિ (૨) પ્રતિજ્ઞાન્તર (૩) પ્રતિજ્ઞાવિરોધ (૪) પ્રતિજ્ઞાસંન્યાસ (૫) હેન્વંતર (૬) અર્થાત૨ (૭) નિરર્થક (૮) અવિજ્ઞાતાર્થ (૯) અપાર્થક (૧૦) અપ્રાપ્તકાલ (૧૧) ન્યૂન (૧૨) અધિક (૧૩) પુનરુક્ત (૧૪) અનનુભાષણ (૧૫) અજ્ઞાત (૧૬) અપ્રતિભા (૧૭) વિક્ષેપ (૧૮) મતાનુશા (૧૯) પર્યનુયોજ્યોપેક્ષણ (૨૦) નિરનુયોજ્યાનુયોગ (૨૧) અપસિદ્ધાંત (૨૨) હેત્વાભાસો. આમાં નંબર ૧૪, ૧૫, ૧૬, ૧૭, ૧૮ અને ૧૯ એ છ અપ્રતિપત્તિપક્ષીય છે. આ દરેકનું સોદાહરણ સ્વરૂપ નીચે મુજબ
-
(૧) ઘટને દૃષ્ટાંત અને ઐન્દ્રિયકત્વ(ઇંદ્રિયગ્રાહ્યત્વ)ને હેતુ રાખી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની વાદીએ પ્રતિજ્ઞા કરી હોય તેટલામાં પ્રતિવાદી કહે જે ઐન્દ્રિયકત્વ હેતુ તો સામાન્ય(જાતિ)માં છે જે કે નિત્ય છે. આ રીતે ઐન્દ્રિયકત્વ હેતુ વ્યભિચારી થાય છે. આ દૂષણ સાંભળતાં જ વાદી તો તેનો ઉદ્ધાર કરવાને બદલે (નિકાલ આણવાને બદલે) એમ કહે “ત્યારે ભલે, સામાન્યની પેઠે શબ્દ નિત્ય સિદ્ઘ થાય.” આમ કહેતાં તેણે નિત્યત્વ સ્વીકાર્યા એટલે પ્રથમ કરેલ અનિત્યત્વની પ્રતિજ્ઞા ગઈ. આ રીતે પ્રતિજ્ઞાહાનિ થવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાહાનિ નિગ્રહસ્થાન.
(૨) પૂર્વોક્ત જ પ્રયોગ કરનાર વાદીને પ્રતિવાદી કહે જે ઐન્દ્રિયકત્વ સામાન્યમાં છે છતાં તે નિત્ય છે એટલે હેતુ વ્યભિચારી છે. આ પ્રમાણે પ્રતિવાદી દ્વારા અપાયેલ વ્યભિચાર દોષનો ઉદ્ધાર કરવાને બદલે વાદી એમ
૧. આચાર્ય હેમચંદ્ર અને ગુણરત્નસૂરિ મતાનુજ્ઞા સિવાયનાં પાંચને જ અપ્રતિપત્તિમાં ગણે છે. જુઓ પ્રમાળમીમાંસા પત્ર ૩૯ પૃષ્ઠ ૨. તથા પર્શનસમુન્દ્વય ટીકા પત્ર ૩૬-૧. જાતિ અને નિગ્રહસ્થાનનું વર્ણન સરળતા ખાતર ષ. સ. ની ગુણરત્નની ટીકામાંથી લીધું છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦૭૯
કહે જે સામાન્ય નિત્ય અને ઐન્દ્રિયક છે પરંતુ તે તો સર્વગત (સર્વવ્યાપી) છે અને શબ્દ તો અસર્વગત છે. આ પ્રકારે કહેવામાં પ્રથમની અનિત્યત્વ સિદ્ધ કરવાની પ્રતિજ્ઞાથી ભિન્ન એવી શબ્દને અસર્વગત સિદ્ધ કરવાની અન્ય પ્રતિજ્ઞા પ્રાપ્ત થાય છે. તેથી તે પરાજય પામે છે. માટે આ પ્રતિજ્ઞાન્તર નિગ્રહસ્થાન.
(૩) દ્રવ્ય ગુણોથી ભિન્ન છે, કારણ કે રૂપ આદિ ગુણોથી ભિન્ન એવી કોઈ વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. આ રીતે કહેનાર વાદીની પ્રતિજ્ઞા અને હેતુ એ બંને વચ્ચે દેખીતો વિરોધ છે. જો દ્રવ્ય ગુણોથી ભિન્ન જ હોય તો રૂપાદિથી ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ થતી નથી. એવો હેતુ સંભવે જ નહિ. કારણ કે દ્રવ્ય પોતે જ ભિન્ન છે. અને જો ભિન્ન વસ્તુની ઉપલબ્ધિ નથી થતી એ હેતુ જ સત્ય હોય તો ગુણોથી દ્રવ્ય ભિન્ન છે એ પ્રતિજ્ઞા મિથ્યા છે. એ પ્રમાણે પ્રતિજ્ઞા (સાધ્ય) અને હેતુના પારસ્પરિક વિરોધવાળું કથન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાવિરોધ નિગ્રહસ્થાન.
(૪) ઐન્દ્રિયકત્વ હેતુથી શબ્દમાં અનિત્યત્વ સિદ્ધ કરનાર વાદીને પ્રતિવાદી પ્રથમની જેમ નિત્ય સામાન્ય દ્વારા વ્યભિચારનું દૂષણ આપે ત્યારે વાદી તે દૂષણ દૂર કરવાને બદલે એમ કહે જે કોણ શબ્દને અનિત્ય કહે છે ? આ રીતે કહેવામાં પોતાની પ્રથમની પ્રતિજ્ઞાનો અપલાપ (પરિત્યાગ) થતો હોવાથી તે પરાજય પામે છે. માટે તે પ્રતિજ્ઞાસંન્યાસ નિગ્રહસ્થાન છે.
(૫) પૂર્વોક્ત જ ઉદાહરણમાં સામાન્ય દ્વારા ઐન્દ્રિયકત્વ હેતુને વ્યભિચારદૂષણ આપતાં વાદી તે દૂષણનો ઉદ્ધાર કરવા માટે પ્રથમના હેતુમાં એક નવું વિશેષણ લગાડી કહે જે માત્ર ઐન્દ્રિયકત્વ એ અનિત્યત્વસાધક હેતુ નથી પણ જાતિવિશિષ્ટ ઐન્દ્રિયત્વ અનિત્યત્વનો સાધક હેતુ છે. આમ કહેવામાં બીજા જ હેતુનું ઉપાદાન કરવાથી વાદી પરાજય પામે છે. માટે તે હેત્વન્તર નિગ્રહસ્થાન.
(૬) કૃત્વહેતુથી શબ્દને અનિત્ય સિદ્ધ કરવાની પ્રતિજ્ઞા કરી વાદી અપ્રાસંગિક કહેવા બેસી જાય (જેમ કે, “હેતુ એ ફ્રિ ધાતુ અને તુ પ્રત્યય ઉપરથી બનેલું પદ છે-પદ એ વ્યાકરણમાં નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાતભેદથી ચાર પ્રકારનું બતાવવામાં આવ્યું છે.” વળી આગળ વધી નામ આખ્યાત વગેરે વિશે પણ પોતાનું વૈયાકરણપણું ઠાલવવા બેસી જાય તો અપ્રસ્તુત બોલવાથી તે પરાજય પામે છે, માટે તે અર્થાન્તર નિગ્રહસ્થાન. (૭) કોઈ વાદી એમ કહે જે શબ્દ અનિત્ય છે કારણ કે “” એ
Page #89
--------------------------------------------------------------------------
________________
૮૦ ૦ અનેકાન્ત ચિંતન “” રૂપ છે. આમ કહેવામાં “ઝ' એ “” રૂપ છે એનો કાંઈ જ અર્થ નથી. એ રીતે નિરર્થક બોલવાથી તે નિરર્થક નામના નિગ્રહસ્થાનને પામે છે, અને પરાજય પામેલો ગણાય છે.
(૧) વાદી પોતાના પક્ષનું સાધન કરતો હોય કે સામાના પક્ષનું દૂષણ કરતો હોય પણ તે પોતાનું વક્તવ્ય ત્રણ વાર કહે છતાં તેને સભા કે પ્રતિવાદી કોઈ ન સમજી શકે તો એ કથન કાં તો ક્લિષ્ટ શબ્દવાળું હોવું જોઈએ અથવા તેના શબ્દો સર્વપ્રસિદ્ધ ન હોવા જોઈએ—અને કાં તો તે અત્યંત ધીરેથી બોલતો હોવો જોઈએ. ગમે તેમ હોય પણ ત્રણ વાર કહ્યા છતાં કોઈથી ન સમજાય તો તેવું બોલનાર વાદી પરાજય પામે છે અને તે અવિજ્ઞાતાર્થ નિગ્રહસ્થાન કહેવાય છે.
(૯) દાડમ દસ, છ પુડલા, કડું, અજચર્મ અને માંસપિંડ આ રીતે પરસ્પર સંબંધ વિનાનાં પદો ઉચ્ચારવાથી જ્યારે વાક્યનો અર્થ નિષ્પન્ન ન થવાથી વાદી પરાજય પામે ત્યારે અપાર્થક નિગ્રહસ્થાન.
(૧૦) પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ ક્રમે બોલવા જોઈતા અનુમાનવાક્યનો વિપર્યાસ કરી ગમે તેમ આડુંઅવળું બોલનાર વાદી અપ્રાપ્તકાળ નામનું નિગ્રહસ્થાન પામે છે, કારણ કે તે જે કાંઈ બોલે છે તે કાળ પ્રાપ્ત થયા વિના જ બોલે છે.
(૧૧) શ્રોતાને જ્ઞાન આપવામાં પાંચે અવયવો ઉપયોગી છતાં તેમાંથી એક પણ અવયવ ન બોલવામાં આવે તો તે ન્યૂન નિગ્રહસ્થાન.
(૧૨) કોઈ પણ એક હેતુ કે ઉદાહરણથી સાધ્ય સિદ્ધ થતું હોય છતાં બીજાં હેત કે ઉદાહરણોનો પ્રયોગ કરનાર અધિક નામના નિગ્રહસ્થાનથી પરાજિત ગણાય છે.
(૧૩) અનુવાદના પ્રસંગ સિવાય પણ તે જ શબ્દને અગર તે જ અર્થને ફરી કહેવામાં પુનરુક્ત નિગ્રહસ્થાન પ્રાપ્ત થાય છે. એક વાર શબ્દ અનિત્ય છે એમ કહી ફરી તેમ જ કહેવું તે શબ્દપુનરુક્તિ-નિગ્રહસ્થાન અને શબ્દ અનિત્ય છે એમ કહી વિનાશી છે એ રીતે બીજા વાક્યથી તે જ અર્થ કહેવો તે અર્થપુનરુક્ત. જ્યાં અનુવાદનો પ્રસંગ હોય ત્યાં પુનરુક્તનિગ્રહન નથી ગણાતું; જેમ કે નિગમન વાક્યમાં હેતુ અને પ્રતિજ્ઞાવાયનો અનુવાદમાત્ર કરવામાં આવે છે.
(૧૪) જે વાત ત્રણ વાર વાદીએ કહી હોય અને સભા પણ જેને સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેનું પુનઃ ઉચ્ચારણ ન કરી શકે તો તે
Page #90
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૮૧
પ્રતિવાદી અનનુભાષણ નિગ્રહસ્થાનની પરાજય પામે છે.
(૧૫) વાદીએ કહેલ વસ્તુને સભા સમજી ગઈ હોય છતાં પ્રતિવાદી તેને ના જ સમજી શકે તો તે પરાજય પામે છે અને તે અજ્ઞાન નિગ્રહસ્થાન કહેવાય છે.
(૧૬) વાદીનો પક્ષ સમજાયો પણ હોય અને તેનું પુનઃ ઉચ્ચારણ કરવામાં આવ્યું હોય છતાં ઉત્તર ન સ્ફુરે તો પ્રતિવાદી હારે છે ત્યાં અપ્રતિભા નિગ્રહસ્થાન.
(૧૭) સિદ્ધ કરવા ધારેલ વસ્તુનું સાધન અશક્ય જણાવાથી કોઈ પણ બહાનું કાઢી ચર્ચાનો ભંગ કરવામાં આવે, જેમ કે “મારું અમુક ખાસ કામ રહી ગયું છે” અગર “મારું ગળું બેસી ગયું છે” ઇત્યાદિ, તો તે વિક્ષેપ નિગ્રહસ્થાન.
(૧૮) કોઈ કહે જે તું (કોઈ નામીચા) પ્રસિદ્ધ ચોરની જેમ “પુરુષ” હોવાથી ચોર છે (કારણ પેલો ચોર પણ “પુરુષ” છે) ત્યારે તે દૂષણ દૂર કરવાને બદલે સામાને કહેવું કે “તું પણ પુરુષ” હોવાથી તે પ્રસિદ્ધ ચોરની પેઠે ચોર છે. આ કથનમાં સામાને ચોર સાબિત કરવા જતાં સામાએ પોતાની ઉપર મૂકેલો ચોરનો આરોપ સ્વીકારાઈ જાય છે. તેથી તે મતાનુશા નિગ્રહસ્થાન કહેવાય છે.
(૧૯) પોતાની સામે બોલનાર નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો હોય છતાં વાદી તેની ઉપેક્ષા કરે એટલે કે ‘તું અમુક નિગ્રહસ્થાનને પ્રાપ્ત થયો છે' તેવું ઉદ્ભાવન ન કરે તો તે પર્યનુયોજ્યોપેક્ષણનિગ્રહસ્થાનને પ્રાપ્ત થઈ પરાજય પામે છે. આ નિગ્રહસ્થાનનું ઉદ્ભાવન સભા કરે છે. કારણ કે કોઈ પોતાની મેળે તો પોતાની હાર કબૂલી પોતાની ઇજ્જતનો લંગોટ ખુલ્લો કરવા તૈયાર ન જ હોય.
(૨૦) નિગ્રહસ્થાનને નહિ પ્રાપ્ત થયેલ છતાં તેને નિગ્રહસ્થાનથી દૂષિત કરવો તે નિરનુયોયાનુયોગ નામનું નિગ્રહસ્થાન.
(૨૧) જે સિદ્ધાંત સ્વીકારી ચર્ચાની શરૂઆત કરી હોય તે સિદ્ધાંતથી વિરુદ્ધ ચર્ચા કરવી તે અપસિદ્ધાંત નિગ્રહસ્થાન; જેમ કે : પૂર્વમીમાંસાનો સિદ્ધાંત સ્વીકારી કોઈ કહે કે અગ્નિહોત્ર સ્વર્ગપ્રદ છે. જ્યારે બીજો કોઈ પૂછે કે અગ્નિહોત્ર તો ક્રિયાત્મક હોવાથી તે ક્રિયા પૂરી થતાં સત્વર નાશ પામે છે. અને નષ્ટ થયેલ વસ્તુથી સ્વર્ગ કેવી રીતે સંભવે ? ત્યારે તેનો ઉત્તર આપતાં એમ કહેવામાં આવે કે અગ્નિહોત્ર દ્વારા પ્રસન્ન થયેલ મહેશ્વર સ્વર્ગ
Page #91
--------------------------------------------------------------------------
________________
૮૨ ૦ અનેકાન્ત ચિંતન આપે છે. આ ઉત્તર મીમાંસાશાસ્ત્રથી વિરુદ્ધ છે. મીમાંસાના સિદ્ધાંતને મહેશ્વર માન્ય નથી. એટલે આવો ઉત્તર પ્રથમ સ્વીકારેલ સિદ્ધાંતથી વિરુદ્ધ જતો હોવાથી અપસિદ્ધાંત નિગ્રહસ્થાન કહેવાય છે. (૨૨) અસિદ્ધ, વિરુદ્ધ આદિ પાંચ હેત્વાભાસો પણ નિગ્રહસ્થાન છે.
પરિશિષ્ટ ૨. જૈન આગમોમાં મળી આવતું કથાપદ્ધતિને લગતું વર્ણન
જૈન આગમ સાહિત્ય પાંચ વિભાગમાં વહેંચાયેલું છે. (૧) સુત્ત, (૨) નિજુત્તિ, (૩) ભાષ્ય, (૪) ચૂર્ણ, (૫) ટીકા. આ પાંચ વિભાગ મળી પંચાંગી કહેવાય છે. સૂત્રમાંથી પ્રસ્તુત વર્ણન સ્થાનાંગમાં છે. તે નીચે પ્રમાણે :
વિકથા અને ધર્મકથાના વર્ણનપ્રસંગે ધર્મકથાના ચાર પ્રકારો પૈકી વિક્ષેપણી કથાના–એટલે શ્રોતાને કુમાર્ગેથી સુમાર્ગે લાવે તેવી કથાના ચાર પ્રકારો આ પ્રમાણે બતાવ્યા છે –
(૧) સ્વસિદ્ધાંતને કહીને એટલે તેના ગુણોનું પ્રતિપાદન કરીને પરસિદ્ધાંત કહે–એટલે તેના દોષોનું દર્શન કરાવે.
(૨) પરસિદ્ધાંત કહીને સ્વસિદ્ધાંતનું સ્થાપન કરે.
(૩) સમ્યગ્વાદ કહીને મિથ્યાવાદ કહેવો, અર્થાત્ પરસિદ્ધાંતમાં રહેલું અવિરુદ્ધ તત્ત્વ બતાવી તેનું વિરુદ્ધ તત્ત્વ પણ દોષદર્શનપૂર્વક બતાવવું.
(૪) પરસિદ્ધાંતમાં દોષો બતાવી પછી તેના ગુણો પણ બતાવવા.
જ્ઞાન એટલે દષ્ટાંત ચાર પ્રકારનાં છે : (૧) આહરણ. (૨) આહરણતદેશ. (૩) આહરણતદોષ. (૪) ઉપન્યાસોપનય. આ ચારેના ચાર ચાર પ્રકાર બતાવતાં આહરણનો ત્રીજો ભેદ સ્થાપનાકર્મ અને ચોથો પ્રત્યુત્પન્નવિનાશી એ બે ભેદ આવે છે. તે એક પ્રકારના ન્યાયવાક્યનાં અંગભૂત દષ્ટાંતો જ છે. તે નીચે પ્રમાણે –
१. विक्खेवगी कहा चउव्विहा पण्णत्ता तंजहा-ससमयं कहेइ, ससमयं कहित्ता परसमयं
कहेइ, परसमयं कहेत्ता ससमयं ठावत्तिता भवति, सम्मावातं कहेइ, सम्मावातं कहेत्ता मिच्छावातं कहेइ, मिच्छावातं कहेत्ता सम्मावातं ठावत्तिता भवति । स्था० सू० २८२
પ૯ ૨૧૦ આવૃત્તિ આગમોદય સમિતિ. २. आहरणे चउव्विहे पं० तं० अवाते, उवाते, ठवणाकम्मे, पडुपनविणासी । स्था० सू०
૪૩૮ ૫૯ ૨૫૨.
Page #92
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૩ કોઈ આરોપેલ અનિષ્ટ પ્રસંગને જે દષ્ટાંત દ્વારા દૂર કરી ઈષ્ટ તત્ત્વનું સ્થાપન કરવામાં આવે તે દાંત સ્થાપનકર્મ.
પ્રત્યુત્પન્નવિનાશી એટલે તત્કાળ જ પ્રાપ્ત થયેલ અનિષ્ટ સ્થિતિનો નાશ જે દષ્ટાંત દ્વારા કરવામાં આવે તે.
આ બંનેનાં ઉદાહરણ નીચે પ્રમાણે :
(૧) સ્થાપનાકર્મ :- શબ્દને કૃતકત્વ હેતુથી અનિત્ય સિદ્ધ કરતા વાદીને કોઈ પ્રતિવાદી કહે કે વર્ણાત્મક શબ્દ તો નિત્ય છે, તેમાં કૃતકત્વ નથી. એ રીતે હેતુમાં વ્યભિચારનો અનિષ્ટ પ્રસંગ આવતાં જ તુરત વાદી ફરી હેતુનું સમર્થન કરી લે કે વર્ણાત્મક શબ્દ અનિત્ય છે; શાથી જે તે કારણની ભિન્નતાથી ભિન્ન દેખાય છે–ઘટની જેમ. આ રીતે કૃતકત્વરૂપ હેતુ ઉપર આવી પડેલ
વ્યભિચારનો અનિષ્ટપ્રસંગ દૂર કરવા ફરી તે હેતુનું સમર્થન (સ્થાપન) ઘટ દૃષ્ટાંતથી થતું હોવાને લીધે તે સ્થાપનાકર્મ દષ્ટાંત કહેવાય.
(૨) પ્રત્યુત્પન્નવિનાશી :- કોઈ કહે જે અમૂર્ત હોવાથી આકાશની જેમ આત્મા અકર્તા જ છે. આ જૈનવાદીને અનિષ્ટ છે. તેવું તત્કાળ પ્રાપ્ત થયેલું અનિષ્ટ દૂર કરવા તે કહે–આત્મા મૂર્તિ હોવાથી દેવદત્તની પેઠે કથંચિતુ કર્તા છે. તો આ દેવદત્તનું દૃષ્ટાંત ઉક્તનું અનિષ્ટ નિવારક હોવાથી પ્રત્યુપન્ન વિનાશી દષ્ટાંત કહેવાય.
હેતુના ચાર પ્રકાર ત્રણ રીતે બતાવવામાં આવ્યા છે. (૧) યાપક, સ્થાપક, વ્યસક અને લૂષક. (૨) પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. (૩) બસ્તિ તત્ સ્તિ સ: I પ્તિ તત્ નાસ્તિ સા |
नास्ति तत् अस्ति सः । नास्ति तत् नास्ति सः । બીજી રીત પ્રમાણે પ્રત્યક્ષાદિ ચાર હેતુઓ એટલે ચાર પ્રમાણો પ્રસિદ્ધ છે. તેથી તેમનું વર્ણન અનાવશ્યક છે. બાકીનાનું નીચે પ્રમાણે –
(૧) યાપક : પુષ્કળ વિશેષણોને લીધે જે હેતુ સમજતાં પ્રતિવાદીને
૧. જુઓ સ્થાનાંગટીકા પૃ. ૨૫૬. ૨. હે વā i નાવ, થાવરે, વંસ, નૂ, અથવા ફેઝ વ્યિ પં. નં.
पच्चक्खे, अणुमाणे, ओवम्मे, आगमे, अहवा हेऊ चउव्विहे पं० तं० अत्थित्तं अत्थि सो हेऊ, अत्थित्तं णत्थि सो हेऊ, णत्थित्तं अत्थि सो हेऊ, णत्थितं णत्थि सो हेऊ । स्था० सू० ३१८ पल्. २५४.
Page #93
--------------------------------------------------------------------------
________________
૮૪ ૦ અનેકાન્ત ચિંતન
મુશ્કેલી આવે અને તેથી તે જલદી દૂષણ ન આપી શકે એટલે વાદી કાળયાપન કરી શકે. આ પ્રમાણે જેનાથી કાળયાપન કરી શકાય તે યાપક.
આની બીજી વ્યાખ્યા ટીકાકારે એવી આપી છે કે જે હેતુની વ્યાપ્તિ પ્રસિદ્ધ ન હોવાથી વ્યાપ્તિસાધક અન્ય પ્રમાણની અપેક્ષાને લીધે સાધ્યસિદ્ધિમાં વિલંબ થાય તે હેતુ યાપક.
(૨) પ્રસિદ્ધ વ્યાપ્તિને લીધે જે હેતુ જલદી સ્વસાધ્યનું સ્થાપન કરે તે સ્થાપક.
(૩) જે હેતુ પ્રતિવાદીને મોહમાં નાખે તે વ્યસકર. (૪) બંસક હેતુથી પ્રાપ્ત થયેલ અનિષ્ટને દૂર કરનાર હેતુ તે લૂષક.
આ ચારેનાં ઉદાહરણો ટીકામાં આપેલાં છે. તેમ જ તેની વિશેષ સ્પષ્ટતા કરવા ટીકાકારે નિર્યુક્તિને આધારે નાની નાની કથાઓ આપી છે, જે પ્રાચીન કાળમાં વાર્તા દ્વારા વસ્તુસ્વરૂપ સમજાવવાની પદ્ધતિની સૂચક હોઈ અહીં આપવામાં આવે છે –
(૧) કોઈ અસતી સ્ત્રીએ પોતાના પતિને એમ કહી ઉજન મોકલ્યો કે ત્યાં ઊંટના એક એક લીંડાનો એક એક રૂપિયો ઊપજે છે, તેથી વેચવા જાઓ. લોભમાં પડેલા ધણીના ઉજ્જન ગયા બાદ તેણીએ પોતાના જાર સાથે કાળયાપન કર્યું. તેવી રીતે જે વાદી પ્રતિવાદીને મોહમાં નાખે તેવો હેતુ મૂકી તેના દૂષણથી બચી કાળયાપન કરે ત્યારે તે હેતુ યાપક કહેવાય.
(૨) કોઈ ધૂર્ત પરિવ્રાજક દરેક ગામમાં એમ કહી ફર્યા કરતો કે લોકમધ્યમાં આપેલું દાન ફળ આપે છે અને તે હું જાણું છું. આમ કહી તે લોકો પાસેથી દાન મેળવતો. આ જોઈ કોઈ શ્રાવકે તેને કહ્યું કે લોકોનો મધ્યભાગ તો એક જ છે. તે અનેક ગામમાં ક્યાંથી સંભવે ? આ રીતે તે શ્રાવકે સિદ્ધ કર્યું કે લોકનો મધ્યભાગ એક છે તેથી પરિવ્રાજક કહ્યા પ્રમાણે અનેક ગામમાં ન હોઈ શકે. તેવી રીતે જલદી જ સ્વપક્ષને સિદ્ધ કરે તે હેતુ સ્થાપક.
(૩-૪) ટીપ.-આ બે હેતુઓ માટે જે કથા આપવામાં આવે છે તેમાં શબ્દછળ છે. અને તેથી તેમાં છળવાળા બે શબ્દો આવે છે : (૧)
૧. જુઓ સ્થાનાંગ ટીકા પૃ. ૨૬૧. ૨. જુઓ સ્થા. ટી. પૃઇ ૨૬૧. ૩. જુઓ સ્થા. ટી. પૃષ્ઠ ૨૬૨.
Page #94
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૫ શકટતિત્તિરિ અને (૨) તર્પણાલોડિકા. આ બંને શબ્દના બબ્બે અર્થ થાય છે. એટલે વક્તા જે અર્થ કહેવા ધારે છે તેથી પ્રતિપક્ષી તેનો ઊલટો અર્થ લઈ તેને છળવા પ્રયત્ન કરે છે. એ અર્થો આ પ્રમાણે : (૧) શકટતિત્તિરિ એટલે () ગાડામાં આણેલ તેતર () ગાડા સહિત તેતર. (૨) તર્પણાલોડિકા એટલે ( સસ્તુમાં (સાથવામાં) પાણી મેળવી આપવું તે. (એટલે કે અહીંયાં પાણીમિશ્રિત સાથવો) (૩) તેવું મિશ્રણ કરતી સ્ત્રી.
તેતરવાળી ગાડી લઈ જતા કોઈ એક માણસને એક પૂર્વે પૂછ્યું કે આ શકટતિત્તિરિનો શો ભાવ છે? પેલાએ ઉત્તર આપ્યો કે તર્પણાલોડિકા. પૂર્વે કેટલાકને સાક્ષીઓ તરીકે રાખી કહ્યું કે મને આ શકટતિત્તિરિ (શકટ સહિત તિત્તિરિ) તર્પણાલોડિકાથી આપવાનું આ માણસ કહે છે. તે કિંમત આપવા હું તૈયાર છું. માટે મને તે શકટ-તિત્તિરિ બને મળવાં જોઈએ. આ સાંભળી શકટતિત્તિરિનો સ્વામી ગૂંચવણમાં પડ્યો પણ બીજા ધૂર્તે તેને સમજાવી દીધો. અને તેના સમજાવ્યા પ્રમાણે તે માલિકે પ્રથમ ધૂર્તને કહ્યું : “ભલે, તર્પણાલોડિકા લાવો અને શકટતિત્તિરિ લો.” પ્રથમ ધૂર્તે પોતાની સ્ત્રીને તર્પણાલોડિકા આપી શકતિત્તિરિ લઈ કહ્યું. સ્ત્રી પૂર્તિ પતિની આજ્ઞા પ્રમાણે સક્તમાં પાણી મેળવી હલાવી તર્પણાલોડિકા તૈયાર કરવા બેઠી કે તરત જ પેલા માલિકે સન્તુમાં પાણી મેળવતી તે સ્ત્રીને ઉપાડી અને કહ્યું : “આ સ્ત્રી તર્પણાલોડિકા છે એટલે તેને લઈ હું શકટતિત્તિરિ આપી દઈશ.” આ સાંભળતાં પ્રથમ ધૂર્ત. સમજી ગયો અને ચૂપ થયો.
આ વાતમાં શબ્દચ્છળ છે. માલિકે શકટતિત્તિરિ તર્પણાલોડિકાથી મળે છે એમ કહ્યું ત્યારે તેનો આશય તો માત્ર ગાડામાં આણેલ તેતરના મૂલ્યનો જ હતો. પણ પ્રથમ ધૂર્ત શબ્દચ્છળથી શકટતિત્તિરિનો ગાડું અને તેતર એવો અર્થ લઈ તર્પણાલોડિકાથી તે બંને મળવાં જોઈએ એમ કહી તેના માલિકને મૂંઝવ્યો. અહીં સુધીનો ભાગ ભંસક હેતુનું સ્વરૂપ સૂચવે છે. બંસક હેતુ પ્રતિવાદીને મૂંઝવે તેવો હોય છે. બીજા ધૂર્તના શીખવવાથી પેલો માલિક પ્રથમ ધૂર્ત પાસે તર્પણાલોડિકા માગે છે. હવે પ્રથમ પૂર્વે પોતાની સ્ત્રીને તર્પણાલોડિકા (જળમિશ્રિત સક્ત) આપવા કહ્યું. ત્યારે પેલો માલિક બીજા અર્થ પ્રમાણે તે મિશ્રણ કરનાર સ્ત્રીને જ ઉપાડવા લાગ્યો. એટલે પ્રથમ ધૂર્તની છળીબાજી ઊઘડી ગઈ. વાર્તાનો આ પાછલો ભાગ લૂષક હેતુના સ્વરૂપને સમજાવે છે. જેમ પેલા માલિકે તર્પણાલોડિકાનો બીજો અર્થ સમજી પ્રથમ ધૂર્તિની સ્ત્રી માગી એટલે તે આપોઆપ શરમાઈ ચાલ્યો ગયો તેમ તૂષક હેતુ
Page #95
--------------------------------------------------------------------------
________________
૮૬ ૦ અનેકાન્ત ચિંતન ભંસક હેતુ દ્વારા આપાદિત અનિષ્ટને છે'. - ત્રીજી રીત પ્રમાણે બતાવેલ ચાર હેતુઓની વ્યાખ્યા કરી ટીકાકાર જે ઉદાહરણો આપે છે તે બધાંમાં વાદીદેવસૂરિવર્ણિત હેતુના બધા પ્રકારો આવી જાય છે. આ વ્યાખ્યા પ્રમાણે હેતુ એટલે અનુમાન હેતુઓની વિવિધતાથી ચાર ભાગમાં વહેંચી નાખી અહીં ચાર હેતુઓ (અનુમાનો) કહેલ છે.
(૩) () – અમુક એક પદાર્થ છે માટે અમુક બીજો પદાર્થ છે એવું અનુમાન તે ગતિ તત્ પ્તિ : . જેમ કે ધૂમ્ર છે માટે અગ્નિ છે જ.
(8) અમુક એક પદાર્થ છે માટે તેનો વિરોધી બીજો પદાર્થ નથી જ એવું અનુમાન તે ગતિ તદ્ નીતિ :. જેમ કે અગ્નિ છે માટે શીત નથી
(જી અમુક એક પદાર્થ નથી માટે તેનો વિરોધી પદાર્થ છે એવું અનુમાન તે નાપ્તિ તત્ પ્તિ ઃ | જેમ કે અગ્નિ નથી માટે શીત છે.
(૫) અમુક એક પદાર્થ નથી માટે બીજો અમુક પદાર્થ છે પણ નથી એવું અનુમાન તે નાસ્તિ તત્ નાસ્ત : જેમ કે અહીં વૃક્ષ નથી માટે સીસમ પણ નથી.
સ્થાનાંગમાં છ પ્રકારના વિવાદો બતાવ્યા છે. વિવાદને ટીકાકાર જલ્પકથા તરીકે ઓળખાવે છે અને તદનુસાર છયે ભેદોની વ્યાખ્યા પણ આપે છે, તે જોઈએ : . (૧) બોલવાની પૂરી તૈયારી ન હોય ત્યારે તે તૈયારી માટે જોઈતો વખત મેળવવા ખાતર ગમે તે બહાને વિલંબ કરી જે વાદ થાય તે.
(૨) પૂરતો અવસર મળવાને લીધે જયેષ્ણુ પોતે જ જેમાં ઉત્સુકતાપૂર્વક બોલે અગર પ્રતિવાદીને ઉત્સુક કરી જેમાં બોલે તે.
(૩) સામનીતિથી સભાપતિને અનુકૂળ કરીને અગર થોડી વાર પ્રતિવાદીનો પક્ષ માની તેને અનુકૂળ કરી જેમાં બોલવામાં આવે તે.
(૪) બોલવાનું સામર્થ્ય હોય તો સભાપતિને સુધ્ધાં અગર પ્રતિવાદીને છંછેડી જેમાં બોલવામાં આવે તે.
(૫) અધ્યક્ષોને સેવીને અનુસરીને જે વાદ થાય તે. (૬) પોતાના તરફદારો સાથે અધ્યક્ષોને મેળવી લઈ અગર અધ્યક્ષોને
૧. જુઓ, સ્થા. ટી. પૃષ્ઠ ૨૬રની શરૂઆત. ૨. જુઓ, પ્રમાણનયતત્ત્વાલો કાલંકાર, પરિચ્છેદ ૩ સૂ. ૬૭થી આગળ.
Page #96
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૭ પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે.
છેવટે સ્થાનાંગમાં જે દશ દોષો બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણા દોષો વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમનો સાર નીચે પ્રમાણે –
(૧) પ્રતિવાદી તરફથી થતા ક્ષોભને લીધે જે મોટું બંધ થાય તે તજ્જત દોષ.
(૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વમતિભંગ દોષ.
(૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દ્વેષ કરી કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તૃદોષ.
(૪) વાદીએ મૂકેલા દોષનો ખોટી રીતે પરિહાર કરવો તે પરિહરણ
દો.
(૫) સાધ્યવિકલત્વ આદિ દષ્ટાંતદોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદોષ આવે તે કારણદોષ. (૭) અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસો તે હેતુદોષ.
(૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દોષ. તેને પરમતાભ્યનુજ્ઞા પણ કહે છે.
(૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગો આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્ત્વ આદિ દોષો તે વસ્તુદોષ.
કથા પદ્ધતિ અને તદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભદ્રબાહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાકયનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યનો ઉપયોગ સ્કુટ રીતે કરેલો છે. તે કહે છે કે કયાંક પાંચ અવયવરૂપ અને કયાંક દશ અવયવરૂપ ન્યાયવાચનો પ્રયોગ
૧. જુઓ, સ્થા. ટી. પૃષ્ઠ ૩૬૫. २. दसविहे दोसे पं० तं० तज्जातदोसे, मतिभंगदोसे, पसत्थारदोसे, परिहरणदोसे,
सलक्खण, वकारण, हेऊदोसे, संकामणं निग्गहवत्थुदोसे । स्था० सू० ७४३. 3. कत्थइ पंचावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं भण्णइ हंदी
સવારમવાલા ટૂંવૈ.નિ. ૦ ૫૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮.
Page #97
--------------------------------------------------------------------------
________________
૮૮ ૦ અનેકાન્ત ચિંતન
કરાય છે. આમાંના પાંચ અવયવો તો ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે. નિર્યુક્તિકારે એ પાંચ અવયવોનો ઉપયોગ કરી ધર્મની સૂત્રોક્ત મંગળમયતા સિદ્ધ કરી બતાવી છે.
ત્યાર બાદ તેઓએ દશ અવયવથી ઘટિત ન્યાયવાક્યનો પ્રયોગ પણ કરી બતાવ્યો છે; અને તે દશ અવયવો બે રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાંત, દૃષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ——એ એક પ્રકાર.
બીજા પ્રકારમાં દશ અવયવો આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાંત, આશંકા, તદ્ઘતિષેધ, અને નિગમન. આ બંને પ્રકારના ન્યાયનો પ્રયોગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયવો કોઈ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામો પ્રયોગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અવયવો એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયોગમાં તેઓને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપાદે નિગમનું હેત્વપ્રવેશાત્ પ્રતિજ્ઞાયાઃ પુનર્વષનું નિમનં (૧-૧૩૯) એવું જે લક્ષણ કર્યું છે એ જ નિર્યુક્તિમાં થોડાક ફે૨ફા૨ સાથે આ પ્રમાણે દેખાય છે ઃ વસમો ક્ષ અવયવો, પવહે પુોનયનં । (ગાથા. ૧૪૪ પૃ. ૭૯). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ધમ્મો મતમુવિનું એ સૂત્રથી ધર્મની મંગળમયના અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિર્યુક્તિકારે ન્યાયવાક્યનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાચ જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મંગળમયતા આદિ વ્યવસ્થિત રીત સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ મુખ્યભાગે ન્યાયવાક્ય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયેલી છે. જેના ઉપરથી જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથાપદ્ધતિ અને તેને
૧. જુઓ, ગાથા ૫૦.
૨. પાંચ અવયવોનાં નામોના સંબંધમાં પણ બે પરંપરા દેખાય છે : એક તો ન્યાયસૂત્રની અને બીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠરવૃત્તિમાં મતાંતર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે- ‘અવયવાઃ પુન: પ્રતિજ્ઞાપવેશનિવર્ણનાનુસંધાનપ્રત્યાનાય:' । પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સં. સી ની આવૃત્તિ તથા માઠરવૃત્તિ. પૃ. ૧૨.
૩. જુઓ, ગાથા ૮૯ થી ૯૧.
Page #98
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૯ લગતી અન્ય બાબતોનો વિચાર કેવો થતો અને પરંપરા કેવી ચાલતી.
પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયવો નિર્યુક્તિમાં બતાવ્યા છે તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પોતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવયવો બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તો નિર્યુક્તિમાં પણ છે. પરંતુ બાકીના પાંચ એ નિર્યુક્તિમાં નથી. તે પાંચ આ છે જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રયોજન, અને સંશયવ્યદાસ. આ પાંચ અવયવોને ન્યાયવાક્યના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પંચાવવાત્મક ન્યાયવાક્ય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે.
વાસ્યાયને કહેલ દશ અને નિર્યુક્તિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયવો અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાત્મક ન્યાયવાક્યની પરંપરા પ્રાચીન હતી. ભલે તે જૈન ગ્રંથોમાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપાદ તે પરંપરામાં સુધારો કર્યો અને પંચ અવયવની જ આવશ્યકતા સ્વીકારી. જૈન ગ્રંથમાં તો પોતાના સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેષની દૃષ્ટિએ પંચઅવયવાત્મક અને દશઅવયવાત્મક બંને પ્રકારના ન્યાયવાક્યનો સ્વીકાર કરી બંને પરંપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તર્કસાહિત્યમાં જોઈએ છીએ કે તેમાં તો એક અવયવવાળાં અને બે અવયવવાળાં ન્યાયવાક્ય સુધ્ધાંનું સમર્થન અપેક્ષાવિશેષથી કર્યું છે. જયારે કેટલાક બૌદ્ધ વિદ્વાનો ત્રણ અવયવોનો જ
૧. પ્રમાણનયતત્તાલોકાલંકાર પરિચ્છેદ ૩, સૂત્ર ૨૩ : પહેતુવરનાત્મ પરાર્થનનુમાન
मुपचारात् । સૂત્ર ર૮ - પક્ષવનન્નક્ષામવયવદયમેવ પરપ્રતિપદ્ધ દષ્ટીસ્તાવિનમ્ સૂત્ર ४२ :- मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि हेतुवचनमात्रात्मकमपि तद्भवति (પરિ. ૩. સૂ. ૨૩. રત્નાકરાવતારિકા ટીકા). 'ननु प्रयोग इति विप्रतिपद्यन्ते वादिनः, तथाहि, प्रतिज्ञाहेतूदाहरणानीति એવયવનનુમાનગતિ સા; [સાંખ્યકારિકામાં ‘ત્રિવિધ' શબ્દ છે તેની માઠરવૃત્તિમાં “ચવવેવ' એમ વ્યાખ્યા કરી છે.] સોપનોન વિતુરવયવમિતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्तौ कीदृशोऽनुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥२-१-९॥ प्रमाणमीमांसा पल. ३ । द्वि० पं०६ ॥
Jah Education International
Page #99
--------------------------------------------------------------------------
________________
૯૦ ૦ અનેકાન્ત ચિંતન પ્રયોગ આવશ્યક સમજી અને કોઈ બૌદ્ધો માત્ર હેતુનો જ પ્રયોગ આવશ્યક સમજી વધારે અવયવોના પ્રયોગને અધિક નામનું નિગ્રહસ્થાન માનતા. તેમ જ સાંખ્યો પ્રથમના ત્રણ અને મીમાંસકો ઉપનય સુધીના ચાર અવયવોનો જ પ્રયોગ માનતા; ત્યારે જૈન તાર્કિકોએ કહ્યું કે અપેક્ષાવિશેષથી બે પાંચ અને દશ અવયવ સધ્ધાં યોજી શકાય છે; તેમાં કાંઈ દૂષણ નથી. આ વિષયના લાંબા શાસ્ત્રાર્થો એ કથાપદ્ધતિના અંતર્ગત ન્યાયવાક્ય ઉપરનો વિદ્વાનોનો બુદ્ધિવ્યાયામ સૂચવે છે.
ભાષ્ય –નિયુક્તિ પછી આપણે ભાષ્ય ઉપર આવીએ છીએ. નિર્યુક્તિમાં વર્ણવેલ વસ્તુ ભાષ્યમાં આવે તે સ્વાભાવિક છે. અને તેથી જ પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુવિશુદ્ધિ આદિ અવયવો કેવી રીતે ઘટાવવા એ દશવૈકાલિકનિર્યુક્તિના ભાષ્યમાં બતાવ્યું છે (પૃ. ૬૩). તે ઉપરાંત કથાપદ્ધતિને લગતું વધારે વર્ણન ભાષ્યમાં હોવું જોઈએ એનું પણ સૂચન મળે છે. આચાર્ય હરિભદ્રના વાદનામક બારમા અષ્ટક ઉપરની જિનેશ્વરસૂરિની ટીકામાં એક પ્રાકૃત ગાથા છે. સંભવતઃ આ ગાથા કોઈ ભાષ્યની હશે. તેમાં કોની સાથે વાદ કરવો અને કોની સાથે ન કરવો તથા ક્યારે કરવો અને
ક્યારે ન કરવો પ્રસંગમાં જણાવેલું છે કે : “ધનવાન, રાજા, પક્ષવાન, (લાગવગવાળો), બળવાનું, ઉગ્ર, ગુરુ, નીચ અને તપસી” એટલાની સાથે વાદ ન કરવો. ભાષ્યોના વધારે અવલોકનથી આ વિષયમાં વધારે પ્રકાશ પડવાનો ચોક્કસ સંભવ છે. - મૂળિ :– ભાષ્ય પછી ચૂર્ણિ આવે છે. જે નિયુક્તિ અને ભાષ્યમાં હોય તે ચૂર્ણિમાં આવે જ. નિશીથચૂર્ણિમાં આ વિષયને લગતું વધારે વર્ણન છે એમ આચાર્યશ્રી જિનવિજયજી મહારાજ તરફથી મને માહિતી મળી છે. પણ તે ચૂર્ણિ હસ્તલિખિત અને વિસ્તૃત હોઈ અત્યારે તુરત તેનો પાઠ આપવો કે પૃષ્ઠઅંક સૂચવવો શક્ય નથી.
વત્ર – સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિ એ ચાર પ્રવાહોમાં એકત્ર થયેલું વિચારાત્મક જળ ટીકાની ગંગામાં વહે છે. તેથી જ આપણે
૧. જુઓ દિનાગનાં ન્યાયપ્રવેશસૂત્રો. નં. ૧૦. તથા પ્રમાણનયતત્તાલોકાલંકાર પરિ.
૩, સૂ. ૨૩, સ્યાદ્વાદરત્નાકરટીકા તથા “અસહસ્ત્રી” પૃષ્ઠ ૮૪. બૌદ્ધ માન્યતા વિશે હેમચંદ્ર આ પ્રમાણે ઉલ્લેખ કરે છે - 'यथाहुः सौगताः, विदुषा वाच्यो हेतुरेव हि केवलः' ॥ प्रमाणमीमांसा अ० २, आ० १, सू० ९ वृत्तिः ॥
Page #100
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૯૧ સ્થાનાંગની ટીકામાં કથાપદ્ધતિને લગતું નિર્યુતિ, ભાષા આદિનું વર્ણન એક અગર બીજે રૂપે જોઈ શકીએ છીએ.
પરિશિષ્ટ ૩ ચરકમાંથી મળતી કથાવિષયક માહિતી અત્રે એ જણાવી દેવું જોઈએ કે ચરકમાંનું પ્રસ્તુત વર્ણન અત્યંત સ્પષ્ટ, મનોરંજક અને કલ્પનોત્તેજક છે. તેમ જ અક્ષપાદના ન્યાયસૂત્રમાં વર્ણવેલી ચર્ચાપદ્ધતિની પરંપરા કરતાં અત્યંત ભિન્ન નહિ એવી, છતાં પ્રાચીન કાળથી ચાલી આવતી કોઈ બીજી વ્યવસ્થિત ચર્ચાની પરંપરાનું સૂચક છે. પણ તે અતિ લાંબું હોવાથી વિસ્તારભયને લીધે અહીં તેનું બધું મૂળ અક્ષરશઃ આપવાનો લોભ અનિચ્છાએ રોકવો પડે છે. વિશેષાર્થી તો તે મૂળ જ જોઈ લે. અહીં તેનો સારમાત્ર આપ્યો છે. આ સારમાં જયાં જયાં ન્યાયદર્શન સાથે તુલના કરી છે ત્યાં ત્યાં વિશેષાર્થીએ મૂળ ન્યાયદર્શન અગર તો પરિશિષ્ટ ક્રમાંક (૧) જોઈ લેવું.
ચરક એ વૈદ્યકનો ગ્રંથ છે છતાં તેમાં કેટલીયે ન્યાયશાસ્ત્ર અને શાસ્ત્રસામાન્યને લગતી કામની માહિતી છે. આ સ્થળે વાદને લગતી માહિતી પ્રસ્તુત હોવાથી બીજી કેટલીક સામાન્ય છતાં અતિ ઉપયોગી માહિતી ઉપર વાચકોનું માત્ર લક્ષ જ ખેંચવું યોગ્ય ગણાશે.
કોઈ પણ વિષયનો અભ્યાસ કરવો હોય ત્યારે તે વિષયનું ગમે તે પુસ્તક ન લેતાં ખાસ પરીક્ષા કરીને જ તે ર્વિષયનો ગ્રંથ પસંદ કરવો જોઈએ, જેથી અભ્યાસીનાં બહુમૂલ્ય, શ્રમ, સમય અને શક્તિ વધારે સફળ થાય એ સૂચવવા ચરકમાં શાસ્ત્ર પરીક્ષાના ઉપાયો બતાવ્યા છે. યોગ્ય શિક્ષકને અભાવે શ્રેષ્ઠ ગ્રંથની પસંદગી પણ નિષ્ફળ જવાની. તેથી તેમાં આચાર્યની પરીક્ષા કરવાનું પણ બતાવવામાં આવ્યું છે. યોગ્ય શિક્ષક છતાં પણ જો અભ્યાસ દઢપણે કરવામાં ન આવે તો પરિણામ શૂન્યવત્ આવે છે. તેથી તેમાં શાસ્ત્રની દઢતાના ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. ચરકમાં આત્રેય શાસ્ત્રાભ્યાસની દઢતાના ત્રણ ઉપાયો વર્ણવે છે : (૧) અધ્યયનવિધિ, (૨) અધ્યાપનવિધિ, અને (૩) તદ્વિદ્યસંભાષાવિધિ. અધ્યાપન વિધિમાં શિષ્યનાં લક્ષણો, અધ્યયન શરૂ કર્યા પહેલાંનું શિષ્યનું કર્તવ્ય અને શિષ્ય પ્રત્યે શિક્ષકે કરવો જોઈતો ઉપદેશ એ ત્રણ બાબતો ખાસ આવે છે. આ બધી મહત્ત્વપૂર્ણ બાબતો માટે જુઓ વિમાનસ્થાનમાંનું રોગભિષશ્વિતીય વિમાન (અધ્યાય ૮.)
Page #101
--------------------------------------------------------------------------
________________
૯૨૦ અનેકાન્ત ચિંતન
ત્રીજા ઉપાય તરીકે જે તદ્વિદ્યસંભાષાવિધિ ચરકમાં વર્ણવી છે તે જ મુખ્યપણે અહીં પ્રસ્તુત છે. તદ્વિદ્યસંભાષા એટલે સમાન વિદ્યાવાળાની અંદરોઅંદર વિદ્યાગોષ્ઠી અગર ચર્ચા. એ જ અર્થમાં ન્યાયસૂત્રકાર અક્ષપાદ ‘તતિવૈશ સહ સંવાઃ' એવું વચન ઉચ્ચારે છે (જુઓ, ન્યા. સૂ. અં. ૪, આ. ૨, સૂ. ૪૭). ચરકકાર તદ્વિદ્યસંભાષાને બે પ્રકારની વર્ણવે છે : (૧) સંધાયસંભાષા અને (૨) વિગૃહ્યસંભાષા. સંધાયસંભાષા એટલે મૈત્રીપૂર્વક ચર્ચા કરવી અને વિગૃહ્યસંભાષા એટલે વિરોધપૂર્વક ચર્ચા કરવી. અક્ષપાદ સંધાયસંભાષાને વાદ અને વિગૃહ્યસંભાષાને જલ્પ અને વિતંડાને નામે ઓળખાવે છે. અક્ષપાદ અને ચકકારનો કથાવિષયક વિભાગ કેટલેક સ્થાને માત્ર શબ્દથી જ જુદો પડે છે. અક્ષપાદનું ત્રિવિધ કથા વિશેનું વર્ણન અને ચરકકારનું દ્વિવિધ સંભાષા વિશેનું વર્ણન એ બંને એકબીજાની આવશ્યક પૂર્તિરૂપે હોઈ કથાપદ્ધતિના અભ્યાસીનું ખાસ ધ્યાન ખેંચે તેવાં છે. અક્ષપાદ જેટલું છલ, જાતિ અને નિગ્રહસ્થાનનું વિસ્તૃત વર્ણન ચરકકારે નથી કર્યું; પણ કેવા કેવા પ્રતિવાદી સાથે સંધાયસંભાષા કે વિગૃહ્યસંભાષા કરવી, કયે પ્રકારે કરવી, પહેલાં કેવી તૈયારી કરવી, કઈ જાતની સભામાં કરવી વગેરે અનેક બાબતોનું જે મનોરંજક અને અનુભવસિદ્ધ વર્ણન ચરકકારે આપ્યું છે તે અક્ષપાદના સૂત્રમાં કે તેના ભાષ્યમાં નથી. બીજી ખાસ વિશેષતા એ છે કે અક્ષપાદનો અનુગામી વાત્સ્યાયન કોઈ પણ દાર્શનિક વિષય લઈ અનુમાનવાક્ય યોજે છે, જે ઘણાને નીરસ પણ લાગે, જેમ કે ‘આત્મા નિત્ય છે; કારણ કે તે જન્મ છેઃ' ત્યારે ચરકકાર વૈદ્યકના વિષયમાંથી અનુમાનવાચ ઘડે છે, જે ખાસ આકર્ષક લાગે છે. જેમ કે ‘અમુક વ્યક્તિમાં બળ છે, કારણ કે તે વ્યાયામ કરી શકે છે,' તેમ જ ‘અમુક વ્યક્તિમાં જઠરાગ્નિ પ્રદીપ્ત છે, કારણ કે તેને ખાધેલું જરે છે,’ ઇત્યાદિ.
ચરકકારે જે દ્વિવિધ સંભાષાનું ચિત્ર આપ્યું છે, તેનો મુદ્દાવાર ટૂંકમાં સાર નીચે મુજબ ઃ——
સંભાષા(ચર્ચા)થી થતા ફાયદા ઃ— જ્ઞાનપ્રાપ્તિનો આનંદ અને પ્રતિવાદી ઉપર આક્રમણ કરવાનો આનંદ; પાંડિત્ય, વાક્પટુતા, યશોલાભ; પ્રાથમિક અભ્યાસ વખતે રહી ગયેલા સંદેહનું નિરાકરણ અને જો તે વખતે સંદેહ ન રહ્યો હોય તોપણ તે વિષયનું દઢીકરણ. પહેલાં કદી નહિ સાંભળેલી એવી વાતોનું શ્રવણ, વિજયેચ્છાના રસને લીધે પ્રતિવાદી તરફથી મુકાતી ગૂઢમાં ગૂઢ દલીલો, જે તેણે બહુ શ્રમે ગુરુપ્રસાદથી મેળવી હોય તેનો
Page #102
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦૯૩
અનાયાસ લાભ—આ બધાં સુંદર પરિણામો ચર્ચાનાં છે અને તેથી જ વિદ્વાનો તેને પ્રશંસે છે.
૧
સંધાયસંભાષાના અધિકારીઓનું સ્વરૂપ :~ જેને ચર્ચાસ્પદ વિષયનું જ્ઞાન અને અન્ય વિષયની માહિતી હોય, જે પોતાનો પક્ષ રજૂ કરવા તથા સામાને ઉત્તર આપવાને સમર્થ હોય, જેને ગુસ્સો ન હોય, જેની વિદ્યા અધૂરી કે વિકૃત ન હોય, જે ગુણદ્વેષી ન હોય, જે પોતે સમજી શકે તેવો હોય અને બીજાને પણ સમજાવી શકે તેવો હોય, જે સહિષ્ણુ અને પ્રિયભાષી હોય તેવાની જ સાથે સંધાયસંભાષા થાય છે.
સંધાયસંભાષા કરતી વેળાની ફરજો :- વિશ્વસ્ત થઈને ચર્ચા કરવી, સામાને વિશ્વસ્ત ચિત્તે પૂછવું, અને વિશ્વસ્ત ચિત્તે પૂછતાં સામા પ્રતિવાદીને પોતાનું વક્તવ્ય સ્પષ્ટપણે કહેવું; પરાજયના ભયથી ગભરાવું નહિ અને સામાને પરાજિત કરી ખુશ ન થવું; સામે બોલનારાઓ વચ્ચે આત્મશ્લાધા ન કરવી; અજ્ઞાનથી એકાંતગ્રાહી (એકતરફી જ) ન થવું; અજ્ઞાત વસ્તુ ન કહેવી; પ્રતિવાદીના અનુનય(સમજાવટ)થી બરાબર સમજી જવું; પ્રતિવાદીને પણ વખતે અનુનય કરવો—આ બધાં કર્તવ્યોમાં સાવધાન રહેવું. અહીં સુધી અનુલોમ (સંધાય) સંભાષા વિધિ થઈ.
ર
વિગૃહ્યસંભાષા (વિજયચ્છામૂલક ચર્ચા) :— જો પોતામાં વિદ્યાનો ઉત્કર્ષ વગેરે ગુણો જોવામાં આવે તો જ વિગૃહ્યસંભાષામાં ઊતરવું. આ ચર્ચાના અધિકારીનું સ્વરૂપ સંધાયસંભાષાના અધિકારીના ઉપર્યુક્ત સ્વરૂપથી તદ્દન વિપરીત સમજવું. એટલે કે અધૂરા જ્ઞાનવાળો, ક્રોધી અને હઠીલો હોય તે આ ચર્ચાનો અધિકારી હોય છે. વિગૃહ્યસંભાષા (જલ્પ કે વિતંડા) શરૂ કર્યા પહેલાં પ્રતિપક્ષીની ભાષણવિષયક વિશેષતાઓ, તે પ્રતિપક્ષી પોતાથી ચઢિયાતો છે કે ઊતરતો છે એ વિશેષતાઓ અને ખાસ સભાની વિશેષતાઓ એ બધાની પરીક્ષા કરી લેવી. કારણ કે સાચી પરીક્ષા જ બુદ્ધિમાનને કોઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થવા કે નિવૃત્ત થવા પ્રેરે છે.
પરીક્ષા કરવાના ગુણોઃ—શાસ્રાભ્યાસ, તેનું સૂક્ષ્મ જ્ઞાન, યાદદાસ્તી, પ્રતિભા, વાક્શક્તિ - આ ઉચ્ચ ગુણો છે.
ગુસ્સો, અનિપુણતા, બીકણપણું, વિસ્મરણશીલતા, અસાવધાનપણું, આ હલકી જાતના ગુણો છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
૯૪ • અનેકાન્ત ચિંતન
આ બંને પ્રકારના ગુણોને પારખી, સમજી તે બાબતમાં પોતાની અને પ્રતિવાદીની તુલના કરવી કે કોનામાં કયા કયા ગુણો ઓછાવત્તા છે.
પ્રતિવાદીના પ્રકારો – પ્રતિવાદી ત્રણ પ્રકારના હોય છે : (૧) પર (પોતાનાથી શ્રેષ્ઠ) (૨) પ્રત્યવર (પોતાથી કનિષ્ઠ ) (૩) સમ (પોતાની બરાબરનો). આ ત્રણ પ્રકારો ઉપર્યુક્ત ગુણોની દૃષ્ટિએ સમજવા, નહિ કે ઉંમર, વૈભવ આદિ સર્વાશે.
પરિષદના પ્રકારો :- સભાના જ્ઞાનવતી અને મૂઢ એવા બે પ્રકારો મુખ્ય છે. અને એ બેના પણ મિત્ર, શત્રુ અને ઉદાસીન એ ત્રણ પ્રકારો છે.
જલ્પને યોગ્ય અને અયોગ્ય પરિષદ - જ્ઞાનશક્તિ સંપન્ન હોય કે મૂઢ હોય, કોઈ પણ જાતની શત્રુસભા જલ્પને અયોગ્ય છે. મિત્રસભા કે ઉદાસીનસભા જો મૂઢ હોય તો તે ગમે તેવાની સાથે અને ગમે તેવી સ્થિતિમાં જલ્પ કરવાને યોગ્ય જ છે.
વિગૃહ્યસંભાષા કરતી વખતનાં કર્તવ્યો :- કઠણ અને લાંબાં લાંબાં ન સમજાય તેવાં વાક્યો બોલવાં; અત્યંત હર્ષમાં આવી પ્રતિવાદીનો ઉપહાસ કરતા જવું; આકૃતિથી સભાનું વલણ જોતા જવું; અને પ્રતિવાદી બોલવા લાગે તો એને અવકાશ જ ન આપવો; ક્લિષ્ટ શબ્દો બોલતાં બોલતાં સામાને એમ પણ કહેવું કે “તું તો ઉત્તર જ નથી આપતો' અથવા “તારી પ્રતિજ્ઞા તૂટી, પ્રતિવાદી જો ફરી વાર માટે આહ્વાન કરે તો તેને કહેવું કે “અત્યારે આટલું જ બસ છે. એક વર્ષ ફરી ગુરુસેવા કર,' એમ કહી ચર્ચા બંધ રાખવી; કારણ કે એક વાર હાર્યો તે હંમેશને માટે હાર્યો એમ વિદ્વાનો કહે છે; એ હારેલ પ્રતિવાદીનો ફરી સંબંધ પણ ન કરવો. આ બતાવેલ રીતે જલ્પ પોતાનાથી શ્રેષ્ઠની સાથે પણ કરવો એમ કેટલાક વિદ્વાનો કહે છે; જયારે બીજા વિદ્વાનો તેથી ઊલટું કહે છે. તેઓ કહે છે કે પોતાથી કનિષ્ઠ કે પોતાના સમાન પ્રતિવાદી સાથે મિત્ર કે ઉદાસીન પરિષદમાં જલ્પ કરવો ઘટે છે. આ જલ્પ કરતી વખતે પોતાનું અને પ્રતિવાદીનું બલબલ જોઈ જે બાબતમાં પ્રતિવાદી ચઢિયાતો હોય તે બાબતની પોતાની અયોગ્યતા પ્રકટ કર્યા સિવાય જ કોઈ પણ રીતે તે બાબતને ટાળી દઈ, તેમાં જલ્પ ન કરવો; અને જે બાબતમાં પ્રતિવાદી દુર્બલ હોય, તે જ બાબતમાં તેને જલ્પ દ્વારા શીઘ હરાવવો.
દુર્બલને જલદી પરાજિત કરવાના ઉપાયો – જેને શાસ્ત્રપાઠ યાદ ન હોય તેને મોટા મોટા સૂત્રપાઠ ગગડાવીને, જે અર્થજ્ઞાન વિનાનો હોય તેને
Page #104
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૫ ક્લિષ્ટ શબ્દવાળાં વાક્યો બોલીને, જેની ધારણાશક્તિ ઓછી હોય તેને મોટાં વાક્યો ઉચ્ચારીને, જેમાં પ્રતિભા ન હોય તેને અનેકાર્થક શબ્દવાળાં અનેક જાતનાં વચનો ઉચ્ચારીને, વાક્લટુ ન હોય તેને અર્ધવાક્ય અધ્યાહત જેવું રાખીને, જેણે પહેલાં સભા ન જોઈ હોય તેને કે પંડિત ન હોય તેને લજ્જાજનક વાક્ય સંભળાવીને, ક્રોધીલાને થકવીને, બીકણને ડરાવીને, અને અસાવધાનને નિયમના પાશમાં નાખીને હરાવવો.
વાદ શરૂ થયા પહેલાં કરવાની ખટપટ–ગમે તે રીતે પરિષદને મળી જઈ તેની મારફત પોતાને સરળ અને પ્રતિવાદીને અતિ કઠણ એવા વિષયમાં ચર્ચાની રજા મળે તેવી ગોઠવણ કરવી. આ પ્રમાણે પરિષદને ખાનગી રીતે મળી નક્કી કરી લીધા પછી કહેવું કે આપણાથી ન કહી શકાય માટે આ પરિષદૂ જ યથાયોગ્યવાદનો વિષય અને વાદની મર્યાદા ઠરાવશે, એમ કહી ચૂપ રહેવું, અને પોતાને અભિમત બધું પરિષદને મોઢે જ નક્કી કરાવવું.
વાદમર્યાદાનું સ્વરૂપ –આ બોલવું. આ ન બોલવું, આમ થાય તો હારેલો ગણાય ઈત્યાદિ વાદમાર્ગના જ્ઞાન માટે જાણવી જોઈતી વસ્તુઓ – (૧) વાદ, (૨) દ્રવ્ય, (૩) ગુણો, (૪) કર્મ, (૫) સામાન્ય, (૬) વિશેષ, (૭) સમવાય, (૮) પ્રતિજ્ઞા, (૯) સ્થાપના, (૧૦) પ્રતિષ્ઠાપના, (૧૧) હેતુ, (૧૨) દષ્ટાંત, (૧૩) ઉપનય, (૧૪) નિગમન, (૧૫) ઉત્તર, (૧૬) સિદ્ધાંત, (૧૭) શબ્દ, (૧૮) પ્રત્યક્ષ, (૧૯) અનુમાન, (૨૦) ઐતિહ્ય, (૨૧) ઔપમ્પ, (૨૨) સંશય, (૨૩) પ્રયોજન, (૨૪) સવ્યભિચાર, (૨૫) જિજ્ઞાસા, (૨૬) વ્યવસાય, (૨૭) અર્થપ્રાપ્તિ, (૨૮) સંભવ, (૨૯) . અનુયોજ્ય, (૩૦) અનસુયોજ્ય, (૩૧) અનુયોગ, (૩૨) પ્રત્યનુયોગ, (૩૩) વાક્યદોષ, (૩૪) વાક્યપ્રશંસા, (૩૫) છળ, (૩૬) અહેતુ, (૩૭) અતીતકાળ, (૩૮) ઉપાલંભ, (૩૯) પરિહાર, (૪૦) પ્રતિજ્ઞાાનિ, (૪૧) અભ્યનુજ્ઞા, (૪૨) હેવંતર, (૪૩) અર્થાતર, (૪૪) નિગ્રહસ્થાન.
ચરકમાં (૧) વાદ(વિગૃહ્યસભાના)ના જલ્પ અને વિતંડા એ બે ભેદ છે અને તેનાં લક્ષણો ન્યાયસૂત્રમાં આપેલાં લક્ષણો જેવાં જ છે. (૨) થી (૭). સુધીના છ પદાર્થો કણાદવર્ણિત છ તત્ત્વો જ છે. ચરકમાં (૮) પ્રતિજ્ઞાનું સ્વરૂપ ન્યાય જેવું જ છે. પ્રતિજ્ઞા ઉચ્ચાર્યા પછી તેને સિદ્ધ કરવા હેતુ, દષ્ટાંત, ઉપનય અને નિગમન એ ચાર અવયવો કહેવામાં આવે છે તેને ચરકકાર (૯) સ્થાપના કહે છે. એક અનુમાન સામે બીજું વિરોધી અનુમાન
તે (૧૦) પ્રતિષ્ઠાપના, જેને નૈયાયિકો પ્રતિપક્ષ કહે છે. (૧૧) થી (૧૪)
Page #105
--------------------------------------------------------------------------
________________
૯૬ ૦ અનેકાન્ત ચિંતન
હેતુ, દૃષ્ટાંત ઉપનય અને નિગમનની વ્યાખ્યા ન્યાયસૂત્રના જેવી જ છે. ન્યાયશાસ્ત્રની ‘જાતિ’ એ જ ચરકનું (૧૫) ‘ઉત્તર’ તત્ત્વ છે. ફેર એટલો છે કે ચરકમાં ન્યાયદર્શન જેવા ચોવીસ ભેદો નથી અને ઉદાહરણો દાર્શનિક ન આપતાં ચિકિત્સાશાસ્ત્રનાં આપેલાં છે. (૧૬) સિદ્ધાંતની વ્યાખ્યા અને સર્વતંત્ર આદિ ચાર ભેદો એ બધું ચ૨કમાં ન્યાય જેવું જ છે. (૧૭) થી (૨૩) સુધીના બધા પદાર્થો ન્યાય પ્રમાણે જ છે. ચરકનું (૨૪) સવ્યભિચાર તત્ત્વ ન્યાયના અનૈકાંતિક હેત્વાભાસને સ્થાને છે. ચરકમાં (૨૫) જિજ્ઞાસા અને (૨૬) વ્યવસાયને અનુક્રમે પરીક્ષા અને નિર્ણય કહે છે. દાર્શનિકોની અર્થા૫ત્તિ એ જ ચરકનીં (૨૭) અર્થપ્રાપ્તિ છે. ચરકનું (૨૮) સંભવતત્ત્વ એટલે કારણ; તેમાં દાર્શનિકોના સંભવ પ્રમાણનો પણ સમાવેશ થઈ જાય છે. ચરક જે વાક્યમાં વાક્યના દોષો હોય તે વાક્યને (૨૯) અનુયોજ્ય જેમાં ન હોય તેને (૩૦) અનનુયોજન કહે છે. ચરક પ્રશ્ન અને પ્રતિપ્રશ્નને અનુક્રમે (૩૧) અનુયોગ અને (૩૨) પ્રત્યનુયોગ કહે છે. ચરકમાં ન્યૂન, અધિક, અનર્થક, અપાર્થક અને વિરુદ્ધ એ પાંચ (૩૩) વાક્યદોષો બતાવ્યા છે, જેમાંના પ્રથમ ચાર તો બાવીસ નિગ્રહસ્થાનો પૈકી (૧૧) (૧૨) (૭) અને (૯) નિગ્રહસ્થાનો જ છે. અને વિરુદ્ધ એ અક્ષપાદનો બીજો હેત્વાભાસ છે. ન્યૂનાદિ ઉક્ત પાંચ દોષો ન હોય એવા વાક્યને ચરક વાકયપ્રશંસા કહે છે. ચરકમાં વાછળ અને સામાન્ય છળ એ બે જ (૩૫) છળ છે. તેમાં ન્યાયનું ઉપચાર છળ નથી. ચરકમાં (૩૬) અહેતુ(હેત્વાભાસ)ના પ્રક૨ણસમ, સંશયસમ, અને વર્ણસમ એ ત્રણ ભેદો છે, જે અનુક્રમે ન્યાયસૂત્રના પાંચ હેત્વાભાસ પૈકી પ્રક૨ણસમ, સવ્યભિચાર અને સાધ્યસમને સ્થાને છે. ચરકના (૩૭) અતીતકાલ અને ન્યાયના કાલાતીત (કાલાત્યયાપદિષ્ટ) વચ્ચે ખાસ સામ્ય નથી. હેત્વાભાસોનું ઉદ્ભાવન કરવું તે (૩૮) ઉપાલંભ અને એનું સમાધાન કરવું તે (૩૯) પરિહાર. (૮૦) થી (૪૩) સુધીનાં બધાં ચરકકથિત તત્ત્વો ન્યાયનાં નિગ્રહસ્થાનો જ છે. ફેર એટલો છે કે ન્યાયની મતાનુજ્ઞાને ચરક અભ્યનુજ્ઞા કહે છે. (૪૪) નિગ્રહસ્થાન એ ન્યાયનું નિગ્રહસ્થાન છે. એના ન્યાયદર્શનવર્ણિત બાવીસે ભેદો ચરકમાં નથી પણ ઉપર બતાવેલા ન્યૂન, અધિક આદિ અને પ્રતિજ્ઞાહાનિ આદિ થોડાક જ ભેદો ચરકમાં દેખાય છે.
ઉપર પ્રમાણે ૪૪ તત્ત્વો કહ્યા બાદ ચરકકાર વાદનો ઉપસંહાર કરતાં જે ભલામણ કરે છે તે કોઈ પણ શાસ્ત્રના વાદીને કામની છે. તે કહે છે કે
Page #106
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૯૭
સંબંધ વિનાનું, શાસ્ત્રવિરુદ્ધ, પરીક્ષા વિનાનું, અસાધક, બુદ્ધિને વ્યામોહમાં નાંખે તેવું અને કાંઈ પણ બોધન કરે તેવું વાચ વાદી ન જ બોલે. તે જે બોલે તે હેતુયુક્ત જ બોલે, કારણ કે હેતુયુક્ત વાદવિગ્રહો વિશદ હોઈ, બુદ્ધિને પ્રશસ્ત બનાવે છે અને એવી પ્રશસ્ત બુદ્ધિ જ દરેક કાર્યની સિદ્ધિ કરે છે. આ ઉપરાંત બીજાં કેટલાંક પ્રકરણો ચરકમાં વર્ણવ્યાં છે, જે અહીં વિસ્તારભયથી ન આપી શકાય, પણ એ બધું ચરકનું વર્ણન એટલું બધું સ્પષ્ટ, રોચક અને અનુભવસિદ્ધ છે કે તે વિશેષ જિજ્ઞાસુએ ખાસ જોવા જેવું છે. જુઓ ચરક, વિમાનસ્થાન અધ્યાય ૮, રોગભિષગ્નિતીયવિમાન.
પરિશિષ્ટ ૪
વિભાગ ૧
સિદ્ધસેનદિવાકરકૃત દ્વાત્રિંશિકાઓ
વાદોપનિષદ્ દ્વાત્રિંશિકા धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि ।
न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लक्ष्म्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥१॥
જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઇષ્ટ હોય એવાં શાસનો (માનપત્ર, દાનપત્ર અને આજ્ઞાપત્ર આદિ ફરમાનો) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માર્ગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસનો સંપાદન કરવાં ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા
31. 11911
पूर्वं स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजृंभते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि
नौच्चैः शिरः स वदति प्रतिभानवत्सु ॥७॥
પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે, તે પૌરુષવાન્ છતાં પોતાનો અવસર ગુમાવેલો હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બોલી શકતો નથી. IIણા
Page #107
--------------------------------------------------------------------------
________________
૯૮ ૦ અનેકાન્ત ચિંતન
नावैमि किं वदसि कस्य कृतान्त एष सिद्धान्तयुक्तमभिघत्स्व कुहैतदुक्तम् । ग्रन्थोऽयमर्थमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥
“તું શું બોલે છે. હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બોલ, આ કચાં કહ્યું છે ? આ ગ્રંથ રહ્યો, અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રક્ષેપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ બંધ કરાય છે. ૮૫
आम्नायमार्गसुकुमारकृताभियोगा क्रूरोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु शुद्धप्रहारविभवा रिपवः स्वपन्ति ॥२१॥
કઠોર ઉત્તરો વડે જે પુરુષ આઘાત પામી જાય છે તેની બુદ્ધિ જો આમ્નાય માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરો વડે ઉત્તેજિત થઈ જાય છે, તેના શત્રુઓ સભાભટોથી ભરેલા રણાંગણમાં ચોખ્ખો માર ખાઈ સૂઈ જાય છે. II૨૧/
किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्दः । आशीविषो हि दशनै: सहजोग्रवीर्यैः क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥ २६ ॥
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેના માટે તો પોતે મર્મ ઉપર કરેલો પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે. કારણ કે સહજ અને પ્રચંડ વીર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આશીવિષ સર્પ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. I।૨૬।। मन्दोप्यहार्यवचनः प्रशमानुयातः
स्फीतागमो ऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टुमुदितेन सभाम
यत्नः श्रुताच्छतगुणः सम एव कार्यः ॥ २७ ॥
મંદ, અલ્પાભ્યાસી જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનીય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે
Page #108
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૯૯ તો તે પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. એટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સોગણો પ્રયત્ન કરવો જોઈએ. રા.
आक्षिप्य यः स्वसमयं परिनिष्ठुराक्षः पश्यत्यनाहतमनाश्च परप्रवादान् आक्रम्य पार्थिवसभाः स विरोचमानः
शोकप्रजागरकृशान् द्विषतः करोति ॥२८॥ જો પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ફર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલો પોતાના શત્રુઓને શોક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે. |૨૮
किं गर्जितेन रिपुषु त्वभितोमुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणकृशानुबलं हि तेजः
कल्पात्ययस्थिरविभूतिपराक्रमोत्थम् ॥२९॥ સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે? તેમ જ નિર્દયભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯
परिचितनयः स्फीतार्थोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषद्बलः । विदितसमयोऽप्येवं वाग्मी विनोपनिषक्रियां
न तपति यथा विज्ञातारस्तथा कृतविग्रहाः ॥३२॥ જેમ સમૃદ્ધિશાળી અને નીતિજ્ઞ હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતો નથી, તેમ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં, (વાદના) રહસ્યને ન જાણતો હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી. કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩૨
Page #109
--------------------------------------------------------------------------
________________
૧૦૦ ૦ અનેકાન્ત ચિંતન
વાદલાત્રિશિકા ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ( ? स ख्यमपि शुनोमा॑त्रोरपि वादिनोर्न स्यात् ॥१॥
જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી બનેલાં એવાં બે શ્વાનોનું પણ કદાચિત સખ્ય સંભવે ખરું; પરંતુ વાદીઓ જો બે સગા ભાઈ હોય તો પણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. આવા
वच तत्त्वाभिनिवेशः क्वच संरम्भातुरेक्षणं वदनम् । દર ના રીક્ષા વિશ્વસનીયરૂપતાનુનુઃ (?) પરા
ક્યાં તે તત્ત્વનો આગ્રહ અને ક્યાં આવેશથી આતર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને જ્યાં એ કુટિલ વાદ? રા
तावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रंगमवतरति ।
रंगावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥३॥
જ્યાં સુધી રંગતવાદસ્થલી)માં નથી ઊતરતો ત્યાં સુધી વાદી બગલા જેવો મુગ્ધ દેખાય છે. પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. સંસા
क्रीडनकमीश्वराणां कुर्कुटलाबकसमान( ? )वालेभ्यः । ।
शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥४॥ ક્ષુલ્લક વાદી કૂકડા અને તેતરની પેઠે પૈસાદારોનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને બાળકો મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. જો
अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय ।
कृत्स्नं वाङ्मयमित इति खादत्यंगानि दर्पण ॥५॥ બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ દર્પ વડે અંગોને કરડે છે. પણ
अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः ।
वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायम् । કલ્યાણો બીજી જ તરફ છે, અને વાદીવૃષભો બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તો વાણીના યુદ્ધને ક્યાંયે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. IIણા
Page #110
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૧૦૧
यद्यकलहाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् । स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ॥८॥
વાક્કલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે, એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે, અકલહથી સુંદર બને તેમ જો વિચારણા કરવામાં આવે તો તેમાં કશો દોષ ન થાય. IIા
साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः ।
न तु कलहकोटिकोट्याऽपि समेता (? संगता) वाक्यलालभुजः ॥९॥ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પોતાનો પક્ષ સાધે છે, પરંતુ વાચોની લાળ ચાટનારા અનેક વિદ્વાનો એકઠા થઈને લહપ્રધાન એવી કરોડો કોટિઓથી પણ પોતાનો પક્ષ સાધી શકતા નથી. {lell
आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ॥१०॥
વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નયવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થ્યની જ ચિંતા કરતો રહે છે. ૧૦ના
हेतुविदसौ न शब्दः (? शाब्द ) शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः । उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥११॥
અમુક વાદી હેતુન્ન (તર્કશ) છે તો શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તો તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ર બંને જાણતો છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી. તો બીજો વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ।।૧૧।
सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥१२॥ ‘અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરો) યોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨૫
अशुभवितर्कविधूमितहृदयः कृत्स्नां क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥१३॥
સભામાં જેનો ગર્વ તૂટી ગયો છે એવો વાદી પોતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા
,
Page #111
--------------------------------------------------------------------------
________________
૧૦૨ ૦ અનેકાન્ત ચિંતન
હૃદયવાળો થઈ ઊંઘ લઈ શકતો નથી. ૧૩।।
यदि विजयते कथञ्चित्ततोऽपि परितोषभग्नमर्यादः ॥ स्वगुणविकत्थनदुषिक( ? ) स्त्रीनपि लोकान् खलीकुरुते ॥१५॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेनाक्रामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥१६॥
જો વાદી કોઈ પણ રીતે જીતે તો તેથી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણે લોકની અવજ્ઞા કરે છે. પરંતુ જો હારે તો તે વાદી ક્રોધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતો પોતાની ઝાંખપને દૂર કરે છે. I૧૫ ૧૬ |
वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभंगोष्णम् । रम्येऽप्यपरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥१७॥
જ્યારે વાદી વાદકથા નથી સહી શકતો ત્યારે માનભંગના ભયથી ગરમ અને લાંબો નિસાસો મૂકે છે. અને તે રમ્ય સ્થાનોમાં પણ બેચેનીથી સંતપ્ત થયેલો હોઈ મિત્રોના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચનો બોલવા લાગે 9.119911
दुःखमहंकारप्रभवमित्यं सर्वतन्त्रसिद्धान्तः ।
अथ च तमेवारूढस्तत्त्वपरीक्षां किल करोति ॥ १८ ॥
સર્વ શાસ્ત્રકારોનો એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારનો આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ૧૮ ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥१९॥
પોતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાનો સિદ્ધાંત જાણી લેવો આવશ્યક છે; પરંતુ સામાના પક્ષને ક્ષોભ પમાડવાના ઉદ્દેશથી તેનો સિદ્ધાંત જાણવો એ તો સજ્જનો માટે અનાચાર જ છે. ।।૧૯। स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् ॥
यः सर्वज्ञैर्न कृतः शक्ष्यति तं वर्तुमेकमतम् ॥२०॥
પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે, કારણ કે અનેક મતભેદોથી ભ્રાંત થયેલું આ જગત સર્વજ્ઞોથી પણ એકમત ન થયું તો પછી તેને કયો વાદી એકમત કરી શકશે ? ||૨||
सर्वज्ञविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किंचिदपि वेत्ति ॥२१॥
Page #112
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૦૩ સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છvસ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા અલ્પજ્ઞો જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧
परुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः। - ધૂર્તઃ વન તો પીપાંસા નામ પરિવર્તઃ આરઝા
પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાખ્યું છે.
परनिग्रहाध्यवसितश्चित्तैकाग्र्यमुपयाति तद्वादी ।
यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥२५॥ બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તો તે વાદી વગર વિલંબે મુક્તિ પામે. ||રપી .
एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् ।
मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पंसः ॥२६॥ અહીં આ લોકમાં, જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવા યોગ્ય એવી એક પણ વસ્તુને પૂરી જાણી શકતો નથી તો પછી “હું” કે “મારા પ્રત્યે !” એવો પ્રકારનો ગર્વ કરવો કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હોઈ શકે? ૨૬
ન્યાયાત્રિશિકા दैवखातं च वदनं आत्मायत्तं च वाङ्मयम् ।
श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥१॥ મોટું દૈવે ખોડ્યું છે (બનાવી રાખ્યું છે) અને વાય પોતાને આધીન છે; જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે; એવી સ્થિતિમાં કયો નિર્લજ્જ પંડિત ન બની શકે ? ૧.
द्वितीयपक्षपतीघाः सर्व एव कथापथाः । __ अभिधानार्थविभ्रान्तैरन्योऽन्यं विप्रलप्यते ॥७॥
સર્વે કથા(વાદ)માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે; છતાં શબ્દ અને અર્થમાં બ્રાંત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યા જ કરે છે. |
एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्त्रपीडिता । श्रुतसंभावनावैरी वैरस्यं प्रतिपद्यते ॥१६॥
Page #113
--------------------------------------------------------------------------
________________
૧૦૪ ૦ અનેકાન્ત ચિંતન
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના(બહુમાન)ની શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. ૧૬ll
न नाम दृढमेवेति दुर्बलं चोपपत्तितः।
वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा ॥२८॥ ઉપપત્તિ(યુક્તિ)થી કાંઈ બળવાનું કે દુર્બળ છે જ નહિ; વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. ૨૮
तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते ।
વિનિપુર્યથા વામી તથા (?) શ્રતાપિ ારા સામ આદિ ઉપાયો સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ્ત્ર કરતાં શક્તિના યોગે ચઢી જાય છે. [૨૯તા.
पाश्निकेश्वरसौमुख्यं धारणाक्षेपकौशलम् ।
सहिष्णुता परं धाष्टयर्गमिति वादच्छलानि षट् ॥३१॥
સભ્ય અને સભાપતિનો સદ્દભાવ, ધારણશક્તિ અને આક્ષેપશક્તિનું - કૌશલ, સહનશીલતા અને પરમ ધૃષ્ટતા–આ છ વાદચ્છલ કહેવાય છે. ||૩૧||
વિભાગ ૨
હરિભદ્રસૂરિનાં વાદ અને યમ અષ્ટકો આગળ પૃ. ૧૨૧૪થી ૧૨૧૮માં જે અષ્ટકોનો સારાંશ આપવામાં આવ્યો છે તે અષ્ટકો સંક્ષિપ્ત તેમ જ પાક્ય હોવાથી નીચે તેનું મૂળમાત્ર આપવામાં આવે છે :
शुष्कवादो विवादश्च धर्मवादस्तथापरः । इत्येष त्रिविधो वादः कीर्तितः परमर्षिभिः ॥१॥ अत्यन्तमानिना साधु क्रूरचित्तेन च दृढम् । धर्मद्विष्टेन मूढेन शुष्कवादस्तपस्विनः ॥२॥ विजयेऽस्यातिपातादि लाघवं तत्पराजयात् । धर्मस्येति द्विधाप्येष तत्त्वतोऽनर्थवर्धनः ॥३॥ लब्धिख्यात्यर्थिना तु स्याहुँस्थितेनामहात्मना । छलजातिप्रधानो यः स विवाद इति स्मृतः ॥४॥
Page #114
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૦૫ विजयो ह्यत्र सन्नीत्या दुर्लभस्तत्त्ववादिनः । तद्भावेऽप्यन्तरायादिदोषो दृष्टविघातकृत् ॥५॥ परलोकप्रधानेन मध्यस्थेन तु धीमता । स्वशास्त्रज्ञाततत्त्वेन धर्मवाद उदाहृतः ॥६॥ विजयेऽस्य फलं धर्मप्रतिपत्त्याद्यनिन्दितम् । आत्मनो मोहनाशश्च नियमात्तत्पराजयात् ॥७॥ देशाद्यपेक्षया चेह विज्ञाय गुरुलाघवम् । तीर्थकृज्ज्ञातमालोच्य वादः कार्यः विपश्चिता ॥८॥
विषयो धर्मवादस्य तत्तत्तंत्रव्यपेक्षया । प्रस्तुतार्थोपयोग्येव धर्मसाधनलक्षणः ॥१॥ पंचैतानि पवित्राणि सर्वेषां धर्मचारिणाम् । अहिंसा सत्यमस्तेयं त्यागो मैथुनवर्जनम् ॥२॥ कखल्वेतानि युज्यन्ते मुख्यवृत्त्या क वा न हि । तत्रे तत्तंत्रनीत्यैव विचार्य तत्त्वतो ह्यदः ॥३॥ धर्माथिभिः प्रमाणादेर्लक्षणं न तु युक्तिमत् । प्रयोजनाद्यभावेन तथा चाह महामतिः ॥४॥ "प्रसिद्धानि प्रमाणानि व्यवहारश्च तत्कृतः । प्रमाणलक्षणस्योक्तौ ज्ञायते न प्रयोजनम्" ॥५॥ प्रमाणेन विनिश्चित्य तदुच्येत न वा ननु । अलक्षितात् कथं युक्ता न्यायतोऽस्य विनिश्चितिः ॥६॥ सत्यां चास्यां तदुक्त्या किं तद्वद्विषयनिश्चितेः । तत एवाविनिश्चित्य तस्योक्तिया॑न्ध्यमेव हि ॥७॥ तस्माद्यथोदितं वस्तु विचार्यं रागवर्जितैः । धर्माथिभिः प्रयत्नेन तत इष्टार्थसिद्धितः ॥८॥
. परिशिष्ट ५ વાદી દેવસૂરિનો તથા આચાર્ય હેમચંદ્રનો વાદવિચાર
વિભાગ ૧ વાદસ્વરૂપ પરસ્પર વિરુદ્ધ એવા બે અંશોમાંથી એક અનિષ્ટ અંશનું
१. विरुद्धयोर्धर्मयोरेकधर्मव्यवच्छेदेन स्वीकृततदन्यधर्मव्यवस्थापनार्थं साधनदूषणवचनं
वादः । प्रमाणनयतत्त्वा. परि० ८, सू० १.
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૬ ૭ અનેકાન્ત ચિંતન
નિરાકરણ કરી બાકીના બીજા ઇષ્ટ અંશનું સ્થાપન કરવા માટે વાદી અને પ્રતિવાદી જે પોતપોતાના પક્ષનું સાધન અને સામેના પક્ષનું નિરસન કરે છે તે વાદ. આ લક્ષણમાં અક્ષપાદના વાદ અને જલ્પનો સમાવેશ થાય છે, વિતંડાનો નહિ.
હેમચંદ્ર કહે છે કે પ્રાશ્વિક (સભ્ય), સભાપતિ અને પ્રતિવાદીની સમક્ષ તત્ત્વનિશ્ચયની રક્ષા માટે પોતાના પક્ષનું સાધન અને પરપક્ષનું દૂષણ કહેવું તે વાદ૧. હેમચંદ્ર પણ પોતાના એ વાદના લક્ષણમાં અક્ષપાદકથિત વાદ અને જલ્પ એ બંને કથાનો સમાવેશ કરે છે અને લાંબી ચર્ચા પછી કહે છે કે વાદથી જલ્પની કાંઈ ભિન્નતા નથી. વિતંડા માટે તો તે કહે છે કે પ્રતિપક્ષસ્થાપના વિનાની વિતંડા એ તો કથા જ નથી; કારણ કે વૈતંડિક પોતાનો પક્ષ લઈ તેને સ્થાપન ન કરતાં જો કાંઈ પણ બોલી પરપક્ષને જ દૂષિત કરે તો તેનું કથન કોણ સાંભળે ? તેથી વૈતંડિકે પોતાના પક્ષનું સ્થાપન તો કરવું જ રહ્યું; અને એમ કરે એટલે તેની કથામાં વિતંડાપણું રહેતું જ નથી, કાં તો તે કથા વાદ અને કાં તો જલ્પ બની જાય છે. માટે જ વિતંડા એ કથાકોટિમાં આવી શકતી નથી.
વાદી (પ્રારંભક) પ્રતિવાદી (પ્રત્યારંભક)વાદી બે પ્રકારના હોય છે. એક વિજયેચ્છુ અને બીજો તત્ત્વનિર્ણયચ્છુ. તત્ત્વનિર્ણયચ્છુના વળી બે પ્રકારો છે. કોઈ પોતે જ તત્ત્વનિર્ણય મેળવવા ઇચ્છે છે. તે સ્વાત્મનિ તત્ત્વનિર્ણયેચ્છુ કહેવાય; જ્યારે બીજો સ્વયં નિર્ણયવાન્ હોઈ બીજાને તત્ત્વનિર્ણય કરાવી આપવા ઇચ્છે છે તે પરન્ત્રતત્ત્વનિર્ણયેચ્છુ કહેવાય. આ બેમાંથી પરતત્ત્વનિર્ણયેચ્છુના પણ બે પ્રકાર સંભવે છે. એક અસર્વજ્ઞ અને બીજો સર્વજ્ઞ. આ રીતે (૧) વિજયેચ્છુ (૨) સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છુ (૩) અસર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેચ્છુ (૪) સર્વજ્ઞપ૨ત્રતત્ત્વનિર્ણયેચ્છુ, એમ ચાર પ્રકારના વાદી થયા.
પ્રતિવાદી પણ ઉપરની રીતે જ ચાર સંભવી શકે. તેમાંથી કઈ કઈ
१. तत्त्वसंरक्षणार्थं प्राश्निकादिसमक्षं साधनदूषणवदनं वादः । प्रमाणमीमांसा ॥ २-१૩૦ ॥
૨. તત્ર વાવાત્ ખન્વસ્ય બ્રિદ્વિશેષોઽસ્તિ ! પ્રમાળમીમાંસા.
3. प्रतिपक्षस्थापनाहीनाया वितण्डाया कथात्वायोगात् । वैतण्डिको हि स्वपक्षमभ्युपगम्यास्थापयन्यत्किञ्चिद्वादेन परपक्षमेव दूषयन् कथमवधेयवचनः । प्रमाणमीमांसा.
Page #116
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૦૭ જાતના વાદીનો કઈ કઈ જાતના પ્રતિવાદી સાથે વાદ સંભવે અને કઈ જાતના સાથે ન સંભવે એનો વિસ્તાર નીચે પ્રમાણે છે :
(૧) વિજયેચ્છ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયુચ્છ પ્રતિવાદી સાથે; (૨) સ્વાત્મનિતત્ત્વનિર્ણયુચ્છ વાદીનો વિજયેચ્છપ્રતિવાદી સાથે; (૩) સ્વાત્મનિતત્ત્વનિર્ણયેછુ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે અને (૪) પરત્રતત્ત્વનિર્ણયેઙ્ગ સર્વજ્ઞ વાદીનો પરત્રતત્ત્વનિર્ણયેઙ્ગ સર્વજ્ઞ પ્રતિવાદી સાથે–આ પ્રમાણે ચાર વાદ ન સંભવે.
જે (વાદ) સંભવે તે આ પ્રમાણે :
(૧) વાદી અને પ્રતિવાદી બંને વિજયેઠુ; (૨) વાદી વિજયેષ્ણુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ પત્રતત્ત્વનિર્ણયેઠુ; (૩) વાદી વિજયેષ્ણુ અને પ્રતિવાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેઠુ; (૪) વાદી સ્વાત્મનિતત્ત્વનિર્ણયે અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેઠુ; (૫) વાદી સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છ અને પ્રતિવાદી સર્વજ્ઞ-પર-તત્ત્વનિર્ણયેઠુ; (૬) વાદી અસર્વજ્ઞ-પરતત્ત્વનિર્ણયેઠુ અને પ્રતિવાદી વિજયેઠુ; (૭) વાદી અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેષ્ણુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિર્ણયેઠુ; (૮) વાદી અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેઠુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેઠુ; (૯) વાદી અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેઠુ; (૧૦) વાદી સર્વજ્ઞ-પરત્રતત્ત્વનિર્ણયેઠુ અને પ્રતિવાદી વિજયે; (૧૧) વાદી સર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેઠુ અને પ્રતિવાદી સ્વાત્મનિતત્ત્વનિર્ણયેઠુ; (૧૨) વાદી સર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેછુ અને પ્રતિવાદી અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છુ.
અંગનિયમ–વાદકથાનાં ચાર અંગો માનવામાં આવ્યાં છે : (૧) વાદી, (૨) પ્રતિવાદી, (૩) સભ્ય, (૪) સભાપતિ. વધારેમાં વધારે આ ચાર જ અંગો વાદ માટે આવશ્યક છે. પણ વાદી પ્રતિવાદીની વિશેષતાને લઈને કેટલાક વાદો ઓછાં અંગોથી પણ ચાલે છે. તેથી વાદને લગતો અંગનો નિયમ પણ બતાવવામાં આવ્યો છે; જેમ કે વાદી અને પ્રતિવાદી વચ્ચે વાદના જે ઉપર્યુક્ત બાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેમાંથી વિજયેચ્છ વાદી સાથે (૧) વિજયેષ્ણુ પ્રતિવાદીનો (૨) અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છુ-પ્રતિવાદીનો તથા (૩) સર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદીનો—એ પ્રમાણે ત્રણ વાદો બને છે. તે વાદો પૂર્વોક્ત ચારે અંગ હોય તો જ ચાલી શકે. કારણ કે જયાં વાદી કે પ્રતિવાદી–બેમાંથી એક પણ
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૦૮ · અનેકાન્ત ચિંતન વિજયેચ્છુ હોય ત્યાં સભ્ય અને સભાપતિ સિવાય વ્યવસ્થા રહી શકે જ નહિ. જ્યારે સ્વાત્મનિતત્ત્વનિર્ણયેઠુ વાદીનો અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ ચાલે છે ત્યારે તેમાં બે અથવા ત્રણ અંગ હોય છે. જો વાદી અને પ્રતિવાદી બંને અંદરોઅંદર સમજી શકે તો તે પોતે જ બે અંગ અને જો પ્રયત્ન કર્યા છતાં પણ પ્રતિવાદી વાદીને ન સમજાવી શકે તો સભ્યની આવશ્યકતા પડે એટલે ત્રણ અંગ થયાં. એમાં વાદી-પ્રતિવાદી બંને નિર્ણયેચ્છુ હોવાથી કલહ આદિનો સંભવ ન હોવાને લીધે સભાપતિ રૂપ અંગ આવશ્યક જ નથી.
પરંતુ જો સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છુ વાદીનો સર્વજ્ઞ-પરત્ર-તત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં સભ્યની આવશ્યકતાનો પ્રસંગ ન પડવાથી વાદી અને પ્રતિવાદી બે જ અંગો હોય છે.
અસર્વજ્ઞ પરત્રતત્ત્વનિર્ણયેચ્છુ વાદિનો વિજયેચ્છુ-પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં ચારે અંગ જોઈએ. પણ જો તે અસર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેચ્છ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયેચ્છ પ્રતિવાદી સાથે અથવા પરત્રતત્ત્વનિર્ણયેચ્છ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે (વાદી-પ્રતિવાદી) અગર ત્રણ જ અંગ જોઈએ (સભાપતિ નહિ). પણ જો એ અસર્વજ્ઞ-પરત્રતત્ત્વનિર્ણયેચ્છ વાદીનો સર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો તેમાં બે જ અંગ હોય.
સર્વજ્ઞ વાદીનો વિજયેષ્ણુ પ્રતિવાદી સાથે વાદ ચાર અંગવાળો જ હોય. પણ તે સર્વજ્ઞ વાદીનો સ્વાત્મનિતત્ત્વનિર્ણયુચ્છ પ્રતિવાદી સાથે અથવા પરત્રતત્ત્વનિર્ણયેઠુ અસર્વજ્ઞ પ્રતિવાદી સાથે વાદ હોય તો બે જ અંગ આવશ્યક છે. વાદમાં વાદી કે પ્રતિવાદી કોઈ પણ રૂપે વિજયેચ્છુ દાખલ થયો એટલે કલહ આદિ દૂર કરવા, વ્યવસ્થા રાખવા, સભ્ય અને સભાપતિ આવશ્યક હોય જ એ ઉપર કહેવામાં આવ્યું છે.
અંગોનું સ્વરૂપ અને કર્તવ્ય :-(૧) વાદકથામાં બે પક્ષકારો હોય છે. તેમાં એક વાદી અને બીજો તેની સામે થનાર તેની અપેક્ષાએ પ્રતિવાદી; તેવી રીતે બીજાની અપેક્ષાએ તેની સામે પડનાર પહેલો પ્રતિવાદી કહેવાય છે. વાદી અને પ્રતિવાદી બંનેનું કામ પ્રમાણપૂર્વક પોતપોતાના પક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન એ છે.
(૨) વાદી અને પ્રતિવાદી બંનેના સિદ્ધાંતોના રહસ્યનું જ્ઞાન, ધારણાશક્તિ, બહુશ્રુતપણું, ક્ષમા, મધ્યસ્થપણું એ ગુણોને લીધે જેઓ
Page #118
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૧૦૯ વાદી અને પ્રતિવાદી બંનેને માન્ય થઈ શકે તે સભ્ય'. તેઓનું કામ નીચે પ્રમાણે :
વાદી અને પ્રતિવાદીને ચોક્કસ પક્ષનો સ્વીકાર કરાવી તેઓને જે પદ્ધતિએ ચર્ચા કરવાની હોય તે પદ્ધતિનો પણ સ્વીકાર કરાવવો; પહેલો કોણ બોલશે તે ઠરાવવું; વાદી અને પ્રતિવાદીએ પોતપોતાના પક્ષના સાધનમાં અને વિરુદ્ધ પક્ષના નિરાકરણમાં જે કહ્યું હોય તેના ગુણ અને દોષોનો નિશ્ચય ક૨વો; વખત આવ્યે સત્ય (તત્ત્વ) પ્રકાશન કરી ચર્ચાને બંધ કરવી અને યથાર્થપણે સભામાં ચર્ચાનું ફળ (જય અગર પરાજય) નિવેદન કરવું.
સભાપતિનું સ્વરૂપ અને તેનું કાર્ય ઃ— પ્રજ્ઞા (વિવેકશક્તિ) આજ્ઞા, ઐશ્વર્ય (પ્રભાવ), ક્ષમા, અને મધ્યસ્થતા (નિષ્પક્ષપણું) એટલા ગુણોથી યુક્ત હોય તે સભાપતિ થઈ શકે.
તેનું કાર્ય બંને વાદીઓ અને સભ્યોએ જે કહ્યું હોય તે સમજી લેવું અને તકરારનો નિવેડો લાવવો વગેરે હોય છે.
કાળમર્યાદા ઃ— જો જયેચ્છુ વાદીઓની ચર્ચા હોય તો તેનો સમય સભ્યોની ઇચ્છા અને બોલનારની સ્ફૂર્તિ (કથનસામર્થ્ય) ઉપર આધાર રાખે છે; અને જો તત્ત્વનિર્ણયેચ્છુઓની ચર્ચા હોય તો તેનો સમય તત્ત્વનિર્ણયના અવસાન અને બોલનારની સ્ફૂર્તિ ઉપર અવલંબે છે.
જોકે દેવસૂરિના ઉપરોક્ત વર્ણન જેટલું વિસ્તૃત વર્ણન બીજા કોઈ ગ્રંથમાં અદ્યાપિ જોવામાં નથી આવ્યું, છતાં અક્ષપાદના ન્યાયસૂત્ર ઉપરની વિશ્વનાથ તર્કપંચાનનકૃત વૃત્તિમાં થોડુંક આને લગતું જાણવા જેવું વર્ણન છે. દેવસૂરિ અને તર્કપંચાનન બંનેનું વર્ણન ઘણે અંશે એકબીજાની પૂર્તિ રૂપ હોઈ તેને અહીં જ આપી દેવું યોગ્ય છે. વૃત્તિમાંથી ચાર મુખ્ય બાબતો અહીં નોંધવા જેવી છે.
(૧) ચર્ચા સામાન્યના અધિકારીઓ કેવા હોવા જોઈએ તે.
(૨) વાદકથાના (વિશિષ્ટ ચર્ચાના) અધિકારીઓ કેવા હોવા જોઈએ. (૩) સભા કેવી હોવી જોઈએ તે.
१. वादिप्रतिवादिसिद्धान्ततत्त्वनदीष्णत्वधारणाबाहु श्रुत्यप्रतिभाक्षान्तिमाध्यस्थ्यैरुभयाभिमेताः सभ्याः । प्रमाणनयतत्त्वा० परि० ८, सू० १८ ।
સભ્યના સ્વરૂપ વિશે હેમચંદ્રે આપેલું નીચે એક સુંદર પઘ છે :
स्वसमयापरसमयज्ञाः कु लजाः पक्षद्वयेप्सिताः क्षमिणः ।
वादपथेष्वभियुक्तास्तुलासमाः प्राश्निकाः प्रोक्ताः || प्रमाणमीमांसा पल ३८, प्र० प० १ ।
Page #119
--------------------------------------------------------------------------
________________
૧૧૦ ૦ અનેકાન્ત ચિંતન
(૪) ચર્ચાનો ક્રમ કેવો હોવો જોઈએ.
કથાધિકારી(વાદી પ્રતિવાદી)નું સ્વરૂપ :
તત્ત્વનિર્ણય અગર વિજય એ બેમાંથી કોઈ પણ એકની ઇચ્છા રાખનાર, સર્વજન સિદ્ઘ અનુભવની અવગણના ન કરનાર, સાંભળવા વગેરે કામમાં પટુ; તકરાર નહિ કરનાર અને ચર્ચામાં ઉપયોગી થાય તેવું પ્રવર્તન કરવામાં સમર્થ વાદીપ્રતિવાદી હોવા જોઈએ.
વાદાધિકારી ઃ
તત્ત્વજ્ઞાનને ઇચ્છનાર, પ્રસ્તુત વિષય સાથે સંબદ્ધ જ બોલનાર, નહિ ઠગનાર, યથાસમયસ્ફૂર્તિવાળા, અપેક્ષા (લાભેચ્છા) વિનાના, અને યુક્તિયુક્ત વાતનો સ્વીકાર કરનાર-વાદકથાના અધિકારી હોય.
સભ્ય સ્થેયાન્ (મધ્યસ્થ) એવા અનુવિધેય (રાજાદિ સભાપતિ) તથા સભ્યથી યુક્ત સભા હોય પણ વીતરાગકથા(વાદ)માં તે આવશ્યક નથી. તે માત્ર વાદી અને પ્રતિવાદીથી પણ ચાલી શકે છે.
ક્રમ :- વાદી સ્વપક્ષનો સાધકહેતુ મૂકી, આ મારો હેતુ હેત્વાભાસ નથી એમ સામાન્ય રીતે અને આ અસિદ્ધ વગેરે હેત્વાભાસ નથી એમ વિશેષ રીતે દૂષણનો ઉદ્ધાર કરે એટલે પ્રતિવાદી વાદીના કથનનો અનુવાદ કરી યથાસંભવ હેત્વાભાસ વડે વાદીના કથનને દૂષિત કરી સ્વપક્ષનો ઉપન્યાસ કરે; ત્યાર પછી ત્રીજી કક્ષામાં વાદી, પ્રતિવાદીના કથનનો અનુવાદ કરી પ્રતિવાદીએ આપેલ દૂષણ ઉદ્ધૃરી યથાસંભવ હેત્વાભાસ દ્વારા પ્રતિવાદીનો પક્ષ દૂષિત કરે. આ સાધન અને દૂષણનો જે ક્રમ આપ્યો છે તે પ્રમાણે ચર્ચાની વ્યવસ્થા ફક્ત ત્યારે જ રહી શકે છે, જ્યારે વાદી અગર પ્રતિવાદીને કોઈ નિગ્રહસ્થાન ન મળે અને તે દ્વારા વિપક્ષને પરાભવ આપવાની તક ન મળે. જો વાદી અગર પ્રતિવાદીને એવું નિગ્રહસ્થાન મળી આવે કે જેના દ્વારા વિપક્ષને પરાજિત કરી શકાય તો તે પોતાના પક્ષનું સાધન અને સામાના પક્ષનું દૂષણ અગર સામા પક્ષકારે આપેલ દૂષણ ઉદ્ધરવાની બીજી કોઈ ભાંજગડમાં ન પડતાં તે નિગ્રહસ્થાન દ્વારા જ સામાને પરાજિત કરી દે છે. આ સ્થિતિ જલ્પ અગર વિતંડાની હોય છે—નહિ કે વાદની. (ન્યા. સૂ. ૧. ૨. ૧. બીજી વિગતો માટે જુઓ પરિશિષ્ટ ૬)
આ પ્રમાણેનો ક્રમ વૃત્તિમાં આપેલો છે. પણ ક્રમનું વિશેષ સ્વરૂપ વાદી દેવસૂરિએ પોતાના ગ્રંથમાં વર્ણવ્યું છે તે પણ જિજ્ઞાસુએ જોવા જેવું છે.
Page #120
--------------------------------------------------------------------------
________________
કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૧૧ તેમાં વાદી અને પ્રતિવાદીઓએ કેવી રીતે દાવપેચ ખેલવા અને જય પ્રાપ્ત કરવો એનું સ્પષ્ટ વર્ણન છે. (જુઓ : પરિચ્છેદ ૮, સૂ. ૨૨, રત્નાકરાવતારિકા ટીકા)
વિભાગ ૨ ચર્ચામાં છળ અને જાતિનો પ્રયોગ કરવા વિશે મતભેદ
વાદ અને જલ્પકથા વચ્ચેનું અંતર બતાવતા અક્ષપાદનો અનુગામી કોઈ કહે છે કે વાદમાં તો છલ અને જાતિ અસત્ય ઉત્તરરૂપ હોવાથી નથી યોજાતી, પણ જલ્પમાં તે યોજાય છે; કેમ કે દુઃશિક્ષિત, કુતર્કથી વાચાળ, અને વિતંડાકુશળ પંડિતો છલ આદિ સિવાય બીજી રીતે કેમ જીતી શકાય ? તેટલા માટે અને ગતાનુગતિક સાધારણ જનતા તેવા વિતંડાકુશળ પંડિતોથી ઠગાઈ કુમાર્ગે ન જાય એમ વિચારી કારુણિક મુનિએ છળ, જાતિ વગેરેનો ઉપદેશ કર્યો છે.
આના ઉત્તરમાં હેમચંદ્ર કહે છે કે અસત્ય ઉત્તરથી પ્રતિવાદીનું ખંડન કરવું એ યોગ્ય નથી. કારણ કે મહાત્માઓ અન્યાય વડે જય કે યશ મેળવવા ઇચ્છતા નથી. માટે છલાદિનો પ્રયોગ કરવો અનુચિત હોવાથી જલ્પ એ વાદથી જુદી કથા સિદ્ધ થતી નથી. આ જ વાત તેણે છલ, જાતિ આદિના ઉપદેશક અક્ષપાદનો પરિહાસ કરતાં અન્ય વ્યવછેદશિામાં રૂપાંતરથી કહી છે :
પ્રાકૃત લોકો સ્વભાવથી જ વિવાદઘેલા હોય છે તેમાં વળી તેઓને ક્લ, જાતિ અને નિગ્રહસ્થાન જેવાં માયિક તત્ત્વોનો ઉપદેશ કરવો અને તે વડે પ્રતિવાદીના મર્મોને ભેદવાનું સાધન પૂરું પાડવું એ અક્ષપાદમુનિની ખરેખર વિરક્તિ છે !'
१. ननु छलजातिप्रयोगोऽसदुत्तरत्वाद्वादे न भवति जल्पे तु तस्यानुज्ञानादस्ति
वादजल्पयोर्विशेषः यदाह. "दुःशिक्षितकुतकाशलेशवाचालिताननाः । शक्याः किमन्यथा जेतुं वितण्डाटोपपण्डिताः ॥१॥ गतानुगतिको लोकः कुमार्ग तत्प्रतारितः । मा गादिति
छलादीनि प्राह कारुणिको मुनिः ॥२॥ प्रमाणमीमांसा पल. ३८ द्वि० पं० २. २. नैवम्, असदुत्तरैः परप्रतिक्षेपस्य कर्तुमयुक्तत्वात् न ह्यन्यायेन जयं यशोधनं वा महात्मनः
समीहन्तं । प्रमाणमीमांसा पल. ३८, द्वि० पं०५ 3. स्वयं विवादग्रहिले वितण्डापाण्डित्यकण्डूलमुखे जनेऽस्मिन् । मायोपदेशात्परमर्म
भिन्दन्नहो विरक्तो मुनिरन्यदीयः ।
Page #121
--------------------------------------------------------------------------
________________
૧૧૨ ૦ અનેકાન્ત ચિંતન
હેમચંદ્રના આ ઉત્તર ઉપર અક્ષપાદનો અનુગામી આગળ વધી દલીલ કરે છે કે કોઈ પ્રબળ પ્રતિવાદીને જોવાથી અગર તેના જયને લીધે થતા ધર્મનાશની સંભાવનાથી પ્રતિભા કામ ન કરે ત્યારે ધૂળની પેઠે અસત્ય ઉત્તરો ફેંકવામાં આવે, તે એવી બુદ્ધિથી કે તદ્દન હાર કરતાં સંદેહદશામાં રહેવું એ ઠીક છે તો એમાં શો દોષ? આ દલીલનો ઉત્તર હેમચંદ્ર આપે છે કે આવી રીતે અસત્ય ઉત્તરનો પ્રયોગ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈ અપવાદરૂપે વાદમાં પણ વિરુદ્ધ નથી. આ ઉત્તર આપતાં જોકે હેમચંદ્ર જલ્પને વાદથી જુદી કથારૂપે નથી સ્વીકારતા, છતાં છલ, જાતિના પ્રયોગ કરવા વિશેના અક્ષપાદના મતને તો તે કોઈ ને કોઈ રીતે સ્વીકારી જ લે છે.
નિગ્રહનું સ્વરૂપ ન્યાયદર્શન વિપ્રતિપત્તિ અને અપ્રતિપત્તિને નિગ્રહ કહે અને બૌદ્ધ વિદ્વાનો સાધનાંગના અકથન અને દોષના અપ્રદર્શનને નિગ્રહ કહે છે. ત્યારે જૈન તાર્કિકો પરાજયને જ નિગ્રહ માને છે અને પરાજયનું સ્વરૂપ પતાવતાં કહે છે કે પોતાના પક્ષની સિદ્ધિ ન થવી એ જ પરાજય છે.
१. अथ प्रबलप्रतिवादिदर्शनात् तज्जये धर्मध्वंससंभावनातः प्रतिभाक्षयेण सम्यगुत्तरस्या
प्रतिभासादसदुत्तरैरपि पांशुभिरिवावकिरनेकान्तपराजयाद्वरं सन्देह इति धिया न
दोषमावहतीति । प्रमाणमीमांसा पल. ३८, द्वि० पं० ६. २. न, अस्यापवादिकस्य जात्युत्तरप्रयोगस्य कथान्तरसमर्थनसामर्थ्याभावात् वाद एव
द्रव्यक्षेत्रकालभावानुसारेण यद्यसदुत्तरं कथञ्चन प्रयुञ्जीत किमेतावता कथान्तरं प्रसज्येत तस्माज्जल्पवितण्डानिराकरणेन वाद एवैकः कथाप्रथां लभत इति स्थितम् ।
प्रमाणमीमांसा पल. ३८, द्वि० पं० ७. 3. विप्रतिपत्तिरप्रतिपत्तिश्च निग्रहस्थानम् । न्यायद० अ० १, आ० २, सू० १९. ૪. આ વિષયની ચર્ચા અકલંકે અદૃશતીમાં અને વિદ્યાનંદીએ અષ્ટસહસ્ત્રીનાં સવિસ્તર
કરી છે. જુઓ અષ્ટલસ્ત્રી પૃ. ૮૧. અકલંક અને વિદ્યાનંદીના એ શાસ્ત્રાર્થને હેમચંદ્ર સૂત્રબદ્ધ કરી તેની વિસ્તૃત ટીકા પણ લખી છે. नाप्यसाधनाङ्गवचनादोषोद्भावने ॥२-१-३५|| स्वपक्षस्यासिद्धिरेव पराजयो नासाधनाङ्गवचनमदोषोद्भावनं च, यथाह धर्मकीर्तिः 'असाधनाङ्गवचनमदोषोद्भावनं द्वयोः । निग्रहस्थानमन्यत्तु न युक्तमिति नेष्यते ॥" प्रमाणमीमांसा पल. ४२, द्वि. पं० १५. વિશેષાર્થીએ આ ત્રણે ગ્રંથો સરખાવવા. અહીં વિસ્તારભયથી બધા પૂર્ણ ઉલ્લેખો ન
આપી શકાય. ૫. સિદ્ધિઃ પૂરી નૈયઃ || પ્રHTMમીમાંસા ૨--રૂ૨; સ નિગ્રહો વાહિતિવાહિનો |
પ્રમાણમીમાંસા ૨-૨-૩રૂ.
Page #122
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૧૧૩
પરિશિષ્ટ ૬
વિભાગ ૧ ન્યાયસૂત્રવૃત્તિમાંનું કથાપદ્ધતિવિષયક કેટલુંક વર્ણન ગૌતમના ન્યાયસૂત્ર ઉપર બે વૃત્તિનામક ગ્રંથો મળે છે. તેમાં પહેલો ગ્રંથ જયંતની ન્યાયમંજરી અને બીજો વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ. આ બેમાં ન્યાયમંજરી પ્રાચીન છે. પહેલાં તેનો પઠન પાઠનમાં વધારે પ્રચાર હતો એમ લાગે છે કે કારણ, સાદ્વાદરત્નાકર, રત્નાકરાવતારિકા, સ્યાદ્વાદમંજરી આદિ જૈન ગ્રંથોમાં ન્યાયમંજરીનો અનેક વાર ઉલ્લેખ આવે છે. પણ હમણાં તે પ્રચારમાં નથી. આજકાલના અભ્યાસક્રમમાં વિશ્વનાથની ન્યાયસૂત્રવૃત્તિ નિયત હોવાથી તેનો જ પઠન પાઠનમાં પ્રચાર છે. આ સ્થળે એમાંથી જ કથા પદ્ધતિને લગતા કેટલાક મુદ્દા ઉપરનું વર્ણન ટૂંકમાં આપવા ધાર્યું છે.
કથાનું લક્ષણ -તત્ત્વનિર્ણય અગર વિજયને લાયક એવી જ ન્યાયવાક્યયુક્ત વચનરચના તે કથા.
કથાના અધિકારીઓ–જેઓ તત્ત્વનિર્ણય અગર વિજયને ઇચ્છતા હોય, સર્વજનસિદ્ધ અનુભવની અવગણના કરનાર ન હોય, સાંભળવા આદિ(સમજવા, બોલવા)ની ક્રિયામાં પટુ હોય, કલહકારી ન હોય, અને ચર્ચામાં ઉપયોગી થાય તેવી પ્રવૃત્તિ કરવામાં સમર્થ હોય તે કથાના અધિકારી થઈ શકે.
વાદ, જલ્પ અને વિતંડા એ ત્રિવિધ કથામાંથી ફક્ત વાદના અધિકારીઓ– જેઓ તત્ત્વ(સત્ય)ના જિજ્ઞાસુ હોય, ચાલુ વિષયને લગતું જ બોલનાર હોય, ઠગનાર ન હોય, વખતસર વિચારવાની ફુરણાવાળા,
ખ્યાતિ કે લાભની ઇચ્છા વિનાના અને યુક્તિયુક્ત વાતો સ્વીકારનાર હોય, તેઓ વાદ કરી શકે.
સભાનું સ્વરૂપ અને તેની આવશ્યકતા–જેમાં રાજા આદિ પ્રભાવશાળી વ્યક્તિ અનુવિધેય (શાસનકારી) હોય અને નિષ્પક્ષ સભ્યો હોય તે જ સભા ચર્ચાને યોગ્ય સમજવી. આવી સભા પણ વાદકથામાં આવશ્યક નથી. કારણ એ કથા નિર્મત્સર વાદીઓ વચ્ચે ચાલે છે. પણ મત્સરી વાદીઓ વચ્ચે ચાલતી જલ્પકથામાં તો તે આવશ્યક છે જ.
ચર્ચાના ક્રમનું સ્વરૂપ-સૌથી પહેલાં વાદી પોતાના પક્ષનો સાધક હેતુ મૂકે. બાદ આ હેત્વાભાસ નથી એમ કહી સામાન્ય રૂપે તેને જ અસિદ્ધ,
Page #123
--------------------------------------------------------------------------
________________
૧૧૪ ૦ અનેકાન્ત ચિંતન
વિરુદ્ધ આદિ હેત્વાભાસ નથી એમ કહી વિશેષ રૂપે પોતાના પક્ષના દૂષણનો ઉદ્ધાર કરે. અહીં સુધી પહેલી કક્ષા થઈ. ત્યાર બાદ વાદીએ કહેલું બધું પોતે સમજી ગયો છે એમ જણાવવા પ્રતિવાદી સભા વચ્ચે વાદીના બધા કથનનો અનુવાદ કરી જાય. અને વાદીને પરાજિત કરવાનું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તો છેવટે હેત્વાભાસ વડે વાદીના સાધનને દૂષિત કરી પોતાનો પક્ષ રજૂ કરે; અહીં સુધી બીજી કક્ષા થઈ. ત્યાર પછી ત્રીજી કક્ષામાં આવી વાદી પ્રતિવાદીના બધા કથનનો અનુવાદ કરી જાય અને પોતાના પક્ષ ઉપર પ્રતિવાદી દ્વારા મુકાયેલ દૂષણનો ઉદ્ધાર કરે; તેમ જ બીજું કોઈ નિગ્રહસ્થાન ન જુએ તો છેવટે હેત્વાભાસ વડે પણ પ્રતિવાદીની સ્થાપનાને દૂષિત કરે. આ રીતે ત્રીજી કક્ષા પૂરી થાય. ત્યાર પછી સભામાં ચર્ચાનું હારજીતરૂપ પરિણામ પ્રકાશિત થાય.
નિગ્રહ સ્થાનનો પ્રકારઅજ્ઞાન, અનનુભાષણ અને અપ્રતિભા, એ ત્રણ નિગ્રહસ્થાન અનુક્તગ્રાહ્ય એટલે ન બોલવાથી પ્રાપ્ત થાય તેવાં છે. અપ્રાપ્તકાળ, અર્થાતર, નિરર્થક, અપાર્થક એ ચાર નિગ્રહ-સ્થાન ઉચ્ચમાનગ્રાહ્ય એટલે બોલતાં જ પકડાય તેવા છે. પ્રતિજ્ઞાહાનિ, પ્રતિજ્ઞાંતર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાસંન્યાસ, હેત્વન્તર, અવિજ્ઞાતાર્થ, વિક્ષેપ, મતાનુજ્ઞા, ન્યૂન, અધિક, પુનરુક્ત, નિરનુયોજ્યાનુયોગ, અપસિદ્ધાંત એ તેર નિગ્રહસ્થાન ઉક્તગ્રાહ્ય એટલે બોલ્યામાંથી પકડાય તેવાં છે.
ઉપર કહેલ અનુક્તગ્રાહ્ય, ઉચ્ચમાનગ્રાહ્ય અને ઉક્તગ્રાહ્ય એ વીસ નિગ્રહસ્થાનોનું વાદી ઉદ્ભાવન કરી વાદી પ્રતિવાદીને અગર પ્રતિવાદી વાદીને પરાજિત કરી શકે. જ્યારે આ વીસમાંથી એક પણ નિગ્રહસ્થાનના ઉદ્ભાવનનો સંભવ ન હોય ત્યારે વાદી કે પ્રતિવાદી સામેના પક્ષને હેત્વાભાસનું ઉદ્ભાવન કરે. પર્યનુયોયોપેક્ષણ નિગ્રહસ્થાન તો વાદી કે પ્રતિવાદી દ્વારા ઉદ્ભાવિત થતું નથી, કારણ કે મધ્યસ્થ એવા સભ્યો વડે જ ઉદ્ભાવિત થઈ શકે છે.
વિભાગ ૨
નીલકંઠદીક્ષિતનું કલિવિડંબન
અપ્પદીક્ષિતના ભત્રીજા અને નારાયણ દીક્ષિતના પુત્ર નીલકંઠદીક્ષિતે હૃદયહારી અનેક શતકો લખ્યાં છે. જેમાં એક કલિવિડંબન શતક પણ છે. આ શતકમાં જ્યોતિષી, નૈમિત્તિક, વૈદ્ય, માંત્રિક, પંડિત, ધનિક આદિનો ખૂબ
Page #124
--------------------------------------------------------------------------
________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન - ૧૧૫
મનોરમ પરિહાસ કર્યો છે. તેમાં વાદીને પણ છોડ્યો નથી. એ વાદીનો પરિહાસ જાણવા યોગ્ય હોવાથી નીચે આપ્યો છે :
न भेतव्यं न बोद्धव्यं न श्राव्यं वादिनो वचः । ज्ञटिति प्रतिवक्तव्यं सभासु विजिगीषुभिः ॥ १ ॥ વિજયેચ્છુએ ડરવું નહિ, સમજવું નહિ, વાદીનું વચન સાંભળવું નહિ, અને જલદી જ સભામાં ઉત્તર આપી દેવો.
असंभ्रमा विलज्जत्वमवज्ञा प्रतिवादिनी ( !) हासो राज्ञः स्तवश्चेति पञ्चैते जयहेतवः ॥२॥ સ્વસ્થતા, લજ્જાનો ત્યાગ, પ્રતિવાદીની અવજ્ઞા, હાસ્ય અને રાજસ્તુતિ એ પાંચ જયપ્રાપ્તિનાં નિમિત્તો છે.
उच्चैरुद्घोष्य जेतव्यं मध्यस्थश्चेदपण्डितः । पण्डितो यदि तत्रैव पक्षपातोऽधिरोप्यताम् ॥३॥
જો મધ્યસ્થ પંડિત ન હોય તો ઊંચે સ્વરે ઘોષણા કરીને અર્થાત્ બુમરાણ કરી મૂકીને જય મેળવવો; અને જો મધ્યસ્થ પંડિત હોય તો તેના ઉપર પક્ષપાતનો આરોપ મૂકવો.
लाभो हेतुर्धनं साध्यं दृष्टान्तस्तु पुरोहितः । आत्मोत्कर्षो निगमनमनुमानेष्वयं विधिः ॥४॥
લાભ એ હેતુ, ધન એ સાધ્ય, પુરોહિત એ દૃષ્ટાંત; અને આત્મોત્કર્ષ એ નિગમન—(બસ) અનુમાનોમાં આ વિધિ છે.
अलभ्यं' शास्यमानेन तत्त्वं जिज्ञासुना चिरम् ।
जिगीषुणां ह्रियं त्यक्त्वा कार्यः कोलाहलो महान् ॥५॥ જયની ઇચ્છાવાળા વાદીએ શરમ છોડી મોટો કોલાહલ કરવો.
૧. ‘અલાસ્યમાનેન' કૃત્તિ ‘અભયં તપ્નમાનેન' કૃતિ ૬ પા:
-પુરાતત્ત્વ, પુસ્તક ૩
Page #125
--------------------------------------------------------------------------
________________
૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો
૧. પ્રશ્ન કર્મબંધના હેતુ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ છે; ' તેમાં પણ કષાય અને યોગનું પ્રાધાન્ય છે. કષાયની તીવ્રતા જીવોના માનસિક વિકાસ પર અવલંબે છે; અર્થાત્ જે શ્રેણીના જીવોનું મન સંપૂર્ણ વિકસિત છે, તેઓના અધ્યવસાય જો કષાયમય થઈ જાય તો તેઓને તીવ્રતમ કષાયની સંભાવના છે. સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાયના, અને ખાસ કરીને મનુષ્યના મનનો વિકાસ સંપૂર્ણ હોવાથી એકેન્દ્રિયાદિ જીવોની અપેક્ષાએ મનુષ્યમાં તીવ્રતમરૂપે કષાયનો સંભવ છે. આ કારણસર એકેન્દ્રિય જીવોમાં તીવ્રતમ કષાયની ઉત્પત્તિનો સંભવ નથી.
ઉપર્યુક્ત વિચાર જો બરાબર હોય તો પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે જે અવ્યવહાર-રાશિના જીવ અનાદિકાળથી સૂક્ષ્મ નિગોદમાંથી નીકળ્યા નથી અને વ્યવહાર-રાશિમાં આવવા સમર્થ થયા નથી તેઓને, અનાદિ કાળથી મન ન હોવા છતાં પણ, એવા તીવ્ર કષાયનો બંધ કેવી રીતે થયો કે જેથી કરીને અનાદિકાળથી આજ સુધી પણ તેમને સૂક્ષ્મ નિગોદમાં જ જન્મમરણના ચક્રમાં ભમવું પડે છે. અને એ રીતે જીવશ્રેણીના હીનતમ પર્યાયમાં રોકાઈ રહેવું પડે છે ? તેઓને એ પ્રકારના તીવ્ર કષાયોની ઉત્પત્તિ અને ચીકણા બંધ કરવાનો અવસર કયારે પ્રાપ્ત થયો?
ઉત્તર : જીવરાશિ, પુનર્જન્મ, બંધ અને મોક્ષ એ તત્ત્વો પ્રથમ તો આગમસિદ્ધ છે અને પછી સ્વસંવેદન(સ્વાનુભવ)સિદ્ધ પણ છે. જયારે બંધ, મોક્ષ અને જીવરાશિને માન્ય કરી ત્યારે અભવ્ય અને ભવ્યની કલ્પના તેમજ અવ્યવહાર અને વ્યવહારરાશિની કલ્પના પણ ઉત્પન્ન થઈ. આ જ કલ્પના સ્પષ્ટ રૂપે જૈન દર્શનમાં છે. જૈનેતર દર્શનોમાં પણ આ કલ્પનાનું બીજ જણાય છે; જેમ કે, અનેકાત્મવાદી સાંખ્ય, ન્યાય આદિ દર્શનોમાં.
Page #126
--------------------------------------------------------------------------
________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૧૭ જીવની પ્રાથમિક સ્થિતિ અને અંતિમ સ્થિતિ અત્યંત ભિન્ન હોવા છતાં પણ તે એકરૂપે સમાન છે. પ્રાથમિક સ્થિતિ અવ્યવહાર-રાશિના જીવોની અને અંતિમ સ્થિતિ મુક્ત જીવોની. બન્ને સ્થિતિ વચ્ચે અંતર માત્ર આત્મિક શક્તિઓની આવૃતતા(અપ્રકટતા)નું છે, છતાં બન્ને વચ્ચે સમાનતા પણ છે. તે સમાનતા એ છે કે મુક્ત જીવો વિસદશ (વભાવિક અર્થાત્ કર્મજન્ય) પરિણામ પ્રાપ્ત કરતા નથી; તે જ પ્રકારે અવ્યવહાર-રાશિના જીવો અર્થાત્ અનાદિ અનંત અભવ્ય જીવો અથવા તો તેમાંથી કદી બહાર ન નીકળી શકનાર એવા જાતિભવ્ય જીવો પણ વિસદશ પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી; એટલે કે જેમ મુક્ત જીવો મુક્તિરૂપ સદશ (સ્વાભાવિક) પરિણામનો નિરંતર અનુભવ કરે છે તેમ અવ્યવહાર-રાશિના પેલા જીવો પણ નિગોદઅવસ્થાયોગ્ય ગાઢ અજ્ઞાન આદિ સદશ પર્યાય-પરંપરાનો જ અનુભવ કરે છે. મુક્ત જીવો મોહપૂર્વક સુખદુઃખનો અનુભવ કરતા નથી; અને અવ્યવહાર-રાશિના જીવો પણ સુખદુઃખને વ્યક્ત(પ્રકટ)પણે અનુભવી શકતા નથી. મુક્ત જીવોની તે અવસ્થા બદલાતી નથી, અને અવ્યવહારરાશિના કાયમી જીવોની પણ તે અવસ્થા ધ્રુવ (કાયમની) છે. આ પ્રકારે બન્ને પ્રકારના જીવોમાં સમાનતા હોવા છતાં કોઈ નૈગોદિક અવસ્થાની ઉપાસના કરતું નથી, પરંતુ સર્વ કોઈ મુક્તિની ઉપાસના કરે છે. જગતમાં ગમે તેવી આસમાની સુલતાની થઈ જાય, તો પણ મુક્ત જીવોને શું ? તે જ પ્રકારે નિગોદના જીવોને પણ શું?
મુક્ત જીવોને આર્ત, રૌદ્ર ધ્યાનના પ્રસંગો નથી, તેમ નૈગોદિક જીવોને પણ નથી. તો પછી નૈગોદિક અવસ્થાની ઉપાસના કરવામાં હરકત શી છે? એકમાં જ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે તો બીજીમાં અજ્ઞાનપૂર્વક દુઃખનો અભાવ છે, પરંતુ દુઃખનો અભાવ તો બન્ને સ્થિતિમાં સમાન છે; છતાં પણ એક સ્થિતિ ઉપાદેય અને બીજી હેય છે, તેનાં કારણો શો ? તેનો વિચાર કરવો જોઈએ. આ પ્રશ્નનો ઉત્તર ગર્ભિત રીતે તો મળી જ ગયો હશે, તો પણ તેને વધારે સ્પષ્ટ કરીએ.
અવ્યવહાર-રાશિમાંથી નીકળવાની અવસ્થા અને અગિયારમાં ગુણસ્થાનક સુધીની અવસ્થા વચ્ચે વિવિધ પરિવર્તન (ઉત્પાત–નિપાત યા વિકાસ અને હ્રાસ અર્થાત ચઢાવ-ઉતાર) થયા કરે છે; દુઃખસુખની અનેક અથડામણી તેમાં હોય છે. વિકાસ અને બ્રાસ, જેને જૈન પરિભાષામાં અનુક્રમે વૃદ્ધિ અને હાનિ કહી છે તે, આ સ્થિતિમાં સ્પષ્ટ જણાય છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૧૮ · અનેકાન્ત ચિંતન
અવ્યવહારરાશીય જીવો અને મુક્ત જીવોમાં ખાસ હાસ અને વિકાસ કયો છે ? વિકાસ અને હૃાસ શબ્દ સાપેક્ષ છે; જેમાં બ્રાસ હોય તેમાં વિકાસ પણ હોય છે. મુક્તિમાં બ્રાસ નથી, તેથી તેમાં વિકાસનો પણ અવસર નથી. અવ્યવહાર-રાશિમાં શું હ્રાસ હોઈ શકે છે? ના. તેથી જ તેમાં વિકાસ હોય એમ પણ કહી શકાય નહીં.
આત્માની સ્વાભાવિક શક્તિનો વિકાસ (વૃદ્ધિ) તે જ વૈભાવિક શક્તિનો હ્રાસ (હાનિ) છે, અને વૈભાવિકતાનો વિકાસ તે જ સ્વાભાવિકતાનો હ્રાસ છે. અવ્યવહાર–રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિનો વિકાસ હોત તો જરૂર કાષાયિક (વભાવિક) સ્થિતિનો હ્રાસ હોત, પરંતુ અવ્યવહાર-રાશિના જીવોમાં સ્વાભાવિક શક્તિનો અંશે પણ વિકાસ હોતો નથી, તેથી તેમનામાં કષાયની માત્રા (પ્રમાણ કે માપ) સંજ્ઞી પંચેન્દ્રિય જીવોની અપેક્ષાએ ન્યૂન હોવા છતાં પણ વૈભાવિક શક્તિનો હ્રાસ સમજવાનો નથી. સૂતેલા અથવા તો મૂછ પામેલા મનુષ્યમાં ક્રોધ, લોભ આદિ કાષાયિક પરિણામનો સ્પષ્ટ પ્રાદુર્ભાવ (આવિર્ભાવ કે પ્રકટતા) નથી, તેથી શું તે મનુષ્યને જાગ્રત મનુષ્યની અપેક્ષાએ વધારે વિકસિત કહેવો? અર્થાત્ જેમ ગાઢ નિદ્રામાં સૂતેલા અથવા તો સખત મૂછને પામેલા મનુષ્યને કાષાયિક પ્રવૃત્તિ ન કરી શકવા માત્રથી મન્દકષાયી કે વિકસિત કહી શકાય નહીં, તે જ પ્રકારે અવ્યવહાર-રાશિગત જીવો સંજ્ઞી પંચેન્દ્રિય જીવો પ્રમાણે કાષાયિક પરિણામ ન કરી શકવા માત્રથી વિકસિત કહી શકાય નહીં. મૂળમાં તેમનામાં જે કાષાયિક પરિણતિની માત્રા ઓછી છે તેનું કારણ આત્મિક અશુદ્ધિની ન્યૂનતા નહીં, પરંતુ સાધનની અપૂર્ણતા અથવા તો નિર્બળતા માત્ર છે.
સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં કષાયની માત્રા વધારે છે અને અવ્યવહારરાશિના જીવોમાં ઓછી છે, કારણ કે અવ્યવહાર-રાશિના જીવો એક કોટાકોટી સાગરોપમની સ્થિતિ પણ બાંધી શકતા નથી અને રસબંધ પણ બહુ જ થોડો કરી શકે છે, જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય મનુષ્ય સિત્તેર કોટાકોટી સાગરોપમની સ્થિતિ અને વધારેમાં વધારે રસબંધ કરી શકે છે. ભાષાયિક માત્રામાં આટલો ફરક હોવા છતાં પણ અવ્યવહાર-રાશિના જીવો નિકૃષ્ટ જ છે. તેનું કારણ એ છે કે તેમની આત્મિક અશુદ્ધિ અનાદિકાળથી અત્યન્ત અધિક છે; અને સાધનના અભાવે અથવા તો શક્તિની ન્યૂનતાને કારણે અધિક માત્રામાં કષાયબંધ કરી શકતા નથી-સૂતેલા અને મૂછિત મનુષ્યની જેમ. પરંતુ જો તેમને સાધનો અને શક્તિનો લાભ મળી જાય તો તે જ જીવો
Page #128
--------------------------------------------------------------------------
________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૧૯ સંજ્ઞી જીવોના પ્રમાણે જ કષાયબંધ જરૂર કરી શકે છે. આમ હોવાથી યોગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર-રાશિગત જીવો વિકસિત નહીં, પરંતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણીના) જ છે.
પરંતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષયોપશમની માત્રા પણ અધિક હોય છે. આ ક્ષાયોપથમિક માત્રા પર જ વિકાસનો આધાર છે, નૈગોદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશનો તેમ જ વિર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશનો ક્ષયોપશમ હોય છે. બાકીની સર્વ ઇન્દ્રિયોનાં આવરણકર્મોનો સર્વઘાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય જીવોને બીજી ઇન્દ્રિયો દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે જીવોનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત બરાબર છે. વીર્યાન્તરાય કર્મનો પણ ક્ષયોપશમ એટલો અલ્પ હોય છે કે તે પોતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યંત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કાષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાઓ અર્થાતુ આત્મિક અશુદ્ધિ છે, અને નહીં કે સ્વાભાવિક શક્તિઓનો વિકાસ. જેમ એક શસ્ત્રાસસંપન્ન પ્રજા બીજા પ્રજાને સંપૂર્ણ રીતે પોતાના તાબામાં લઈ લે છે અને તેને ક્રોધ, માન, માયા અને લોભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયલી, નામર્દ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તો શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ? કદી નહીં, કારણ કે જોકે હમણાં તેનામાં ક્રોધ, લોભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લોભ આદિ અધિક માત્રામાં દેખાવાનો પૂર્ણ સંભવ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સંબંધી સમજવું જોઈએ.
અનાદિકાળથી કાષાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જીવો અવ્યવહાર-રાશિમાંથી બહાર નીકળી શક્યા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્યરૂપ આત્મિક શક્તિની આત્યંતિક ન્યૂનતા અર્થાતુ આત્મિક અશુદ્ધિ જ છે. એક વાર જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તો પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૨૦૦ અનેકાન્ત ચિંતન ઉપયોગપૂર્વક તે જ કાષાયિક માત્રા ન્યૂન કરવાનો અને તેને અત્યંત નિર્મૂલ કરવાનો સંભવ સંજ્ઞી જીવોમાં છે, અને આ પ્રકારનો જે સંભવ તે જ વિકાસ છે. તેથી એકેન્દ્રિય જીવોમાં વિકાસનો પ્રશ્ન જ નથી. વિકાસનો આરંભ જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે હોય છે; અને આ વૃદ્ધિ વૈભાવિક વિકાસની સહચારિણી હોય તો પણ તેવી અવસ્થામાં કોઈ ને કોઈ વખત પણ સ્વાભાવિક વિકાસનો સંભવ છે.
૨. પ્રશ્ન : અવ્યવહાર-રાશિના નિગોદ જીવોને તીવ્ર કષાયનો ઉદય અનાદિકાળથી આજ સુધી અસંભવ હોવા છતાં તેઓએ નિગોદમાં જઈ જ્ઞાન તેમ જ વીર્યની આત્યંતિક અભાવગ્રસ્ત અવસ્થા કેવી રીતે પ્રાપ્ત કરી ? જો તેનો ઉત્તર એ જ હોય કે અનાદિકાળથી તે જીવો એ જ સ્થિતિમાં છે તો તે મારી મુદ્ર બુદ્ધિને ઠીક લાગતો નથી, કારણ કે કર્મ તો સ્વકૃત જ છે. જીવરાશિની હીનતમ અવસ્થામાં જવાનું અને રહેવાનો માટે જ્ઞાનાવરણીય અને વીર્યાન્તરાય કર્મનો જેટલો રસ અને સ્થિતિનો બંધ કરવાની જરૂર છે તેટલો બંધ કરવાનો અવસર તે જીવોને અત્યાર લગી પ્રાપ્ત થયો નથી, કેમ કે તે જીવો હજી સુધી વ્યવહાર-રાશિમાં આવ્યા જ નથી. જ્યારે તે જીવોને અવ્યવહાર-રાશિનું નામ આપ્યું છે ત્યારે આટલું તો માની લીધેલું જ છે કે તે જીવોએ સંજ્ઞી જીવોના ભવને પ્રાપ્ત કર્યો નથી. તો પછી આવા ચીકણાં કર્મ તે જીવોએ કયારે બાંધ્યાં ? જો એમ કહેવામાં આવ્યું હોત કે નિગોદમાં જતાં પહેલાં તે જીવોએ અચાન્ય ભવોમાં ઘોર ચીકણાં કર્મનો બંધ કરી લીધેલો, જેથી નિગોદમાં હીનતમરૂપે રહેવું પડે છે, તો તે કહેવું ઠીક ગણાત. પરંતુ
જ્યારે આપણે કહીએ છીએ કે અનાદિ કાળથી તે જીવો નિગોદમાં જ છે તો પ્રશ્ન એ ઉભવે છે કે તેમણે એ ગાઢ ચીકણાં કર્મનો ક્યારે બંધ કર્યો ? જો તેને અવ્યવહાર-રાશિની સંજ્ઞા ન હોત તો એમ પણ કહી શકાત કે તેઓએ અનાદિકાળમાં કોઈ ને કોઈ વખતે તીવ્ર કષાયના ઉદયને લઈને ચીકણાં કર્મનો બંધ કર્યો હશે; પરંતુ જ્યારે તેમને અવ્યવહાર-રાશિ જ કહ્યા છે— અનાદિકાળથી વર્તમાનકાળ સુધી તેઓ વ્યવહાર-રાશિમાં આવ્યા જ નથી– ત્યારે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે તેઓએ એવાં કર્મનો બંધ ક્યારે કર્યો ? આટલી આત્મિક અશુદ્ધિ કયાંથી આવી?
શું કોઈ સૃષ્ટિકર્તાએ ઘોર કર્મ સહિત જીવોને ઉત્પન્ન કરી નિગોદમાં ભરી દીધા ? અદ્વૈતવાદીએ બ્રહ્મમાં માયા(કર્મ ?)ની ઉત્પત્તિ અર્થાત્ માયાયુક્ત બ્રહ્મમાં સંસારની ઉત્પત્તિ માનેલી છે, તે મતની કાંઈ સમાનતા જૈન
Page #130
--------------------------------------------------------------------------
________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૨૧ નિગોદવાદમાં છે?
બ્રહ્મ માયાયુક્ત થઈને અનંત જીવરાશિમાં પરિણામ પામ્યું, અને પછી એ જીવો નિગોદમાં આત્યંતિક અજ્ઞાનમાં રહી સ્વાભાવિક રૂપે માયા(કર્મ, અજ્ઞાનતા ?)ને ક્ષીણ કરતાં કરતાં કાંઈક વીર્યનો વિકાસ પ્રાપ્ત કરી, ક્રમશઃ આત્મિક શક્તિઓને વધારી ને ખીલવી, મુક્તિ પ્રાપ્ત કરી બ્રહ્મમાં મળી જાય છે. એ મત નિગોદ જીવોની સંસ્થા દ્વારા શું આડકતરી રીતે પ્રતિપાદિત નથી થતો ?
આપે નિગોદના જીવોને “જીવની પ્રાથમિક અવસ્થામાં બતાવ્યા છે. તે પ્રાથમિક' શબ્દ શું આડકતરી રીતે સૃષ્ટિની રચનાની આદિ તો સૂચવતો નથી ?
ઉત્તર : અવ્યવહાર-રાશિના જીવો, કે જે કદી વ્યવહાર-રાશિને પામ્યા નથી, તેઓના કર્મપ્રવાહનું કારણ પ્રધાનતઃ મિથ્યાત્વ (અજ્ઞાન યા અવિદ્યા) છે; કષાય તથા યોગ અપ્રધાન (ગૌણ) કારણ છે. તેથી વ્યવહાર-રાશિમાં ન આપવા છતાં અજ્ઞાનની તીવ્રતાને લઈ તેઓના કર્મબંધપ્રવાહમાં અનુપપત્તિ નથી. એ જોવાની હીનતમ અવસ્થાનું મુખ્ય કારણ અજ્ઞાનની તીવ્રતા છે.
- હવે પ્રશ્ન એ રહ્યો કે તે અજ્ઞાન આવ્યું ક્યાંથી અને ક્યારે ? તેનો ઉત્તર અનાદિ કહેવા સિવાય બીજો નથી. વેદાન્તની પ્રક્રિયા માનવાથી પણ સમાધાન થઈ શકતું નથી, કેમ કે તે પ્રક્રિયામાં પણ એ જ પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ છે કે જે જૈન પ્રક્રિયામાં ઉદ્દભવે છે. બ્રહ્મમાં માયા ક્યાંથી આવી અને શા માટે આવી? ઈશ્વરકૃત સૃષ્ટિ માનવાથી પણ બુદ્ધિને સંતોષ થાય તેમ નથી, કારણ કે બુદ્ધિ શબ્દચાતુર્ય માત્રથી રંજિત થતી નથી; તે તો ફરી પ્રશ્ન પૂછવા ખડી થઈ જાય છે કે ઈશ્વરે એ પ્રમાણે શા હેતુથી, ક્યારે અને
ક્યાં કર્યું? ઉત્તર ન મળવાથી તે ત્યાં થાકી જાય છે, અને ત્યારે ત્યાં પણ શ્રદ્ધા જ તેની જગ્યા લે છે. ખરી રીતે તો આવા પ્રશ્નોના વિષયમાં બુદ્ધિ કાર્ય કરી શકતી નથી. તેથી ત્યાં શ્રદ્ધાથી જિજ્ઞાસાને તૃપ્ત કરવી જોઈએ; અથવા તો કાંઈ પણ છે જ નહિ એવું માની લઈ નાસ્તિક અથવા શૂન્યવાદી બની જવું જોઈએ, અથવા જીવરાશિને ઉડાવી દઈ ચાર્વાક બની જવું જોઈએ. અને આ જ કારણને લઈને બહુ મનુષ્યોએ ચાર્વાકના પક્ષને ગ્રહણ કર્યો છે; બહુ શુન્યવાદી પણ બન્યા છે; છતાં ઘણા શ્રદ્ધાજીવી પણ રહ્યા, અને જેઓએ માત્ર તર્કવાદનો આશ્રય લીધો છે તેઓ તો અંત સુધી અસંતુષ્ટ રહીને કાં તો પાગલ બન્યા છે અને કાં તો મરણ પણ પામ્યા છે.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૨૨ - અનેકાન્ત ચિંતન
હજી હું તો શ્રદ્ધાંજીવી છું. મારી બુદ્ધિને હું જ્યાં ખડી કરું છું ત્યાં તે આગળ ને આગળ પ્રશ્ન ઉઠાવે છે અને તેને ગમે તેટલી દૂર લઈ જાઉં તો પણ ફરી ફરીને પ્રશ્નોની બાણવૃષ્ટિ કરી હેરાન કરે છે. આથી કરીને જ કેન્ટ, સ્પેન્સર આદિ વિદ્વાનોએ ઘણી ચર્ચાઓને અન્નેય કહી છોડી દીધો છે.
આખરે હું પણ અંતમાં “અશેય' કહીને જ તેને છોડી દઉં છું. સર્વણને પૂછવામાં આવે અને તે ઉત્તર દે તો હું તેમને પણ આગળ પૂછી શકું કે “ઠીક, તેનાથી આગળ શું તે કહો.” આથી સર્વજ્ઞ પણ અનેક વિષયોમાં “અનાદિ તેમ જ અનંત’ શબ્દો જ ઉપયોગમાં લેશે. એથી બુદ્ધે તો આવા જીવનસ્પર્શ રહિત પ્રશ્નોમાં પડવાની જ સ્પષ્ટ મનાઈ કરી છે. “જગતનો કોઈ કર્તા છે કે નહિ ?” “સંસાર આદિ છે કે અનાદિ ?” “અવિદ્યા ક્યારે અને ક્યાંથી આવી ?” “જીવ નિત્ય છે કે અનિત્ય ?” “તે વ્યાપક છે કે અવ્યાપક ?' આવા તર્કો કરવા જ નહિ જોઈએ, અથવા તો શ્રદ્ધાથી કાંઈ ને કાંઈ સમાધાન કરી લેવું જોઈએ. તેનાથી જીવનના વિકાસ પર કોઈ સારી-નરસી અસર પડતી નથી. | વેદાન્ત સાથે કોઈક અંશમાં સમાનતા ભલે હોય, પરંતુ સર્વાશમાં તો નથી. મારો “પ્રાથમિક' શબ્દ આપેક્ષિક છે, તે સાદિત્વનો ઘાતક નથી.
– જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩ અંક ૨.
Page #132
--------------------------------------------------------------------------
________________
૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ?
છ વર્ષ પહેલાં આત્માનંદ જૈન પુસ્તક મંડલ, આગ્રા તરફથી ‘હિંદી પંચપ્રતિક્રમણ' પ્રસિદ્ધ થયેલું. તેની બે હજાર પ્રતો કાઢવામાં આવેલી અને તે કલકત્તાવાળા બાબુ ડાલચંદજી સિંઘી તરફથી ભેટરૂપે વહેંચવામાં આવેલી. તે નકલો જોતજોતામાં ખલાસ થઈ ગઈ. પાછળથી કિંમત આપીને પુસ્તક મેળવવાની હજારો માગણીઓ આવી, અને કોઈ ઉદાર ગૃહસ્થે તો પોતાના ખર્ચે ફરી તેવી આવૃત્તિ તૈયા૨ ક૨ી છપાવી ભેટ આપવા માટે અમુક મોટી ૨કમ ખર્ચવાની પણ સ્પષ્ટ ઇચ્છા દર્શાવી; તેમ જ એ આવૃત્તિનાં બે અનુકરણો પણ થયાં : (૧) હિંદીમાં જ ખરતરગચ્છના પ્રતિક્રમણ રૂપે, અને (૨) ગુજરાતીમાં આત્માનંદ સભા તરફથી. લોકોની અધિક માગણી અને થયેલાં અનુકરણો એ સામાન્ય રીતે કોઈ પણ સંસ્કરણની લોકપ્રિયતા અગર વિશેષતાનાં સૂચક મનાય છે; પરંતુ એ બન્ને બાબતો હોવા છતાં હું એ દૃષ્ટિએ એ આવૃત્તિને સફળ માનવા લલચાયો નથી. સફળતાની મારી કસોટી તો મારો આત્મસંતોષ છે. ગમે તેટલી માગણીઓ આવી અને અનુકરણો પણ થયાં, છતાં એ આવૃત્તિથી મને પૂર્ણ સંતોષ થયો જ છે એમ નથી; તેથી મારી કસોટીએ એ આવૃત્તિની સફળતા અધૂરી જ છે. તેમ છતાં એ આવૃત્તિમાંથી મને જે થોડોઘણો આશ્વાસ મળે છે તે એટલા સારુ કે મેં તે વખતે તે આવૃત્તિ માટે મારાથી જે શક્ય હતું તે કરવામાં લેશ પણ ઉપેક્ષા કરી ન હતી. તે આવૃત્તિમાં મેં કેટલીક નવીનતાઓ દાખલ કરી છે. તેમાંની એક નવીનતા તો જૈન સમાજ માટે એ છે કે અત્યાર સુધીમાં આવશ્યક જેવા મનાતા વિષય તથા તે વિષયના સાહિત્ય ઉપર શાસ્રભાષામાં કે લોકભાષામાં નવીન દૃષ્ટિએ કશુંયે લખાયું નહોતું તેના શ્રીગણેશ થયા, અને પ્રસ્તાવના દ્વારા એ દિશામાં વિચાર કરવાની પહેલ કરી.
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૨૪ • અનેકાન્ત ચિંતન
પ્રતિપાદક શૈલીએ આવશ્યકનાં મૂલ તત્ત્વો સમજાવવાં અને ઐતિહાસિક દષ્ટિએ આવશ્યકસૂત્રોના સમયનો તેમ જ કર્તાનો વિચાર કરવો, તેમ જ વળી હમણાં હમણાં વિન્માન્ય થયેલી તુલનાત્મક પદ્ધતિએ આવશ્યકગત વિચારો અને તેનાં પ્રતિપાદક સૂત્રોનું જૈનેતર સંપ્રદાયોના નિત્યકર્મ સાથે તોલન કરવું એ હિંદી પ્રસ્તાવના લખતી વખતે મારી પ્રવૃત્તિનું
ધ્યેય હતું. તે વખતે મેં તે માટે જ શ્રમ પણ પુષ્કળ કરેલો. તેમ છતાં પણ તેમાં આપવાના ઘણા મુદ્દાઓ અને બીજી ઘણી વિગતો મારી માંદગી અને બીજા કારણસર રહી જ ગઈ. તેને બીજી આવૃત્તિમાં દાખલ કરું અને પ્રથમની આવૃત્તિની ત્રુટિઓનું સંશોધન કર્યું તે પહેલાં જ હું એક બીજા જ, માથું ઊંચું ન કરી શકાય એવા, કાર્યભાર નીચે દબાયો.
દરમિયાન હિંદી પ્રસ્તાવના વાંચનાર કેટલાક એ તરફ આકર્ષાયા અને કેટલાકનો તે પ્રસ્તાવના માંહેના અમુક મુદ્દાઓ સાથે વિરોધ પણ જણાવા લાગ્યો. જોકે મતભેદ નહિ ધરાવનાર અવિરોધીઓની સંખ્યા મોટી હતી અને હજી પણ છે, તોપણ મતભેદ ધરાવનાર ટીકાકારોની નાની સંખ્યા તરફ જ મારું ધ્યાન આદરપૂર્વક ગયેલું. મેં જે વિચાર્યું છે અને જે લખ્યું છે તે જ સત્ય છે, તેમાં કશું જ પરિવર્તન કરવા જેવું ન હોઈ શકે, એવો દાવો તો હું ત્યારે જ કરી શકું કે જો મને સાતિશય જ્ઞાન કે દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થયાનું અભિમાન હોય. એ પ્રસ્તાવના લખતી વખતના કેટલાક મુદ્દાઓ સંબંધમાં મારા જે વિચારો હતા તેમાં આજે થોડું પરિવર્તન પણ થયું છે અને તે જ બાબતો જો અત્યારે મારે લખવાની હોય તો તે હું બીજી જ રીતે લખું એમ મને લાગ્યા જ કરે છે; તેમ છતાં આવશ્યક સૂત્રના કર્તા વિશેનો મારો વિચાર હજી બદલાયો નથી, એ મારે સ્પષ્ટપણે જણાવી દેવું જોઈએ.
આ પ્રસ્તાવનામાં કરાયેલા આવશ્યકક્રિયાના સમર્થન સામે તો કોઈ પણ રૂઢિગામી સાંપ્રદાયિક સાધુ કે ગૃહસ્થનો લેશ પણ વિરોધ કે મતભેદ ન હોય એ દેખીતું છે. એવા લોકો માટે તો મતભેદ કે વિરોધના વિષય માત્ર બે છે : (૧) આવશ્યકસૂત્રના કર્તા વિશેનો મારો મત, અને (૨) જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્યકર્મ સાથે સરખાવવાની મારી પદ્ધતિ.
બીજા મુદ્દાના બચાવ ખાતર મારે ટીકાકારોને એટલું જ કહેવું જોઈએ કે આજે જે તુલનાત્મક પદ્ધતિએ અભ્યાસ શરૂ થયો છે અને લગભગ સાર્વત્રિક થતો જાય છે તેથી ડરવાને કશું જ કારણ નથી. જો આપણી વસ્તુ સર્વોત્તમ હોય તો તુલનામાં તે બતાવી શકાય, અને જો તેવી સર્વોત્તમ વસ્તુને એક અભ્યાસી
Page #134
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૨૫ બરાબર સરખામણી કરી તેની સર્વોત્તમતા સાબિત ન કરી શકે તો તે કાર્ય કોઈ બીજો કરે, પરંતુ જ્યાં સુધી સરખામણીમાં કોઈ પણ વસ્તુને ઉતારવામાં ન આવે ત્યાં સુધી તેની સર્વોત્તમતા એ તો માત્ર પોતાની માની લીધેલી સર્વોત્તમતા જેવી જ માત્ર છે. અને વળી આપણી પ્રાચીન પ્રથામાં પણ સરખામણીને અવકાશ ક્યાં ઓછો છે ? જ્યારે સાધુઓ વ્યાખ્યાન વાંચે છે ત્યારે જાયેઅજાણે પણ પોતાનાં ધર્મતત્ત્વોનું બીજાનાં ધર્મતત્ત્વો સાથે યથાશક્તિ તોલન કરે જ છે. અલબત્ત, એ ખરું છે કે પ્રાચીન પ્રથા અનુસારી તોલનનો ઉદ્દેશ ગમે તે રીતે પોતાની વસ્તુને શ્રેષ્ઠ અને બીજાની વસ્તુને કનિષ્ઠ બતાવવાનો હોય છે, ત્યારે આ આધુનિક પ્રથામાં એ એકાંગીપણું કાંઈક દૂર થયેલું જોવામાં આવે છે. આચાર્ય શ્રી હરિભદ્રજી અને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીની કૃતિઓમાંથી એવા સંખ્યાબંધ વિચારો તારવી શકાય એમ છે કે જે માત્ર તટસ્થ તુલનાત્મક દૃષ્ટિએ કરાયેલા છે. વળી, આપણે પ્રાચીન કાળમાં થયેલું એ જ બધું ક્યાં કરીએ છીએ ? ઘણુંયે જૂનું છોડીએ છીએ અને નવું સ્વીકારીએ છીએ. જો તુલનાત્મક પદ્ધતિ સર્વગાહ્ય થતી જતી હોય તો તે દષ્ટિએ આવશ્યકક્રિયાનું તોલન કરવામાં હું તેનું મહત્ત્વ જોઉં છું. સમભાવ એ મુખ્ય જૈનત્વ છે. તેનો આવિર્ભાવ માત્ર કુળ-જૈન કે રૂઢ-જૈનમાં જ હોય અને અન્યત્ર ન હોય એમ તો જૈન શાસ્ત્ર કહેતું જ નથી. જૈન શાસ્ત્ર ઉદાર અને સત્યાગ્રાહી છે, તેથી તે જાતિ, દેશ, કાળ કે રૂઢિનું બંધન ન ગણકારતાં જ્યાં જેવું તત્ત્વ સંભવે ત્યાં તેવું જ વર્ણવે છે. આ કારણથી જૈન આવશ્યકક્રિયાની જૈનેતર નિત્ય કર્મ કે સંધ્યા આદિ સાથે તુલના કરવામાં જે બીજાઓ દૂષણ માને છે તેને હું ભૂષણ માનું છું, અને આ વાતને વધારે તો સમય જ સિદ્ધ કરશે.
પહેલા મતભેદનો વિષય કર્તાના સમયનો છે. ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પણ અન્ય કોઈ સ્થવિરકૃત છે એવા મારા વિચારનું તાત્પર્ય જો કોઈ ટીકાકાર એવું કાઢતા હોય કે આ વિચાર આવશ્યકની પ્રાચીનતા વિષયક લોકશ્રદ્ધાનો લોપ કરે છે અને તે દ્વારા આવશ્યકક્રિયાની મહત્તા ઘટાડી અંતે તેના હ્રાસમાં નિમિત્ત થાય છે, તો ખરેખર તે ટીકાકારો મારા કરતાં સત્યને જ વધારે અન્યાય કરશે. હું સંપૂર્ણ મૂળ આવશ્યકને ગણધરકૃત નથી માનતો, પણ તેના કર્તા વિરોને લગભગ ગણધર સમકાલીન અગર લગભગ તેટલા જ પ્રાચીન માનું છું, અને તેથી આવશ્યકસૂત્રની પ્રાચીનતા જરાયે લુપ્ત થતી નથી. કદાચ કોઈ અંશમાં પ્રાચીનતા વિશે જો લોકવિશ્વાસ ઓછો થાય તો તેથી ડરવાનું શું? જો વસ્તુ
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૬ અનેકાન્ત ચિંતન સારી અને શ્રેષ્ઠ ન હોય તો તેને કેવલ પ્રાચીનતાનો પોષાક પહેરાવી જગતમાં કોઈ પણ વિશેષ પ્રતિષ્ઠિત નહિ કરી શકે. તેથી ઊલટું, જે વસ્તુ સારી છે અને જે સત્ય છે તેના પર પ્રાચીનતાનો પોષાક નહિ હોય તોપણ તે પ્રતિષ્ઠિત જ થવાની, અને કાળક્રમે તે જ વસ્તુ પ્રાચીન બનવાની. પરંતુ આ પ્રલોભક તર્કજાળમાત્રથી હું કોઈને મારા વિચાર તરફ આકર્ષવા નથી ઇચ્છતો. પ્રસ્તાવના પ્રસિદ્ધ થયે આટલાં વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન આવશ્યકસત્રના કર્તા સંબંધી મુદ્દાઓને અંગે મેં પોતે પણ વિચાર કર્યો છે. અન્ય વિદ્વાન મિત્રો સાથે પણ નિષ્પક્ષપાત ચર્ચા કરી છે અને મતભેદ ધરાવનાર ટીકાકારનાં પ્રમાણો પર પણ જિજ્ઞાસાપૂર્વક વિચાર કર્યો છે : ગ્રંથનો પૂર્વાપર સંબંધ પણ વિચાર્યો છે અને તેમ છતાં મને મારો અભિપ્રાય બદલવાને કારણ મળ્યું નથી. •
આથી ઊલટું, મતભેદ ધરાવનાર ટીકાકારોએ જે પ્રમાણો ટાંક્યાં છે તેમાં પણ મને તો મારા વિચારનું પોષણ થતું સ્પષ્ટ લાગે છે અને ક્વચિત્ તેમ નથી દેખાતું તોપણ તેવા પ્રમાણો મારા અભિપ્રાયનો સ્પષ્ટ રીતે બાધ કરતાં તો જણાતાં નથી જ. તે ઉપરાંત કેટલાંક એવાં પ્રમાણો મને નવાં મળ્યાં છે કે જે મારા વિચારના સ્પષ્ટ સાધક છે અને સામા પક્ષના વિચારને બાધક છે. હું આ સ્થળે એ બધાં પ્રમાણોને ટૂંકમાં આપી તે તરફ વિચારકોનું ધ્યાન ખેંચું છું કે જો હવે પછી કોઈ આ વિષય ઉપર સમભાવ અને સહનશીલતાપૂર્વક વિશેષ વિચાર કરશે અને પોતાના પક્ષનાં સાધક પ્રમાણોને સ્પષ્ટ રીતે મૂકશે તો હું તેના પર સાચી જિજ્ઞાસાબુદ્ધિએ જરૂર વિચાર કરીશ અને તેમાંથી તથ્ય જડશે તો સ્વમત કરતાં તેની જ કિંમત વધારે આંકીશ.
સંપૂર્ણ આવશ્યકશ્રુતસ્કંધ એ ગણધરકૃત નથી, પણ ગણધરભિન્ન અન્ય પ્રાચીન અને પ્રતિષ્ઠિત શ્રુતસ્થવિરકૃત છે, એવો મારો અભિપ્રાય જે પ્રમાણોને આધારે મેં પ્રકટ કર્યો છે તે પ્રમાણો નીચે પ્રમાણે છે- (૧) વાચક શ્રી ઉમાસ્વાતિજી પોતાના તત્ત્વાર્થસૂત્ર-ભાષ્યમાં શ્રતના અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બે ભેદનું વર્ણન આપતાં અંગબાહ્યના અનેક પ્રકારો બતાવે છે, તેમાં તેઓએ “સામાયિક, ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન–એ છ આવશ્યકનાં અધ્યયનોને અંગબાહ્ય તરીકે ગણાવ્યાં છે. ભાષ્યનો પાઠ આ પ્રમાણે છે : ___अङ्गबीरह्यमनेकविधम् । तद्यथा-सामायिकं, चतुर्विंशतिस्तवः, वंदनं, प्रतिक्रमणं कायव्युत्सर्गः, प्रत्याख्यान, दशवैकालिकं, उत्तराध्यायाः, दशाः,
Page #136
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? - ૧૨૭ कल्पव्यवहारौ, निशीथ मृषिभाषितानीत्येवमादि ।
-द० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्य, पल. ९० ત્યાર બાદ તેઓશ્રી પોતે જ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય એ બને પ્રકારના શ્રુતની ભિન્નતાના કારણ વિશે પ્રશ્ન ઉઠાવી કહે છે કે જે તીર્થંકર ભગવાનના ઉપદેશને આધારે તેઓના સાક્ષાત્ શિષ્ય ગણધરોએ રચ્યું તે અંગપ્રવિષ્ટ અને જે ગણધર-અંતરભાવી વગેરે અર્થાતુ ગણધરવંશજ પરમ મેધાવી આચાર્યોએ રચ્યું તે અંગબાહ્ય. આ મતલબનો ભાષ્યનો પાઠ આ પ્રમાણે છે.
अथ श्रुतज्ञानस्य द्विविधमनेकं द्वादशविधमिति किं कृतः मतावशेष इति ?
वक्तृविशेषाद् द्वैविध्यम् । यद् भगवद्भिः सर्वज्ञैः सर्वदर्शिभिः परमर्षिभिरर्हद्भिस्तत्स्वाभाव्यात् परमशुभस्य च प्रवचनप्रतिष्ठापनफलस्य तीर्थंकरनामकर्मणोऽनुभावादुक्तं भगवच्छिष्यैरतिशयवद्भिरुतमातिशयवाग्बुद्धिसम्पन्नैर्गणधरैदृब्धं तदङ्गप्रविष्टम् । गणधरानन्तर्यादिभिस्त्वत्यन्तविशुद्धागमैः परमप्रकृष्टवाङ्मतिबुद्धिशक्तिभिराचार्यैः कालसंहननायुर्दोषादल्पशक्तीनां शिष्याणामनुग्रहाय यत् प्रोक्तं तदङ्गबाह्यमिति ॥
–તે તત્વાર્થમાણ, પર ૧૨-૧૨ વાચકશ્રીનો આ ઉલ્લેખ બીજા બધા ઉલ્લેખો કરતાં વધારે પ્રાચીન અને મહત્ત્વનો છે. અન્ય પ્રમાણોનું બળાબળ તપાસતી વખતે પણ એટલું તો ધ્યાનમાં રાખવું જ જોઈએ કે વાચકથી પોતે જો આવશ્યકને ગણધરકૃત માનતા હોત અગર ગણધર તથા અન્ય સ્થવિર એમ ઉભયકૃત માનતા હોત તો તેઓ માત્ર “ધરપશ્ચામાવી' વગેરે આચાર્યકત કદી કહેત નહિ. અંગબાહ્યમાં ગણાતા આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન આદિ સૂત્રોના કર્તા સંબંધી બીજા બધા કરતાં તેઓશ્રીને જ વધારે સ્પષ્ટ માહિતી હોવાનો સંભવ છે; કેમ કે (૧) તેઓશ્રી આગમના ખાસ અભ્યાસી હતા, (૨) તેઓથી અને ભગવાન મહાવીર વચ્ચે બહુ લાંબું અંતર નહિ, અને (૩) જૈન પરંપરામાં તે વખતે જૈન શાસ્ત્રના કર્તા સંબંધી જે માન્યતા ચાલી આવતી તેથી જરા પણ આડુંઅવળું લખવાને તેમને કશું જ કારણ સંભવતું નથી. આ કારણોથી વાચકશ્રીનો જરા પણ સંદેહ વિનાનો ઉલ્લેખ અને મારો અભિપ્રાય બાંધવામાં પ્રથમ નિમિત્તભૂત થયો છે.
(૨) વાચકશ્રીના ઉપર ટાંકેલ ભાષ્ય ઉપર શ્રીસિદ્ધસેન ગણિની મોટી ટકા છે, જે હજાર કરતાં વધારે વર્ષ જેટલી જૂની તો છે જ. તે ટીકા પહેલાં
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૨૮ - અનેકાન્ત ચિંતન
પણ તત્ત્વાર્થભાષ્ય પર બીજી ટીકાઓ હતી; તેનાં પ્રમાણો મળે છે. પ્રાચીન ટીકાઓને આધારે જ ઉક્ત ભાષ્યની વ્યાખ્યા તેઓશ્રીએ કરેલી હોવી જોઈએ. જો પ્રાચીન ટીકાઓ કરતાં તેમનો મત જુદો હોત તો જેમ તત્ત્વાર્થભાષ્યનાં અનેક સ્થળોમાં પ્રાચીન મત બતાવી પછી પોતાનો મતભેદ બતાવે છે તેમ પ્રસ્તુત ભાષ્યની ટીકામાં પણ તેઓ પ્રાચીન ટીકાકારોનો મતભેદ ટાંકત; પણ તેઓએ તેમ કર્યું નથી. તે ઉપરથી એ તો સ્પષ્ટ છે કે શ્રીસિદ્ધસેનગુણિને પ્રસ્તુત ભાષ્ય ઉપરની પ્રાચીન ટીકાઓમાં પોતે વ્યાખ્યા કરવા ધારે છે. તે કરતાં કાંઈ પણ મતભેદવાળું જણાયેલું નહિ. આજ કારણથી શ્રી સિદ્ધસેનગણિનું પ્રસ્તુત ભાષ્યનું વિવેચન એ એમના વખત સુધીની અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યના ભેદ સંબંધી ચાલતી જૈન પરંપરાનું સ્પષ્ટ નિર્દેશક છે, એમ કબૂલ કર્યા વિના ચાલતું નથી. શ્રી સિદ્ધસેનગણિ ભાષ્યગત સામાયિક...પ્રત્યાખ્યાન' આદિ શબ્દોનો અર્થ સ્પષ્ટ રીતે “સામાયિક અધ્યયન...પ્રત્યાખ્યાન અધ્યયન' એ પ્રમાણે જ કરે છે; અને “પધરીનન્તલિપિ' એ પદનો અર્થ સ્પષ્ટપણે ગણધરશિષ્ય જંબુ, પ્રભાવ વગેરે એટલો જ કરે છે. અને તે દ્વારા તેઓશ્રી પોતાનું ખાસ મંતવ્ય સૂચવે છે કે અંગબાહ્ય, જેમાં સમગ્ર આવશ્યક પણ સમ્મિલિત છે તે, ગણધરકૃત નહિ, પણ ગણધરશિષ્ય જંબૂ તથા પ્રભવ આદિ અન્ય આચાર્યકત છે. તેઓની પ્રસ્તુત ભાષ્યની ટીકા આ પ્રમાણે છે :
समभावो यत्राध्ययने वर्ण्यते तत्तेन वर्ण्यमानेनार्थेन निर्दिशतिसामायिकमिति । एवं सर्वेषु वक्ष्यमाणेष्वर्थसम्बन्धाद् व्यपदेशो दृश्यः । चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां वर्ण्यते स चतुर्विंशतिस्तव इति । वन्दनम्-प्रणामः, स कस्मै कार्यः कस्मै च नेति यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र कायपरित्यागेन क्रियमाणेन विशुद्धिव्याख्यायते स कायव्युत्सर्गः । प्रत्याख्यानं यत्र मूलगुणा उत्तरगुणाश्च धारणीया इत्ययमर्थः ख्याप्यते तत् प्रत्याख्यानम् ।
-दे० ला० पु० प्रकाशित तत्त्वार्थभाष्यटीका, पल. ९० • કેટલાક એવી દલીલ કરે છે કે ભાષ્યમાં જે “સામાયિક, ચતુર્વિશતિસ્તવ...પ્રત્યાખાત' આદિ શબ્દો છે તે આવશ્યકના અધ્યયનબોધક નહિ, પરંતુ તે તે અધ્યયનની નિયુક્તિના બોધક છે; અર્થાત્ અંગબાહ્યમાં આવશ્યકનિયુક્તિ જ ગણવી જોઈએ. તેઓની આ દલીલ કેટલી
Page #138
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૨૯ ટકી શકે છે તે પણ જોઈએ.
(ક) જો વાચકશ્રીને સામાયિકાદિ પદોથી સામાયિક અધ્યયન આદિની નિર્યુક્તિ જ વિવક્ષિત હોય તો તેઓશ્રી પોતે જ નિર્યુક્તિનું સ્પષ્ટ કથન ન કરતાં લાક્ષણિક પ્રયોગ શા માટે કરે ?
(ખ) કોઈ પણ શબ્દનો લાક્ષણિક અર્થ કરવામાં મૂળ અર્થનો બાધ હોવો જ જોઈએ. જ્યાં સુધી શબ્દનો મૂળ અર્થ બાધિત ન થતો હોય ત્યાં સુધી તેનો લાક્ષણિક અર્થ માનવો એ શબ્દશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર અને ન્યાયશાસ્ત્રના નિયમોનું ઉત્થાપન કરવા જેવું છે.
(ગ) ઘડીવાર મૂળ અર્થના બાધ વિના પણ લાક્ષણિક અર્થ કરવાની ધૃષ્ટતા કરી લઈએ, તોપણ એ પ્રશ્ન તો થાય જ છે કે શ્રી સિદ્ધસેનગણિ, જેઓ પોતાના પૂર્વ ટીકાકારોને અનુસર્યા છે તેઓ, શું તેવા લાક્ષણિક અર્થ કરવાનું નહોતા જાણતા અથવા બીજી કોઈ પણ રીતે ભાષ્યના એ શબ્દો નિર્યુક્તિબોધક છે એવું સાબિત કરી શકતા ન હતા?
(ધ) ઘડીવાર એમ પણ માની લઈએ કે વાચકશ્રી શબ્દપ્રયોગકુશળ ન હતા, ટીકાકાર શ્રી સિદ્ધસેનગણિ પણ ભૂલ્યા, પરંતુ એટલું બધું માન્યા પછી પણ સામાયિક આદિ પદોનો નિર્યુક્તિપરક અર્થ કાઢવા જતાં એક મહાન વિરોધ ઉપસ્થિત થાય છે જે નિર્યુક્તિના લાક્ષણિક અર્થની દલીલને ક્ષણમાત્ર પણ ટકવા દેતો જ નથી. તે વિરોધ તે આ :
અંગબાહ્યમાં વાચકશ્રીએ “આવશ્યક' પ્રથમ ગણાવ્યું છે, અને આવશ્યકનો અર્થ વિરોધી ટીકાકારો “નિર્યુક્તિ કરે છે, એટલે તેઓના કથન પ્રમાણે અંગબાહ્યમાં પ્રથમ આવશ્યકનિર્યુક્તિ આવે છે. હવે અંગબાધના રચયિતા તરીકે ભાષ્યકાર અને ટીકાકાર બને “ધરીનન્તવિધિઃ' એ પદથી શ્રી જંબૂસ્વામી તથા શ્રી પ્રભવસ્વામીનો નિર્દેશ કરે છે; એટલે અંગબાહ્યમાં પ્રથમ ગણાવેલ આવશ્યકનિર્યુક્તિ એ શ્રી જંબૂસ્વામી કે શ્રી પ્રભવસ્વામીકૃત હોય એવું ભાન થાય છે કે જે અસંગત છે, કારણ કે નિયુક્તિકાર તો શ્રી ભદ્રબાહુસ્વામી જ છે, એ વાત જાણીતી જ છે. એટલે આવશ્યક પદથી આવશ્યકનિર્યુક્તિ વિવક્ષિત હોય તો શ્રી ભદ્રબાહસ્વામીનું નામ છેવટે ટીકામાં તો આવવું જ જોઈએ, કે જે ક્યાંય પણ નિર્દિષ્ટ નથી.
(૩) ભાષ્ય અને તેની ટીકા એ બન્નેનાં ઉપર ટાંકેલાં પ્રમાણો જે મત દર્શાવે છે તે જ મત ભાષ્યના છેલ્લામાં છેલ્લા અને મોટામાં મોટા ટીકાકાર ઉપાધ્યાય શ્રી યશોવિજયજી પણ સ્વીકારે છે, એ તેઓની ભાષ્ય ઉપરથી
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૩૦ ૦ અનેકાન્ત ચિંતન
વૃત્તિ જોવાથી અસંદિગ્ધપણે સ્પષ્ટ થાય છે. તેઓ પોતાની ભાષ્ય ઉપરની વૃત્તિમાં ‘સામાયિક પ્રત્યાખ્યાન' આદિ આવશ્યકનાં છએ અધ્યયનોનો ‘આવશ્યક શ્રુતસ્કંધ’ એ પ્રકારનો અર્થ સ્પષ્ટ શબ્દોમાં કરે છે, અને અંગબાહ્ય જેમાં તેઓશ્રી પોતે પ્રથમ જ ‘આવશ્યક શ્રુતસ્કંધ'નો સમાવેશ કરે છે તેને ગણધરપશ્ચાદ્ભાવી શ્રી જંબૂસ્વામી આદિ વડે રચાયાનું પ્રતિપાદન કરે છે. તેઓની વૃત્તિનો તે ભાગ નીચે પ્રમાણે છે ઃ—
गणधरा इन्द्रभूत्यादय:, तेषामनन्तरे ये साधवस्तेऽनन्तर्याः शिष्या इत्यर्थः । ते गणधरानन्तर्याः जम्बूनामादयः आदिर्येषां प्रभवादीनां ते गणधरानन्तर्यादयः । सामायिकं समभावो यत्राध्ययने वर्ण्यते, चतुर्विंशतीनां पूरणस्यारादुपकारिणो यत्र स्तवः शेषाणां च तीर्थकृतां स चतुर्विंशतिस्तवः । वन्दनं गुणवतः प्रणामो यत्र वर्ण्यते तत् वन्दनम् । असंयमस्थानं प्राप्तस्य यतेस्तस्मात् प्रतिनिवर्तनं यत्र वर्ण्यते तत् प्रतिक्रमणम् । कृतस्य पापस्य यत्र स्थानमौन ध्यानरूपकायत्यागेन विशुद्धिराख्यायते स कायव्युत्सर्गः । मूलोत्तरगुणधारणीयता यत्र ख्याप्यत् प्रत्याख्यानम् । एतैरध्ययनैरावश्यक श्रुतस्कन्ध उक्तः ॥
- मनसुखभाई भगुभाई प्रकाशित श्रीयशोविजयजीकृत तत्त्वार्थव्याख्या, पल्ल. ५० ઉપાધ્યાય શ્રી યશોવિજયજી જેવા શાબ્દિક, આલંકારિક, નૈયાયિક અને આગમિક વિશે કોઈ પણ એમ કહેવાનું સાહસ ભાગ્યે જ કરશે કે તેઓ ચાલતી શ્રુતપરંપરા કરતાં કાંઈ નવું જ લખી ગયા છે અથવા તો તેઓને લાક્ષણિક અર્થ કરવાનું સૂઝ્યું નહિ. ઉપાધ્યાયજી વિશેષાવશ્યકભાષ્ય વગેરે અન્ય સમગ્ર આગમ ગ્રંથોના ઊંડા અભ્યાસી હતા અને વળી મલધારી શ્રી હેમચંદ્રની વૃત્તિ પણ તેઓની સામે હતી, તેથી જો તેઓને આવશ્યકનો અર્થ નિર્યુક્તિ૫૨ક કરવાનું યોગ્ય લાગ્યું હોત તો તેઓશ્રી પોતાની તત્ત્વાર્થભાષ્યની વૃત્તિમાં તે પ્રમાણે જરૂર કરત; પરંતુ તેમ ન કરતાં જે સીધો અર્થ કર્યો છે તે વાચકશ્રીના ભાષ્ય અને શ્રી સિદ્ધસેન ગણિની ટીકાના વિચારનો પોષક છે એમ કબૂલ કરવું જ પડશે.
(૪) તત્ત્વાર્થભાષ્ય અને તે ઉપરની બે ટીકાઓ એ ત્રણે પ્રમાણોનું સંવાદી અને બલવત્ સ્પષ્ટ પ્રમાણ એક ચોથું પણ છે, અને તે છે સેનપ્રશ્નનું. સેનપ્રશ્નના પૃ. ૧૯ પ્રશ્ન ૧૩ આવશ્યકસૂત્રના કર્તા સંબંધમાં જ છે. તેમાં પૂછવામાં આવ્યું છે કે આચારાંગના બીજા અધ્યયનની ટીકામાં લોગસ્સ સૂત્રને શ્રી ભદ્રબાહુસ્વામીકૃત કહ્યું છે; તો શું એ એક જ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે કે આવશ્યકનાં બધાં સૂત્રો શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અગર તો એ બધાં સૂત્રો
Page #140
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૧ ગણધરકૃત છે? આનો ઉત્તર સેનપ્રશ્નમાં જે આપવામાં આવ્યો છે તે ખાસ ધ્યાન આપવા જેવો છે. તેમાં કહ્યું છે કે “આચારાંગ આદિ અંગપ્રવિણ શ્રત ગણધરોએ રચેલું છે અને આવશ્યક આદિ અંગબાહ્ય શ્રત શ્રુતસ્થવિરોએ રચેલું છે, અને એ વાત વિચારામૃતસંગ્રહ, આવશ્યકવૃત્તિ આદિથી જણાય છે. તેથી લોગસ્સસૂત્રની રચના શ્રી ભદ્રબાહુસ્વામીની છે અને અન્ય આવશ્યકસૂત્રોની રચના નિર્યુક્તિરૂપે તો તેઓની જ છે, અર્થાત્ લોગસ્સનું મૂળ સૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે અને બાકીનાં આવશ્યકસૂત્રોની નિર્યુક્તિ જ માત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે. પરંતુ લોગસ્સ સિવાયનાં અન્ય આવશ્યકનાં સૂત્રો તો શ્રી ભદ્રબાહુસ્વામીથી ભિન્ન અન્ય શ્રુતસ્થવિરોનાં રચેલાં છે.' એ તે પ્રશ્નના ઉત્તરકથનનો સાર છે. સેનપ્રશ્નનો સંપૂર્ણ પાઠ આ પ્રમાણે છે –
आवश्यकान्तर्भूतश्चतुर्विंशतिस्तवस्त्वारातीयकालभाविना श्रीभद्रबाहुस्वामिनाऽकारीत्याचाराङ्गकृत द्वितीयाध्ययनस्यादौ तदत्र किमिदमेव सूत्रं भद्रबाहुनाऽकारि सर्वाणि वा आवश्यकसूत्राणि कृतान्युत पूर्वगणधरैः कृतानीति किं तत्त्वमिति प्रश्नः ? अत्रोत्तरं-आचाराङ्गादिकमङ्गप्रविष्टं गणभृद्भिः कृतम्, आवश्यकादिकमनङ्गप्रविष्टमङ्गैकदेशोपजीवनेन श्रुतस्थविरैः कृतमिति विचारामृतसंग्रहाऽऽवश्यक वृत्त्याद्यनुसारेण ज्ञायते, तेन भद्रबाहुस्वामिनाऽऽवश्यकान्तर्भूतचतुर्विंशतिस्तवरचनमपराऽऽवश्यकरचनं च नियुक्तिरूपतया कृतमिति भावार्थः श्रीआचाराङ्गवृत्तौ तत्रैवाधिकारेऽस्तीति बोध्यमिति ॥ -सेनप्रश्न, पल. १९, प्रश्न १३
ઉપરનાં ચારે પ્રમાણો જ્યાં સુધી ખોટા સાબિત ન થાય ત્યાં સુધી હું મારો અભિપ્રાય બદલું તો તેનો અર્થ એ જ થાય કે વિચાર વિનાની કોઈ પણ એક રૂઢિમાત્રને સ્વીકારી લેવી.
આવશ્યકસૂત્ર ગણધરકૃત નહિ, પરંતુ અન્ય સ્થવિરકૃત છે એ અભિપ્રાયનું સમર્થન કરનારાં જે પ્રમાણો મારા જોવામાં આવ્યાં તે ઉપર ટાંક્યા પછી હવે આવશ્યક સૂત્રને ગણધરકૃત માનનાર પક્ષનાં પ્રમાણોનું પરીક્ષણ કરવાનું કાર્ય માત્ર બાકી રહે છે. મારા આ મતના વિરોધી તરીકે જે પ્રમાણો ટાંકવામાં આવે છે તે આગમોદયસમિતિ દ્વારા પ્રકાશિત થયેલ વિશેષાવશ્યકભાષ્યના ગુજરાતી અનુવાદ ભા. ૧માં ઉપોદ્ધાતના પૃ. ૨ ઉપર જોવામાં આવે છે.
આ પ્રમાણોની પરીક્ષાની સગવડ ખાતર હું તે સર્વને ચાર વિભાગમાં વહેંચી નાખું છું : (૧) આવશ્યક કોણે કર્યું એ પ્રશ્નના ઉત્તર માટે “નેત' દ્વારનું વિવરણ, (૨) ભગવાન પાસેથી શ્રીગૌતમાદિને સામાયિક આદિ
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩ર » અનેકાન્ત ચિંતન સાંભળવાના પ્રયોજનનું વર્ણન, (૩) ભગવાનથી સામાયિક પ્રગટ થયાનું વર્ણન, અને (૪) અંગપ્રવિષ્ટ તેમ જ અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ.
(૧) સામાયિક આવશ્યક કોણે રચ્યું? એ પ્રશ્નના ઉત્તરમાં ભાષ્યકાર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણની ગાથા નીચે પ્રમાણે છે :
केणकयं ति य ववहारओ जिणिदेण गणहरेहिं च । तस्सामिणा उ निच्छयनयस्स तत्तो जओग्णन्नं ॥
-विशेषावश्यकसूत्र, गाथा ३३९२ વિશેષાવશ્યકભાષ્યના એ ગુજરાતી અનુવાદની ઉપોદ્યાતની ટિપ્પણીમાં આ ગાથાનો અર્થ આ પ્રમાણે કર્યો છે : “સામાયિક, જે આવશ્યકસૂત્રનો એક પહેલો ભાગ છે તે અર્થથી શ્રી જિનેન્દ્ર ભગવાને કહ્યું અને સૂત્રથી શ્રી ગણધર મહારાજે કર્યું છે. પરંતુ મારે કહેવું જોઈએ કે આ અર્થ નથી ગાથામાંથી નીકળતો કે નથી તેની માલધારી શ્રી હેમચંદ્રકૃત ટીકામાંથી. ઊલટું આ કેનત દ્વારનું વર્ણન તો સામા પક્ષકારની તરફેણમાં નહિ, પરંતુ વિરુદ્ધમાં જ જાય છે. આ દ્વારમાં એમ કહેવામાં આવ્યું છે કે સામાયિક કોણે કર્યું?” અને તેનો ઉત્તર ઉક્ત ગાથામાં એ પ્રમાણે આપ્યો છે કે “વ્યવહારથી સામાયિક શ્રી તીર્થકરો અને ગણધરોએ કર્યું છે, પરંતુ નિશ્ચયદૃષ્ટિએ સામાયિકના કર્તા તેના સ્વામી અર્થાત્ તેના અનુષ્ઠાન કરનારાઓ છે. સામાન્ય અભ્યાસીઓ મ€ માનિ અરા, મૂત્ત ન્તિ IMદર નિરૂપા એ સર્વવિદિત કથન અનુસાર જરૂર એમ માનવા પ્રેરાય કે સામાયિક એ વસ્તુરૂપે શ્રી તીર્થકરોએ ઉપદેશ્ય અને સૂત્રરૂપે શ્રી ગણધરોએ રચ્યું; પરંતુ તેના દ્વારની એ ગાથાનો એ અર્થ જ નથી, એનો ભાવ જુદો જ છે. એ ગાથામાં અર્થ દ્વારા સામાયિક કોણે કર્યું અને સૂત્ર દ્વારા કોણે રચ્યું એ પ્રશ્નનો ઉત્તર જ નથી. એમાં તો સામાયિક, જે જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ આત્મિક પરિણામ છે, તેના વ્યવહાર અને નિશ્ચયદષ્ટિએ કરનારનું નિરૂપણ છે. એ ગાથામાં કહેવામાં આવ્યું છે કે સામાયિકરૂપ આત્મિક પરિણામના નિશ્ચયદષ્ટિથી કર્તા તેના અનુષ્ઠાન કરનારાઓ છે અને વ્યવહારદષ્ટિથી તેના કર્તાઓ એટલે ઉપદેશકો, પ્રેરકો અર્થાત્ સામાયિકરૂપ આચારનું ઉપદેશ દ્વારા પ્રવર્તન કરાવનારાઓ શ્રી તીર્થકર, શ્રી ગણધર આદિ છે. તે જ વ્યવહારદષ્ટિએ તેના કર્તા કહેવાય. આ અર્થ જોકે ગાથામાં વપરાયેલા
સ્વામી' શબ્દથી સ્પષ્ટ થાય છે, છતાં તેની ટીકામાં તો એ અર્થ એટલો બધો સ્પષ્ટ કર્યો છે અને તે ગાથાની આગળપાછળનું પ્રકરણ તથા તે ઉપરની
Page #142
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૩
ટીકામાં આ મારો કહેલો જ અર્થ અસંદિગ્ધ રીતે પ્રતિપાદન કરવામાં આવ્યો છે. સારાંશ એ છે કે જેના દ્વારની પ્રસ્તુત ગાથા સામાયિક અધ્યયનના કર્તાનું પ્રતિપાદન નથી કરતી, પરંતુ સામાયિકરૂપ આત્મિક ગુણના વ્યાવહારિક અને નૈૠયિક કર્તાનું નિરૂપણ કરે છે, જેને શબ્દાત્મક સામાયિક અધ્યયનના કર્તાના નિરૂપણ સાથે કશો જ સંબંધ નથી.
(૨) સામાયિક અધ્યયનને શ્રીગણધરકૃત બતાવતા માટે બીજું પ્રમાણ ઉપર સૂચવેલ ગુજરાતી અનુવાદના ટિપ્પણમાં જે મૂકવામાં આવ્યું છે તે એ છે કે જેમાં ભગવાનના સામાયિક પરના ભાષણનું પ્રયોજન બતાવ્યા બાદ ગણધરોએ સામાયિક સાંભળ્યાના પ્રયોજનનું વર્ણન છે. તે આ પ્રમાણે છે : - गोयममाई सामाइयं तु किं कारणं निसामेति । नाणस्स तं तु सुन्दरमंगुलभावाण उवलद्धी ॥
-विशेषावश्यकसूत्र, गाथा २१२५ સામેના પક્ષકાર આ ગાથાઓ ઉપરથી એમ કહેતા લાગે છે કે સામાયિક ઉપદેછ્યું તો ભગવાને, પણ રચ્યું ગણધરોએ, પરંતુ કોઈ પણ વિચારક આ ગાથાઓ કાઢી તેનો અર્થ વાંચી આગળપાછળનું પ્રકરણ વિચારી જોશે તો તેને જણાશે કે એવો અર્થ કરવામાં કેટલી ભૂલ થાય છે ! અહીં તો એટલું જ ઉદિષ્ટ છે કે સામાયિક-આચારનું પ્રથમ નિરૂપણ ભગવાને શા માટે કર્યું અને તે આચારનું શ્રવણ ગણધરોએ પ્રથમ શા માટે કર્યું? અર્થાત્ સામાયિકરૂપ જૈન ધર્મના આત્માનું પ્રથમ પ્રથમ ગણધરોએ જે શ્રવણ કર્યું તેનું પ્રયોજન પરંપરાએ મોક્ષ છે એવું આ ગાથાઓમાં બતાવવામાં આવ્યું છે. તેમાં ગણધરોએ સામાયિકસૂત્ર રચ્યાની ગંધ સરખી પણ નથી. સામાયિક-આચાર સાંભળવો, તેને જીવનમાં ઉતારવો, તેનું ફળ મેળવવું, તેનો વિચાર કરવો એ જુદી વાત છે અને સામાયિકસૂત્રની શાબ્દિક રચનાનો વિચાર એ જુદી વાત છે. સામાયિક-આચારના શ્રવણ સાથે સામાયિકસૂત્રની શાબ્દિક રચનાને ભેળવી દેવી અને સામાયિક-આચારના પ્રથમ સાંભળનારને સામાયિકસૂત્રના રચયિતા કહેવા એ ભ્રાંતિ નથી શું?
(૩) એ જ ગુજરાતી અનુવાદના ઉપોદ્ઘાતની ટિપ્પણીમાં ત્રીજું પ્રમાણ નિર્ગદ્વાર વિશેનું છે. તેને લગતી ગાથા આ છે :
मिच्छत्ताइतमाओ स निग्गओ जह य केवलं पत्तो । जह य पसूयं तत्तो सामाइयं तं पवक्खामि ॥
-विशेषावश्यकसूत्र गाथा १५४६
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૩૪ - અનેકાન્ત ચિંતન
આનો અર્થ સામા પક્ષકારની જરાયે તરફેણમાં નથી જ. આ ગાથામાં તો ભગવાન શ્રીમહાવીરનું મિથ્યાત્વી નિર્ગમન થયું, તેઓશ્રી જે પ્રકારે કેવળજ્ઞાન પામ્યા અને તેઓશ્રીથી સામાયિક જે રીતે પ્રગટ થયું તેનું વર્ણન કરવાની પ્રતિજ્ઞામાત્ર છે. આમાં તો એટલું જ કથન છે કે ભગવાનથી સામાયિક-આચાર શી રીતે ઉદ્ભવ્યો, પરંતુ આ ગાળામાં સામાયિકસૂત્ર કે અન્ય આવશ્યક સૂત્રની શાબ્દિક રચના સંબંધમાં કશું જ સૂચન કે કથન નથી. સામાયિકધર્મ ભગવાને પ્રગટાવ્યો અને શ્રી ગણધરોએ ઝીલ્યો, તેની તો કોણ ના પાડે છે ? પ્રશ્ન સૂત્રરચનાનો છે. તેની સાથે આચારના ઉપદેશને સંબંધ નથી. તેથી આ પ્રમાણ પણ ગ્રાહ્ય થઈ શકતું નથી.
(૪) ચોથું પ્રમાણ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતની વ્યાખ્યાઓ વિશેનું તે જ ટિપ્પણમાં ટાંકવામાં આવ્યું છે. તેની ગાથા આ છે :
गणहर-थेरकयं वा आएसा मुक्कवागरणओ वा । धुव-चलविसेसओ वा अंगा-णगेसु नाणत्तं ।।
-विशेषावश्यकसूत्र, गाथा ५५० આ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતની ત્રણ વ્યાખ્યાઓ છે, અને આ વ્યાખ્યાઓ શબ્દાત્મક શ્રતને લાગુ પડતી હોવાથી તે જ આવશ્યકસૂત્રના કર્તાનો નિર્ણય કરવામાં વધારે, બલ્બ ખાસ, ઉપયોગી છે. તેથી એ વ્યાખ્યા વિશેની પ્રસ્તુત ભાષ્યગાથા અને તેના ઉપરની મલધારીકૃત ટીકા એ બન્નેનો આ સ્થલે પ્રસ્તુત પ્રશ્ન પરત્વે જરા વિસ્તારથી ઊહાપોહ કરી લેવો જરૂરનો છે.
વિશેષાવશ્યકભાષ્યના પ્રણેતા શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તત્ત્વાર્થભાષ્યના પ્રણેતા વાચક શ્રી ઉમાસ્વાતિના પછી થયેલા છે, એટલે વાચકશ્રી સામે એ ભાષ્ય નહિ, પણ તેનો મૂળભૂત ગ્રંથ (આવશ્યકનિર્યુક્તિ) હતો. તે વખતની આવશ્યકનિર્યુક્તિની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર તો તે વખતની ચાલુ અર્થપરંપરા વાચકશ્રી સામે હતી એમ માનવું જોઈએ. આવશ્યકનિર્યુક્તિની પ્રસ્તુત ગાથા આ પ્રમાણે છે :
अक्खरसण्णीसम्मं साइयं खलु सपज्जवसियं च । गमियं अंगपविटुं सत्त वि एए सपडिवक्खा ॥
-विशेषावश्यकसूत्र, गाथा ४५४ ઉપર્યુક્ત મૂળ ગાથામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનો નિર્દેશ છે. તે ગાથાની તે વખતની કોઈ પ્રાચીન વ્યાખ્યા અગર ચાલુ અર્થપરંપરાને
Page #144
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? - ૧૩પ આધારે જ વાચકશ્રીએ પોતાના તત્ત્વાર્થસૂત્રના ભાગ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્યનો વિવેક કરેલો હોવા જોઈએ, અથવા તો ઓછામાં ઓછું એ વિવેક કરતી વખતે આવશ્યકનિર્યુક્તિની એ ગાથાનો અર્થ એમના ધ્યાન બહાર ન જ હોવો જોઈએ. એટલે વાચકશ્રીએ અંગબાહ્યનું જ સ્વરૂપ બતાવ્યું છે અને જેને મેં પ્રમાણ તરીકે ઉપર પ્રથમ જ ટાંકેલ છે તે સ્વરૂપ ઉક્ત આવશ્યકનિયુક્તિની મૂલગાથાની અર્થપરંપરાને અનુસરતું જ હોવું જોઈએ, એમ માનવામાં જરાયે અસ્વાભાવિકતા નથી. આ ઉપરથી જે કહેવાનું છે તે એ કે આવશ્યકનિર્યુક્તિની એ ગાથામાં નિર્દિષ્ટ થયેલ અંગબાહ્ય શ્રતના સ્વરૂપનો નિર્ણય કરવામાં જૂનામાં જૂનો આધાર આપણી પાસે તત્ત્વાર્થભાષ્ય સિવાય બીજો એકે નથી, અને તત્ત્વાર્થભાષ્ય તો સ્પષ્ટ રીતે અંગબાહ્ય શ્રતને ગણધરપથાભાવી આચાર્યપ્રણીત કહે છે અને અંગબાહ્ય શ્રતમાં સૌથી પ્રથમ આવશ્યકનાં છ અધ્યયનને ગણાવે છે, જે પહેલાં બતાવવામાં આવ્યું છે. તેથી અંગબાહ્યની વ્યાખ્યા સંબંધીનો આવશ્યકનિર્યુક્તિની ગાથાનો ઉપયોગ કરવો જ હોય તો તે તત્ત્વાર્થભાષ્યના વક્તવ્ય કરતાં બીજું કાંઈ વધારે અથવા ભિન્ન સૂચવી શકે તેમ નથી.
હવે લઈએ એ નિર્યુક્તિ-ગાથા ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય. આ ભાષ્ય જ અત્યારે આપણી સામે નિર્યુક્તિની જૂનામાં જૂની અને મોટામાં મોટી વ્યાખ્યા છે. ભાષ્યમાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતનો સ્પષ્ટ વિવેક કરવામાં આવ્યો છે. આ વિવેક ત્રણ પ્રકારે કરવામાં આવ્યો છે; અર્થાત્ ક્ષમાશ્રમણશ્રીએ અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનો ભેદ સૂચવતી ત્રણ વ્યાખ્યાઓ આપી છે. આ ત્રણે વ્યાખ્યાઓ આપ્યા છતાં મૂલ ભાષ્યમાં ભાષ્યકારો અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રતના ઉદાહરણ તરીકે કોઈ ગ્રંથનો નિર્દેશ કર્યો નથી. ઉદાહરણ તરીકેના ગ્રંથોનો નિર્દેશ ભાષ્યના ટીકાકાર માલધારી શ્રી હેમચંદ્ર પોતાની ટીકામાં કર્યો છે. સામાન્ય રીતે ભારતીય ટીકાકારોની અને ખાસ કરીને જૈન આચાર્યોની પ્રકૃતિપરંપરા જોતાં એમ માનવામાં કશી અડચણ નથી કે મલધારીએ જે ઉદાહરણો ટાંક્યા છે તે પોતાની પૂર્વવર્તી ભાષ્યની ટીકાઓને અનુસરતાં જ હોવાં જોઈએ. મલધારીશ્રીની ટીકા પહેલાં ભાષ્ય ઉપર જે ટીકાઓ હોવાનાં પ્રમાણો મળે છે તેમાં એક તો સ્વોપજ્ઞ અર્થાત્ ક્ષમાશ્રમણશ્રીની પોતાની અને બીજી કોટ્યાચાર્યની.
તત્ત્વાર્થભાષ્યના ટીકાકાર શ્રી સિદ્ધસેન ગણિ મલધારીશ્રીના પૂર્વવર્તી
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૩૬ ૦ અનેકાન્ત ચિંતન છે. તેમની સામે ઓછામાં ઓછું વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વોપજ્ઞ ટીકા એ બે તો અવશ્ય હોવાં જ જોઈએ. તેથી શ્રી સિદ્ધસેન ગણિની અંગબાહ્યના કર્તત્વબોધક “જળધરનતવિધિઃ' એ તત્ત્વાર્થભાષ્યગત પદની વ્યાખ્યા, જે પહેલાં ઉપર ટાંકી છે તે પ્રાચીન પરંપરાની વિરુદ્ધ હોય એમ ન માની શકાય, અને શ્રી સિદ્ધસેનગણિત તો એ પદનો અર્થ ગણધરવંશજ શ્રી અંબૂસ્વામી, શ્રી પ્રભવસ્વામી વગેરે આચાર્ય એવો સ્પષ્ટ કરે છે. તે ઉપરથી વિશેષાવશ્યકભાષ્ય અને તેની સ્વોપણ ટીકાનો અંગબાહ્યના કર્તા વિશે આશય કાઢવો જ હોય તો એ જ કાઢી શકાય કે ગણધરભિન્ન શ્રી જંબૂ, પ્રભવ વગેરે સ્થવિરોએ જે શ્રુત રચ્યું તે જ અંગબાહ્ય.
વિશેષાવશ્યકભાષ્યની ઉપલબ્ધ અને અતિવિસ્તૃત ટીકા મલધારીકૃત છે. એ ટીકામાં ભાષ્યગત ત્રણ વ્યાખ્યાઓનાં ઉદાહરણો પણ આપેલાં છે. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અને સેનપ્રશ્નના પ્રણેતા સામે મૂલનિર્યુક્તિ, તે ઉપરનું વિશેષાવશ્યકભાષ્ય અને એ ભાષ્યની મલધારીકૃત ટીકા એટલાં તો ઓછામાં ઓછાં હતાં જ. તેથી ઉપાધ્યાયશ્રીની તત્ત્વાર્થભાષ્ય ઉપરની ટીકામાં તથા સેનપ્રશ્નમાં અંગબાહ્ય શ્રુતના કર્તા સંબંધે જે વિચાર છે અને જેને ઉપર ટાંક્યો છે તે પ્રાચીન ગ્રંથકારોના અભિપ્રાયને લક્ષમાં રાખ્યા સિવાય તો લખાયેલ ન જ હોવો જોઈએ. ઉપાધ્યાયશ્રીની વૃત્તિ અને સેનપ્રશ્ન તો સ્પષ્ટ રીતે અંગબાહ્યને ગણધરભિન્ન આચાર્યપ્રણીત સૂચવે છે, જે ઉપર બતાવવામાં આવ્યું છે. પૂર્વાપર આચાર્યોના વિચારસામ્યની કલ્પના ઉપર ઊભી કરેલ અનુમાનાત્મક દલીલને છોડી હવે સીધી રીતે માલધારીકૃત ટીકાને લઈ તેના ઉપર વિચાર કરીએ.
ભાષ્યની પ્રસ્તુત ગા. ૫૫૦ મીની મલધારીકૃત ટીકા નીચે પ્રમાણે છે : .... अंगाऽनंगप्रविष्टश्रुतयोरिदं नानात्वमेतद् भेदकारणम् । किम् ? इत्याह गणधरा गौतमस्वाम्यादयः, तत्कृतं श्रुत द्वादशांगरूपमंगप्रविष्टमुच्यते । स्थविरास्तु भद्रबाहुस्वाम्यादयः, तत्कृतं श्रुतमावश्यकनियुक्त्यादिकमनंगप्रविष्टमंगबाह्यमुच्यते । अथवा वारत्रयं गणधरपृष्टस्य तीर्थकरस्य संबन्धी य आदेश: प्रतिवचनमुत्पादव्यय-ध्रौव्यवाचकं पदत्रयमित्यर्थः, तस्माद् यन्निष्पन्नं तदंग-प्रविष्टं द्वादशांगमेव, मुत्कं मुत्कलमप्रश्नपूर्वकं च यद् व्याकरणमर्थप्रतिपादनं, तस्मानिष्पन्नमंगबाह्यमभिधीयते, तच्चावश्यकादिकम् । वा शब्दोंऽगाऽनंगप्रविष्टत्वे पूर्वोक्तभेदकारणादन्यत्वसूचकः । तृतीयभेदकारणमाह 'धुव-चलविसेसओ व त्ति'
ध्रुवं सर्वतीर्थकरतीर्थेषु नियतं निश्चयभावि श्रुतमंगप्रविष्टमुच्यते द्वादशांगमिति । यत्
Page #146
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ? • ૧૩૭ पुनश्चलमनियतभावि तत् तन्दुलवैकालिक-प्रकरणादिश्रुतमंगबाह्यम् । वा शब्दोऽत्रापि भेदकारणान्तरत्वसूचकः । इदमुक्तं भवति-गणधरकृतं, पदत्रयलक्षणतीर्थकरादेशनिष्पन्नं, ध्रुवं च यच्छुतं तदंगप्रविष्टमुच्यते, तच्च द्वादशांगीरूपमेव । यत्पुनः स्थविरकृतं, मुत्कलार्थाभिधानं, चलं च तदावश्यकप्रकीर्णादिश्रुतमंगबाह्यमिति ।
આ ટીકામાં અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતના ભાષ્યકારે કરેલ વિવેકના સ્પષ્ટીકરણ ઉપરાંત ત્રણે વ્યાખ્યાઓનાં જુદાં જુદાં ત્રણ ઉદાહરણો છે, જે ખાસ ધ્યાન ખેંચે છે.
(ક) પહેલી વ્યાખ્યામાં અંગપ્રવિષ્ટને શ્રી ગૌતમ આદિ ગણધરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણ તરીકે દ્વાદશાંગ ગ્રુતને મૂક્યું છે, અને અંગબાહ્ય શ્રી ભદ્રબાહુ આદિ સ્થવિરકૃત તરીકે ઓળખાવી તેના ઉદાહરણરૂપે આવશ્યકનિર્યુક્તિ વગેરે શ્રુત દર્શાવ્યું છે.
(ખ) બીજી વ્યાખ્યામાં ગણધરના પ્રશ્નના ઉત્તરમાં તીર્થકર દ્વારા ઉપદેશાવેલ ત્રિપદી ઉપરથી રચાયેલ શ્રતને અંગપ્રવિષ્ટ તરીકે ઓળખાવી તેનું ઉદાહરણ આપતાં એ શ્રુત તે દ્વાદશાંગી રૂપ જ છે એવો ખાસ ભાર મૂકી મલધારીએ માત્ર દ્વાદશાંગીને અંગપ્રવિષ્ટ કહ્યું છે અને છૂટું છવાયું તેમ જ પ્રશ્ન વિના જે અર્થપ્રતિપાદન થયું હોય તેના ઉપરથી રચાયેલ શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં આવશ્યક આદિ શ્રત અંગબાહ્ય છે એમ કહેવામાં આવ્યું છે. “ " (ગ) ત્રીજી વ્યાખ્યામાં દરેક તીર્થકરોના તીર્થમાં અવશ્યભાવી તરીકે બતાવીને જ અંગપ્રવિષ્ટ કહેવામાં આવ્યું છે અને દરેક તીર્થમાં નિયમથી ન હોનાર શ્રતને અંગબાહ્ય તરીકે ઓળખાવી તેના ઉદાહરણમાં તન્દુલવૈકાલિક આદિને મૂક્યું છે.
પહેલી વ્યાખ્યાના ઉદાહરણમાં શ્રી ભદ્રબાહુસ્વામી આદિ અને આવશ્યકનિયુક્તિ આદિ એ બે પદો ખાસ ધ્યાન ખેંચે છે. જયાં સુધી સંપૂર્ણ આવશ્યકસૂત્ર શ્રી ભદ્રબાહુસ્વામીકૃત છે એ મતલબનું સાધક પ્રમાણ ન મળે ત્યાં સુધી આવશ્યકનિયુક્તિ એ સામાસિકપદનો દ્વન્દ્રસમાસને બદલે સામા પક્ષને અનુકૂલ એવો તપુરુષ સમાસ જ લેવો જોઈએ; અને એ સમાસ લેતાં તેનો અર્થ એટલો જ થાય કે આવશ્યકનિયુક્તિ વગેરે જે શ્રુત શ્રી ભદ્રબાહુ વગેરેનું બનાવેલું છે તેને અંગબાહ્ય સમજવું. નિયુક્તિ શ્રી ભદ્રબાહુસ્વામીની હોવાથી પ્રસિદ્ધિ આબાલવૃદ્ધ જાણીતી છે, તેથી જ તેનું ઉદાહરણ આપ્યું છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૩૮ ૦ અનેકાન્ત ચિંતન
આ પ્રથમ વ્યાખ્યાના ઉદાહરણ ઉ૫૨થી મૂલ આવશ્યકસૂત્રના કર્તા વિશે કશો જ પ્રકાશ પડતો નથી. બીજી વ્યાખ્યામાં અંગબાહ્યના ઉદાહરણ તરીકે આવશ્યકને મુખ્યપણે મૂકેલું છે, અને એને છૂટાછવાયા કે પ્રશ્ન વિનાના જ ભગવાનના ઉપદેશ ઉપરથી રચાયેલું કહેવામાં આવ્યું છે. જ્યાં સુધી ગણધરને આવશ્યકના કર્તા તરીકે અસંદિગ્ધપણે સાબિત કરતો પ્રાચીન ઉલ્લેખ મળી ન આવે ત્યાં સુધી આવશ્યકસૂત્રને અર્થરૂપે તીર્થંકરકથિત માનવા છતાં તેને શબ્દરૂપે ગણધરકૃત કેમ માની શકાય ? અને વળી જ્યારે ઊલટાં અનેક વિરોધી પ્રમાણો આવશ્યકસૂત્રને ગણધરભિન્ન આચાર્યપ્રણીત બતાવનારાં મળતાં હોય ત્યારે એમ માનવું એ તો સ્પષ્ટ પ્રમાણોની અવમાનના કરવા જેવું થાય. અલબત્ત, સ્થવિર શબ્દ ગણધરને પણ લાગુ પડે છે, પણ તેથી આવશ્યકસૂત્ર ગણધરકૃત જ છે એમ કાંઈ ફલિત થતું નથી. મલધારીની ટીકાના ઉલ્લેખ ઉપરથી (તત્ત્વાર્થભાષ્ય આદિના ઉલ્લેખોને ધ્યાનમાં લઈ) અર્થ કાઢવા જઈએ તો સરલપણે એટલો જ અર્થ નીકળી શકે કે વગર પ્રશ્ન જ તીર્થંકરના ઉપદેશ ઉપરથી રચાયેલ જે આવશ્યક વગેરે શ્રુત તે અંગબાહ્ય, આટલો અર્થ આવશ્યકના કર્તા તરીકે કોઈ વ્યક્તિનો નિર્ણય કરવા બસ નથી. તેવા નિર્ણય માટે તો વિવાદગ્રસ્ત સ્થળમાં સ્પષ્ટ પ્રમાણો જોઈએ. જો તત્ત્વાર્થભાષ્ય આદિનાં ઉપર ટાંકેલાં ચાર સ્પષ્ટ પ્રમાણો આપણી સામે ન હોય તો મલધારીની ટીકાનો અધ્યાહારવાળો ઉલ્લેખ ગણધરને આવશ્યકના કર્તા તરીકે મનાવવા આપણને લલચાવત. ત્રીજી વ્યાખ્યા અને તેમાં ટાંકેલ ઉદાહરણ આપણને પ્રસ્તુત ચર્ચામાં કાંઈ ઉપયોગી નથી, તેથી તે પર વિચાર કરવો એ અસ્થાને છે. એકંદર ઉપર આપેલ મલધારી શ્રી. હેમચંદ્રની ટીકા આવશ્યકને ગણધરકૃત સાબિત કરવા કોઈ સ્પષ્ટ પુરાવો પૂરો પાડતી નથી. તેથી મૂલ નિર્યુક્તિ, તેનું ભાષ્ય અને મલધારીકૃત ટીકા એ બધાં, તત્ત્વાર્થભાષ્ય આદિના પ્રથમ ટાંકેલ ઉલ્લેખોને સંવાદી બને એ રીતે જ ઘટાવવાં જોઈએ.
છેલ્લે એક પ્રશ્ન રહે છે અને તે એ કે ભગવાન શ્રીમહાવીરે પ્રતિક્રમણધર્મ ઉપદેશ્યો. જ્યારે તેઓશ્રીએ પોતાના શિષ્યપરિવારને પ્રતિક્રમણનું વિધાન અવશ્યકર્તવ્ય તરીકે ઉપદેશ્યું ત્યારે તે શિષ્યપરિવાર એ વિધાનનું પાલન કરતી વખતે કાંઈ ને કાંઈ શબ્દો, વાક્યો કે સૂત્રો બોલતાં જ હશે. જો એ શિષ્યપરિવાર સમક્ષ પ્રતિક્રમણવિધાયી શબ્દપાઠ ન હોય તો તે પ્રતિક્રમણ કરે જ કેવી રીતે ? અને જો શબ્દપાઠ હોય છે તે પાઠ ગણધર
Page #148
--------------------------------------------------------------------------
________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ ? ૧૩૯ સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે ? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલો, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધકૃત જ છે એ મતલબનું કોઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિન્નકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણો મળે છે ત્યારે એમ જ સમન્વય ક૨વાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાનો પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈએ કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની નિર્યુક્તિ મળે છે તે બધાં સૂત્રો નિર્યુક્તિથી પ્રાચીન તો છે જ અને એ સૂત્રોના કર્તાની જ આ સ્થળે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશઃ નિર્યુક્તિપૂર્વભાવી નથી. ઘણાં સૂત્રો દેશ, કાલ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિર્યુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યનાં માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધર્માથી માંડી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્રો રચાયેલાં હોવાં જ જોઈએ. તેથી જ શ્રી સિદ્ધસેનગણ વગેરે આવશ્યકસૂત્રને શ્રી જંબૂ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કોઈ કોઈ સૂત્ર ગૌતમાદિ ગણધરકૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારો મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણો માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધકૃત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધકૃત હોય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના ‘ઈરિયાવહિય સૂત્ર ગણધ૨કથિત છે’ એવા મતલબના ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી જંબૂ, પ્રભવ આદિ અનેક સ્થવિરો હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કોઈ વિચારક સંપૂર્ણ આવશ્યકસૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લેખો રજૂ ક૨શે તો તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસા૨ી વિચાર કરવા અને ફરી પ્રમાણોનું બલાબલ તપાસવા પ્રયત્ન થશે.
સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જો ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તોયે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૪૦ ૦ અનેકાન્ત ચિંતન
બાકી રહે છે. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં કયાં કયાં આવશ્યકને લગતાં સૂત્રો વ્યવહારમાં આવતાં અને કયાં કયાં તે વખતે રચાયેલાં, તેમ જ તે પ્રાચીન સૂત્રો ચાલુ રહીને નવીન સૂત્રો કયાં કયાં ક્યારે ઉમેરાયાં, તેમ જ નવીન સૂત્રો દાખલ થતાં કયાં અને કેટલાં પ્રાચીન સૂત્રો વ્યવહારમાંથી અદૃશ્ય થયાં અગર તો રૂપાંતર પામ્યાં; તેમ જ પ્રત્યેક પ્રાચીન કે ઉત્તરકાલીન સૂત્રો કોની કોની કૃતિ છે ?—આ અને આના જેવા અનેક વિચારણીય પ્રશ્નો છે. તેનો ઊહાપોહ કરવાનું મન નથી એમ તો નહિ જ, પણ અત્યારે એ કામ કરવા સાવકાશ ન હોવાથી વિચારક અને ઐતિહાસિક વિદ્વાનોનું આ બાબત તરફ લક્ષ ખેંચું છું. આશા છે કે વિદ્યારસિકો આ બાબતમાં વધારે મહેનત કરી નવું ઘણું જાણવા જેવું ઉપસ્થિત કરશે.
—જૈન સાહિત્ય સંશોધક ખંડ ૩, અંક ૨.
Page #150
--------------------------------------------------------------------------
________________
૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ
જૈન શ્રુતનો બહુ મોટો ભાગ નાશ પામ્યો છે. તે નાશનાં અનેક કારણો છે, પણ આજે તેનો જેટલો અને જે ભાગ સચવાઈ રહ્યો છે તેનું ફક્ત એક જ કારણ છે અને તે જૈન સંઘની શ્રુતભક્તિ. જૈન જનતા જ્ઞાનમાત્રને પૂજે છે, પણ શ્રત પ્રત્યે એની ભક્તિ એટલી જાગરૂક છે કે તે વિશે લખવા જતાં તેનો મનોરમ ઇતિહાસ તૈયાર થાય. માત્ર મોટી વયના સ્ત્રી-પુરુષો જ નહિ, પણ નાનાં કુમાર-કુમારિકાઓ સુધ્ધાં શાસ્ત્રજ્ઞાન આરાધવા તપ કરે છે, એનાં નજીવાં સાધનોની આદરપૂર્વક પૂજા કરે છે અને એ માટે પોતાનું સર્વસ્વ આપી દેવા તૈયાર રહે છે. ચારિત્રપૂજાનું જૈન સંઘમાં મોટું સ્થાન છે, પણ તે જ્ઞાનના એક ભાગ તરીકે. ચારિત્ર એ જ્ઞાનનો છેલ્લો ને પરિપક્વ અંશ જ છે. તીર્થપૂજા હોય કે ગુરુપૂજા હોય, એ બધી વિવિધ પૂજઓની પાછળ જ્ઞાનભક્તિ જ રહેલી છે. એ બધાંમાં સત્યજ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ હેતુ મુખ્ય છે.
આજે વિશિષ્ટ રીતે જૈન દર્શન જીવિત હોય તો તે એક શ્રુતને આભારી છે, અને શ્રત જીવિત હોય તો તે જ્ઞાનભક્તિને આભારી છે. બુદ્ધિમાન અને દીર્ઘદર્શી જૈન આચાર્યોએ જ્યારે જોયું કે અમુક અમુક શાસ્ત્રો વિશિષ્ટ રીતે જૈન દર્શનની પ્રભાવના કરે તેવાં છે ત્યારે ત્યારે તેઓએ તે તે શાસ્ત્રોને જૈન દર્શનના પ્રભાવક કહી તેના તરફ લોકાનુરાગ કેળવ્યો, તેના અભ્યાસને ઉત્તેજન આપ્યું. તેની પોથીઓ લખી-લખાવી તેની સાચવણીમાં ભારે ફાળો આપ્યો. આગમગ્રંથોની પ્રતિષ્ઠા તો ભગવાનની પ્રતિષ્ઠાનો એક ભાગ જ છે, પણ ત્યાર પછી રચાયેલાં ઘણાં શાસ્ત્રોમાં સન્મતિનું સ્થાન મુખ્ય છે. નેમિચંદ્રસૂરિએ રચેલ પ્રવચનસારોદ્ધારની વૃત્તિમાં તેના કર્તા શ્રીસિદ્ધસેન સન્મતિતર્કને અંગે જે લખે છે તે ખાસ ધ્યાન દેવા જેવું છે. તેઓ દર્શનના
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૪૨ ૦ અનેકાન્ત ચિંતન પ્રભાવક તરીકે ગ્રંથો જણાવતાં સતિને પહેલો મૂકે છે અને સાથે જ કહે છે કે એ દર્શનપ્રભાવક ગ્રંથોનું દરેક રીતે ભક્તિપૂર્વક બહુમાન કરવું. જીવકલ્પ નામના છેદસૂત્રની ચૂર્ણિની વ્યાખ્યામાં તેના કર્તા સન્મતિતર્કને એક મહાપ્રભાવક ગ્રંથ તરીકે વર્ણવે છે, અને તે એટલે સુધી કે તેનો અભ્યાસ કરતાં કોઈ અપવાદ સેવવો પડે તો તેને પ્રાયશ્ચિત્તયોગ્ય નથી માનતા. શ્રુતજ્ઞાનની જાગ્રમૂર્તિ ઉપાધ્યાય શ્રીયશોવિજયજી તો એના ઉપર ફિદા ફિદા છે અને છેલ્લે શ્રીમદ્ રાજચંદ્ર તથા શ્રીમાન્ આત્મારામજીસૂરીશ્વર સુધ્ધાં એ ગ્રંથ ઉપર ભારે મમત્વ દર્શાવે છે.
આ રીતે સન્મતિતર્કનો મહિમા જ્યાં ત્યાં ગાવામાં આવ્યો છે અને હજી ગવાય છે, ત્યારે એ જાણવું જરૂરનું છે કે સન્મતિતર્ક એ શું છે? તેનું મહત્ત્વ શા માટે છે? અને બીજાં શાસ્ત્રોની સરખામણીમાં એનું સ્થાન શું છે? વગેરે વગેરે. આ હેતુથી પ્રેરાઈ પ્રસ્તુત લેખ લખવા પ્રેરણા થઈ છે. નામવિધાન
જૈન સાહિત્ય અને સમાજમાં “સંમતિતર્ક એ જ નામ બહુ જાણીતું છે, પણ છેલ્લી માહિતી પ્રમાણે તેનું ખરું નામ “સન્મતિતર્ક લાગે છે; ઘણી અને જૂની હસ્તલિખિત પ્રતિઓમાં “સન્મતિતર્ક એવો જ ઉલ્લેખ મળે છે. એ ઉલ્લેખ ઉપર વિચાર કરતાં જણાય છે કે “સંમતિ' નહિ પણ “સન્મતિ' નામ ખરું હોવું જોઈએ, કારણ કે ધનંજયનામમાળામાં ભગવાન મહાવીરનાં જે નામો ગણાવ્યાં છે તેમાં એક નામ સન્મતિ એવું છે. તેથી ચોખ્ખું લાગે છે કે આચાર્ય શ્રી સિદ્ધસેને પોતાના પ્રૌઢ ગ્રંથરત્નને ભગવાનના નામથી અંકિત કરી સન્મતિતર્ક એ જ નામ આપ્યું હશે અને તે દ્વારા સૂચિત કર્યું કે આ મારા રચેલા પ્રકરણનો વિષય કલ્પિત અગર તો સાધારણ નથી, પણ હું જે કહું છું તે તો ભગવાન મહાવીરનો તર્ક છે એટલે તેમનો સિદ્ધાંત છે અથવા ભગવાન મહાવીરનો મત છે. પ્રવચનસાર સાથે સરખામણી
નામની બાબતમાં આટલું સ્પષ્ટીકરણ કરી હવે તે ગ્રંથ અને તેના વિષય તરફ વળીએ. એ ગ્રંથ પ્રાકૃત ભાષામાં છે. એના ત્રણ ભાગો છે. દરેક ભાગ કાંડને નામે પ્રસિદ્ધ છે, એટલે એ ગ્રંથ ત્રિકાંડ છે. રચના ગદ્ય નહિ, પણ પદ્યમય છે. પદ્યો બધાં આર્યા છંદબદ્ધ છે. પહેલા કાંડમાં પ૪, બીજા કાંડમાં ૪૩ અને ત્રીજા કાંડમાં ૭૦ પદ્યો છે. કુલ પદ્યો ૧૬૭ છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૪૩
આ ગ્રંથ બાહ્ય રચનામાં દિગંબરાચાર્ય કુંદકુંદના પ્રવચનસાર જેવો છે. પ્રવચનસારના પણ ત્રણ ભાગ છે. તેમાં પહેલા ભાગમાં ૯૨, બીજા ભાગમાં ૧૦૮ અને ત્રીજા ભાગમાં ૭૫, કુલ ૨૭૫ પ્રાકૃત આર્યાબદ્ધ પઘો છે. પ્રવચનસારના ત્રણે ભાગો કાંડ નહિ, પણ જૂની ઢબના શ્રુતસ્કંધ એવા નામે પ્રસિદ્ધ છે.
પ્રાકૃતભાષા, આર્યાછંદ અને ત્રણ ભાગમાં વહેંચણી એટલું બાહ્ય સામ્ય જોયા પછી હવે એ બન્ને ગ્રંથોના આંતર સ્વરૂપ તરફ વળીએ. પ્રતિપાદ્ય વિષય
પ્રવચનસારમાં ચારિત્રનું પ્રતિપાદન ખાસ એક અધિકારમાં કરવામાં આવ્યું છે, જ્યારે સન્મતિતર્કમાં એ વિષય લીધો જ નથી. સન્મતિતર્કમાં આખું એક કાંડ નયની ચર્ચાથી ભર્યું છે, જ્યારે પ્રવચનસારમાં એ વિષય સ્પર્શાયો જ નથી. એમાં માત્ર સપ્તભંગીનો અતિટૂંકમાં ઉલ્લેખ છે, ત્યારે સન્મતિમાં એની પૂર્ણ અને વિશદ ચર્ચા છે, પ્રવચનસારમાં આત્મિક પરિણામના વિકાસને સૂચવતી જે શુભ, અશુભ અને શુદ્ધ પરિણામની હૃદયંગમ ચર્ચા છે તે સન્મતિમાં નથી. બન્ને ગ્રંથોમાં જ્ઞાન અને જ્ઞેયની ચર્ચા તો છે જ, પણ એમાં ઘણું અંતર છે. પ્રવચનસાર મુખ્યપણે પ્રત્યક્ષ અને પરોક્ષ જ્ઞાનનો તફાવત જૈન દૃષ્ટિએ સમજાવે છે અને જ્ઞાનને લગતી પ્રાચીન જૈન પરંપરાને બીજાં દર્શનોથી જુદી પાડી કાંઈક તર્કપદ્ધતિએ સમજાવવા પ્રયત્ન કરે છે; ત્યારે સન્મતિમાં એ વિષય જુદી જ રીતે ચર્ચાયો છે. એ પોતાના સમય સુધીમાં ચાલ્યા આવતા જ્ઞાનને લગતા બધા વાદોને એકે એકે લઈ તેની ઊંડી માર્મિક અને અટ્ઠષ્ટપૂર્વ સમીક્ષા તેમ જ પરીક્ષા કરે છે અને એમાં દિવાક૨શ્રી પોતાનો તદ્દન સ્વતંત્ર તેમ જ નવો વાદ મૂકે છે તેમ જ સ્થાપે છે. તે વાદ એટલે કેવળજ્ઞાન-કેવળદર્શન વચ્ચે ભેદ ન માનવાનો. આ વાદ સ્થાપતાં તેઓશ્રીએ પ્રાચીન વાદોને બહુ ઝીણવટથી છણ્યા છે અને તેમાં તર્કદૃષ્ટિએ દેખાતા દોષોને દર્શાવ્યા છે. એ જ રીતે પ્રવચનસારમાં છે તે કરતાં સન્મતિની શેયચર્ચા જુદી જાતની છે. પ્રવચનસારમાં જૈન પરંપરા પ્રમાણે મનાતાં છ દ્રવ્યોનું આગમિકશૈલીએ શ્રદ્ધાગમ્ય વર્ણન છે, જ્યારે સન્મતિમાં એમ નથી. એ તો વિસ્તારથી એટલું જ વર્ણવે છે કે જૈન દૃષ્ટિએ જ્ઞેયતત્ત્વનું સ્વરૂપ કેવું માનવું જોઈએ. એ સ્થાપતાં એણે મૃદુતાથી વિરોધી દૃષ્ટિઓની ખૂબી ઝાટકણી કાઢી છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૪ - અનેકાન્ત ચિંતન પ્રતિપાદનશૈલી
પ્રવચનસારની શૈલી મુખ્યપણે આગમિક છે. એમાં તાર્કિક શૈલીની છાયા છે, જ્યારે સન્મતિમાં શુદ્ધ તાર્કિક શૈલી પ્રધાનપદે છે. કહેવાની વસ્તુ ભલે ગમે તે હોય, પણ એને તર્કની તીણ શાણ ઉપર ચઢાવી અને બુદ્ધિની કસોટીએ કસીને જ દિવાકરશ્રી કહે છે. પ્રવચનસારની શૈલી આગમિક એટલા માટે છે કે તેમાં તત્ત્વનું નિરૂપણ કરતાં કરતાં ડગલે ને પગલે ઉપદેશ દેવાતોજાય છે. તે સાંભળતાં એમ ભાન થાય છે કે જાણે આપણે ધર્મસ્થાન કે ઉપાશ્રયમાં બેસી કોઈ મહામના નિગ્રંથના મુખેથી શ્રદ્ધાપૂર્વક ઉપદેશમિશ્રિત જૈનતત્ત્વ સાંભળી રહ્યા છીએ; ત્યારે સન્મતિની બાબતમાં એમ નથી. એમાં ઉપદેશનો છાંટોયે નથી. એમાં તો શુદ્ધ જૈન તત્ત્વો પોતાની ઢબે દિવાકરશ્રી પ્રવાહબદ્ધ વર્ણવે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કોઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરોમણિના મુખેથી જૈન તત્ત્વો સાંભળી રહ્યા છીએ.
પ્રસ્તુત બને ગ્રંથો જૈન તત્ત્વજ્ઞાન અને સંપ્રદાયના પોષક છે, છતાં બન્નેમાં મોટો તફાવત છે. એક જૈનમત સાથે સાથે તેના એક ફાંટાનું પોષણ કરે છે, જયારે બીજો કોઈ ફાંટાના પોષણમાં ન ઊતરતાં માત્ર જૈન તત્ત્વજ્ઞાનને જ સ્થાપે છે અને વ્યવસ્થિત કરે છે. પ્રવચનસારનું ચારિત્રવર્ણન દિગંબર શાખાનું પોષણ કરે છે, પણ સન્મતિને કોઈ શાખની કશી જ પડી નથી. એ તો ભગવાન મહાવીરની દૃષ્ટિ સ્પષ્ટ કરવા, તેને વ્યવસ્થિત રીતે સમજાવવા અને તર્ક ઉપર તેની માંગણી કરવા મથે છે. બૌદ્ધ અને વૈદિક ગ્રંથો સાથે સરખામણી
દિવાકરશ્રીના સમયનો સવાલ હજી વિચારવા જેવો હોવાથી કાળના પૌર્વાપર્યનો વિચાર છોડી માત્ર સરખામણી માટે કેટલાક પ્રાચીન, બૌદ્ધ અને વૈદિક ગ્રંથો લઈએ. પ્રવચનસાર જોતાં તેના પ્રણેતા આચાર્ય કુંદકુંદના માનસમાં ત્રણ જૈનેતર દર્શનોના અભ્યાસથી છાપ પડેલી દેખાય છે અને તે પણ સ્થૂલ : સાંખ્ય, વૈશેષિક અને બૌદ્ધ. એ ત્રણ ઉપરાંત ન્યાય, વેદ, ઔપનિષદ આદિ બીજાં તત્કાલીન પ્રસિદ્ધ જૈનેતર દર્શનોના અભ્યાસની ઊંડી અને વિસ્તૃત છાપ દિવાકરશ્રીના માનસમાં પડેલી છે, એ તેઓશ્રીની સન્મતિ, બત્રીસીઓ વગેરે કૃતિઓ જોતાં સ્પષ્ટ થાય છે. (ક) સાંખ્યાચાર્ય ઈશ્વરકૃષ્ણની કારિકાઓ લો અને સન્મતિ સાથે સરખાવો. ભાષા અને સંપ્રદાયનો ભેદ બાદ કરીએ તો એ બેમાં છંદનું તેમ જ પોતપોતાના વિષયને તર્કપદ્ધતિએ
Page #154
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૪૫ ગોઠવવાનું સામ્ય નજરે પડશે. (ખ) શૂન્યવાદી બૌદ્ધાચાર્ય નાગાર્જુનની મધ્યમકકારિકા અને વિજ્ઞાનવાદી વસુબંધુની વિંશિકા તથા ત્રિશિકા સાથે દિવાકરશ્રીની કૃતિઓ સરખાવતાં એમ લાગે છે કે એ આચાર્યો ઉપર એકબીજની અસર અવશ્ય છે. (ગ) વૈશેષિકસૂત્ર અને ન્યાયદર્શનના અભ્યાસે તો સન્મતિની રચનામાં દિવાકરશ્રીને ખાસ પ્રેરણા આપ્યાનું ભાન થાય છે. તેથી એ દર્શનોનાં સૂત્રો અને સન્મતિ વચ્ચે ભાષા તેમ જ ગદ્યપદ્યનો ભેદ હોવા છતાં શુદ્ધ તર્કદષ્ટિના ઉપયોગનું એમાં મુખ્ય સામ્ય છે. રચનાનો ઉદ્દેશ
દિવાકરશ્રીએ સન્મતિતર્ક બે ઉદ્દેશથી રચ્યો હોય તેમ લાગે છે : (૧) સ્વસંપ્રદાયમાં વિચારશક્તિ અને તર્કબળ કેળવી પ્રજ્ઞાનો વિકાસ કરવો, અને (૨) જૈનેતર દર્શનના વિદ્વાનોમાં જૈન મૂળ તત્ત્વોની પ્રતિષ્ઠા કરવી.
જૈન નિગ્રંથો મૂળથી જ જ્ઞાનપ્રિય છતાં ત્યાગપ્રધાન હતા. તેથી તેઓમાં આત્મશ્રદ્ધાનું તેજ હતું, પણ તે કાળક્રમે ધીરે ધીરે સ્થૂલ માન્યતા અને સ્કૂલ રૂઢિઓમાં જકડાઈ સંકુચિતપણામાં બદલાઈ ગયું હતું. તેથી આગમપાઠી સાધુસંઘ મોટે ભાગે શબ્દસ્પર્શી થઈ ગયો હતો અને તેથી ભગવાનના વ્યાપક સિદ્ધાંતો દેશ-કાળ પ્રમાણે ઘટાવી તેનો વિસ્તાર કરાવને બદલે તેઓ નવી પરિસ્થિતિમાત્રથી ભડકતા અને નવા વિચારો અને વ્યવહારો તેમને તદ્દન અસહ્ય થઈ પડતા. કોઈ ચાલતી પ્રથા બહારનો વિચાર મૂકે કે મૂળ વસ્તુને નવા રૂપમાં સમજાવે તો તેને તેઓ શ્રદ્ધા વિનાનોસમ્યગ્દર્શન વિનાનો-કહી વગોવતા. વિચાર અને આચારનું જે વિશિષ્ટ બળ શ્રમણસંઘમાં હતું તેનો ઉપયોગ માત્ર પ્રાચીનતાની રક્ષા કે રૂઢિ સાચવવામાં જ થતો. આ સ્થિતિ દિવાકરશ્રીને ખટકી. તેઓને લાગ્યું કે ભગવાનના ઉદાર અને ગંભીર સિદ્ધાંતો બહુ જ વ્યાપક બની શકે તેમ છે. તે સિદ્ધાંતો દેશકાળના બંધનથી પર હોવાને લીધે તેનો પ્રજ્ઞા વડે બહુ જ વિસ્તાર કરી શકાય તેમ છે અને તેમાં જૂનું કે નવું જે કાંઈ વાસ્તવિક હોય તે બધું સમાવવાનો અવકાશ છે. ફક્ત તે માટે સૂક્ષ્મ વિચાર કેળવવો જોઈએ, તર્કશક્તિ ખીલવવી જોઈએ અને પ્રજ્ઞાનો વિકાસ કરવો જોઈએ. દિવાકરશ્રીની પ્રતિભાને ભગવાનના સિદ્ધાંતોની ખૂબીઓનું ઊંડું અને સ્પષ્ટ દર્શન થયું હતું; જયારે બીજો શ્રમણવર્ગ એ વસ્તુ સાંભળવા સુધ્ધાં તૈયાર ન હતો; ઊલટું, ભગવાનના જ સિદ્ધાંતની પોષક, પણ માત્ર નવી એકાદ દલીલ સાંભળી તે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૪૬ ૦ અનેકાન્ત ચિંતન
છંછેડાઈ જતો અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતો કે તમે તો સ્વસિદ્ધાંતની પ્રરૂપણા નહિ પણ તીર્થંકરની અવજ્ઞાઆશાતના કરો છો. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાનો આરોપ જૈન પરંપરામાં નાસ્તિકપણાના આરોપ કરતાં પણ વધારે ભારે મનાતો આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયોનો વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાંતની પ્રરૂપણા છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકો દિવાકરશ્રીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહો છો તે સૂત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તો તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરશ્રી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થંકરની આશાતનાથી ડરનારા અને સૂત્રાક્ષરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કેવળજ્ઞાન-કેવળદર્શનનો ભેદ માને છે ઇત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થંકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરવો એ ક્યાંનો ન્યાય ? ઊલટું, વિચાર અને તર્કને અયોગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરશ્રી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદનો પોતાનો પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠોનું સમાધાન કરતાં કહે છે કે સૂત્રોમાં અભેદપક્ષ વિરુદ્ધ જે જે કથનો છે તે અન્ય દર્શનોનાં મંતવ્યોનું માત્ર નયદૃષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાંત · નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે, ખરો જાણકાર હોય તો તે પૂર્વાપર અર્થની ઊંડી વિચારણા કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમ ને એમ નહિ. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદૃષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાક૨શ્રી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તત્ત્વોનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તો સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિથ્યાર્દષ્ટિ કહેવો એ ક્યાંનો ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પોતાને આગમજ્ઞ માનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી નયષ્ટિવાળાં સૂત્રોને માત્ર ભણી જેઓ પોતાને સૂત્રધર
Page #156
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૪૭ કહેવરાવવામાં સંતોષ માને છે અને એ નયવાદની યોગ્ય મીમાંસા નથી કરતા તેઓ અજ્ઞ છે. સંપૂર્ણ નયવાદનું જ્ઞાન એ જ નિર્દોષ સમ્યગ્દર્શન છે; એ વિનાના માત્ર આત્મોત્કર્ષથી પોતાની પ્રશંસા કરતા કરતા છેવટે નષ્ટ થાય છે. કેટલાકો પોતાને શાસનભક્ત અને સિદ્ધાંતજ્ઞ માની દિવાકરશ્રી જેવા સૂક્ષ્મ દ્રષ્ટાને શાસનનાશક અથવા શુષ્ક તાર્કિક કહેતા તેઓને લક્ષીને દિવાકરશ્રી કહે છે કે, ભાઈઓ ! માત્ર સિદ્ધાંતજ્ઞ થવાથી તેની પ્રરૂપણા કરવા જેટલી સ્થિરબુદ્ધિ નથી આવી શકતી. વળી આગળ વધી તેઓ કહે છે કે માત્ર સૂત્રપાઠથી અર્થનો ઠીક બોધ નથી થતો. એવો બોધ કઠિન નયવાદની અપેક્ષા રાખતો હોવાથી દુર્ગમ છે. તેટલા માટે સૂત્રપાઠી દરેક જણે અર્થજ્ઞાન મેળવવા પ્રયત્નશીલ થવું. જે આચાર્યો અશિક્ષિત અને છતાં ધૃષ્ટ છે તેઓ ભગવાનની આજ્ઞાને અવગણે છે. છેવટે કેટલાકની બહારની ધમાલ અને મોટપનો દાવો જોઈ દિવાકરશ્રી દુઃખપૂર્વક કહે છે કે જેઓ વિચાર વિના જ ઘણાં પોથાં વાંચી પોતાને બહુશ્રુત માને છે, જેઓ મોટા શિષ્યપરિવારને લીધે પોતાને બહુસંમત માનવાની ભૂલ કરે છે, તેઓ શાસ્ત્રમાં સ્થિરમતિ ન થતા ઊલટા સિદ્ધાંતદ્રોહી બને છે.
દિવાકરશ્રીના આટલા પ્રાસંગિક ઉદ્ગારોથી એ સ્પષ્ટ થાય છે કે સન્મતિની રચના એ મુખ્યપણે શ્રમણસંધમાં પ્રજ્ઞાબળ પ્રેરવા માટે થયેલી છે; પરંતુ એ ઉપરાંત એ રચનાનો બીજો પણ ઉદ્દેશ હતો અને તે એ છે કે જૈન તત્ત્વોનું જૈનેતર વિદ્વાનોમાં જ્ઞાન લાવવું અને જેઓ જૈન સિદ્ધાંતો ઉપર આક્ષેપો મૂકતા તેઓને સચોટ ઉત્તર આપવો. આપણે સન્મતિની નય, જ્ઞાન અને જ્ઞેયની પ્રરૂપણાઓમાંથી નય અને જ્ઞેયની પ્રરૂપણાઓમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ બીજો ઉદ્દેશ સિદ્ધ કરવા દિવાકરશ્રીનું ખાસ લક્ષ્ય હતું. તેથી જ તેઓએ નયવાદનું સુંદર પૃથક્કરણ કરી ઉપલબ્ધ તત્કાલીન સમગ્ર દર્શનોને સ્યાદ્વાદની સાંકળની કડીઓ જેવા ભિન્ન ભિન્ન નયોમાં યોગ્ય રીતે ગોઠવ્યા છે અને તે રીતે તેની મહત્તા આંકી છે. જે દર્શનો માત્ર પોતાની પ્રરૂપણા સિવાય બીજી પ્રરૂપણાઓને ઘટતું સ્થાન નથી આપતાં તે બધાંને તેઓએ એકતરફી અને અધૂરાં સાબિત કરવાનો ખાસ પ્રયત્ન કર્યો છે અને નયવાદનું તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં કેવું સ્થાન છે એ સમજાવવા પ્રબળ પુરુષાર્થ દાખવ્યો છે. જેઓ વગર સમજ્યે અનેકાંતનો ઉપહાસ કરતા તેઓને તેનું સ્વરૂપ સમજાવવા આકર્ષક ચર્ચા કરી છે અને છેવટે કહ્યું છે કે જેના વિના વ્યવહારનું એક પણ કામ સિદ્ધ નથી થઈ શકતું એવા અનેકાંતવાદને
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૪૮૦ અનેકાન્ત ચિંતન નમસ્કાર હો.
બારીકીથી જોતાં ખરેખર એમ લાગે છે કે નય અને અનેકાંતવાદને સ્પષ્ટ સમજાવવા અને જૈન તત્ત્વજ્ઞાનની એ વિશેષતાને સર્વગમ્ય કરવા સૌથી પહેલાં બુદ્ધિ અને તર્કસિદ્ધ જો કોઈ પ્રયત્ન થયો હોય તો તે દિવાકરશ્રીનો જ પ્રયત્ન છે. દિગંબરાચાર્ય સમતભદ્રની આપ્તમીમાંસા અને શ્વેતાંબરાચાર્ય હરિભદ્રની અનેકાંતજયપતાકા વગેરે કૃતિઓ એ પાછળના પ્રયત્નો છે. દિવાકરશ્રીનો અને સન્મતિનો પ્રભાવ
વીર અને વિદ્વાન્ પુરુષની પ્રભા કાંઈ પોતાના જ કુલને વ્યાપીને અટકતી નથી; એ તો સહસ્રકિરણ સૂર્યની પેઠે બધી દિશાઓને ઝગઝગાવી મૂકે છે. દિવાકરશ્રી પોતાની પરંપરામાં તો ગવાયા જ છે, પણ એમના તેજોબળથી આકર્ષાયેલા બીજા બીજા વિદ્વાન્ આચાર્યોએ પણ એમનું ગુણગાન કરવું વિચાર્યું નથી. હરિવંશપુરાણના કર્તા મહાકવિ જિનસેનાચાર્ય(પ્રથમ) પોતાના એ ગ્રંથની પ્રસ્તાવનામાં જ્યાં મોટા મોટા પ્રભાવશાળી આચાર્યોનું અને કવિઓનું સ્મરણ કરે છે ત્યાં તેમણે અત્યંત આદર સાથે દિવાકરશ્રીને પણ સ્તવેલા છે. એ ઉપરાંત આદિપુરાણના પ્રણેતા બીજા જિનસેનસૂરિ, સિદ્ધિવિનિશ્ચયના ટીકાકાર અનંતવીર્ય અને પંડિત લક્ષ્મીભદ્ર વગેરે દિગંબર પંડિતોએ પોતપોતાની કૃતિઓમાં દિવાકરશ્રીના નામને અતિ ઉચ્ચ સ્થાને સ્થાપેલું છે. દિવાકરશ્રીની જેમ એમની કૃતિઓનો પણ કાંઈ ઓછો પ્રભાવ વિસ્તરેલો નથી. તત્ત્વાર્થરાજવાર્તિકના પ્રણેતા ભટ્ટ અકલંકદેવે દિવાકરશ્રીના એક પ્રસિદ્ધ પદ્ય દ્વારા પોતાના વાર્તિકને શોભાવ્યું છે. તત્ત્વાર્થશ્લોકવાર્તિકના કર્તા શ્રી વિદ્યાનંદ સ્વામી અપરનામ પાત્રકેસરીજીએ એ વાર્તિકની વ્યાખ્યામાં પોતાના વચનના દઢીકરણ માટે સન્મતિની ગાથાને ઉદ્ધરીને સન્મતિના પ્રામાણ્યનું બહુમૂલ્ય આંકી બતાવ્યું છે. સિદ્ધિવિનિશ્ચય ટીકામાં પણ આચાર્ય અનંતવીર્ય સન્મતિની ગાથાને વિસારતા નથી. દિવાકરશ્રીની કૃતિનો પ્રભાવ કાંઈ આટલેથી જ અટક્યો નથી, પણ વિશેષ વિચારતાં એમ પણ ભાસે છે કે પ્રસિદ્ધ તાર્કિક આચાર્ય અકલંક ભટ્ટની લધીયાત્રયી એ જાણે સન્મતિનું પ્રતિબિંબ જ ન હોય ! આમ ચારે કોર દિવાકરશ્રી અને સન્મતિનો પ્રભાવ વિસ્તરેલો જોઈએ છીએ, ત્યારે આ એક નવાઈ જેવું લાગે છે કે એમની સન્મતિ અને ન્યાયાવતાર સિવાયની બીજી કોઈ કૃતિ ઉપર કોઈએ સાધારણ ટિપ્પણી સરખી પણ કરી નથી. સંભવ છે કે સિદ્ધસેનની તર્કસમીક્ષારૂપ
Page #158
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૧૪૯ ચિનગારીને લીધે લોકો ભડક્યા હોય અને તેમના પ્રતિભાપૂર્ણ પાંડિત્યને લીધે મુગ્ધ થયા હોય. એથી તેઓએ દિવાકરશ્રી અને તેમની કૃતિને ભલે અભિનંદી હોય, પણ પેલી ભડકામણને લીધે તેઓ દિવાકરશ્રીની મહત્તાપૂર્ણ એ બત્રીસીઓને સ્પર્શ કરતાં અચકાયા હોય. વધુ સંભવ તો એ છે કે એ બત્રીસીઓને કોઈ વિરલ પુરુષે જ વાંચી હશે અને એથી જ આજે એ બધી અશુદ્ધ રીતે ઉપલબ્ધ છે કે જેમાં ૩૨-૩૨ શ્લોકની માત્ર એકવીસ બત્રીસીઓ છતાંય એના શુદ્ધ સંસ્કરણ માટે ખાસા બત્રીસ માસ તો સહેજે વીતી જાય અને બીજો આયાસ થાય તે તો વળી જુદો જ. હવે તો દેશમાં અજ્ઞાનતાના ધૂમસને દૂર કરવા, લોકોમાં ચૈતન્ય પ્રેરવા અને સામાજિક અંધ વાતાવરણની ઠંડીને ઉડાડવા એમની એ ચિનગારીઓને ચેતવવી આવશ્યક છે. બીજી કૃતિઓ
સન્મતિ ઉપરાંત બીજી પણ કૃતિઓ દિવાકરશ્રીની છે. બીજી કુલ કેટલી કૃતિઓ રચેલી તે જાણવાનું અત્યારે કોઈ સાધન નથી; પણ એ બત્રીસ બત્રીસીઓમાં જો ન્યાયાવતાર ન આવતો હોય તો તે અને કલ્યાણ મંદિર સ્તોત્ર પણ તેઓની કૃતિઓમાં ગણવાં જોઈએ. તેઓને નામે ચડેલી કે મનાતી બીજી કેટલીક કૃતિઓ સંભળાય છે, પણ તેમાં વજૂદ જણાતું નથી. અત્યારે તેઓશ્રીની નિશ્ચિત કૃતિઓમાંથી ઉપલબ્ધ તો સન્મતિ ઉપરાંત ફક્ત એકવીસ બત્રીસીઓ, ન્યાયાવતાર અને કલ્યાણમંદિર છે. સન્મતિ અને બીજી કૃતિઓ વચ્ચે મુખ્ય તફાવત ભાષા અને વિષય બન્નેનો છે, કારણ કે બાકીની બધી કૃતિઓ સંસ્કૃતમાં જ છે.
બત્રીસીઓ કોઈ એક ખાસ વિષય ઉપર નથી, પણ તે જુદા જુદા વિષય ઉપર લખાયેલી છે. શરૂઆતની કેટલીક બત્રીસીઓમાં ભગવાન મહાવીરની અનુપમ સ્તુતિ છે, ત્યાર પછી કેટલીકમાં જૈનેતર દર્શનોનું વર્ણન છે. એકમાં વાદકળાનું મર્મ અને વળી એકમાં વિવાદની દુર્દશાનું ચિત્ર છે. ન્યાયાવતારમાં જૈનન્યાયની સ્થાપના અને કલ્યાણ મંદિરમાં પ્રભુ પાર્શ્વનાથની સ્તુતિ છે. ભારતીય સમગ્ર દર્શનોનો અભ્યાસ કરવા માટે ગ્રંથરચનાની પ્રેરણા આચાર્ય હરિભદ્રને કે માધવાચાર્યને દિવાકરશ્રીની ભિન્ન ભિન્ન દર્શન ઉપરની પ્રૌઢ બત્રીસીઓમાંથી મળી હોય તેમ સ્પષ્ટ લાગે છે. સન્મતિનો શુદ્ધ વિષય જૈન તત્ત્વજ્ઞાનનો છે, જ્યારે બત્રીસીઓનો મુખ્ય વિષય ભારતીય સમગ્ર દર્શનોની મીમાંસા અને તેનું નિરૂપણ એ છે.
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૫૦ • અનેકાન્ત ચિંતન | દાન, શીલ, તપ અને ભાવના સંસ્કારોમાં જૈનોનું વારસાગત ચઢિયાતાપણું કબૂલ કરવામાં આવે તો બૌદ્ધિક સંસ્કારોનું તેવું ચઢિયાતાપણું બ્રાહ્મણ જાતિનું કબૂલ કરવું જોઈએ—એ વાતની સાક્ષી અનેક બ્રાહ્મણ જૈનાચાર્યોની કૃતિઓ પૂરે છે. વૈશ્ય જાતીય શ્રીમાન્ હેમચંદ્ર અને યશોવિજયજી જેવા તો અપવાદમાત્ર ગણાય. દિવાકરશ્રી જન્મે બ્રાહ્મણ જાતિના અને પોતાની જ પરંપરામાં વ્યાકરણ, કાવ્ય, વેદ અને ઉપનિષદ ઉપરાંત તત્કાલીન સમગ્ર વૈદિક દર્શનોને તેમ જ બૌદ્ધ દર્શનને પી ગયેલા. એમનો સંસ્કૃતભાષા ઉપરનો કાબૂ અને કવિત્વ એમની કૃતિઓમાં ચમત્કારક રીતે નજરે પડે છે. પૂર્વાશ્રમના દાર્શનિક પ્રૌઢ અભ્યાસે તેઓની બુદ્ધિને તીક્ષ્ણ અને દર્પણ જેવી સ્વચ્છ બનાવી હતી. હૃદય તેઓનું સરળ અને ગુણપક્ષપાતી હતું. પરીક્ષાશક્તિ અને નિર્ભયતા તેઓમાં સ્વતઃસિદ્ધ હતાં. તેથી જૈન આગમ જોતાંવેત જ બીજા કોઈ સાધારણ વિદ્વાનને ન ભાસે એવું ભગવાનભાષિત તત્ત્વ તેમની પ્રતિભાને ભાસ્યું અને તેમની વિરક્તવૃત્તિ સાથે નિર્ભયતા જાગી ઊઠી. પરિણામે તેઓએ દીર્ઘતપસ્વી મહાવીરનું શાસન સ્વીકાર્યું અને પોતાની સમગ્ર શક્તિ એ શાસનને અર્પ, તેની વ્યવસ્થા અને પ્રભાવના કરવામાં જ પોતાના પાંડિત્યનો ઉપયોગ કર્યો.
એમની બત્રીસીઓ વાંચતાં ઉપરની બધી હકીકત સ્પષ્ટ જણાઈ આવે છે. અહિંસા અને અનેકાંતનું બીજાને ભાગ્યે જ સમજાયેલું તત્ત્વ તેઓને સરળતાથી સમજાયું. તેથી જ તેઓ દીર્ઘતપસ્વીના બુદ્ધિગમ્ય તત્ત્વસિદ્ધાંતો ઉપર ફિદા થઈ એમની ગદ્ગદ ભક્તિથી સ્તુતિ કરવા મંડી ગયા. એ સ્તુતિમાં પણ તેમણે પોતાનો બુદ્ધિપ્રભાવ અને તર્કવાદ સ્પષ્ટ કર્યો છે. એ સમજવા કેટલાંક બત્રીસીઓમાંનાં પદ્યો લેખના અંતમાં અર્થ સહિત નમૂનારૂપે આપવામાં આવે છે, જેને વાંચતા વાચકોને દિવાકરશ્રીના વિશિષ્ટ વ્યક્તિત્વની ખાતરી થશે અને તેમનું હાર્દ સમજાશે. સન્મતિનો પ્રચાર ઓછો કેમ છે અને હવે તે વધે કેમ?
* એકંદર રીતે જોતાં પ્રવચનસાર અને સન્મતિતર્ક એ બન્ને ગ્રંથો મહત્ત્વના છતાં તેમાં સન્મતિતર્કનું જ સ્થાન મુખ્ય આવે છે. બેમાંથી અભ્યાસ માટે જો એકની જ પસંદગી કરવી હોય તો સન્મતિતર્કની જ પસંદગી વિશેષ ફળદ્રુપ છે. પ્રવચનસારની પદ્યરચના કરતાં સન્મતિની પદ્યરચના પણ વિશેષ ધ્યાન ખેંચે તેવી છે, છતાં સન્મતિતર્કના અભ્યાસી પ્રવચનસારની ઉપેક્ષા કરે
Page #160
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૫૧ તો ઘણું જ ગુમાવે એ ચોખું છે. - પ્રવચનસાર કરતાં સન્મતિતર્કનું સ્થાન વિશિષ્ટ હોવા છતાં અને બન્ને મૂળ ગ્રંથોનું પ્રમાણ લગભગ સરખું હોવા છતાં અભ્યાસક્રમમાં પ્રવચનસાર જેટલો વધારે પ્રચલિત છે તેટલો વધારે સન્મતિતર્ક અપ્રચલિત છે, તેનાં શાં કારણો? એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે. ઉત્તર સ્પષ્ટ છે. પ્રવચનસારમાં માત્ર પ્રાચીન પદ્ધતિને અનુસરી જૈન તત્ત્વો નિરૂપવામાં આવ્યાં છે, જયારે સન્મતિતર્કમાં તત્ત્વોનું નિરૂપણ નવીન રીતે કરવામાં આવ્યું છે. તેથી નવીન વિચારને અને નવી પદ્ધતિને સહન ન કરી શકનાર પ્રાચીન વર્ગે એ મહત્ત્વપૂર્ણ ગ્રંથથી જોઈતો લાભ ન ઉઠાવ્યો. બીજું કારણ એ છે કે પ્રવચનસાર ઉપરની ટીકાઓ બહુ મોટી કે ભણનારને મૂંઝવે તેવી નથી;
જ્યારે સન્મતિની ઉપલબ્ધ ટીકા અસાધારણ મહત્ત્વપૂર્ણ છતાં અતિવિસ્તૃત અને સાધારણ અભ્યાસી માટે અગમ્ય હોવાથી તે મૂળના અભ્યાસમાં દરેકને સાધક થતી નથી. ત્રીજું કારણ પ્રવચનસારીય મૂળ અને ટીકા જૂની-નવી દેશી ભાષાઓમાં અનુવાદિત છે, તેથી ગમે તે જિજ્ઞાસુ તેને વાંચી અને ભણી શકે છે, જ્યારે સન્મતિતર્કની બાબતમાં તેમ નથી. તેની ટીકાની વાત તો બાજુએ રહી, પણ એવડા નાનકડાશા મૂળ ગ્રંથનો જૂની કે નથી કોઈ પણ દેશી ભાષામાં અનુવાદ આજ સુધી ક્યારેય થયો હોય એમ જાણવામાં નથી; કોઈ લેખકે જૂના વખતમાં એના ઉપર સંક્ષિપ્ત ટબો સુધ્ધાં લખ્યો નથી. આ અને આનાં જેવાં બીજાં અનેક કારણોથી એ અસાધારણ ગૌરવવાળા ગ્રંથથી માત્ર ગૃહસ્થવર્ગ જ નહિ, પણ જ્ઞાન અને ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગ સુધ્ધાં મોટે ભાગે અજાણ રહ્યો છે.
જૈન તકના સ્વયંભૂ સમ્રાટ ઉપાધ્યાય શ્રીયશોવિજયજીને કોણ નથી જાણતું ? તેઓશ્રી દ્રવ્યગુણપર્યાયના રાસમાં સ્પષ્ટ કહે છે કે જેઓ દ્રવ્યાનુયોગનો વિચાર નથી કરતા અને ક્રિયાકાંડમાં જ મચ્યા રહે છે તેઓ નિશ્ચયશુદ્ધ ચારિત્રનું સ્વરૂપ જ નથી જાણતા. એ રીતે દ્રવ્યાનુયોગતત્ત્વચિંતનના અભ્યાસનું મહત્ત્વ બતાવી તેઓએ કહ્યું છે કે તે માટે સન્મતિતર્ક વગેરે ગ્રંથો શીખવા અને તેનું મનન કરવું. ખરેખર, ઉપાધ્યાયજીની તીક્ષ્ણ દૃષ્ટિ વસ્તુસ્થિતિનો સ્પર્શ કરે છે, પણ બહારની ધમાધમ અને ઉપરની ટાપટીપમાં રસ લેનાર ત્યાગપ્રધાન ભિક્ષુવર્ગનો મોટો ભાગ એ વસ્તુથી બહુ વેગળો હોય એમ લાગે છે; નહિ તો સન્મતિતર્કના નાનામોટા અનેક અનુવાદો અનેક ભાષાઓમાં ક્યારનાયે થયા હોત અને
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૫૨ ૦ અનેકાન્ત ચિંતન
આજે તેનું પાઠ્યક્રમમાં આકર્ષક સ્થાન હોત.
ઉપાધ્યાયજીએ સન્મતિતર્કનો જેટલો છૂટથી ઉપયોગ કર્યો છે, જેટલી તે ઉપર વિચારણા કરી છે અને તે ઉપર છૂટુંછવાયું જેટલું લખ્યું છે તે સન્મતિતર્કના સ્વાભાવિક ગૌરવને શોભાવે તેવું છે. ન્યાયાંભોનિધિ વિજયાનંદસૂરીશ્વરે ઉપાધ્યાયજી પછી એ ગ્રંથને સંપૂર્ણ જોયેલો છે એવા નિશ્ચિત પ્રમાણો અમને મળ્યાં છે. શ્રીમદ્ રાજચંદ્રે સન્મતિતર્કનું ગૌરવ ખૂબ ગાયું છે, પણ કોઈએ એને ભાષામાં ઉતાર્યો નથી. એ ગ્રંથનું વસ્તુ અને તેનું ગૌરવ સર્વગમ્ય થવા માટે તેના સરળ અનુવાદની જ ખાસ જરૂર છે. જો એ ગ્રંથનો મધ્યમ પરિમાણનો અનુવાદ થઈ બહાર પડી શકે તો અમારી ખાતરી છે કે જેમ તત્ત્વાર્થ સર્વત્ર પઠનપાઠનમાં છે તેમ સન્મતિતર્ક પણ એ કક્ષામાં આવે; એટલું જ નહિ, પણ યુનિવર્સિટી સુધ્ધાંમાં દાખલ થયા. એનો પ્રાંજલ અનુવાદ વિદેશી વિદ્વાનોને પણ ખરેખર આકર્ષશે. એવો અનુવાદ કરવાની બહુ જૂની અને બળવતી ધા૨ણાએ જ સન્મતિતર્કના સંપાદનકાર્યમાં અમને પ્રેર્યા છે અને બાંધી રાખ્યા છે.
ઉપલબ્ધ ટીકા અને તેનું મહત્ત્વ
અત્યારે સન્મતિતર્કની એક જ ટીકા સુલભ છે અને તે તાર્કિક અભયદેવની. આ ટીકા પહેલાં બીજી ઘણી ટીકાઓ તેના ઉપર લખાયેલી, પણ અભયદેવ પછી સન્મતિ ઉપર બીજા કોઈએ ટીકા લખી જણાતી નથી. શ્રી અભયદેવ પહેલાં રચાયેલી ઘણી ટીકાઓમાં એક શ્વેતાંબરાચાર્ય તાર્કિક મલ્લવાદીની અને બીજી દિગંબરાચાર્ય સુમતિની હોવાનાં પ્રમાણો મળે છે. આ બે ઉપરાંત બીજી ટીકાઓ હતી કે નહિ ? અને હતી તો કોની કોની રચેલી ? વગેરે પ્રશ્નો હજી વિચારવાના બાકી જ છે. તેવી જ રીતે જેમ દિગંબરાચાર્ય અકલંકે પોતાનાં પ્રકરણો ઉપર સ્વોપજ્ઞ લઘુવૃત્તિઓ રચેલી છે તેમ ખુદ દિવાકરશ્રીએ પોતાના સન્મતિતર્ક ઉપર નાનીમોટી કોઈ સ્વોપન્ન વૃત્તિ રચેલી હોવી જોઈએ એવી પ્રો. લૉયમનની સંભાવના પણ ખાસ વિચારણીય હોઈ સંશોધનનો વિષય છે. ગમે તેમ હો, પણ આજે તો એકમાત્ર શ્રી અભયદેવની ટીકા જ સન્મતિતર્કમાં પ્રવેશ કરવાનું દ્વાર છે.
ટીકાનો સામાન્ય અર્થ એટલો જ છે કે તેના વડે મૂળ ગ્રંથમાં પ્રવેશ કરવો. અલબત્ત, એ રીતે જોતાં ટીકા એ મૂળ ગ્રંથરૂપ નગરનું દ્વાર કહેવાય, પણ પ્રસ્તુત ટીકાને માત્ર દ્વાર કહેવું કે નહિ તે એક ખાસ સવાલ છે. સબબ
Page #162
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૫૩
એ છે કે પ્રસ્તુત ટીકા જેમ પ્રમાણમાં અતિવિશાળ છે તેમ મૂળ ગ્રંથમાં સ્પષ્ટ રીતે નહિ આવતા એવા અનેક નાનામોટા દાર્શનિક વિષયોની વિસ્તૃત અને સૂક્ષ્મ ચર્ચાથી ભરેલી છે. તેથી એ ટીકા જ એક સ્વતંત્ર ગ્રંથ બની ગયેલ છે. એ ટીકા દ્વારા મૂળ ગ્રંથમાં પ્રવેશ થવાનો વાસ્તવિક સંભવ હોવાથી એ ટીકા મૂળ ગ્રંથનું દ્વાર છે; છતાં એ સ્વતંત્ર અધ્યયનની યોગ્યતા ધરાવતી હોવાથી મૂળ ગ્રંથની પેઠે એક સ્વતંત્ર જ કૃતિ છે, એમ કહેવું જરાયે અસ્થાને નથી.
૧૬૭ પઘો ઉપર પચીસ હજાર શ્લોકની પ્રસ્તુત ટીકામાં શ્રી અભયદેવસૂરિએ પોતાના સમય સુધીમાં પ્રસિદ્ધ એવા તમામ ભારતીય દાર્શનિક વિષયોનો સંગ્રહ બહુ ખૂબીથી કર્યો છે, અને દરેક વાદને અંતે મૂળ ગ્રંથના પ્રતિપાદ્ય વિષય અનેકાંતવાદનું સમર્થન કરી પોતાની ટીકાને મૂળ ગ્રંથના ધ્યેયની સાધક બનાવી છે.
એક રીતે પ્રસ્તુત ટીકામાંની દાર્શનિક વિષયો ઉપરની લાંબી ચર્ચાઓ સાધારણ બુદ્ધિવાળા માટે અગમ્ય હોવાથી એ ટીકા કેટલાકને બહુ ઉપયોગી ન લાગે એવો પણ સંભવ છે, છતાં ખરી રીતે એથી એનું મહત્ત્વ ઘટતું નથી, ઊલટું તે વધારે સિદ્ધ થાય છે. જગતમાં કાંઈ દરેક વસ્તુ સર્વભોગ્ય જ નથી હોતી અથવા જે સર્વભોગ્ય ન હોય અગર તો અલ્પભોગ્ય હોય તેની કિંમત ઓછી એવો પણ નિયમ બાંધી ન શકાય. ખરી વસ્તુસ્થિતિ એવી છે કે પ્રત્યેક વસ્તુનું મહત્ત્વ તેની કક્ષાના પ્રયોજનની સિદ્ધિ ઉપરથી જ અંકાવું જોઈએ. આ દૃષ્ટિએ જોતાં શ્રી અભયદેવની ટીકાનું સ્થાન તેના ઉદ્દેશ પ્રમાણે બહુ ઊંચું છે. બૌદ્ધ દર્શન, ભિન્ન ભિન્ન વૈદિક દર્શનો અને દિગંબર સંપ્રદાયના નવમા સૈકા સુધીના જે મોટા મોટા આકર ગ્રંથો હતા બધાંના સંપૂર્ણ વિષયોનો સંગ્રહ કરી તેના ઉપર જૈન દૃષ્ટિએ ચર્ચા કરવી અને છેવટે અનેકાંતવાદનું સ્થાપન કરવું એ જ શ્રી અભયદેવસૂરિનો ઉદ્દેશ તે ટીકા રચવામાં હતો, અને પ્રો. લૉયમન પોતાનો અભિપ્રાય જણાવે છે તે પ્રમાણે તે ઉદ્દેશ ખરેખર અભયદેવસૂરિએ સિદ્ધ કર્યો છે. તેમના પોતાના સમય પહેલાં સંસ્કૃત દર્શનસાહિત્યમાં આકરગ્રંથોનું પ્રમાણ વધારેમાં વધારે ૧૮૦૦૦ શ્લોક જેટલું વધ્યું હતું. બૌદ્ધ દર્શનનો મહાન્ ગ્રંથ તત્ત્વસંગ્રહ લો કે વૈદિક દર્શનોનાં વાર્તિક આદિ કોઈ ગ્રંથો લો, દિગંબરાચાર્યના માર્તંડાદિ ગ્રંથો લો કે શ્વેતાંબરાચાર્યના નયચક્ર આદિ ગ્રંથો લો. એ બધા લગભગ અઢાર હજાર શ્લોકપ્રમાણ છે. તે બધાથી કદ મોટું કરી પૂર્વકાલીન સમગ્ર ચર્ચાઓનો સમાવેશ કરી અભયદેવસૂરિએ ૨૫૦૦૦ શ્લોકપ્રમાણ ટીકા રચી અને તેને
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૫૪ - અનેકાન્ત ચિંતન દાર્શનિક સર્વ વિષયોનું સંગ્રહસ્થાન બનાવ્યું. આવો મહાન ઉદેશ સિદ્ધ કરવા જતાં ટીકાનું પ્રમાણ વધે એ સ્વાભાવિક છે. જો એનો એટલો વિસ્તાર કરવામાં તેઓએ કૃપણતા કરી હોત તો દશમા સૈકા સુધીના ભારતીય સમગ્ર દાર્શનિક વિષયોની વિકસિત ચર્ચા એક સ્થળે આપણને ભાગ્યે જ જોવા મળત. તેથી ટીકાનો વિસ્તાર એ એનું ખરું મહત્ત્વ છે, કારણ કે તેથી જ તેનો ઉદેશ સધાય છે. '
અગિયારમા સૈકા પછી શ્વેતાંબર સાહિત્યમાં એવા પણ ગ્રંથો રચાયા છે કે જે કદમાં પ્રસ્તુત ટીકા કરતાં ત્રણ ગણા છે, છતાં એ મહાકાય ગ્રંથો અભયદેવસૂરિના સર્વસંગ્રહના ઋણી છે, કારણ કે પ્રસ્તુત ટીકામાં સંગૃહીત થયેલ વિષયો તેમને સરળતાથી મળી ગયા છે. એક બીજી દૃષ્ટિએ પણ પ્રસ્તુત ટીકાનું મહત્ત્વ છે, અને તે એ કે દશમા સૈકા પછીના ગ્રંથોની જેમ તેમાં શબ્દાડંબર નથી. એમાં ભાષાનો પ્રસન્ન પ્રવાહ શરઋતુના નદીપ્રવાહની જેમ વહ્યું જ જાય છે. ભારતીપૂજામાં ગુજરાતનો ફાળો
સાહિત્યનાં સર્જન, રક્ષણ અને વિસ્તારમાં આ દેશના બીજા ભાગોને મુકાબલે ગુજરાતનું સ્થાન ક્યાં છે એનું સ્પષ્ટ અને વિસ્તૃત ભાન તો ગુજરાતીઓને જાગ્રત કરી પુરુષાર્થની દિશામાં પ્રેરે તેવું અને ઈતર પ્રાંતના દેશવાસીઓને ગુજરાત પ્રત્યે બહુમાનશીલ કરે તેવું અવશ્ય છે, પણ એ વિશેની ગંભીર અને વિસ્તૃત માહિતીમાં અત્રે ન ઊતરતાં ટૂંકમાં એટલું જણાવી દેવું બસ થશે કે ભારતીમંદિરમાં સાહિત્યોપાસનાનું નૈવેદ્ય ધરવામાં પોતપોતાની ઢબે બીજા પ્રાંતોએ જે શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો છે તેવો ભાગ લેવામાં વૈશ્યવૃત્તિપ્રધાન ગુજરાત જરાયે પાછું નથી રહ્યું; બલકે ઘણા અંશોમાં તો તેનું વ્યક્તિત્વમાત્ર નિરાળું જ નહિ, પણ બીજા પ્રાંતો કરતાં ચિઢિયાતુંયે છે.
જૂના યુગને બાદ કરી ઐતિહાસિક યુગ તરફ આવી પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનના વિદ્વાનોને જોઈએ છીએ તો તેઓ વ્યાકરણ, કોષ, કાવ્ય, નાટક, અલંકાર, દર્શન, અર્થશાસ્ત્ર, કામશાસ્ત્ર, નીતિ, ધર્મશાસ્ત્ર, સંગીત, શિલ્પ, જ્યોતિષ, ચિકિત્સા આદિ અનેક સાહિત્યની શાખાઓના મૌલિક તથા ટીકાત્મક ગ્રંથો રચી વિશ્વભારતીને ભેટ કરતા નજરે પડે છે. દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના જગદાકર્ષક
Page #164
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ - ૧૫૫
ભાષ્ય અને ટીકાગ્રંથો રચીને સરસ્વતીની આરાધના કરતા નજરે પડે છે; તેમ જ તે ભાગના જૈન વિદ્વાનો આગમિક અનેકાંતવાદને તાર્કિક પદ્ધતિએ વિશદ કરતા ગ્રંથોને રચી જુદી જ રીતે સરસ્વતીની સેવા કરતા નજરે પડે છે. કાશ્મીરના વિદ્વાનો વળી તંત્ર, શૈવ અને પાશુપતદર્શન વિશે અનુપમ સાહિત્ય નિર્માણ કરી કાવ્ય અને અલંકારના પ્રદેશમાં અદ્ભુત પ્રતિભાદર્શક કૃતિઓ સરજી શારદાને પ્રસન્ન કરી રહ્યા છે, ત્યારે ગુજરાતના સુપુત્રો પણ લગભગ સાહિત્ય અને કળાની પ્રાચીન બધી શાખાઓમાં ગૌરવ પ્રાપ્ત કરે તેવી કૃતિઓ બનાવી વાદેવીની અભ્યર્ચના કરતા દેખાય છે.
સાહિત્યનાં સર્જન, સંગ્રહ અને રક્ષણમાં ગુજરાતના બ્રાહ્મણ સંપ્રદાયે કે શ્રમણ સંપ્રદાયે અને શ્રમણ સંપ્રદાયમાં પણ જૈન કે બૌદ્ધે કેટકેટલો ભાગ આપ્યો એનું પૃથક્કરણ અત્યારે અનાવશ્યક છે. અત્યારે તો એમ જ માનવું જોઈએ કે એ બધો ફાળો ગુજરાતે આપેલો ફાળો જ છે, અને તેમાં જ ગુજરાતનું વિશિષ્ટ વ્યક્તિત્વ અને ઉદારત્વ છે.
જ્યારે પૂર્વ, ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનના બ્રાહ્મણ વિદ્વાનો જ મુખ્ય ભાગે પોતાની પ્રતિભા અને વિદ્યાવ્યાસંગનું અદ્ભુત નિદર્શન દાર્શનિક અને તાર્કિક ગ્રંથો મારફત કરાવી રહ્યા છે, ત્યારે ગુજરાતના જૈન શ્રમણો જ દાર્શનિક અને તાર્કિક પ્રદેશમાં પોતાની ગંભીર વિચારણાનું પ્રદર્શન કરાવે છે.
ગુજરાતમાં બૌદ્ધ વિદ્વાનોને હાથે રચાયેલી કોઈ કૃતિ વિશે આજે સ્પષ્ટ પ્રમાણ નથી. બ્રાહ્મણ વિદ્વાનોને હાથે દર્શન કે ન્યાયના વિષયમાં કાંઈ પણ મહત્ત્વપૂર્ણ લખાયું હોય એવી માહિતી અદ્યાપિ નથી જ મળી. દર્શન અને તર્કના પ્રદેશમાં સ્વૈરવિહાર કરનાર સિદ્ધસેન, મલ્લવાદી, સિંહક્ષમાશ્રમણ, જિનભદ્ર, હરિભદ્ર, શાંત્યાચાર્ય, અભયદેવ, મલયગિરિ, હેમચંદ્ર, ચંદ્રપ્રભ, નરચંદ્ર, જિનેશ્વર, મુનિચંદ્ર, વાદી દેવસૂરિ, ગુણરત્ન, મલ્લિષેણ, રાજશેખર અને છેલ્લા ઉપાધ્યાય શ્રી યશોવિજયજી એ બધા જૈન શ્રમણો જ છે, અને તેમાં કેટલાયે તો એવા છે કે જેની એકએકની કૃતિઓની સંખ્યા ક્ષેમેન્દ્રની તે સંખ્યા કરતાં બમણી કે ચારગણી સુધ્ધાં છે. એ બધાની કૃતિઓ અત્રે મુખ્ય પ્રસ્તુત નથી. એમાં સિદ્ધસેનની કૃતિઓ અને તેમાંયે સન્મતિતર્ક પ્રસ્તુત છે અને તેથી ગુજરાતે ગૌરવ લેવું જોઈએ કે સન્મતિ અગર તેની ટીકા એ ગુજરાતનું સર્જન છે.
આપણું જૂનામાં જૂનું જે જ્ઞાન સચવાઈ રહ્યું છે તેનાં સાધનોમાં મુખ્ય સાધન ભંડાર છે. પુસ્તકસંગ્રહ(લાઇબ્રેરી)ની પ્રથા આ દેશ માટે નવી નથી.
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૫૬ ૦ અનેકાન્ત ચિંતન એનો ઇતિહાસ જેવો મહત્ત્વનો છે તેવો જ આકર્ષક છે. આપણા દેશમાં ભંડારો બે જાતના છે: વ્યક્તિની માલિકીના અને સંઘની માલિકીના. બ્રાહ્મણ સંપ્રદાયના ભંડારો મોટે ભાગે પહેલા પ્રકારના છે. જૈન સંપ્રદાયમાં વ્યક્તિએ સ્થાપેલા અને વધારેલા ભંડારો પણ છેવટે સંઘના જ કબજામાં આવે છે. તેથી જૈન સંપ્રદાયના ભંડારો સંઘની જ સંપત્તિ મનાય છે. દક્ષિણ, પૂર્વ અને ઉત્તર હિંદુસ્તાનમાં એવા સેંકડો મોટા મોટા જૈન ભંડારો છે, પણ અહીં તે પ્રસ્તુત નથી. વ્યાપાર અને અર્થપ્રિય ગુજરાતે માત્ર પૈસાનો સંગ્રહ નથી કર્યો, કિંતુ એણે જ્ઞાનસંગ્રહ કરવામાં પણ જરાયે પાછી પાની નથી કરી. કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના નાનામોટા દરેક જાણીતા શહેરમાં એક કે વધારે જૈન ભંડાર હોવાના જ. કેટલાંક શહેરો તો જૈન ભંડારોને લીધે જ જાણીતાં છે. પાટણ, ખંભાત, લીંબડી, કોડાઈ વગેરેનું નામ સાંભળતાં જ વિદ્વાનોના મનમાં બીજી વસ્તુ પહેલાં ભંડારો જ આવે છે. આવા સેંકડો ભંડારો ગુજરાત સાચવ્યા છે અને તેમાં લાખો વિવિધ પુસ્તકો સચવાયેલાં છે.
જૈન ભંડારો એ કાંઈ માત્ર જૈન પુસ્તકોના જ સંગ્રહસ્થાનો નથી. એના સ્થાપકો અને રક્ષકોએ દરેક વિષય તેમ જ દરેક સંપ્રદાયનાં પુસ્તકો સંગ્રહવાનો પ્રશંસનીય પ્રયત્ન કર્યો છે. આજે કેટલાંક એવાં બહુ જૂનાં અને મહત્ત્વનાં બૌદ્ધ તેમ જ બ્રાહ્મણ સંપ્રદાયનાં પુસ્તકો જૈન ભંડારોમાં મળી આવે છે, જે બીજે ક્યાંય લભ્ય નથી. પુસ્તકો માત્ર કાગળ ઉપર જ લખાયેલાં નથી, તાડપત્રમાં પણ હજારો પુસ્તકો અને તેના આખેઆખા ભંડારો સાચવી રાખવાનું પુણ્યકર્મ ગુજરાતે કર્યું છે. , એવા ભંડારોમાં સન્મતિતર્કની અનેક પ્રતિઓ સચવાયેલી રહી છે. તે કાગળ અને તાડપત્ર બન્ને ઉપર લખેલી મળે છે. સન્મતિતર્ક અને ગૂજરાત વિદ્યાપીઠ
મૂળ અને ટીકાનું અસાધારણ મહત્ત્વ જોઈને જ એ ગ્રંથના અભ્યાસની અને પછી તેનો અનુવાદ કરવાની લાલચ જન્મી; એ લાલચમાંથી સંપાદનની મમતા જાગી. વ્યાપાર અને અર્થપ્રધાન ગણાતા ગુજરાતની વિદ્યાની બાબતમાં લાજ રાખવાને જ કેમ જાણે જૈનાચાર્યોએ જે કિંમતી સંસ્કૃત સાહિત્ય ભારતને અને વિશ્વને ચરણે ધર્યું છે તેમાં સન્મતિતર્ક-ટીકાનું પણ સ્થાન છે. એવા એક ગુજરાતની જાહોજલાલીના અને વિદ્યાવિલાસના સમયમાં ગુજરાતમાં જ રચાયેલા અને ગુજરાતના જ ભંડારોમાં મુખ્યપણે
Page #166
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ • ૧૫૭ સચવાયેલા આકરગ્રંથનું પ્રકાશન ગુજરાતમાંથી જ થાય તો વધારે સારું, એમ સમજી કેવળ જૈન સમાજની કોઈ પણ સંસ્થાએ કરવા જોઈતા કામને ગુજરાત પુરાતત્ત્વ મંદિરે અપનાવ્યું અને વિદ્યાપીઠની ઉદાર નીતિએ એ કામ કરવામાં અકણ પ્રોત્સાહન આપ્યું. પરિણામે એના ચાર ભાગો પ્રસિદ્ધ થઈ ગયા અને છેલ્લો ભાગ થોડા વખતમાં પ્રસિદ્ધ થશે. લગભગ વીસ-પચીસ હજાર રૂપિયા જેટલો ખર્ચ કરી એ સંસ્થાએ ગુજરાતના ગ્રંથરત્નની કેવી આરાધના કરી છે એ વાત તો સમભાવી તટસ્થ વિદ્વાનો જ જાણી શકે.
આ સ્થળે ગુજરાત પુરાતત્ત્વ મંદિરના એ ઔદાર્યની નોંધ એટલા માટે લેવામાં આવે છે કે ઘણા ખરા એ વસ્તુ ન જાણતા હોય તેને વિદિત થાય, પણ હવે છેલ્લી અને મુદ્દાની વાત ઉપર આવીએ. સંશોધિત આવૃત્તિનો ટૂંક પરિચય
મૂળ ગ્રંથ અને ટીકાનું પઠન-પાઠન સંપ્રદાયમાં ન હતું અથવા તો તદ્દન નજીવું હતું, એમ માનવાને ઘણાં કારણો છે. પરિણામે વખત વહેવા સાથે નકલોની અને અશુદ્ધિઓની વૃદ્ધિ અનેક રીતે થતી જ ગઈ. પાઠો નષ્ટ થયા, વાક્યો ખંડિત થયાં અને કેટકેટલું અવનવું થયું ! પણ સદ્ભાગ્યે પ્રતિ સચવાઈ રહી. એવી કાગળ અને તાડપત્રની મળી ત્રીસેક પતિઓ ઉપરથી સંશોધિત આવૃત્તિ તૈયાર કરવામાં આવી અને તેમાં પાઠ-પાઠાંતરો કાયમ રાખી અનેક દષ્ટિએ ટિપ્પણી કરવામાં આવ્યાં છે, જે ગ્રંથ ભણનારને તેમ જ ઐતિહાસિક અવલોકન કરનારને કામનાં છે. એવાં ટિપ્પણી કરવામાં લગભગ ૨૫૦ જેટલા ગ્રંથોનો ઉપયોગ છૂટથી કર્યો છે. એ ઉપયોગમાં અમુદ્રિત પણ ઘણા ગ્રંથો કામમાં આવ્યા છે.
સ્યાદ્વાદમંજરી કે સ્યાદ્વાદરત્નાકર, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદકલ્પલતા ટીકા કે નયામૃતતરંગિણી, પ્રમેયકમલમાર્તડ કે પ્રમેયરત્નકોષ, સિદ્ધિવિનિશ્ચય કે ન્યાયવિનિશ્ચય, અષ્ટસહસ્ત્રી કે ન્યાયકુમુદચંદ્રોદય, નયચક્ર કે અનેકાંતજયપતાકા કોઈ પણ જૈન ગ્રંથ અગર તત્ત્વસંગ્રહ જેવા બૌદ્ધ ગ્રંથના અભ્યાસીને સન્મતિની ટીકાની પ્રસ્તુત આવૃત્તિ વધારેમાં વધારે ઉપયોગી થાય એ દૃષ્ટિએ જ ટિપ્પણમાં પ્રચુર ગ્રંથોનો ઉપયોગ કરવાની પ્રેરણા આપી છે અને વિદ્યાપીઠના ઔદાર્યો અને પુરાતત્ત્વ મંદિરના સુલભ પુસ્તકસંગ્રહે એ પ્રેરણાને અમલમાં મુકાવી છે.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૫૮. અનેકાન્ત ચિંતન . ઉપસંહાર
એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે સંસ્કૃત ટીકા અગર પ્રાકૃત મૂળ ગ્રંથનું ગમે તેટલું મહત્ત્વ હોય અથવા તેની સંશોધિત આવૃત્તિનું ગમે તે સ્થાન હોય, છતાં એ ગ્રંથની સર્વસાધારણ ઉપર છાપ પાડવા કહો કે તેનું જ્ઞાન બહુભોગ્ય કરવા કહો એના ગુજરાતી, હિંદી આદિ અનેક ભાષાઓમાં સુગમ અને સુલભ અનુવાદો થવા જ જોઈશે અને અનુવાદ મારફત જેમ ઉપનિષદો કે દાર્શનિક-વૈદિક સૂત્રગ્રંથો વિશેષ ને વિશેષ લોકપ્રિય થતા જાય છે તેમ અનુવાદ મારફત જ સન્મતિને એ સ્થાન અપાવી શકાય.
| દિવાકરશ્રીને ગ્રંથરચનાનો ઉદ્દેશ એક એ પણ હતો કે જેમ વૈદિક અને બૌદ્ધ સાહિત્ય લોકપ્રિય તેમ જ વિદ્વપ્રિય થતું જાય છે તેમ જૈન સાહિત્ય પણ થાય, અને તેથી જ તેઓશ્રીએ કેવળ સંસ્કૃતમાં કે કેવળ પ્રાકૃતમાં ગ્રંથરચના ન કરતાં તે વખતની પ્રસિદ્ધ બને ભાષાઓમાં ગ્રંથરચના કરી છે. અલબત્ત, એ ખરું કે તેઓશ્રીની બધી કૃતિઓ જેટલી ઉચ્ચતમ છે તેટલી જ તે સતી અને અસ્પૃશ્ય રહી છે, પણ એ વિરોધ દૂર કરવાનો અને તેની ઉચ્ચતમતાનો આસ્વાદ લેવાનો કલિયુગ હવે આવી લાગ્યો છે. તેથી જેટલી કૃતિઓ જીવિત છે તે બધીનો અનુવાદ દ્વારા અને સંશોધન દ્વારા ઉદ્ધાર કરવામાં જ જ્ઞાનપૂજાનું રહસ્ય સમાયેલું છે. માત્ર ગ્રંથ અને તેનાં ઉપકરણોની પૂજામાં જ આપણે રચ્યાપચ્યા રહીએ તો તેના ચેતન-આત્મા સુધી પહોંચી ન શકીએ અને પરિણામે, ઉપાધ્યાયજી કહે છે તેમ, ક્રિયાગ્રહિલ જડપૂજક બની જઈએ. એ સ્થિતિ અનેકાંતદષ્ટિને ન શોભે. તેથી સાચા જ્ઞાનપૂજક માટે શું કર્તવ્ય છે તે જુદું કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
પ્રસ્તુત લેખ દ્વારા એક પણ વાચકની રુચિ કોઈ પણ કાળે સન્મતિતર્કના ખરા મહત્ત્વ તરફ વળશે તો પ્રયાસ સફળ જ છે. દિવાકરશ્રીનાં કેટલાંક પદ્યોનો સાર *
[આગળ કહ્યા પ્રમાણે એકંદર બધી કૃતિઓ જોતાં દિવાકરશ્રીના જીવનનું ખરું હાર્દ શું છે તે જણાઈ આવે છે અને તે એ છે કે તેમનો ભગવાન મહાવીર પ્રત્યે અનન્ય અનુરાગ છે. એ અનુરાગ આગમજ્ઞાનમાંથી ઉત્પન્ન થયો છે અને તેથી શાસનની પ્રભાવના એ તેમને મન ભગવાનના સિદ્ધાંતોને સર્વગમ્ય કરવામાં છે. એ માટે તેઓ કોઈ નિર્વિચાર રૂઢિબંધન નથી સ્વીકારતા અને સમગ્ર જ્ઞાનને અનેકાંતમાં ગોઠવવા તેમ જ જૈન શ્રતને
Page #168
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ . ૧૫૯ વિસ્તારવા પ્રયત્નશીલ છે. આ સ્થળે તેઓનો ભક્તિપ્રસાદ પારખવા અને વિવેચ્ય વિષયના મર્મને સ્પર્શી તેઓની અનન્યસાધારણ વિવેચકશક્તિનો પરિચય આપવા તેમની બત્રીસીઓમાંનાં કેટલાંક પઘો સારસહિત આપવાનો લોભ રાખવો એ અસ્થાને નથી.].
સ્તુતિ કરવાનો હેતુ જણાવતાં તેઓ કહે છે કે-“હે વીર ! કવિત્વશક્તિથી, પરસ્પરની ઈર્ષ્યાથી કે કીર્તિ પ્રસિદ્ધ કરવાની ઇચ્છાથી કે શ્રદ્ધામાત્રથી તારી સ્તુતિ કરવામાં નથી આવતી; પણ ગુણજ્ઞો તારું બહુમાન કરે છે તેથી મારો આ આદર છે.” ૧, ૪.
ભગવાન મહાવીરમાં પોતાનો અતિઆદર થવાનું કારણ આપતાં તેઓ કહે છે કે – - “હે ભગવન્! પરસ્પરના વિખવાદને લીધે જેઓનાં મન બહેર મારી ગયાં છે અને એથી જ જેઓ પોતાના વાદને–સિદ્ધાંતને પણ સળંગ સમજી શકતા નથી એવા તથા તત્ત્વના માર્ગને મૂકી અવળે રસ્તે ચડેલા આ એકાંતવાદીઓની સમીક્ષા કરતો કયો પુરુષ તારા તરફ ન આકર્ષાય? અર્થાત્ એકાંતવાદના દુરાગ્રહથી કંટાળેલો પુરષ તારા જેવા અનેકાંતવાદીસમન્વયવાદી તરફ જરૂર આકર્ષાય.” ૧, ૫.
અનેકાંતવાદના વિજ્ઞાન(science)ની ખૂબી બતાવતાં તેઓ કહે છે કે- “હે ભગવન્! ગુણો તરફ અંધ રહેનારા અને એથી જ પોતાની જાતના અહિતકારી એવા આ એકાંતવાદીઓ ભેગા થઈને તારા સિદ્ધાંતમાં જે જે દોષો બતાવે છે તે જ દોષો અનેકાંતવિજ્ઞાનની કસોટીએ કસાતાં તારું સૂક્ત સમજવામાં સાધનરૂપ નીવડે છે; અર્થાત્ એકાંતવાદીઓ જેને દોષરૂપ સમજે છે તે જ દોષ અનેકાંતવિજ્ઞાનની દૃષ્ટિએ તપાસતાં તત્ત્વમાર્ગને સમજવાનું સાધન થાય છે.” ૧, ૬.
ગમે તેવા વાદ કરવામાં કુશળ એવા એકાંતવાદીઓ ભગવાનની તોલે તો ન જ આવી શકે એમ બતાવતાં કહે છે–',
સમૃદ્ધપત્રવાળો' એટલે સુંદર પીંછાની સમૃદ્ધિવાળો પણ મોર ગરુડની ચાલે તો ન જ ચાલી શકે તેમ હે ભગવન્! કોઈ પણ પ્રકારના વાદનું મંડન કરવામાં એક્કા છતાં એ એકાંતવાદીઓ તારા વિચારને તો ન જ પહોંચી શકે ૧, ૧૨.
૧. પત્રનો અર્થ પીંછું અને પક્ષ એટલે વાદ પણ થાય છે.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૬૦ ૦ અનેકાન્ત ચિંતન '
ભગવાનના અહિંસાના સિદ્ધાંતમાંથી જન્મેલા જીવજંતુ-વિજ્ઞાનનું માહાસ્ય દર્શાવતાં કહે છે કે
“હે ભગવન્! બીજા વાદીઓને જેનો સ્પર્શ સુધ્ધાં નથી થયો એવો આ પજવનિકાયનો વિસ્તાર તે જે દર્શાવ્યો છે તે દ્વારા જ સર્વજ્ઞતાની પરીક્ષામાં ક્ષમ એવા આ વાદીઓ તારા તરફ પ્રસન્નતા અને ઉત્સવ સાથે ઝૂકી ગયો છે”, ૧, ૧૩. - ભગવાનની શિષ્ય પરંપરાના સામર્થ્યનું વર્ણન કરતાં જણાવે છે કે
“હે ભગવન્! વનવિહારી, અવધૂત અને અનગાર હોવાથી જેઓની ક્યાંય નિષ્ઠા-આસક્તિ નથી એવા જવલંત ચિત્તવાળા તારા પ્રશિષ્યો જે જાતનો યશ વિસ્તારે છે તેટલો પણ યશ એક સમૂહમાં સંકળાયેલા આ એકાંતવાદીઓ નથી મેળવી શકતા; અર્થાત્ જગતમાં ત્યાગ અને ચારિત્રની જ પૂજા થાય છે, પણ વાદવિવાદ કે ખંડનમંડનની ધમાલને કોઈ પૂછતું પણ નથી.” ૧, ૧૫. - આગમોના માધુર્યને લીધે જાણે ભગવાન મહાવીરનો સાક્ષાત્કાર જ ન થતો હોય એવો પોતાનો અનુભવ નિવેદતા કહે છે કે –
હે જિનેન્દ્ર ! આજે પણ તારી વાણીને ઉકેલતાં એમ લાગે છે કે જાણે તું પોતે જ સાક્ષાત્ તારા વચનામૃતનું પાન કરાવી રહ્યો છે. એ તારી પ્રાકૃત વાણી સ્વાભાવિક છે, મધુર છે, નયના પ્રસંગોથી વિસ્તરેલી છે અને અનેક ભેદ-પ્રભેદોના ભાવોથી પેશલ છે.” ૧, ૧૮.
ભગવાનનું કર્મવિજ્ઞાનશાસ્ત્ર તો અદ્ભુત છે, એવું એ બીજા કોઈથી કહી શકાયું નથી એમ બતાવતાં કહે છે કે –
કર્તા સિવાય કર્મ હોઈ શકતું નથી. જે કર્યા છે તે જ કર્મના ફળનો ભોક્તા છે–એ સિદ્ધાંતને અવલંબી તેં જે આઠ પ્રકારનું પૌદ્ગલિક કર્મ પ્રરૂપ્યું છે તેવું સંસારમાં બીજો કોઈ કહી શક્યો નથી.” ૧, ૨૬.
કેવળ માનસિક કર્મ જ શુભાશુભ ફળને આપનારું છે અને કાયિક કે
૧. સરખાવો–
'अकृत्रिमस्वादुपदां परमार्थाभिधायिनीम् । सर्वभाषापरिणतां जैनी वाचमुपास्महे ॥'
–આ હેમચંદ્રના કાવ્યાનુશાસનનું મંગલ ૨. જુઓ, “સૂત્રકૃતાંગ સૂત્રમાં આવેલા કેટલાક પરમતોનો ઉલ્લેખ પુરાતત્ત્વ પુસ્તક ૩,
પૃ. ૧૨૧.
Page #170
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્વ • ૧૬૧ વાચિક કર્મ તેવું નથી, એવો કર્મવિભાગ દ્વારા કર્મવિજ્ઞાનમાં નથી. તે શરણ્ય ! તારા કર્મવિજ્ઞાનમાં તો માનસિક, વાચિક અને કાયિક એ ત્રણે કર્મોને યથોચિત સ્થાન છે. તેથી જ એટલે કર્મવિજ્ઞાનને લગતી તારી આવી અભુત વિચારશૈલીથી જ મુગ્ધ થયેલા વિચારક પુરુષો તારા તરફ જ નજર કરી રહ્યા છે.” ૧, ૨૭.
એક કુશળ કૃષિકારની પેઠે ભગવાનનું બોધિબીજવપનનું અદ્ભુત કૌશલ છતાંય કેટલાંક ક્ષેત્રો અણખેડાયેલાં જ રહ્યાનું કારણ બતાવતાં કહે
“હે લોકબાંધવ! સદ્ધર્મરૂપ બીજના વપન માટે તારું અમોઘ કૌશલ છતાંય કેટલાંય ક્ષેત્રો અફળ નીવડ્યાં તે કાંઈ આશ્ચર્યનું કારણ નથી, કારણ કે સૂર્યનાં કિરણો તો ઘણાંય જાજ્વલ્યમાન છે, છતાંય અંધકારપ્રિય ઘૂવડના કુલને માટે તો તે સહજ પીળા જેવા જ લાગે છે, એ કાંઈ આશ્ચર્ય ન કહેવાય.” ૨, ૧૩.
પાપ અને પુણ્ય વિશેની લોકોની અજ્ઞાનતાનો ઉલ્લેખ કરતાં તેઓ જણાવે છે કે –
' “માણસ જે પાપને વાંછતો નથી તે પાપનું સ્વરૂપ પણ સમજતો નથી અને જે પુણ્યને વાંછે છે તેને પણ સમજવાની તેને દરકાર નથી. આવી સ્થિતિમાં પડેલો મનુષ્ય હેયોપાદેયનો વિવેક શી રીતે કરે ? ત્યારે તે સુગત ! તેં તો હિતાહિતના ફુટ નિર્ણય સાથે પાપની પેઠે પુણ્યને પણ કહી નાખ્યું છે; અર્થાત્ ઘણા લોકો પુણ્યને જ પોતાનું હિતકર સમજીને સકામપ્રવૃત્તિ કર્યા કરે છે, છતાંય અંતે તે પુણ્ય જ તેઓના આત્માને સુવર્ણપંજરની પેઠે બાંધી રાખે છે, એ હકીકત તેઓની જાણમાં નથી હોતી. ત્યારે તે તો પાપપુણ્યનું સ્વરૂપ બરાબર સમજી એ બન્નેને બાળી નાખ્યાં છે.” ૨, ૧૯.
ઇંદ્ર અને સૂર્ય કરતાં પણ ભગવાનનો અધિક મહિમા વર્ણવતાં કહે છે
કે :
જગતના જે અંધકારનો નાશ સહસ્રલોચન-ઇંદ્રનું વજ પણ ન કરી શક્યું, સહસ્રકિરણવાળો સૂર્ય પણ ન કરી શક્યો, હે ભગવનું ! તે જ અંધકારને તેં ભેદી નાખ્યો.” ૪, ૩
વાસનાથી ભરેલો માનવ ભગવાનની મુદ્રાને જોઈને સંતોષ પામે કે કેમ ? એ વિશે જણાવે છે કે
(હે ભગવન્! તું તો સ્થિતપ્રજ્ઞ છે, વિષય અને કષાયોથી પર છે
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૬૨ ૦ અનેકાન્ત ચિંતન
ત્યારે) આ જન અમર્યાદ ચંચળ છે અને વિષયકષાયોથી ભરેલો છે. એવી સ્થિતિમાં જેમ નવા પકડેલા હાથીને તેને બાંધવા માટેનો સ્તંભ પરિતોષ ન આપી શકે તેમ એવા જનને તારામાં પરિતોષ કેમ થઈ શકે ?”,૪.
અનેકાંતવાદની ગંભીરતા અને વિશાળતાનું ગાન કરતાં કહે છે કે“સમુદ્રમાં બધી નદીઓ ભળી જાય છે તેમ, હે ભગવન્ ! તારામાંતારા અનેકાંતવાદમાં બધી ષ્ટિઓ ભળી જાય છે, પણ જેમ ભિન્ન ભિન્ન વહેતી નદીઓમાં ક્યાંય સમુદ્ર કળાતો નથી તેમ ભિન્ન ભિન્ન પ્રસરેલી તે તે એકાંતષ્ટિઓમાં તું ક્યાંય કળાતો નથી.૧” ૪, ૧૫.
પોતપોતાના વાદને પુરાતન માનનારા વાદીઓ શ્રી સિદ્ધસેનને કહે છે કે, ‘અમુક વિચાર તો નવો છે, તમે પણ આજકાલના છો અને અમે જ પુરાતન છીએ, માટે સાચા છીએ.' આ વાદીઓ પ્રત્યે તેઓના ઉદ્ગારો આ પ્રમાણે છે——
“હે પુરાતનવાદીઓ ! તમે પુરાતન પુરાતન શું કહ્યા કરો છો ? આ માણસ પણ આવતી કાલે જ પુરાતનોનો સમોવડયો થવાનો છે. વળી, કેટલાય પુરાતનો થઈ ગયા, કેટલાય થવાના. એ રીતે પુરાતનોનું તો કાંઈ ઠેકાણું જ ન રહ્યું. એવી સ્થિતિમાં પુરાતનોક્તિને પારખ્યા વિના જ માત્ર તેના એક પુરાતનત્વને લીધે કેમ પ્રમાણ કરી શકાય ? ૬,
૫.
“જે કાંઈ આડુંઅવળું કે ઊંધુંચત્તું કલ્પાયેલું હોય, પણ તે જો પુરાતનોએ કહેલું હોય તો તે જૂનું છે એમ કહી વખાણ્યા કરવું અને આજના મનુષ્યની સુવિનિશ્ચિત શૈલીવાળી એકાદ કૃતિ પણ કોઈને જોવા, વાંચવા કે શીખવા ન દેવી એ સ્મૃતિમોહ નહિ તો બીજું શું ?' ૬, ૮.
“હે પુરાતનો ! તમે પણ આગળ આવીને હિંમત અને યુક્તિપૂર્વક તો કાંઈ કહી શકતા નથી, તેમ બીજાની એટલે નવા, મનુષ્યની વિદ્વત્સમાજે કરેલી પ્રતિષ્ઠાને પણ સાંખી શકતા નથી અને ‘અમે જ પુરાતન છીએ.' ‘આપ્તપુરુષના વારસદાર પણ અમે જ છીએ’—એવું એવું કહીને પરીક્ષકો ત૨ફ અંગુલિનિર્દેશ કરવાનું જ એક કામ તમારે કરવાનું છે, જે તમે બરાબર કર્યા કરો છો અને પાછા હઠો છો.” ૬, ૧૬.
૧. જુઓ અને સરખાવો—
“જિનવ૨માં સઘળાં દરિસણ છે, દર્શને જિનવર ભજના રે;
,,
સાગરમાં સઘળી ટિની છે, ટિનીમાં સાગર ભજના રે.” ષડ્. IIFII
—આનંદઘનજીનું નમિનાથનું સ્તવન.
Page #172
--------------------------------------------------------------------------
________________
सन्मतित सने तेनुं महत्त्व . १६३ .
प्रथमा द्वात्रिंशिका न काव्यशक्तेन परस्परेjया न वीर ! कीर्तिप्रतिबोधनेछया । न केवलं श्राद्धतयैव नूयसे गुणज्ञ पुज्योऽपि यतोऽयमादरः ॥४॥ परस्पराक्षेपविलुप्तचेतसः स्ववादपूर्वोपरमूढनिश्चयान् । समीक्ष्य तत्त्वोत्पथिकान् कुवादिनः कथं पुमान् स्याच्छिथिलादरस्त्वयि ॥५॥ वदन्ति यानेव गुणान्धचेतसः समेत्य दोषान् किल ते स्वविद्विषः । .... त एव विज्ञानपथागताः सतां त्वदीयसक्तप्रतिपत्तिहेतवः ॥६॥ समृद्धपत्रा अपि सच्छिखण्डिलो यथा, न गच्छन्ति गतं गरुत्मतः । ... सुनिश्चितज्ञेयविनिश्चयास्तथा न ते मतं यातुमलं प्रवादिनः ॥१२॥ .... य एष षड्जीवनिकायविस्तरः परैरनालीलपथस्त्वयोदितः ।। अनेन सर्वज्ञपरीक्षणक्षमा-स्त्वयि प्रसादोदयसोत्सवाः स्थिताः ॥१३॥ अलब्धनिष्ठाः प्रसमिद्धचेतसस्तव प्रशिष्याः प्रथयन्ति यद्यशः । न तावदप्येकसमूहसंहताः प्रकाशयेयुः परवादिपार्थिवाः ॥१५॥ नयप्रसङ्गापरिमेयविस्तरै-रनेकभङ्गाभिगमार्थपेशलैः । अकृत्रिमस्वादुपदैर्जनं जनं जिनेन्द्र ! साक्षादिव पासि भाषितैः ॥१८॥ न कर्म कर्तारमतीत्य वर्तते य एव कर्ता स फलान्युपाश्नुते । तदष्टधा पुद्गलमूर्तिकर्मजं यथात्थ नैवं भुवि कश्चनापरः ॥२६॥ न मानसं कर्म न देहवाङ्मयं शुभाशुभज्येष्ठफलं विभागशः । यदात्थ तेनैव समीक्ष्यकारिणः शरण्य ! सन्तस्त्वयि नाथबुद्धयः ॥२७॥
द्वितीया द्वात्रिंशिका सद्धर्मबीजवपनानघकौशलस्य यल्लोकबान्धव ! तवापि खिलान्यभूवन् । तन्नाद्भुतं खगकुलेष्विह तामसेषु सूर्यांशवो मधुकरीचरणावदाताः ॥१३॥ पापं न वाञ्छति जनो न च वेत्ति पापं पुण्योन्मुखश्च न च पुण्यपथः प्रतीतः । निःसंशयं स्फुटहिताहितबिर्णवस्तु...... त्वं पापवत्सुगत ! पुण्यमपि व्यधाक्षीः ॥१६॥
चतुर्थी द्वात्रिंशिका कुलिशेन सहस्रलोचनः सविता चांशुसहस्रलोचनः ।। न विदारयितुं यदीश्वरो जगतस्तद्भवता हतं तमः ॥३॥
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૬૪ અનેકાન્ત ચિંતન निरवग्रहमुक्तमानसो विषयाशाकलुषस्मृतिर्जनः । त्वयि किं परितोषमेष्यति द्विरदः स्तम्भ इवाचिरग्रहः ॥४॥.. उदधाविव सर्वसिन्धवः समुदीर्णास्त्वयि सर्वदृष्टयः ।
। न च तासु भवानुदीक्ष्यते प्रविभक्तासु सरित्स्विवोदधिः ॥१५॥ .
षष्ठी द्वात्रिंशिका जनोऽयमन्यस्य मृतः पुरातनः पुरातनैरेव समो भविष्यति । पुरातनेष्वित्यनवस्थितेषु कः पुरातनोक्तान्यपरीक्ष्य रोचयेत् ॥५॥ यदेव किंचिद्विषमप्रकल्पितं पुरातनैरुक्तमिति प्रशस्यते । विनिश्चिताप्यद्य मनुष्यवावकृति-नं पाठ्यते यत्स्मृतिमोह एव सः ॥८॥ यदा न शक्नोति विगृह्य भाषितुं परं च विद्वत्कृतशोभमीक्षितुम् । .. अथाप्तसंपादितगौरवो जनः परीक्षकक्षेपमुखो निवर्तते ॥१६॥ શ્રીસિદ્ધસેન દિવાકરકૃત કાત્રિશિકાઓ
[આ નીચે દિવાકરશ્રીની ત્રણ બત્રીસીઓના કેટલાક શ્લોકોનો ભાવ આપવામાં આવે છે. જેમાંની ૧લી વાદોપનિષદ્ બત્રીસી, રજી વાદબત્રીસી અને ૩જી ન્યાયબત્રીસી છે. વાદોપનિષદ્ બત્રીસીમાં વાદપદ્ધતિમાં કુશળતા મેળવવા ઇચ્છનારે તેનાં જે રહસ્યોનું જ્ઞાન મેળવવું જોઈએ તે રહસ્યોનું વર્ણન કરેલું છે. વાદબત્રીસીમાં વાદની ચિંતા અને વિજયની તૃષ્ણાથી વિદ્વાનો અને ત્યાગીઓની સ્થિતિ કેવી શોચનીચ થઈ જાય છે તેનું આબેહૂબ ચિત્ર મૂકેલું છે અને ન્યાયબત્રીસીમાં ન્યાયદર્શનના પદાર્થોનું અક્ષપાદનાં ન્યાયસૂત્રોને કાંઈક મળતું વર્ણન છે. સાર એ છે કે આ ત્રણે બત્રીસીઓને વાંચનાર દિવાકરશ્રીના સમયનું વાદવિવાદનું વાતાવરણ, વાદી અને પ્રતિવાદીના મનોભાવનું ચિત્ર અને ન્યાયની પદ્ધતિ વિશે સ્પષ્ટપણે સમજી શકશે અને એ જ આશયથી આ ત્રણે બત્રીસીઓને અહીં મૂકવામાં આવી છે.]
વાદોપનિષદ્ કાત્રિશિકા જે દ્વારા ધર્મ, અર્થ અગર કીર્તિ મેળવવી ઈષ્ટ હોય એવાં શાસનો (માનપત્ર, દાનપત્ર, અને આજ્ઞાપત્ર આદિ ફરમાનો) કેવળ સ્પર્ધાને લીધે કાંઈ શોભતાં નથી; તેથી જે માર્ગે રાજસભાઓમાં વિગ્રહ કરીને તેવાં શાસનો સંપાદન કરવાં ઘટે તે માર્ગનું (વાદનું) કથન કરવામાં નિર્વિઘ્નતા હો. ૧.
Page #174
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૬૫
પ્રથમ જ પોતાના પક્ષની સ્થાપનામાં તત્પર એવા પ્રતિવાદીના વક્તવ્યમાર્ગ ઉપર અંકુશ મૂક્યા સિવાય જે વાદી વાક્યેષ્ટા કરે છે તે પૌરુષવાનૢ છતાં પોતાનો અવસર ગુમાવેલો હોવાથી વિદ્વાનોની સભામાં ઊંચું મસ્તક કરી બોલી શકતો નથી. ૭.
“તું શું બોલે છે, તે હું નથી સમજતો. આ તે કોનો સિદ્ધાંત છે ? સિદ્ધાંતયુક્ત બોલ. આ ક્યાં કહ્યું છે ? આ ગ્રંથ રહ્યો. અર્થ નક્કી કર. આ માર્ગ (રીત) નથી. આ પ્રેક્ષપ છે.” એ રીતે અસ્પષ્ટ-આગમવાળા પ્રતિવાદીનું મુખ઼ બંધ કરાય છે. ૮.
કઠોર ઉત્તરો વડે જે પુરુષ આધાત પામી જાય છે તેની બુદ્ધિ જો આમ્નાય-માર્ગને અનુસરી સુકુમાર અભિયોગ કરનારી હોય છે તો તે વિલીન થઈ જાય છે. પણ જે પુરુષ એવા કઠોર ઉત્તરો વડે ઉત્તેજિત થઈ જાય છે તેના શત્રુઓ સભાભટોથી ભરેલ રણાંગણમાં ચોખ્ખો માર ખાઈ સૂઈ જાય છે.
૨૧.
જેનું સાહસ સ્થિર છે તેને માટે શત્રુના વિષયમાં મર્મસ્થાન શું જોવાનું હોય ? અને જે મંદ છે તેને માટે તો પોતે મર્મ ઉપર કરેલો પ્રહાર સ્વનાશનું કારણ થઈ જાય છે, કારણ કે સહજ અને પ્રચંડ વીર્યવાળા દાંતો વડે ક્રીડા કરતો આશીવિષ સર્પ જ્યાં સ્પર્શ કરે તે જ મર્મ થઈ જાય છે. ૨૬.
મંદ, અલ્પાભ્યાસી પણ જો શાંત ચિત્તવાળો હોય છે તો તેનું વચન અખંડનીય થાય છે. તેથી ઊલટું, બહુ અભ્યાસી પણ જો અશાંતચિત્ત હોય છે તો તે, પુરુષોમાં ઉપહાસપાત્ર બને છે. તેટલા માટે સભ્યોના મનમાં સ્થાન મેળવવા તત્પર થનારે શાસ્ત્ર કરતાં પ્રશમના વિષયમાં જ સોગણો પ્રયત્ન કરવો જોઈએ. ૨૭.
જે પોતાના સિદ્ધાંતનું સ્થાપન કરી નિર્ભય મન અને નિષ્ઠુર નેત્રવાળો થઈ પ્રતિવાદીઓ સામે જુએ છે તે રાજસભા ઉપર કાબૂ મેળવી તેજસ્વી બનેલો પોતાના શત્રુઓને શોક અને જાગરણના દુઃખથી દુર્બળ કરી મૂકે છે.
૨૮.
સંમુખ થઈ બેઠેલા શત્રુઓમાં ગર્જન કરવાથી શું થવાનું છે ? તેમ જ નિર્દય ભાવે જેઓ પૌરુષ નિહાળી રહ્યા હોય તેમની વચ્ચે પણ ગર્જન કરવાથી શું થવાનું છે ? કારણ કે, વાણીથી પ્રકટાવેલું તેજ માત્ર ઘાસના અગ્નિ જેટલું બળ ધરાવે છે. કલ્પાંત સુધી સ્થિર રહે તેવું તેજ તો પરાક્રમથી જ પ્રકટી શકે છે. ૨૯.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૬૬ અનેકાન્ત ચિંતન
( જેમ સમૃદ્ધિશાળી અને નીતિજ્ઞ હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતો નથી, તેમ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતો હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩ર.
વાદદાત્રિશિકા જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી બનેલા એવા બે શ્વાનોનું પણ કદાચિંત્ સખ્ય સંભવે ખરું; પરંતુ વાદીઓ જો બે સગા ભાઈ હોય તોપણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. ૧.
ક્યાં તે તત્ત્વનો આગ્રહ અને ક્યાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? ૨.
જયાં સુધી રંગ(વાદસ્થલી)માં નથી ઊતરતો ત્યાં સુધી વાદી બગલા જેવો મુગ્ધ દેખાય છે, પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩.
ક્ષુલ્લકવાદી, કૂકડા અને તેતરની પેઠે પૈસાદારોનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને બાળકો મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. ૪.
બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ, દર્પ વડે અંગોને કરડે છે. ૫.
કલ્યાણો બીજી જ તરફ છે અને વાદિવૃષભો બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તો વાણીના યુદ્ધને ક્યાંયે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. ૭.
વાચ્છલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે અકલહથી સુંદર બને તેમ વિચારણા કરવામાં આવે તો તેમાં કશો દોષ ન થાય. ૮.
શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પોતાનો પક્ષ સાધે છે, પરંતુ વાક્યોની લાળ ચાટનારા અનેક વિદ્વાનો એકઠા થઈને કલહપ્રધાન એવી કરોડો કોટિઓથી પણ પોતાનો પક્ષ સાધી શકતા નથી.
Page #176
--------------------------------------------------------------------------
________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૬૭
વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નયવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થ્યની જ ચિંતા કરતો રહે છે. ૧૦.
અમુક વાદી હેતુન્ન (તર્કશ) છે તો શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તો તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર બંને જાણતો છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી, તો ચોથો વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧.
‘અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરો) યોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨.
સભામાં જેનો ગર્વ તૂટી ગયો છે એવો વાદી પોતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળો થઈ ઊંઘ લઈ શકતો નથી. ૧૩.
જો વાદી કોઈ પણ રીતે જીતે તો તેથી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણ લોકની અવજ્ઞા કરે છે, પરંતુ જો હારે તો તે વાદી ક્રોધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતો પોતાની ઝાંખપને દૂર કરે છે. ૧૫, ૧૬.
જ્યારે વાદી વાદ-કથા નથી સહી શકતો ત્યારે માનભંગના ભયથી ગ૨મ અને લાંબો નિસાસો મૂકે છે અને તે રમ્ય સ્થાનોમાં પણ બેચેનીથી સંતપ્ત થયેલો હોઈ મિત્રોના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચનો બોલવા લાગે છે. ૧૭.
સર્વ શાસ્ત્રકારોનો એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારનો આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ૧૮.
પોતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાનો સિદ્ધાંત જાણી લેવો આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ક્ષોભ પમાડવાના ઉદ્દેશથી તેનો સિદ્ધાંત જાણવો એ તો સજ્જનો માટે અનાચાર જ છે. ૧૯. પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાંત થયેલું આ જગત સર્વજ્ઞોથી પણ એકમત ન થયું તો પછી તેને કયો વાદી એકમત કરી શકશે ? ૨૦.
સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૬૮ ૦ અનેકાન્ત ચિંતન અલ્પજ્ઞો જે કાંઈ થોડું જાણી શકે છે તે જ આશ્ચર્ય માનવું જોઈએ. ૨૧.
પામર જનોનાં ચિત્તને ભરમાવવા માટે પિશાચ જેવા અને કઠોર વચન બોલવા માટે જ જેઓનાં મુખ તત્પર હોય છે એવા ધૂર્તજનોએ કલહને મીમાંસાના નામમાં બદલી નાંખ્યું છે. ૨૪.
બીજાઓને નિગ્રહ આપવાના નિશ્ચયથી વાદી ચિત્તની જે એકાગ્રતા મેળવે છે તેવી જો વૈરાગ્યમાં મેળવે તો તે વાદી વગરવિલંબે મુક્તિ પામે. ૨૫.
અહીં આ લોકમાં જ્યારે મનુષ્ય સર્વ અંશોથી નિર્વચન કરવાયોગ્ય એવી એક વસ્તુને પૂરી જાણી શકતો નથી તો પછી કે “મારા પ્રત્યે !” એવા પ્રકારનો ગર્વ કરવો કયા સ્વસ્થ પુરુષને યોગ્ય હોઈ શકે? ૨૬.
ન્યાયાત્રિશિકા મોટું દૈવે ખોવું છે (બનાવી રાખ્યું છે) અને વાડ્મય પોતાને અધીન છે. જે કાંઈ પણ કહેવામાં આવે તેને સાંભળનાર પણ મળી જ આવે છે. એવી સ્થિતિમાં કયો નિર્લજ્જ પંડિત ન બની શકે? ૧.
સર્વે કથા (વાદ)-માર્ગો પરપક્ષના ઘાત માટે જ રચાયેલા હોય છે, છતાં શબ્દ અને અર્થમાં બ્રાંત થયેલા વાદીઓ અંદરોઅંદર વિપ્રલાપ કર્યા જ કરે છે. ૭.
જલ્પરૂપ વચનયંત્રમાં પીડિત થયેલી બુદ્ધિ એક પક્ષમાં હણાઈ જાય છે; અને શાસ્ત્રસંભાવના (બહુમાનની) શત્રુ બની નીરસપણું પ્રાપ્ત કરે છે. ૧૬.
ઉપપત્તિ(યુક્તિ)થી કાંઈ બળવાન કે દુર્બળ છે જ નહિ. વક્તાની વિશિષ્ટ શક્તિને લીધે જ તે તેમ બને અથવા ન બને. ૨૮.
સામ આદિ ઉપાયો સમાન હોવા છતાં જેવી રીતે શક્તિશાળી વિજયેચ્છ ચઢી જાય છે તેવી રીતે વક્તા પણ શાસ કરતાં શક્તિના યોગે ચઢી જાય છે. ૨૯.
સભ્ય અને સભાપતિનો અભાવ, ધારણાશક્તિ અને આક્ષેપશક્તિનું કૌશલ, સહનશીલતા અને પરમધૃષ્ટતા_આ છ વાદચ્છલ કહેવાય છે. ૩૧.
वादोपनिषद्-द्वात्रिंशिका धर्मार्थकीर्त्यधिकृतान्यपि शासनानि न ह्वानमात्रनियमात् प्रतिभान्ति लम्या । संपादयेन्नृपसभासु विगृह्य तानि येनाध्वना तमभिधातुमविघ्नमस्तु ॥१॥
Page #178
--------------------------------------------------------------------------
________________
सन्मतितई मने तेनुं महत्व • १६८ पूर्व स्वपक्षरचना रभसः परस्य वक्तव्यमार्गमनियम्य विजृम्भते यः । आपीड्यमानसमयः कृतपौरुषोऽपि नोच्चैः शिरः स वदति प्रतिभानवत्सु ॥७॥ नावैमि किं वदसि कस्य कृतान्त एषः सिद्धान्तयुक्तमभिधत्स्व कुहैतदुक्तम् । पन्थोऽयमवधारय नैष पन्थाः क्षेपोऽयमित्यविशदागमतुण्डबन्धः ॥८॥ आम्नाममार्गसुकुमारकृताभियोगा क्रूरोत्तरैरभिहतस्य विलीयते धीः । नीराजितस्य तु सभाभटसंकटेषु शुद्धप्रहारविभवा रिपवः स्वपन्ति ॥२१॥ किं मर्म नाम रिपुषु स्थिरसाहसस्य मर्मस्वपि प्रहरति स्ववधाय मन्दः । आशीविषो हि दशनैः सहजोग्रवीर्यैः क्रीडन्नपि स्पृशति यत्र तदेव मर्म ॥२६॥ मन्दोऽप्यहार्यवचनः प्रशमानुयातः स्फीतागमोऽप्यनिभृतः स्मितवस्तु पुंसाम् । तस्मात् प्रवेष्टमुदितेन सभामनांसि यत्नः श्रुताच्छतगुणः सम एव कार्यः ॥२७॥ आक्षिप्य यः स्वसमयं परिनिष्ठराक्षः पश्यत्यनाहृतमनाश्च परप्रवादान् । आक्रम्य पार्थिवसभाः स विरोचमानः शोकप्रजागरकृशान् द्विषतः करोति ॥२८॥ किं गर्जितेन रिपुषु त्वभितो मुखेषु किं त्वेव निर्दयविरूपितपौरुषेषु । वाग्दीपितं तृणकृशानुबलं हि तेजः कल्यात्ययस्थिरविभूति पराक्रमोत्थम् ॥२९॥ परिचितनयः स्फीताथोऽपि श्रियं परिसंगतां न नृपतिरलं भोक्तुं कृत्स्नां कृशोपनिषद्बलः ।
Jal Education International
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૭૦ ૦ અનેકાના ચિંતન
' विदितसमयोऽप्येवं बाग्मी विनोपनिषक्रियां न तपति यथा विज्ञातारस्तथा कृतविग्रहाः ॥३२॥
वादार्जिशिका. ग्रामान्तरोपगतयोरेकामिषसंगजातमत्सरयोः । स्यात् सौ (? स) ख्यमपि शुनोांवोरपि वादिनोर्न स्यात् ॥१॥ कच तत्त्वाभिनिवेशः कचरंभातुरेक्षणं वदनम् । क्वच सा दीक्षा विश्वसनीवरूपतानृजुवावः (?) ॥२॥ तावद् बकमुग्धमुखस्तिष्ठति यावन्न रङ्गमवतरति । :: रङ्गावतारमत्तः काकोद्धतनिष्ठुरो भवति ॥३॥ क्रीडनकमीश्वराणां कुर्कुटलावकसमानबालेभ्यः । शास्त्राण्यपि हास्यकथां लघुतां वा क्षुल्लको नयति ॥४॥ अन्यैः स्वेच्छारचितानर्थविशेषान् श्रमेण विज्ञाय । कृत्स्नं वाङ्मयमित इति खावत्यङ्गानि दर्पण ॥५॥ अन्यत एव श्रेयांस्यन्यत एव विचरन्ति वादिवृषाः । वाक्संरम्भः क्वचिदपि न जगाद मुनिः शिवोपायमं ॥७॥ यद्यकलहाभिजातं वाक्छलरङ्गावतारनिर्वाच्यम् । स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन दोप: स्यात् ॥८॥ साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित् प्रशमयुक्तः । न तु कलहकोटिकोट्याऽपि समेता (? सगता) वाक्यलालभुजः ॥९॥ आर्तध्यानोपगतो वादी प्रतिवादिनस्तथा स्वस्व । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामाम् ॥१०॥ हेतुविदसौ न शब्दः (शाब्दः) शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः । उभयज्ञो भावपटुः पटुस्न्बोऽसौ स्वमतिहीनः ॥११॥ सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः ।, इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥१२॥ अशुभवितर्कविमितहृदयः कृत्स्ना क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥१३॥ यदि विजयते कथञ्चित्ततोऽपि पस्तिोपभग्नमर्वाचः । .. स्वगुणविकत्थनदूषिक ( ? )स्त्रीपपि लोकान् खलीकुरुते ॥१५॥ उत जीयते कथञ्चित् परिषत्परिवादिनं स कोपान्धः । गलगर्जेनाकामन् वैलक्ष्यविनोदनं कुरुते ॥१६॥
Page #180
--------------------------------------------------------------------------
________________
सन्मतित भने तेनुं भडप . १७१ वादकथां न क्षमते दीर्घ निःश्वसिति मानभङ्गोष्णम् । रम्येऽप्यरतिज्वरितः सुहृत्स्वपि वज्रीकरणवाक्यः ॥१७॥ दुःखमहंकारप्रभवमित्ययं सर्वतन्त्रसिद्धान्तः । अथ च तमेवारूढस्तत्वपरीक्षां किल करोति ॥१८॥ ज्ञेयः परसिद्धान्तः स्वपक्षबलनिश्चयोपलब्ध्यर्थम् । परपक्षक्षोभणमभ्युपेत्य तु सतामनाचारः ॥१९॥ स्वहितायैवोत्थेयं को नानामतिविचेतनं लोकम् । यः सर्वज्ञैर्न कृतः शक्ष्यति तं कर्तुमेकमतम् ॥२०॥ सर्वज्ञविषयसंस्थांश्छद्मस्थो न प्रकाशयत्यर्थान् । नाश्चर्यमेतदत्यद्भुतं तु यत्किचिदपि वेत्ति ॥२१॥ परुषवचनोद्यतमुखैः काहलजनचित्तविभ्रमपिशाचैः । धूर्तेः कलहस्य कृतो मीमांसा नाम परिवर्तः ॥२४॥ परनिग्रहाध्यवसितश्चित्तैकाग्यमुपयाति तद्वादी । यदि तत्स्याद्वैराग्ये न चिरेण शिवं पदमुपयातु ॥२५॥ एकमपि सर्वपर्ययनिर्वचनीयं यदा न वेत्त्यर्थम् । मां प्रत्यहमिति गर्वः स्वस्थस्य न युक्त इह पुंसः ॥२६॥
न्यायद्वात्रिंशिका । दैवखातं वदनं आत्मायत्तं च वाङ्मयम् । श्रोतारः सन्ति चोक्तस्य निर्लज्जः को न पण्डितः ॥१॥ द्वितीयपक्षप्रतिघा सर्व एव कथापथाः । अभिधानार्थविभ्रान्तैरन्योऽन्यं विप्रलप्यते ॥७॥ एकपक्षहता बुद्धिर्जल्पवाग्यन्त्रपीडिता । श्रुतसंभावना वैरी वैरस्यं प्रतिपद्यते ॥१६॥ न नामं दृढमेवेति दुर्बलं चोपपत्तितः । वक्तृशक्तिविशेषात्तु तत्तद्भवति वा न वा ॥२८॥ तुल्यसामाधुपायासु शक्त्या युक्तो विशेष्यते। विजिगीषुर्यथा वाग्मी तथाभूयं श्रुतादपि ॥२६॥ प्राश्निकेश्वरसौमुख्यं धारणाक्षेपकौशलम् । सहिष्णुता परं धार्यमिति वादच्छलानि षट् ॥३१॥
-हैन 'रौप्य महोत्सव .' ૧. આ લેખના સહલેખક ૫ બેચરદાસજી છે.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૦. હેતુબિંદુનો પરિચય*
[૧] પ્રતિપરિચય
૧. s પ્રતિ : આ હેતુબિંદુટીકાની પ્રતિ Catalogue of Manuscripts at Pattan Vol.I(G. O. S. Vol. LXXVI) 41 ų. ૧૭૭માં સૂચવ્યા પ્રમાણે સંઘવી પાડાના ત્રાડપત્રીય ભંડારની નં. ૩૦૨ વાળી છે, જેના તાડપત્રની લંબાઈ ૧૨ ઇંચ અને પહોળાઈ ૧ ઇંચ છે અને પત્ર ૨૧૬ છે. આખી પ્રતિ જીર્ણ છે. તેના પત્ર નં. ૬, ૨૧, ૨૭, પર, ૧૧૭ અને ૧૭૮ પત્ર તદન નાશ પામ્યા છે. શરૂઆતના લગભગ ૨૦ પત્રમાં પત્રસંખ્યા ત્રુટિત છે. ખૂણાનો ભાગ ગયેલો હોવાથી તેની સાથે ઘણે સ્થળે થોડુંક લખાણ પણ નાશ પામ્યું છે. જયાં જ્યાં થોડું કે ઘણું લખાણ પાનું તૂટી જવાથી નાશ પામ્યું છે ત્યાં ત્યાં લગભગ બધે સ્થળે અમે તૂટતા પાઠની પુરવણી [ ] આવા કોષ્ટકમાં કરી છે. આ સિવાય પ્રતિમાં વચ્ચે કવચિત્ અક્ષરો ગયેલા છે, તે પણ બન્યું ત્યાં એવા જ કોષ્ટકમાં અમારા તરફથી જોડવામાં આવ્યા છે. જે પાઠ અમે અમારા તરફથી શુદ્ધ કર્યા છે તે મૂળપાઠ કાયમ રાખી ( ) આવા કોષ્ટકમાં આપ્યો છે. પ્રસ્તુત પ્રતિના માર્જિનમાં ક્યાંક ક્યાંક ટિપ્પણો છે, તે અમે યથાસ્થાન પાદનોંધમાં લીધાં છે.
એક પત્ર કોઈ બીજી જ હેતુબિંદુટીકાની પ્રતિનું પ્રસ્તુત પ્રતિમાં આવી ગયેલું છે, જેમાં પ્રસ્તુત પ્રતિના ૨૦૭માં પત્રનું લખાણ છે. એ વધારાના પત્રમાંનો પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ સાથે ક્યાંક જુદો પડે છે. અમે એ બન્ને પાઠો સરખાવી એમાંથી જે વધારે શુદ્ધ લાગ્યો તેને મૂળમાં રાખ્યો છે અને બીજા પાઠને પાઠાંતર તરીકે રાખ્યો છે. વધારાના પત્રને સંકેત ન=નવીન
* ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝમાં પ્રકાશિત “હેતુબિંદુ'ની પ્રસ્તાવના.
Page #182
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૭૩ રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રનો સંકેત પુ=પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિનો આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણો છે ઃ પહેલું તો એ કે જો એ પ્રસ્તુત પ્રતિનો આદર્શ અગર નકલ હોય તો તેની સાથે એક વધારાના પત્રમાં આટલો બધો પાઠભેદ ભાગ્યે જ સંભવે. બીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિબેટન ભાષાંતર સાથે પ્રસ્તુત પ્રતિનો પાઠ સરખાવ્યો છે તે ટિબેટન ભાષાંતર સાથે આ વધારાના પત્રમાંનો પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળતો આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિબેટન ભાષાંતર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કોઈ એક જુદી જ નકલ હોવી જોઈએ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર ક્યાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કોઈ બીજી પ્રતિ પણ સાથે હોવી જોઈએ, અને આ રીતે હેતુબિંદુટીકાની અનેક પ્રતિઓ લખાઈ જ્યાં ત્યાં ફેલાવો પામતી અને સંગ્રહાતી હોવી જોઈએ. અમારું આ અનુમાન બીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રંથોમાં અને પાટણ જેવા ગુજરાતનાં અનેક શહેરોમાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રંથોમાં હેતુબિંદુટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિબેટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાંતરો થયાં છે.૧
પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫નો અંક સ્પષ્ટ છે. (જુઓ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્ગત શ્રી સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરીછે. તદનુસાર તે અંક વિક્રમ સંવત ૧૦૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાહુતિની તિથિ રવિવાર માગસર વદિ ૭ છે. લેખકની પ્રશસ્તિનો એક શ્લોક ગુમ થયો છે અને બીજો અધૂરો છે, તેથી લેખકનો પરિચય મળતો નથી.
પ્રસ્તુત પ્રતિ પં. અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ શ્લોકો ઓછાવત્તે અંશે ત્રુટિત છે (પૃ. ૨૨૯).
૧. જુઓ આગળ ‘હેતુબિંદુનો પ્રભાવ અને ઉપયોગ' એ મથાળા નીચેનું
લખાણ.
૨. જુઓ તેમના કેટલોગની પ્રસ્તાવના, પૃ. ૪૨.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૭૪ - અનેકાન્ત ચિંતન
પં. અભયકુમાર એ કોઈ સાધુ જ છે તે વિશે તો શંકા રહેતી જ નથી, કેમકે જેમ તેનું વિશેષણ પંડિત=ગણી છે તેમ તેના ગચ્છને બ્રહ્માણ કહેલ છે. આ બ્રહ્માણગચ્છીય પં. અભયકુમારનો વિશેષ પરિચય સુલભ નથી.
પ્રસ્તુત પ્રતિની લિપિ છે તો દેવનાગરી, પણ તે બહુ જ પ્રાચીન નેવારી જેવી પૂર્વદેશીય દેવનાગરી છે. તેને સરલતાથી વાંચી તે ઉપરથી વિશ્વસ્ત કામ લેવું એ બહુ જ અઘરું અને સમયસાધ્ય હતું, પણ મુનિશ્રી પુણ્યવિજયજીએ અતિશ્રમે અને લાંબે ગાળે એના ઉપરથી કાગળ ઉપર એક સુંદર અને સુપઠ દેવનાગરી અક્ષરમાં પ્રતિલિપિ કરી આપી. એ પ્રતિલિપિ તેમણે અમને ભેટરૂપે જ આપેલી, પણ ચાલુ શતાબ્દીની લેખનકળાનો સુંદર નમૂનો પૂરો પાડતી એ પ્રતિલિપિ ગુજરાત પુરાતત્ત્વ મંદિરના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં કાયમ માટે મૂકવામાં આવી છે. જોકે આ પ્રતિલિપિ ઉપરથી જ અમે પ્રેસકૉપી કરાવી હતી, પણ સંપાદન કરતી વખતે અસલી તાડપત્રની પ્રતિ સાથે મિલાન કરવામાં આવ્યું છે. તેને લીધે અને T પ્રતિની મદદને લીધે પ્રતિલિપિમાં જે ખામીઓ રહી ગયેલી તે દૂર કરીને જ સંપાદન કરવામાં આવ્યું છે.
2. Tula: Bstan-hgyur, Mdo (Cordier : Catalogue du Fonds Tibetain, Paris, 1915) Cx1. 6 હેતુબિંદુટીકાનું ટિબેટન ભાષાંતર છે. આ ભાષાંતર વિશ્વભારતીમાંના વિદ્યાભવનગત પુસ્તકસંગ્રહમાંથી મેળવવામાં આવેલું. તે ભાષાંતર સાથે S પ્રતિનું બને ત્યાં લગી અક્ષરેઅક્ષર મિલાન કરવામાં આવ્યું છે. એ સરખામણીનું મુખ્યપણે નીચે પ્રમાણે પરિણામ આવ્યું છે
(૧) જ્યાં જ્યાં પત્રસંખ્યાનો નંબર નષ્ટ થવાથી અને બીજાં કારણે પત્રો ઊલટાંસૂલટાં થઈ ગયેલાં અને તેને લીધે અર્થ બેસાડવામાં બહુ જ મુશ્કેલી પડતી તે પત્રો યથાવત્ ગોઠવવાથી દૂર થઈ.
(૨) કેટલેક સ્થળે પ્રતિનો પાઠ લિપિદુર્બોધતાને કારણે અગર પરંપરાગત લેખક-દોષને કારણે વિકૃત થઈ ગયો હતો તે સુધર્યો.
૧. મારવાડમાં જે વરમાણ ગામ છે તેના જ ઉપરથી “બદ્માણ ગચ્છ નામ
પડેલું છે. ૨. આનો પરિચય ડૉ. વિદ્યાભૂષણે પણ પોતાના પુસ્તક A History of
Indian Logic, p. 332માં આપ્યો છે.
Page #184
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય – ૧૭૫
(૩) અનેક સ્થળોમાં નવાં પાઠાંતરો તારવી શકાયાં; જે ટિબેટન ભાષાંતર ઉપરથી પ્રતિસંસ્કૃત રૂપે પ્રતિસંસ્કાર કરનાર શ્રી. પી. તારકસે તારવેલા તે તેમના જ શબ્દોમાં ફૂટનોટમાં લેવામાં આવ્યા.
(૪) આખી જ્ઞ પ્રતિમાં જ્યાં જ્યાં એકાદ અક્ષર કે પદ લુપ્ત થયેલ હતાં તે આ પ્રતિની મદદથી મળી આવ્યાં. એકંદર T પ્રતિની મદદથી આખા સંપાદન દરમિયાન અર્થબોધ કરવામાં ઘણી સરલતા પ્રાપ્ત થઈ છે.
(૫) એમ પણ બન્યું છે કે S પ્રતિની મદદથી T પ્રતિનાં પત્રોની કેટલેક સ્થળે અવ્યવસ્થા હતી તે પણ દૂર થઈ છે, અને જ્યારે ઘણે સ્થળે એમ સમજાતું હતું કે S પ્રતિની પાઠપરંપરા T ગત પાઠ કરતાં મૂળ લેખની વધારે નજીક છે. એ જુદું કહેવાની જરૂર નથી કે ટિબેટન ભાષાંતરકારો એટલી બધી ચોકસાઈથી પોતાનું કામ કરતા કે તેમના ભાષાંતરમાં નવી ભૂલ ન ઉમેરાતી, જો મૂળમાં ભૂલ હોય તો તે ભાષાંતરમાં આવતી જ. એટલે ભાષાંતરકારો અર્થજ્ઞ હોય તે કરતાં ભાષાશ વધારે હતા. જો એ ભાષાંતરકારો પૂર્ણપણે વિષયના જ્ઞાતા હોત તો દેખીતી રીતે ભૂલભરેલા આદર્શગત પાઠનું યથાર્થ ભાષાંતર કરી તેમાં આદર્શ પાઠની ભૂલ ન આણત.
૧
૧
૩. N પ્રતિ : આ પ્રતિ હેતુબિંદુટીકાની ‘આલોક' સંજ્ઞક અનુટીકાની છે. એની પૂરી નકલ નેપાળના રાજગુરુ પં. શ્રીહેમરાજ પાસેથી ત્રિપિટકાચાર્ય શ્રી રાહુલ સાંકૃત્યાયન દ્વારા પ્રાપ્ત થયેલી. તે પ્રતિ સાવ ત્રુટિત પ્રતિ ઉપરથી થયેલી નકલ છે. તે પ્રતિ કાગળ ઉપર લખાયેલી છે. તેનાં પત્રોની પહોળાઈ ઇંચ, લંબાઈ ઈંચ અને પત્રસંખ્યા ૮૧ છે. પત્રો બધાં જ અસ્તવ્યસ્ત હતાં. જો આગળ જતાં P પ્રતિની મદદ મળી ન હોત તો આ પ્રતિનો કશો જ ઉપયોગ કરી શકાત નહિ, અને પત્રસંખ્યા, જે અમે પાછળથી વ્યવસ્થિત કરી તે પણ અત્યંત મુશ્કેલ હતું. આ પ્રતિ સાવ ત્રુટિત અને અશુદ્ધ હોવા છતાં તેણે P પ્રતિ વાંચવામાં એટલી બધી મદદ કરી છે કે તેને લીધે તેનું ત્રુટિતપણું જરાય સાલતું નથી. અહીં એ પણ કહેવું જોઈએ કે જો આ પ્રતિ ન હોત તો અમારે માટે P પ્રતિનો ઉપયોગ કરવાનું કામ પણ કદાચ જતું કરવું પડત અને અત્યારે જે રૂપમાં આદર્શ અનુટીકા છપાઈ છે તે રૂપમાં કદી સુલભ ન થાત.
૪. P પ્રતિ : આ પટણામાંની બિહાર એન્ડ ઓરિસા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના સંગ્રહમાં રહેલા ટિબેટથી મૂળ સંસ્કૃત ગ્રંથોના લાવવામાં આવેલા ફોટાઓમાં રહેલ હેતુબિંદુટીકાલોકના ફોટા ઉપરથી ફરી લીધેલ ફોટા
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૭૬૦ અનેકાન્ત ચિંતન છે. ઇન્સ્ટિટ્યૂટમાંના મૂળ ફોટાનો પરિચય શ્રી રાહુલજીએ ન્યાયબિંદુઅનુટીકા તરીકે ભૂલથી આપ્યો છે, પણ વસ્તુતઃ તે હેતુબિંદુટીકાની અનુટીકા “આલોક' જ છે.
ટિબેટના ભંડારમાં રહેલ મૂળ સંસ્કૃત પ્રતિ તાડપત્ર ઉપર લખાયેલી છે. તેનાં પત્રો ૭૦ છે, જે ૨૦ ફોટોપ્લેટમાં સમાવી લેવામાં આવ્યા છે. ફોટાના અક્ષરો બહુ જ બારીક અને કેટલેક સ્થળે સાવ અસ્પષ્ટ છે. લિપિ પ્રાચીન નેપાળી છે. આ પ્રાચીન લિપિ ઉકેલવામાં અને બારીક તેમ જ અસ્પષ્ટ અક્ષરો, જે સૂક્ષ્મદર્શક કાચની મદદથી પણ ઘણે સ્થળે વંચાતા નહિ, તેને વાંચવામાં ભગ્નાંગ N પ્રતિએ ઘણી વાર બહુ ઉપયોગી મદદ કરી છે.
પ્રતિપ્રાપ્તિ s પ્રતિ : ઈ. સ. ૧૯૨૬ના માર્ચ માસમાં મળી આવેલી. જ્યારે અમે ગૂજરાત વિદ્યાપીઠમાં રહી સન્મતિતર્કનું સંપાદન કરતા ત્યારે એની તડપત્રીય પ્રતિઓ મેળવવા પાટણ ગયેલા. તે વખતે અણધારી રીતે હેતુબિંદુ (ટીકા) અને તત્ત્વોપપ્લવ બને ગ્રંથો મળી આવ્યા. અમે એ બન્નેનો ઉપયોગ સન્મતિના સંપાદનમાં તો કર્યો જ, પણ આગળ જતાં એ બન્ને ગ્રંથોનું સંપાદન કરવાનું પણ ઠર્યું. છેવટે તત્ત્વોપપ્લવ પ્રથમ પ્રસિદ્ધ થયો અને આ હેતુબિંદુની પ્રતિ અત્યારે પ્રકાશમાં આવે છે.
T પ્રતિ શ્રીયુત પુરુષોત્તમ તારકસ M. A., LL. B. એ ટિબેટન ભાષાનો અભ્યાસ કરતી વખતે શાંતિનિકેતન-વિશ્વભારતીમાંથી મેળવેલી, અને જ્યારે તેઓ ૧૯૩૭માં પોતાના અભ્યાસને પરિણામે તેના પાઠાંતર પૂરતું પ્રતિસંસ્કૃતરૂપાંતર લઈ અમને મદદ કરવા કાશીમાં આવ્યા ત્યારે ફરી એ ટિબેટન ભાષાંતર પણ સામે રાખવામાં આવ્યું, જેને લીધે એક બાજુથી તેમણે પોતાનું પ્રતિસંસ્કૃત સુધાર્યું, અને બીજી બાજુથી અમને પાઠ-સંશોધન, પાઠપૂર્તિ અને પાઠાંતર લેવા આદિમાં ભારે કીમતી મદદ મળી.
N પ્રતિ શ્રી રાહુલજી ટિબેટની બીજી યાત્રા વખતે નેપાળથી લાવેલ. તે અમને મળી, અને તેના ઉપરથી એક પ્રેસ કૉપી આચાર્ય શ્રી જિનવિજયજીએ શેઠ શાંતિલાલ વનમાળી પાસે કરાવી લીધી. એ અસલી પ્રતિ અને પ્રેસકૉપી બને આખા સંપાદન દરમિયાન ઉપયોગી સિદ્ધ થયાં.
P પ્રતિ : આ ફોટોપ્રતિ પટના જઈ ૧૯૪૨ના ઉનાળામાં પં. દલસુખ માલવણિયા અને શ્રી નથમલજી ટાટિયા M. A. બન્નેએ મેળવી, અને તેના
Page #186
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય • ૧૭૭ ઉપરથી ૧૯૪૩માં પંડિત માલવણિયાએ પ્રેસયોગ્ય કેટલીક વાચના તૈયાર કરી અને બાકીની વાચના ૧૯૪૩ના છેલ્લા ત્રણ માસમાં તેમણે પં. મહેન્દ્રકુમાર અભય”ની મદદથી પૂરી કરી.
ઉપર્યુક્ત પ્રતિઓ ઉપરથી કરવામાં આવેલ આખા સંપાદનકાર્ય દરમિયાન તુબિંદુટીકા અને તેની ટીકા “આલોક બન્નેમાં ચર્ચાયેલા વિષયો અને આવેલાં અવતરણોને લગતા અનેક લભ્ય ગ્રંથોનો ઉપયોગ કર્યો છે. તેને આધારે અનેક સ્થળે પાઠશુદ્ધિમાં મદદ મળી છે અને ટીકા તેમજ અનુટીકામાં આવેલ અનેક અવતરણોનાં મૂળ મળી આવ્યાં છે, જે તે તે સ્થાને નોંધવામાં આવ્યાં છે.
હેતુબિંદુટીકાના મુદ્રાણમાં S અને T પ્રતિઓના પત્રકો [ ] આવા કોષ્ટકમાં આપ્યા છે, અને આલોકના મુદ્રણમાં P પ્રતિના પત્રકો પણ તેવા જ કોષ્ટકમાં આવ્યા છે. “a' પત્રની પહેલી બાજુ સૂચવે છે જ્યારે "b' તેની બીજી બાજુ સૂચવે છે.
મુદ્રણમાં હતુબિંદુટીકાના જે ચાર મુખ્ય ભાગ પાડેલા છે તે અમે પાડેલા છે; અલબત્ત, બીજા અને ત્રીજા ભાગનું વિષયાનુરૂપે નામકરણ 7 પ્રતિમાં છે. પહેલા અને ચોથા ભાગનું નામકરણ Tમાં નથી, પણ અમે એ ચારે ભાગોનું વિષયાનુરૂપ નામકરણ કર્યું છે. એ પણ ફેર નોંધવો જોઈએ કે અમારું વિષયાનુરૂપ નામકરણ તે તે વિષયની ચર્ચાના પ્રારંભમાં છાપ્યું છે, જ્યારે T પ્રતિના બીજા અને ત્રીજા એ બન્ને નામકરણો તે તે વિષયની ચર્ચાને અંતે આવે છે.
આ ચાર મુખ્ય વિષયવિભાગ ઉપરાંત બીજાં પણ અનેક શીર્ષકો તે તે સ્થાને ચર્ચાતા અગત્યના વિષયોને લક્ષમાં લઈ તેની સૂચના અર્થે અમે જ કયાં છે.
આ સંસ્કરણમાં સાત પરિશિષ્ટો જોડેલાં છે. તેમાંથી પહેલા પરિશિષ્ટમાં હેતુબિંદુ મૂળગત દાર્શનિક અને વિશેષ નામો આપેલાં છે. બીજા પરિશિષ્ટમાં ટીકાગત વિશેષ નામો છે. ત્રીજામાં ટીકાગત અવતરણો અને ચોથામાં દાર્શનિક શબ્દો છે. પાંચમા પરિશિષ્ટમાં “આલોક' અનુટીકાગત વિશેષ નામો છે અને છઠ્ઠામાં આલોકગત અવતરણો છે. સાતમા પરિશિષ્ટમાં ટિબેટન ભાષાંતરને આધારે તેમ જ ટીકા અને અનુટીકામાં આવેલ પ્રતીકોને આધારે નિષ્પન્ન થઈ શક્યો તેવો મૂળ હેતુબિંદુ પાઠ આપવામાં આવ્યો છે. અંતે શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૭૮ · અનેકાન્ત ચિંતન
રિ] ગ્રંથકારો ૧. ધર્મકીર્તિ
પ્રસ્તુત સંસ્કરણમાં મૂળ ગ્રંથ હેતુબિંદુ છે. તેનો કર્તા છે ધર્મકીર્તિ. ધર્મકીર્તિનું જીવન કોઈ ભારતીય ભાષામાં હોય તો તે ઉપલબ્ધ નથી. એના જીવન વિશે જે કાંઈ હકીકત મળે છે તે અત્યારે માત્ર ટિબેટન સાહિત્યમાં મળે છે. ટિબેટન લેખકોમાં મુખ્ય છે બુસ્તન' (Buston) અને લામા તારાનાથ. આ બન્ને લેખકોનાં લખાણોને આધારે પ્રો. શેરબાસ્કીએ ધર્મકીર્તિનું જીવન Buddhist Logic Vol. 1ની પ્રસ્તાવના પૃ. ૩૪માં સંક્ષેપમાં આપ્યું છે. જોકે આ પહેલાં ડૉ. સતીશચંદ્ર વિદ્યાભૂષણે મુખ્યપણે લામા તારાનાથને આધારે History of Indian Logicમાં પૃ. ૩૦૩ ઉપર આપ્યું છે. ટિબેટન સાહિત્ય ધર્મકીર્તિનું જીવન વર્ણવે ખરું, પણ તે જેવું વર્ણવે છે તે પૂર્ણપણે ઐતિહાસિક તો નથી જ, છતાં એ પૌરાણિક જેવા લાગતા જીવનમાં ઘણી બાબતો સાચી હોવા વિશે જરાય શંકા રહેતી નથી. ડૉ. વિદ્યાભૂષણ કરતાં પ્રો. શેરબાસ્કીનું વર્ણન પ્રમાણમાં ટૂંકું છે અને કાંઈક વધારે સત્યની નજીક છે, તેથી અમે તે વર્ણન છે તેવું જ અહીં ઉતારી લેવાનું પસંદ કર્યું છે.
“Dharmakirti was born in the South, in Trimalaya (Tirumalla ?) in a brahmin family and received a brahmanical education. He then became interested in Buddhism and adhered at first as a lay member to the Church. Wishing to receive instruction from a direct pupil of Vasubandhu he arrived at Nalanda, the celebrated seat of learning where Dharmapala, a pupil of Vasubandhu, was still living, although very old. From him he took the vows. His interest for logical problems being aroused and Dignaga no more living, he directed his steps towards Iśvarasena, a direct pupil of the great logician. He soon surpassed his master in the understanding of Dignaga's system. Iśvarsena is reported
9. History of Buddhism (Chos-hbyung) by Buston-Materialien
zur Kunde des Buddhismus Heidelberg, 1931. Translated from Tibetan by Dr. E. Obermiller.
Page #188
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૭૯ to have conceded that Dharmakirti understood Dignaga better than he could do it himself. With the assent of his teacher Dharmakirti then began the composition of a great work in mnemonic verse containing a thorough and enlarged commentary on the chief work of Dignaga.
"The remaining of his life was spent, as usual, in the composition of works, teahing, public discussions and active propaganda. He died in Kalinga in a monastery founded by him, surrounded by his pupils.
"Notwithstanding the great scope and success of his propaganda, he could only retard, but not stop the process of decay which befell Buddhism on its native soil. Buddhism in India was doomed. The most talented propagandist could not change the run of history. The time of Kumarila and Sankaracarya, the great champions of brahmanical revival and opponents of Buddhism, was approaching. Tradition represents Dharmakirti as having combated them in public disputation and having been victorious. But this is only an afterthought and a pious desire on the part of his followers. At the same time it is an indirect confession that these great brahmin teachers had met with no Dharmakirti to oppose them. What might have been the deeper cause of the decline of Buddhism in India proper and its survival in the border lands, we never perhaps will sufficiently know, but historians are unanimous in telling us that Bhddhism at the time of Dharmakirti was not on the ascendency, it was not flourishing in the same degree as at the time of the brothers Asanga and Vasubandhu. The popular masses began to deturn their face from that philosophic, critical and pessimistic religion, and reverted to the worship of the great brahmin gods. Buddhism was beginnings its migration to the north where it found a new home in Tibet, Mongolia and other countries.
“Dharmakirti seems to have had a forboding of the
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૮૦ ૦ અનેકાન્ત ચિંતન
ill fate of his religion in India. He was also grieved by absence of pupils who could fully understand his system and to whom the continuation of his work could have been entrusted. Just as Dignaga had no famous pupil, but his continuator emerged a generation later, so was it that Dharmakirti's real continuator emerged a generation later in the person of Dharmottara. His direct pupil Devendrabuddhi was a devoted and painstaking follower, but his mental gifts were inadequate to the task of fully grasping all the implications of Dignaga's and his own system of transcendental epistemology. Some verses of him in which he gives vent to his deepest feelings betray this pessimistic mentality.
"The second introductory stanza of his great work1 is supposed to have been added later, as an answer to this critics. He there says, "Mankind is mostly addicted to platitudes, they don't go in for finesse. Not enough that they do not care at all for deep sayings, they are filled with hatred and with the filth of envy. Therefore neither do I care to write for their benefit. However, my heart has found satisfaction in this (my work), because through it my love for profound and long meditation over (every) well spoken word has been gratified"
"And in the last but one stanza of the same work he again says, "My work will find no one in this world who would be adequate easily to grasp its deep sayings. It will be absorbed by, and perish in, my own person, just as a river (which is absorbed and lost) in the ocean. Those who are endowed with no inconsiderable force of reason, even they cannot fathom its depth. Those who
9. Pramāṇavārttika.
२. प्राय: प्राकृतसत्तिरप्रतिबलप्रज्ञो जनः केवलं,
नाऽनर्थ्येव सुभाषितैः परिगतो विद्वेष्ट्यपीर्ष्यामलैः । तेनाऽयं न परोपकार इति नश्चिन्ताऽपि चेतस्ततः, सूक्ताभ्यासविवर्धितव्यसनमित्यत्राऽनुबद्धस्पृहम् ॥
Page #190
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય • ૧૮૧ are endowed with exceptional intrepidity of thought, even they cannot perceive its highest truth."
"Another stanza is found in anthologies and hypothetically ascribed to Dharmakirti, because it is to the same effect. The poet compares his work with a beauty which can find no adequate bridegroom. What was the creator thinking about when he created the bodily frame of this beauty ! He has lavishly spent the beauty stulf ! He has not spared the labour ! He has engendered a mental fire in the hearts of people who thereto fore were living placidly ! And she herself is also wretchedly unhappy, since she never will find a fiance to match her !"
“In this personal character Dharmakirti is reported to have been very proud and self-reliant, full of contempt for ordinary mankind and sham scholarship. Taranatha tells us that when he finished his great work, he showed it to the pandits, but he met with no appreciation and no good will. He bitterly complained of their slow wits and their envy. His enemies, it is reported, then tied up the leaves of his work to the tail of a dog and let him run through the streets where the leaves became scattered. But Dharmakirti said, “Just as this dog runs thorugh all streets, so will my work be spread in all the world.”
१. अनध्यवसितावगाहनमनल्पधीशक्तिना
प्यदृष्टपरमार्थतत्त्वमधिकाभियोगैरपि । मतं मम जगत्यलब्धसदृशप्रतिग्राहकं प्रयास्यति पयोनिधेः पय इव स्वेदेहे जराम् ।।
-Quoted in Dhvanyaloka (N. S. P. 1891), p. 217. २. लावण्यद्रविणव्ययो न गणित: क्लेशो महानजितः,
स्वच्छंदं चरतो जनस्य हृदये चिन्ताज्वरो निर्मितः । एषाऽपि स्वयमेव तुल्यरमणाभावाद्वराकी हता,
sefarare a real faffedestacij praat 1 lbid. p. 216.
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૮૨ ૦ અનેકાન્ત ચિંતન
શેરબાન્સ્કીએ આપેલા ઉપરના જીવનમાં સમયનો પ્રશ્ન ચર્ચાયો નથી, જ્યારે તે પ્રશ્ન ડૉ. વિદ્યાભૂષણ અને શ્રી રાહુલજીએ ચર્ચો છે. વિદ્યાભૂષણ ધર્મકીર્તિનો અસ્તિત્વ-સમય ઈ. સ. ૬૩૫-૬૫૦ ધારે છે, જ્યારે રાહુલજી (વાદન્યાયની પ્રસ્તાવના) તેમાં થોડો જ ફેરફાર સૂચવી તે સમયને ૬૨૫થી શરૂ કરે છે. આ સમય એટલે જન્મસમય લેખવાનો નથી. એ માત્ર તેના કાર્યકાળનો સૂચક છે. આ વિશે કોઈ એક ચોક્કસ નિર્ણય ઉપર આવવું એ શક્ય નથી, તેમ છતાં પંડિત મહેન્દ્રકુમાર ન્યાયાચાર્યે અકલંકગ્રંથત્રયની પ્રસ્તાવના(પૃ. ૧૮-૨૩)માં એ સમય વિશે જે ઊહાપોહ કર્યો છે તે વિશેષ સંગત લાગતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે. તે પ્રમાણે ધર્મકીર્તિનો સમય ૬૨૦ થી ૬૯૦ આવે છે. ગમે તેમ હો, પણ ધર્મકીર્તિ સાથે સંબંધ ધરાવનાર કેટલાક આગળપાછળના મહત્ત્વના વિદ્વાનોનું પૌર્વાપર્ય નક્કી કરવામાં તો સંદેહને ભાગ્યે જ સ્થાન રહે છે. અમારા વિચાર પ્રમાણે તે પૌર્વાપર્ય નીચે પ્રમાણે છે.
વૈયાકરણ ભતૃહિર, ઉદ્યોતકર, ઈશ્વરસેન અને કુમારિલ` એ ચારેય ધર્મકીર્તિના સમકાલીન હોવા છતાં તેના કરતાં ઓછેવત્તે અંશે વૃદ્ધસમકાલીન હોવા જોઈએ, કેમકે ધર્મકીર્તિ ઈશ્વરસેનનો શિષ્ય લેખાય છે અને હેતુબિંદુ આદિમાં તેના મતની, અર્ચટ આદિ ટીકાકારોના કથનાનુસાર, સમાલોચના પણ કરે છે. એ જ રીતે તે ઉદ્યોતકર, ભર્તૃહરિ અને કુમારિલ એ ત્રણેનાં મંતવ્યોની તીવ્ર સમાલોચના પણ કરે છે, જ્યારે તે ત્રણ વિદ્વાનો પૈકી કોઈપણ ધર્મકીર્તિના વિચારની સમાલોચના કરતા હોય તેવું ચોક્કસ પ્રમાણ મળતું નથી.
જૈનતાર્કિક સમંતભદ્ર અને પ્રભાકર એ બન્ને ધર્મકીર્તિના સમકાલીન હોવા છતાં લઘુસમકાલીન છે, કેમકે સમંતભદ્ર ધર્મકીર્તિના પ્રમાણવાર્તિકગત પ્રથમ પરિચ્છેદનું અનુકરણ કરી આપ્તમીમાંસા રચે છે.
વ્યોમશિવ, અકલંક, હરિભદ્ર, જયંતષ એ ચારેય ધર્મકીર્તિના
૩
*
૧. અકલંકગ્રંથત્રય પ્રસ્તાવના પૃ. ૧૯.
૨. વ્યોમવતી પૃ. ૩૦૬, ૩૦૭, ૬૮૦ આદિ. તુલના કરો પ્રમાણવાર્તિક ૧૧૩, ૧૪, ૧૫; ૩-૬૭, ૬૮-૬૯.
૩. અકલંકગ્રંથત્રય, પ્રસ્તાવના પૃ. ૨૫
૪. શાસ્ત્રવાર્તાસમુચ્ચય પૃ. ૪, ૧૫-૩૨; અનેકાંતજયપતાકા રૃ. ૨૩, ૩૩.
Page #192
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૮૩
ઉત્તરવર્તી છે, કેમકે તે બધા ધર્મકીર્તિનાં મંતવ્યોનું ખંડન કરે છે. ધર્મકીર્તિના ગ્રંથો અને તેની વ્યાખ્યાઓની જે માહિતી શ્રી રાહુલજીએ વાદન્યાયનાં પરિશિષ્ટોમાં પૂરી પાડી છે તેને આધારે અહીં નીચે મૂળ ગ્રંથો અને વ્યાખ્યાઓનું કોષ્ટક આપવામાં આવે છે
ધર્મકીર્તિના ગ્રંથો અને તેની વ્યાખ્યાઓ.
ગ્રંથનામ
વ્યાખ્યાઓ
१. प्रमाणवार्तिक १. स्वोपज्ञवृत्ति
२. पञ्जिका
३. टीका
४. भाष्य
२. प्रमाणविनिश्चय
३. न्यायबिन्दु
(प्रमाणवार्तिकालंकार)
१. भाष्यटीका
२. भाष्यटीका
५. टीका
६. टीका
७. टीका
१. टीका
२. टीका
१. टीका
१. धर्मोत्तरप्रदीप
२. टिप्पण
२. टीका
વ્યાખ્યાકર્તા
धर्मकीर्ति
देवेन्द्रमति
शाक्यमति
प्रज्ञाकरगुत
जयानन्त
यमारि
शंकरानन्द
रविगुप्त
मनोरथनन्दी
धर्मोत्तर
ज्ञान श्रीभद्र
धर्मोत्तर
दुर्वेक
मल्लवादी
विनीतदेव'
વિશેષ
प्रकाशित
भोट भाषान्तर
भोट भाषान्तर
अप्रकाशित
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
प्रकाशित
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
दुखो प्रभाशवार्तिङ उ, १८१; १, २१८.
५. न्यायमं४री लाग २, पृ.१०७, १८१.
૧. ડૉ. વિદ્યાભૂષણ વિનીતદેવનો જે સમય માને છે તેનાથી કાંઈક પાછળનો समय राहुल माने छे विशेष भाटे हुआ History of Indian Logic P. 320 जने वाहन्यायनी राहुलकनी प्रस्तावना :
प्रकाशित
प्रकाशित
अप्रकाशित
प्रकाशित
भोट भाषान्तर
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૮૪ ૦ અનેકાન્ત ચિંતન
४. हेतुबिन्दु
५. संबन्धपरीक्षा'
६. वादन्याय
३. टीका
४. टीका
१. टीका (विवरण)
१. आलोक
२. टीका
१. वृत्ति
२. टीका
३. टीका
१. टीका
२. टीका
७. सन्तानान्तरसिद्धि
१. टीका
कमलशील
जिनमित्र
अर्चट (धर्माकरदत्त) प्रकाशित
दुर्वेक
प्रकाशित
विनीतदेव
धर्मकीर्ति
विनीतदेव
शंकरानन्द
विनीतदेव
शान्तरक्षित
विनीतदेव
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
भोट भाषान्तर
प्रकाशित
भोट भाषान्तर प्रकाशित
૨. અર્ચટ
પ્રસ્તુત સંસ્કરણમાં બીજો ગ્રંથ હેતુબિંદુટીકા છે. તેનો કર્તા અર્ચટ છે. નામ ઉપરથી તે કાશ્મીરી લાગે છે, અને લામા તારાનાથ તે વાતનું સમર્થન પણ કરે છે. એ જાતે બ્રાહ્મણ હતો. હેતુબિંદુટીકાના ટિબેટન ભાષાંતરમાં ત્રણ स्थण ‘ब्राह्मणाचेतन' खेम योज्यो निर्देश छे (पृ. १४८, १६६, २२८). खेनुं जीभुं नाम धर्मा२६त्त छे (पृ. २33, २६१ ). खेम लागे छे } પાછળથી અર્ચટ બૌદ્ધ ભિક્ષુ થયો હોય, અને ભિક્ષુઅવસ્થાનું એ બીજું નામ होय. हुर्वे, अर्यट साथे 'लट्टे' विशेषण (पृ. २३३, २४१, २४3, 333, 3४3, 3७०, ३७७) योठे छे भ्यारे धर्मोऽरहत्त नाम साथै लहंत (पृ. ૨૬૧) વિશેષણ યોજે છે, જે ભિક્ષુ માટે જ પ્રયુક્ત થાય છે. અનુટીકાકાર દુર્વેક મિશ્ર પોતાની વ્યાખ્યા ‘આલોક’ના પ્રારંભમાં જ (પૃ. ૨૩૩) એ બન્ને નામોનો નિર્દેશ કરે છે.
भोट भाषान्तर
भोट भाषान्तर
૧. જુઓ પ્રમેયકમલમાર્તંડ પૃ. ૫૦૪-૧૧ અને સ્યાદ્વાદરત્નાકર પૃ. ૮૧૨-૧૪ २. History of Indian Logic, p. 329-32.
Page #194
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૮૫
અર્ચટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પોતાના લખાણ ઉપરથી (પૃ. ૮૨, ૮૭) તેમ જ દુર્વેકના વ્યાખ્યાન ઉ૫૨થી ઓછામાં ઓછી એની નીચેની ત્રણ કૃતિઓ હોવા વિશે જરાય સંદેહ રહેતો નથી— ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭, ૩૨૭) ૨. પ્રમાણદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯)
૩. હેતુબિંદુટીકા.
અર્ચટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયંત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્તરોના મતો વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારોની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પોતાની જીવનમાં કદાચ સુયોગ શિષ્ય લાધ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તો તેને અર્ચટ જેવા અનેક સુયોગ્ય શિષ્યો સાંપડ્યા છે.
ન્યાયબિંદુટીકાકાર ધર્મોત્તર તે આ જ અર્ચટનો શિષ્ય છે. એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમ કે તારાનાથ ધર્મોત્તરને ધર્માકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશે છે, જે ધર્માકરદત્ત પોતે અર્ચટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદંત થયા પછી જ ધર્માકરદત્તે શિષ્યદીક્ષા આપી હોય.૧
અર્ચટનો સમય ધર્મકીર્તિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકીર્તિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞાકરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેનો જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તો માનવો જ જોઈએ. ૩. દુર્વેક મિશ્ર
પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રંથ અર્ચટની ટીકાની ‘આલોક’ નામક વ્યાખ્યા છે, જેનો કર્તા દુર્વેક મિશ્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ. ૪૧૧). એ પ્રશસ્તિ ઉ૫૨થી નીચેની હકીકત સ્પષ્ટપણે ફલિત થાય છે ઃ
૧. તે પોતે વિક્રમશીલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ટિબેટમાં ગયેલ જિતારિ આચાર્યનો વિદ્યાશિષ્ય હતો.
૧. History of Indian Logic, p. 329.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૮૯ - અનેકાન્ત ચિંતન - ૨. તે પોતે બ્રાહ્મણ હતો અને ધનદરિદ્ર હતો. સંભવ છે કે તે વિક્રમશીલા વિદ્યાપીઠમાં અધ્યાપકનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરંપરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમ કે એવા અધ્યયન સિવાય અર્ચટના ગંભીર વિચારની આવી બહુ પારદર્શી વ્યાખ્યા થઈ શકે નહિ.
. એની વ્યાખ્યામાં એના પોતાના રચેલા પાંચ ગ્રંથોનો નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછા “આલોક” ઉપરાંત પાંચ ગ્રંથો તો રચ્યા જ હોવા જોઈએ. - આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિંદુની અનુટીકા છે, તેની ફોટોપ્રતિ પટના રિસર્ચ સોસાયટીમાંના સંગ્રહમાં છે.
આ પાંચે ગ્રંથોનાં નામ નીચે મુજબ છે :૧. ધર્મોત્તરપ્રદીપ (પૃ. ૨૫૯, ૩૦૮, ૩૩૭). ૨. સ્વયૂટ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭૨). ૫. ચતુઃશતી (પૃ. ૩૭૦, ૩૭૨)
એમ લાગે છે કે દુર્વેક મિશ્ર જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશીલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશીલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મૈથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેંકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિરોધ હોવા છતાં વિદ્યા અને તત્ત્વચિંતનના પ્રદેશમાં ઘણી વાર બન્નેનો વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વયસંસ્કૃતિનું નિર્માણ થાય છે. - દુર્વેક મિશ્રના ગ્રંથો ઉપલબ્ધ થયા ન હોત તો તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેનો નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથોમાં કે નથી ભારતીય લેખકોના ગ્રંથોમાં. અર્ચને તો જૈન વિદ્વાનો નામપૂર્વક નિર્દેશ છે,
જ્યારે બ્રાહ્મણ દુર્વેક માત્ર એના પોતાના જ ગ્રંથોમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિંદુ-અનુટીકાનાં પત્રો મળ્યાં છે તે
૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૮૭ ઘણું કરી દુર્વેક મિશ્રના હોવાં જોઈએ. જો તેમ ઠરે તો એમ માનવું જોઈએ કે ગમે ત્યારે કોઈ ને કોઈ જૈન વિદ્વાને દુર્વેકના લખાણને ભારતમાં સંઘરવા ને તેનો ઉપયોગ કરવા પ્રયત્ન કરેલો.
દુર્વેકનું પાંડિત્ય એક દાર્શનિક મૈથિલ બ્રાહ્મણને શોભા આપે એવું છે. તે બહુશ્રુત છે અને વૈયાકરણ પણ. આની પ્રતીતિ તેની વ્યાખ્યામાં પદે પદે થાય છે. તેની વ્યાખ્યા અર્ચટની વિવૃતિને અનુરૂપ જ છે. તે જયારે જ્યારે અર્ચટનાં પ્રતીકો લઈ તેનું વ્યાખ્યાન કરે છે ત્યારે બહુધા પૂર્વપક્ષરૂપે કે ઉત્થાનરૂપે અર્ઘટના વક્તવ્યનું હાર્દ પૂર્ણપણે વ્યક્ત કરતો લાગે છે. તે વિચારમાં સ્વતંત્ર છે. કેટલેક સ્થળે અર્ઘટના મંતવ્યથી તે જુદો પડી પોતાનું સ્વતંત્ર મંતવ્ય દર્શાવે છે. આ ઉપરથી એક એ બાબત ફલિત થાય છે કે બૌદ્ધ વિદ્યાપીઠોમાં વિચારસ્વતંત્ર્યનું વાતાવરણ અવશ્ય હતું. જે અચંટને તે ગુરુરૂપે નિર્દેશે છે તેના જ મંતવ્યથી તે જુદો પણ પડે છે, એ જ વિચાર સ્વાતંત્ર્યની ભૂમિ સૂચવે છે. - દુર્વેકનો સમય ઈ. સ. દશમા સૈકાના અંતિમ ચરણથી અગિયારમાં સૈકાના પૂર્વાર્ધ સુધી તો માનવો જ જોઈએ, કેમકે તે દીપકર જ્ઞાનશ્રીના ગુરુ જિતારિનો વિદ્યાશિષ્ય હતો અને જિતારિ તેમ જ જ્ઞાનશ્રી બન્ને દશમ શતકના અંતિમ પાદમાં તો હતા જ. વળી દુર્વેક મિશ્રની અનેક કૃતિઓ અને તેનું બહુમુખી પાંડિત્ય પણ તેના જીવનની લાંબી અવધિ સૂચવે છે.
[૩] ગ્રંથ પરિચય ૧. હેતુબિંદુ
પ્રસ્તુત હેતુબિંદુનો પરિચય કરીએ તે પહેલા એ જાણવું જરૂરી છે કે ધર્મકીર્તિએ હેતુબિંદુ અને બીજા ગ્રંથો રચ્યા તે તેણે વારસામાં મળેલ કેવા પ્રકારના વિચાર અને સાહિત્યને આધારે રચ્યા ? ધર્મકીર્તિના ગ્રંથોમાં પ્રતિપાદિત થયેલા વિચાર અને વપરાયેલી પરિભાષા આદિનો ઐતિહાસિક પરિચય પૂર્ણપણે તો કરાવવો અસંભવિત છે, તેથી અહીં એનું ટૂંકમાં દિગ્દર્શન કરાવવા ધારીએ છીએ. આ કારણથી અમે આ સ્થળે મુખ્યપણે બે મુદ્દા પૂરતી જ ચર્ચા કરવા ધારી છે. તે મુદ્દા છે–
(૧) પ્રમાણવિચાર અને તેનો અંગભૂત ન્યાયવિચાર તેમ જ ન્યાયના
૧. હેતુબિંદુટીકાલોક પૃ. ૨૪૩, ૨૬૨, ૨૭૧, ૩૦૩, ૩૬૩, ૩૯૩ આદિ.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૮૮ ૦ અનેકાન્ત ચિંતન
અંગભૂત હેતુ આદિ પ્રમેયનો વિચાર કયા લક્ષ્યની સિદ્ધિ અર્થે ઉત્પન્ન થયો અને વિકસ્યો ?
(૨) આ વિચારોને સંઘરતું અને વિકસાવતું સાહિત્ય કેવી રીતે પલટા લેતું ગયું અને ધીરે ધીરે છતાં અખંડપણે ધર્મકીર્તિ સુધી આવ્યું ?
તત્ત્વ અને સત્યશોધનનો પ્રયત્ન ભારતમાં હજારો વર્ષ પહેલાં શરૂ થવાની વાત હવે કોઈથી અજાણી નથી. સત્યશોધનનો પ્રયત્ન બે રીતે ચાલતો : કેટલાક વિરલ પુરુષો માત્ર આધ્યાત્મિક દૃષ્ટિએ તત્ત્વશોધન ભણી પ્રેરાતા, તો બીજા કેટલાક ભૌતિક અને બાહ્ય દૃષ્ટિએ એ દિશામાં વળતા. આવા શોધકોમાં જે જે વ્યક્તિઓ એક કે બીજી બાબતમાં પોતાનો કાંઈક પણ નવો ફાળો આપે તેવી પ્રતીતિકાર શોધ કરતી તે વ્યક્તિઓની આસપાસ શિષ્યમંડળ અને અનુયાયીમંડળ જામતું અને તેમાંથી તેથી પરંપરા સ્થિર થતી. ઘણી વાર એક જ બાબત પરત્વે જુદા જુદા બે કે તેથી વધારે શોધકોની શોધ પરસ્પર જુદી પડતી અને પરસ્પર અથડાતી પણ ખરી. મૂળ શોધક પોતાની શોધને જ યથાર્થરૂપે પ્રતીતિકર થાય તે રીતે રજૂ કરતો, જ્યારે એનું શિષ્યમંડળ એ જ વસ્તુને વધારે તર્કપુરસ્કર સ્થાપિત કરવા અને તેનો પ્રચાર કરવા મથતું. અનુયાયીમંડળ મુખ્ય શોધક અને તેના શિષ્યપરિવારમાં શ્રદ્ધા કેળવીને જ મુખ્યપણે તે શોધને પોષતું. આમ શોધ, પછી તે મુખ્યપણે પ્રમેય વસ્તુને લગતી હોય કે ચરિત્રને લગતી હોય, તેનું રક્ષણ, સંવર્ધન અને પલ્લવન થતું. આવી પ્રવૃત્તિ જ્યાં એક જ પ્રદેશમાં અનેકવિધ ચાલતી હોય ત્યાં શોધકોના વિચારો વચ્ચે અથડામણી થાય એ સ્વાભાવિક છે. આવી અથડામણીઓ મુખ્યપણે બે પ્રકારની જોવામાં આવે છે : એક સ્વપરંપરા પૂરતી અને બીજી અન્ય પરંપરાઓ સાથે. જ્યારે જ્યારે સ્વપરંપરા પૂરતી શોધને લગતી બાબતમાં ગુરુશિષ્ય વચ્ચે કે સબ્રહ્મચારી શિષ્યો વચ્ચે ચર્ચા થતી ત્યારે ત્યારે તે ચર્ચા જય કે પરાજયમાં ન પરિણમતાં માત્ર તત્ત્વજિજ્ઞાસાની તૃપ્તિમાં જ પરિણમતી, પણ જ્યારે જ્યારે બીજી પરંપરાઓ સાથે આવી ચર્ચા થતી ત્યારે ત્યારે ઘણી વા૨ તે જય-પરાજયમાં જ પરિણામ પામતી, અને તે તત્ત્વબુભુત્તુની કથા મટી વિજિગીષુની કથા બનતી.
કથા ગમે તે હોય, પણ તે જો અમુક નિયમોથી સીમિત હોય તો જ ફળદાયી નીવડે, એટલે સત્યશોધના ઉમેદવારોની ચર્ચામાંથી આપોઆપ તેમ
૧. વિશેષ માટે જુઓ પ્રમાણમીમાંસા ભાષાટિપ્પણ, પૃ. ૧૦૮-૨૩.
Page #198
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય • ૧૮૯ જ બુદ્ધિપૂર્વક કેટલાક નિયમો નક્કી થયા; તેમ જ કયું જ્ઞાન પ્રમાણ, કયું અપ્રમાણ, એવાં કયાં અને કેટલાં પ્રમાણો માનવાં અને ક્યાં ન માનવા ઇત્યાદિ વિચાર પણ થવા લાગ્યો. આને પરિણામે એક બાજુથી પ્રમાણવિદ્યા સ્થિર થતી ગઈ અને બીજી બાજુથી તેની જ અંગભૂત ન્યાય, તર્ક કે આન્વીક્ષિકી વિદ્યા સ્થિર થતી ચાલી. આ બન્ને વિદ્યાઓનો ઉપયોગ આધ્યાત્મિક શાસ્ત્રોમાં તેમ જ ભૌતિક કહેવાતા બધા જ વ્યાવહારિક શાસ્ત્રોમાં થતો રહ્યો. એક તો શોધના વિષયો જ ઘણા, બીજું એક એક વિષય પરત્વે જુદી પડતી માન્યતાઓ ઘણી અને એક એક શોધ તેમ જ તેના વિષયનું અમુક અંશે જુદું જુદું નિરૂપણ કરનાર પરંપરાઓ પણ ઘણી. તેથી કરીને સ્વાભાવિકપણે જ પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પણ અનેકવિધ પરંપરાઓ ઊભી થતી ગઈ. - મનુષ્યનું જન્મસિદ્ધ સહજ વલણ શ્રદ્ધાનુસારી હોઈ વારસામાંથી કે પરિસ્થિતિમાંથી જે મળ્યું હોય તેને ચલાવી કે નભાવી લેવામાં જ તે ચરિતાર્થતા અનુભવે છે. આમ છતાં કેટલાક અપવાદભૂત દાખલાઓ એવા પણ બને છે કે તેમાં અમુક પુરુષો વારસામાં મળેલ સંસ્કારોનું ઊંડું પરીક્ષણ કરે છે અને ઘણી વાર એ પરીક્ષાને પરિણામે માત્ર શ્રદ્ધાજીવી વિચારોની સામે થાય છે ને તેની વિરુદ્ધ નવો જ વિચાર મૂકે છે. નવા વિચારની પૃષ્ઠભૂમિકા મુખ્યપણે બુદ્ધિની શુદ્ધિ અને તર્કબળ તેમ જ ચરિત્રબળ હોય છે.
જ્યારે શરૂઆતમાં શ્રદ્ધા ઉપર બુદ્ધિ અને તર્ક પ્રહાર કરે છે ત્યારે સ્વાભાવિક રીતે જ શ્રદ્ધાજવી વિચારો બુદ્ધિ અને તર્કજીવી વિચારોને અવગણે છે; એટલું જ નહિ, પણ નિંદા સુધ્ધાં કરે છે. ભારતીય સંસ્કૃતિના ઇતિહાસમાં પહેલાં પણ આ ભૂમિકા પસાર થઈ છે. તેથી જ આપણે બ્રાહ્મણ, બૌદ્ધ અને જૈન એ બધી પરંપરાઓના પ્રાચીન સાહિત્યમાં તકવિદ્યાની નિંદા સાંભળીએ છીએ.' પણ આ ભૂમિકા લાંબો વખત ટકતી નથી. શ્રદ્ધા અને બુદ્ધિ બને છેવટે તો જીવનના અવિભાજ્ય અંગો હોઈ પરસ્પર માંડવાળ કરે છે ને અથડામણી ન થાય તે રીતે પોતપોતાના વિષયની મર્યાદા આંકે છે. આ જ શ્રદ્ધા અને બુદ્ધિના સમન્વયની ભૂમિકા કહેવાય. એને જ શાસ્ત્રોમાં અહેતવાદ-હેતવાદ તરીકે ઓળખાવેલ છે; અને છેવટે બધી પરંપરાઓએ એ બન્ને વાદોને માન્ય રાખી પોતપોતાની મર્યાદામાં તેના વિષયોની સીમા બાંધી છે. આ
૧. History of Indian Logic, p. 36. ૨. દા. ત. જુઓ સન્મતિ ૩ ૪૩-૪૫.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૯૦ ૦ અનેકાન્ત ચિંતન
સમન્વયની ભૂમિકામાં જ્યારે શ્રદ્ધાજીવી વિચારકોએ તર્કવિદ્યાની પ્રતિષ્ઠા કરી ત્યારે તેનું પોષણ વધારે થવા લાગ્યું. પછી તો આધ્યાત્મિક કે ભૌતિક બધી જ શોધના ક્ષેત્રમાં તર્કવિદ્યાનો પણ અભ્યાસ વધ્યો અને તેનાં શાસ્ત્રો પણ રચાતાં ચાલ્યાં. કોઈ પરંપરાએ પહેલાં તો કોઈએ પછી, પણ તર્કવિદ્યાનાં શાસ્ત્રો રચવામાં ઓછોવત્તો ફાળો આપ્યો જ છે. પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાની બાબતમાં પ્રાચીન ફાળો મુખ્યપણે ન્યાયપરંપરાના પુરસ્કર્તાઓનો જ છે. ચાણક્યના અર્થશાસ્ત્રમાં કે ચરકર જેવા શારીરવિજ્ઞાનશાસ્ત્રમાં જે તંત્રયુક્તિને નામે સંગ્રહ થયો છે તે મૂળમાં મોટે ભાગે ન્યાયપરંપરાનો ફાળો છે. પૂર્વમીમાંસક કે ઉત્તરમીમાંસક, સાંખ્ય કે યોગ, બૌદ્ધ કે જૈન એ એક પરંપરાના પ્રાચીનતમ ગ્રંથોમાં પોતપોતાનું આગવું હોય તેવું ન્યાયવિદ્યાનું બંધારણ ઘડાયેલું મળતું નથી, જેવું કે એ પરંપરાઓનાં પાછળનાં શાસ્ત્રોમાં મળે છે.
ન્યાયવિદ્યાના તે કાળ સુધીમાં ઘડાયેલા નિયમ-પ્રતિનિયમો અને ન્યાયના અંગ-પ્રભંગોને પોતાની પરંપરામાં જેમના તેમ અગર થોડા ફેરફાર સાથે અપનાવનાર પરંપરાઓમાં સૌથી મોખરે બૌદ્ધપરંપરા આવે છે. અલબત્ત, કદાચ આયુર્વેદ અને અર્થશાસ્ત્ર આદિ અન્ય વિજ્ઞાનોએ બૌદ્ધપરંપરા પહેલાં પણ ન્યાયવિદ્યાના નિયમ-પ્રતિનિયમો અને અંગપ્રત્યંગોને પોતામાં સમાવ્યાં હોય, પણ બૌદ્ધપરંપરાની વિશેષતા એ છે કે તેણે પોતાની પરંપરામાં ન્યાયવિદ્યાને સ્થાન આપ્યું તે માત્ર સંગ્રહ પૂરતું અને શોભા પૂરતું જ નહિ, પણ એમાં સંશોધન કરવાની દૃષ્ટિ સુધ્ધાં હતી, જ્યારે ચાણક્ય કે ચરક આદિને સંગ્રહથી આગળ વધવું ઇષ્ટ ન હતું. એ જ સબબ છે કે ઉત્તર કાળમાં બૌદ્ધપરંપરામાં જેવું એક ન્યાયશાસ્ત્ર સ્વતંત્ર નિર્માણ થયું તેવું અર્થશાસ્ત્રની પરંપરા કે આયુર્વેદની પરંપરામાં કશું બન્યું નહિ. બૌદ્ધપરંપરાએ જે કામ પહેલાં શરૂ કર્યું તે જૈનપરંપરાએ પાછળથી શરૂ કર્યું. ઉપલબ્ધ સાહિત્યને આધારે તો એમ પણ કહી શકાય કે મીમાંસક અને વેદાંત પરંપરાએ પોતપોતાનું પ્રમાણ તેમ જ ન્યાયશાસ્ત્ર તેથીયે પાછળથી વ્યવસ્થિત કર્યું.
૧. અર્થશાસ્ત્ર ૨૪૧, (ત્રિવેન્દ્રમ LXXXII) પ્રકરણ ૧૮૦. વિદ્યાભૂષણ : History of Indian Logic, p. 24.
૨. વિમાનસ્થાન, અ. ૮.
History of Indian Logic, p. 28.
Page #200
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૯૧
ઉપાયહૃદય' નામનો ગ્રંથ ચાઇનીઝ પરંપરામાં નાગાર્જુનને નામે ચડેલ છે. તે તેનો ન હોય, તોપણ તેના વિગ્રહવ્યાવર્તિની અને મધ્યમકકારિકા જોતાં એમ ચોક્કસપણે કહી શકાય કે તેણે બૌદ્ધપરંપરામાં કદાચ સૌથી પહેલાં પ્રમાણ અને ન્યાયવિદ્યા વિશે મૌલિક ચિંતન શરૂ કર્યું. મૈત્રેયનાથે યોગચર્યભૂમિશાસ્ત્રમાં અને તેના શિષ્ય અસંગે અભિધર્મસંગીતિમાં તેમ જ અસંગના શિષ્ય સ્થિરમતિએ અભિધર્મસંયુક્તસંગીતિમાં જે પ્રમાણવિદ્યા તેમ જ ન્યાયવિદ્યાનો સંગ્રહ કર્યો છે તે કોઈ મૌલિક નથી. ન્યાયપરંપરાની જુદી જુદી શાખાઓમાં થયેલા વિચારો જેમ એક અથવા બીજી રીતે અર્થશાસ્ત્ર, ચરક આદિમાં સંગૃહીત થયા તેમ જ મૈત્રેય, અસંગ આદિએ પણ સંગ્રહ કર્યો. અલબત્ત, એના સંગ્રહમાં સુધા૨ક દૃષ્ટિબિંદુ અવશ્ય હતું. તેથી જ તેમાં ન્યાયપરંપરાના પાંચ કે દશ અવયવોના સ્થાનમાં ત્રણ અવયવનો સુધારો તેઓ કરે છે, અગર બીજા કોઈનો સુધારો સ્વીકારે છે. અસંગનો લઘુભ્રાતા અને શિષ્ય વસુબંધુ આગળ વધે છે અને તે પોતાના વાદવિધિ આદિ ગ્રંથોમાં ત્રણ અવયવોના પૂર્વ સુધારાને કાયમ રાખી હેતુના ન્યાયપરંપરાસંમત પાંચ રૂપના સ્થાનમાં બૈરૂપ્સનો સુધારો કરે છે. તર્કશાસ્ત્ર વસુબંધુકર્તૃક હોય કે અન્યકર્તૃક, પણ તે દિનાગ પહેલાના કોઈ બૌદ્ધ તાર્કિકની કૃતિ છે એટલું તો નક્કી જ. એ તર્કશાસ્ત્રમાં પાંચ અવયવો વર્ણવેલ છે, પણ ન્યાયપરંપરાસંમત જાતિઓ અને નિગ્રહસ્થાનોમાં સુધારો વધારો કર્યો છે. આવો સુધારો બીજી રીતે ઉપાયહૃદયમાં પણ છે. પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણ મૈત્રેય અને અસંગની પેઠે સ્વીકાર્યા છતાં વસુબંધુ એની વ્યાખ્યામાં સુધારો કરે છે; એટલું જ નહિ, પણ તે તથાગત બુદ્ધની દૃષ્ટિને બંધબેસતું થાય તે રીતે આગમ પ્રમાણનું સ્થાન ગોઠવે છે અને કહે છે કે આગમ એ પ્રમાણ છે ખરું, પણ તે પ્રત્યક્ષ ને અનુમાનની ઉપર અવલંબિત હોઈ તે બન્ને કરતાં ગૌણ છે.
આ સ્થળે વસુબંધુ સ્પષ્ટપણે ન્યાયપરંપરાના દૃષ્ટિબિન્દુથી આગમ પ્રામાણ્યના મહત્ત્વની બાબતમાં જુદો પડે છે, કેમકે ન્યાયપરંપરા આગમને ઈશ્વરપ્રણીત માનતી હોવાથી તે અનુસારે લૌકિક પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ કરતાં અલૌકિક આગમનું સ્થાન ચડિયાતું છે. વસુબંધુનો શિષ્ય દિનાગ તો
૧. Tucci : Pre-Dinnaga Buddhist Texts Introduction, p. XI. ૨. On Some Aspects of the Maitraya [natha] and Asanga, Also JRAS 1929 માંનો Pre-Dignaga Buddhist Logic.
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૯૨ - અનેકાન્ત ચિંતન પોતાના પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ, હેતુચક્ર આદિ ગ્રંથોમાં અનેકવિધ સુધારાઓ કરે છે અને બૌદ્ધપરંપરામાં સર્વમાન્ય થાય તેવી ન્યાયવિદ્યાની સ્થાપના કરે છે. જોકે વસુબંધુ અને દિનાગના સમય પછી પણ બૌદ્ધપરંપરાઓમાં એવા અનેક પ્રકારનાં વિચારવહેણો હતાં જેઓ વસુબંધુ અને દિનાગને ન અનુસરતા, પણ પ્રાચીન મૈત્રેયનાથ આદિના ગ્રંથોમાં સંગૃહીત થયેલાં મંતવ્યોને અક્ષરશઃ માનતા કે જે મંતવ્યોને વસુબંધુ અને દિનાગ આદિએ સુધાર્યા અને પરિવર્તિત કર્યાં હતાં. તેમ છતાં એકંદર આગળ જતાં વસુબંધુ અને તેના કરતાંય વિશેષ દિનાગનું સ્થાન બૌદ્ધપરંપરામાં વધારે પ્રતિષ્ઠિત થયું છે, ને તેથી જ તેમના ગ્રંથો અને વિચારોનું અનુકરણ, ભાષાંતર ને તેના ઉપર સંશોધન ઉત્તરોત્તર વધારે અને વધારે થયું છે. આ કાર્ય માત્ર ભારતમાં જ નહિ, પણ ભારતની બહાર મધ્ય એશિયા, ચીન, ટિબેટ આદિ દેશોમાં પણ પુષ્કળ પ્રમાણમાં થયું છે.
પ્રમાણ તેમ જ ન્યાયવિદ્યાને લગતું સંસ્કૃત બૌદ્ધવાડ્મય ભારતની સીમા બહાર ગયું અને નવાં નવાં સ્વરૂપોમાં વિકસતું તેમ જ ફેલાતું ગયું, તે પહેલાં પણ બૌદ્ધ પિટકોનું પાલિવામય ભારતની સીમા ઓળંગી ગયું હતું. ધર્મસમ્રાટુ અશોકની ધર્મસંતતિ મહેન્દ્ર અને સંઘમિત્રાએ સિલોનમાં પાલિવામયનું વટવૃક્ષ રોપ્યું. ત્યારબાદ તો તેની શાખા-પ્રશાખાઓ બીજા દેશો સુધી પણ પહોંચી. જાણે કે બૌદ્ધપરંપરાની અઢારે નિકાયો લાવાના કામમાં સ્પર્ધા કરતી ન હોય તેમ ભારતના એક ખૂણાથી બીજા ખૂણા સુધીમાં અને મધ્ય એશિયા તથા ચીન આદિ દેશોમાં પણ બૌદ્ધ વાડ્મયે પોતાના સૌરભથી વિદ્યાભ્રમરોને આકર્ષ્યા. ભારત બહાર દક્ષિણ દિશામાં જે બૌદ્ધ વાડ્મયને લગતી પ્રવૃત્તિ શરૂ થઈ તે પાલિ ભાષામાં મુખ્યપણે હતી; અને ગાંધાર, કાશ્મીર જેવા ઉત્તરીય દેશોમાં જે પ્રવૃત્તિ ચાલતી તે મુખ્યપણે સંસ્કૃતાવલમ્બી બની. તળ ભારતમાં તો બન્ને ભાષામાં એ પ્રવૃત્તિ ચાલતી. શરૂઆતમાં આ પ્રવૃત્તિનો વિષય મુખ્યપણે ત્રિપિટક હતો. સર્વાસ્તિવાદીઓ સંસ્કૃતને જ મુખ્યપણે અવલંબી પ્રવૃત્તિ કરતા, જ્યારે મહાસાંઘિકો પ્રાકૃત ભાષાઓને અવલંબી પોતાનું ધ્યેય સાધતા. એમ લાગે છે કે પ્રમાણ અને ન્યાયશાસ્ત્રના પ્રવેશ પહેલાં જ ચીનમાં સંસ્કૃત ત્રિપિટકો પહોંચી ગયાં હતાં,
4. Pre-Dinnaga Buddhist texts—Intro. p. IX. 2. Kimura : Hinayāna and Mahayāna, p. 6, 7.
Page #202
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય ૦ ૧૯૩ અને તેને આશરી ચીની ભાષામાં ભાષાંતરનું કામ પણ શરૂ થઈ ગયું હતું. ભારતીય અને અભારતીય વિદ્વાનોએ મળી બૌદ્ધ વાડ્મયને લગતી જે પ્રવૃત્તિ કરે છે તેના ચાર ભાગ પાડી શકાય : ૧. ભાષાંતર, ૨. વ્યાખ્યાઓ અને ટીકાટિપ્પણો, ૩. એક જ વિદ્વાન દ્વારા આકર ગ્રંથોનું તેમ જ તેમાં પ્રવેશ કરાવનાર એકાદ મુદ્દા ઉપરનાં નાનાં નાનાં પ્રકરણોનું નવું પ્રણયન, ૪. અન્યના આકર ગ્રંથો કે પ્રકરણો ઉપરથી માત્ર પ્રવેશક જિજ્ઞાસુને ઉપયોગી થાય તેવાં નાનાં નાનાં પ્રકરણોની નવી નવી રચના.
ત્રીજા વિભાગની પ્રવૃત્તિના ઉદાહરણ તરીકે નાગાર્જુનનો મધ્યમકકારિકા ગ્રંથ અને તેમાં પ્રવેશ કરવા માટે ઉપયોગી થાય તેવું વિગ્રહવ્યાવર્તિની પ્રકરણ સૂચવી શકાય. દિનાાગે પોતે જ પ્રમાણસમુચ્ચયના પ્રારંભમાં (કા. ૧ અને વૃત્તિ) સૂચવ્યું છે કે તેણે છૂટાં છૂટાં પ્રકરણો રચ્યાં અને પછી તે પ્રમાણસમુચ્ચય નામક આકરગ્રંથ રચે છે. દિનાગની પ્રવૃત્તિનું જ જાણે અનુકરણ ન કરતો હોય તેમ તેના પછી લગભગ ૧૫૦ વર્ષે થયેલ ધર્મકીર્તિ પ્રમાણવાર્તિક જેવા આકરગ્રંથ અને ન્યાયબિંદુ, વાદન્યાય આદિ જેવાં પ્રકરણો રચે છે. દિનાગ સુધીમાં જે પ્રમાણવિદ્યા અને ન્યાયવિદ્યાનો બૌદ્ધપરંપરાએ વિકાસ કર્યો હતો તેમાં ધર્મકીર્તિના સમય સુધીમાં ઘણો ઉમેરો પણ થયો હતો. ધર્મકીર્તિની સમ્રગ વાડ્મયપ્રવૃત્તિ પ્રમાણ અને ન્યાયવિદ્યાને કેન્દ્રમાં રાખીને જ થયેલી હોય એમ લાગે છે. પ્રમાણવાર્તિક તો દિનાગના પ્રમાણસમુચ્ચયની કારિકાબદ્ધ આકરવ્યાખ્યા છે, પણ ન્યાયબિંદુ અને હેતુબિંદુ જેવાં પ્રકરણોનું સ્વરૂપ જુદું છે. ન્યાયબિંદુ ગદ્યમાં છે, જ્યારે હેતુબિંદુ વાદન્યાયની જેમ પ્રારંભિક એક કારિકાનું વિસ્તૃત ગદ્ય વિવરણ છે. જેમ ન્યાયપ્રવેશમાં પ્રારંભિક સંગ્રહકારિકા આગળનાં બધાં વક્તવ્યનો સંક્ષિપ્ત સંગ્રહ છે, તેમ જ હેતુબિંદુની પ્રથમ કારિકા આગળના સમગ્ર વક્તવ્યનો અતિસંક્ષિપ્ત સંગ્રહ છે. પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોવાથી ધર્મકીર્તિ પોતાના આકરગ્રંથનું પ્રમાણવાર્તિક એવું નામ રાખે તે તો સમજી શકાય, પણ પોતાનાં લઘુપ્રકરણોનાં ન્યાયબિંદુ, હેતુબિંદુ, વાદન્યાય આદિ જેવાં જે નામો રાખ્યાં છે તેમાં પણ વિચાર અને સાહિત્યની પૂર્વપરંપરાનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાય છે. દિનાગે પોતાનાં પ્રકરણોમાં ન્યાયમુખ (ન્યાયદ્વાર), હેતુમુખ, હેતુચક્ર જેવાં નામો રાખેલાં; શંકરસ્વામીએ ન્યાયપ્રવેશ એવું નામ પસંદ કરેલું; જ્યારે ધર્મકીર્તિ તેવા જ વિષયનાં પ્રકરણો માટે ન્યાયબિંદુ, હેતુબિંદુ જેવાં નામો પસંદ કરે છે. માત્ર નામકરણ અને રચનામાં જ પૂર્વપરંપરાનો વારસો
*
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૯૪૦ અનેકાન્ત ચિંતન નથી સમાતો, પણ ધર્મકીર્તિએ જે જે વિષયો ચર્ચા છે તે બધામાં પોતાના સમય સુધીની બૌદ્ધ કે બૌદ્ધતર વિચારપરંપરાઓ અને પરિભાષાઓનો વારસો પૂર્ણપણે સમાવેલો છે. વારસામાં મળેલ વિચારો તેમજ પરિભાષાઓને ધર્મકીર્તિ પોતાની પરીક્ષક કસોટીએ કસે છે અને જ્યાં યોગ્ય લાગે ત્યાં તે પ્રાચીન વિચારો અને પરિભાષાઓનું નિર્દયપણે ખંડન પણ કરે છે. તે એટલે સુધી કે તેના કહેવાતા ગુરુ ઈશ્વરસેન સુધ્ધાંને તે છોડતો નથી. પોતાના પૂર્વવર્તી બૌદ્ધ આચાર્યોએ જે બૌદ્ધતર પરંપરાઓના મંતવ્યનું નિરસન કર્યું છે તે ઉપરાંત પણ આગળ વધી ધર્મકીર્તિ બીજાં અનેક બૌદ્ધતર દર્શનોનાં મંતવ્યોનું નિરસન કરે છે. તેથી જ ધર્મકીર્તિના ગ્રંથોમાં ભર્તુહરિ, ઉદ્યોતકર, કુમારિલ જેવા અનેક વૈદિક દાર્શનિકોનાં મંતવ્યોની સમાલોચના મળે છે.
મૂળ હેતુબિંદુ મંગળ સિવાય જ પ્રારંભિક એક ઉત્થાનવાક્ય સાથેની એક કારિકાથી શરૂ થાય છે, જે કારિકા પ્રમાણુવાર્તિકના મનોરથનંદિનીના ક્રમ પ્રમાણે ત્રીજા પરિચ્છેદની પ્રથમ કારિકા અને કર્ણગોમીના ક્રમ પ્રમાણે સ્વપજ્ઞવૃત્તિવાળા પ્રથમ પરિચ્છેદની ત્રીજી કારિકા છે. એ કારિકામાં મુખ્યપણે હેતુનું લક્ષણ અને હેતુના પ્રકારોનું કથન છે. હેત્વાભાસનું સ્વરૂપ અને તેના પ્રકારો હેતુનાં લક્ષણ અને પ્રકારો ઉપરથી જ સૂચિત કરાયેલાં છે. કારિકામાં જે વસ્તુ બીજરૂપે સંક્ષેપમાં કહી છે તેનું જ આખા ગ્રંથમાં ગદ્યરૂપે ધર્મકીર્તિએ વિવરણ કર્યું છે. આપણી સામે અત્યારે એ ગદ્ય જેમનું તેમ અવિકલ ઉપલબ્ધ નથી. માત્ર અર્ચટની વ્યાખ્યામાં તેના પ્રતીકો લેવામાં આવ્યાં છે કે જે પ્રતીકો રચનાના ક્રમથી ઘણી વાર વિપરીત ક્રમે પણ લેવાયેલાં છે, અને તે પ્રતીકો પણ મૂળનો અંશમાત્ર સૂચવે છે. એટલે એ પ્રતીકો ઉપરથી ધર્મકીર્તિરચિત અખંડ સંસ્કૃત ગદ્યમય વિવરણનો ખ્યાલ પૂર્ણપણે આવી નથી શકતો. અલબત્ત, તિબેટન અનુવાદ ઉપરથી એનો ખ્યાલ કાંઈક આવી શકે. શ્રી રાહુલજીએ ટિબેટન અનુવાદ ઉપરથી પ્રતિસંસ્કૃત કરી આપ્યું છે, પણ એ પ્રતિસંસ્કૃત અને અર્ઘટે લીધેલાં પ્રતીકો એ બન્નેને મેળવતાં પણ અમને એમ લાગે છે કે ધર્મકીર્તિ રચિત ગદ્યમય સંસ્કૃત વિવરણ જેમનું તેમ તૈયાર થતું નથી. એટલે પ્રસ્તુત સંસ્કરણમાં ધર્મકીર્તિના અવિકલ સંસ્કૃત ગદ્યવિવરણ પૂરતી ત્રુટિ રહી જ જાય છે એમ કબૂલ કરવું જોઈએ.
ધર્મકીર્તિએ હેતુબિંદુના ગદ્યવિવરણમાં દિનાગ સિવાય બીજા કોઈ
Page #204
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય ૦ ૧૯૫
આચાર્યનો નામપૂર્વક નિર્દેશ કર્યો લાગતો નથી. એણે પોતાના ગ્રંથો પૈકી પ્રમાણવિનિશ્ચયનો જ નામપૂર્વક ઉલ્લેખ કર્યો છે. હેતુબિંદુમાં ચર્ચાયેલો વિષય મુખ્યપણે સ્વાર્થાનુમાન સાથે સંબંધ ધરાવે છે, એટલે હેતુબિંદુ-પ્રકરણને સ્વાર્થનુમાનનું એક પ્રકરણ કહી શકાય. ધર્મકીર્તિએ ન્યાયબિંદુમાં સ્વાર્થનુમાન અને પરાનુમાન બન્નેનું નિરૂપણ કર્યું છે. પ્રમાણવાર્તિકમાં પણ બન્નેનું નિરૂપણ છે. એ કહેવું કઠણ છે કે તેણે આ ત્રણ પૈકી કયા ગ્રંથની રચના પ્રથમ કરી, પણ વધારે સંભવ એવો છે કે પહેલાં પ્રકરણો રચ્યાં હોય અને પછી તે બધાંનું સંકલન કરી અને બીજા નવા વિષયો તેમ જ વિચારો ઉમેરી પ્રાણવાર્તિક જેવો આકરગ્રંથ રચ્યો હોય. ધર્મકીર્તિએ પોતાના ઉપર્યુક્ત ત્રણ ગ્રંથોમાં હેતુના પ્રકારોનો વર્ણનક્રમ એકસરખો રાખ્યો નથી. ન્યાયબિંદુમાં અનુપલબ્ધિ, સ્વભાવ અને કાર્ય એવો ક્રમ છે; પ્રમાણવાર્તિકમાં કાર્ય, સ્વભાવ અને અનુપલબ્ધિ એ ક્રમ છે, જ્યારે હેતુબિંદુમાં સ્વભાવ, કાર્ય અને અનુપલબ્ધિ એવો ક્રમ છે. તેથી એકંદર હેતુબિંદુપ્રકરણના મુખ્ય વિષયની દૃષ્ટિએ ચાર ભાગ પડે છે. એ ચારેય ભાગમાં બીજા અનેક વિષયો અને અનેક દાર્શનિક-તાર્કિક પરિભાષાઓની ચર્ચા છે, જેનો ખ્યાલ વાચક વિષયાનુક્રમ ઉપરથી કરી શકશે.
‘હેતુ’ શબ્દ પ્રાચીન ગ્રંથોમાં સામાન્ય પ્રમાણના અર્થમાં પણ આવે છે અને ઘણી વાર ન્યાયના પર્યાય તરીકે પણ વપરાય છે; જેમકે હેતુવિદ્યા=ન્યાયવિદ્યા, તર્કવિદ્યા, આન્વીક્ષિકી. પણ પ્રસ્તુત ગ્રંથના નામમાં વપરાયેલ ‘હેતુ’ શબ્દ અનુમાનના અન્યતમ અંગભૂત સાધનનો જ બોધક છે. તેની સાથે સમાસ પામેલ ‘બિંદુ' શબ્દ સૂચવે છે કે પ્રસ્તુત પ્રકરણ એ તો હેતુવિષયક વિચાર, કે જે વસ્તુતઃ મહોદધિ જેવો અપાર અને અગાધ છે, તેનું એક બિંદુમાત્ર હોઈ તેમાં એ વિશે ઓછામાં ઓછો વિચાર છે. બીજી રીતે કદાચ ‘બિંદુ' શબ્દથી ધર્મકીર્તિ પોતાના આકરગ્રંથ પ્રમાણવાર્તિકગત હેતુવિષયક વિસ્તૃત વિચારનો હેતુબિંદુપ્રકરણમાં અંશમાત્ર છે એમ પણ સૂચવતો હોય. ગમે તે હો, એટલું તો અસંદિગ્ધ છે કે ધર્મકીર્તિએ પ્રસ્તુત પ્રકરણમાં હેતુ વિશેના પોતાનાં મંતવ્યો તદ્દન સ્પષ્ટપણે રજૂ કર્યાં છે, કે જે મંતવ્યો બૌદ્ધપરંપરાની વિચારસરણી સાથે બંધબેસતાં હોઈ તેમ જ વધારે તર્કશુદ્ધ હોઈ આગળના બૌદ્ધ તર્કશાસ્ત્રમાં એકસરખી રીતે પ્રતિષ્ઠા પામ્યાં છે અને મોટે ભાગે બીજા વિરોધી વિચારોનું સ્થાન બૌદ્ધપરંપરામાં ધર્મકીર્તિ બાદ રહ્યું જ નથી. ખરી રીતે દિનાાગે જે પ્રભાવ તર્કશાસ્ત્રમાં પાડેલો તેનું
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૯૯ - અનેકાના ચિંતન સ્થિરીકરણ અને વિશદીકરણ ધર્મકીર્તિએ કર્યું છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચોક્કસ વિચારસરણી ઘડી છે. તેથી જ આપણે જોઈએ છીએ કે ન્યાયવૈશેષિક-મીમાંસક જેવી વૈદિક પરંપરાના ગ્રંથોમાં અને જૈન તર્કગ્રંથોમાં દિનાગ અને ધર્મકીર્તિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે–ાણે કે તે બે બૌદ્ધતર દર્શનોના મહાન પ્રતિસ્પર્ધી હોય !
આ સ્થળે દિક્નાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્મકીર્તિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રંથોની વિષય અને શૈલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણોની મુખ્યપણે ચર્ચા છે, ને તે સવૃત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિદ્ધસેનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયાંગભૂત હેતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મકીર્તિનું પ્રમાણવાર્તિક તો પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોઈ તેમાં તેનો જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એનો પ્રમાણવિનિશ્ચય ગ્રંથ મુખ્યપણે બધાં જ પ્રમાણોનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિંદુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિંદુમાં હેતુચક્રની પેઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે.
હેતુબિંદુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ ઊહાપોહ લંબાણથી કરવામાં આવ્યો છે, જયારે ન્યાયબિંદુના બીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાંતોનો સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણવાર્તિકના સ્વાર્થાનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિંદુમાં લંબાણથી ચર્ચાયેલ વિષય પણ ઘણા જ લંબાણથી સ્વોપજ્ઞવૃત્તિ સહિત ૩૪૨ કારિકાઓમાં ચર્ચાયેલો છે. હેતુબિંદુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાર્તિકની સ્વાર્થનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. ૨. હેતુબિંદુટીકા
અર્ચટકૃત હેતુબિંદુટીકા પણ ગદ્યાત્મક જ છે. એમાં અર્ચના પોતાનાં થોડાંક પડ્યો છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્યો સુગતની સ્તુતિ અને ધર્મકીર્તિની કૃતિનું ગૌરવ તેમ જ પોતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જયાં સ્યાદ્વાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪૫ પદ્યો (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્યો તેણે હેતુબિંદુટીકા રચતી વખતે જ રચ્યાં છે કે કોઈ પોતાના બીજા ગ્રંથમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુર્વેકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪)
Page #206
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૯૭ ઉપરથી એ નક્કી થાય છે કે તે પદ્યો તેનાં પોતાનાં જ છે. આ સિવાય અર્ચટે અનેક સ્થળે અન્યકૃત પઘો ઉદ્ધૃત કર્યાં છે. તેમાં દિફ્નાગ, ભર્તૃહરિ, કુમારેલ અને ધર્મકીર્તિ મુખ્ય છે. (જુઓ પરિશિષ્ટ નં. ૩)
અર્ચટ હેતુબિંદુ મૂળના પ્રત્યેક પદનો અર્થ કરે છે. એટલે સુધી કે તે કેટલીક વાર = અને તુ જેવાં અવ્યય પદોના પ્રયોગનું પણ તાત્પર્ય દર્શાવે છે. તે પદોના શબ્દાર્થને જ દર્શાવવામાં કૃતાર્થતા ન માનતાં તેના રહસ્યનું પૂર્ણપણે વિસ્તૃત વિવરણ કરે છે. તે પોતે શરૂઆતમાં કહે છે તેમ તેણે ધર્મકીર્તિની સમગ્ર ઉક્તિઓનું ચર્વિતચર્વણ તો કર્યું જ છે, પણ તે ઉપરાંત ધર્મકીર્તિએ પોતે જે જે બૌદ્ધ ને બૌદ્વેતર વાડ્મય પચાવ્યું છે તે પણ તેણે યથાવત્ અવગાહ્યું છે. આ વસ્તુની પૂર્ણ પ્રતીતિ તેનું વિવરણ કરાવે છે. જ્યાં જ્યાં ધર્મકીર્તિએ વિશેષ નામ સિવાય જ વિત્, અન્ય, અરે જેવાં સર્વનામો વાપી મતાંતરોનો નિર્દેશ કરી સમાલોચના કરી છે ત્યાં અર્ચટ એ મતાંતરો જેનાં જેનાં હોય તેનો નામપૂર્વક નિર્દેશ પણ કરે છે અને એ મતાંતરોવાળાં સ્થળો પણ સૂચવે છે. દાર્શનિક અને તાર્કિક વિચારધારાઓનું વિશાળ અને ઊંડું અવગાહન અર્ચટને એટલું બધું છે કે તે જ્યારે કોઈ પણ મુદ્દાની ચર્ચામાં પૂર્વપક્ષ રચે છે અને તેનો બૌદ્ધ તેમ જ ધર્મકીર્તિની દૃષ્ટિએ જવાબ આપે છે ત્યારે આપણી સામે સર્વતંત્રસ્વતંત્ર વાચસ્પતિ મિશ્રનું લખાણ ઉપસ્થિત હોય એમ ઘડીભર લાગે છે.
ધર્મકીર્તિના સમય સુધીના દાર્શનિક વાડ્મય ઉપરાંત તેણે પોતાના અને ધર્મકીર્તિના ગાળા દરમિયાન રચાયેલ પ્રસિદ્ધ તાર્કિક વાડ્મય પણ અવગાડ્યું હોય એમ લાગે છે. ખાસ કરીને ધર્મકીર્તિનાં મંતવ્યોથી વિરુદ્ધ જતું હોય એવું ધર્મકીર્તિના ઉત્તરવર્તી પ્રસિદ્ધ વિદ્વાનનું કોઈ લખાણ હોય તો તેની સમાલોચના તે કરે છે અને ધર્મકીર્તિનાં મંતવ્યોને દૃઢ કરે છે. દાખલા તરીકે ધર્મકીર્તિ પછી જૈન આચાર્ય સમંતભદ્ર એક વસ્તુનું એકાનેકસ્વભાવપણું સ્થાપે છે જે ધર્મકીર્તિના એકસ્વભાવત્વના સિદ્ધાંતની વિરુદ્ધ પડે છે. તેથી અર્ચટ સ્વામી સમંતભદ્રની પ્રસિદ્ધ એક કારિકાનો અંશેઅંશ લઈ તેનું વિસ્તૃત નિરસન કરે છે. (હેતુબિંદુટીકા રૃ. ૧૦૫, પં. ૧૫)
૩. હેતુબિંદુટીકાલોક
શરૂઆતનાં બે અને અંતનાં ચાર પદ્યોને બાદ કરતાં દુર્વેકની સમગ્ર વ્યાખ્યા ગદ્યાત્મક છે; અલબત્ત, એણે વચ્ચે વચ્ચે અન્યકૃત અનેક પદ્યો અનેક
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૯૮ ૦ અનેકાન્ત ચિંતન
સ્થળે ઉદ્ધૃત કર્યાં છે. દુર્વેકની શૈલીગત વિશેષતા પણ અર્ચટના જેવી જ છે. તે એ કે જ્યારે તે કોઈ શબ્દ કે પરિભાષાનું અર્થકથન કરવા ઇચ્છતો હોય ત્યારે તે એટલું બધું વિશદ અને વિસ્તૃત ઉત્થાન રચે છે કે તેમાં પૂર્વપક્ષ સંપૂર્ણપણે આવી જવા ઉપરાંત સિદ્ધાંતી બૌદ્ધનો ઉત્તર પણ સમાઈ જાય છે, અને પછી વ્યાખ્યેય પદ કે પરિભાષાનું શાબ્દિક વિવરણ જ માત્ર બાકી રહે છે. આ શૈલી અભ્યાસની દૃષ્ટિએ બહુ ઉપયોગી છે. દુર્વેકે પણ અર્ચટની પેઠે પોતાના સમય સુધીનું બૌદ્ધ-બૌદ્વેતર દાર્શનિક અને તાર્કિક વાડ્મય સૂક્ષ્મ દૃષ્ટિથી અવગાહ્યું હોય તેમ લાગે છે. દુર્વેકની અર્ચટ કરતાં પ્રકૃતિગત એક વિશેષતા એ લાગે છે કે તે વિચારમાં વધારે સ્વતંત્ર છે; એટલે સુધી કે જે અર્ચટનું તે હાર્દિક બહુમાન અને જેની કૃતિનું વિવેચન કરે છે. તેના જ વિચારોથી કેટલીક વાર જુદો પડે છે અને આંધળિયું સમર્થન કરતો નથી. [૪] વિષય પરિચય
હેતુબિંદુનો મુખ્ય વિષય છે હેતુનું સ્વરૂપ નિરૂપણ. એ વિષય સૂચવતી પ્રથમ કારિકા છે—
पक्षधर्मस्तदंशेन व्याप्तो हेतुस्त्रिधैव सः । अविनाभावनियमाद् हेत्वाभासास्ततोऽपरे ॥
અર્ચટે પોતાની વ્યાખ્યામાં આ કારિકા ઉપરથી ત્રણ અથવા છ પ્રતિપાદ્ય વિષયો સૂચવ્યા છે, જ્યારે કર્ણગોમીએ ચાર વિષયો સૂચવ્યા છે. અનુક્રમે તે વિષયો આ પ્રમાણે છે : ૧ (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાનો નિયમ, (૩) સંખ્યાનિયમદર્શક પ્રમાણ ૨. (૧) હેતુનું સ્વરૂપ, (૨) હેતુસંખ્યા નિયમ, (૩) વિવિધ હેતુમાં હેતુત્વનું અવધારણ. (૪) સંખ્યાનિયમ અને અવધારણ તેમ જ બન્નેનું કારણ, (૫) શ્લિષ્ટ નિર્દેશકથન, (૬) હેત્વાભાસનું લક્ષણ ન કહેવાનું કારણ. ૩. (૧) હેતુનું લક્ષણ, (૨) તેની સંખ્યાનો નિયમ, (૩) નિયમનું કારણ, (૪) વિપક્ષનિવૃત્તિ.
ખરી રીતે જોતાં જે પ્રથમ ત્રણ અર્થો સૂચવ્યા છે તેમાં જ બાકીનાનો સમાવેશ થઈ જાય છે.
૧. હેતુબિંદુ પૃ. ૯ પં. ૨૫.
૨. હેતુબિંદુ પૃ. ૧૦, પં. ૨૭.
૩. કર્ણગોમી ટીકા રૃ. ૮.
Page #208
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૧૯૯ સાહચર્યનિયમ, અવ્યભિચારનિયમ, અવિનાભાવનિયમ, અન્યથાનુપપત્તિ એ બધા વ્યાપ્તિના પર્યાય છે, જેમાંથી અન્યથાનુપપત્તિ શબ્દ જૈનપરંપરામાં વિશેષ પ્રસિદ્ધ છે. અનુમાનને પ્રમાણ માનનાર હરકોઈ વ્યાપ્તિ સ્વીકારીને જ ચાલે છે, અને તે જેમાં જેમાં સાધ્યની વ્યાપ્તિ માનતો હોય તે બધાને સત કહે છે. આ તત્ત્વ સર્વ અનુમાનવાદીઓને સમાન છે, તેમ છતાં વ્યાપ્તિના નિયામક તત્ત્વ વિશે મતભેદ છે. ન્યાય, વૈશેષિક, જૈન આદિ તાર્કિકો સાધ્ય અને હેતુ વચ્ચે સાહચર્યનિયમ કે અવ્યભિચારનિયમના નિયામક તરીકે સંબંધોની મર્યાદા આંકતા નથી; જયાં જે સંબંધ હોય તે સંબંધ માનીને ચાલે છે. એટલે તેમને મતે સંયોગ, એકાર્યસમવાય વગેરે અનેક સંબંધો વ્યાપ્તિના નિયામક બની શકે છે, પણ બૌદ્ધપરંપરા એમ ન માનતાં માત્ર તાદામ્ય અને કાર્યકારણભાવ એ બે સંબંધોને જ વ્યાપ્તિના નિયામક માને છે. બૌદ્ધપરંપરાનુસાર અન્ય પરંપરાસંમત વધારાના બધા જ સંબંધો ઉક્ત બે સંબંધમાં જ સમાઈ જાય છે. દિનાગ પહેલાં બૌદ્ધપરંપરામાં આ માન્યતા સ્પષ્ટ થઈ હશે કે નહિ તે અજ્ઞાત છે, કારણ કે યોગચર્યાભૂમિશાસ્ત્રમાં જે જે અનુમાનના પ્રકારો આપ્યા છે તે ઉપરથી મૈત્રેયનાથ બે જ સંબંધ માનતો હોય તેમ લાગતું નથી (જુઓ Docrines of Maitrayanath and Asanga, p. 67), પણ દિનાગથી માંડી આગળના બધા જ બૌદ્ધ તાર્કિકોએ એ બે સંબંધને જ વ્યાપ્તિનિયામક તરીકે માની તેમાં બાકીના બધા સંબંધો ઘટાવ્યા છે. બૌદ્ધપરંપરાની આ માન્યતા સામે ન્યાય-વૈશેષિક-મીમાંસક-જૈન આદિ પરંપરાઓ પોતપોતાના મંતવ્યો રજૂ કરી દર્શાવે છે કે હેતુસાધ્યના તાદાત્મસંબંધ તેમ જ કાર્યકારણસંબંધ ઉપરાંત સહચાર અને ક્રમ પણ વ્યાપ્તિના નિયામક બને છે. આ વિરોધી માન્યતાનું હતુબિંદુમાં વિસ્તારથી અને સચોટપણે ખંડન કરવામાં આવ્યું છે.
શિંશપાત્વ જેવા વિશેષથી વૃક્ષત્વ જેવા સામાન્યનું અનુમાન થતું હોય ત્યાં તાદાભ્યસંબંધ અને ધૂમ જેવા કાર્યથી વહ્નિ જેવા કારણનું અનુમાન થતું હોય ત્યાં કાર્યકારણભાવસંબંધ દર્શાવવામાં આવ્યો છે. કોઈ ફળમાં રૂપવિશેષથી રસવિશેષનું અનુમાન કરે છે, ત્યાં બૌદ્ધતર પરંપરાઓ સાહચર્યસંબંધ માની વ્યાપ્તિ ઘટાવે છે, અને કૃત્તિકાનો ઉદય જોઈ શકટ નક્ષત્રના ઉદયનું અનુમાન કરવામાં તેઓ ક્રમસંબંધ માની વ્યાપ્તિ ઘટાવે છે. આવાં બધાં જ સ્થળોએ દિનાગ અને તેનો અનુયાયી ધર્મકીર્તિ તાદાભ્ય અગર તદુત્પત્તિ ઘટાવી દે છે. તે એટલે સુધી કે અનુપલંભ હેતુ દ્વારા પ્રતિષેધ
Page #209
--------------------------------------------------------------------------
________________
૨૦૦ • અનેકાન્ત ચિંતન સિદ્ધ કરવો હોય ત્યાં પણ તેઓ સાક્ષાત્ કે પરંપરાથી તાદાભ્યને તદુત્પત્તિનો જ નિયમ ઘટાવી સ્પષ્ટ ઘોષણા કરે છે કે –
"कार्यकारणभावाद्वा स्वभावाद्वा नियामकात् । अविनाभावनियमोऽदर्शनान्न न दर्शनात् ॥"
–પ્રમાવા. રૂ, રૂ. આ જ મુદ્દાને ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સવિશેષે સ્પર્યો છે.
હેતુબિંદુમાં હેતુનું લક્ષણ દર્શાવતાં ત્રણ રૂપો વર્ણવાયેલાં છે : પક્ષમાં સત્ત્વનો નિયમ, સપક્ષસત્ત્વ અને વિવેક્ષાસત્ત્વ. આ ત્રણ રૂપો તર્કશાસ્ત્ર જેટલાં તો જૂનાં છે. તર્કશાસ્ત્ર એ દિનાગ અને પ્રશસ્તપાદ પહેલાંની કૃતિ છે એ વિશે શંકા નથી, ભલે તેના કર્તા અને સમય વિશે ચોક્કસ નિર્ણય ન હોય. વસુબંધુએ પણ નૈરૂખનો સ્વીકાર કર્યો છે. જુઓ ન્યાયવા. પૃ. ૧૩૬, તાત્પર્ય. પૃ. ૨૯૮) સાંખ્યકારિકાની માઠરવૃત્તિમાં પણ એ જ ત્રણ રૂપો ગણાવ્યાં છે. તર્કશાસ્ત્ર અને માદરવૃત્તિ બન્નેનો ચીની અનુવાદ પરમાર્થે કરેલો છે. ન્યાયસૂત્ર કે તેના ભાષ્યમાં જોકે રૂપોની સંખ્યા ગણવાની નથી, પણ હેતુસ્વરૂપનું વર્ણન એમ સૂચવતું લાગે છે કે તેમને પણ ત્રણ રૂપો જ માન્ય હશે. આ ત્રણ રૂપમાં ઉમેરો કરી પાંચ રૂપ માનનાર અને છ રૂપ માનનાર કોણ કોણ છે તે ચોક્કસ થતું નથી, પણ ધર્મકીર્તિએ પાંચ અને છ , રૂપનું ખંડન કર્યું છે તે ઉપરથી એમ લાગે છે કે પ્રશસ્તપાદ અને ધર્મકીર્તિ વચ્ચેના સમયમાં ક્યારેક પાંચ અને છ રૂપની કલ્પના હેતુલક્ષણમાં દાખલ થયેલી છે. જૈનપરંપરા અન્યથાનુપપત્તિને જ હેતુનું એક સ્વરૂપ માને છે. એનો સામાન્ય નિર્દેશ ન્યાયાવતાર(કા. ૨૨)માં છે. ધર્મકીર્તિએ જૈનસંમત એકરૂપનું ખંડન નથી કર્યું; એનું કારણ ગમે તે હોય, છતાં આગળ જતાં શાંતરક્ષિત અને ધર્મકીર્તિનો વ્યાખ્યાકાર કર્ણનોમી જૈન તાર્કિકસંમત અન્યથાનુપપત્તિ સ્વરૂપ એકરૂપનું પણ ખંડન કરે છે (તત્ત્વસંગ્રહ કા. ૧૩૬૪, કર્ણ. પૃ. ૯).
- કાર્યથી કારણના સાધક ધૂમ-વતિ જેવાં અનેક અનુમાન પ્રકારો સર્વસંમત છે. તેમ છતાં જુદી જુદી તત્ત્વજ્ઞાનની માન્યતાવાળી અનેક પરંપરાઓ હોવાથી દરેક પરંપરાના કેટલાક અનુમાનપ્રકારો એવા હોય છે કે તે સર્વસંમત હોતા નથી. જયારે બૌદ્ધપરંપરા વસ્તુમાત્રમાં અનિત્યત્વ સિદ્ધ કરે ત્યારે તેને મતે સત્ત્વ હેતુ સદ્ધતું છે, પણ અન્ય પરંપરાઓને તે અનુમાન
Page #210
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૨૦૧ માન્ય નથી. જૈનપરંપરા વસ્તુમાત્રમાં પરિણામિત્વ સિદ્ધ કરવા સત્ત્વને સદ્ધતું ઠરાવે છે, ત્યારે તે અન્યપરંપરાસંમત નથી હોતો. એવા જ દાખલાઓ બીજી પરંપરાઓને સંમત એવા અનુમાન પ્રકારો વિશે સરલતાથી આપી શકાય. આમ હોવાથી અને કેટલેક સ્થળે વસ્તુસ્વભાવની વિચિત્રતાને લીધે હેતુના અનેક પ્રકારો પડી જાય છે. કોઈ હેતુ એવો હોય છે કે તેની પક્ષથી ભિન્ન સ્થળમાં અવયવ્યાપ્તિ બતાવી શકાતી નથી, પણ વ્યતિરેકવ્યાપ્તિ બતાવી શકાય છે. એવા કેવલવ્યતિરેકી હેતુને પણ સદ્ધતુમાં સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાક હેતુ એવા હોય છે કે તેની વ્યતિરેકવ્યાપ્તિ વાસ્તવિક વિપક્ષમાં મળતી જ નથી. તેવા કેવલાન્વયી હેતુને પણ સદ્ધતુમાં સ્થાન મળ્યું છે. જ્યાં સીધી રીતે હેતુનું અસ્તિત્વ પક્ષમાં બતાવાતું ન હોય ત્યાં પણ તેને સદ્ધતુ માની લેવામાં કેટલાકને કશો પણ બાધ દેખાતો નથી. જ્યાં અન્વય અને વ્યતિરેક બને સુલભ હોય ત્યાં તો સદ્વૈત વિશે મતભેદને સ્થાન જ નથી. આ રીતે પક્ષ અને સાધ્ય આદિના વૈવિધ્યને લીધે તેમ જ સાંપ્રદાયિક માન્યતાભેદને લીધે લિંગના અનેક પ્રકારો પડી જાય છે. તે બધામાંથી વ્યાપ્તિને દર્શાવતું કોઈ એક જ સ્વરૂપ નક્કી કરવું તે સરલ નથી. તેમ છતાં એવું સ્વરૂપ નક્કી કરી તે પ્રમાણે પોતપોતાની તર્કપરંપરા સ્થાપવાના અનેક પ્રયત્નો થયા છે. દરેક પ્રયત્નકાર પોતાની જ રીતમાં અન્ય પરંપરાઓની રીતોને સમાવવાનો પણ પ્રયત્ન કરે જ છે. દા. ત. અર્થપત્તિને જુદું પ્રમાણ માનનાર મીમાંસક આદિ અન્યથાનુપપત્તિનો જ મુખ્ય આશ્રય લઈ તેને આધારે ઈષ્ટ સિદ્ધ કરે છે ત્યારે એ જ અર્થપત્તિના બધા દાખલાઓને, અર્થપત્તિને અનુમાનમાં સમાવનાર બધા જ તાર્કિકો, પોતાની પક્ષ-સપક્ષવિપક્ષની કલ્પના દ્વારા અનુમાનમાં ઘટાવે છે. અન્વયવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર જ્યારે પક્ષભિન્નમાં તે દર્શાવવી અશક્ય હોય ત્યારે પક્ષના એક જ ભાગમાં અગર પક્ષની અંદર જ તે ઘટાવી લે છે. વ્યતિરેકવ્યાપ્તિને આવશ્યક અનુમાનાંગ લેખનાર વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કલ્પનાથી વિપક્ષ સરજી તેથી વ્યાવૃત્તિ દર્શાવી વ્યતિરેકવ્યાપ્તિ ઘટાવે છે. પક્ષસત્ત્વને આવશ્યક અનુમાનાંગ લેખનાર ગમે તે રીતે હેતુમાં પક્ષસત્ત્વ ઘટાવે છે. આમ દાર્શનિકોમાં વ્યાપ્તિદર્શક સ્વરૂપો વિશે મતભેદની પરંપરાનો ઈતિહાસ બહુ પ્રાચીન છે.
દિનાગ પહેલાં પણ અંતર્થાપ્તિ દ્વારા અનુમાન કરવાની પરંપરા હતી. જ્યારે પક્ષથી ભિન્ન સપક્ષ કે વિપક્ષ જેવું કશું જ ન હોય અને
Page #211
--------------------------------------------------------------------------
________________
૨૦૨ - અનેકાન્ત ચિંતન બહિર્લાપ્તિ બતાવવી શક્ય ન હોય, છતાં સાધ્ય સિદ્ધ કરવું હોય ત્યારે અંતર્થાપ્તિનો જ આશ્રય લેવો પડે છે. આવો આશ્રય લેનાર પરંપરાએ હેતુનું સ્વરૂપ અન્યથાનુપપત્તિમાત્રમાં ઘટાવ્યું. આ સિદ્ધાંત શરૂઆતમાં અમુક દાખલા પૂરતો જ રહ્યો, પણ જ્યારે બહિર્બાપ્તિના પક્ષપાતીઓએ તેની સામે વાંધા રજૂ કર્યા ત્યારે અંતર્થાપ્તિના સમર્થકોએ બહિવ્યક્તિ હોય છતાં પણ નિષ્ણાતો સમક્ષ તેને દર્શાવવાની જરૂર નથી રહેતી એ વસ્તુસ્થિતિનો લાભ લઈ સાર્વત્રિકપણે બહિર્બાપ્તિની નિરર્થકતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને એ પ્રયત્નમાંથી અન્યથાનુપપત્તિમાત્રને હેતુસ્વરૂપ માનનાર તેમ જ અંતર્થાપ્તિનો જ પક્ષ કરનાર એક પરંપરા સ્થિર થઈ કે જે જૈન તર્કશાસ્ત્રમાં દેખાય છે. એ જ રીતે કેવલાન્વયી અને કેવલવ્યતિરેકી લિંગની પણ પરંપરા સ્થિર થઈ. આ બધું બન્યું જતું હતું ત્યારે પણ એક ઐરૂપ્યની પરંપરા ચાલુ જ હતી, જે પક્ષસત્ત્વ, સપક્ષસત્ત્વ અને વિપક્ષવ્યાવૃત્તિ એ ત્રણ તત્ત્વોને વ્યાપ્તિના અનિવાર્ય અંગ લેખતી. તે પરંપરા પક્ષથી ભિન્ન સપક્ષ ન હોય ત્યારે પક્ષના એકદેશને જ સપક્ષ માની લે અને વાસ્તવિક વિપક્ષ ન હોય ત્યાં પણ કાલ્પનિક વિપક્ષ ઊભો કરી તેથી વ્યાવૃત્તિ ઘટાવે અને ઘણી વાર એક સંભવિત સ્પષ્ટ અંગમાં બીજા અંગનો અર્થગતિથી સમાવેશ ઘટાવે અને છેવટે ત્રરૂપ્ય સિદ્ધ કરે. આ પરંપરાનું સચોટ સમર્થન દિનાગે કરેલું ને તે જ હેતુબિંદુમાં વિસ્તારથી ચર્ચાયેલું છે. તે એટલે લગી કે કોઈએ દિનાગ આદિ દ્વારા સમર્થિત નૈરૂધ્યનો વિરોધ કરતાં પંચરૂપ્ય, પરૂપ્ય કે એકરૂપનું સમર્થન કરેલું, તે બધાનું નિરસન ધર્મકીર્તિ અને તેના વ્યાખ્યાકારો કરે છે. અને આ જ કારણથી ધર્મકીર્તિ સ્વભાવ. કાર્ય તેમ જ અનુપલંભ એ ત્રણે હેતુપ્રકારોમાં અન્વય અને વ્યતિરેક વ્યાપ્તિ બન્નેના નિશ્ચય આવશ્યક સમજી તે કેવી રીતે થાય છે તે દર્શાવે છે.
હેતુનાં વ્યાપ્તિદર્શક પક્ષસત્ત્વ આદિ ત્રણ રૂપો સ્વીકાર્યા છે, તે ઉપરથી જ ત્રણ હેત્વાભાસોની જૂની પરંપરા ચાલી આવતી. એ જ પરંપરાનું દિનાને સમર્થન કર્યું અને ધર્મકીર્તિએ પ્રમાણવાર્તિક તેમ જ ન્યાયબિંદુમાં અતિવિસ્તારથી તે તે એક, બે કે ત્રણ સ્વરૂપને અભાવે કેવી કેવી રીતે હેત્વાભાસ બને છે તે બતાવ્યું, અને હેત્વાભાસો પણ ત્રણ જ છે એમ
૧. અકલંકગ્રંથત્રય પૃ. ૧૭૭. ૨. તર્કશાસ્ત્ર પૃ. ૧૪.
Page #212
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય ૦ ૨૦૩ સ્થાપ્યું. હેતુબિંદુમાં પ્રમાણવાર્તિક કે ન્યાયબિંદુની પેઠે આ બાબતનું વિશદીકરણ નથી, માત્ર હેત્વાભાસની સૂચના છે.
ઉપર્યુક્ત મુખ્ય વિષય ઉપરાંત હેતુબિંદુમાં અનેક એવા વિષયો સ્પષ્ટપણે ચર્ચ્યા છે, જે બૌદ્ધ પરંપરાની ખાસ વિશેષતા લેખાય છે; જેમ કે, જાતિ કે સામાન્યવાદનું નિરસન, અપોહરૂપ સામાન્યનું સ્થાપન, વિશેષમાત્રની અર્થાત્ ક્ષણિકત્વની સિદ્ધિ અને પરિણામે નિર્હેતુકવિનાશવાદ, નિર્વિકલ્પક પ્રત્યક્ષમાત્રનું પ્રામાણ્ય અને તેમ છતાં સવિકલ્પક અનુમાનમાં પારંપરિક પ્રામાણ્યનું ઉપપાદન, કાર્યકારણભાવ તેમ જ સામગ્રીજન્ય એકસ્વભાવત્વનું સમર્થન, સહકારિત્વનું સ્વરૂપ અને અભાવનું સ્વરૂપ.
આ બધા વિષયો એવા છે કે એકનું સમર્થન કરવા જતાં બીજાઓનું સમર્થન અનિવાર્ય બની જાય છે. આ વિષયોમાં ક્ષણિકત્વ જ કેન્દ્રસ્થાને છે. એને સિદ્ધ કરતાં બીજા વિષયોનું સમર્થન આવશ્યક બની જાય છે. ધર્મકીર્તિ પહેલાં ઘણા લાંબા વખતથી આ વિષયોનું સમર્થન બૌદ્ધ દૃષ્ટિએ થતું આવેલું. દા. ત. નિર્હેતુકવિનાશવાદ જેવા વિષયોની ચર્ચા મૈત્રેયનાથના યોગચર્માભૂમિશાસ્ત્ર જેટલી તો જૂની છે જ (જુઓ દર્શનદિગ્દર્શન પૃ. ૭૧૮, યોગચર્માભૂમિ-ચિંતામયીભૂમિ ૧૧). તે બધી ચર્ચાઓનું સંકલન તેમ જ વિશદીકરણ ધર્મકીર્તિના પ્રમાણવાર્તિક જેવા ગ્રંથોમાં દેખાય છે. હેતુબિંદુમાં પણ ધર્મકીર્તિએ આ વિષયો અતિસ્પષ્ટપણે ચર્ચ્યા છે, અને તેમ કરતાં જે જે વિરોધી વાદો સામે આવતા ગયા તે બધાનું નિર્દય અને છતાં સપરિહાસ (દા. ત. પૃ. ૬૭) નિરસન કર્યું છે.
ધર્મકીર્તિએ હેતુબિંદુમાં સ્પષ્ટ ચર્ચાઓ કરી છે ખરી, પણ ચર્ચિત વિષયો એટલા બધા સૂક્ષ્મ અને ગંભીર છે કે જિજ્ઞાસુ માત્ર તેટલા વિવેચનથી પૂર્ણપણે સંતોષાતો નથી; એટલે એવા વિસ્તૃતરુચિ જિજ્ઞાસુઓની દૃષ્ટિએ અર્ચટે પોતાની ટીકામાં મૂળ ચર્ચિત બધા જ વિષયોને તેના યથાર્થ રૂપમાં વિસ્તારથી ચર્ચ્યા છે. એટલે તેની ટીકા એક એક વિષય પરત્વે બૌદ્ધ વિચારસરણીનું ચિત્ર રજૂ કરે છે અને ધર્મકીર્તિનાં કેટલાંક મર્માળાં વાક્યોનું હાર્દ તલસ્પર્શીપણે પ્રગટે કરે છે. આ ઉપરાંત અર્ચટે એવા પણ થોડા વિષયો ચર્ચ્યા છે કે મૂળમાં જેનું કોઈ સૂચન નથી; દા. ત. આદિવાક્ય વિશેની ચર્ચા. [૫] હેતુબિંદુનો પ્રભાવ અને ઉપયોગ
અર્ચટની ટીકા દ્વારા હેતુબિંદુનો પ્રભાવ વ્યાપક રીતે ઉત્તરકાલીન
Page #213
--------------------------------------------------------------------------
________________
૨૦૪ - અનેકાન્ત ચિંતન સાહિત્ય ઉપર પડ્યો છે. બૌદ્ધપરંપરાના વિદ્વાનો અચંટનો ઉપયોગ કરે એ તો સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિદ્વાનોએ સુધ્ધાં તેનો અનેકવિધ ઉપયોગ કર્યો છે. પ્રકરણપંચિકાકાર શાલિકનાથ અને વ્યોમશિવ ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જયારે વાચસ્પતિ મિશ્ર જેવા સર્વતંત્રસ્વતંત્ર દાર્શનિકે અર્ઘટના વિચારોનું મૂલ્યાંકન પણ પોતાની ઢબે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પોતાના બધા જ ગ્રંથોમાં ધર્મકીર્તિના અનેક ગ્રંથો અને તેની વ્યાખ્યાઓનો ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યો છે, એટલે એમાં સટીક હેતુબિંદુનો કેટલો અને કયો ઉપયોગ થયો છે તે તારવવું સરલ નથી; છતાં એવો સંભવ લાગે છે કે ઉદયને અર્ચટની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ હો, પણ વધારે ચોકસાઈથી હેતુબિંદુનો બૌદ્ધતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવો હોય તો જૈન તર્કવાય તરફ વળવું પડે. દિગંબરશ્વેતાંબર બને જૈન તાર્કિકોએ અર્ચટનું ખંડન પણ કર્યું છે અને તેનો પોતપોતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલંક અને તેના ટીકાકાર અનંતવીર્ય, અષ્ટસહસ્રીકાર વિદ્યાનંદ, પ્રમેયકમલમાર્તણ્ડપ્રણેતા પ્રભાચંદ્ર અને અકલંકકૃત ન્યાયવિનિશ્ચયનો અલંકાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયંત ભટ્ટ–એ બધાએ અર્ચટ દ્વારા હેતુબિંદુનો ઉપયોગ છૂટથી કર્યો છે. શ્વેતાંબર આચાર્યોમાં પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર" યાકિનીસૂનુથી હેતુબિંદુનો ઉપયોગ શરૂ થાય છે. અને પછી તો અચંટ દ્વારા તે ઉપયોગ એટલો બધો વ્યાપક બને છે કે સિદ્ધર્ષિ°, સન્મતિ ટીકાકાર
१. प्रकरणपंचिकापूर्ति-मीमांसाजीवरक्षा पृ० ३. ૨. વ્યોમવતીમાં “વાધવિનામાવવિરોધ” (પૃ. ૫૬૫) એ હેતુબિંદુનું વાક્ય
આવે છે. ૩. તાત્પર્યટીશ (વિના .), પૃ. ૨, ૩, ૩૨૦ મા. ४. न्यायकुसुमाञ्जलि (वृत्ति) का० ६, आत्मतत्त्वविवेकगत क्षणभंग चर्चा आदि. ५. सिद्धिविनिश्चय स्वोपज्ञवृत्ति पत्र ५०७ अ; लघीयस्त्रय-न्यायकुमुद पृ० १७४. ६. सिद्धिविनिश्चयटीका पृ० २०. ૭. તત્ત્વાર્થક્નો, પૃ. ૪, ૨૨૨. ૮. ચાવિનિશ્ચયટીકા–“વિસ્તુતદિવરણમ્' (પૃ૦ રૂ૪ મ), ‘તુવન્ડવ્યા
વફાળેનાન” (પૃ૦ ૪૮૬ ), ‘મનો હેતુ વિન્ડો' (પૃ. ૧૦૦ ). ૯. અનેકાંતજયપતાકા. ૧૦.ન્યાયાવતારવિવૃતિ પૃ. ૩.
Page #214
--------------------------------------------------------------------------
________________
હેતુબિંદુનો પરિચય - ૨૦૫ અભયદેવ, તકવાર્તિકકાર શાંતિસૂરિ, સ્યાદ્વાદરત્નાકરકાર વાદી દેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ તાર્કિકોએ જાણે અચેટને પોતાના અભ્યાસનો વિષય જ બનાવ્યો હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુશ્રુત લેખકે અર્ચટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે." એ જ રીતે શ્રીચંદ્ર ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એ જ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનોના અભ્યસનીય અને અવલોકનીય ગ્રંથોમાં અર્ચટની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈએ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કોઈ પણ સ્થળેથી અર્ચટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જૈનભંડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે બીજા પણ કોઈ જૈન ભંડારોમાંથી એની અન્ય પ્રતિ મળી આવે.
આભાર દર્શન આ મથાળા નીચે મારે અનેકોનો આભાર માનવાનો છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકોનો હું આભારી છું કે જેમણે પૂર્ણ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીનો ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લંબાવવાનું ભાગ્યે જ શક્ય બન્યું હોત. એમણે જૂની દુષ્પઠ લિપિ ઉપરથી અદ્યતન સુપઠ લિપિમાં એવો સુંદર આદર્શ તૈયાર કરી આપ્યો કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં મોજૂદ છે, અને જેના ઉપરથી પ્રેસકૉપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુરુષોત્તમ આઈ. તારકસની મદદ તો અસાધારણ રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી ટિબેટનનો અભ્યાસ કરી અર્ચટની ટીકાને ટિબેટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયોગી કામ કરી આપ્યું તે થયું ન હોત તો તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતો, તેવા એકમાત્ર આર્દશ ઉપરથી આ બન્યું છે
૧. સન્મતિટીકા પૃ. ૧૭૧, પપ૬, ૫૬૮. ૨. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પૃ. ૧૨. ૩. સ્યાદ્વાદરત્નાકર પૃ. ૧૬, ૫. ૨૧. ૪. પ્રમાણમીમાંસા પૃ. ૩૮ અને તેનાં ટિપ્પણ પૃ. ૭૮. ૫. ધર્મસંગ્રહણી ટીકા પૃ. ૧૪૭ થી. ૬. ઉત્પાદાદિસિદ્ધિ. પૃ. ૪, ૧૫, ૩૭, ૪૫, ૭૬, ૯૨, ૧૪૭, ૧૪૨ આદિ.
Page #215
--------------------------------------------------------------------------
________________
૨૦૬ અનેકાન્ત ચિંતન તેવું સંસ્કરણ કદી તૈયાર થઈ શક્યું ન હોત. ગૂજરાત વિદ્યાપીઠના વ્યવસ્થાપકોની સહાનુભૂતિ પણ ઉપકારક નીવડી છે. જ્યારે જયારે જરૂર પડી ત્યારે ત્યારે તેમણે શ્રીમદ્રાજચંદ જ્ઞાનસંગ્રહમાંના મુનિ શ્રી પુણ્યવિજયજી કૃત નવો આદર્શ અમને ધીરજપૂર્વક ધીર્યો છે. શ્રી રાહુલજીની અનન્ય ઉદારતા અને અસાધારણ પુરુષાર્થનો લાભ મળ્યો ન હોત તો નેપાલના ભંડારની ખંડિત પ્રતિ અને બિહાર ઓરિસા રિસર્ચ સોસાયટીમાં સંગ્રહાયેલ ફોટોપ્રતિનો લાભ કદી જ મળત નહિ અને આ પ્રસિદ્ધ થતું દુર્વેકનું લખાણ કોઈના હાથમાં–વાચકોના હાથમાં–ક્યારે આવત તે કહેવું કઠણ છે. મારા અન્યતમ શિષ્ય પં. મહેન્દ્રકુમાર “અભય” ફોટો વાંચવા આદિમાં જે એકાગ્ર શ્રમપૂર્વક મદદ કરી છે તે અમારે માટે બહુમૂલ્ય નીવડી છે. કાશી વિશ્વવિદ્યાલયના સંસ્કૃત મહાવિદ્યાલયના જૈનદર્શનાધ્યાપક શ્રી દલસુખ માલવણિયા, જે મારા પ્રિયતમ શિષ્ય અને મિત્ર છે, તેમની સતત અને અસાધારણ ખંત તેમ જ મહેનત ન હોત તો આ આખું સંસ્કરણ આ રૂપમાં, બીજી બધી સામગ્રી હોવા છતાં, કદી જ તૈયાર થયું ન હોત. તાડપત્રીય મૂળ પ્રતિથી માંડી દુર્વેકકૃત અનુટીકાના ફોટા વાંચવા સુધીનું સમગ્ર કામ તેમ જ જરૂર જણાઈ ત્યાં નવી નકલ કરવાનું કામ અને પહેલેથી છેલ્લે સુધી બધાં જ પૂફો જોવા સુધારવા વગેરે સંપાદનને લગતું કાવતુ ઝીણું ઝીણું કામ તેમણે જ કર્યું છે. એ રીતે આખા સંપાદનનો યશ તેમને જ ભાગે જાય છે. નેત્રની પરાધીનતા અને બીજાં ઘણાં કારણોસર હું ઉત્તરોત્તર લંબાતું આ કામ કદી જ શ્રી માલવણિયાની મદદ વિના પાર પાડી શક્યો ન જ હોત, અને મેં જે હતુબિંદુના સંપાદનનું કામ સ્વીકારેલું તે પણ તેમના સહકારની ખાતરી વિના સ્વીકાર્યું જ ન હોત. આ સંપાદનમાં શું પરિશિષ્ટો કે શું અવતરણોની શોધ કે શું શીર્ષક, વિષયવિભાજન અને શુદ્ધીકરણ આદિ જે કાંઈ ધ્યાન ખેંચે તેવું છે તે બધું શ્રીયુત માલવણિયાની અનન્ય સાહિત્યોપાસનાનું જ ફળ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના મુખ્ય સંપાદક શ્રીયુત બી. ભટ્ટાચાર્યે પ્રસ્તુત સંપાદન માટે અમને પસંદ કર્યા અને તે કામ સોંપ્યું તેથી જ આ સંપાદન-યજ્ઞ અત્યારે પૂર્ણ થયો છે. આ સબબથી ઉપર નિર્દેશેલ બધા જ મહાનુભાવો પ્રત્યે અમે અમારી હાર્દિક કૃતજ્ઞતા પ્રકટ કરીએ છીએ.
– ગાયકવાડ ઓરિયન્ટલ સિરીઝમાં પ્રકાશિત “હેતુ બિન્દુની પ્રસ્તાવના
Page #216
--------------------------------------------------------------------------
________________
૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક
અશ્વઘોષ અને કાલિદાસ બને ભારતીય કવિ છે અને બ્રાહ્મણકુલોદ્ભવ છે. તેમાંય અશ્વઘોષ તો કાલિદાસનો માત્ર પૂર્વવર્તી જ નહિ, પણ કાલિદાસના કવિત્વનો પ્રેરક સુધ્ધાં છે. તેમ છતાં પહેલેથી આજ લગી કાલિદાસની ખ્યાતિ જેટલી અને જે રીતે ભારતમાં વ્યાપેલી છે તેટલી અને તે રીતે અશ્વઘોષની ખ્યાતિ ભારતમાં પ્રસરી નથી. વિદ્વાન હોય કે માત્ર વિદ્યારસિક હોય, પણ ભારતને ખૂણે ખૂણે વસનાર હરકોઈ તેવી વ્યક્તિની જીભે કાલિદાસનું નામ અને તેની કૃતિઓ રમમાણ હશે; જ્યારે અશ્વઘોષના નામ કે તેની કૃતિઓને જાણનાર ભારતમાંથી વિરલ જ મળી આવશે. તેથી ઊલટું, ભારતની બહારના ભારતની ચોમેર સંલગ્ન અને ભારત કરતાંય અતિવિશાલ બૌદ્ધ પ્રદેશોમાં અશ્વઘોષનું નામ અને તેની કૃતિઓ સુપ્રસિદ્ધ છે; જયારે ટિબેટ, ચીન, મધ્ય એશિયાની આબાદીઓ અને સિલોન, બરમા આદિ પ્રદેશોમાં કાલિદાસ અને તેની કૃતિઓ વિશે જાણનાર વિરલ જ મળી આવશે. આ અંતરનું શું કારણ એ પ્રશ્નનો ઉત્તર સહજ અને ઇતિહાસસિદ્ધ છે. અશ્વઘોષ બ્રાહ્મણ કવિ છતાં તે બૌદ્ધ ભિક્ષુ થયો ન હોય અને તેણે તથાગતની ગાથા ન ગાતાં બ્રાહ્મણ સંસ્કૃતિનો યશોવિસ્તાર કર્યો હોત, તો તેનું સ્થાન ભારતમાં નિઃશંકપણે કાલિદાસના જેવું જ હોત. તેથી ઊલટું, કાલિદાસે સુગતસંસ્કૃતિની યશોગાથામાં જ સરસ્વતીને કૃતાર્થ કરી હોત તો ભારતમાં તે ભાગ્યે જ આટલી પ્રસિદ્ધિ પામત.
અશ્વઘોષ અને કાલિદાસની ભારતમાંની ખ્યાતિના અંતર વિશેનું ઉપરનું નિદાન આચાર્ય માતૃચેટને વિશે પૂરેપૂરું લાગુ પડે છે. માતૃચેટ પણ ભારતનો જ સુપુત્ર છે. એટલું જ નહિ, પણ તે અશ્વઘોષ અને કાલિદાસની પેઠે તત્કાલીન સમ્રાટમાન્ય પણ રહ્યો છે, અને છતાંય આપણા ભારતીઓને
Page #217
--------------------------------------------------------------------------
________________
૨૦૮ અનેકાન્ત ચિંતન માટે માતૃચેટનું નામ અત્યારે છેક જ અપરિચિત થઈ ગયું છે. એની કૃતિ કે કૃતિઓ વાસ્તે તો જાણે કે ભારતના ભંડારોમાં જરા પણ જગ્યા જ ન હોય એમ બન્યું છે; જ્યારે એની કૃતિનાં સીધેસીધાં કે આડકતરાં અનુકરણો બ્રાહ્મણ અને જૈન પરંપરામાં હજી પણ અસ્તિત્વ ધરાવે છે.
છેલ્લાં સો વર્ષમાં થયેલા યુરોપિયન ગવેષકોમાંથી એમ. એ. સ્ટીન મહાશયે ખુતાન (Khetan)થી અને એ. ગ્રનવેડેલ તથા એ. વૉન લે કૉગ એ બે મહાશયોએ તુરફાન(Turfan)માંથી ગ્રંથાવશેષો મેળવ્યા ન હોત અને તે અવશેષોનું પ્રકાશન પ્રો. સિલ્વનું લેવી વગેરેએ કર્યું ન હોત તો અશ્વઘોષ તેમ જ માતૃચેટ વિશે યુરોપમાં ભાગ્યે જ કોઈ કાંઈ વિશેષ જાણવા પામ્યું હોત. અહીં માતૃચેટ અને તેની કૃતિ અધ્યદ્ધશતક મુખ્યપણે પ્રસ્તુત છે. તેથી એને વિશે એ નિર્વિવાદપણે કહી શકાય કે માતૃચેટ અને અધ્યદ્ધશતક વિશેની અત્યાર લગી જે માહિતી અને સાધનસંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે, તેનો પ્રધાન યશ ઉપર નિર્દેશેલ સ્ટીન અને લેવી વગેરે મહાશયોને જ ભાગે જાય છે. તેમના પછી તો અનેક યુરોપિયન સ્કૉલરોએ માતૃચેટ અને તેની જુદી જુદી કૃતિઓ વિશે અનેક યુરોપિયન સ્કૉલરોએ માતૃચેટ અને તેની જુદી જુદી કૃતિઓ વિશે અનેક પ્રયત્નો કર્યા છે અને છેલ્લે ભારતીય વિદ્યાના અધ્યાપક વિન્તનિત્વે પોતાની “હિસ્ટ્રી ઓફ ઇંડિયન લિટરેચર'ના બીજા ભાગમાં માતૃચેટ અને અધ્યદ્ધશતક વિશે પર્યાપ્ત માહિતી આપી છે. આ બધું છતાં જો ભગીરથ પ્રયત્ની ભિક્ષ રાહુલ સાંકૃત્યાયને ૧૯૨૬ની બીજી વારની ટિબેટ યાત્રા વખતે સા-સ્કયા (sa-skya) નામના ટિબેટન વિહારમાંની પોણો ઇંચ ધૂળથી રંગાયેલ ઉપેક્ષિતપ્રાય ભારતીય જ્ઞાન-સંપત્તિ ઉપર હસ્તસ્પર્શ કર્યો ન હોત, તો આજે જે મૂળ સંસ્કૃત રૂપમાં જ પૂર્ણ અધ્યદ્ધશતક આપણને સુલભ થયું છે તે થયું ન હોત અને અધ્યદ્ધશતકના ટિબેટન તેમજ ચાઇનીઝ અનુવાદો ઉપરથી અને તુરફાનમાંથી પ્રાપ્ત થયેલ ખંડિત ભાગોના અપૂર્ણ અનુસંધાન પરથી જ તે વિશે યુરોપિયન સ્કૉલરોએ જે કાંઈ લખ્યું છે તે દ્વારા જ જાણવાનું રહેત. સંસ્કૃતના અભ્યાસી આપણે ભારતીય આજે માતૃચેટની મૂળ સંસ્કૃત કૃતિને વાંચવા સમજવા ને વિચારવા સમર્થ થયા છીએ તેનો એકમાત્ર યશ ભિક્ષુ સાંકૃત્યાયનને જ ભાગે જાય છે.
૧. A History of Indian Literature, vol. Iની પ્રસ્તાવના, પૃ. ૯. ૨. જુઓ, એજન, પૃ. ૨૨૯ થી ૨૭૨.
Page #218
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૦૯ માતૃચેટનો પરિચય
માતૃચેટનાં જન્મસ્થાન, જાતિ, માતા-પિતા, વિદ્યા અને દીક્ષાગુરુ તેમ જ શિષ્ય પરિવાર આદિ વિશે હજી લગી કશું જાણવા મળ્યું નથી. તેમના વિશે અત્યારે જે કાંઈ થોડી માહિતી આપવી શક્ય છે, તે પ્રો. વિન્તનિસ્ત્રના લખાણને આધારે જ. તેથી અહીં એ લખાણનો આવશ્યક સારભાગ આપવો પ્રાપ્ત છે.
સમ્રાટ કનિષ્ક, જેના દરબારમાં કવિ અશ્વઘોષ હોવાનું મનાય છે, તેણે માતૃચેટને પણ પોતાની રાજસભામાં આવવાનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ માતચેટે વૃદ્ધત્વને કારણે આવી ન શકવા બદલ ક્ષમા માંગવાપૂર્વક એક પત્ર જવાબમાં કનિષ્કને લખ્યો હતો. એ પત્ર ટિબેટન ભાષામાં અનુવાદિત થયેલ મળે છે અને તે “મહારાજ કણિકાલેખ” નામે સુપ્રસિદ્ધ છે. આ પત્રનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ. થોમસ મહાશયે “ઇંડિયન એન્ટિક્વેરી (૩૨, ૧૯૦૩ પૃ. ૩૪૫)માં પ્રસિદ્ધ કર્યું છે. આ પત્ર ૮૫ પદ્યોનું એક લઘુકાવ્ય છે. એ પદ્યોમાં બુદ્ધના આદેશ પ્રમાણે નૈતિક જીવન ગાળવાનો ઉપદેશ મુખ્યપણે ગ્રથિત છે. કરણાથી ઊભરાતાં એ પદ્યોમાં કવિ માતચેટ છેવટે સમ્રાટને બહુ જ ઉત્સુકતાથી નમ્ર વિનંતીપૂર્વક કહે છે કે તારે વન્ય પશુઓને અભયદાન આપવું અને શિકાર છોડી દેવો.
- સાતમા સૈકામાં જ્યારે ચીની યાત્રી ઇ-સ્નિગ ભારતમાં પ્રવાસ કરતો હતો, ત્યારે માતૃચેટની પ્રસિદ્ધ કવિ તરીકેની ખ્યાતિ હતી અને તેણે કરેલ બુદ્ધ-સ્તોત્રો જ્યાં-ત્યાં સર્વત્ર ગવાતાં. તે વખતે ઈ-ત્સિગે જે એક લોકવાર્તા સાંભળેલી તે માતચેટની ખ્યાતિ પુરવાર કરી આપે છે.
એકદા બુદ્ધ ભગવાન જંગલમાંથી પસાર થતા હતા ત્યારે એક બુલબુલ મધુર સ્વરમાં ગાવું શરૂ કર્યું જાણે કે બુદ્ધની જ સ્તુતિ કરતી હોય ! તે ઉપરથી બુદ્ધ શિષ્યોને ભવિષ્યવાણી કરી કહ્યું કે આ બુલબુલ અન્યદા માતૃચેટરૂપે અવતરશે.
માતૃચેટની સૌથી વધારે પ્રસિદ્ધ સ્તુતિઓ બે છે: એક ચતુર શતક, જેમાં ચારસો પડ્યો છે અને બીજી સાર્ધશતક, જેમાં દોઢસો પદ્યો છે. આ બન્ને સ્તુતિઓના ખંડિત અવશેષો મધ્ય એશિયામાંથી મળેલ લિખિત ગ્રંથોમાંથી મળી આવ્યા છે. આ સ્તુતિઓ સાદી તેમ જ અનલંકૃત કિંતુ સુંદર ભાષામાં રચાયેલ શ્લોકબદ્ધ કૃતિઓ છે અને તે સ્તુતિઓની, બાહ્ય આકારથી અસર થાય તે કરતાં તેમાં ગ્રથિત પવિત્ર ભાવોની ધાર્મિકો ઉપર વધારે અસર થતી.
WWW.jainelibrary.org
Page #219
--------------------------------------------------------------------------
________________
૨૧૦ · અનેકાન્ત ચિંતન આ વિશે ઇત્સિગ કહે છે કે ભિક્ષુઓની પરિષદમાં માતૃચેટની બન્ને સ્તુતિઓ ગવાતી સાંભળવી એ એક સુખદ પ્રસંગ છે. વધારામાં તે કહે છે કે આ સ્તુતિઓની હૃદયહારિતા સ્વર્ગીય પુષ્પ સમાન છે, અને તે સ્તુતિઓમાં પ્રતિપાદન કરેલ ઉચ્ચ સિદ્ધાંતો ગૌરવમાં પર્વતના ઉન્નત શિખરોની સ્પર્ધા કરનારા છે. ભારતમાં જેઓ સ્તુતિઓ રચે છે તે બધા માતૃચેટને સાહિત્યનો પિતા માની તેનું અનુકરણ કરે છે. અસંગ અને વસુબંધુ જેવા બોધિસત્ત્વો પણ માતૃચેટની બહુ પ્રશંસા કરતા. સમગ્ર ભારતમાં બૌદ્ધ ઉપાસક કે ભિક્ષુ થનાર દરેકને પાંચ કે દશ શીલનો પાઠ શીખી લીધા પછી તરત જ માતૃચેટની સ્તુતિઓ શીખવવામાં આવે છે. આ પદ્ધતિ મહાયાન, હીનયાન બને પરંપરાઓમાં પ્રચલિત છે. ઈ-સિંગ એ સ્તુતિઓની પ્રશંસા કરવા પોતાને અસમર્થ માને છે, અને તે ઉમેરે છે કે આ સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારો અને અનુકરણકારો થયા છે, ત્યાં લગી કે છેવટે પ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગે પણ માતૃચેટના સાર્ધશતકગત દરેક શ્લોકની આગળ એક એક શ્લોક રચી એક ત્રણસો શ્લોકનો સંગ્રહ તૈયાર કરેલો જે “મિશ્રસ્તોત્ર' તરીકે જાણીતો છે. ઈ-સિંગે પોતે સાર્ધશતકનો ચીની ભાષામાં અનુવાદ કરેલો છે અને ટિબેટન ભાષામાં તો માતૃચેટની સાર્ધશતક અને ચતુશતક એ બંને કૃતિઓનાં ભાષાંતરો છે. ચતુ શતકનું નામ ટિબેટન અનુવાદમાં વર્ણનાર્યવર્ણન એવું છે, અને એ જ નામ મધ્ય એશિયામાંથી પ્રાપ્ત અવશેષની અંતિમ પ્રશસ્તિમાં પણ છે. આ સિવાય માતૃચેટને નામે ટિબેટન ભાષામાં જે બીજી કૃતિઓ ચડેલી છે, તેની યાદી એફ ડબલ્યુ. થૉમસ મહાશયે આપેલી છે.
જોકે ટિબેટન પરંપરા માતૃચેટ અને અશ્વઘોષ બન્નેને એક જ દર્શાવે છે, છતાં ખરી રીતે એ બન્ને વ્યક્તિઓ ભિન્ન ભિન્ન જ હતી અને માતૃચેટ અશ્વઘોષનો વૃદ્ધ સમકાલીન હતો. ચીની પરંપરા એ બન્નેને જુદા જુદા જ માને છે અને તે જ પરંપરા સાચી છે. આ પરંપરાનું સમર્થન ભિક્ષુ રાહુલજીએ અધ્યદ્ધશતકની પ્રસ્તાવનામાં સબળ દલીલોથી કરેલું છે. અધ્યદ્ધશતકનો પરિચય
જે અધ્યદ્ધશતકનો પરિચય વાચકોને કરાવવો અહીં ઇષ્ટ છે તે મૂળ
૧. ટિબેટન ઉપરથી લગભગ અર્ધા ભાગનું અંગ્રેજી ભાષાંતર એફ. ડબલ્યુ થૉમસે કર્યું છે
અને તે ઇન્ડિયન એન્ટિક્વેરી ૨૪, ૧૯૦૫, પૃ. ૧૪૫માં પ્રસિદ્ધ થયું છે.
Page #220
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૧૧
સંસ્કૃતમાં જર્નલ ઑફ ધી બિહાર એન્ડ ઉડીસા રિસર્ચ સોસાયટી, પુસ્તક ૨૩, ખંડ ૪(૧૯૩૭)માં છપાયેલ છે. એનું સંપાદન શ્રી કે. પી. જાયસવાલ અને ભિક્ષ રાહુલજીએ કર્યું છે. આ સંસ્કરણ જે લિખિત પ્રતિને આધારે પ્રસિદ્ધ થયું છે, તે લિખિત પ્રતિ ભિક્ષ રાહુલજીએ ટિબેટમાંથી મેળવેલી અને તે મૂળે ઈ. ૧૧મા સૈકાના સુનયશ્રીમિત્ર નામક નેપાલી વિદ્વાનની માલિકીની હતી, જેણે નેપાલમાં પાટણ નગરમાં એક વિહાર સ્થાપ્યો હતો અને જે મૂળ સંસ્કૃત ગ્રંથોનાં ટિબેટન ભાષાંતર કરવા ટિબેટમાં ગયો હતો. એ લિખિત પ્રતિ શ્રી રાહુલજીએ પોતાની ત્રીજી ટિબેટ યાત્રામાં મેળવી હતી. આ પ્રતિ ક્યાંથી કેવી રીતે અને કેવા સંજોગોમાં તેમને મળી તેમ જ આ પ્રતિની લંબાઈ પહોળાઈ વગેરેનું શું સ્વરૂપ છે એનું વર્ણન બહુ જ રોચક છે છતાં અહીં તે જતું કરવું પડે છે, કેમ કે મારો આશય આ સ્થળે મુખ્યપણે અધ્યદ્ધશતકના બાહ્ય-આંતર હાર્દને જ બતાવવાનો છે. પરંતુ જેઓ શોધખોળ અને ભારતીય વિદ્યા-સંપત્તિમાં રસ ધરાવતા હોય તેઓ પૂર્વોક્ત જર્નલના પુસ્તક નં. ૨૧, ૨૩ અને ૨૪માં પ્રસિદ્ધ થયેલ ટિબેટમાંની શોધ વિશેના શ્રી રાહુલજીના લેખો અવશ્ય વાંચે. તેમાંથી તેઓ બહુ જ નવીન જ્ઞાતવ્ય વસ્તુ મેળવી શકશે.
પ્રસ્તુત અધ્યદ્ધશતકનું ટિબેટન ભાષાંતર પણ શ્રી રાહુલજીને પ્રાપ્ત થયેલું. એનું ચીની ભાષાંતર થયેલું છે એ વાત તો પહેલાં કહેવાઈ ગઈ છે; પણ એના તો તોખારિયન ભાષાંતરના અવશેષો સુધ્ધાં પ્રસિદ્ધ થયા છે. આ વિવિધ ભાષાંતરો એટલું પુરવાર કરવા માટે બસ છે કે અનેક શતાબ્દીઓ લગી પ્રસ્તુત અધ્યદ્ધશતકની ખ્યાતિ અને પ્રચાર જુદા જુદા દેશોમાં રહ્યાં છે. એના જન્મસ્થાન ભારતમાંથી એ ભલે અદશ્ય થયું હોય, છતાં તે અનેક રૂપોમાં ભારત બહાર પણ આજે વિદ્યમાન છે.
અધ્યદ્ધશતકના પર્યાય તરીકે મેં સરલતા ખાતર સાર્ધશતક શબ્દ માતૃચેટના પરિચયમાં વાપર્યો છે. બન્ને શબ્દનો અર્થ એક જ છે અને તે અર્થ એટલે “એકસો પચાસ સંખ્યાના શ્લોકોનું સ્તોત્ર'. અધ્યદ્ધશતક એ નામનું ટિબેટન ઉપરથી સંસ્કૃત રૂપાંતર “શતપંચાશિકાસ્તોત્ર એવું પણ કરવામાં આવ્યું છે. તેમ છતાં એ સ્તોત્રનું અસલ નામ તો અધ્યદ્ધશતક જ છે. એમાં ખરી રીતે પડ્યો એકસો પચાસ નહિ પણ એકસો ત્રેપન મળે છે, જે બધાં માતૃચેટરચિત જ ભાસે છે. પચાસ ઉપર ત્રણ પદ્યો વધારે હોવા છતાં એ અર્ધ શબ્દથી સોના અર્થ તરીકે ગણવામાં આવ્યાં છે. સામાન્ય રીતે લોકો એમ
Page #221
--------------------------------------------------------------------------
________________
૨૧૨ - અનેકાન્ત ચિંતન સમજે છે કે અર્ધ એટલે આખાનો બરાબર અધ ભાગ. પણ અર્ધ શબ્દ આખાના બે સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા બે અસમાન અંશ પૈકી કોઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત સ્તોત્ર સો ઉપરાંત ત્રેપન ગ્લોકપ્રમાણ હોય તોય એનું અધ્યદ્ધશતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે.
અધ્યદ્ધશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયાનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગો નીચે પ્રમાણે છે :– . ૧. ઉપોદ્યાતસ્તવ
૨. હેતુસ્તવ ૩. નિરુપમસ્તવ
૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ
૬. કરુણાસ્તવ ૭. વચનસ્તવ
૮. શાસનસ્તવ ૯. પ્રસિધિસ્તવ
૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કરસ્તવ
૧૨. કૌશલસ્તવ ૧૩. આનૃશ્યસ્તવ
છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુરુપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદ્દન સરલ, પ્રસન્ન અને નિરાડંબર શૈલીવાળું છે. સ્તુતિકાર માતૃચેટે એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે.
સ્તુતિ-સ્તોત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તો ઓછામાં ઓછું ઋગ્વદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશોમાં જુદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂક્તો સૂર્ય, ચંદ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશોને જ દિવ્યતા અર્ધી તેમ જ ઇન્દ્ર, વરુણ આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિંતુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂક્તો ભાગ્યે જ
૧. જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર “સપેંડશેડઈ વા' (૩-૨-૧૪) અને તેની
બૃહવૃત્તિ.
Page #222
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૧૩
કોઈ ઐતિહાસિક વ્યક્તિને સ્તવે છે. આગળ જતાં સ્તુતિનો પ્રવાહ બીજી દિશામાં પણ વહેવો શરૂ થાય છે. બૌદ્ધ પ્રાચીન પિટકોમાં અને જૈન આગમોમાં સ્તુતિઓ સંસ્કૃત ભાષાનું કલેવર છોડી પ્રાકૃત ભાષાનો આશ્રય લે છે અને સાથે જ તે કાલ્પનિક તેમ જ પૌરાણિક દેવ-દેવીઓનો પ્રદેશ છોડી ઐતિહાસિક વ્યક્તિનો વિષય સ્વીકારે છે. પાલિ સુત્તો બુદ્ધને સ્તવે છે, જ્યારે જૈન સુત્ત મહાવીરને સ્તવે છે. ભાષા અને વિષયભેદ ઉપરાંત આ પાલિપ્રાકૃત સ્તુતિઓનું બીજું પણ એક ખાસ લક્ષણ છે અને તે એ કે એ સ્તુતિઓ તદ્દન સાધારણ બુદ્ધિવાળા માણસથી પણ સમજાય તેવી સહેલી અને નિરાડમ્બર શૈલીમાં મળી આવે છે. માતૃચેટના ઉત્તરવર્તી બ્રાહ્મણપરંપરાના કવિઓ વૈદિક શૈલીમાં સ્તુતિઓ રચે છે. કાલિદાસ જેવા મહાકવિઓ કવિત્વસુલભ કલ્પનાઓ દ્વારા સુપ્રસન્ન અને હૃદયંગમ શબ્દબંધમાં ઈષ્ટદેવને સ્તવે છે, તો બાણ-મયૂર આદિ સ્તુતિકારો વ્યાકરણ અને અલંકારશાસ્ત્રના ભારથી લચી જતી એવી શબ્દાડંબરી શૈલીમાં સ્તુતિઓ રચે છે, પણ આ બધા જ કવિઓનું સામાન્ય લક્ષણ એ છે કે તેઓ પોતાના વૈદિક પૂર્વજોના ચાલેલ ચીલે ચાલી પ્રકૃતિગત તેમ જ પૌરાણિક દેવદેવીઓની જ મુખ્યપણે સ્તુતિઓ રચે છે. એમાંથી કોઈની સરસ્વતી ભાગ્યે જ ઐતિહાસિક વ્યક્તિને સ્તવે છે. તેથી ઊલટું, માતૃચેટના ઉત્તરવર્તી બૌદ્ધને જૈન સ્તુતિકારો પોતાના પૂર્વજોને માર્ગે જ વિચરી બુદ્ધ-મહાવીર જેવા ઐતિહાસિક કે પૌરાણિક પણ મનુષ્યની સ્તુતિઓ રચે છે. તેઓ પોતાના પૂર્વજોની અકૃત્રિમ શૈલી છોડી મોટે ભાગે શબ્દ અને અલંકારના આડંબરમાં કવિત્વસુલભ કલ્પનાઓને વણે છે. એટલું જ નહિ, પણ તેઓ ઐતિહાસિક માનવજીવનનું ચિત્ર સ્તુતિ દ્વારા રજૂ કરવા પ્રવૃત્ત થયા હોવા છતાં તેમાં એવાં અનેક તત્ત્વોની ભેળસેળ કરે છે કે જેથી તે સ્તુત્ય વ્યક્તિનું જીવન શુદ્ધ માનવજીવન ન રહેતાં અર્ધ દૈવીજીવન કે અર્ધ કાલ્પનિક જીવન ભાસવા લાગે છે. પછીના બૌદ્ધ કે જૈન દરેક સ્તુતિકારે મોટા ભાગે પોતાના ઇષ્ટદેવને આવતાં અનેક દૈવી ચમત્કારો અને માનવજીવનને અસુલભ એવી અનેક અતિશયતાઓ વર્ણવી છે. વધારામાં એ સ્તુતિઓ શુદ્ધ વર્ણનાત્મક ન રહેતાં બહુધા ખંડનાત્મક પણ બની ગઈ છે—જાણે પોતાને અમાન્ય એવા સંપ્રદાયોના ઈષ્ટદેવો ઉપર કટાક્ષ-ક્ષેપ કર્યા સિવાય પોતાના ઈષ્ટદેવની સ્તુતિ જ કરવા તેઓ અસમર્થ બની ગયા હોય ! મોટે ભાગે દરેક સંપ્રદાયની સ્તુતિનું સ્વરૂપ એવું બની ગયું છે કે તેનો પાઠ તે સંપ્રદાયના શ્રદ્ધાળુ ભક્ત સિવાય બીજામાં ભાગ્યે જ ભક્તિ જગાડી શકે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૨૧૪ • અનેકાન્ત ચિંતન
આવી વસ્તુસ્થિતિ છતાં માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર બ્રાહ્મણ અને શ્રમણ કવિઓની એ અતિશયતાઓથી સર્વથા મુક્ત રહ્યું છે. એમાં માતૃચેટે બુદ્ધના આધ્યાત્મિક જીવનને કવિસુલભ કલ્પના દ્વારા સરલ અને શિષ્ટ લૌકિક સંસ્કૃતમાં સ્તવ્યું છે, પણ એણે તેમાં દૈવી ચમત્કારો કે વિકસિત માનવતા સાથે જરા પણ અસંગત દેખાય એવી અતિશયતાઓનો આશ્રય લીધો જ નથી. તે સ્વમાન્ય તથાગતને સ્તવે છે, પણ ક્યાંય અન્ય સંપ્રદાયસંમત દેવો કે પુરુષો ઉપર એક પણ કટાક્ષ નથી કરતો. ગમે તેવા વિરોધી સંપ્રદાયના અનુયાયીને પણ માતચેટની આ સ્તુતિનો પાઠ તેને વિશે અણગમો ઉત્પન્ન નથી જ કરતો. આ શૈલી દ્વારા જાણે માતૃચેટે એવું તત્ત્વ સ્થાપિત કર્યું લાગે છે કે કોઈ પણ ભક્ત કે સ્તુતિકાર પોતાના ઈષ્ટદેવની ભક્તિ કે સ્તુતિ બીજા કોઈના દોષ જોયા સિવાય અને દૈવી કે અસ્વાભાવિક ચમત્કારોનો આશ્રય લીધા વિના પણ કરી શકે છે.
અહીં ઈ-ત્સિંગના ઉપર આપેલ એ કથન વિશે વિચાર કરવો ઘટે છે કે માતૃચેટની સ્તુતિઓના ઘણા વ્યાખ્યાકારો અને અનુકરણકારો થયા છે. આજે આપણી સામે માતૃચેટનું સમકાલીન કે ત્યાર પછીનું સંપૂર્ણ ભારતીય વાલ્મય નથી કે જેથી ઇ-સિંગના એ કથનની અક્ષરશઃ પરીક્ષા કરી શકાય. તેમ છતાં જે કાંઈ વાડ્મયની અસ્તવ્યસ્ત અને અધૂરી જાણ છે, તે ઉપરથી એ તો નિ:શંક કહી શકાય છે કે ઇ-સિંગનું એ કથન નિરાધાર કે માત્ર પ્રશંસાપૂરતું નથી. માતૃચેટની બે પૈકી પહેલી સ્તુતિ “ચતુશતક' છે. નાગાર્જુનની “મધ્યમકકારિકા' ૪૦૦ શ્લોકપ્રમાણ છે. નાગાર્જુનના શિષ્ય આર્યદેવનું ચતુ શતક પણ તેટલા જ શ્લોકપ્રમાણ છે. બન્ને ગુરુ-શિષ્ય માતચેટના સમીપ ઉત્તરવર્તી છે અને બૌદ્ધ શૂન્યવાદી વિદ્વાનો છે. તેથી એમ કહેવાનું મન થઈ જાય છે કે કદાચ નાગાર્જુન અને આર્યદેવે માતૃચેટના “ચતુઃ શતક”નું અનુકરણ કરી પોતપોતાનાં ચતુઃશતપ્રમાણ પ્રકરણો લખ્યાં. આ પ્રકરણો ઈ-સિંગ પહેલાં રચાયેલ હોઈ તેના ધ્યાનમાં હતાં જ અને તેનું ચીની ભાષાંતર પણ છે જ. ઈ-ત્સિગે ચતુઃશતકના અનુકરણની વાત કહી છે તે સાધાર લાગે છે. જૈન આચાર્ય હરિભદ્ર પ્રાકૃતિમાં વીસ વીશીઓ રચી છે, જે ચારસો શ્લોક પ્રમાણ થાય છે. જોકે હરિભદ્ર ઇત્સિંગના ઉત્તરવર્તી હોઈ એ વિશિકાઓ ઈત્સિગની જાણમાં ન હોઈ શકે, છતાં એટલું તો ભારતીય વિદ્વાનોની અનુકરણપરંપરા ઉપરથી કહી શકાય કે કદાચ હરિભદ્રની એ રચનામાં પણ માતૃચેટના ચતુ શતકની, સાક્ષાત્ નહિ તો પારસ્પરિક, પ્રેરણા હોઈ શકે.
Page #224
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યÁશતક ૦ ૨૧૫
માતૃચેટનું બીજું સ્તોત્ર અધ્યÁશતક છે. એનું અનુકરણ તો દિનાગે કર્યું જ છે; અને દિફ્નાગની એ અનુકૃતિ ટિબેટન ભાષામાં મળે છે. ઇ-સ્ટિંગ પહેલાં એ રચાયેલ હોઈ તેની જાણ ઇ-ન્સિંગને હતી જ. દિનાગનું સ્થાન ભારતમાં અને ચીનમાં તે કાળે અતિગૌરવપૂર્ણ હતું. દિનાગ સિવાય બીજા બૌદ્ધ વિદ્વાનોએ પણ અધ્યÁશતકનાં અનુકરણો કર્યાં હોય એવો સંભવ છે, કેમ કે અસંગ અને વસુબંધુ જેવા અસાધારણ વિદ્વાનો પણ માતૃચેટના પશંસક હતા. આગળ વધારે શોધને પરિણામે એવાં અનુકરણો મળી આવે તો નવાઈ નિહ. એ ઉપરાંત જૈન સ્તુતિકારો ઉપર પણ અધ્યÁશતકની સાક્ષાત્ કે વંશાનુવંશગત છાયા પડી હોય તેવો વધારે સંભવ લાગે છે. સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર દિનાગના બહુ સમીપવર્તી છે. તેમણે દિનાગના ‘ન્યાયમુખ’નું અનુકરણ કરી ‘ન્યાયાવતાર’ રચ્યો છે એમ માનવાને આધાર છે. તેમણે દિનાગની અન્ય કૃતિઓની સાથે દિનાગનું અધ્યÁશતક અને તેના જ મૂળ આદર્શરૂપ માતૃચેટનું અધ્યÁશતક જોયું હોય એવો વધારે સંભવ છે. જો એ સંભવ સાચો હોય તો એમ માનવું નિરાધાર નથી કે સિદ્ધસેને રચેલ પાંચ સળંગ બત્રીસ-બત્રીસ શ્લોકની બત્રીશીઓ, જેનું કુલ પ્રમાણ અધ્યÁશતકના એકસો ત્રેપન શ્લોક કરતાં માત્ર સાત જ શ્લોક વધારે થાય છે, તેમાં પણ માતૃચેટના પગલે ચાલવાનો પ્રયત્ન છે. સિદ્ધસેન પછી થનાર અને મોટે ભાગે સિદ્ધસેનની સ્તુતિઓનું જ પોતાની ઢબે અનુકરણ કરનાર સ્વામી સમંતભદ્રના ‘સ્વયંભૂસ્તોત્ર’ની સ્મૃતિ પણ આ સ્થળે અસ્થાને નથી, કેમ કે એ સુશ્લિષ્ટ સ્તોત્રમાં પણ અધ્યર્દ્રશતક કરતાં માત્ર દશ જ શ્લોક ઓછા છે, અર્થાત્ તેની શ્લોકસંખ્યા ૧૪૩ છે. હું ઉપર જણાવી ગયો છું કે પચાસથી થોડા ઓછા કે થોડા વધારે શ્લોકો હોય તોપણ તે શતાર્ધ શાસ્ત્રીય રીતે કહેવાય છે. એટલે, કહેવું હોય તો, એમ કહી શકાય કે સિદ્ધસેનના ૧૬૦ અને સમંતભદ્રના ૧૪૩ શ્લોકો એ અધ્યÁશતકના ૧૫૩ શ્લોકોની બહુ નજીક છે. આ સિવાય સિદ્ધસેનની સ્તુતિઓમાં કોઈ કોઈ ખાસ એવા શબ્દો અને ભાવો છે કે જે ઉપરથી એમ માનવાને કારણ મળે છે કે કદાચ સિદ્ધસેને એ શબ્દો કે ભાવો માતૃચેટ અગર તેના અનુકર્તાઓની સામે જ પ્રકટ કર્યા હોય, જે વિશે આગળ થોડું વિચારીશું.
સિદ્ધસેન અને સમંતભદ્ર કરતાં પણ આચાર્ય હેમચંદ્ર આ સ્થળે વિશેષ સ્મરણીય છે. જોકે આચાર્ય હેમચંદ્ર તો ઇ-ન્સિંગ પછી લગભગ પાંચ શતાબ્દી બાદ થયા છે, છતાં એમનું માત્ર ‘વીતરાગસ્તોત્ર' પણ જ્યારે અધ્યર્દ્રશતક
Page #225
--------------------------------------------------------------------------
________________
૨૧૬ ૦ અનેકાન્ત ચિંતન સાથે સરખાવીએ છીએ ત્યારે ઈ-સિંગના અનુકરણવિષયક કથન વિશે જરા પણ સંદેહ રહેતો નથી. “વીતરાગસ્તોત્ર'ના શ્લોકો ૧૮૭ છે. એટલે તે સંખ્યાની દૃષ્ટિએ અધ્યદ્ધશતકથી બહુ દૂર છે. અધ્યદ્ધશતકના તેર વિભાગો છે, જયારે વીતરાગસ્તોત્રના વીશ. પણ હેમચંદ્ર “વીતરાગસ્તોત્ર' કુમારપાલ ભૂપાલને ઉદ્દેશી લખ્યું છે. માતૃચેટનો કનિષ્ક સાથેનો સંબંધ જોતાં એમ થઈ આવે છે કે શું માતૃચેટે પણ સમ્રાટ કનિષ્કને ઉદ્દેશી અધ્યદ્ધશતક જેવાં સ્તોત્રો રચ્યાં ન હોય ? હેમચંદ્ર કુમારપાલ પાસે શિકાર છોડાવ્યો અને વન્ય પ્રાણીઓને તેને હાથે અભયદાન દેવડાવ્યું એ અમારિ ઘોષણાની વાત ઇતિહાસવિદિત છે. માતૃચેટે સમ્રાટ કનિષ્કને લખેલા પત્રમાં પણ છેવટે વન્ય પ્રાણીઓને અભયદાન દેવાની અને શિકાર છોડવાની વિનંતી છે. આ સાદશ્ય ભલે એક-બીજાના ગ્રંથાનુકરણ રૂપે ન હોય, તોય એમાં ધાર્મિક પરંપરાની સમાનતાનો પડઘો સ્પષ્ટ છે જ. ગમે તેમ હોય, પણ અધ્યદ્ધશતક અને વીતરાગસ્તોત્ર એ બન્નેનો પુનઃ પુનઃ પાઠ કરતાં મન ઉપર એવી છાપ તો પડે જ છે કે, હોય ન હોય પણ, હેમચંદ્ર સામે અધ્યદ્ધશતક કે બીજાં તેવાં જ સ્તોત્રો અવશ્ય હતાં. હેમચંદ્રનું બહુશ્રુતત્વ અને સર્વતોમુખી અવલોકન અને તેનો ગ્રંથસંગ્રહરસ જોતાં એ કલ્પના સાવ નિર્મળ ભાગ્યે જ કહી શકાય. બીજા કોઈની સ્તુતિ કરતાં હેમચંદ્રના વીતરાગસ્તોત્ર સાથે અધ્યદ્ધશતકનો કેટલો વધારે બિંબ-પ્રતિબિંબભાવ છે એ જાણવું બહુ રસપ્રદ હોઈ તેની ટૂંકમાં સરખામણી કરવી અનેક દૃષ્ટિએ ઉપયોગી છે.
માતૃચેટે બીજા કોઈમાં દોષનું અસ્તિત્વ બતાવ્યા સિવાય જ બુદ્ધને સ્તવતાં કહ્યું છે કે, જેનામાં કોઈ પણ દોષ છે જ નહિ અને જેનામાં સમગ્ર ગુણો જ છે તેને જ શરણે જવું, તેની જ સ્તુતિ કરવી, તેની જ ઉપાસના કરવી અને તેની જ આજ્ઞામાં રહેવું વાજબી છે—જો બુદ્ધિ હોય તો.'
આ જ ભાવ હેમચંદ્ર સહેજ શૈલીભેદે વર્ણવ્યો છે. બીજામાં સંપૂર્ણ દોષો છે, જ્યારે તમ વીતરાગમાં બધા ગુણો જ છે. નાથ તરીકે તારો આશ્રય લઈએ છીએ, તને જ સ્તવીએ છીએ, તારી જ ઉપાસના કરીએ છીએ, તારા
૧. અધ્ય–સર્વા સર્વથા સર્વે પણ રોષ ન ત ર ા
सर्वे सर्वाभिसारेण यत्र चावस्थिता गुणाः ॥१॥ तमेव शरणे गन्तुं तं स्तोतुं तमुपासितुम् । तस्यैव शासने स्थातुं न्याय्यं यद्यस्ति चेतना ॥२॥
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૧૭ સિવાય અન્ય કોઈ ત્રાતા નથી.'
માતૃચેટ બુદ્ધ વિશે કહે છે કે આ બુદ્ધને દોષો અને એના બીજસંસ્કારો કશું જ નથી. વળી હે સુગત, તેં દોષો ઉપર એવો સખત પ્રહાર કર્યો છે કે જેથી તેં પોતાના ચિત્તમાં દોષના સંસ્કારોને પણ બાકી રહેવા દીધા નથી.
આ જ વસ્તુને હેમચંદ્ર ટૂંકમાં વર્ણવે છે કે વીતરાગે સંપૂર્ણ ક્લેશવૃક્ષોને નિર્મૂળ ઉખાડી નાખ્યાં છે.
માતૃચેટે મનુષ્યજન્મની અતિદુર્લભતા સૂચવી ક્ષણભંગુર સરસ્વતીવાશક્તિ-ને બુદ્ધની સ્તુતિમાં જ સફળ કરી લેવાની ભાવનાથી કહ્યું છે કે મહાન સમુદ્રમાં છૂટી ફેંકાયેલ ઘૂંસરીના કાણામાં કાચબાની ડોકનું આપમેળે આવી જવું અતિદુર્લભ છે. તેવો જ અતિદુર્લભ સદ્ધર્મના સંભવવાળો મનુષ્યજન્મ પામી હું ક્ષણિક અને ગમે ત્યારે સવિઘ્ન બની જનાર સરસ્વતીને શા માટે સફળ ન કરું ?
આ જ ભાવ હેમચંદ્ર અતિટૂંકમાં વીતરાગને સ્તવતાં વર્ણવે છે કે, વિતરાગ વિશે સ્તોત્ર રચી હું સરસ્વતીને પવિત્ર કરીશ. સંસારકાંતારમાં જન્મધારીઓને જન્મનું ફળ તે તેની સ્તુતિ જ છે."
માતચેટ બુદ્ધને ઉદ્દેશી કહે છે કે તું કોઈની પ્રેરણા વિના જ સ્વયમેવ સાધુ છે, તું નિઃસ્વાર્થ વાત્સલ્યવાળો છે, તું અપરિચિતોનો પણ સખા છે અને
૧. વીત–સર્વે સર્વાત્મનાવુ તોષાત્ત્વયિ પુન: II૧૨, ૮
ત્યાં પ્રપદ્યામ નાથ ત્યાં સુમસ્વીમુપામદે !
त्वत्तो हि न परस्त्राता किमु ब्रूमः किमु कुर्महे ॥६, ५॥ ૨. મધ્ય –-વાસનાથ તે રોપાન સર્જ્યોવાસ્થ તયિન: ૬, ધો
तथा सर्वाभिसारेण दोषेषु प्रहृतं त्वया ।
यथैषामात्मसन्ताने वासनापि न शेषिता ॥३१॥ ૩. વીત.--સર્વે નવમૂલ્યન્ત સમૂત: વત્તે પાપ: ૧, ૨, ४. अध्य०-सोऽहं प्राप्य मनुष्यत्वं ससद्धर्ममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मग्रीवार्पणोपमम् ।।५।। अनित्यताव्यनुसृतां कर्मच्छिद्रससंशयाम् ।
आतसारां करिष्यामि कथं नैनां सरस्वतीम् ॥६॥ ૫. વીત–ાત્ર તો ય વત્રાં હાં સરસ્વતીન્T .
इदं हि भवकान्तारे जन्मिनां जन्मनः फलम् ॥१, ६॥
Page #227
--------------------------------------------------------------------------
________________
૨૧૮ · અનેકાન્ત ચિંતન તું અસંબંધીઓનો પણ બંધુ છે.' | હેમચંદ્ર શબ્દશઃ એ જ વસ્તુ વીતરાગ વિશે કહે છેઃ તું વગર બોલાવ્યું પણ સહાયક છે, તું નિષ્કારણ વત્સલ છે, તે વગર પ્રાર્થનાએ પણ સાધુ છે અને તું સંબંધ વિના પણ સૌનો બંધુ છે.
જાતકોમાં બુદ્ધ અનેક વાર પોતાના શરીરને ભોગે પણ હિંન્નોના મુખમાંથી પ્રાણીઓછોડાવ્યાની જે વાત છે તેનો સંકેત કરી માતૃચેટે સ્તવ્યું છે કે, હે સાધો! તેં પોતાનું માંસ પણ આપ્યું છે તો અન્ય વસ્તુની વાત જ શી ? તે તો પ્રાણોથી પણ પ્રણયીનો સત્કાર કર્યો છે. તેં હિસ્રો દ્વારા આક્રાંત પ્રાણીઓનાં શરીરો પોતાના શરીરથી અને તેમના પ્રાણો પોતાના પ્રાણથી ખરીદી બચાવી લીધાં છે.
બુદ્ધના પ્રાણાર્પણની કરાયેલ સ્તુતિનો જ પરિહાસ કરી હેમચંદ્ર ઇષ્ટદેવને સ્તવે છે. તેણે એક સ્થળે મહાવીરને સ્તવતાં કહ્યું છે કે માંસાને વૃથા પતુઃ (યો વ્યવછેfશા સ્તોત્ર ૬); જ્યારે એ જ પરિહાસ તેણે વીતરાગસ્તોત્રમાં બીજી રીતે મૂક્યો છે, જે સ્પષ્ટ બૌદ્ધ જાતકકથા સામે છે; જેમ કે, હે નાથ ! પોતાના દેહના દાનથી પણ બીજાઓએ જે સુકૃત ઉપાર્યું નથી તે સુકૃત તો ઉદાસીન એવા તારા પદાસન નીચે આવી પડતું.”
હેમચંદ્ર કરેલ આ પરિહાસ જૈન પરંપરામાં સિદ્ધસેન દિવાકર જેટલો તો જૂનો છે જ. દિવાકરે પણ મહાવીરને-સ્વમાંસદાનથી પરપ્રાણીની રક્ષા કરનારને-દયાપાત્ર કહ્યા છે, જેમ કે,
कृपां वहन्तः कृपणेषु जन्तुषु स्वमांसदानेष्वपि मुक्तचेतसः । त्वदीयमप्राप्य कृतार्थ ! कौशलं स्वतः कृपां संजनयन्त्यमेधसः ॥
--કાર્બશિક્ષા ૨-૬
૧. મધ્ય – વ્યાપારિતસાધુત્ત્વ સ્વીકારવત્સત્ત: |
असस्तुतसखश्च त्वं त्वमसम्बन्धबान्धवः ॥१, ११॥ ૨. વીત–સાહૂતપદાથર્વ, મરવલ્લતઃ |
अनभ्यर्थितसाधुस्त्वं त्वमसम्बन्धबान्धवः ॥१३, १॥ ૨. ગપ્પ–સ્વકાંસાવિ દુત્તનિ વસ્તુષ્યપુ ! કથા I.
प्राणैरपि त्वया साधो ! मानित: प्रणयी जनः ॥१२॥
વૈઃ શરીર રીનિ ને પ્રાણાઃ શરીરિણાનું !
जिघांसुभिरुपात्तानां क्रीतानि शतशस्त्वया ॥१३॥ ૪. વીત–વદેશ ન સુાં .
उदासीनस्य तच्चाथ पादपीठे तवालुठत् ॥११, ५॥
:
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્દશતક ૦ ૨૧૯
માતૃચેટે નિઃસ્પૃહતા-પ્રકર્ષ દ્વારા બુદ્ધની ચિત્તશુદ્ધિ સ્તવતાં કહ્યું છે કે ગુણોમાં પણ તારી અસક્તિ ન હતી, ગુણીઓ ઉપર પણ રાગ ન હતો. તારા સુપ્રસન્ન ચિત્તની પરિશુદ્ધિ આશ્ચર્યજનક છે.
હેમચંદ્ર પણ બીજા શબ્દોમાં એમ જ સ્તવે છે ઃ તું જ્યારે સુખ-દુઃખ કે સંસાર-મોક્ષ બન્નેમાં ઉદાસીન છે ત્યારે તારામાં વૈરાગ્ય સિદ્ધ જ છે, એટલે તું સર્વત્ર જ વિકત છે.૨
માતૃચેટ બુદ્ધના દેહરૂપને સ્તવતાં કહે છે કે ઉપશાંત અને કાંત, દીપ્તિવાળું અને છતાં આંજી ન નાખે તેવું, બળશાળી અને છતાં ત્રાસ ન આપે તેવું તારું રૂપ કોને ન આકર્ષે ?
હેમચંદ્રે પણ એ જ ભાવ બીજા શબ્દોમાં સ્તવ્યો છે : હે પ્રભુ ! પ્રિયંગુ, સ્ફટિક, સ્વર્ણ આદિ જેવા જુદા જુદા વર્ણના તમારા વગ૨ધોયે પણ પવિત્ર દેહો કોને આકર્ષતા નથી ?૪
માતૃચેટ બુદ્ધની કરુણા સ્તવતાં કહે છે કે હે નાથ, પરોપકારમાં એકાંતપણે મગ્ન અને પોતાના આશ્રય—બુદ્ધ-કલેવર પ્રત્યે અત્યંત નિષ્ઠુર એવી કરુણાવિહીન કરુણા ફક્ત તારામાં હતી.પ
હેમચંદ્ર પણ વીતરાગના વિલક્ષણ ચરિત્રને એ જ રીતે સ્તવે છે : હે નાથ ! તે પોતાના હિંસકો ઉપર પણ ઉપકાર કર્યા છે અને સ્વાશ્રિતોની પણ ઉપેક્ષા કરી છે. તારું ચરિત્ર સહજ રીતે જ આવું વિચિત્ર હોય ત્યાં આક્ષેપને અવકાશ જ ક્યાં છે ?
અધ્ય—
- गुणेष्वपि न संगोऽभूत् तृष्णा न गुणवत्स्वपि । अहो ते सुप्रसन्नस्य सत्त्वस्य परिशुद्धता ॥ ४९ ॥ ૨. વીત૰—સુદ્ધે દુઃહે ભવે મોક્ષે યૌવાસીચમીશિવે ।
तदा वैराग्यमेवेति कुत्र नासि विरागवान् ॥१२, ६॥ अध्य० -- उपशान्तं च कान्तं च दीप्तमप्रतिघाति च ।
૧.
3.
निभृतं चोर्जितं चेदं रूपं कमिव नाक्षिपेत् ॥५२॥ ૪. વીત—પ્રિય સ્વિળ-પદ્માસનપ્રમ: ।
प्रभो तवाधौतशुचिः काय: कमिव नाक्षिपेत् ॥२, १॥ ૫. અધ્ય૰——પાશ્ર્ચાત્તાખિ જામ સ્વાશ્રયનિપુરા ।
त्वय्येव केवलं नाथ करुणाऽकरुणाऽभवत् ॥६४॥ ६. वीत० - हिंसका अप्युपकृता आश्रिता अप्युपेक्षिताः । તું સ્વિત્રં શ્ત્રિ તે, જે વા પર્વનુપુજ્ઞતામ્ ॥૪, દ્દા
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૨૦૦ અનેકાન્ત ચિંતન
માતૃચેટે બુદ્ધનું શાસન અવગણનાર વિશે જે કહ્યું છે તે જ હેમચંદ્ર બીજી ભંગીમાં વધારે ભારપૂર્વક વીતરાગનું શાસન અવગણનાર વિશે કહ્યું છે :
હે મુનિશ્રેષ્ઠ ! આ પ્રકારના કલ્યાણયુક્ત તારા શાસનનો જે અનાદર કરે તે કરતાં બીજું વધારે ભૂંડું શું?'
હે વીતરાગ ! જે અજ્ઞાનીઓએ તારું શાસન નથી અપનાવ્યું, તેઓના હાથમાંથી ચિંતામણિ રત્ન જ સરી ગયું છે અને તેઓએ પ્રાપ્ત અમૃતને નિષ્ફળ કર્યું છે.
માતૃચેટ વિરોધાભાસ દ્વારા બુદ્ધની પ્રભુતા બુદ્ધના જીવનમાંથી જ તારવી સ્તવે છે કે, હે નાથ ! તેં પ્રભુ-સ્વામી છતાં વિનેય-શિષ્ય-વાત્સલ્યથી સેવા કરી, વિક્ષેપો સહ્યા; એટલું જ નહિ, પણ વેશ અને ભાષાનું પરિવર્તન સુધ્ધાં કર્યું. ખરી રીતે, હે નાથ ! તારા પોતામાં પ્રભુપણું પણ હમેશાં નથી ... હોતું. તેથી જ તો બધાઓ તને પોતાના સ્વાર્થમાં સેવકની માફક પ્રેરે છે.
| હેમચંદ્ર પણ વિરોધાભાસથી છતાં બીજી રીતે જૈન દષ્ટિ પ્રમાણે પ્રભુત્વ વર્ણવે છે : હે નાથ ! તે બીજા પ્રભુઓની માફક કોઈને કાંઈ આપ્યું નથી તેમ જ બીજા પ્રભુઓની માફક કોઈની પાસેથી કાંઈ લીધું નથી; અને છતાંય તારામાં પ્રભુત્વ છે. ખરેખર, કુશળની કળા અનિવાર્ચનીય જ હોય છે.'
બુદ્ધે કોઈ પણ સ્થિતિમાં કલ્યાણકારી સ્વપ્રતિપદાનું–મધ્યમપ્રતિપદાનું લંઘન નથી કર્યું એ ગુણની સ્તુતિ માતૃચેટ જેવી શબ્દરચના ને ભંગીને અવલંબી કરી છે તેવી જ શબ્દરચના અને ભંગીને વધારે પલ્લવિત કરી તેમાં હેમચંદ્ર અતિ ઉદાત્ત ભાવ ગોઠવ્યો છે :
૧. મધ્ય પર્વ ન્યથાનિત તકૃષિપુક્રવા
शासनं नाद्रियन्ते यत् किं वैशसतरं ततः ॥९१।। ૨. વીત– શ્ચન્તામળિઃ પોતેષાં નબા સુધા મુધા
यैस्ते शासनसर्वस्वमज्ञानैर्नात्मसात्कृतम् ॥१५, ३॥ ૩. અપ્સ–પ્રા: શેપા વૃતા સેવા વેશબાપાન્તર વૃતમ્ |
नाथ वैनेयवात्सल्यात् प्रभुणापि सता त्वया ॥११६।। प्रभुत्वमपि ते नाथ सदा नात्मनि विद्यते ।
वक्तव्य इव सर्वैर्हि स्वैरं स्वार्थे नियुज्यसे ॥१७॥ ૪. વીત –ાં ન લિસ્ટિઐવિઝાd fવતાના
प्रभुत्वं ते तथाप्येतत्कला कापि विपश्चिताम् ॥११, ४॥
Page #230
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૧ જ્યાં ત્યાં અને જે તે રીતે, જેણે જેણે, ભલે તને પ્રેર્યો હોય–તારાથી કામ લીધું હોય, છતાં તું તો પોતાના કલ્યાણ માર્ગનું કદી ઉલ્લંઘન કરતો નથી.'
જે તે સંપ્રદાયમાં, જે તે નામથી અને જે તે પ્રકારે તું જે હો તે હો, પણ જો તું નિર્દોષ છે તો એ બધા રૂપમાં, હે ભગવન્! છેવટે તું એક રૂપ જ છે. વાતે તને–વીતરાગને નમસ્કાર હો.
માતૃચેટે બુદ્ધની ઉપકારકતા અલૌકિક રીતે સ્તવી છે કે, હે નાથ ! અપકાર કરનાર ઉપર તું જેવો ઉપકારી બન્યો છે તેવો ઉપકારી જગતમાં બીજો કોઈ માણસ પોતાના ઉપકારી પ્રત્યે પણ નથી દેખાતો.
આ જ વસ્તુને હેમચંદ્રની સ્ફટ વાચા ગ્રંથે છે : હે નાથ ! બીજાઓ ઉપકારકો પ્રત્યે પણ એટલો સ્નેહ નથી દાખવતા જેટલો તમે અપકારકો પ્રત્યે પણ ધરાવો છો. ખરેખર, તમમાં બધું અલૌકિક છે.'
માતૃચેટે બુદ્ધની દુષ્કરકારિતા વિશે કહ્યું છે કે સમાધિવજથી હાડકાંઓનો ચૂરેચૂરો કરનાર તેં છેવટે પણ દુષ્કર કાર્ય કરવું છોડ્યું નહિ.'
હેમચંદ્ર એ જ ભાવ ભંગ્યન્તરથી સ્તવ્યો છે : હે નાથ ! તેં પરમસમાધિમાં પોતાની જાતને એવી રીતે પરોવી કે જેથી હું સુખી છું કે નહિ, અગર દુઃખી છું કે નહિ, તેનું તને ભાન સુધ્ધાં ન રહ્યું.
માતૃચેટે બુદ્ધના બધા જ બાહ્ય-આત્યંત ગુણોની અદ્ભુતતા જે શબ્દ
૧. અધ્યયેન નવું વં ચત્ર તત્ર યથા તથા |
चोदितः स्वां प्रतिपदं कल्याणी नातिवर्तसे ॥११८॥ ૨. વીત–વત્ર યત્ર સ યથા યથા યોનિ સોડપધયા થયા તયા | वीतदोषकलुषः स चेद् भवानेक एव भगवत्रमोस्तु ते ॥३१॥
__ अयोगव्यवच्छेदद्वात्रिंशिका ૩. અ–નોપડઘેર્વમુપારો નન: '
अपकारपरेऽपि त्वमुपकारपरो यथा ॥११९॥ ૪. વીત–તથા રે વ્યક્ત ૩૫Rશે જે
यथाऽपकारिणि भवानहो सर्वमलौकिकम् ॥१४, ५।। ૫. ગZ૦–૧ર્વ સધવા તત્વોડથીનિ વૃvયના
अतिदुष्करकारित्वमन्तेऽपि न विमुक्तवान् ॥१४४॥ ૬. વીd –તથા સમાધ અને વૈચાત્મા નિશિતઃ |
सुखी दुःख्यस्मि नास्मीति यथा न प्रतिपन्नवान् ॥१८, ७॥
Page #231
--------------------------------------------------------------------------
________________
રરર · અનેકાન્ત ચિંતન અને શૈલીમાં સ્તવી છે લગભગ તે જ શબ્દ અને શૈલીમાં હેમચંદ્ર પણ વીતરાગને અભુતતાના સ્વામી તરીકે સ્તવ્યા છે :
દશા, વર્તન, રૂપ અને ગુણો એ બધું આશ્ચર્યકારી છે, કેમ કે બુદ્ધની એક પણ બાબત અનદ્ભુત નથી.' અધ્ય. ૧૪૭
હે ભગવન્! તારો પ્રશમ, રૂપ, સર્વભૂતદયા એ બધું આશ્ચર્યકારી છે, તેથી સંપૂર્ણ આશ્ચર્યના નિધીશ તને નમસ્કાર હો.
માતૃચેટ બુદ્ધને વંદન કરનારાઓને પણ વંદે છે : હે નાથ ! જેઓ પુણ્યસમુદ્ર, રત્નનિધિ, ધર્મરાશિ અને ગુણાકર એવા તને નમે છે, તેઓને નમસ્કાર કરવો એ પણ સુકૃત છે.
હેમચંદ્ર એ જ ભાવ માત્ર શબ્દાંતથી સ્તવે છે : હે નાથ ! જેઓએ તારા આજ્ઞામૃતથી પોતાની જાતને સદા સીંચી છે તેઓને નમસ્કાર, તેઓની સામે આ મારી અંજલિ અને તેઓને જ ઉપાસીએ છીએ.'
માતૃચેટ અને હેમચંદ્રની સ્તોત્રગત વધારે તુલનાનો ભાર જિજ્ઞાસુઓ ઉપર મૂકી આ સરખામણીનો ઉપસંહાર માતૃચેટથી બહુ મોડે નહિ થયેલ કાલિદાસ અને સિદ્ધસેનનાં એકાદ બે પદ્યોની સરખામણીથી પૂરો કરું છું. માતૃચેટે સ્તુતિનો ઉપસંહાર કરતાં જે ભાવ પ્રગટ કર્યો છે તે જ ભાવ કાલિદાસ વિષ્ણુની સ્તુતિના ઉપસંહારમાં દેવોના મુખથી પ્રકટે કરે છે :
હે નાથ ! તારા ગુણો અક્ષય છે, જયારે મારી શક્તિ ક્ષયશીલ છે. તેથી લંબાણના ભયને લીધે વિરમું છું, નહિ કે સ્તુતિજન્ય તૃપ્તિને લીધે.
-અધ્ય. ૧૫૦ હે વિષ્ણતારા મહિમાનું કીર્તન કરી વાણી વિરમે છે તે કાં તો
૧. અધ્ય.—૩ સ્થિતિનો વૃતમહોરૂમો પુન:
न नाम बुद्धधर्माणामस्ति किंचिदनद्भुतम् ॥१४७।। ૨. વીત– પુતો સર્વાત્મનું પભુતા
सर्वाद्भुतनिधीशाय तुभ्यं भगवते नमः ॥१०, ८॥ ૩. અધ્ય–પુષ્પોધ નિધિ ધર્મ ગુણાંવમ્
ये त्वां सत्त्वा नमस्यन्ति तेभ्योपि सुकृतं नमः ॥१४९।।। ૪. વીd –તેગો નમોડસ્કૃતિમાં, તેષાં તાન સમુપાદે
त्वच्छासनामृतरसैरात्माऽसिच्यतान्वहम् ॥१५, ७॥
Page #232
--------------------------------------------------------------------------
________________
સુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૩ શ્રમથી અને કાં તો અશક્તિથી; નહિ કે તારા ગુણોની પરિમિતતાથી.
- --રઘુ. ૧૦, ૩૨. આ સ્થળે બ્રાહ્મણ અને શ્રમણપરંપરાની મૌલિક માન્યતાના ભેદ વિશે એક બાબત તરફ ધ્યાન જાય છે. તે એક બ્રાહ્મણપરંપરા કોઈ પણ દેવમાં દુષ્ટ કે શત્રુના નાશને સાધુ-પરિત્રાણ જેવા જ ગુણ તરીકે સ્તવે છે, જ્યારે બૌદ્ધ ને જૈન પરંપરા મિત્ર કે શત્રુ, સાધુ કે દુષ્ટ બંને ઉપર સમાનભાવે કરુણા વર્ષાવવી એને જ પ્રકષ્ટ માનવીય ગુણ માને છે. આ માન્યતાભેદ ગમે તે બ્રાહ્મણ કવિની સ્તુતિ અને શ્રમણ કવિની સ્તુતિમાં નજરે પડવાનો જ. તેથી અહીં તેવાં ઉદાહરણો નથી તારવતો.
માતૃચેટ બુદ્ધનાં વચનોને સર્વજ્ઞતાનો નિશ્ચય કરનાર તરીકે સ્તવે છે; જ્યારે સિદ્ધસેન પણ મહાવીરનાં વચનોને એ જ રીતે સ્તવે છે, અને વધારામાં શરીરના અતિશયને ઉમેરે છેઃ
“હે નાથ ! કયા તારા પીને પણ એ પ્રકારનાં વચનો સાંભળી તારે વિશે સર્વશપણાનો નિશ્ચય ન થાય?”
હે વીર ! તારું સ્વભાવથી શ્વેત રુધિરવાળું શરીર અને પરાનુકંપાથી સફળ ભાષણ આ બન્ને તારે વિશે સર્વશપણાનો નિશ્ચય જેને ન કરાવે એ માણસ નહિ પણ કોઈ બીજું જ પ્રાણી છે.
કાગળના કુર્મિક્ષનો ભય ન હોત તો સંપૂર્ણ અર્ધશતક નહિ તો છેવટે તેનાં કેટલાંક પદ્યો ગુજરાતી અનુવાદ સાથે લેખને અંતે આપત, પણ એ લોભ આ સ્થળે જતો કરવો પડે છે. તેમ છતાં અધ્યદ્ધશતકમાં આવતા બે મુદ્દા પરત્વે અહીં વિચાર દર્શાવવો જરૂરી છે, કેમ કે તે તુલનાત્મક અને ઐતિહાસિક દષ્ટિએ સાહિત્ય તેમ જ સાંપ્રદાયિક અધ્યયન કરવામાં ખાસ ઉપયોગી છે. પહેલો મુદ્દો મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં દષ્ટાંતો અને બીજો મુદ્દો બુદ્ધને સ્વયમ્ભ રૂપે નમસ્કાર કરવાને લગતો છે.
માતચેટે પ્રારંભમાં જ મનુષ્યજન્મની દુર્લભતા સમજાવતાં કહ્યું છે કે –
૧. અધ્ય–સણ ચાલ્પકૃત્ર વાવ વિધારિ તે
__त्वयि प्रतिहतस्यापि सर्वज्ञ इति निश्चयः ॥६८॥ २. वपुः स्वभावस्थमरक्तशोणितं परानुकम्पासफलं च भाषितम् ।।
न यस्य सर्वज्ञविनिश्चयस्त्वयि द्वयं करोत्येतदसौ न मानुषः ॥
-द्वात्रिंशिका १-१४
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૨૪ ૦ અનેકાન્ત ચિંતન
सोऽहं प्राप्य मनुष्यत्वं, ससद्धर्ममहोत्सवम् ।
महार्णवयुगच्छिद्रकूर्मग्रीवार्पणोपमम् ॥५॥ - આ ઉક્તિમાં જે ધૂસરાના છેદમાં કાચબાની ડોક પરોવાઈ જવાનો દાખલો આપી માનવજીવનની દુર્લભતા સૂચવી છે તે દાખલો બૌદ્ધ ગ્રંથ સૂત્રાલંકારમાં તો છે જ, પણ આ દાખલો પાલિ મઝિમનિકાયમાં પણ છે. પરંતુ જૈન ગ્રંથોમાં તો આનાં દસ દષ્ટાંતો પહેલેથી જ પ્રસિદ્ધ છે. ઉત્તરાધ્યયનની નિયુક્તિ, જે પાંચમી શતાબ્દીથી અર્વાચીન નથી જ, તેમાં એ દસે દષ્ટાંત ની યાદી છે. આ યાદી જૂની પરંપરાનો સંગ્રહ માત્ર છે. એ પરંપરા કેટલી જૂની છે તે નક્કી કરવું સરલ નથી, પણ બૌદ્ધ ને જૈન પરંપરામાં જે આવા દાખલાઓનું સામ્ય દેખાય છે તે ઉપરથી એટલું તો નક્કી જ છે કે ઉપદેશકો અને વિદ્વાનો આ દેશમાં જ્યાં ત્યાં માનવજીવનની દુર્લભતા સમજાવવા આવાં દૃષ્ટાંતો યોજી કાઢતા અને તે દ્વારા સાધારણ લોકોમાં આવાં દૃષ્ટાંતો રમતાં થઈ જતાં. એક વાર કોઈએ એક દષ્ટાંત રચ્યું કે પછી તો તે ઉપરથી બીજાઓ તેના જેવાં નવનવ દષ્ટાંતો રચી કાઢતા. જૈન પરંપરામાં આજ લગી માત્ર તેવાં દસ દષ્ટાંતો જ જાણીતાં છે, અને તેનો ઉપયોગ ધાર્મિક પ્રદેશમાં બહુ થાય છે. માતૃચેટે કૂર્મગ્રીવા શબ્દ વાપરી કાચબાની ડોક સૂચવી છે, જ્યારે જૈન ગ્રંથોમાં “સમીલા” શબ્દ વપરાયેલો છે, જેનો અર્થ છે સાંબેલું અર્થાત્ એક નાનકડો લાકડાનો લાંબોશો ટુકડો. યુગચ્છિદ્ર શબ્દ બને પરંપરાઓના વાડ્મયમાં સમાન છે. ભાવ એવો છે કે મહાન સમુદ્રને એક છેડે ઘૂસણું તરતું મૂકવામાં આવે અને તદ્દન બીજે છેડે એક નાનકડો પાતળો ઠંડીકો. એ બે ક્યારેક અથડાય એ સંભવ જ પહેલાં તો ઓછો અને બહુ લાંબે કાળે તરંગીને કારણે અતિ વિશાળ સમુદ્રમાં પણ કયારેક ધૂંસરું અને એ લાકડું એકબીજાને અડકી જાય તોય ઘૂસરાના કાણામાં એ દંડકાનું પરોવાવું અતિદુઃસંભવ છે. છતાંય દુર્ઘટના ઘટનપટીયસી વિધિલીલા જેમ એ લાકડાને એ છેદમાં ક્યારેક પરોવી દે તેમ આ સંસારભ્રમણમાં માનવયોનિ એટલે લાંબે ગાળે અને તેટલી જ મુશ્કેલીથી સંભવે છે. માતૃચેટે કાણામાં દંડીકાને બદલે કાચબાની ડોક પરોવાવાની વાત
૧. જુઓ, બાલપંડિત સુત્ત. ૨. જુઓ, ચતુરંગીયાધ્યાયન, ગાથા ૧૬૦ અને તેની “વફ' ટીકા.
Page #234
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૫ કહી છે તેનો ભાવ પણ એ જ છે. બાકીનાં નવ દષ્ટાંતો પણ એ જ ભાવ ઉપર ઘડાયેલાં છે.
માતૃચેટે સ્વયમ્ભવે નમર્તડતુ (ગ્લો. ૮) શબ્દથી બુદ્ધને નમસ્કાર કર્યો છે. અહીં વિચારવાનું એ પ્રાપ્ત છે કે સ્વયંભૂ શબ્દ બ્રાહ્મણ પરંપરા અને તેમાંય ખાસ પૌરાણિક પરંપરાનો છે. તેનો અર્થ તે પરંપરામાં એવો છે કે જે વિષ્ણુના નાભિકમળમાંથી માતાપિતા સિવાય જ આપમેળે જન્મ્યો તે બ્રહ્મા–કમલયોનિજ સ્વયંભૂ, બૌદ્ધ અને જૈન પરંપરા આવી કમળમાંથી સ્વયં જન્મની કલ્પનાને માનતી જ નથી. અલબત્ત, એ બને પરંપરામાં સવંસવુદ્ધ અને સન્માનવુદ્ધ જેવા શબ્દો છે, પણ તે શબ્દોનો અર્થ, “આપમેળે જ્ઞાનપ્રાપ્તિ' એટલો જ છે, નહિ કે આપમેળે જનમવું તે. છેક પ્રાચીન બૌદ્ધ અને જૈન વાડ્મયમાં પોતપોતાના અભિમત તીર્થકરો વાસ્તે તેઓએ જિન, સુગત, તીર્થકર, સ્વયંસંબુદ્ધ આદિ જેવાં વિશેષણો વાપર્યા છે. તેમાં કયાંય બ્રાહ્મણ અને પૌરાણિક પરંપરાના અભિમત દેવા માટે તે પરંપરામાં વપરાયેલ ખાસ સ્વયંભૂ, વિષ્ણુ, શિવ આદિ વિશેષણો દેખાતાં નથી. તે જ રીતે બૌદ્ધ અને જૈન પરંપરામાં પ્રસિદ્ધ એવાં જિન, સુગત, અહંનું આદિ વિશેષણો બ્રાહ્મણપરંપરાના પ્રાચીન ગ્રંથોમાં ક્યાંય દેખાતાં નથી. સામાન્ય રીતે બ્રાહ્મણ અને શ્રમણપરંપરાનો આ શબ્દભેદ જૂનો છે. તેથી બૌદ્ધો કે જૈનો બ્રહ્મના વાચક સ્વયંભૂ શબ્દને બુદ્ધ કે જિનમાં ન વાપરે એ સ્વાભાવિક છે.
પૌરાણિક પરંપરામાં સ્વયંભૂનું સ્થાન જાણીતું છે. પાછલા વખતમાં વિષ્ણુ અને શિવની પૂજાપ્રતિષ્ઠા વિશેષ વધી તે પહેલાં ક્યારેક બ્રહ્માની પ્રસિદ્ધિ અને પૂજા વિશેષ હતાં. ક્યારેક સ્વયંભૂ સૃષ્ટિના કર્તા દેવ તરીકે પ્રસિદ્ધ હતો અને આ લોક સ્વયંભૂત મનાતો, જેનો ઉલ્લેખ સૂત્રકૃતાંગ જેવા પ્રાચીન ગ્રંથમાં મળે છે. બૌદ્ધ કે જૈનો જગતને કોઈનું રચેલું ન માનતા હોવાથી તેઓ સૃષ્ટિકર્તા સ્વયંભૂને ન માને અને તેથી એ પૌરાણિક સ્વયંભૂ શબ્દને પોતાના અભિમત સુગત કે જિન વાસ્તે ન વાપરે એ સ્વાભાવિક છે. તેમ છતાં તેઓ એ પૌરાણિક કલ્પનાને નિર્મળ અને નિર્યુક્તિક સૂચવવા પોતાના દેવો વાતે સ્વયંસંબુદ્ધ શબ્દ વાપરી એમ સૂચવતા કે આપમેળે જન્મ સંભવ નથી, પણ આપમેળે જ્ઞાન તો સંભવે છે. માન્યતાની આ પરંપરાનો
.
.
૧. પ્રથમ શ્રુતસ્કંધ ૧, ૩, ૭
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૨૬ - અનેકાન્ત ચિંતન ભેદ ચાલ્યો આવતો, છતાં ક્યારેક એવો સમય આવી ગયો છે કે તે વખતે બૌદ્ધો અને જૈનો બન્નેએ પૌરાણિક સ્વયંભૂ શબ્દને તદ્દન અપનાવી લીધો છે. આગળ જતાં જેમ શિવ, શંકર, મહાદેવ, પુરુષોત્તમ અને બ્રહ્મા આદિ અનેક વૈદિક અને પૌરાણિક શબ્દોને પોતાના અભિપ્રેત અર્થમાં અપનાવી લેવાની પ્રક્રિયા જૈન અને બૌદ્ધ સ્તુતિપરંપરામાં ચાલી છે, તેમ ક્યારેક પહેલાના સમયમાં સ્વયંભૂ શબ્દને અપનાવી લેવાની પ્રક્રિયા પણ શરૂ થયેલી. આ શરૂઆત પહેલાં કોણે કરી તે તો અજ્ઞાત છે, પણ એટલું તો નક્કી છે કે એ શરૂઆત કોઈ એવા સમય અને દેશના એવા ભાગમાં થઈ છે જે વખતે અને
જ્યાં સ્વયંભૂની પૂજા-પ્રતિષ્ઠા બહુ ચાલતી. માતૃચેટ ઈસ્વીસનના પહેલા સૈકાનો કવિ છે. તેણે બુદ્ધ માટે સ્વયંભૂ શબ્દ વાપર્યો છે. તે ઉપર સૂચવેલ પ્રક્રિયાનું જ પરિણામ છે. હજી લગી માતૃચેટ પહેલાંના કોઈ જૈન ગ્રંથમાં મહાવીર આદિ અર્ધન માટે સ્વયંભૂ શબ્દ વપરાયેલો જણાયો નથી. તેથી ઊલટું નિર્વિવાદ રીતે માતૃચેટ પછીની જૈન કૃતિઓમાં મહાવીર આદિના વિશેષણ તરીકે સ્વયંભૂ શબ્દ વપરાયેલો મળે છે–ખાસ કરી સ્તુતિઓમાં. માતૃચેટે પણ સ્તુતિમાં જ બુદ્ધ માટે એ શબ્દ વાપર્યો છે. માતૃચેટ પછી બીજા બૌદ્ધ સ્તુતિકારો એ શબ્દ વાપરે એ તો સ્વાભાવિક જ છે. જૈન સ્તુતિકાર સિદ્ધસેન દિવાકર, જે ઈ. સ.ના પાંચમા સૈકા લગભગ થયેલ છે, તેણે પોતાની બત્રીશીઓમાં મહાવીરની સ્તુતિ તરીકે જે પાંચ બત્રીશીઓ રચી છે, તેનો આરંભ જ “ ભુવં પૂતસહસ્ત્રનેત્ર' શબ્દથી થાય છે. ત્યાર બાદ તો જૈન પરંપરામાં સ્વયંભૂ શબ્દ પુરાતન સ્વયંસંબુદ્ધ શબ્દના જેટલી જ પ્રતિષ્ઠા પામે છે. સ્તુતિકાર સમંતભદ્ર પણ “સ્વયમુવા ભૂહિતેન ભૂતને' શબ્દથી જ સ્તોત્રની શરૂઆત કરી છે. એક વખતે બૌદ્ધ પરંપરામાં એવો પણ યુગ આવ્યો છે, કે જે વખતે સ્વયંભૂચૈત્ય, સ્વયંભૂવિહાર અને સ્વયંભૂબુદ્ધની વિશેષ પૂજા શરૂ થઈ હતી, અને તે ઉપર સ્વયંભૂપુરાણ જેવા તીર્થમાહાભ્યગ્રંથો પણ રચાયા છે. આ પુરાણ નેપાલમાં આવેલ સ્વયંભૂચૈત્ય અને તેના વિહાર વિશે અભુત વર્ણન આપે છે, જે બ્રાહ્મણપુરાણોને પણ વટાવી દે તેવું છે. આ બધું એટલું તો સૂચવે છે કે બ્રાહ્મણ અને પુરાણપરંપરામાં સ્વયંભૂનું જે સ્થાન હતું તેના આકર્ષણથી બૌદ્ધ અને જૈન સ્તુતિકારોએ પણ સુગત, મહાવીર આદિને વિશે પોતાની ઢબે સ્વયંભૂપણાનો આરોપ કર્યો અને તેઓ પોતે પણ (ભલે બીજી દૃષ્ટિએ) સ્વયંભૂને માને છે એમ પુરવાર કર્યું. આ સ્થળે એ પણ નોંધવું જોઈએ કે એક સ્વયંભૂસંપ્રદાય
Page #236
--------------------------------------------------------------------------
________________
સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યદ્ધશતક - ૨૨૭ હતો જેના અનુયાયી સ્વાયંભુવ કહેવાતા; પછી તે સંપ્રદાય કોઈ સાંખ્યયોગની શાખા હોય કે પૌરાણિક પરંપરાનું કોઈ દાર્શનિક રૂપાંતર હોય, એ વિશે વધારે શોધ થવી બાકી છે.'
- શ્રી આનન્દશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધત
૧. શ્રી આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ઉદ્ધત.
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
- બિહાર-રાષ્ટ્રભાષા પરિષદે પટણામાં ડૉ. વાસુદેવશરણ અગ્રવાલ પાસે હર્ષચરિત' ઉપર વ્યાખ્યાનો કરાવેલાં. એ વ્યાખ્યાનો એમણે પાંચ દિવસ એક એક કલાક આપેલાં, જે એ જ પરિષદ તરફથી “હર્ષચરિત : એક સાંસ્કૃતિક અધ્યયન' નામક પુસ્તકરૂપે સુવિસ્તૃત અને સુગ્રથિતરૂપે ૧૯૫૩ની સાલમાં પ્રસિદ્ધ થયાં છે. (પુસ્તકની સાઈઝ ૮ પેજી રોયલ અને પૃષ્ઠ સંખ્યા લગભગ ૩૦૦ છે. કિંમત કાચું પૂઠું રૂ. ૮ અને પાકું પૂઠું રૂ. લા છે.)
શ્રીયુત અગ્રવાલજી ગુજરાતના સાક્ષરોને અપરિચિત નથી. તેઓ એક વાર ગુજરાત વિદ્યાસભાના ઉપક્રમે ચાલતી વિદ્યાવિસ્તાર વ્યાખ્યાનમાળામાં મથુરાના શિલ્પ-સ્થાપત્ય ઉપર ભાષણો આપવા આવેલા. તેઓ લગભગ દશ વર્ષ લગી મથુરા મ્યુઝિયમના ક્યૂરેટર પદે રહેલા. તેઓ પી. એચ. ડી. ઉપરાંત ડી. લિટુ પણ છે અને તેમણે દિલ્હીમાં સેન્ટ્રલ એશિયન એન્ટીક્વીટિઝ મ્યુઝિયમના સુપરિન્ટેન્ડેન્ટ પદે અને ભારતીય પુરાતત્ત્વ વિભાગના અધ્યક્ષપદે રહી મહત્ત્વપૂર્ણ જવાબદારી નિભાવી છે. તેમણે ઈ. સ. ૧૯૫૨માં લખનઉ વિશ્વવિદ્યાલયમાં રાધાકમુદ મુખરજી વ્યાખ્યાનમાળામાં “પાણિનિ' ઉપર ભાષણો આપેલાં. હમણાં તેઓ હિંદુ યુનિવર્સિટી, બનારસમાં ઇંડિયન આર્ટ એન્ડ આર્કિયોલૉજીના મુખ્ય પ્રાધ્યાપક તરીકે કૉલેજ ઑફ ઇન્ડોલૉજી (ભારતીય મહાવિદ્યાલય)માં ૧૯૫૧થી કામ કરે છે. તેમનાં લખાણો હિંદી ઉપરાંત અંગ્રેજીમાં પણ પ્રસિદ્ધ થયાં છે. હિંદીમાં ચાર સંગ્રહો વિશે હું જાણું છું. પહેલો સંગ્રહ “ઉજજ્યોતિ' છે જેમાં વૈદિક નિબંધો છે. બીજા પૃથ્વીપુત્ર' સંગ્રહમાં જનપદીય-લોકસાહિત્યને લગતા નિબંધો છે. ત્રીજા “કલા ઔર સંસ્કૃતિ' સંગ્રહમાં કલા અને સંસ્કૃતિને લગતા નિબંધો છે. ચોથા “માતા ભૂમિ” સંગ્રહમાં અનેક વિષયોને લગતા પરચૂરણ નિબંધો છે.
Page #238
--------------------------------------------------------------------------
________________
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૨૯ પાંચમું પુસ્તક પ્રસ્તુત “હર્ષચરિત એક સાંસ્કૃતિક અધ્યયન' એ છે.
હર્ષચરિત એ બાણની ગદ્ય આખ્યાયિકા છે. કાદમ્બરીના વિશ્વવિખ્યાત નામે બાણને પણ વિશ્વવિખ્યાત કરેલ છે અને એને વિશે વાછિછું નત્સિર્વમ્ એવી સંસ્કૃત વાયકા પ્રસિદ્ધ છે. બાણ ઈ. સ.ના સાતમા સૈકામાં હયાત હતો. એના પહેલાં પણ સંસ્કૃત અને વિવિધ પ્રાકૃત ભાષાઓના અનેક ગદ્યપદ્ય કવિ-વિદ્વાનો જાણીતા છે, જેનો બાણે પણ કાદમ્બરીની પ્રસ્તાવનામાં જ સમ્માનપૂર્વક નિર્દેશ કર્યો છે. કાદમ્બરી રચાયા પછી તરત જ સંસ્કૃત અને પ્રાકૃત કવિ-વિદ્વાનોએ તેના અનુકરણમાં ગદ્યકથાઓ લખી છે અને બાણના હર્ષચરિતની પ્રથમથી ચાલતી અનુકરણપરંપરા પણ આગળ ચાલતી રહી છે. કાદમ્બરીના અનુકરણમાં રચાયેલ યશસ્તિલકચમ્પ અને તિલકમંજરી એ બે ગદ્યકાવ્યોનો નિર્દેશ અહીં જરૂરી છે. બન્નેના લેખક જૈન છે, પણ યશસ્તિલકના લેખક સોમદેવ એ જૈન આચાર્ય છે, જયારે ધનપાલ જૈન પણ બાહ્મણ છે. બન્ને કાદમ્બરીની અનુકૃતિ હોવા છતાં યશસ્તિલક કરતાં તિલકમંજરીની ભાત જુદી પડે છે. યશસ્તિલકના સાંસ્કૃતિક અધ્યયનરૂપે પ્રો. કૃષ્ણકાંત હિન્દીકીનો એક અભ્યાસગ્રંથ નામે “યશસ્તિલક એન્ડ ઇંડિયન કલ્ચર' અંગ્રેજીમાં હમણાં જ પ્રસિદ્ધ થયો છે, જેમાં લેખકનો ગંભીર અભ્યાસ પ્રતિબિંબિત થયેલો છે.
પ્રસ્તુત પુસ્તકમાં ડૉ. અગ્રવાલે હર્ષચરિતને અવલંબી તેમાં આલેખાયેલ કે સૂચવાયેલ ભારતીય સંસ્કૃતિને લગતાં અનેક પાસાંઓનું ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, ઇતર, લલિતકળા, શાસનપટ્ટ, સિક્કા અને સાહિત્યિક પુરાવાઓને આધારે નિરૂપણ કર્યું છે અને તે તે નિરૂપણની સજીવ રજૂઆત માટે તેમણે ૨૮ ફલકો ઉપર ૧૦૦ જેટલાં ચિત્રો, પણ આપ્યાં છે, જેમાંનાં કેટલાંક તો ઉપલબ્ધ મૂર્તિ, મકાનખંડ, વાસણ, અલંકાર, વસ્ત્ર, સિક્કા, ચિત્ર આદિ અનેકવિધ સામગ્રી ઉપરથી ફોટા લઈ.. તૈયાર કરાવેલાં છે. અને જયાં એવી સામગ્રી મળી નથી ત્યાં બાણનું નિરૂપણ સ્પષ્ટ કરવા તેમણે પોતે નિરૂપિત વસ્તુની પોતાની જ કલ્પનાથી આકૃતિ રચી તેનાં ચિત્રો આપ્યાં છે. આ ચિત્રસામગ્રીને લીધે તેમણે તે તે વસ્તુનું કરેલ નિરૂપણ વાંચનારને એટલું પ્રતીતિકાર થાય છે કે જાણે નિરૂપિત વસ્તુને સામે જ જોઈ જ રહ્યો હોય.
પરંતુ સાંસ્કૃતિક અધ્યયન તૈયાર કરવામાં એમણે ઉપર સૂચવેલ શિલ્પ,
સ્થાપત્ય આદિની અનેકવિધ સામગ્રી ઉપરાંત જર્મન, ફ્રેંચ, અંગ્રેજી આદિ
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૩૦૦ અનેકાન્ત ચિંતન પાશ્ચાત્ય અનેક ભાષાઓમાં લખાયેલ સાહિત્યનો તથા ભારતીય સંસ્કૃત, પ્રાકૃત, પાલી, ગુજરાતી, હિંદી આદિ ભાષાઓમાં લખાયેલ પ્રાચીનઅર્વાચીન સાહિત્યનો જે વિશાળ અને કીમતી ઉપયોગ કર્યો છે તેની યાદી જ એક સંપૂર્ણ લેખ બને એટલી છે. એ સમગ્ર આધારભૂત સામગ્રીના આકલનનો તેમ જ તેને આધારે લખાયેલ પ્રસ્તુત સાંસ્કૃતિક અધ્યયનનો વિચાર કરું છું ત્યારે એમ લાગ્યા વિના નથી રહેતું કે લેખકે નાનકડા લાગતા પ્રસ્તુત પુસ્તકની ગાગરમાં મહાભારતનો સાગર સમાવી દીધો છે.
પૂર્વકાલીન અને સમકાલીન સંસ્કૃતિનાં અનેકવિધ પાસાંઓ અને અંગોનું જે પ્રતિબિંબ પ્રત્યક્ષ અનુભવ દ્વારા તેમ જ અનેક શાસ્ત્રોના કવિત્વસમુચિત અધ્યયન દ્વારા બાણની પ્રતિભામાં પડેલું અને જે તેણે કાદમ્બરી અને હર્ષચરિત એ બે કૃતિઓમાં શબ્દબદ્ધ કરેલું છે તેનું સર્વાગીણ અધ્યયન કરી તેને સાહિત્ય-જગત સમક્ષ સુચારુ અને વિશદ રૂપમાં રજૂ કરવાની ઊંડી નેમ શ્રીયુત અગ્રવાલ સેવે છે. એવા સમગ્ર સાંસ્કૃતિક અધ્યયનની દૃષ્ટિએ શું શું કરવું આવશ્યક છે તેનો નિર્દેશ પ્રસ્તુત હર્ષચરિતની ભૂમિકામાં સાત મુદ્દારૂપે તેઓએ કર્યો છે. તેનો સાર એ છે કે કાદમ્બરી અને હર્ષચરિતનું શુદ્ધ તેમ જ પ્રામાણિક સંસ્કરણ તૈયાર કરવું. સાથે સાથે સુલભ બધી પૂર્વ ટીકાઓને આધારે તેના શ્લેષમાં છુપાયેલ અર્થોનાં રહસ્યો પ્રકટ કરવાં. તદુપરાંત બને કૃતિમાંના શબ્દોનો સમ્મિલિત પૂર્ણ કોશ-ઈન્ડેકસ વરબોરમ તૈયાર કરવો, અને એ બન્ને કૃતિઓને આધારે બાણની સંપૂર્ણ સાંસ્કૃતિક સામગ્રીનું ઐતિહાસિક દૃષ્ટિએ વિવેચન, ઈત્યાદિ. આવા સર્વાગીણ કામને સફળતાપૂર્વક પૂરું કરવાની પાકી ધારણા હોવા છતાં તે ક્રમે ક્રમે યોગ્ય રીતે થઈ શકે એવી ધીર અને દીર્ઘ દૃષ્ટિથી તેમણે પ્રથમ હર્ષચરિતનું સાંસ્કૃતિક અધ્યયન કર્યું અને તે જ પ્રસ્તુત પુસ્તકમાં રજૂ કર્યું છે. બાણની બીજી અને મોટી કૃતિ કાદમ્બરીનું એવું સાંસ્કૃતિક અધ્યયન કરવું અને પ્રકાશિત કરવું એ હજી બાકી છે એમ ઉપર ઉપરથી જોતાં જરૂર લાગે, પણ તેમની અત્યાર સુધીની તૈયારી અને તે કામ માટે પોષેલો સંકલ્પ એ બધું જોતાં બાકીનું કામ તેઓ જ પતાવશે; પતાવશે એટલું જ નહિ, પણ વિશેષ સારી રીતે પતાવશે એ વિશે મને લેશ પણ શંકા નથી. જ્યારે મેં તેમની પાસેથી જાણ્યું કે તેમણે હૈદરાબાદમાં બાણની કાદમ્બરી વિશે વ્યાખ્યાનો આપવાનું હમણાં જ સ્વીકાર્યું છે ત્યારે મારી પ્રતીતિ વધારે દઢ બની. પ્રસ્તુત હર્ષચરિતના અધ્યયન દ્વારા તેમણે બાણનાં પૂર્વકાલીન અને સમકાલીન અનેક
Page #240
--------------------------------------------------------------------------
________________
‘હર્ષચરિત’ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ૦ ૨૩૧
સાંસ્કૃતિક અંગો ઉપર જે પ્રકાશ નાખ્યો છે તે કેવળ બાણના પૂર્ણ સાંસ્કૃતિક અધ્યયનનું જ દ્વાર નથી ઉઘાડતો, પણ બાણના પૂર્વકાલીન વાલ્મીકિ, ભાસ, અશ્વઘોષ, કાલિદાસ, સુબંધુ આદિ મહાન્ કવિઓના એવા જ અધ્યયનનું દ્વાર ઉઘાડવાની ચાવી બને છે; અને બાણના સમકાલીન કે ઉત્તરકાલીન અન્ય મહાકવિઓના વિશિષ્ટ સાંસ્કૃતિક અધ્યયનની ભૂમિકા પૂરી પાડે છે. આ દૃષ્ટિએ જોતાં હર્ષચરિતનું પ્રસ્તુત, અધ્યયન માનવીય સંસ્કૃતિને, તેમાંય ખાસ કરી ભારતીય સંસ્કૃતિને, ઉકેલવાની આંખ અર્પે છે. એ કેવી રીતે આંખ અર્પે છે તેના કેટલાક દાખલાઓ અહીં પ્રસ્તુત પુસ્તકમાંથી ટાંકવા વિશેષ રસપ્રદ થઈ પડશે.
ડૉ. અગ્રવાલે જે એક સ્વાનુભવ રજૂ કર્યો છે અને જે સર્વાંશે સત્ય છે તે એ છે કે બાણના અજ્ઞાત અને અસ્ફુટ અર્થોને યથાવત્ સમજવાની ચાવી ભારતીય કલાની પ્રાપ્ત સામગ્રીમાંથી તેમને મળી છે. એ જ રીતે એમનો એ અનુભવ પણ તદ્દન સાચો છે કે કાવ્ય અને કળાઓ એ બન્ને એકબીજાનો અર્થ યા ભાવ સ્ફુટ કરે છે. કાવ્યનો ગૂઢ અર્થ ચિત્ર, શિલ્પ અને સ્થાપત્યના નમૂનાઓથી ઘણી વાર બહુ જ સ્પષ્ટપણે ઉકેલાય છે, તો કેટલીક વાર એવી કળાઓનો ભાવ સમજવામાં કાવ્યનું વિશદ વર્ણન પણ મદદગાર બને છે. કાવ્ય હોય કે કળાઓ, છેવટે એ બધું લોકજીવનમાંથી જ ઉદ્ભવે છે અને એમાં જીવનનાં જ સત્યો પ્રતિબિંબિત થાય છે. સાચો કવિ અને સાચો કળાકાર પોતે પોતાની કૃતિઓમાં જીવનનાં જ પાસાંઓ પોતાની કલ્પનાશક્તિ પ્રમાણે આલેખે છે. એટલે કવિએ પોતાના કાવ્યમાં જે જીવન શબ્દબદ્ધ કર્યું હોય તે જ જીવન ચિત્રકાર પોતાનાં ચિત્રોમાં, શિલ્પકાર પાષાણ ધાતુ આદિ ઉપરનાં પોતાનાં શિલ્પોમાં, સ્થપતિ પોતાના ભવનનિર્માણમાં——એમ વિવિધ રીતે અંકિત કરે છે. કાલિદાસ અને બાણ વગેરે કવિઓએ જીવનમાંથી જે સમૃદ્ધિ પોતપોતાનાં કાવ્યોમાં કવિકૌશલથી વર્ણવી છે તે જ સમૃદ્ધિ તક્ષશિલા, અજંતા વગેરેના કલાકારોએ પોતપોતાની કળામાં મૂર્ત કરી છે. તેથી જ શ્રીયુત અગ્રવાલને બાણના અનેક અજ્ઞાત અને અસ્ફુટ અભિપ્રાયો સ્ફુટપણે દર્શાવવામાં તે તે કાળના ઊંડા અભ્યાસે કીમતી મદદ આપી છે. આ મુદ્દાને સમજવા અર્થે જ તેમનાં લખાણોમાંથી, ઉપર સૂચવ્યા મુજબ, કેટલાક દાખલાઓ અત્રે આપ્યા છે.
પાંચમા ઉચ્છ્વાસમાં વર્ણન છે કે રાજમહિષી યશોમતી જ્યારે એના પતિ પ્રભાકરવર્ધનનો મરણકાળ નિશ્ચિત જુએ છે ત્યારે તે અનુમરણ-સતી
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૩૨ ૦ અનેકાન્ત ચિંતન થવાની પૂરી તૈયારી કરે છે. એટલામાં પુત્ર હર્ષવર્ધન આવી ભેટે છે અને માતાને સતી થવાના નિશ્ચયથી રોકવા પગમાં પડે છે. માતા ગગદ થઈ પુત્રને નિશ્ચય આડે આવતાં વારે છે. તેમ કરતાં તેની આંખો આંસુભીની હોવાથી તે પાસે પડેલ એક હંસની આકૃતિવાળા પાત્રમાંથી મોટું ધોવા પાણી લે છે. એ પાત્ર છે રૂપાનું અને તે એક તામ્રમય સુંદર પૂતળી ઉપર રાખેલું છે. એ પૂતળી આઠેક વર્ષની સુંદર કન્યાની આકૃતિ ધરાવે છે અને તેનું લાવણ્ય શરીર સાથે ચોંટી ગયેલ એવા અત્યંત ઝીણા વસ્ત્રના છેડામાં આવેલી પાતળી લાલ રંગની કિનારીથી અંકિત છે. આ પૂતળી અને તે ઉપર રાખેલ રૂપાના પાત્રનું મનોરમ શ્લેષમાં વર્ણન કરતાં બાણે જે સમાસગર્ભિત વાકય યોજયું છે તે આ :
__ मग्नांशुकपटान्ततनुताम्रलेखालांछितलावण्यकुब्जिकावजितराजतराजहंसास्यसमुद्गीर्णेन पयसा प्रक्षाल्य मुखकमलम् ।
આ ૧૬ શબ્દોના શ્લેષપ્રધાન સમાસના અઘરા અર્થો ઠીક ઠીક સમજવા અને શબ્દોને માર્યા-મચડ્યા વિના તેમાંથી તે અર્થો ઘટાવવા ડૉ. અગ્રવાલને ખૂબ પ્રયત્ન કરવો પડ્યો, પણ જયારે તેમણે તક્ષશિલામાંથી સિરકપની ખોદાઈ કરતાં મળેલ એક ચાંદીનું હંસાકૃતિ પાત્ર જોયું અને સાથે જ શ્રી કુમારસ્વામીના “હિસ્ટરી ઑફ ઈન્ડિયન એન્ડ ઇન્ડોનેશિયન આર્ટ નામના પુસ્તકમાં ફલક ૪૦માના ચિત્ર ૧૫૯માં ગુપ્તકાલીન તામ્રમય બુદ્ધમૂર્તિનું અવલોકન કર્યું ત્યારે તેમને શ્લેષમાંથી ફલિત કરેલા પાંચ અર્થો પૈકી પ્રથમ અને મહત્ત્વનો અર્થ પૂરેપૂરો સમજાયો, અને તેમણે ઊંડી નિરાંત અનુભવી. એ પાંચે અર્થો તેમણે પૃ. ૯૮ થી ૧૦૨ સુધીમાં બહુ કુશળતાથી દર્શાવ્યા છે. આપણે અહીં પ્રથમ અને મુખ્ય અર્થ શો છે અને તે ઉપર સૂચવેલ પાત્ર અને મૂર્તિ એ બે કલાકૃતિઓની મદદથી કેવી રીતે સ્પષ્ટ કર્યો છે તે જોઈએ. તક્ષશિલાથી મળેલું પાત્ર એક તો ચાંદીનું એટલે કે રજત છે અને બીજું તે રાજહંસની આકૃતિવાળું ૬ ઇંચ ઊંચું છે. એ જ રીતે શ્રી કુમારસ્વામીવાળી બુદ્ધ પૂર્તિ એક તો તામ્રમય છે અને બીજું, તેના ઉપર સાવ પલળીને શરીર સાથે ચોંટી ગઈ હોય તેવી ઝીણી ચાદરના છેડાની એક પાતળી ધારી છાતી ઉપર અંકિત છે. એ જ રીતે ડૉ. આર. સી. હાજરાનો CU (A Passage in Bana Bhatta's Harshacharita, Poona Orientalist) જેમાં કુજિકા પદનો અર્થ દ્રયમલ આદિ તંત્ર ગ્રંથોને આધારે આઠ વર્ષની અવિવાહિત કન્યા દર્શાવાયેલો છે તે અર્થ ડૉ. અગ્રવાલે
Page #242
--------------------------------------------------------------------------
________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૩ એક શિલ્પાકૃતિમાં જોયો અને શ્રી હાજરાએ તંત્રને આધારે દર્શાવેલા અર્થના ખરાપણાની પ્રતીતિ કરી. એ શિલ્પાકૃતિ મહોલી (મથુરા)માંથી પ્રાપ્ત થયેલ રાણીને પડખે ઊભેલ એક પરિચારિકા સેવિકાની છે, જેના હાથમાં મધુપાનનું પાત્ર છે અને જે હજુ સ્ત્રીભાવનનાં પ્રકટ લક્ષણો વિનાની છે. ઉપર સૂચવેલ તક્ષશિલાવાળું ચાંદીનું રાજહંસાકૃતિ પાત્ર, શરીરથી અલગે ન દેખાય એવું તેની સાથે ચોંટી ગયેલ ઝીણું વસ્ત્ર ધારણ કરનાર અને માત્ર છાતી ઉપર દેખાતી પાતળી ધારીથી કપડાની કિનારીનો ખ્યાલ પૂરો પાડનાર તાંબાની બનેલી લાલ ગુપ્તકાલીન બુદ્ધમૂર્તિ, તેમ જ મહોલીમાંથી પ્રાપ્ત થયેલ હાથમાં મધુપાનનું પાત્ર લઈ રાણી પાસે ઊભી રહેલ તેની પરિચારિકા–કુન્નિકાની આકૃતિ–આ ત્રણ શિલ્પોને આધારે ડૉ. વાસુદેવ હર્ષચરિતમાંના ઉપર નિર્દેશેલ ૧૬ પદના સમાસ-વક્યમાંથી જે મુખ્ય અર્થ કાઢ્યો છે તે જ બાણને
અભિપ્રેત છે, એ વિશે હવે લેશ પણ શંકા રહેતી નથી. ઉક્ત કલામય શિલ્પો પ્રાપ્ત થયાં ન હોત અને પ્રાપ્ત છતાં કુશળ નેત્ર સામે ઉપસ્થિત થયાં ન હોત તેમ જ ઉપસ્થિત છતાં તેનો મર્મ પકડાયો ન હોત કે એ મર્મનો બાણના કથન સાથે મેળ સંધાયો ન હોત તો બાણનું ખરું વક્તવ્ય શું છે તે અત્યારે બાણ વિના કે બીજા કોઈ સર્વજ્ઞ યોગી વિના કોઈ કહી શકત નહિ એ ચોક્કસ છે અને તેથી જ આજ સુધીમાં બાણનો એ ગ્રંથ પઠનપાઠનમાં કે વાચનમાં ચાલુ હોવા છતાં કોઈ ખરો અર્થ દર્શાવી શક્યો નથી, જ્યારે એ ખરો અર્થ દર્શાવવાનું માન ડૉ. વાસુદેવને ફાળે જાય છે અને તે અર્થની શોધના આધાર કહી શકાય એવાં કળાશિલ્પનોને ફાળે જાય છે. તે વાક્યનો ખરો અને પૂરો અર્થ આ પ્રમાણે નીકળે છે :
રાણી યશોમતીએ આઠ વર્ષ જેટલી ઉંમરની કન્યા કબ્બિકાએ નમાવેલ ચાંદીના હંસાકૃતિ પાત્રમાંથી પાણી લઈ મોટું ધોયું. એ કુન્નિકા સજીવ કન્યા હો કે તેવી આકૃતિની પૂતળી હોય, બન્ને સંભવે છે. એનું લાવણ્ય શરીર ઉપર ઓઢેલ બહુ જ ઝીણા વસ્ત્રની લાલ તાંબા જેવી ધારથી વિશિષ્ટ રૂપે લક્ષિત થતું. વસ્ત્ર એવું ઝીણું હતું કે તે શરીરથી જુદું ન પડતું હોવાને લીધે એવો ભાસ કરાવે કે જાણે પાણીથી પલળેલું હોઈ શરીર સાથે ચોંટી ગયું હોય. આવા વેષને માટે અંગ્રેજીમાં “વેટ પરી’ શબ્દ છે તે તરફ ડૉક્ટરે ધ્યાન ખેંચ્યું છે.
રાજ્યવર્ધનના વીરરસવર્ણન-પ્રસંગે બાણે જે એક વાક્ય પ્રયોજયું છે તે આ છે :
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૩૪૦ અનેકાન્ત ચિંતન
दर्पात् परामृशन् नखकिरणसलिलनिर्झरैः समरभारसम्भावनाभिषेकमिव चकार दिङ्नागकुम्भकूटविकटस्य बाहुशिखरकोशस्य वामः पाणिपल्लवः ।
આનો અર્થ સ્પષ્ટ કરવામાં ડૉ. વાસુદેવે અહિચ્છત્રામાંથી પ્રાપ્ત થયેલ એક રમકડા ઉપરની ગુપ્તકાલીન વીરવેષની આકૃતિનો આધાર લીધો છે, જેમાં પુરુષની ડાબી બાજુએ લાંબી તલવાર છે અને જમણી બાજુએ નાની તલવાર લટકે છે. નાની એટલે કોણીથી આંગળી સુધી લાંબી, જેને સંસ્કૃતમાં અસિપત્તિકા કે કિા (છરી) કહે છે અને ભુજપાલિકા ઉપરથી બનેલો ભુજાલી શબ્દ પણ તે માટે હિંદીમાં પ્રચલિત છે. સામાન્ય રીતે એ ભુજાલીને એક પ્રકારની કટારી કે કૃપાણ કહી શકાય. બીજો આધાર તેમણે અજંતાના ચિત્રનો લીધો છે, જેમાં એવી નાની તલવાર જમણા હાથમાં ધારણ કરેલ પુરુષ ચિત્રિત છે અને તેની મૂઠ પાસે મ્યાન ઉપર હસ્તિમસ્તકની આકૃતિ છે. ઉક્ત રમકડા અને ચિત્રમાંથી વીરવેષસૂચક આકૃતિને આધારે બાણે યોજેલ ઉપર લિખિત વાચનો (પૃ. ૧૨૦) અર્થ ડૉ. વાસુદેવે એવી કુશળતાથી ઘટાવ્યો છે કે તે જ બાણને અભિપ્રેત હોવા વિશે જેમ શંકા નથી રહેતી તેમ એ બાબતમાં પણ શંકા નથી રહેતી કે બાણે જે વર્ણન કર્યું છે તે નજરે જોયેલ કોઈ વાસ્તવિક દૃશ્યનું જ વર્ણન છે.
ઉપર સૂચિત વાક્યના એકંદર ત્રણ અર્થો શ્લેષ-ચમત્કાર દ્વારા ફલિત કરવામાં આવ્યા છે. તેમાંથી એક અર્થ દિવ્યપરીક્ષાને લગતો છે, જેમાં અપરાધી મનાતી વ્યક્તિ પોતાની સચ્ચાઈ કે નિર્દોષતા સિદ્ધ કરવા તત્કાલીન પ્રથા પ્રમાણે સવસ સ્નાન કરી ભીના કપડે કૂંડાળામાં ઊભી રહે છે અને ઇષ્ટ દેવમૂર્તિનું અભિષેક-જળ અંજલિમાં લઈ પીએ છે. બીજો અર્થ તે વખતે જાણીતી એક કિંવદંતી કે લોકવાયકાને સૂચવનારો છે. એ કિંવદંતી કાલિદાસના મેઘદૂતકાવ્યમાંની ‘વિનાનાં પથિ પરિહરન્ સ્થૂનહસ્તાવલેપાર્’ એ કડીમાં પણ સૂચવાયેલી માનવામાં આવે છે. એનો ભાવ એ છે કે પાંચમા સૈકામાં થયેલ સુપ્રસિદ્ધ બૌદ્ધ તાર્કિક દિનાગ પોતાના ગુરુ વસુબંધુના રચેલ અભિધર્મકોશની સૂક્ષ્મ અને તાર્કિક સ્થાપના પ્રતિપક્ષીઓ સમક્ષ સાભિમાન કરતો. ત્રીજો, પણ પ્રસ્તુત અર્થ તો રાજ્યવર્ધનને લગતો છે. જ્યારે રાજ્યવર્ધન પોતાના પિતા પ્રભાકરવર્ધનના મૃત્યુથી શોકાતુર હતો અને શોકના આવેગમાં વિરક્ત વૃત્તિથી વલ્કલ ધારણ કરવાની તૈયારીમાં હતો ત્યારે એણે અચાનક પોતાના બનેવી ગ્રહવર્માના માલવરાજ દ્વારા થયેલ વધના તેમ જ પોતાની બહેન રાજ્યશ્રી કૈદ થયાના સામાચાર સાંભળ્યા અને
Page #244
--------------------------------------------------------------------------
________________
‘હર્ષચરિત’ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન ૦ ૨૩૫
તરત જ શોકનું સ્થાન ક્રોધે લીધું. તેમ જ તેનો ડાબો હાથ ક્ષત્રિયોચિત વીરવૃત્તિથી જમણી બાજુએ બાંધેલ કૃપાણની મૂઠ ઉપર પડ્યો. એ મૂઠ હસ્તિમસ્તકની આકૃતિના અલંકારથી સુશોભિત હતી. બાણ રાજ્યવર્ધનની એ ક્ષાત્રધર્મયોગ્ય વીરવૃત્તિનું ઉત્પ્રેક્ષાથી વર્ણન કરતાં કહે છે કે એનો ડાબો હાથ કોશ (મ્યાનબંધ) એવી બાહુશિખર ભુજાલી(કૃપાણ)ની મૂઠ કે જે દિનાગ-કુંભકૂટવિકટ અર્થાત્ વિશાળ હસ્તિમસ્તકથી શોભતી, તેના ઉપર પડ્યો. તે વખતે જાણે એમ લાગતું હતું કે ડાબો હાથ દર્પ અર્થાત્ વીરવૃત્તિના આવેગથી (પરાભ્રંશન્) કૃપાણને અડકતી વખતે નખમાંથી નીકળતાં કિરણોરૂપ જળના પ્રવાહો દ્વારા એ નાનાશા કૃપાણને પણ યુદ્ધભાર માટે સમર્થ છે એવી ધારણાથી અભિષેક કરતો ન હોય !
બાણ પહેલવહેલાં હર્ષના આમંત્રણથી એને મળવા ગયો ત્યારે એ હર્ષના દરબારમાં એની ચોથી કશ્યા—સૌથી પાછળના ભાગ—માં હર્ષને મળેલ છે. બાણે હર્ષના મહેલનું હૂબહૂ શબ્દચિત્ર સવિસ્તર આલેખ્યું છે. એ ચિત્રણમાં સેનાસ્થાન(છાવણી)થી માંડી નાની-મોટી અનેક ચીજો અને બાબતોનું પ્રચલિત પરિભાષામાં વર્ણન છે. શ્રીયુત અગ્રવાલે એ વર્ણન પૂરેપૂરું સમજાય અને એમાં આવેલી પરિભાષાઓ સ્પષ્ટ થાય તેટલા માટે બાણના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન એવાં રાજભવન-વર્ણનોની બાણના વર્ણન સાથે અતિવિસ્તૃત છતાં મનોરંજક અને જ્ઞાનપ્રદ ઐતિહાસિક તુલના કરી છે. વાલ્મીકિના સુંદરકાંડમાં આવેલ રાવણના ભવનનું વર્ણન, અયોધ્યાકાંડમાં આવેલ રાજા દશરથના ભવનનું અને રાજકુમાર રામના ભવનનું વર્ણન, મહાભારતના ઉદ્યોગપર્વમાં આવેલ ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનનાં ભવનોનું વર્ણન, શકરાજ કનિષ્કકાલીન અશ્વઘોષના સૌન્દરનંદ કાવ્યમાં આવેલ નંદના ભવનનું વર્ણન, ગુપ્તકાલીન પાદતાડિતકમાં આવેલ વારનિતાઓનાં ભવનોનું વર્ણન, કાદમ્બરીમાંના શૂદ્રક અને ચંદ્રાપીડના ભવનનું વર્ણન, મૃચ્છકટિકમાંના વસંતસેનાના ભવનનું વર્ણન, હેમચંદ્રના કુમારપાલચરિતમાંના રાજભવનનું વર્ણન, વિદ્યાપતિનું કીર્તિલતાગત વર્ણન, પૃથ્વીચંદ્રચરિતમાંનું મહેલનું વર્ણન, આમેરગઢના મહેલનું વર્ણન, દિલ્લીના લાલકિલ્લામાં આવેલ અકબર અને શાહજહાંના મહેલોનું વર્ણન અને લંડનમાંના હેમ્પ્ટન કોર્ટ મહેલનું વર્ણન, છેવટે રાષ્ટ્રપતિના રાજમહેલનું વર્ણન આપી પ્રભાકરવર્ધનના રાજભવન અને હર્ષના કુમારભવનના બાણે કરેલ વર્ણન સાથે તુલના કરી ચોવીસ બાબતોને લગતું એક સૂચક કોષ્ટક આપ્યું છે,
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૩૬ ૦ અનેકાન્ત ચિંતન જે બાણવર્ણિત મહેલ, લાલ કિલ્લામાંનો મહેલ અને લંડનનો હેપ્ટન કોર્ટ નામનો રાજમહેલ– એ ત્રણેયની નખશિખ સરખામણી પૂરી પાડે છે અને આખા ઇતિહાસકાળમાં જુદા જુદા દેશોમાં અને જુદી જુદી રાજ્યસંસ્થાઓમાં પણ ક્રમાગત કે સ્વાભાવિક કેવું કેવું સામ્ય ઊપસી આવે છે તેનું જિજ્ઞાસાવર્ધક ચિત્ર (પૃ. ૨૦૩ થી) રજૂ કરે છે.
રાજભવનની વિગતો સમજાવવા તેમણે કેટલાંક ચિત્રો પણ પાછળ આપ્યાં છે. હર્ષવર્ધન પોતાની ગુમ થયેલ વિધવા બહેન રાજ્યશ્રીની શોધમાં નીકળે છે. છેવટે તે વિધ્યાટવીમાં એક આશ્રમમાં જઈ પહોંચે છે. તે આશ્રમ દિવાકરમિત્ર નામના એક અસાધારણ બૌદ્ધ વિદ્વાન ભિક્ષુનો છે. એના વર્ણનપ્રસંગે બાણે એ આશ્રમનું હૂબહૂ ચિત્ર શબ્દોમાં રજૂ કર્યું છે. તેમાંથી આપણે અહીં તે આશ્રમમાં એકત્ર થયેલ ૧૯ દાર્શનિકો અગર ધર્મસંપ્રદાયોનો ટૂંક પરિચય કરીશું. દિવાકરમિત્ર બૌદ્ધ ભિક્ષુ છે, જયારે બાણ વૈદિક બ્રાહ્મણ છે; તેમ છતાં બાણે દિવાકરમિત્રની અસાધારણ વિદ્વત્તા અને મહત્તાનો જે નિર્દેશ કર્યો છે તે એક બાજુથી બાણની યથાર્થ તટસ્થતા સૂચવે છે અને બીજી બાજુથી તે સમયમાં પ્રસિદ્ધ એવાં વિદ્યાપીઠો કે ગુરુકુળોની યાદ આપે છે. તક્ષશિલાનું વિદ્યાપીઠ તો પ્રથમથી પ્રસિદ્ધ હતું જ, પણ બાણના સમયમાં નાલંદાની કીર્તિધજા પણ ગગનચુંબિની હતી. એ દાર્શનિકોના વર્ણનમાં બાણે તે કાળે ચાલુ પણ પરિપાક પામેલી અભ્યાસ પ્રથાનો સંકેત સુધ્ધાં કર્યો છે. વિદ્યાર્થીઓ પ્રથમ ગ્રંથપાઠ કરતા, પછી ગુરુમુખે તે તે શાસ્ત્રના સિદ્ધાંતો સાંભળી તે ઉપર શંકા-સમાધાન કરતા, ત્યાર બાદ ઈતર મંતવ્યોનું ખંડન કરતા–એ ક્રમે તુલનાત્મક અધ્યયન દ્વારા વિદ્યાને સ્થિર અને વિમળ કરતા.
જે ૧૯ દાર્શનિકોનો ઉલ્લેખ બાણે કર્યો છે તે પ્રથમથી ચાલ્યા આવતા સાતમા સૈકા સુધીના અને ત્યારબાદ વિકસેલા આજ સુધીના ધાર્મિક તેમ જ દાર્શનિક ઈતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ પાથરે છે. બાણે ૧. આઈત, ૨. મસ્કરી, ૩. શ્વેતપટ, ૪. પાંડુરિભિક્ષુ, ૫. ભાગવત, ૬. વર્ણી, ૭. કેશલુંચન, ૮, કપિલ, ૯. જૈન, ૧૦. લોકાયતિક, ૧૧. કણાદ, ૧૨. ઔપનિષદ, ૧૩. ઐશ્વરકારણિક, ૧૪. કારબ્ધમી, ૧૫. ધર્મશાસ્ત્રી, ૧૬. પૌરાણિક, ૧૭. સાપ્તતત્તવ, ૧૮. શાબ્દ અને ૧૯. પાંચ રાત્રિક ધર્મપંથોનો ઉલ્લેખ કર્યો છે. આ પંથોનું ઓળખાણ છે, અગ્રવાલજીએ કુષાણ તેમ જ ગુપ્તકાલની મથુરા અને અહિચ્છત્રા આદિમાંથી પ્રાપ્ત થયેલ મૂર્તિઓ અને
કલાકૃતિને આધારે તેમ જ યશસ્તિલકચંપૂ, નૈષધ મહાકાવ્ય અને
Page #246
--------------------------------------------------------------------------
________________
હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૭ પ્રબોધચંદ્રોદય નાટક આદિ અનેકવિધ સાહિત્યિક પુરાવાઓને આધારે કરાવ્યું છે. સાથે સાથે હર્ષચરિતના જ પાંચમા ઉલ્લાસમાં શ્લેષ દ્વારા નિર્દેશેલ ૨૧ પંથોની પ્રસ્તુત ૧૯ પંથો સાથે સરખામણી પણ કરી છે. એ ઓળખાણ અને સરખામણીનો ટૂંક સાર એ છે કે આહતુ, જેતપટ અને કેશલુંચન એ ત્રણ ફિરકાઓ જૈન પરંપરાના છે અને એ યાદીમાં આવતું નવમું જૈન વિશેષણ બૌદ્ધ પરંપરાનું સૂચક છે. અત્યારે આપણે “જૈન” પદ સાંભળતાં જ મહાવીરના અનુયાયીઓનો બોધ કરીએ છીએ, પણ બાણના સમય સુધીમાં જૈન વિશેષણ મહાવીરના અનુયાયીઓ માટે ખાસ પ્રચલિત ન હતું. “જિન” શબ્દ ઉપરથી જૈન પદ બને છે. જિન શબ્દ જેમ મહાવીર આદિ તીર્થકરોનો સૂચક છે તેમ જ તે તથાગત આદિ ઇતર શ્રમણોનો પણ સૂચક છે. તેમ છતાં તે વખત સુધીમાં “જૈન” પદ મોટે ભાગે બૌદ્ધ સંપ્રદાય માટે વપરાતું અને અત્યારે જાણીતા જૈન ફિરકાઓ તે કાળમાં અન્ય અન્ય વિશેષણો દ્વારા ઓળખાતા. અત્યારે શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી અને તેરાપંથ એમ ચાર મુખ્ય જૈન ફિરકાઓ છે, પણ બાણના સમયમાં મુખ્ય ત્રણ હતા ? દિગંબર, શ્વેતાંબર અને યાપનીય. આ ત્રણ ફિરકાઓ અનુક્રમે આહંત, જેતપટ અને કેશલુંચન એવાં વિશેષણોથી બાણે નિર્દેશ કર્યાનું તારણ શ્રી અગ્રવાલજીએ કાઢ્યું છે. એ ગમે તેમ હો, છતાં એ ખરું કે બાણ જૈન પરંપરાના તત્કાલીન બધા ફિરકાઓથી પરિચિત હતો. યાપનીય સંઘ આજે જુદું અસ્તિત્વ નથી ધરાવતો, પણ તે કાળે પ્રધાનતા ભોગવતો. યાપનીય સાધુઓ રહેલા નગ્ન એટલે દિગંબર, પણ ઘણી બાબતોમાં શ્વેતાંબરજેતપટને મળતા આવતા, તેથી આખરે એ સંઘ જુદું અસ્તિત્વ ગુમાવી દિગંબર-શ્વેતાંબરમાં જ સમાઈ ગયો છે. મસ્કરી એટલે શૈવો કે પાશુપતો. તેઓ મસ્કર એટલે દંડ ધારણ કરતા. પાંડરિભિક્ષુ એ આજીવક પરંપરાના ભિક્ષુઓ. મહાવીરના સમકાલીન અને પ્રતિસ્પર્ધી ગોશાલકની પરંપરામાં થનારા ભિક્ષુઓ આજીવક કહેવાતા. તેઓ પણ નગ્ન રહેતા. આજે આજીવક પરંપરા જુદી નથી રહી, પણ મારી દષ્ટિએ ગિરનાર, હિમાલય વગેરેમાં રહેતા નાગા બાવાઓની પરંપરામાં તે રૂપાંતર પામી છે. વર્ણી તે નૈષ્ઠિક બ્રહ્મચારીનો વર્ગ. કપિલ એ સાંખ્ય. લોકાયતિક એ ચાવૉક. કણાદ વૈશેષિક અને અશ્વરકારણિક એ નૈયાયિક. ઔપનિષદ એ પ્રાચીન વેદાંતી. કારંધમી એ રસાયન બનાવનાર ધાતુવાદી. ધર્મશાસ્ત્રી એ સ્માર્ત. પૌરાણિક એ પુરાણજીવી. સાપ્તતત્તવ એ કર્મકાંડી મીમાંસક–જે સપ્તાતંતુ એટલે યજ્ઞ
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૩૮ · અનેકાન્ત ચિંતન કરે-કરાવે. શાબ્દ એ શબ્દબ્રાહ્મવાદી વૈયાકરણ. શ્રી અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી વૈખાનસો વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અશ્રુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જયારે સાત્વતો વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. વૈખાનસો અને સાત્વતો કરતાં પ્રાચીન હતા મૂલપંચ રાત્રે આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તો આ બધા ફાંટાઓ એક ભાગવતમાં સમાઈ ગયા છે.
પ્રાયોતિષ(કામરૂપ=આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માનો હંસવેગ નામનો દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજયકર્મચારીઓ અને દરબારી નોકરોની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નોકરોની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિંદ્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નોકરોની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણ ત્યાં સુધી કહે છે કે “જે સ્વમાની હોય તેને વાતે એક ક્ષણમાત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે; પણ જો માથું ઝુકાવવું પડે તો મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.' શ્રી અગ્રવાલ લખે છે કે બાણની આ સમીક્ષાનો જોટો વિશ્વસાહિત્યમાં મળવો દુર્લભ છે.
છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષવર્ધનની વિજયયાત્રા વખતે લશ્કરની કુચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ વચમાં આવતાં ઝૂંપડાંને કચરી નાખતા. એ ત્રાસ જોઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં-પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતો જોતા જ રહી જાય. ઘોડેસવારો પોતાના ઘોડાઓને અને માલસામાન લાદી જનારાઓ પોતાનાં ખચ્ચરો કે બળદોને રસ્તામાં પડતાં ખેતરોમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતોને તોબા પોકરાવતા. સૈનિકોમાં પણ પાછળ હોય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તો આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરો થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકો ચાલ્યા કરે, ઇત્યાદિ.
બાણે હર્ષના સૈનિકો-વર્ણનનું જે હૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી
Page #248
--------------------------------------------------------------------------
________________
“હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૩૯ સવારે ત્રણ વાગ્યાથી ઊપડવાની તૈયારીઓ થઈ રહી છે. એ ૭૭ સમાસવાળા વિસ્તૃત વર્ણનમાં એક “નોત્થાપન વ્યાકૃતિવ્યવહારિ”િ એવું પદ આવે છે. કાણેએ અને કાવેલ વ્યવહારિનું' પદનો અર્થ વ્યાપારી અથવા અધિકારી એવો કર્યો છે, પરંતુ ડૉ. અગ્રવાલની સૂક્ષ્મક્ષિકાને પ્રશ્ન થયો કે સવારે ત્રણ વાગે લશ્કર સૂતું હોય ત્યારે વ્યાપારી અને અધિકારી સૌથી પહેલાં આવે કેવી રીતે ? એ પ્રશ્નના ઉત્તરમાંથી તેમને સૂઝી આવ્યું કે
વ્યવહારિન્'નો અર્થ ઝાડૂ દેનાર જ ઘટે. સૌથી પહેલાં ઝાડૂ દેનારાઓ આવી સૂતેલ નોકરચાકરને જગાડી દે છે; અને “વ્યવહારિનું એ પદ હિન્દી શબ્દ લુહા'નું સંસ્કૃત રૂપ છે. “બુહારી'નો અર્થ હિન્દીમાં ઝાડૂકે સાવરણી થાય છે અને હિન્દીમાં સર્વત્ર ઝાડૂવાળા યા બુહારી દેનેવાલા–બુહારનેવાલા એમ વપરાય છે. શ્રી અગ્રવાલની દષ્ટિ વસ્તુસ્થિતિના મૂળને કેવી રીતે પકડે છે એનું આ એક ઉદાહરણ છે.
બાણે ભિન્ન ભિન્ન પ્રસંગે તે કાળમાં પ્રચલિત પ્રથાને અનુસરી અનેક ભાત, પોત અને જાતનાં વસ્ત્રોનું વર્ણન જુદાં જુદાં ખાસ નામોથી કરેલ છે. તે બધાં નામોનો યથાવતું અર્થ શો છે અને તેમાં વઢત્વ એ સામાન્ય તત્ત્વ હોવા છતાં કેટકેટલો અને કયા પ્રકારનો તફાવત છે એ વિગતે (પૃ. ૭૬થી) શ્રી અગ્રવાલે દર્શાવ્યું છે, જે વસ્ત્રની જાતો બનાવટો આદિના ઇતિહાસ ઉપર પુષ્કળ પ્રકાશ નાખે છે અને ભારતમાં કેટકેટલા પ્રકારની વસ્ત્રની જાતોનો અને રંગોનો વિકાસ થયો હતો તેની માહિતી પૂરી પાડે છે. સાથે જ ઈરાન, ચીન જેવા દેશોમાં બનતાં અને વપરાતાં વસ્ત્રો ભારતમાં પણ વપરાવા લાગ્યાં હતાં અને એ દેશોનો વ્યાપાર તેમ જ અવરજવરનો સંબંધ કેવો હતો એવી એવી અનેક જ્ઞાતવ્ય બાબતોનું પ્રકરણ તેઓ ઉમેરે છે, જેમાંથી અહીં તો માત્ર સ્તવરક અને બાંધણી (પૃ. ૭૩) બેનો નિર્દેશ કરીશું. સ્તવરક એ મૂળમાં ઈરાની બનાવટ છે. પહેલવી ભાષામાં સ્તવ્રફ કહેવાય છે, પણ ફારસી અને અરબીમાં તેને ઇસ્તબ્રફ કહે છે. કુરાનમાં પણ એનો ઉલ્લેખ છે. શ્રી અગ્રવાલજીએ ગુપ્તકાલીન સૂર્યની મૂર્તિઓ ઉપરના જરીના કીમતી કોટના કપડાને તથા અહિચ્છત્રાથી પ્રાપ્ત સૂર્યની તેમ જ નર્તકીની મૃમય પૂતળીઓના કોટ અને લેંઘાને એ જ સ્તવરકના બનેલ દર્શાવ્યા છે અને વરાહમિહિરે એ વેષને ઉદીચ્યવેષ તરીકે ઓળખાવ્યો છે તેની સંગતિ શ્રી અગ્રવાલે બેસાડી છે.
,
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૪૦ ૦ અનેકાન્ત ચિંતન
ગુજરાતની પેઠે ભારતના બીજા અનેક ભાગમાં કપડાં ઉપર બાંધણીનું કામ અને રંગાટ થતાં. બાણે એવા વચનો ઉલ્લેખ કરેલ છે. તેની સમજૂતી શ્રી અગ્રવાલે લગભગ આખા દેશમાં થતાં બાંધણીનાં કામોનું વર્ણન કરી અતિમનોરંજક આપી છે.
બાણે રાજાઓની વેશભૂષાના વર્ણનપ્રસંગે ત્રણ પ્રકારના પાયજામા અને ચાર પ્રકારના કોટનું વર્ણન કર્યું છે. પાયજામાનાં નામ આ રહ્યાં : સ્વસ્થાન, પિંગા અને સતલા. કોટોનાં નામઃ કંચુક, ચીનચોલક, વારબાણ અને કૂર્યાસક. આપણે અહીં માત્ર પાયજામા વિશે શ્રી અગ્રવાલે આપેલ (પૃ. ૧૪૮) માહિતીનો જ ટૂંકમાં નિર્દેશ કરીશું. તેઓ જણાવે છે કે આ દેશમાં પાયજામા પહેરવાનો સાર્વજનિક રિવાજ શકોના આગમની સાથે ઈ. સ. પૂર્વે પહેલી શતાબ્દીથી શરૂ થયેલો છે. ઈ. સ. ની પહેલી શતાબ્દીમાં તો મથુરા કલામાં એના નમૂનાઓ મળે છે. શક રાજાઓ પછી ગુપ્તકાળમાં તો સૈનિક પોષાકમાં પાયજામાએ નિશ્ચિત સ્થાન લીધું છે. એટલું જ નહિ, પણ સમુદ્રગુપ્ત અને ચંદ્રગુપ્તના કેટલાક સિક્કાઓ ઉપર તે સમ્રાટ પોતે પણ પાયજામો પહેરેલ અંકિત છે. બાણના સમય સુધીમાં તો બધી જાતના પાયજામાઓ પોષાકમાં સ્થિર જેવા થઈ ગયેલા. તેથી જ તે પાયજામાઓનું તાદેશ વર્ણન અને વર્ગીકરણ કરે છે. જેને બાણ સ્વસ્થાન કહે છે તે ગુજરાતીમાં સૂંથણું કે ચૂંથણી છે. હિન્દીમાં જૂથના કહેવાય છે. સૂથરું અને સૂથના તે સ્વસ્થાન શબ્દનો જ અપભ્રંશ છે; અથવા એમ કહો ગૂંથણું કે જૂથના શબ્દ ઉપરથી કવિએ સ્વસ્થાન શબ્દ સંસ્કૃતમાં સંસ્કાર્યો છે. ગમે તેમ હો, પણ એ શબ્દ અન્વર્થ છે, એટલે કે અર્થ પ્રમાણે યોજાયો છે: ટૂંથણું એ એક એવા પ્રકારનો ચોરણો કે સુરવાળ છે જે પિંડીઓ નીચે આવતાં સાવ સાંકડા મોઢાનો થઈ જાય છે; એટલે કે તે સ્વ=પોતાના, સ્થાન=જગ્યા ઉપર
*
શ્રી ગણપતિ શાસ્ત્રી અર્થશાસ્ત્ર ૧. પૃ. ૧૯૪ ઉપર સંપુટિવ શબ્દનો અર્થ કરતાં समे छ जंघात्राणं सुक्थानाभिधानमिति क्वचिट्टीकादर्श लिखितम्, सन्थनमित्यन्यत्र સિવિતું દશ્યતે | ડૉ. મોતીચંદજી (પ્રાચીન ભારતીય વેષભૂષા પૃ. ૨૪) કહે છે કે પાયજામા માટે હિન્દીમાં સૂથના (અને ગુજરાતીમાં સૂંથણું) શબ્દ છે જ, પણ સંસ્કૃતમાં તે સૂદ્ધ કહેવાય છે. અગ્રવાલજી બાણને આધારે સ્વસ્થાન શબ્દ ઉપરથી સૂથના શબ્દ ઊપજાવે છે. મારું એક સૂચન એ છે કે સૂતન (અર્થાત્ સૂત્રથી બાંધવું) એ શબ્દ ઉપરથી સૂથના, સૂથણું બની શકે.
Page #250
--------------------------------------------------------------------------
________________
હર્ષચરિત'ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૪૧ ચોટી રહે છે અને આમતેમ ખસતો નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂતો વગેરેમાં આવો પાયજામો પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ લૂંથણે પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. સૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં નેત્ત અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂપ મળે છે. ગુજરાતીમાં રવૈયો વલોવવાની જે દોરી હોય છે તે નેતરું અને મહાભારતમાં તે જ અર્થમાં નેત્ર શબ્દ વપરાયેલો છે. નેત્ર ઘોડાને ગળે બંધાતી રાશનું પણ નામ છે.
પિંગા એ એવી સલવાર છે કે જેને મોઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હોય. અત્યારે એ આમ પંજાબી પોશાક છે જ. પિંગા શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખોમાં પંગા નામના વસ્ત્રનો ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં શૃંગા વસ્ત્રનો ઉલ્લેખ આવે છે. અગ્રવાલજીની કલ્પના ઠીક લાગે છે કે તે જ વૃંગા શબ્દ પ્રાકૃત રૂપમાં બાણે fiા તરીકે વાપર્યો છે. આ પિંગા સલવારનો એક નમૂનો અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુરુષ મૂર્તિમાં મળી આવે છે, જેનું ચિત્ર ફલક ૧૯, નંબર ૭૦ ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે.
સતુલા એ ઢીંચણ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતો જાંઘિયો છે ને તે જુદા જુદા રંગની પટ્ટીઓ સાંધી એવી રીતે બનાવાતો કે જેનાથી વિશેષ શોભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાનાં ગુફાચિત્રોમાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્રો ફલક નં. ૨૪, ચિત્ર નં. ૭૧ અને ૭૧ માં આપેલ છે.
આથી વધારે દાખલા આપી વિવેચન કરવું એ વાચકોને ત્રાસ આપવા બરાબર છે. અહીં તો આટલું ટૂંકાણ અને છતાંય એક રીતે લંબાણ એટલા માટે કર્યું છે કે માત્ર બાણના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીઓ ડૉ. વાસુદેવશરણે કરેલ “હર્ષચરિત'ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવા-વિચારવા અને એ જ દિશાએ કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયનો પ્રકટ કરવાની વેળા ક્યારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે.
–સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૫૪.
Page #251
--------------------------------------------------------------------------
________________
૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ
ભારતની અધ્યાત્મસાધના બહુ જ પુરાણી અને જાણીતી છે. હજારો વર્ષ પહેલાં એ શરૂ થયેલી. કોણે પ્રથમ શરૂ કરી એ જ્ઞાત નથી, પણ એ સાધનાના પુરસ્કર્તા અનેક મહાન પુરુષો જાણીતા છે. બુદ્ધ-મહાવીર પહેલાંની એ ઋષિ-પરંપરા છે. તેમના પછી પણ અત્યાર લગી એ સાધનાને વરેલા પુરુષો દેશના જુદા જુદા ભાગોમાં, જુદી જુદી પરંપરાઓમાં અને જુદી જુદી નાત-જાતમાં થતા આવ્યા છે. એ બધાનો સંક્ષિપ્ત ઇતિહાસ પણ નાનોસૂનો નથી. એ છે પણ મનોરંજક અને પ્રેરણાદાયી, પરંતુ અહીં એનું સ્થાન નથી. અહીં તો એ જ અધ્યાત્મ-પરંપરામાં થયેલા શ્રીમદ્ રાજચંદ્ર, જે ગુજરાતના છેલ્લા સુપુત્રો પૈકી એક અસાધારણ સુપુત્ર થઈ ગયા, તેમની અનેક કૃતિઓ પૈકી બહુ જાણીતી અને આદર પામેલી એક કૃતિ વિશે કાંઈક કહેવું પ્રાપ્ત છે.
શ્રીમદ્ રાજચંદ્રની એ પ્રસ્તુત કૃતિ “આત્મસિદ્ધિને નામે જાણીતી છે. મેં મથાળે એને આત્મોપનિષદ કહી છે. “આત્મસિદ્ધિ વાંચતાં અને તેનો અર્થ પુનઃ વિચારતાં એમ લાગ્યા વિના નથી રહેતું કે શ્રી રાજચંદ્ર આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણ રહસ્ય દર્શાવી આપ્યું છે. માતૃભાષામાં અને તે પણ નાના નાના દોહા છંદોમાં, તેમાં પણ જરાય તાણી કે ખેંચી અર્થ ન કાઢવો પડે એવી સરલ પ્રસન્ન શૈલીમાં, આત્માને સ્પર્શતા અનેક મુદ્દાઓનું ક્રમબદ્ધ તેમ જ સંગત નિરૂપણ જોતાં અને તેની પૂર્વવર્તી જૈન-જૈનેતર આત્મવિષયક મહત્ત્વપૂર્ણ ગ્રંથો સાથે સરખામણી કરતાં અનાયાસે કહેવાઈ જાય છે કે પ્રસ્તુત “આત્મસિદ્ધિ' એ સાચે જ આત્મોપનિષદ્ છે.
સંસ્કૃત ભાષામાં પ્રાચીન ઉપનિષદો જાણીતા છે. તેઓમાં માત્ર આત્મતત્ત્વની જ ચર્ચા છે. બીજી જે ચર્ચા આવે છે તે આત્મતત્ત્વનો પૂરો
Page #252
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ - ૨૪૩ ખ્યાલ આપવા પૂરતી અને તેને ઉઠાવ આપવા પૂરતી છે. તેઓમાં પુરુષ, બ્રહ્મ, ચેતન જેવા અનેક શબ્દો વપરાયા છે, પણ તે આત્મતત્વના જ બોધક છે. એમની શૈલી ભલે પ્રાચીન સાંખ્ય-યોગ જેવી પરંપરાને અનુસરતી હોય તેમ જ એમની ભાષા ભલે સંસ્કૃત હોય, પણ એમાં નિરૂપણ તો આત્મલક્ષી જ છે. તેથી જ એ ઉપનિષદોમાં પુનઃ પુનઃ કહેવાયું છે કે “ન જ્ઞાન સર્વ જ્ઞાત્તિ મવતિ ' એક આત્મા જાયે બધું જ જણાઈ જાય છે, કેમ કે ત્યાં આત્મજ્ઞાનનું પ્રાધાન્ય છે અને એ આત્મવિદ્યાને જ પરાવિદ્યા કહેવામાં આવી છે.
મહાવીરના વિચારમંથનના પરિણામરૂપ જે પ્રાચીન ઉદ્ગારો આચારાંગ', “સૂત્રકૃતાંગ' જેવા આગમોમાં મળે છે તેમાં પણ આત્મસ્વરૂપના જ્ઞાન અને તેની સાધનાને લક્ષીને જ મુખ્ય વક્તવ્ય છે.
આગમનું એ નિરૂપણ સંસ્કૃત ભાષામાં નથી, તેમ જ ઉપનિષદોની શૈલીથી જુદી શૈલી એ ધરાવે છે. તેમ છતાં એ છે તો આત્મતત્ત્વ સંબંધે જ. એ જ રીતે બુદ્ધના ઉદ્ગારોના સંગ્રહરૂપ ગણાતાં પ્રાચીન પિટકોમાં પણ આત્મસ્વરૂપ અને તેની સાધનાની જ એક રીતે કથા છે. ભલે તે આત્માને નામે કે સંસ્કૃત ભાષામાં ન હોય; ભલે એની શૈલી ઉપનિષદો અને જૈન આગમો કરતાં કાંઈક જુદી પડતી હોય; પણ તે નિરૂપણ અધ્યાત્મલક્ષી જ છે. ભાષાભેદ, શૈલીભેદ કે ઉપરથી દેખાતો આંશિક દૃષ્ટિભેદ એ સ્થૂળ વસ્તુ છે. મુખ્ય અને ખરી વસ્તુ એ બધામાં સામાન્ય છે તે તો આધ્યાત્મિક દૃષ્ટિએ કરાયેલી સાધનાનાં પરિણામોનું નિરૂપણ છે. વૈદિક બૌદ્ધ અને જૈન વગેરે બધા સંતોનો અનુભવ ટૂંકમાં એ જ છે કે પોતા વિશેનું અજ્ઞાન (અવિદ્યા) નિવારવું અને સમ્યજ્ઞાન મેળવવું.
સમ્યજ્ઞાન મેળવવાના અનેક માર્ગો શોધાયા અને યોજાયા. કોઈએ એક તો કોઈએ બીજા ઉપર સહેજ વધારે ભાર આપ્યો. એને લીધે કેટલીક વાર પંથભેદો જમ્યા અને એ પંથભેદો ટૂંકી દૃષ્ટિથી પોષાતાં સાંકડા વાડા પણ બની ગયા. એટલું જ નહિ, પણ તેઓ ઘણી વાર શાબ્દિક અર્થની ખેંચતાણમાં પડી એકબીજાના ખંડનમાં ઊતરી ગયા અને દૃષ્ટિની વિશાળતા તેમ જ આત્મશુદ્ધિ સાધવાનો મુખ્ય ઉદ્દેશ જ વિસરી ગયા. એને લીધે આધ્યાત્મિક સાધના ઉપર ઊભી થયેલી પરંપરાઓ મોટે ભાગે એકદેશીય અને દુરાગ્રહી પણ બની ગયેલી આપણે ઇતિહાસમાં જોઈએ છીએ. વિશેષ તો શું, પણ એક જ પરંપરામાં પણ એવા ફાંટા પડ્યા અને તે પરસ્પર એવી
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૪૪ - અનેકાન્ત ચિંતન રીતે વર્તવા અને જોવા લાગ્યા કે તેમાં પણ અભિનિવેશ અને દુરાગ્રહે જ મુખ્ય સ્થાન લીધું.
કોઈ પણ સમાજમાં ઊછરેલો જ્યારે ખરા અર્થમાં આત્મજિજ્ઞાસુ બને છે, ત્યારે તેને પણ શરૂઆતમાં એ વાડા અને ફાંટાનાં સંકુચિત બંધનો અને કુસંસ્કારો ભારે વિઘ્નરૂપ થઈ પડે છે, પણ ખરો અધ્યાત્મજિજ્ઞાસુ એ બધાં વિપ્નોથી પર જાય છે અને પોતાનો માર્ગ પોતાના જ પુરુષાર્થથી નિષ્ફટક બનાવે છે. આવા અધ્યાત્મવીરો વિરલ પાકે છે. શ્રીમદ્ એ વિરલમાંના એક આધુનિક મહાન વિરલ પુરુષ છે. તેમણે જૈન પરંપરાના સંસ્કાર વિશેષ પ્રમાણમાં ઝીલ્યા. તેમણે મૂળ લખાણો ગુજરાતીમાં જ અને તે પણ મોટે ભાગે . જૈન પરિભાષાને અવલંબીને જ લખ્યાં છે. તેથી એમની ઓળખ ગુજરાત બહાર અથવા જૈનેતર ક્ષેત્રમાં બહુ વિશેષ નથી. પણ તેથી એમનું આધ્યાત્મિક પોત અને સૂક્ષ્મ સત્યદૃષ્ટિ સાધારણ છે એમ જો કોઈ ધારે, તો તે મહતી ભ્રાન્તિ જ સિદ્ધ થશે. એક વાર કોઈ સમજદાર એમનાં લખાણો વાંચે તો તેના મન ઉપર એમની વિવેકપ્રજ્ઞા, મધ્યસ્થતા અને સહજ નિખાલસતાની અચૂક છાપ પડ્યા વિના કદી જ નહિ રહે.
મેં પ્રથમ પણ અનેક વાર “આત્મસિદ્ધિ વાંચેલી અને વિચારેલી, પરંતુ છેલ્લે છેલ્લે આ લખું છું ત્યારે વિશેષ સ્થિરતા અને વિશેષ તટસ્થતાથી એ વાંચી, એના અર્થો વિચાર્યા, એના વક્તવ્યનું યથાશક્તિ મનન અને પૃથક્કરણ કર્યું, ત્યારે મને લાગ્યું કે આ “આત્મસિદ્ધિ એ એક જ ગ્રંથ એવો છે કે તેમાં શ્રીમદ્ રાજચંદ્રની વિચારણા અને સાધનાનું ઊંડામાં ઊંડું રહસ્ય આવી જાય છે.
જે ઉંમરે અને જેટલા ટૂંક વખતમાં શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં પોતે પચાવેલ જ્ઞાન ગૂંચ્યું છે તેનો વિચાર કરું છું ત્યારે મારું મસ્તક ભક્તિભાવે નમી પડે છે. એટલું જ નહિ, પણ મને લાગે છે કે તેમણે આધ્યાત્મિક મુમુક્ષુને આપેલી આ ભેટ એ તો સેંકડો વિદ્વાનોને આપેલી સાહિત્યિક ગ્રંથરાશિની ભેટ કરતાં વિશેષ મૂલ્યવંતી છે. પોતપોતાના પક્ષની અને મંતવ્યની સિદ્ધિ અર્થે અનેક સિદ્ધિ-ગ્રંથો સેંકડો વર્ષ થયાં લખાતા રહ્યા છે. “સર્વાર્થસિદ્ધિ માત્ર જૈન આચાર્યું જ નહિ, પણ જૈનેતર આચાર્યોએ પણ પોતપોતાના સંપ્રદાય પરત્વે લખી છે. “બ્રહ્મસિદ્ધિ, “અદ્વૈતસિદ્ધિ આદિ વેદાંત-વિષયક ગ્રંથો સુવિદિત છે. “નૈષ્કર્મસિદ્ધિ, “ઈશ્વરસિદ્ધિ એ પણ જાણીતા છે. સર્વજ્ઞસિદ્ધિ જૈન, બૌદ્ધ વગેરે અનેક પરંપરાઓમાં લખાયેલી છે. અકલંકના
Page #254
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૪૫ સિદ્ધિવિનિશ્ચય' ઉપરાંત આચાર્ય શિવસ્વામી રચિત “સિદ્ધિવિનિશ્ચય'ના અસ્તિત્વનું પ્રમાણ હમણાં મળ્યું છે. આવા વિનિશ્ચય ગ્રંથોમાં પોતપોતાને અભિપ્રેત હોય એવા અનેક વિષયોની સિદ્ધિ કહેવામાં આવી છે, પણ એ બધી સિદ્ધિઓ સાથે જ્યારે શ્રી રાજચંદ્રની “આત્મસિદ્ધિને સરખાવું છું, ત્યારે સિદ્ધિ શબ્દરૂપે સમાનતા હોવા છતાં એના પ્રેરક દષ્ટિબિંદુમાં મહદ્ અંતર જણાય છે. તે તે દર્શનની ઉપર સૂચવેલી અને બીજી સિદ્ધિઓ અમુક વિષયની માત્ર દલીલ દ્વારા ઉપપત્તિ કરે છે અને વિરોધી મંતવ્યનું તર્ક કે યુક્તિથી નિરાકરણ કરે છે. વસ્તુતઃ એવી દાર્શનિક સિદ્ધિઓ મુખ્યપણે તર્ક અને યુક્તિને બળે રચાયેલી છે, પણ એની પાછળ આત્મસાધના કે આધ્યાત્મિક પરિણતિનું સમર્થ બળ ભાગ્યે જ દેખાય છે, જ્યારે પ્રસ્તુત આત્મસિદ્ધિની ભાત જ જુદી છે. એમાં શ્રી રાજચંદ્ર જે નિરૂપ્યું છે તે તેમના જીવનના ઊંડાણમાંથી અનુભવપૂર્વક આવેલું હોઈ એ માત્ર તાર્કિક ઉપપત્તિ નથી, પણ આત્માનુભવની થયેલી સિદ્ધિ-પ્રતીતિ છે, એમ મને સ્પષ્ટ લાગે છે. તેથી જ તો તેમના નિરૂપણમાં એક પણ વેણ કડવું, આવેશપૂર્ણ, પક્ષપાતી કે વિવેક વિનાનું નથી. જીવસિદ્ધિ તો શ્રીમદ્ અગાઉ કેટલાય આચાર્યોએ કરેલી અને લખેલી છે, પણ તેમાં પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં છે તેવું બળ ભાગ્યે જ પ્રતીત થાય છે, અલબત્ત, એમાં યુક્તિ અને દલીલો ઢગલાબંધ છે. .
શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં મુખ્યપણે આત્માને લગતા છ મુદ્દા ચર્ચા છે : (૧) આત્માનું સ્વતંત્ર અસ્તિત્વ, (૨) તેનું નિયત્વ-પુનર્જન્મ, (૩) કર્મકર્તૃત્વ, (૪) કર્મફળભોક્નત્વ, (૫) મોક્ષ, અને (૬) તેનો ઉપાય. આ છે મુદ્દાની ચર્ચા કરતાં તેના પ્રતિપક્ષી છ મુદ્દા ઉપર પણ ચર્ચા કરવી જ પડી છે. એ રીતે એમાં બાર મુદ્દાઓ ચર્ચાયા છે. એ ચર્ચાની ભૂમિકા એમણે એટલી બધી સબળ રીતે અને સંગત રીતે બાંધી છે, તેમ જ એનો ઉપસંહાર એટલો સહજપણે અને નમ્રપણે છતાં નિશ્ચિત વાણીથી કર્યો છે કે તે એક સુસંગત શાસ્ત્ર બની રહે છે. એની શૈલી સંવાદની છે : શિષ્યની શંકા કે પ્રશ્નો અને ગુરુએ કરેલ સમાધાન. આ સંવાદશૈલીને લીધે એ ગ્રંથ ભારેખમ અને જટિલ ન બનતાં, વિષય ગહન હોવા છતાં, સુબોધ અને રુચિપોષક બની ગયો છે.
આચારાંગ, સૂત્રકૃતાંગ, ઉત્તરાધ્યયન અને પ્રવચનસાર, સમયસાર જેવા પ્રાકૃત ગ્રંથોમાં જે વિચાર જુદી જુદી રીતે વીખરાયેલો દેખાય છે, ' : ગણધરવાદમાં જે વિચાર તર્કશૈલીથી સ્થપાયો છે અને આચાર્ય હરિભદ્ર કે
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૪૬ ૯ અનેકાન્ત ચિંતન યશોવિજયજી જેવાએ પોતપોતાના અધ્યાત્મવિષયક ગ્રંથોમાં જે વિચાર વધારે પુષ્ટ કર્યો છે, તે સમગ્ર વિચાર પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં એવી રીતે સહજભાવે ગૂંથાઈ ગયો છે કે તે વાંચનારને પૂર્વાચાર્યોના ગ્રંથોનું પરિશીલન કરવામાં એક ચાવી મળી રહે છે. શંકરાચાર્યું કે તે પૂર્વના વાત્સ્યાયન, પ્રશસ્તપાદ, વ્યાસ આદિ ભાષ્યકારોએ આત્માના અસ્તિત્વની બાબતમાં જે મુખ્ય દલીલો આપી છે તે પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં આવે છે, પણ વિચારતાં મને એમ લાગે છે કે શ્રી રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમુક્ષુ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલા અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉત્તરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને ક્યાંય પણ આડું ફંટાતું નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની “આત્મસિદ્ધિ એ એક સિદ્ધાંતશાસ્ત્ર બની રહે છે.
ભારતીય તત્ત્વજ્ઞ અને સંતોની આત્માના સ્વરૂપ વિશેની દૃષ્ટિ મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છેઃ (૧) દેહભેદે આત્મભેદ અને તે વાસ્તવિક જ; (૨) તાત્વિક રીતે આત્મતત્ત્વ એક જ અને તે અખંડ છતાં દેખીતો જીવભેદ એ માત્ર અજ્ઞાનમૂલક; (૩) જીવભેદ વાસ્તવિક પણ તે એક જ પરમાત્માના અંશો. આ રીતે દષ્ટિઓ ત્રણ પ્રકારની હોવા છતાં બધી દૃષ્ટિનો પારમાર્થિક આચાર એક જ છે. વાસ્તવિક જીવભેદ માનનાર દરેક દર્શન જીવનું તાત્ત્વિક સ્વરૂપ તો સમાન જ માને છે કે તે આધારે તેઓ બીજાં નાનાંમોટાં તમામ પ્રાણી પ્રત્યે આત્મૌપમ્યમૂલક આચાર યોજે છે અને પોતા પ્રત્યે બીજા તરફથી જે વર્તનની અપેક્ષા રખાય તેવું જ વર્તન બીજા પ્રત્યે રાખવા ઉપર ભાર આપી સમગ્ર આચાર-વ્યવહાર યોજે છે. જેઓ આત્માના વાસ્તવિક અભેદ કે બ્રહ્મક્યમાં માને છે તેઓ પણ બીજા જીવોમાં પોતાનું જ અસલી પોત માની અભેદમૂલક આચાર-વ્યવહાર યોજી કહે છે કે અન્ય જીવ પ્રત્યે વિચારમાં કે વર્તનમાં ભેદ રાખવો તે આત્મદ્રોહ છે, અને એમ કહી સમાન આચાર-વ્યવહારની જ હિમાયત કરે છે, ત્રીજી દષ્ટિવાળા પણ ઉપરની રીતે જ તાત્ત્વિક આચાર-વ્યવહારની હિમાયત કરે છે. આ રીતે જોઈએ તો આત્મવાદી ગમે તે દર્શન હોય તો પણ તેની પારમાર્થિક કે મૂલગામી આચાર-વ્યવહારની હિમાયત એક જ પ્રકારની છે. તેથી જ જૈન,
Page #256
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૪૭ બૌદ્ધ, વેદાંત કે વૈષ્ણવ આદિ બધાં જ દર્શનોમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ આદિ તાત્ત્વિક આચારમાં કશો જ ભેદ દેખાતો નથી. અલબત્ત, બાહ્ય અને સામાજિક આચાર-વ્યવહાર, જે મુખ્યપણે રૂઢિઓ અને દેશકાળને અનુસરી ઘડાય કે બદલાય છે તેમાં, પરંપરાભેદ છે જ અને તે માનવસ્વભાવ પ્રમાણે અનિવાર્ય છે. પણ જે આત્મસ્પર્શી મૂલગામી વર્તનના સિદ્ધાંતો છે, તેમાં કોઈનો મતભેદ નથી. દરેક દર્શન પોતાની માન્યતા પ્રમાણેના આત્મજ્ઞાન ઉપર ભાર આપી તે વિશેનું અજ્ઞાન કે અવિદ્યા નિવારવા કહે છે અને આત્મજ્ઞાન ઠીક ઠીક પ્રકટ્યા વિના કે પચ્યા વિના વિષમતામૂલક વર્તન બંધ પડવાનું નથી અને એવું વર્તન બંધ પડ્યા વિના પુનર્જન્મનું ચક્ર પણ બંધ પડવાનું નથી, એમ કહે છે. તેથી જ આપણે ગમે તે પરંપરાના સાચા સંત અને સાધકની વિચારણા કે વાણી તપાસીશું અગર તેમનો જીવન-વ્યવહાર તપાસીશું તો બાહ્ય રીતિ-નીતિમાં ભેદ હોવા છતાં તેની પ્રેરક આંતર ભાવનામાં કશો જ ભેદભાવ જોઈ નહિ શકીએ.
હવે આપણે ટૂંકમાં ‘આત્મસિદ્ધિ’ના વિષયોનો પરિચય કરીએ : પ્રથમ દોહામાં શ્રી રાજચંદ્રે સૂચવ્યું છે કે આત્મતત્ત્વનું અજ્ઞાન એ જ સાંસારિક દુઃખનું કારણ છે અને એનું જ્ઞાન એ દુઃખનિવૃત્તિનો ઉપાય છે. તેમનું આ વિધાન જૈન પરંપરાને તો અનુસરે છે જ, પણ એ બીજી બધી જ આત્મવાદી પરંપરાઓને પણ માન્ય છે. ઉપનિષદોની પેઠે સાંખ્ય-યોગ, ન્યાય-વૈશેષિક અને બૌદ્ધ દૃષ્ટિ પણ દેહ, ઇન્દ્રિય, પ્રાણ આદિથી આત્મતત્ત્વને પોતપોતાની રીતે જુદું સ્થાપી તેના જ્ઞાનને કહો કે ભેદજ્ઞાનને યા વિવેકખ્યાતિને સમ્યક્ જ્ઞાન માને છે અને તેને જ આધારે પુનર્જન્મના ચક્રને મિટાવવા ભિન્ન ભિન્ન પ્રણાલીઓ યોજે છે.
શ્રીમદ્ રાજચંદ્રે બીજા દોહામાં મોક્ષનો માર્ગ આત્માર્થી મુમુક્ષુ માટે સ્પષ્ટ નિરૂપવાની પ્રતિજ્ઞા કરી છે.
માણસ સ્થૂલ વસ્તુ પકડી બેસે છે ને ઊંડો ઊતરતો નથી; એટલું જ · નહિ, પણ ઊંડાણમાં રહેલ સૂક્ષ્મ અને ખરા તત્ત્વને સ્થૂલમાં જ માની બેસે છે. આ દોષ બધા જ પંથોમાં સામાન્ય રીતે દેખાય છે. તેથી જ લૌકિક અને અલૌકિક અગર સંવૃતિ-માયિક અને પરમાર્થ એવી બે માનસિક ભૂમિકાઓ સર્વત્ર નિરૂપાઈ છે. આમાંથી લૌકિક કે અપારમાર્થિક ભૂમિકાવાળા કેટલાક એવા હોય છે કે તેઓ ક્રિયાજડ બની બેસે છે અને કેટલાક શુષ્કજ્ઞાની થઈ જાય છે. એ બન્ને પોતાને મોક્ષનો ઉપાય લાધ્યો હોય તેવી રીતે વર્તે અને
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૪૮ ૦ અનેકાન્ત ચિંતન બોલે છે. શ્રીમદ્ એ બન્ને વર્ગના લોકોને ઉદ્દેશી મોક્ષમાર્ગનું સાચું સ્વરૂપ દર્શાવતાં ક્રિયાજડ અને શુષ્કજ્ઞાનીનું લક્ષણ નિરૂપે છે અને સાથે જ ત્યાગવૈરાગ્ય તેમ જ આત્મજ્ઞાન બન્નેનો પરસ્પર પોષ્યપોષકભાવ દર્શાવી આત્માર્થીની વ્યાખ્યા સ્પષ્ટ કરે છે. તેમણે આત્માર્થીની જે વ્યાખ્યા કરી છે તે એક રીતે સરલ અને બીજી રીતે એવી ગંભીર છે કે વ્યાવહારિક દુન્યવી જીવન અને પારમાર્થિક સત્યધાર્મિક જીવન બન્નેમાં એકસરખી લાગુ પડે છે.
- ત્યાર બાદ તેમણે સરુનાં લક્ષણો કહ્યાં છે. એ લક્ષણો એવી દષ્ટિથી નિરૂપાયાં છે કે તેમાં આત્મવિકાસની ગણસ્થાનક્રમ પ્રમાણે ભૂમિકાઓ આવી જાય, અને જે ભૂમિકાઓ યોગ, બૌદ્ધ તેમ જ વેદાંત દર્શનની પરિભાષામાં પણ દર્શાવી શકાય. શ્રી રાજચંદ્ર ગુરુ-પદ ન વાપરતાં સદ્દગુર-પદ યોજયું છે, જે આધ્યાત્મિક જાગૃતિનું સૂચક છે. શ્રી અરવિંદે પણ સદ્ગર-શરણાગતિ ઉપર ખાસ ભાર આપ્યો છે.–જુઓ The Synthesis of Yoga.' શ્રી કિશોરલાલભાઈએ મુમુક્ષુની વિવેકદૃષ્ટિ અને પરીક્ષક બુદ્ધિ ઉપર ભાર આપ્યા છતાં યથાયોગ્ય સદ્ગુરુથી થતા લાભની પૂરી કદર કરી જ છે. છેવટે તો મુમુક્ષુની જાગૃતિ એ જ મુખ્ય વસ્તુ છે. એ વિના સગુરુની ઓળખ મુશ્કેલ છે, અને ઓળખ થાય તો ટકવી પણ અઘરી છે. જૈન પરંપરા પ્રમાણે છઠ્ઠા અને તેરમા ગુણસ્થાનકે ઉપદેશકપણું સંભવે છે. સાતમાથી બારમા સુધીનાં ગુણસ્થાનોની ભૂમિકા એ તો ઉત્કટ સાધકદશાની એવી ભૂમિકા છે કે તે દરિયામાં ડૂબકી મારી મોતી આણવા જેવી સ્થિતિ છે. આ વિશે શ્રીમદ્ રાજચંદ્ર પોતે જ સ્પષ્ટ વિવેચન કર્યું હોઈ તે મનનયોગ્ય છે. '
જયાં સદ્ગરનો યોગ ન હોય ત્યાં પણ આત્માનું અસ્તિત્વ દર્શાવનારાં શાસ્ત્રો મુમુક્ષુને ઉપકારક બને છે. શાસ્ત્રો વિના પણ સદ્ગુરુએ આપેલ ઉપદેશ સુધ્ધાં મુમુક્ષુને ટેકો આપે છે, પણ શ્રીમદ્ સદ્ગુરુના યોગ ઉપર ભાર આપે છે તે સહેતુક છે. માણસમાં પોષાયેલ કુલધર્માભિનિવેશ, આપડહાપણે ફાવે તેમ વર્તવાની ટેવ, ચિરકાલીન મોહ અને અવિવેકી સંસ્કાર–એ બધું સ્વછંદ છે. સ્વચ્છંદ રોકાયા સિવાય આત્મજ્ઞાનની દિશા ન પ્રકટે અને સદ્દગુરુના–અનુભવી દોરવણી આપનારના–યોગ વિના સ્વચ્છંદ રોકવાનું કામ અતિ અઘરું છે, સીધી ઊંચી કરાડ ઉપર ચડવા જેવું છે.
સાચો સાધક ગમે તેટલો વિકાસ થયા છતાં સર પ્રત્યે પોતાનો સહજ વિનય ગૌણ કરી ન શકે. અને સદ્ગુરુ હોય તે એવા વિનયનો દુરુપયોગ પણ ન જ કરે. જે શિષ્યની ભક્તિ અને વિનયનો દુરુપયોગ કરે છે કે ગેરલાભ લે
Page #258
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ • ૨૪૯ છે, તે સદ્ગુરુ જ નથી. આવા જ અસદ્ગુરુ કે કુગુરુને લક્ષમાં રાખી શ્રી કિશોરલાલભાઈની ટીકા છે." | મુમુક્ષુ અને મતાર્થી વચ્ચેનો ભેદ શ્રી રાજચંદ્ર દર્શાવ્યો છે તેનો સાર એ છે કે સવળી મતિ તે મુમુક્ષ અને અવળી મતિ તે મતાર્થી. આવા મતાર્થીનાં અનેક લક્ષણો તેમણે ફુટ અને જરા વિસ્તારથી દર્શાવ્યાં છે જે તદ્દન અનુભવસિદ્ધ છે અને ગમે તે પંથમાં મળી આવે છે. તેમની આ સ્થળે એકબે વિશેષતા તરફ ધ્યાન ખેંચવું ઇષ્ટ છે. પ્રસિદ્ધ આચાર્ય સમતભદ્ર આમીમાંસા'ની “દેવાગમ-નભોયાન' આદિ કારિકાઓમાં બાહ્ય વિભૂતિઓમાં વીતરાગપદ જોવાની સાવ ના પાડી છે. શ્રીમદ્દ પણ એ જ વસ્તુ સૂચવે છે. યોગશાસ્ત્રના વિભૂતિપાદમાં, બૌદ્ધ ગ્રંથોમાં અને જૈન પરંપરામાંય વિભૂતિ, અભિજ્ઞા–ચમત્કાર કે સિદ્ધિ અને લબ્ધિમાં ન ફસાવાની વાત કહી છે તે સહજપણે જ શ્રી રાજચંદ્રના ધ્યાનમાં છે. તેમણે એ જોયેલું કે જીવની ગતિ-આંગતિ, સુગતિ-મુગતિના પ્રકારો, કર્મભેદના ભાંગાઓ વગેરે શાસ્ત્રમાં વર્ણિત વિષયોમાં જ શાસ્ત્રરસિયાઓ રચ્યાપચ્યા રહે છે અને પોપટપાઠથી આગળ વધતા નથી. તેમને ઉદ્દેશી એમણે સૂચવ્યું છે કે શાસનાં એ વર્ણનો એનું અંતિમ તાત્પર્ય નથી અને અંતિમ તાત્પર્ય પામ્યા વિના એવાં શાસ્ત્રોનો પાઠ કેવળ મતાર્થિતા પોષે છે. શ્રીમદ્ રાજચંદ્રનું આ કથન જેટલું અનુભવમૂલક છે તેટલું જ બધી પરંપરાઓને એકસરખું લાગુ પડે છે.
મતાર્થીના સ્વરૂપકથન બાદ આત્માર્થીનું ટૂંકું છતાં માર્મિક સ્વરૂપ આલેખાયેલું છે. મતિ સવળી થતાં જ આત્માર્થ દશા પ્રારંભાય છે અને સુવિચારણા જન્મે છે. એને જ લીધે નિશ્ચય અને વ્યવહારનું અંતર તેમ જ સંબંધ યથાર્થપણે સમજાય છે, તેમ જ કયો સવ્યવહાર અને કયો નહિ તે પણ સમજાય છે. આવી સુવિચારણાના ફળરૂપે કે તેની પુષ્ટિ અર્થે શ્રી રાજચંદ્ર આત્માને લગતાં છ પદો વિશે અનુભવસિદ્ધ વાણીમાં શાસ્ત્રીય વર્ણન કર્યું છે, જે સિદ્ધસેને “સન્મતિતર્કમાં અને હરિભદ્ર “શાસ્ત્રવાર્તાસમુચ્ચય' આદિમાં પણ કર્યું છે.
૧. આત્માનું અસ્તિત્વ દર્શાવતાં શ્રી રાજચંદ્ર જે દેહાત્મવાદીની પ્રચલિત અને બાલસુલભ દલીલોનું નિરસન કર્યું છે તે એક બાજુ ચાર્વાક માન્યતાનો નકશો રજૂ કરે છે ને બીજી બાજુ આત્મવાદની ભૂમિકા રજૂ કરે
૧. “સમૂળી ક્રાંતિ–પાંચમું પ્રતિપાદન.
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૦૦ અનેકાન્ત ચિંતન
છે. એમ તો અનેક આત્મસ્થાપક ગ્રંથોમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપરચોટિયા દલીલોમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલો હૈયાસોંસરી ઊતરી જાય તેવી છે.
૨. આત્મા અર્થાત્ ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેહના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણી અને યુક્તિઓથી દર્શાવી આત્માનું નિત્યપણું—પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાઓ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કારો કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના ‘સન્મતિતર્ક’ની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છતાં માણસ તેમાં પોતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તો ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનોની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પોતે ક્ષણિક હોય તો બધાં જ જ્ઞાનોમાં પોતાનું ઓતપ્રોતપણું કેમ જાણી શકે ? તેમની આ દલીલ ગંભીર છે.
૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકસ્તૂપણું કાં તો પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરોપથી માને છે. એ માન્યતા સાચી હોય તો મોક્ષનો ઉપાય પણ નકામો ઠરે. તેથી શ્રીમદ્ આત્માનું કર્મકર્જ઼પણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્મનો ર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મનો કર્તા નથી, ઊલટું એને સ્વરૂપનો કર્તા કહી શકાય—એ જૈન માન્યતા સ્થાપે છે.
૪. કર્મનું કસ્તૂપણું હોય તોય જીવ તેનો ભોક્તા ન બની શકે, એ મુદ્દો ઉઠાવી શ્રી રાજચંદ્રે ભાવકર્મ—પરિણામરૂપ કર્મ અને દ્રવ્યકર્મ—પૌદ્ગલિક કર્મ બન્નેનો કાર્યકારણભાવ દર્શાવી કર્મ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલો આપ્યો છે કે ઝેર અને અમૃત યથાર્થ સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હોય તો તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાડ્યે મળે છે તેમ બદ્ધ કર્મ પણ યોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેઓ ભાખે છે કે આ વાત ટૂંકીમાં કહી છે
Page #260
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ • ૨૫૧ ૫. મોક્ષનું અસ્તિત્વ સિદ્ધ કરવા તેઓ ટૂંકીટચ પણ સમર્થ એક દલીલ એ આપે છે કે જો શુભાશુભ પ્રવૃત્તિનું ફળ કર્મ હોય તો એવી પ્રવૃત્તિમાંથી નિવૃત્તિ એ શું નિષ્ફળ? નિવૃત્તિ તો પ્રયત્નથી સધાય છે, એટલે તેનું ફળ પ્રવૃત્તિના ફળથી સાવ જુદું જ સંભવે. તે ફળ એ જ મોક્ષ.
૬. મોક્ષના ઉપાય વિશેની શંકા ઉઠાવી તેનું સમાધાન કરતાં ઉપાયનું નિરૂપણ કર્યું છે. અને એમાં સમગ્ર ગુણસ્થાનક્રમની–આધ્યાત્મિકતા ઉત્ક્રાન્તિના ક્રમની મુખ્ય મુખ્ય ચાવીઓ અનુભવ દ્વારા જ રજૂ કરી હોય તેવો સ્પષ્ટ ભાસ થાય છે. એમણે કેવળજ્ઞાનની નિર્વિવાદ અને સહજ એવી જે વ્યાખ્યા કરી છે તે સાંપ્રદાયિક લોકોએ ખાસ લક્ષ આપવા જેવી છે. એમના આ નિરૂપણમાં ઉપનિષદોના 'તત્વમસિ” વાક્યનું તાત્પર્ય આવી જાય છે અને સચ્ચિદાનંદ બ્રહ્મસ્વરૂપનું પ્રતિપાદન પણ થઈ જાય છે. શ્રીમદ્ અનુભવપૂર્વક ઉચ્ચારે છે કે બધા જ જ્ઞાનીઓનો નિશ્ચય એક છે. એમાં પંથ, જાતિ, મત, વેશ આદિને કશો જ અવકાશ નથી. આ રીતે છે કે બાર મુદ્દાના નિરૂપણનો ઉપસંહાર એમણે જે ઉલ્લાસ અને જે તટસ્થતાથી કર્યો છે તે આપણા ઉપર તેમના અનુભવની છાપ મૂકે છે.
પછી શ્રી રાજચંદ્ર શિષ્યને થયેલ બોધબીજ-પ્રાપ્તિનું વર્ણન કર્યું છે. એમાં શિષ્યને મોઢે અહોભાવના ઉદ્ગારો ટાંકી જે સમર્પણભાવ વર્ણવ્યો છે તે જેમ કવિત્વની કળા સૂચવે છે તેમ તાત્ત્વિક સિદ્ધિનો પરમ આનંદ પણ સૂચવે છે, જે વાંચતાં મન કુણું થઈ જાય છે અને એ અહોભાવનો અનુભવ કરવાની ઊર્મિ પણ રોકી રોકાતી નથી. છેવટે આખો ઉપસંહાર પણ મનનીય છે.
જિજ્ઞાસ “આત્મસિદ્ધિ આપમેળે જ વાંચે અને તેનો રસ માણે એ દૃષ્ટિથી અહીં તેનો પરિચય તદન સ્કૂલ રીતે મેં કરાવ્યો છે. એમાંની દલીલોની પુનરુક્તિ નકામી છે.
શ્રી રાજચંદ્ર “આત્મસિદ્ધિમાં જૈન પરિભાષાને આશરી જે વસ્તુ નિરૂપી છે. તે જૈનેતર દર્શનમાં પણ કેવી કેવી રીતે નિરૂપાઈ છે એનો વાચકને ખ્યાલ આપવો જરૂરી છે, જે ઉપરથી તત્ત્વજિજ્ઞાસુ એટલું સહેલાઈથી સમજી શકશે કે આત્મવાદી બધાં દર્શનો ભિન્ન ભિન્ન પરિભાષા દ્વારા પણ કેવી રીતે એક જ ગીત ગાઈ રહ્યાં છે ! જૈન દર્શન જીવ કે આત્માને નામે જડથી ભિન્ન જે તત્ત્વ નિરૂપે છે, તેને ન્યાય-વૈશેષિક દર્શનો જીવાત્મા કે આત્મા કહે છે અને સાંખ્ય-યોગ તેને પ્રકૃતિથી ભિન્ન પુરુષ કહે છે, જ્યારે
Page #261
--------------------------------------------------------------------------
________________
૨પર - અનેકાન્ત ચિંતન વેદાંતી એને માયાભિન્ન બ્રહ્મ પણ કહે છે. “ધમ્મપદ' જેવા બૌદ્ધ ગ્રંથોમાં આત્મા-અત્તા અને પુગ્ગલ પદ છે, પણ આગળ જતાં એનું નિરૂપણ રૂપથી ભિન્ન ચિત્ત કે નામ પરથી પણ થયેલું છે.
જૈન દર્શન મિથ્યાદર્શન-અજ્ઞાન અને કષાય-રાગ-દ્વેષના નામે આસ્રવરૂપે જે બંધ અર્થાત્ સંસારના કારણનું નિરૂપણ કરે છે અને તેના વિપાકરૂપે જે બંધ-સંસાર કે સુખ-દુ:ખની ઘટમાળ અને પુનર્જન્મના ચક્રનું નિરૂપણ કરે છે, તે વસ્તુને ન્યાય-વૈશેષિકસમ્મત પરિભાષામાં ન્યાયાચાર્ય અક્ષપાદે પણ સ્પષ્ટ રીતે આલેખી છે. તે પોતાના સૂત્રમાં સંક્ષેપથી કહે છે કે મિથ્યાદર્શન-અજ્ઞાનથી દોષ-રાગ-દ્વેષ જન્મે છે અને રાગ-દ્વેષથી માનસિકવાચિક-કાયિક વ્યાપાર (જૈન પરિભાષા પ્રમાણે “યોગ') ચાલે છે જેને લીધે પુનર્જન્મ અને સુખ-દુઃખનું ચક્ર પ્રવર્તે છે, જે જૈન પરિભાષા પ્રમાણે “બંધ' કોટિમાં પડે છે. સાંખ્યયોગ દર્શન એ જ વસ્તુ પોતાની પરિભાષામાં મૂકતાં કહે છે કે અવિવેકથી, અજ્ઞાન યા મિથ્યાદર્શનથી રાગદ્વેષાદિ ક્લેશ દ્વારા દુઃખ અને પુનર્જન્મની પરંપરા પ્રવર્તે છે. વેદાંતદર્શન પણ એ જ વસ્તુ અવિદ્યા અને માયાથી કે અધ્યાસથી વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં જે અવિદ્યા, સંસ્કાર આદિ બાર કડીઓની શૃંખલા છે, જે પ્રતીત્યસમુત્પાદને નામે જાણીતી છે, તે જૈન દર્શન સમ્મત આગ્નવ, બંધ અને ન્યાય-વૈશેષિકસમ્મત મિથ્યાદર્શન, દોષ આદિ પાંચ કડીઓની શૃંખલા અને સાંખ્યયોગસમ્મત અવિવેક અને સંસાર એનો જ વિશેષે વિસ્તાર છે.
જૈન દર્શન પ્રમાણે જે સંવર મોક્ષના ઉપાય તરીકે વર્ણવેલ છે અને તેના ફળરૂપે જે મોક્ષ-તત્ત્વનું નિરૂપણ છે તેને જ ન્યાય-વૈશેષિક અનુક્રમે સમ્યજ્ઞાન-તત્ત્વજ્ઞાન અને અપવર્ગને નામે વર્ણવે છે, સાંખ્ય યોગ વિવેકભેદજ્ઞાન અને મોક્ષના નામે વર્ણવે છે; જ્યારે બૌદ્ધ દર્શન નિર્વાણગામિની પ્રતિપદામાર્ગને નામે અને નિર્વાણને નામે વર્ણવે છે. બૌદ્ધ દર્શનમાં અન્ય દર્શનોની પેઠે આત્મા, ચેતન, બ્રહ્મ કે પુરુષ નામથી આત્મસ્વરૂપનું જોઈએ તેટલું વર્ણન નથી, એટલે ઘણા લોકો એને અનાત્મવાદી માની બેસે છે, પણ એ ભૂલ છે. અનાત્મવાદી હોય તે પુનર્જન્મ કે પરલોક ન માને; જ્યારે બુદ્ધ પુનર્જન્મ અને તેનાં કારણ તેમ જ કર્મની નિવૃત્તિ અને નિર્વાણ ઉપર ખાસ ભાર આપી ચાર આર્યસત્યોને પોતાની આગવી શોધ બતાવી છે : (૧) દુઃખ, (૨) એનું કારણ તૃષ્ણા, (૩) નિર્વાણ, અને (૪) એનો ઉપાય આર્ય - અષ્ટાંગિક માર્ગ. એ જ ચાર આર્યસત્ય જૈન પરિભાષામાં બંધ, આગ્નવ,
Page #262
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ ૦ ૨૫૩ મોક્ષ અને સંવર છે, જ્યારે ન્યાય-વૈશેષિક પરિભાષામાં સંસાર, અજ્ઞાન, અપવર્ગ અને તત્ત્વજ્ઞાન છે, તેમ જ સાંખ્ય-યોગ પરિભાષામાં સંસાર, અવિવેક, મોક્ષ અને વિવેક છે. આ રીતે તુલના કરતાં બધાં જ બ્રાહ્મણશ્રમણ દર્શનો મુખ્ય વસ્તુમાં એકમત થઈ જતાં હોવાથી શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કેનિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય;
ધરી મૌનતા એમ કહી, સહજ સમાધિ માંય. ૧૧૮
દરેક ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓ આત્મસિદ્ધિને ઉદાર દૃષ્ટિથી તેમ જ તુલનાર્દષ્ટિથી સમજશે તો એમને એમાં ધર્મનો મર્મ અવશ્ય જડી આવશે. ખરી રીતે પ્રસ્તુત ગ્રંથ ધર્મ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસક્રમમાં સ્થાન પામે તેવો છે. ફક્ત એને સમજનાર અને સમજાવનારનો યોગ આવશ્યક છે.
શ્રી મુકુલભાઈ એમ. એ. ગૂજરાત વિદ્યાપીઠમાં ગુજરાતીના અધ્યાપક છે. પ્રસ્તુત ગ્રંથ તૈયાર કરવાની એમની ઇચ્છા જાણી ત્યારે મેં એને વધાવી લીધી. એમણે આખો ગ્રંથ વિવેચન સહિત મને સંભળાવ્યો. એ સાંભળતાં જ મારો પ્રથમનો આદર અનેકગણો વધી ગયો અને પરિણામે કાંઈક લખવાની સ્ફુરણા પણ થઈ. હું કોઈ અધ્યાત્માનુભવી નથી. તેમ છતાં મારો શાસ્રરસ તો છે જ. માત્ર એ રસથી અને બને ત્યાં લગી તટસ્થતાથી પ્રેરાઈ મેં કાંઈક ટૂંકું છતાં ધાર્યા કરતાં વિસ્તૃત લખ્યું છે. જો એ ઉપયોગી નહિ નીવડે તોય આ શ્રમ મારી દૃષ્ટિએ વ્યર્થ નથી. આ તક આપવા બદલ હું શ્રી મુકુલભાઈનો આભાર માનું છું. કુળ જૈન નહિ છતાં શ્રીમદ્ રાજચંદ્રનાં લખાણોને વાંચી, સમજી તૈયાર થવા અને ‘આત્મસિદ્ધિ’નું સંસ્કરણ તૈયાર કરવા માટે તેમનો આભાર માનવો જોઈએ.
“શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિશાસ્ર’(ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરોવચન
૧. શ્રીમદ્ રાજચંદ્રના ‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ (ગૂજરાત વિદ્યાપીઠ)નું પુરોવચન.
Page #263
--------------------------------------------------------------------------
________________
૧૪. ‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના
વવાણિયા, મોરબી અને રાજકોટ વગેરેમાં જ્યાં શ્રીમનું આવવા-જવા અને રહેવાનું વિશેષ થતું, એ સ્થાનો મારા જન્મસ્થાન અને રહેઠાણથી કાંઈ વિશેષ દૂર ન ગણાય. તેમ છતાં, એ સ્થાનોની વાત બાજુએ મૂકું અને છેલ્લે છેલ્લે વિ. સં. ૧૯૫૬માં તેઓ વઢવાણ કૅમ્પમાં રહેલા તે સ્થાન તો મારા રહેઠાણથી માત્ર એક કલાકને રસ્તે જ છે. એટલું જ નહિ, પણ મારા કુટુંબીઓની દુકાન અને મારા ભાઈ, પિતા વગેરેનું રહેવાનું વઢવાણ કૅમ્પમાં હોવાથી, મારે વાસ્તે એ સ્થાન સુગમ જ નહિ પણ વાસસ્થાન જેવું હતું. તે વખતે મારી ઉંમર પણ લગભગ ઓગણીસ વર્ષની હોઈ અપક્વ ન જ ગણાય. નેત્ર ગયા પછીનાં ત્યાર સુધીનાં ત્રણ વર્ષમાં સાંપ્રદાયિક ધર્મશાસ્ત્રના થોડાક પણ તીવ્ર રસપૂર્વક અભ્યાસથી તે વખતે મારામાં જિજ્ઞાસા તો ઉત્કટ જાગેલી એમ મને યાદ છે. મારો તે વખતનો બધો સમય શાસ્રશ્રવણ અને સગવડ મળી તે શાસ્ત્ર પી જવામાં જ જતો. આમ હોવા છતાં હું તે વખતે એક પણ વાર શ્રીમદ્ન કેમ પ્રત્યક્ષ મળી ન શક્યો એનો વિચાર પહેલાં પણ મને ઘણી વાર આવ્યો છે અને આજે પણ આવે છે. એનો ખુલાસો મને એક જ રીતે થાય છે અને તે એ કે ધાર્મિક વાડાવૃત્તિ સત્યશોધ અને નવીન પ્રસ્થાનમાં ભારે બાધક નીવડે છે.
કુટુંબ, સમાજ અને તે વખતના મારા કુલધર્મગુરુઓના સાંકડા માનસને લીધે જ મારામાં એવા યોગ્ય પુરુષને મળવાની કલ્પના જ તે વખતે જન્મવા ન પામી કે સાહસવૃત્તિ જ ન પ્રગટી. જેમની વચ્ચે મારો બધો વખત પસાર થતો તે સ્થાનકવાસી સાધુઓ અને આર્યાઓ તેમ જ કોઈ વાર તેમના ઉપાસકોના મોઢેથી તે વખતે શ્રીમદ્ વિશે તુચ્છ અભિપ્રાય જ સાંભળતો. તેથી મને મન ઉપર તે વખતે એટલો સંસ્કાર વગર વિચાર્યે પડેલો કે રાજચંદ્ર
Page #264
--------------------------------------------------------------------------
________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના ૦ ૨૫૫
નામનો કોઈ ગૃહસ્થ છે, જે બુદ્ધિશાળી તો છે પણ મહાવીરની પેઠે પોતાને તીર્થંકર મનાવી પોતાના ભક્તોને ચરણોમાં નમાવે છે અને બીજા કોઈને ધર્મગુરુ કે સાધુ માનવા ના પાડે છે, ઇત્યાદિ. મારે કબૂલ કરવું જોઈએ કે જો તે વખતે મારું મન જાગ્રત હોત તો તે આ મૂઢ સંસ્કારોની પરીક્ષા ખાતર પણ કુતૂહલદષ્ટિથી એક વાર શ્રીમદ્ પાસે જવા મને પ્રેરત. અસ્તુ, ગમે તેમ હો, પણ અહીં મુખ્ય વક્તવ્ય એ છે કે લગભગ બધી સગવડ છતાં હું શ્રીમદ્ન પ્રત્યક્ષ મળી ન શક્યો, એટલે તેમના પ્રત્યક્ષ પરિચયથી તેમને વિશે કાંઈ પણ કહેવાનો મારો અધિકાર નથી.
તે વખતે પ્રત્યક્ષ પરિચય સિવાય પણ શ્રીમદ્ન વિશે કાંઈક યથાર્થ જાણકારી મેળવવી એ ભારે અઘરું હતું, અને કદાચ ઘણા વાસ્તે હજી પણ એ અધૂરું જ છે. બે તદ્દન સામસામેના છેડાઓ ત્યારે વર્તતા અને હજી પણ વર્તે છે. જેઓ તેમના વિરોધી છે તેમનો, વાંચ્યા, વિચાર્યા અને પરીક્ષણ કર્યા સિવાય, સાંપ્રદાયિક એવો એકાંત વિચાર બંધાયેલો છે કે શ્રીમદ્ પોતે જ ધર્મગુરુ બની ધર્મમત પ્રવર્તાવવા ચાહતા, સાધુ કે મુનિઓને ન માનતા, ક્રિયાનો ઉચ્છેદ કરતા અને ત્રણે જૈન ફિરકાનો અંત આણવા ઇચ્છતા, ઇત્યાદિ. જેઓ તેમના ઐકાન્તિક ઉપાસક છે, તેમાંના મોટા ભાગને શ્રીમાં લખાણોનો વિશેષ પરિચય હોવા છતાં અને કેટલાકને શ્રીમદ્ના સાક્ષાત્ પરિચયનો લાભ મળેલો હોવા છતાં તેમનો પણ શ્રીમદ્ વિશે અંધભક્તિજનિત ઐકાન્તિક અભિપ્રાય એવો રૂઢ થયેલો મેં જોયો છે કે શ્રીમદ્ એટલે સર્વસ્વ અને ‘શ્રીમદ્ રાજચંદ્ર’ વાંચ્યું એટલે સઘળું આવી ગયું. આ બન્ને છેડાઓના નામપૂર્વક દાખલા હું જાણીને જ નથી ટાંકતો. આ છેક જ સંકુચિત પરિસ્થિતિ ઓછાવત્તા પ્રમાણમાં હજુ સુધી ચાલી આવે છે. છતાં, છેલ્લાં લગભગ વીસ વર્ષમાં આ વિશે પણ એક નવો યુગ પ્રવર્તો છે.
જ્યારથી પૂ. ગાંધીજીએ હિંદુસ્તાનમાં વસવાટ વાસ્તે પગ મૂક્યો, ત્યારથી એક યા બીજે પ્રસંગે તેમને મોઢેથી શ્રીમદ્ વિશે કાંઈ ને કાંઈ ઉદ્ગારો નીકળવા જ લાગ્યા અને જડ જેવા જિજ્ઞાસુને પણ એમ સવાલ થવા લાગ્યો કે જેને વિશે સત્યપ્રિય ગાંધીજી કાંઈક કહે છે તે વ્યક્તિ સાધારણ તો નહિ જ હોય. આ રીતે ગાંધીજીના કથનજનિત આંદોલનથી ઘણાઓને વિશે એક જિજ્ઞાસાની લહે૨ જન્મી. બીજી બાજુ ‘શ્રીમદ્ રાજચંદ્ર’ છપાયેલું હતું જ. તેની બીજી આવૃત્તિ પણ ગાંધીજીની ટૂંક પ્રસ્તાવના સાથે પ્રસિદ્ધ થઈ, અને એનો વાચનપ્રસાર વધવા લાગ્યો. શ્રીમા સૈકાન્તિક ભક્ત નહિ
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૫૬૦ અનેકાન્ત ચિંતન
એવા જૈન કે જૈનેતર તટસ્થ અભ્યાસી અને વિદ્વાનો દ્વારા પણ શ્રીમદ્ વિશે યથાર્થતાની દિશામાં પ્રકાશ નાખે એવાં ભાષણો થયાં. પરિણામે એક નાનકડા તટસ્થ વર્ગમાં શ્રીમદ્ વિશે યથાર્થ જાણવાની પ્રબળ જિજ્ઞાસા જન્મી, અને તે વર્ગ પોતે જ ‘શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક વાંચી એ જિજ્ઞાસા શમાવવા લાગ્યો છે. આ વર્ગમાં માત્ર કુળજૈનો જ નથી આવતા, એમાં ખાસો જૈનેતર ભાગ છે, અને તેમાં પણ મોટે ભાગે આધુનિક શિક્ષાપ્રાપ્તેય છે.
મારી પોતાની બાબતમાં એમ થયું કે જ્યારે શરૂઆતમાં હું એક સાંપ્રદાયિક જૈન પાઠશાળામાં રહી કાશીમાં ભણતો, ત્યારે એક વાર રા. ભીમજી હરજીવન ‘સુશીલ’ શ્રીમનાં લખાણો (કદાચ ‘શ્રીમદ્ રાજચંદ્ર' જ) મને સંભળાવવા મારી કોટડીમાં આવ્યા. દરમ્યાન ત્યાં તે વખતે વિરાજતા અને અત્યારે પણ જીવિત—એ દુર્વાસા નહિ, ખરી રીતે સુવાસા જ—મુનિ અચાનક પધાર્યા, અને થોડીક ભાઈ સુશીલની ખબર લઈ મને એ વાચનની નિરર્થકતાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૨૧ના પ્રારંભ કાળમાં જ્યારે હું અમદાવાદ પુરાતત્ત્વમંદિરમાં આવ્યો, ત્યારે શ્રીમદ્ની જયંતી પ્રસંગે કાંઈક બોલવાનું કહેવામાં આવતાં મેં એક દિવસ ઉપવાસપૂર્વક ‘શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક આદરપૂર્વક જોઈ લીધું. પણ એ અવલોકન માત્ર એકાદ દિવસનું હતું. એટલે ઊડતું જ કહી શકાય. છતાં એટલા વાચનને પરિણામે મારા મનમાં જાણ્યે-અજાણ્યે પડેલા પ્રથમના બધા જ વિપરીત સંસ્કારો ક્ષણમાત્રમાં વિલય પામી ગયા; અને સર્વ દર્શનોનો એક વ્યાપક સિદ્ધાંત છે કે ગમે તેટલા કાળનું પાપ કે અજ્ઞાનઅંધકાર શુદ્ધિના તેમ જ જ્ઞાનના એક જ કિરણથી ક્ષણમાત્રમાં ઓસરી જાય છે, તે અનુભવ્યો. ત્યાર પછી ઈ. સ. ૧૯૩૨ સુધીમાં બે-ચાર વાર આવી જયંતી પ્રસંગે બોલવાનો અવસર આવ્યો, પણ મને એ પુસ્તક વાંચવા અને વિશેષ વિચારવાનો સમય જ ન મળ્યો, અગર મેં નુ મેળવ્યો. આ વખતે ભાઈ ગોપાલદાસનું પ્રસ્તુત જયંતી પ્રસંગે કાંઈક લખી મોકલવા સ્નિગ્ધ આમંત્રણ આવ્યું. બીજાં પણ કારણો કાંઈક હતાં જ. તેમાં જિજ્ઞાસા એ મુખ્ય. તેથી પ્રેરાઈ આ વખતે મેં ‘શ્રીમદ્ રાજચંદ્ર' કાંઈક નિરાંતે પણ સવિશેષ આદર અને તટસ્થભાવે લગભગ આખું સાંભળ્યું, અને સાથે જ ટૂંકી નોંધો કરતો ગયો. એ વિશે બહુ લાંબું લખવાની શક્યતા છતાં જોઈતો અવકાશ નથી; તોય પ્રસ્તુત નિબંધમાં એટલું તો નહિ ટૂંકાવું કે મારું મુખ્ય વક્તવ્ય રહી જાય અગર અસ્પષ્ટ રહે. આ કે તે કોઈ
Page #266
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૫૭ પણ એક પક્ષ તરફ ન ઢળતાં “શ્રીમદ્ રાજચંદ્રમાંનાં લખાણોને જ તટસ્થભાવે વિચારી, એમના વિશે બંધાયેલ અભિપ્રાય અમુક મુદ્દાઓ નીચે લખવા ધારું છું. આધ્યાત્મિકતા
આધ્યાત્મિકતા શ્રીમમાં બીજરૂપે જન્મસિદ્ધ હતી. આધ્યાત્મિકતા એટલે મુખ્યપણે આત્મચિંતન અને આત્મગામી પ્રવૃત્તિ. એમાં સ્વનિરીક્ષણ અને તેને લીધે દોષનિવારણની તેમ જ ગુણ પોષવાની વૃત્તિનો જ સમાવેશ થાય છે. આધ્યાત્મિક વૃત્તિમાં દોષદર્શન હોય તો મુખ્યપણે અને પ્રથમ પોતાનું જ હોય છે અને બીજા તરફ પ્રધાનપણે ગુણદૃષ્ટિ જ હોય છે. આખું શ્રીમદ્ રાજચંદ્ર' પુસ્તક વાંચી જઈએ તો આપણા ઉપર પહેલી જ છાપ તેમની આધ્યાત્મિકતાની જ પડે છે. “પુષ્પમાળાથી માંડી અંતિમ સંદેશ સુધીનું કોઈ પણ લખાણ લો અને તપાસો તો એક જ વસ્તુ જણાશે કે તેમણે ધર્મકથા અને આત્મકથા સિવાય બીજી કથા કરી નથી. ત્યારે તેઓ જુવાનીમાં પ્રવેશ કરે છે, ગૃહસ્થાશ્રમ માંડે છે અને અર્થોપાર્જનના ક્ષેત્રમાં ઊતરે છે, ત્યારે પણ તેમના જીવનમાંથી આપણે આધ્યાત્મિક વૃત્તિ જોઈ શકીએ છીએ. કામ અને અર્થના સંસ્કારે તેમને પોતા તરફ પરાણે જ ખેંચ્યા અને સહજવૃત્તિ તો તેમની ધર્મ પ્રત્યે જ હતી એ ભાન આપણને તેમનાં લખાણો ઉપરથી સ્પષ્ટ થાય છે. હવે એ જોઈએ કે આ ધર્મબીજ કઈ રીતે તેમનામાં વિકસે છે.
બાવીસમા વર્ષને અંતે તેમણે જે નિખાલસ ટૂંકું આત્મસ્મૃતિનું ચિત્રણ કર્યું છે, તે ઉપરથી અને “પુષ્પમાળા તેમ જ તે પછીની “કાળ ન મૂકે કોઈને અને “ધર્મ વિશે” એ બે કવિતાઓમાં આવતા કેટલાક સાંપ્રદાયિક શબ્દો ઉપરથી એમ ચોખ્ખું લાગે છે કે તેમનો આધ્યાત્મિક સંસ્કાર પરંપરાગત વૈષ્ણવ ભાવનાને આશરે પોષાયો હતો; અને નાની જ ઉંમરમાં એ સંસ્કાર જે બમણા વેગે વિકાસ સાધ્યો, તે સ્થાનકવાસી જૈન પરંપરાના આશ્રયને લીધે. એ પરંપરાએ એમનામાં દયા અને અહિંસાની વૃત્તિ પોષવામાં સવિશેષ ફાળો આપ્યો લાગે છે. જોકે તેમને બાળ અને કુમારજીવનમાં માત્ર સ્થાનકવાસી જૈન પરંપરાનો જ પરિચય હતો, તોપણ ઉંમર વધવા સાથે જેમ જેમ તેમનું ભ્રમણ અને પરિચયનું ક્ષેત્ર વધતું ગયું, તેમ તેમ તેમને અનુક્રમે મૂર્તિપૂજક શ્વેતાંબર અને પછી દિગંબર એ બે જૈન પરંપરાનો પણ પરિચય
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૫૮ ૦ અનેકાન્ત ચિંતન
થયો, અને તે પરિચય વધારે પોષાયો. વૈષ્ણવ સંસ્કારમાં જન્મી ઊછરેલી અને સ્થાનકવાસી પરંપરાથી સવિશેષ આશ્રય પામેલી તેમની આધ્યાત્મિકતા આપણે જૈન પરિભાષામાં વાંચીએ છીએ. તત્ત્વરૂપે આધ્યાત્મિકતા એક જ હોય છે, પછી તે ગમે તે જાતિ કે ગમે તે પંથમાં જન્મેલ પુરુષમાં વર્તતી હોય. ફક્ત એને વ્યક્ત કરનાર વાણી જુદી જુદી હોય છે. આધ્યાત્મિક મુસલમાન, ક્રિશ્ચિયન કે હિન્દુ જો સાચો જ આધ્યાત્મિક હોય, તો તેની ભાષા અને શૈલી ભિન્ન ભિન્ન હોવા છતાં તેમાં આધ્યાત્મિકતા ભિન્ન હોતી નથી. શ્રીમી આધ્યાત્મિકતાને મુખ્ય પોષણ જૈન પરંપરામાંથી મળ્યું છે અને એ અનેક રીતે જૈન પરિભાષા દ્વારા જ તેમના પત્રોમાં વ્યક્ત થઈ છે. એટલી વસ્તુ તેમનો વ્યાવહારિક ધર્મ સમજવા ખાતર ધ્યાનમાં રાખવી ઘટે છે.
અહીં એક પ્રશ્ન થાય છે અને તે એ કે અમદાવાદ, મુંબઈ જેવાં જાહેર હિલચાલનાં સ્થળોમાં રહ્યા પછી તેમ જ તે વખતે ચોમેર ચાલતી સુધારાની પ્રવૃત્તિથી પરિચિત થયા પછી અને એક અથવા બીજી રીતે કાંઈક દેશચર્ચાની નજીક હોવા છતાં તેમના જેવા ચકોરને સામાજિક કોઈ પણ સુધારા વિશે કે દેશપ્રવૃત્તિ વિશે વિચાર આવ્યો હશે કે નહિ ? અને આવ્યો હોય તો એમણે એ વિશે કેવો નિર્ણય બાંધ્યો હશે ? જો કાંઈ પણ વિચાર્યું હોય કે નિર્ણય બાંધ્યો હોય તો તેમનાં લખાણોમાં એ વિશે ક્યાંય સ્પષ્ટ નિર્દેશ કેમ નથી જણાતો ? ટંકારામાં જન્મેલ બ્રાહ્મણ મૂળશંકરને ધર્મભાવના સાથે જ સમાજસુધારા અને રાષ્ટ્રકલ્યાણની ભાવના સ્ફુરે, જ્યારે એ જ ટંકારાની પાસેના વવાણિયામાં જન્મેલ તીક્ષ્ણપ્રજ્ઞ વૈશ્ય રાજચંદ્રને જાણે એ ભાવના સ્પર્શ જ નથી કરતી અને માત્ર અંતર્મુખી આધ્યાત્મિકતા જ એમને વ્યાપે છે, એનું શું કારણ ? સામાજિક કે રાષ્ટ્રીય કે બીજી કોઈ બાહ્ય પ્રવૃત્તિ સાથે સાચી આધ્યાત્મિકતાને લેશ પણ વિરોધ હોતો જ નથી એ વસ્તુ જો ગાંધીજીએ જીવનથી બતાવી, તો તેમના જ શ્રદ્ધેય અને ધર્મસ્નેહી પ્રતિભાશાળી રાજચંદ્રને એ વસ્તુ કાં ન સૂઝી, એ એક ગંભીર પ્રશ્ન છે. એનો ઉત્તર કાંઈક તો એમના જ ‘મારું હાડ ગરીબ હતું' એ શબ્દોમાં તરવરતી પ્રકૃતિમાંથી મળી જાય છે અને કાંઈક એમના વાંચન-ચિંતનના સાહિત્યની યાદી ઉપરથી અને કાંઈક એમના અતિમર્યાદિત પરિચય અને ભ્રમણક્ષેત્રમાંથી મળી જાય છે.
એમના સ્વભાવમાં આત્મલક્ષી નિવૃત્તિનું તત્ત્વ મુખ્ય જણાય છે. તેથી એમણે બીજા પ્રશ્નોને કદાચ જાણીને જ સ્પર્યા નથી. એમણે જે સાહિત્ય, જે શાસ્ત્રો વાંચ્યાં છે, અને જે દૃષ્ટિએ વિચાર્યું છે, તે જોતાં પણ એમનામાં
Page #268
--------------------------------------------------------------------------
________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’—એક સમાલોચના ૦ ૨૫૯
પ્રવૃત્તિના સંસ્કારો પોષવાનો સંભવ જ નથી. શરૂઆતથી ઠેઠ સુધી તેમનું ભ્રમણ અને પરિચયક્ષેત્ર માત્ર વ્યાપારી પૂરતું રહ્યું છે. વ્યાપારીઓમાં પણ મુખ્યપણે જૈન. જેને જૈન સમાજના સાધુ કે ગૃહસ્થ વ્યાપારી વર્ગનો પરિચય હશે તેને એ કહેવાની તો ભાગ્યે જ જરૂર રહે છે કે મૂળગામી જૈન પરંપરામાંથી પ્રવૃત્તિનું—કર્મયોગનું—બળ મેળવવું કે સવિશેષ કેળવવું ભાગ્યે જ શક્ય છે. તેથી શ્રીમદ્ા નિવૃત્તિગામી સ્વભાવને વ્યાપક પ્રવૃત્તિમાં વાળે એવો કોઈ પ્રબળ વેગ તેમની બાહ્ય પરિસ્થિતિમાંથી પ્રગટે એવો ભાગ્યે જ સંભવ હતો.
તત્ત્વજ્ઞાન
શ્રીમનું પોતાનું જ કહી શકાય એવું કાંઈ પણ તત્ત્વજ્ઞાન તેમનાં લખાણોમાં નથી. તેમના જીવનમાં ભારતીય ઋષિઓએ ચિંતવેલું જ તત્ત્વજ્ઞાન સંક્રમે છે. તેમાંય તેમના પ્રાથમિક જીવનમાં જે થોડાક વૈદિક કે વૈષ્ણવ તત્ત્વજ્ઞાનના સંસ્કારો હતા, તે ક્રમે સમૂળગા ખરી જઈ તેનું સ્થાન જૈન તત્ત્વજ્ઞાન લે છે; અને તે એમના વિચાર તેમ જ જીવનમાં એટલું બધું ઓતપ્રોત થઈ જાય છે કે તેમનાં વાણી અને વ્યવહાર જૈન તત્ત્વજ્ઞાનનાં દર્પણ બની જાય છે. જીવ, અજીવ, મોક્ષ, તેના ઉપાયો, સંસાર, તેનું કારણ, કર્મ, કર્મનાં વિવિધ સ્વરૂપો, આધ્યાત્મિક વિકાસક્રમ—ગુણસ્થાન, નય (એટલે કે વિચારણાનાં દૃષ્ટિબિંદુઓ), અનેકાંત (સ્યાદ્વાદ : એટલે કે વસ્તુને સમગ્રપણે સ્પર્શનાર દૃષ્ટિ), જગતનું એકંદર સ્વરૂપ, ઈશ્વર, તેનું એકત્વ કે અનેકત્વ, તેનું વ્યાપકત્વ કે દેહપરિમિતત્વ, ઇત્યાદિ તત્ત્વજ્ઞાનના પ્રદેશમાં આવતા અનેક મુદ્દાઓને તે અનેક વાર ચર્ચે છે; બલ્કે તેમનું સમગ્ર લખાણ જ માત્ર આવી ચર્ચાઓથી વ્યાપ્ત છે. એમાં આપણે અથથી ઇતિ સુધી જૈન દિષ્ટ જ જોઈએ છીએ. તેમણે એ બધા મુદ્દા પરત્વે ઊંડી અને વેધક ચર્ચા કરી છે, પણ તે માત્ર જૈન દૃષ્ટિને અવલંબીને અને જૈન દૃષ્ટિનું પોષણ થાય એ રીતે જ— કોઈ એક જૈન ધર્મગુરુ કરે તેમ. ફેર એટલો અવશ્ય છે કે ક્રમે ક્રમે તેમનાં ચિંતન અને વાચનના પ્રમાણમાં એ ચર્ચાઓ કોઈ એક જૈન વાડાગત શાસ્ત્રમાં પરિમિત ન રહેતાં સમગ્ર જૈન શાસ્ત્રને સ્પર્શી ચાલે છે. એમના અંતરાત્મામાં જૈન તત્ત્વજ્ઞાનનો સંસ્કાર એટલે સુધી પોષાયેલો છે કે તેઓ પ્રસંગ આવતાં સરખામણીમાં વૈદિક આદિ તત્ત્વજ્ઞાનોને પોતાની સમજ મુજબ નિખાલસપણે ‘અધૂરાં' દર્શાવે છે.
Page #269
--------------------------------------------------------------------------
________________
'
૨૬૦૦ અનેકાન્ત ચિંતન
એમનાં લખાણો ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે તેમણે વેદાનુગામી કેટલાંક દર્શનો સંબંધી પુસ્તકો વાંચેલાં છે. તેમ છતાં અત્યાર લગી મારા ઉપર એવી છાપ પડી છે કે વૈદિક કે બૌદ્ધ દર્શનોનાં મૂળ પુસ્તકો વાંચવાની તેમને સુગમતા સાંપડી નથી. પ્રમાણમાં જેટલું મૌલિક અને ઉત્તરવર્તી જૈન સાહિત્ય તેમણે વાંચ્યું અને વિચાર્યું છે, તેથી બહુ જ ઓછું બીજાં બધાં દર્શનોનું મળી એમણે વાંચ્યું-વિચાર્યું છે. સ્વતંત્ર ઐતિહાસિક દૃષ્ટિએ નહિ, પણ મુખ્યપણે જૈન પરંપરામાં ચાલી આવતી માન્યતા પ્રમાણે જૈનદર્શન અને બીજાં ભારતીય દર્શનનો સંબંધ એમણે વિચાર્યો છે. તેથી જ તેઓ એક સ્થળે જૈનેતર દર્શનોને હિંસા અને રાગદ્વેષનાં પોષક કહે છે. જો તેમને બીજાં દર્શનોના મૂળ સાહિત્યને ગંભીરપણે વાંચવા અને વિચારવાની શાંત તક મળી હોત તો તેઓ પૂર્વમીમાંસા સિવાયનાં જૈનેતર દર્શનો વિશે આવું વિધાન કરતાં જરૂર ખેંચકાત. તેમની નિષ્પક્ષ અને તીવ્ર પ્રજ્ઞા સાંખ્ય-યોગદર્શનમાં, શાંકર વેદાંતમાં, બૌદ્ધ વિચારસરણીમાં જૈન પરંપરા જેટલો જ રાગદ્વેષ અને હિંસાવિરોધી ભાવ સ્પષ્ટ જોઈ શકત. વધારે તો શું, પણ તેમની સરલ પ્રકૃતિ અને પટુ બુદ્ધિ ન્યાય-વૈશેષિકસૂત્રનાં ભાષ્યોમાં પણ વીતરાગભાવની— નિવર્તક ધર્મની—જ પુષ્ટિનો ક્રમ શબ્દશઃ જોઈ શકત; અને એમ થયું હોત તો તેઓની મધ્યસ્થતા, જૈન પરંપરાનાં અન્ય દર્શનો વિશેના પ્રચલિત વિધાનની બાબતમાં આવી ભૂલ થતાં રોકત.
એક બાજુ જૈન તત્ત્વજ્ઞાનના કર્મ, ગુણસ્થાન અને નવ તત્ત્વ આદિ વિષયોને મૌલિક અભ્યાસ કરવાની અને તેનું જ ચિંતન, પ્રતિપાદન કરવાની એમને તક સાંપડી, અને બીજી બાજુ એ જૈનેતર દર્શનોનાં મૂળ પુસ્તકો સ્વયં સાંગોપાંગ જોવાની અગર તો જોઈએ તેટલી છૂટથી વિચારવાની તક ન મળી. નહિ તો તેમની ગુણગ્રાહક દૃષ્ટિ, સમન્વયશક્તિ એ બધાં દર્શનોના તુલનાત્મક ચિંતનમાંથી તેમને હાથે એક નવું જ પ્રસ્થાન શરૂ કરાવત. એમ ન થયું હોત તોપણ તેમને વેદાંતના માયાવાદ કે સાંખ્યયોગના અસંગ અને પ્રકૃતિવાદમાં જે ઊણપ દેખાઈ છે, તે ઊણપ તે રીતે તો ન જ દેખાત અને ન જ દર્શાવાત.
શાસ્ત્રજ્ઞાન અને સાહિત્યાવલોકન
શ્રીમદ્દો સ્વભાવ જ ચિંતન અને મનનશીલ હતો. એમનું એ ચિંતન પણ આત્મલક્ષી જ હતું. તેથી બાહ્યલક્ષી સાહિત્ય, જેવું કે વાર્તા, નવલકથા,
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર એક સમાલોચના ૦૨૬૧ નાટક, કાવ્ય પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનોયોગ આપ્યો હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તોપણ એનો ઉપયોગ એમણે તો પોતાની તત્ત્વચિંતક દૃષ્ટિએ જ કરેલ હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પરત્વે વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે.
- વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબોધશતક, મોહમુગર, મણિરત્નમાલા, વિચારસાગર, યોગવાસિષ્ઠ બુદ્ધચરિત આદિ તેમણે લખાણોમાં નિર્દેશેલાં અને બીજાં કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણોના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીક્ષ્ણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણા તાત્ત્વિક અને આચાર-વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દૃષ્ટિએ એમનાં લખાણો વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જોકે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર શ્રુત જૈન શ્રુત અને જૈન ભાવનાના પરિપોષણમાં જ તેમને પરિણમ્યું હતું.
ભારતીય દર્શનોમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનુસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તત્ત્વોનો તેમને પરિચય કાંઈક ઠીક હતો એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શનો કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રંથ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના ષડ્રદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણી આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથો દ્વારા જ મળી હોય એમ લાગે છે.
તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ " જય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં—ખાસ કરી
મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. થોકડા
WWVw.jainelibrary.org
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૬૨૦ અનેકાન્ત ચિંતન
જ
નામનાં તાત્ત્વિક વિષયોનાં ગુજરાતીભાષાબદ્ધ પ્રકરણો, મૂળ પ્રાકૃત કેટલાક આગમો અને તેના ટબાઓ—એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તો એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શી લીધું, પણ એટલાથી તેમની ચક્રવર્તી થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરો જોવા સાથે મોટા મોટા પુસ્તકભંડારો વિશે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રશોધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવનવાં શાસ્ત્રો જોવા-જાણવા મળ્યાં. પછી તો, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે ચોતરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો મળવા લાગ્યાં. આ રીતે શ્વેતાંબરીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધ્યે જ જતો હતો, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા; અને તેમ નહિ તો છેવટે કોઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેનો નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ નોંધપોથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉ૫૨થી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્ત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથો એમણે વેધક દૃષ્ટિથી સ્પર્ધા છે. કેટલાંક મૂળ સૂત્રો, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ ઇત્યાદિ તો એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથો પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તો એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તો એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પંડિતો શાસ્ત્રના ભાવોને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તો તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાનાં શાસ્ત્રોના ભાવોને તાવ્યા છે; એટલું જ નહિ, પણ તે ભાવોને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યા છે; ઘણી વાર તો તે ભાવોનાં
Page #272
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦૨૬૩ માર્મિક વિવેચનો કર્યા છે; એ વસ્તુ તેમની અર્થસ્પર્શી પ્રજ્ઞા સૂચવે છે.
તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામનો જ હતો. દિગંબરીય શાસ્ત્રોએ તો કદાચ છાપખાનાનો દરવાજો જોયો જ ન હતો. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમદૂની અસાધારણ વિશેષતા છે. એમનો કોઈ ગુરુ ન હતો—હોત તો એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ના ભૂલત–છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામોટા ગમે તે પાસેથી પોતાને જોઈતું મેળવી લેતા.
એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં, દિગંબરીય સાહિત્યનો પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જો કોઈ પ્રથમ વ્યક્તિ હોય તો તે શ્રીમદ્ જ છે. જોકે મુંબઈ જેવાં સ્થળોમાં, જ્યાં તેમને દિગંબર મિત્રો વિશેષ મળવાનો સંભવ હતો, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યનો દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રસવૃત્તિ કેળવાય એવો કાંઈ પ્રયત્ન અવશ્ય કરેલો હોવો જોઈએ; પણ સરખામણીમાં શ્વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતાંશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન-ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તો શ્રીમદ્દને જ છે—જે આગળ જતાં પરમશ્રુતપ્રભાવક મંડળરૂપે અલ્પાંશે મૂર્ત રૂપ ધારણ કરે છે.
પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમદ્દ પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં પરિણમી; અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એવો મૂળ આગમનો અભ્યાસ એમને તદ્દન સુલભ થયો–જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું ઓછું સંભવિત છે—અને તેની અસર એમના જીવનમાં અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્કપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આગમચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ
વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉત્તેજી. જેમ જેમ તેમનો
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૬૪ ૦ અનેકાન્ત ચિંતન
શાસ્ત્રજ્ઞાન સંબંધી પરિચય અને વિકાસ વધતો ગયો, તેમ તેમ તેમનામાં પ્રથમથી યોગ્ય પરિચય અને માહિતીને અભાવે બંધાયેલા જે ઐકાંતિક સંસ્કારો હતા, જેમ કે ‘પુષ્પપાંખડી જ્યાં દુભાય, જિનવરની ત્યાં નહિ આજ્ઞાય,' તે ખરી પડ્યા અને તેનું સ્થાન આધ્યાત્મિક વિકાસક્રમમાં ક્યાંક મૂર્તિપૂજાનું આલંબન પણ ઉપયોગી છે એ અનેકાંતદષ્ટએ લીધું.
‘ષગ્દર્શન જિન અંગ ભણીજે' એ પ્રસિદ્ધ અને સમન્વયગામી આનંદઘનજીની કડીની ભાવના જૈન પરંપરામાં તર્કયુગથી વિશેષ પ્રતિષ્ઠિત થયેલી છે. એ ભાવાનું વિશ્લેષણ અને પરીક્ષણ કેવળ જૈન શાસ્ત્રોનો જ નહિ, પણ તે તે દર્શનોના મૂળ ગ્રંથોનો તેના યોગ્ય રૂપમાં અને મધ્યસ્થ દૃષ્ટિએ અભ્યાસ માંગે છે. આ ભાવનાનો વારસો શ્રીમમાં હતો, જે તેમણે સ્પષ્ટ વ્યક્ત કર્યો છે. પરંતુ આ સિવાય કેવળ ત્રણ જૈન ફિરકાઓને જ અંગે એક બીજી ભાવના વિચારમાં આવે છે, અને તે એ કે શ્વેતાંબર પરંપરામાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે સમાઈ જાય છે; જ્યારે સ્થાનકવાસી કે દિગંબર બન્નેમાંથી એકે પરંપરામાં શ્વેતાંબર ૫રં૫રા પૂર્ણપણે સમાતી નથી. આ ભાવના શ્રીમને બધી પરંપરાઓના નિષ્પક્ષ શાસ્ત્રજ્ઞાનને પરિણામે સ્પષ્ટ થયેલી તેમનાં લખાણો ઉ૫૨થી જોઈ શકાય છે, કારણ તેઓ પોતાના સ્નેહીઓને દિગંબરીય શાસ્ત્રો વાંચવાની સાદર ભલામણ કરતાં કહે છે કે તેમાં જે નગ્નત્વનો એકાંત છે તે ઉપર ધ્યાન ન આપવું. એ જ રીતે સ્થાનકવાસી પરંપરાની આગમોના ક્વચિત્ મનમાન્યા અર્થ કાઢવાની પ્રણાલી સામે પણ તે વિરોધ દર્શાવે છે; જ્યારે શ્વેતાંબર શાસ્ત્રીય પરંપરાના આચાર કે વિચાર સામે તેમણે એક પણ સ્થાને વિરોધ દર્શાવ્યો હોય કે તેમાં જૈન ષ્ટિએ કાંઈ ઊણપ બતાવી હોય, તેવું એમનાં લખાણો વાંચતાં અત્યાર લગી મારા ધ્યાનમાં આવ્યું નથી. મારો પોતાનો અંગત અભ્યાસ પણ એ જ મત ઉપર સ્થિર થયો છે કે શ્વેતાંબરીય શાસ્ત્રોની આચારવિચારપરંપરા એટલી બધી વ્યાપક અને અધિકારભેદે અનેકાંગી છે કે તેમાં બાકીની બન્ને પરંપરાઓ પૂર્ણપણે એમના સ્થાને ગોઠવાઈ જાય છે.
કવિત્વ
શ્રીમદ્ માત્ર ગદ્યના જ લેખક નથી; તેઓએ કવિતાઓ પણ રચી છે. તેમને તે વખતે ઘણા ‘જૈનો કવિ’ નામથી જ ઓળખાતા, અને કેટલાક તો તેમના અનુગામી ગણને કવિસંપ્રદાય તરીકે જ ઓળખાવતા.
Page #274
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૬૫ જોકે તેઓ કોઈ મહાન્ કવિ ન હતા કે તેમણે કોઈ મહાનું કાવ્ય નથી લખ્યું છતાં તેમની કવિતાઓ જોતાં એમ લાગે છે કે કવિત્વનું બીજ– વસ્તુસ્પર્શ અને પ્રતિભા તથા અભિવ્યક્તિસામર્થ્ય–તેમનામાં હતું. તેમની કવિતા અન્ય ગદ્ય લખાણોની પેઠે આધ્યાત્મિક વિષયસ્પર્શી જ છે. તેમના પ્રિય છંદો દલપત, શામળભટ્ટ આદિના અભ્યસ્ત છંદોમાંના જ છે. તેમની કવિતાભાષા પ્રવાહબદ્ધ છે. સહજભાવે સરલતાથી પ્રતિપાદ્ય વિષયને ખોળામાં લઈ એ પ્રવાહ ક્યાંક જોસભેર તો ક્યાંક ચિંતનસુલભ ગંભીર વધે જાય છે. સોળ વર્ષ પહેલાંની ઉંમરમાં રચાયેલ કવિતાઓ સ્વાભાવિક રીતે જ શબ્દપ્રધાન અને શાબ્દિક અલંકારથી આકર્ષે એવી છે. તે પછીની કવિતાઓ વસ્તુ અને ભાવમાં ઉત્તરોત્તર ગંભીર બનતાં, તેમાં શાબ્દિક અનુપ્રાસ આપોઆપ ગૌણ સ્થાન લે છે.
એમના પ્રાથમિક જીવનની કવિતાઓનો વિષય ભારતપ્રકૃતિસુલભ વૈરાગ્ય, દયા, બ્રહ્મચર્ય ઇત્યાદિ વસ્તુઓ છે. પછીની લગભગ બધી જ કવિતાઓ જૈન સંપ્રદાયની ભાવનાઓ અને તાત્ત્વિક મુદ્દાઓને સ્પર્શી રચાયેલી છે. જેમ આનંદઘન, દેવચંદ્ર અને યશોવિજયજીનાં કેટલાંક પદ્યો ભાવની સૂક્ષ્મતા અને કલ્પનાની ઉચ્ચગામિતાને લીધે તત્કાલીન ગુજરાતી સાહિત્યમાં ભાત પાડે એવાં છે, અને છતાંયે તે બધાં પદ્યો જૈન સંપ્રદાયની જ વસ્તુને સ્પર્શી સાધારણ જૈનેતરને દુર્ગમ એવી જૈન પરિભાષા અને જૈન શૈલીમાં જ રચાયેલાં હોઈ સાધારણ ગુજરાતી સાક્ષરોથી છેક જ અપરિચિત જેવાં રહ્યાં છે, તેમ શ્રીમદ્રનાં કેટલાંક પદ્યો વિશે પણ છે. પૂજ્ય ગાંધીજી દ્વારા આશ્રમ ભજનાવલીમાં “અપૂર્વ અવસરવાળું ભજન દાખલ ન થયું. હોત તો એ સાધારણ જનતાને કાને ક્યારેય પડ્યું હોત તે વિશે શંકા છે.
- શ્રીમદ્દનું “આત્મસિદ્ધિશાસ્ત્ર' પણ દોહરામાં છે. એનો વિષય તદ્દન દાર્શનિક, તકપ્રધાન અને જૈન સંપ્રદાયસિદ્ધ હોવાથી, એનું મૂલ્યાંકન લોકપ્રિયતાની કસોટીથી શક્ય જ નથી. વિશિષ્ટ ગુજરાતી સાક્ષરોને પણ એમનાં પદ્યોનો આસ્વાદ લેવો હોય, તો જેમ સાધારણ કાવ્યના રસાસ્વાદ માટે અમુક સંસ્કારોની તૈયારી આવશ્યક છે, તેમ જૈન પરિભાષા અને જૈન, તત્ત્વજ્ઞાનના સ્પષ્ટ સંસ્કારો મેળવવા આવશ્યક છે. વેદાંતનું મર્મસ્થાન સ્પર્યા સિવાય સંસ્કૃત ભાષાના વિશિષ્ટ વિદ્વાનો પણ શ્રીહર્ષનાં પદ્યોના ચમત્કારો આસ્વાદી ન શકે. સાંખ્યપ્રક્રિયાના પરિચય સિવાય કાલિદાસનાં કેટલાંક પદોની રચનાની અપૂર્વતા અનુભવી ન શકાય. તે જ ન્યાય શ્રીમનાં પડ્યો
Jaiicducation International
Page #275
--------------------------------------------------------------------------
________________
ર૬૬ - અનેકાન્ત ચિંતન વિશે છે.
જેમ જૈન જનતામાંથી પ્રમાણમાં મોટો ભાગ આનંદઘનજી આદિનાં પદ્યોની વસ્તુઓને સાંપ્રદાયિક જ્ઞાન અને પરંપરાગત સંસ્કારને લીધે જલદી સ્પર્શી લે છે, તેમ શ્રીમદ્દનાં પદ્યોમાંની વસ્તુઓને પણ જલદી સ્પર્શી લે છે. કાવ્યના રસાસ્વાદ વાસ્તે જોઈતા બીજા સંસ્કારોની ઊણપ પ્રમાણમાં જૈન જનતામાં વધારે હોઈ, તે કાવ્યના બાહ્ય શરીરનું વાસ્તવિક મૂલ્યાંકન કરવા અસમર્થ જોવામાં આવી છે. તેથી કાં તો ભક્તિવશ, ન હોય તેવા ગુણો પણ ઈષ્ટ કવિતાઓમાં આરોપી દે છે અને કાં તો હોય તે ગુણો પણ તે પારખી શકતી નથી. શ્રીમદ્ભાં પદ્યો વિશે પણ જૈન જનતામાં કાંઈક આવું જ જોવામાં આવ્યું છે. પ્રજ્ઞા
શ્રીમમાં પ્રજ્ઞાગુણ ખાસ હતો એ દર્શાવું તે પહેલાં મારે અહીં સ્પષ્ટ કરવું જોઈએ કે હું પ્રજ્ઞાગુણથી કઈ શક્તિઓ વિશે કહેવા ઇચ્છું છું. સ્મૃતિ, બુદ્ધિ, મર્મજ્ઞતા, કલ્પનાસામર્થ્ય, તર્કપટુતા, સતઅસવિવેક-વિચારણા અને તુલના સામર્થ્ય–આટલી શક્તિઓ મુખ્યપણે અત્રે પ્રજ્ઞા શબ્દથી વિવક્ષિત છે. આ પ્રત્યેક શક્તિનો વિસ્તૃત અને અતિસ્યુટ પરિચય કરાવવા વાસ્તે તો અત્રે તેમનાં તે તે લખાણોનાં અક્ષરશઃ અવતરણો ખુલાસા સાથે મારે છૂટથી ટાંકવાં જોઈએ. તેમ કરવા જતાં તો એક પુસ્તક જ થાય. તેથી ઊલટું, જો તેમનાં લખાણોના અંશો દર્શાવ્યા સિવાય આ કે તે શક્તિ શ્રીમમાં હતી એમ કહું તો શ્રોતાઓને માત્ર શ્રદ્ધાથી મારું કથન મનાવવા જેવું થાય. તેથી મધ્યમ માર્ગ સ્વીકારી આ વિષય ચર્ચવો યોગ્ય ધારું છું.
શ્રીમની અસાધારણ સ્મૃતિનો પુરાવો તો તેમની અજબ અવધાનશક્તિ જ છે. તેમાંય પણ તેમની કેટલીક વિશેષતા છે. એક તો એ કે બીજા કેટલાક અવધાનીઓની પેઠે એમનાં અવધાનની સંખ્યા કેવળ નંબરવૃદ્ધિ ખાતર યથાકથંચિત્ વધેલી ન હતી. બીજી અને ખાસ મહત્વની વિશેષતા તો એ હતી કે તેમની અવધાનશક્તિ બુદ્ધિ-વ્યભિચારને લીધે જરાય વંધ્ય બની ન હતી; ઊલટું એમાંથી વિશિષ્ટ સર્જનબળ પ્રગટ્યું હતું, જે અન્ય અવધાનીઓમાં ભાગ્યે જ દેખાય છે. ખાસ વાત તો એ છે કે એટલી અદ્ભુત અવધાનશક્તિ કે જેના દ્વારા હજારો અને લાખો લોકોને ક્ષણમાત્રમાં આંજી અનુગામી બનાવી શકાય, અસાધારણ પ્રતિષ્ઠા અને અર્થલાભ સાધી શકાય, તે હોવા છતાં તેમણે તેનો પ્રયોગ યોગવિભૂતિઓની પેઠે ત્યાજ્ય ગણી તેનો
Page #276
--------------------------------------------------------------------------
________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’એક સમાલોચના ૦ ૨૬૭ ઉપયોગ અંતર્મુખ કાર્ય ભણી કર્યો, જેમ બીજા કોઈ સાધારણ માણસથી થવું શક્ય નથી.
કોઈ પણ વસ્તુના ખરા હાર્દને સમજી લેવું—તરત સમજી લેવું, એ મર્મજ્ઞતા કહેવાય છે. સોળ વર્ષની ઉંમર પહેલાં ક્યારેક રચાયેલી ‘પુષ્પમાળા’માં તેઓ પ્રસંગોપાત્ત રાજાનો અર્થ સૂચવતાં કહે છે કે, રાજાઓ પણ પ્રજાના માનીતા નોકર છે.' (‘પુષ્પમાળા’-૭૦). અહીં ‘પ્રજા’ અને ‘નોકર’ એ બન્ને શબ્દો મર્મસૂચક છે. આજે એ જ ભાવ શિક્ષિત ક્ષેત્રમાં વ્યાપતો જાય છે. સત્તરમે વર્ષે રચાયેલ ‘મોક્ષમાળા'માં તેઓ માનવની વ્યાખ્યા કેવી મર્મગ્રાહી સૂચવે છે ! ‘માનવપણું સમજે તે જ માનવ કહેવાય’ (મોક્ષમાળા'-૪). અહીં ‘સમજે' અને ‘તે જ' એ બે શબ્દો મર્મગ્રાહી છે; અર્થાત્ આકૃતિ ધારણ કરનાર માત્ર મનુષ્ય નહિ. તેઓ એ જ ‘મોક્ષમાળા’માં મનોજયનો માર્ગ દાખવતાં કહે છે કે મન જે દુરિચ્છા કરે તેને ભૂલી જવી (‘મોક્ષમાળા'-૬૮), અર્થાત્ તેને વિષયખોરાકથી પોષવું નહિ. અહીં ‘દુરિચ્છા’ અને ‘અને તેને ભૂલી જવી' એ બે શબ્દો વેધક છે. એ જ કુમળી વયની ‘મોક્ષમાળા’કૃતિમાં (‘મોક્ષમાળા'-૯૯). તેઓ સંગઠનબળથી લક્ષ્મી, કીર્તિ અને અધિકાર સાધતા ‘આંગ્લભૌમિયો'નું ઉદાહરણ લઈ, અજ્ઞાનના સંકટમાં સપડાયેલ જૈન તત્ત્વને પ્રકાશવા ‘મહાન સમાજ'ની સ્થાપનાનું સ્વપ્ન જુએ છે.
૨૩મે વર્ષે ધંધામગ્ન અને સંસ્કૃત ભાષા કે તર્કશાસ્ત્રના ખાસ અભ્યાસ વિનાના રાયચંદભાઈ જૈન શાસ્ત્રના કેવા મર્મ ખોલતા, એનો દાખલો જોવા ઇચ્છનાર જૈનોએ ‘શ્રીમદ્ાજચંદ્ર’ અંક ૧૧૮ અને ૧૨૫માં જે પચ્ચક્ખાણ દુષ્પચ્ચક્ખાણ આદિ શબ્દોના અર્થ વર્ણવ્યા છે, જે રુચક પ્રદેશના નિરાવરણપણાનો ખુલાસો કર્યો છે, અને જે નિગોદગામી ચતુર્દશપૂર્વીની ચર્ચાનું સ્પષ્ટીકરણ કર્યું છે, તે ધ્યાનથી વાંચી જવું.
૨૯મા વર્ષે ભારતવર્ષીય સંસ્કૃતિને પરિચિત એવો એક જટિલ પ્રશ્ન પ્રશ્નકારની તર્કજાળથી વધારે જટિલ બની એમની સામે ઉપસ્થિત થાય છે. પ્રશ્નનો સાર એ છે કે આશ્રમક્રમે જીવન ગાળવું કે ગમે તે ઉંમરે ત્યાગી થઈ શકાય ? એની પાછળ મોહક તર્કજાળ એ છે કે મનુષ્યદેહ તો મોક્ષમાર્ગનું
૧. રાજ્ઞા પ્રવૃત્તિનાત્ – કાલિદાસ.
૨. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન) પાન ૬૦.
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૬૮ ૦ અનેકાન્ત ચિંતન
સાધન હોઈ ઉત્તમ છે, એમ જૈન ધર્મ સ્વીકારે છે; ત્યારે પછી એવા ઉત્તમ મનુષ્યદેહનું સર્જન અટકે એવા ત્યાગમાર્ગનો, ખાસ કરી સંતતિ ઉત્પન્ન કર્યા પહેલાં જ ત્યાગ સ્વીકારવાનો, ઉપદેશ જૈન ધર્મ કરે, તો એ વદતો-વ્યાઘાત નથી ? આ પ્રશ્નનો ઉત્તર શ્રીમદ્ જૈન શૈલીના મર્મને પૂરેપૂરો સ્પર્શીને આપ્યો છે; જોકે વસ્તુતઃ એ શૈલી જૈન, બૌદ્ધ અને સંન્યાસમાર્ગી વેદાંત એ ત્રણેને એક જ સરખી માન્ય છે. શ્રીમદ્નો જવાબ તો ખરી રીતે એમના જ શબ્દોમાં સમજદારે વાંચવો ઘટે.૧
૨૭મે વર્ષે શ્રીમદ્ન આફ્રિકાથી ગાંધીજી પત્ર લખી ૨૭ જ પ્રશ્નો પૂછે છે. તેમાં તેમનો એક પ્રશ્ન તેમના શબ્દોમાં એ છે કે, “મને સર્પ કરડવા આવે ત્યારે મારે તેને કરડવા દેવો કે મારી નાખવો ? તેને બીજી રીતે દૂર કરવાની મારામાં શક્તિ ન હોય એમ ધારીએ છીએ” (૪૪૭). આનો ઉત્તર શ્રીમદ્ તે વખતના તેમના મોહનલાલભાઈને આ પ્રમાણે આપે છે : “સર્પ તમારે કરડવા દેવો એવું કામ બતાવતાં વિચારમાં પડાય તેવું છે. તથાપિ જો તમે દેહ અનિત્ય છે એમ જાણ્યું હોય, તો પછી આ અસારભૂત દેહના રક્ષણાર્થે, જેને દેહમાં પ્રીતિ રહી છે એવા સર્પને તમારે મારવો કેમ જોગ્ય હોય ? જેણે આત્મહિત ઇછ્યું, તેણે તો ત્યાં પોતાના દેહને જતો કરવો જ જોગ્ય છે. કદાપિ આત્મહિત ઇચ્છવું ન હોય તેણે કેમ કરવું ? તો તેનો ઉત્તર એ જ અપાય કે, તેણે નરકાદિમાં પરિભ્રમણ કરવું; અર્થાત્ સર્પને મારવો એવો ઉપદેશ ક્યાંથી કરી શકીએ ? અનાર્ય વૃત્તિ હોય તો મારવાનો ઉપદેશ કરાય. તે તો અમને તમને સ્વપ્ને પણ ન હોય. એ જ ઇચ્છા યોગ્ય છે.” (૪૪૭) આ ઉત્તર તેમના અહિંસાધર્મના મર્મજ્ઞાનનો અને સ્વજીવનમાં ઊતરેલ અહિંસાનો જીવંત દાખલો છે. એમણે એટલા ઉત્તરથી એક બાણે અનેક લક્ષ્ય વીંધ્યાં છે, અને અધિકારભેદે અહિંસા અને હિંસાની શક્યાશક્યતાનું સ્પષ્ટ કથન કર્યું છે. એમાં એ વિદ્યારહેતૌ ક્ષતિ વિયિન્તે ચેષાં ન શ્વેતાંસિ ત વ ધીરાઃ' એ અર્થપૂર્ણ કાલિદાસની ઉક્તિ અહિંસાના સિદ્ધાંત પરત્વે ભાષ્યતા પામે છે. અહીં એટલું સમજવું જોઈએ કે શ્રીમદ્દ્ની અહિંસા પરત્વે સમજૂતી મુખ્યપણે વૈયક્તિક દૃષ્ટિએ છે. સમાજ કે રાષ્ટ્રદૃષ્ટિએ એનો વિચાર, જે આગળ જતાં ગાંધીજીએ વિકસાવ્યો, તેનું મૂળ શ્રીમદ્ના કથનમાં બીજરૂપે હોવા છતાં, વસ્તુતઃ તેમાં વૈયક્તિક દૃષ્ટિ જ ભાસે છે.
૧. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન) પાન ૧૨૬.
Page #278
--------------------------------------------------------------------------
________________
“શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૬૯ કલ્પનાબળ અને આકર્ષક દષ્ટાંત કે કથા દ્વારા પોતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમદ્માં નાની ઉંમરથી જ હતું. સ્કૂલયોગ્ય ઉંમરની કૃતિ “પુષ્પમાળા'માં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દનો ભંગશ્લેષ કરી ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કલ્પી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તોય તેમાં કલ્પનાબળનાં બીજો સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ, જેમ કપૂત; ૨. કર = હાથ, જમનો હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરો; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કરનાર–ઉઘરાવનાર (‘પુષ્પમાળા'-૭૫).
- ૧૭મે વર્ષે મોક્ષમાળામાં તેઓ ભક્તિતત્ત્વ વિશે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કેફ વધે છે, તેમ સદૂભક્તિથી ગુણશ્રેણી ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણચિંતન વખતે આત્માસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દૃષ્ટાંતસૌષ્ઠવ ! (“મોક્ષમાળા'-૧૩). એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે જેમ મોરલીના નાદથી સૂતો સાપ જાગે છે, તેમ સગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મોહનિદ્રામાંથી જાગે છે (“મોક્ષમાળા'-૧૪).
તેઓએ “મોક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'-૨૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હોઈ હું અહીં કહેતો નથી, પણ જે જૈનો હોય તો તેને તદન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જૈન પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બોધક છે!
શ્રીમદ્દ જૈન સંપ્રદાયનાં નવ તત્ત્વોની “મોક્ષમાળા'માં (૯૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્ત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્ત્વ તે જીવનું વિરોધી છે; એ બે વિરોધી તત્ત્વોનું સમીપણું કેમ ઘટે?
તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નનો ખુલાસો આકર્ષક રીતે પૂરો પાડતાં કહે છે કે જુઓ, પહેલું જીવ તત્ત્વ અને નવમું મોક્ષ તત્ત્વ એ બંને કેવાં પાસે છે ? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તો અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તો જીવ અને મોક્ષ જ પાસે
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૭૦ ૦ અનેકાન્ત ચિંતન
છે. આ એમની કલ્પનાચાતુરી એ ઉંમરે કેટલી અસાધારણ ! એ જ રીતે તેવીસમે વર્ષે વેદાંતસંમત બ્રહ્માદ્વૈત અંતે માયાવાદનું તેમની સમજ પ્રમાણે અયુક્તપણું બતાવવા એક ચતુષ્કોણ આકૃતિ (૬૩) ખેંચી તેમાં જગત, ઈશ્વર, ચેતન, માયા આદિના ભાગો પાડી કેટલી કલ્પનાશક્તિ દાખવી છે ! અહીં મુખ્ય પ્રશ્ન એ નથી કે તેમનું માયાવાદનું નિરસન કેટલું મૂળગામી છે ? પણ પ્રશ્ન એ છે કે તેઓ જે વસ્તુને ઠીક કે ગેરઠીક સમજતા, તેને તેમ દર્શાવવાનું કલ્પનાબળ તેમનામાં કેટલું હતું ! પ્રશ્નોત્તર શૈલીથી વસ્તુ ચર્ચવાનું કલ્પનાબળ તો આપણે તેમની નાની ઉંમરમાં જ નિહાળીએ છીએ (‘મોક્ષમાળા’-૧૦૨ આદિ.)
બાવીસમે વર્ષે ક્યારેક તેઓ ઊંડા મનનની મસ્તીમાં પોતાના પ્રિય આધ્યાત્મિક વિકાસક્રમ-ગુણસ્થાન—ના વિચારભુવનમાં પ્રવેશે છે અને પછી એ ચિંતનવિષયને વાણીમાં વ્યક્ત કરતાં એક મનોહર સ્વલક્ષી નાટકીય નેપથ્યની છાયાવાળો કલ્પનાત્મક સંવાદ રચે છે (૬૧), અને બહુ જ સરલતાથી ગુણસ્થાનની વસ્તુ રોચક રીતે વિશ્લેષણપૂર્વક દર્શાવે છે—જેમ આગળ જતાં એ જ વસ્તુ આકર્ષક રીતે ભાવના દ્વારા ‘અપૂર્વ અવસર’ એ પઘમાં દર્શાવે છે. જૈન કે જૈનેતર કોઈ પણ ગુણસ્થાનના જિજ્ઞાસુ વાસ્તે આ સંવાદ કંટાળો આપ્યા સિવાય બોધક સાબિત થાય એવો છે.
ધર્મ, અર્થ આદિ ચાર પુરુષાર્થોનાં નામ અને તેનો પ્રસિદ્ધ અર્થ સર્વવિદિત છે, પણ શ્રીમદ્ પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ પ્રમાણે કલ્પનાબળે ચારે પુરુષાર્થનો આધ્યાત્મિક ભાવમાં જ અર્થ ઉપજાવે છે (૭૬). એ કરતાં પણ વધારે સરસ અને પક્વ કલ્પનાબળ તો જુવાન ઉંમરે, પણ તેમના જીવનકાળમાં હિસાબે ત્રીસ વર્ષને ઘડપણે કરેલ જ્ઞાન અને અજ્ઞાનનું પૃથક્કરણ દર્શાવતાં આંટીવાળું અને આંટી વિનાનું એ સૂતરના દાખલામાં છે. દિગ્બમનો દાખલો, જે સર્વત્ર બહુ જાણીતો છે, તેની સાથે ઘૂંચવાળા અને કૂંચ વિનાના સૂતરના દાખલાને ઉમેરી તેમણે જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેનું વાસ્તવિક અંતર જે પ્રગટ કર્યું છે, [૭૦૪-(૩)] તે તેમની અંત સુધી દૃષ્ટાંત ઘટાવી અર્થ વિસ્તારવાની, વક્તવ્ય સ્થાપન કરવાની કલ્પનાચાતુરી સૂચવે છે.
તર્કપટુતા શ્રીમમાં કેવી સૂક્ષ્મ અને નિર્દોષ હતી, એ એમનાં લખાણોમાંથી અનેક સ્થળે ચમત્કારિક રીતે જાણવા મળે છે. કેટલાક દાખલાઓ ટાંકું ઃ સત્તરમા વર્ષના પ્રારંભમાં મૂછનો દોરોય ફૂટ્યો નહિ હોય,
Page #280
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૭૧ • ત્યારે કોઈને ચરણે પડી ખાસ વિદ્યાપરિશીલન નહિ કરેલ કુમાર રાજચંદ્ર “મોક્ષમાળા'માં (૮૬-૮૨) એક પ્રસંગ ટાંકે છે. પ્રસંગ એવો છે કે કોઈ સમર્થ વિદ્વાન મહાવીરની યોગ્યતા સામાન્ય રીતે સ્વીકારવા છતાં તેમની અસાધારણતા વિશે શંકા લઈ શ્રીમને પ્રશ્ન કર્યો છે કે મહાવીરની ઉત્પાદ, વ્યય, અને ધ્રૌવ્યવાળી ત્રિપદી તેમ જ અસ્તિ, નાસ્તિ, આદિ નયો કાંઈ સંગત નથી. એક જ વસ્તુમાં ઉત્પત્તિ છે અને નથી, નાશ છે અને નથી,. યુવત્વ છે અને નથી–એ બધું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે ? અને જો પરસ્પર વિરુદ્ધ એવા ઉત્પાદ, નાશ અને ધૃવત્વ તેમ જ નાસ્તિત્વ અને અસ્તિત્વ ધર્મો એક વસ્તુમાં ન ઘટે તો અઢાર દોષો ઉત્પન્ન થાય છે. એ સમર્થ વિદ્વાને જે અઢાર દોષો તેમની સામે મૂક્યા છે, તે જ એ વિદ્વાનની સમર્થતાના સૂચક છે. આ કે આવી જાતના અઢાર દોષોનું વર્ણન આટલાં બધાં શાસ્ત્રો ફેંઘાં પછી પણ, મને યાદ છે ત્યાં સુધી, હું પોતે પણ એ શ્રીમદ્ભા વિદ્વાન સાથેના વાર્તાલાપના પ્રસંગમાંથી જ વાંચું છું. આ દોષો સાંભળ્યા પછી તેનું નિવારણ કરવા અને તેમના પોતાના શબ્દો ટાંકીને કહું તો “મધ્ય વયના ક્ષત્રિયકુમાર'ની ત્રિપદી અને નયભંગી સ્થાપવા શ્રીમદ્ પોતાની તદ્દન અલ્પજ્ઞતા પ્રગટ કરી, કાંપતે સ્વરે પણ મક્કમ હૃદયે માત્ર તર્કબળથી બીડું ઝડપ્યું છે અને એમને એવી ખૂબીથી, એવી તર્કપટુતાથી જવાબ વાળ્યો છે, અને બધા જ વિરોધજન્ય દોષોનો પરિહાર કર્યો છે કે વાંચતાં ગુણાનુરાગી હૃદય તેમની સહજ તર્કપટુતા પ્રત્યે આદરવાન બને છે. કોઈ પણ તર્કરસિકે એ આખો સંવાદ એમના જ શબ્દોમાં વાંચવો ઘટે છે.
આગળ ચાલતાં જગત્કર્તાની ચર્ચા વખતે તેઓએ જે વિનોદક છટાથી તે ઉંમરે જગતુકકપણાનું ખંડન કરી તર્કબળે સ્વપક્ષ મૂક્યો છે (“મોક્ષમાળા'૯૭), તે ભલે કોઈ તે વિષયના ગ્રંથના વાચનનું પરિણામ હોય, છતાં એ ખંડનમંડનમાં એમની સીધી તર્કપટુતા તરવરે છે.
કોઈને પત્ર લખતાં તેમણે જૈન પરંપરાના કેવળજ્ઞાન શબ્દ સંબંધી રૂઢ અર્થ વિશે જે વિરોધ દર્શક શંકાઓ શાસ્ત્રપાઠ સાથે ટાંકી છે (પ૯૮), તે સાચા તર્કપટુને સ્પર્શે એવી છે. જે વિશેની શંકામાત્રથી જૈન સમાજરૂપ ઇન્દ્રનું આસન કંપી, પરિણામે શંકાકાર સામે વજનિર્દોષના ટંકારો થાય છે, તે વિશે શ્રીમદ્ જેવો આગમનો અનન્યભક્ત નિર્ભયપણે શંકાઓ જિજ્ઞાસુને લખી મોકલે છે, તે તેમનું ૨૯મા વર્ષનું નિર્ભય અને પક્વ તર્કબળ સૂચવે છે. ભારતવર્ષની અધોગતિ જૈન ધર્મને આભારી છે એમ મહીપતરામ
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૭૨૦ અનેકાન્ત ચિંતન
રૂપરામ બોલતા ને લખતા. બાવીસેક વર્ષની ઉંમરે શ્રીમદ્ તેમની પાસે પહોંચ્યા. તેમણે મહીપતરામને સવાલો પૂછવા માંડ્યા. સરચિત્ત મહીપતરામે સીધા જ જવાબો આપ્યા. આ જવાબના ક્રમમાં શ્રીમદ્રે તેમને એવા પકડ્યા કે છેવટે સત્યપ્રિય મહીપતરામે શ્રીમદ્ના તર્કબળને નમી સ્પષ્ટપણે સ્વીકારી લીધું કે આ મુદ્દા વિશે મેં કાંઈ વિચાર્યું નથી. એ તો ઈસાઈ સ્કૂલોમાં જેમ સાંભળ્યું તેમ કહું છું, પણ તમારી વાત સાચી છે (૮૦૮). શ્રીમદ્ અને મહીપતરામનો આ વાર્તાલાપ મઝિમનિકાયમાંના બુદ્ધ અને આશ્વલાયનના સંવાદની ઝાંખી કરાવે છે.
સત્સત્ વિવેક-વિચારણાબળ અને તુલનાસામર્થ્ય શ્રીમમાં વિશિષ્ટ હતાં. જૈન પરંપરામાં હંમેશાં નહિ તો છેવટે મહિનાની અમુક તિથિઓએ લીલોતરી શાક આદિ ત્યાગવાનું કહ્યું છે. જૈનો વ્યાપારી પ્રકૃતિના હોઈ, તેમણે ધર્મ સચવાય અને ખાવામાંય અડચણ ન આવે એવો માર્ગ શોધી કાઢ્યો છે. તે પ્રમાણે તેઓ લીલોતરી સૂકવી સુકવણી ભરી રાખે છે અને પછી નિષિદ્ધ તિથિઓમાં સુકવણીનાં શાકો એટલા જ સ્વાદથી ખાઈ લીલોતરીનો ત્યાગ ઊજવે છે. આ બાબત શ્રીમદ્ના લક્ષમાં નાની જ ઉંમરે આવી છે. તેમણે ‘મોક્ષમાળા'માં (૫૩) એ પ્રથાની યથાર્થતા-અયથાર્થતા વિશે જે નિર્ણય આપ્યો છે, તે તેમનામાં ભાવી વિકસનાર વિવેકશક્તિનો પરિચાયક છે. આર્દ્રા બેસે ત્યારથી કેરી જૈન પરંપરામાં ખાસ નિષિદ્ધ મનાય છે. ત્યારે સવાલ થાય છે કે શું આર્દ્ર પછી કેરી ન જ ખાવી ? અગર તો તે વિકૃત થઈ જ જાય છે ? એનો જવાબ તેમણે આપ્યો છે તે કેટલો સાચો છે ! તેઓએ કહ્યું કે આર્દ્રાનો નિષેધ ચૈત્ર-વૈશાખમાં ઉત્પન્ન થનાર કેરીને આશરીને છે; નહિ કે, આર્દ્રમાં અગર ત્યાર બાદ ઉત્પન્ન થનાર કેરીને આશરીને (૫૨૧). આ તેમનો વિવેક કેટલો યથાર્થ છે, તેની પરીક્ષા કરવા ઇચ્છનાર જૈનોએ આર્દ્ર પછી યુ. પી., બિહાર આદિમાં કેરી જોવા અને ખાવા જવું ઘટે.
વેશના આછકડાપણા વિશે એમણે દર્શાવેલો વિચાર તેમની વ્યવહારકુશળતા સૂચવે છે. તેઓ સુઘડતામાં માનવા છતાં આછકડાપણાથી યોગ્યતા ન વધવાનું કહે છે, અને સાદાઈથી યોગ્યતા ન ઘટવાનું કહે છે. ખૂબી તો એમના પગાર ન વધવા-ઘટવાના દાખલામાં છે. આ રહ્યા તેમના શબ્દો : ‘પહેરવેશ આછકડો નહિ છતાં સુઘડ એવી સાદાઈ સારી છે, આછકડાઈથી પાંચસોના પગારના કોઈ પાંચસો એક ન કરે અને યોગ્ય સાદાઈથી પાંચસોના ચારસો નવ્વાણું કોઈ ન કરે’ (૭૦૬).
Page #282
--------------------------------------------------------------------------
________________
‘શ્રીમદ્ રાજચંદ્ર’——એક સમાલોચના ૦ ૨૭૩
વગર વિચાર્યે ધર્મને નામે ધાંધલ કરી મૂકનારા, અત્યારે તો શ્વસુરગૃહની પેઠે પરદેશમાં વસતી સંતતિના જૈન પૂર્વજોએ ચારેક દશકા પહેલાં વીરચંદ ગાંધીના ધર્મપરિષદ નિમિત્તે અમેરિકાપ્રવાસ વખતે જ્યારે ભારે ધાંધલ મચાવી, ત્યારે તે જ ધનમસ્ત વ્યાપારીઓની વચ્ચે વ્યાપારી તરીકે રહેવા છતાં શ્રીમદ્ પરદેશગમનના નિષેધ પરત્વે જે વિચાર દર્શાવ્યો છે, તે વિચાર પ્રસિદ્ધ જૈનાચાર્ય આત્મારામજીની પેઠે કેવો વિવેકપૂર્ણ અને નિર્ભય છે ! એ જૈન સમાજની પ્રકૃતિનો ઘોતક હોઈ તેમના જ શબ્દોમાં વાંચવા જેવો છે. તેઓ લખે છે :
ધર્મમાં લૌકિક મોટાઈ, માનમહત્ત્વની ઇચ્છા, એ ધર્મના દ્રોહરૂપ છે.’ ‘ધર્મના બહાને અનાર્ય દેશમાં જવાનો કે સૂત્રાદિ મોકલવાનો નિષેધ કરનાર, નગારું વગાડી નિષેધ કરનાર, પોતાનો માન-મહત્ત્વ-મોટાઈનો સવાલ આવે ત્યાં એ જ ધર્મને ઠોકર મારી, એ જ ધર્મ પર પગ મૂકી, એ જ નિષેધનો નિષેધ કરે, એ ધર્મદ્રોહ જ છે. ધર્મનું મહત્ત્વ તો બહાનારૂપ અને સ્વાર્થિક માનાદિનો સવાલ મુખ્ય—એ ધર્મદ્રોહ જ છે.
‘વીરચંદ ગાંધીને વિલાયતાદિ મોકલવા આદિમાં આમ થયું છે. ‘ધર્મ જ મુખ્ય એવો રંગ ત્યારે અહોભાગ્ય.' (૭૦૬) શ્રીમદ્દ્ના પરિચિત મિત્રો, સંબંધીઓ અને કદાચ આશ્રયદાતાઓ પણ કેટલાક કટ્ટર મૂર્તિવિરોધી સ્થાનકવાસી હતા. તે પોતે પણ પ્રથમ એ જ મતના હતા, પણ જ્યારે તેમને પ્રતિમા વિશે સત્ય સમજાયું ત્યારે કોઈની તે પરવા કર્યા સિવાય પ્રતિમાસિદ્ધ વાસ્તે તેમણે ૨૦મે વર્ષે જે લખ્યું છે, તેમની વિચારગંભીરતાનું ઘોતક છે. જિજ્ઞાસુ એ (૨૦) મૂળ લખાણ જ વાંચી પરીક્ષા કરે. એ જ રીતે માત્ર જૈનપરંપરાના અભ્યાસીએ શ્રીમદ્નું વિચારકપણું જોવા ખાતર, તેમણે આ યુગે ક્ષાયિક સમ્યક્ત્વ સંભવ કે નહિ એ વિશે કરેલી ચર્ચા (૩૨૩) તેમના જ શબ્દોમાં વાંચવા જેવી છે. વિશિષ્ટ લખાણો
શ્રીમદ્દ્નાં લખાણોને હું ત્રણ ભાગમાં વહેંચી તેમાંથી નાની કે મોટી પણ કાંઈક વિશિષ્ટતા ધરાવતી કેટલીક કૃતિઓનો અત્રે પરિચય આપવા ઇચ્છું છું. પહેલા વિભાગમાં હું એવી કૃતિઓને મૂકું છું કે જે ગદ્ય હોય કે પદ્ય
૧. જુઓ આ ગ્રંથ દર્શન અને ચિંતન) પાન ૧૧૬.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૭૪ અનેકાન્ત ચિંતન પણ જેની રચના શ્રીમદ્ એક સ્વતંત્ર કે અનુવાદાત્મક કૃતિ તરીકે જ કરી હોય. બીજા વિભાગમાં તેમનાં એવાં લખાણો લઉં છું કે જે કોઈ જિજ્ઞાસુને તેના પ્રશ્નોના ઉત્તરમાં અગર અન્ય પ્રસંગથી લખાયેલાં હોય. ત્રીજા વિભાગમાં એવાં લખાણો આવે છે કે જે આપમેળે ચિંતન કરતાં નોંધરૂપે લખાયાં હોય અગર તેમના ઉપદેશમાંથી જન્મ્યાં હોય.
હવે પહેલા વિભાગની કૃતિઓ લઈએ. (૧) “પુષ્પમાળા' આ તેમની ઉપલબ્ધ કૃતિઓમાંથી સર્વપ્રથમ છે. તે કોઈ વિશિષ્ટ સંપ્રદાયને અનુલક્ષીને નહિ, પણ સર્વસાધારણ નૈતિકધર્મ અને કર્તવ્યની દૃષ્ટિએ લખાયેલી છે. માળામાં ૧૦૮ મણકા હોય તેમ આ કૃતિ ૧૦૮ નૈતિક પુષ્પોથી ગૂંથાયેલી અને કોઈ પણ ધર્મ, પંથ કે જાતિનાં સ્ત્રી કે પુરુષને નિત્ય ગળે ધારણ કરવા જેવી, અર્થાતુ પાઠ્ય અને ચિંત્ય છે. આની વિશિષ્ટતા જોકે બીજી રીતે પણ છે, છતાં તેની ધ્યાનાકર્ષક વિશેષતા તો એ છે કે તે સોળ વર્ષની ઉંમર પહેલાં લખાયેલી છે. એક વાર કાંઈ વાતચીત પ્રસંગે મહાત્માજીએ આ કૃતિ વિશે મને એક જ વાક્ય કહેલું. જે તેની વિશેષતા વાસ્તે પૂરતું છે. તે વાક્ય એ કે, “અરે, એ “પુષ્પમાળા' તો પુનર્જન્મની સાક્ષી છે.”
મનુષ્ય અંતર્મુખ કે બહિર્મુખ ગમે તેવો હોય, તેને વૈયક્તિક જીવન અને સામુદાયિક જીવનની સ્વસ્થતા વાસ્તે સામાન્ય નીતિની જરૂર હોય જ છે. એવા વ્યાવહારિક નીતિના શિક્ષણ વાસ્તે “પુષ્પમાળા' રચ્યા પછી શ્રીમદૂને અંતર્મુખ અધિકારીઓ વાસ્તે કાંઈક વિશિષ્ટ લખવાની પ્રેરણા થઈ હોય એમ લાગે છે. એમાંથી એમણે આધ્યાત્મિક જિજ્ઞાસા સંતોષવા અને પોષવા ખાતર એક બીજી કૃતિ રચી. એનું નામ એમણે ઉદ્દેશ અને વિષયને અનુરૂપ એવું “મોક્ષમાળા' (૪) રાખ્યું. માળા એટલે ૧૦૮ મણકા પેઠે ૧૦૮ પાઠ સમજી જ લેવાના. એનો બીજો ભાગ “પ્રજ્ઞાવબોધ મોક્ષમાળા' એમણે લખવા ધારેલો જે લખાતાં રહી ગયો. છતાં સદભાગ્યે એમાં એમણે લખવા ધારેલ વિષયોની યાદી કરેલી તે લભ્ય છે (૮૬૫). એ વિષયો ઉપર કોઈ વિશિષ્ટ પ્રજ્ઞાશાલીએ લખવા જેવું છે, એ કહેવાની ભાગ્યે જ જરૂર રહે છે.
મોક્ષમાળા'માં ચર્ચેલા ધર્મના મુદ્દા ખાસ કરી જૈન ધર્મને જ લક્ષી લીધેલા છે. તે વખતે તેમનાં પ્રથમ પરિચિત સ્થાનકવાસી પરંપરા અને શાસ્ત્રોની તેમાં સ્પષ્ટ છાપ છે; છતાં એકંદર રીતે એ સર્વસાધારણ જૈન સંપ્રદાય વાસ્તુ અનુકૂળ થઈ પડે એ રીતે જ મધ્યસ્થપણે લખાયેલ છે. “મોક્ષમાળા'ની અનેક વિશેષતાઓ એના વાચનથી જ જાણવી યોગ્ય છે,
Page #284
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૨૭૫ છતાં અહીં તેની એક વિશેષતા નોંધવી યોગ્ય છે. સોળ વરસ અને ત્રણ મહિના જેટલી નાની ઉંમરે, કોઈ સ્કૂલ કે કૉલેજમાં અગર તો સંસ્કૃત યા ધાર્મિક પાઠશાળામાં નહિ ભણેલ છોકરા રાયચંદની એ ત્રણ દિવસની રમત છે, અને છતાંય આજે પ્રૌઢ અભ્યાસીને એમાં સુધારવા જેવું ભાગ્યે જ દેખાશે.
હવે પાછળથી ર૯મે વર્ષે રચાયેલ “આત્મસિદ્ધિશાસ્ત્રને (૬૬૦) સગવડ ખાતર પ્રથમ લઈએ. એમાં ૧૪૨ દોહા છે. એનું શાસ્ત્ર નામ સાર્થક છે. એમાં જૈન આચારવિચારપ્રક્રિયા મૂળ રૂપમાં પૂર્ણ આવી જાય છે. વિચાર પક્વ છે. અવલોકન અને ચિંતન વિશાળ તેમ જ ગંભીર છે. જેને વસ્તુ જાણવી હોય અને સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોના જંગલમાં પડ્યા સિવાય સ્પર્શ કરવો હોય, તેને વાસ્તે આ શાસ્ત્ર નિત્ય પાઠ્ય છે. સન્મતિ, પડ્રદર્શનસમુચ્ચય, યોગબિંદુ, યોગદષ્ટિસમુચ્ચય, સમયસાર, પ્રવચનસાર આદિ ગ્રંથોનું તે તારણ છે; અને છતાંય તેમાં તાત્કાલિક ગચ્છ, પંથ અને એકાંત પ્રવૃત્તિનું સ્વાનુભવસિદ્ધ વર્ણન અને સમાલોચન પણ છે. સર્વસાધારણ માટે તો નહિ, પણ જૈન મુમુક્ષુ માટે તે ગીતાની ગરજ સારે તેવું છે. જો આમાં જૈન પરિભાષા ગૌણ કરી પાછળથી વ્યાપક ધર્મસિદ્ધાંતો ચચ્ય હોત તો એ ભાગ ગીતાના બીજા અધ્યાયનું સ્થાન લેત. આજે ગીતા જેવા સર્વમાન્ય થઈ શકે એવા પદ્યપુસ્તકની માગણી જૈન લોકો તરફથી થાય છે. શ્રીમદ્ સામે એ વાત પ્રગટ રૂપમાં આવી હોત તો તેઓ એ ખોટ ગુજરાતી ભાષા દ્વારા યોગ્ય રીતે દૂર કરત. અલબત્ત, આને સમજવામાં અધિકાર આવશ્યક છે. તર્કશાસ્ત્રની શુદ્ધ અને ક્રમિક દલીલો બુદ્ધિશોધન સિવાય ન સમજાય. એક બાજુ, દુરાગ્રહથી ઘણા આને સ્પર્શતા કે જાણતા પણ નથી; બીજી બાજુ, આને સર્વસ્વ માનનાર, સદા પાઠ કરનાર અને સમજવાની વાસ્તવિક રીતે તૈયારી કરતા નથી. બને એકાંતો છે.
આ શાસ્ત્રનાં સંસ્કૃત, હિન્દી અને અંગ્રેજીમાં ભાષાંતરો થયાં છે, પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર સરકારી, રાષ્ટ્રીય કે અન્ય કોઈ પણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે.
વિશિષ્ટ ભાષાંતરકૃતિમાં દિગંબરાચાર્ય કુંદકુંદકૃત પ્રાકૃત પંચાસ્તિકાયનું તેમણે ગુજરાતીમાં કરેલું અવિકલ ભાષાંતર (૭૦૦) આવે
છે. વિવેચનકૃતિઓમાં આધ્યત્મિક શ્વેતાંબર મુનિ આનંદઘનજી (૬૯૨),
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૭૬ ૯ અનેકાન્ત ચિંતન ચિદાનંદજી(૯)નાં કતિપય પઘો ઉપર તેમણે કરેલાં વિવેચનો મળે છે. પ્રસિદ્ધ દિગંબર તાર્કિક સમંતભદ્રના માત્ર એક જ પ્રસિદ્ધ સંસ્કૃત શ્લોકનું વિવેચન (૮૬૮) તેમણે કર્યું છે. આ વિવેચનો પ્રમાણની દષ્ટિએ નહિ, પણ ગુણની દૃષ્ટિએ એવાં મહત્ત્વનાં છે કે કોઈ પણ વિવેચકને તે માર્ગદર્શક થવાની યોગ્યતા ધરાવે છે. એ વિવેચનો પાંડિત્યમાંથી નહિ પણ સહજભાવે ઊગેલી આધ્યાત્મિકતામાંથી જન્મ્યાં હોય એવો ભાસ થાય છે.
“અપૂર્વ અવસર એવો ક્યારે આવશે એ ધ્રુવપદવાળું શ્રીમદ્દનું કાવ્ય (૪૫૬) આશ્રમ ભજનાવલીમાં સ્થાન પામેલું હોવાથી, માત્ર જૈન કે ગુજરાતી જનતામાં જ નહિ, પણ ગુજરાતી ભાષા થોડેઘણે અંશે સમજનાર વર્ગમાં પણ જાણીતું થયું છે અને થતું જાય છે. આ પદ્યનો વિષય જૈન પ્રક્રિયા પ્રમાણે ગુણશ્રેણી છે. એમાં પ્રક્રિયાનું જ્ઞાન અને ભાવતાદાભ્ય સ્પષ્ટ છે. તે એવા આત્મિક ઉલ્લાસમાંથી લખાયેલ છે કે વાંચનારને પણ તે શાંતિ આપે છે. જૈન પ્રક્રિયા હોવાથી ભાવની સર્વગમ્યતા આવવી શક્ય જ નથી. નરસિંહ મહેતા આદિનાં ભજનો લોકપ્રિય છે, કારણ તેની વેદાંતપરિભાષા પણ એટલી અગમ્ય નથી હોતી, જેટલી આ પદ્યમાં છે. આનું વિવેચન સાધારણ અને સર્વદર્શનપરિભાષામાં તુલનાદષ્ટિથી થાય, તો તે વધારે લાવો પામે. નરસિંહ મહેતાના “વૈષ્ણવજન તો તેને કહીએ” એ ભજનમાંનો વૈષ્ણવજન (બૌદ્ધ પરિભાષામાં બોધિસત્ત્વ) સાધનાના ક્રમમાં લોકસેવાના કાર્યની યોગ્યતા ધરાવે છે, જ્યારે “અપૂર્વ અવસર' એ ભજનમાંની ભાવનાવાળો આહત સાધક એકાંત આધ્યાત્મિક એકાંતની ઊંડી ગુહામાં સેવ્યસેવકનો ભાવ ભૂલી, સમાહિત થઈ જવાની તાલાવેલીવાળો દેખાય છે.
“નીરખીને નવયૌવનાર ઈત્યાદિ બ્રહ્મચર્ય વિષયક દોહરા (“મોક્ષમાળા'-૩૪) કોઈ ઊંડા ઉદ્ગમમાંથી ઉદ્દભવ્યા છે. ખુદ ગાંધીજી પણ એનો પાઠ ક્યારેક કરતા એમ સાંભળ્યું છે. સત્તરમે વર્ષે રચાયેલું “બહુ પુણ્ય કેરા પુંજથી' ઇત્યાદિ હરિગીત કાવ્ય (“મોક્ષમાળા'-૬૭) શબ્દ અને અર્થથી બહુ ગંભીર છે—જાણે પાછલી ઉંમરમાં રચાયું ન હોય ! બ્રહ્મચર્યના દોહરા વિશે પણ એમ જ કહી શકાય.
હે ! પ્રભુ હે ! પ્રભુ, શું કહું ?” એ કાવ્ય (૨૨૪) માત્ર આત્મ
૧. આ પુસ્તક(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૮૭. ૨. આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૫૦.
Page #286
--------------------------------------------------------------------------
________________
“શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૭૭ નિરીક્ષણથી ઓતપ્રોત છે. “જડભાવે જડ પરિણમે એ કાવ્ય (૨૨૬) જૈન આત્મપ્રક્રિયાનું પૂરેપૂરું બોધક છે. “જિનવર કહે છે જ્ઞાન તેને એ ધ્રુવપદવાળું કાવ્ય (૨૨૭) જૈન પરિભાષામાં જ્ઞાનની તાત્વિકતાનું નિરૂપણ કરે છે. - આ બધાંય છૂટાંછવાયાં કાવ્યોને વિશિષ્ટ કૃતિમાં મૂકવાનું કારણ એ છે કે તે બધાંમાં એક યા બીજી રીતે જૈન તત્ત્વજ્ઞાન અને જૈન ભાવના બહુ સ્પષ્ટતાથી વ્યક્ત થયેલી છે અને તે બધાં સુપઠ છે. એક વાર જેણે જૈન પરિભાષાનો પડદો વીંધ્યો, તેને તો ગમે તેટલી વાર વાંચવા છતાં તેમાંથી નવીનતાનો જ અનુભવ થાય એમ છે.
વિશિષ્ટ કૃતિના બીજા વિભાગમાં ગાંધીજીને ભિન્ન ભિન્ન સમયે લખેલા ત્રણ પત્રો છે. પહેલો પત્ર (૪૪૭) જેમ પ્રશ્નોમાં તેમ ઉત્તરમાં પણ મોટો છે. બીજી વિશેષતા એ છે કે પ્રશ્નો તાત્વિક અને વ્યાવહારિક બને રૂપના તેમ જ બૅરિસ્ટરની બુદ્ધિને છાજે તેવા વ્યવસ્થિત છે. ઉત્તર પણ પ્રજ્ઞાથી અને અનુભવજ્ઞાનથી અપાયેલા છે. સમત્વ પદે પદે છે. સર્પ મારવા ન મારવાનો ન્યાય પ્રજ્ઞાપાટવ અને વસ્તુસ્થિતિ સૂચવે છે. છતાં આજે એ ઉત્તર અપર્યાપ્ત જ છે. સામૂહિક દૃષ્ટિએ પણ આવી બાબતમાં વિચાર કરવો જ પડે છે. ગાંધીજીએ પાછળથી એ વિચાર કર્યો. શ્રીમદ્ શું કરત તે કહી ન શકાય, પણ જૈનોએ અને બધાએ એ વિચાર કરવો જ જોઈએ. બુદ્ધની બાબતમાં શ્રીમદે અભિપ્રાય આપ્યો છે, તે તેમનાં મૂળ પુસ્તકો પૂરાં વાંચ્યાં હોત તો જુદી રીતે આપત.
ગાંધીજીને લખેલા બીજા પત્રમાં (૪૮૨) વિવેકજ્ઞાન, તેની શક્યતા અને તેનાં સાધનોનું સ્પષ્ટ ચિત્ર છે.
ત્રીજા પત્રમાં (૬૪૭) આર્ય વિચાર-આચાર, આર્ય-અનાર્ય ક્ષેત્ર, ભક્ષ્યાભઢ્ય વિવેક, વર્ણાશ્રમધર્મની અગત્યતા, નાતજાત આદિના ભેદ અને ખાનપાનના પારસ્પરિક વ્યવહાર આદિ વિશે ખુલાસો કરેલો છે. આજે પણ ગાંધીજીના વિકસિત અને વ્યાપક જીવનક્રમમાં જાણે શ્રીમદ્રના એ ખુલાસાના સંસ્કારો હોય એમ ભાસે છે.
આ ત્રણે પત્રો દરેકે વાંચવા લાયક છે. એની વિશેષતા એ કારણથી છે કે બીજા કોઈને લખે તે કરતાં ગાંધીજીને જુદી જ જાતનું લખવાનું હોય છે– અધિકારીના પ્રશ્ન પ્રમાણે જવાબ. ગાંધીજી સિવાયના કોઈ પ્રત્યેના પત્ર
૧. આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં જુઓ ખંડ ૩.
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૭૮ - અનેકાન્ત ચિંતન વ્યવહારમાં આપણે વ્યવહારુ ચર્ચા ભાગ્યે જ જોઈએ છીએ. એમાં લોક, પર્યાય, કેવલજ્ઞાન, સમ્યક્ત ઇત્યાદિની ચર્ચા હોય છે; જ્યારે ગાંધીજી વ્યવહારુ પ્રશ્નો ધાર્મિક દૃષ્ટિએ કરે છે, અને આજે આપણે જોઈએ છીએ કે ગાંધીજીએ કેટલા વ્યવહાર પ્રશ્નોનો નિકાલ ધર્મદષ્ટિએ કર્યો છે ! સામાન્ય જૈન વર્ગ અને અન્ય વર્ગ અનધિકાર પ્રશ્નો જ કરે છે, એ હંમેશનો અનુભવ શ્રીમદુને પૂછનારાઓના પ્રશ્નોમાં પણ સાચો ઠરે છે. ગાંધીજી અત્યાર લગી અપવાદ છે. જ્ઞાતિભોજન, જ્ઞાતિ બહાર ભોજન, ભક્ષ્યાભઢ્યવિચાર, એમાં જ ક્યાં સુધી છૂટ ઈત્યાદિ પ્રશ્નો ગાંધીજીની વકીલદષ્ટિ તેમ જ પરદેશમાં આવી પડેલી પરિસ્થિતિને આભારી છે. જૈનોના પ્રશ્નો મહાવીરના સમયમાં થતા પ્રશ્નો જેવા જ લગભગ છે. એમ દેખાય છે કે જૈનોના માનસની પરિસ્થિતિ લગભગ એ જ ચાલી આવે છે.
અંક પ૩૮વાળો પત્ર કોઈ જૈન જિજ્ઞાસુના પ્રશ્નના ઉત્તરમાં છે, જે જૈન તત્ત્વજ્ઞાનના અભ્યાસીને રસ પોષે એવો છે. એમાં નિયત સ્થાનથી જ તે તે ઇન્દ્રિયાનુભવ કેમ થાય છે અને ઇન્દ્રિયો અમુક જ પરિસ્થિતિમાં કામ કેમ કરે છે, તેનો ખુલાસો ખૂબ સ્પષ્ટતાથી આપ્યો છેજેવો કે સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક આદિમાં છે.
- અંક ૬૩૩વાળો પત્ર. જેમાં આશ્રમક્રમે વર્તવું કે ગમે ત્યારે ત્યાગ કરવો એ પ્રશ્ન છણ્યો છે અને જેનો કાંઈક નિર્દેશ મેં પ્રથમ કર્યો છે, તે પત્ર પણ એક ગંભીર વિચાર પૂરો પાડતો હોવાથી ખાસ ધ્યાન ખેંચે છે.
વિશિષ્ટ કૃતિના ત્રીજા વિભાગમાં અંક ૭૦૭-૮ વાળું લખાણ પ્રથમ લઈએ. એ કદાચ સ્વચિંતનજન્ય નોંધ હોય. રોગ ઉપર દવા કરવી કે નહિ એ વિચાર જૈન સમાજમાં ખાસ કરી જિનકલ્પ ભાવનાને લીધે આવ્યો છે. એ બાબત શ્રીમદ્ આ નોંધમાં ખૂબ પ્રકાશ પાડ્યો છે, અને પૂર્ણ અનેકાંતદષ્ટિ ગૃહસ્થ-સાધુ બન્ને માટે ઘટાવી છે, જે વાસ્તવિક છે. ઔષધ બનાવવામાં કે લેવામાં પાપદષ્ટિ હોય તો તેનું ફળ પણ ઔષધની અસરની પેઠે અનિવાર્ય છે, એ વસ્તુ માર્મિક રીતે ચર્ચા છે. ઔષધ દ્વારા રોગનું શમન કેમ થાય ? કારણ કે રોગનું કારણ તો કર્મ છે, અને તે હોય ત્યાં સુધી બાહ્ય ઔષધ શું કરે ? એ કર્મદષ્ટિના વિચારનો સરસ જવાબ આપ્યો છે.'
આ લખાણમાં એમણે ત્રણ અંશો પથ્ય લાગે છે ઃ ૧. રોગ કર્યજનિત
૧. આ પુસ્તક(દર્શન અને ચિંતન)માં જુઓ પાન ૧૨૯.
Page #288
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૭૯ છે તો તે કર્મ ચાલુ હોય ત્યાં લગી ઔષધોપચાર શા કામનો ? એક એ પ્રશ્ન છે. ૨. રોગજનક કર્મ. ઔષધનિવર્ય જાતિનું છે કે અન્ય પ્રકારનું એ માલૂમ ન હોવા છતાં ઔષધની કડાકૂટમાં શા માટે ઊતરવું?—ખાસ કરીને ધાર્મિક ગૃહસ્થ અને ત્યાગીઓએ—એ બીજો પ્રશ્ન. ૩. ઔષધ કરીએ તોય પુનઃ કર્મબંધ થવાનો જ, કારણ, ઔષધ બનાવવામાં અને લેવામાં સેવાયેલ પાપવૃત્તિ નિષ્ફળ નથી જ. તો પછી રોગ નિવારીને પણ નવા રોગનું બીજ નાખવા જેવું થયું. એનો શો ખુલાસો ? એ ત્રીજો પ્રશ્ન.
આ ત્રણે પ્રશ્નો એમણે કર્મશાસ્ત્રની દૃષ્ટિથી ચચ્ય છે. ઔષધ અને વેદનીયકર્મનિવૃત્તિ વચ્ચેનો સંબંધ દર્શાવતાં તથા કર્મબંધ અને વિપાકની વિચારણા કરતાં એમણે જૈન કર્મશાસ્ત્રનું મૌલિક ચિંતન વ્યક્ત કર્યું છે.
વ્યાખ્યાનસાર' (૭૫૩) આખો જૈન તત્ત્વજ્ઞાનની રુચિવાળા બધાએ વાંચવા જેવો છે. એ વાંચતાં એમ લાગે છે કે એમણે સમ્યક્ત પાકું અનુભવ્યું ન હોય તો એ વિશે આટલી સ્પષ્ટતાથી અને વારંવાર કહી ન શકે. તેઓ
જ્યારે એ વિશે કહે છે, ત્યારે માત્ર સ્થૂલ સ્વરૂપ નથી કહેતા. એમના એ સારમાં ઘણા પ્રસિદ્ધ દાખલાઓ આકર્ષક રીતે આવે છે. કેવળજ્ઞાનની ક્યારેક પ્રથમ નવી રીતે કરવા ધારેલ વ્યાખ્યા એમણે આમાં સૂચવી હોય એમ લાગે છે, જે જૈન પરંપરામાં એક નવું પ્રસ્થાન અને નવીન વિચારણા ઉપસ્થિત કરે છે. એમાં વિરતિ-અવિરતિ અને પાપક્રિયાની નિવૃત્તિ-અનિવૃત્તિના સંબંધમાં માર્મિક વિચાર છે."
એમના ઉપર જે ક્રિયાલોપનો આક્ષેપ થતો, તેનો ખુલાસો એમણે પોતે જ આમાં સ્પષ્ટ કર્યો છે, જે તેમની સત્યપ્રિયતા અને નિખાલસતા સૂચવે છે.
| ‘ઉપદેશછાયા'(૬૪૩)ના મથાળા નીચેના સંગ્રહમાં શ્રીમન્ના આત્મામાં હંમેશાં રમી રહેલાં, વિવિધ વિષયોનાં ચિતનોની છાયા છે, જે જૈન જિજ્ઞાસુ વાતે ખાસ રુચિપોષક છે. ઉપસંહાર
બંગાળી, મરાઠી, હિન્દી અને ગુજરાતી આદિ પ્રાંતિક ભાષાઓ, જેમાં ગૃહસ્થ કે ત્યાગી જૈન વિદ્વાન અને વિચારક વર્ગની લેખનપ્રવૃત્તિ થાય છે અને વિશેષ સંભવે છે, તેમાંથી પ્રસિદ્ધ જૈન આચાર્ય આત્મારામજીની હિન્દી કૃતિઓને બાદ કરતાં એક ભાષામાં વસમી શતાબ્દીમાં લખાયેલું એક પણ
૧. જુઓ આ ગ્રંથ(દર્શન અને ચિંતન)માં ૧૧૨.
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૮૦ ૦ અનેકાન્ત ચિંતન
પુસ્તક મેં એવું નથી જોયું કે જેને ‘શ્રીમદ્ રાજચંદ્ર'નાં લખાણો સાથે ગંભીરતા, મધ્યસ્થતા અને મૌલિકતાની દૃષ્ટિએ અંશથી પણ સરખાવી શકાય. તેથી આધુનિક સમગ્ર જૈન સાહિત્યની દૃષ્ટિએ, વિશેષે કરી જૈન તત્ત્વજ્ઞાન અને ચારિત્રવિષયક ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ, શ્રીમાં લખાણોનું ભારે મૂલ્ય છે. છેલ્લા ત્રણચાર દશકા થયાં જૈન સમાજમાં નવીન પ્રજાને નવીન કેળવણી સાથે ધાર્મિક અને તત્ત્વજ્ઞાન સંબંધી જૈન શિક્ષણ આપી શકે એવાં પુસ્તકોની ચોમેરથી અનવરત માંગણી થતી જોવામાં આવે છે. અનેક સંસ્થાઓએ પોતપોતાની શકયતા પ્રમાણે આવી માંગણીને પહોંચી વળવા કાંઈ ને કાંઈ પ્રયત્ન સેવ્યા છે, તેમ જ નાનાંમોટાં પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. પણ જ્યારે નિષ્પક્ષભાવે એ બધાં વિશે વિચાર કરું છું, ત્યારે મને સ્પષ્ટ લાગે છે કે એ બધા પ્રયત્નો અને લગભગ એ બધું સાહિત્ય શ્રીમનાં લખાણો સામે બાલિશ અને કૃત્રિમ જેવું છે. એમનાં લખાણોમાંથી જ અક્ષરેઅક્ષર અમુક ભાગો તારવી, અધિકારીની યોગ્યતા અને વય પ્રમાણે, પાઠ્યક્રમ ઘડી કાઢવામાં આવે કે જેમાં કોઈ પણ જાતના ખર્ચ, પરિશ્રમ આદિનો બોજ નથી, તો ધાર્મિક સાહિત્ય વિશેની જૈન સમાજની માગણીને આજે પણ એમનાં લખાણથી બીજાં કોઈ પણ પુસ્તકો કરતાં વધારે સારી રીતે સંતોષી શકાય એમ છે. એમાં કુમારથી માંડી પ્રૌઢ ઉંમર સુધીના અને પ્રાથમિક અભ્યાસીથી માંડી ઊંડા ચિંતક સુધીના જિજ્ઞાસુ માટેની સામગ્રી મોજૂદ છે. અલબત્ત, એ સામગ્રીનો સદુપયોગ કરવા વાસ્તે અસંકુચિત અને ગુણગ્રાહક માનસ ચક્ષુ જોઈએ.
શ્રીમદ્દ્ની સમગ્ર ઉંમર કરતાં વધારે વખત અભ્યાસમાં ગાળનાર, શ્રીમદ્દ્નાં ભ્રમણ અને પરિચયક્ષેત્ર કરતાં વધારે વિસ્તૃત ક્ષેત્રમાં રખડનાર, અને વિવિધ વિષયના અનેક વિદ્યાગુરુઓને ચરણે સાદર બેસનાર મારા જેવો અલ્પ પણ ધારે તો એમનાં લખાણોમાં ખામીઓ બતાવી શકે; પરંતુ જ્યારે એમની માત્ર આપબળે વિદ્યા મેળવવાની, શાસ્ત્રો વાંચવાની, તત્ત્વચિંતન કરવાની અને તે ઉપર સ્પષ્ટ તેમ જ પ્રવાહબદ્ધ લખવાની અને તે પણ ઘરઆંગણે રમતા કુમારની ઉંમરથી તેમ જ વ્યાપારધંધા આદિની વિવિધ પ્રવૃત્તિઓ વચ્ચે—ત્યારે શ્રીમદ્ જેવી વ્યક્તિ ઉત્પન્ન કરવા વાસ્તે માત્ર જૈન સંસ્કૃતિ પ્રત્યે જ નહિ પણ ગુજરાતની સંસ્કૃતિ પ્રત્યે માથું આપમેળે નમી જાય છે. જૈન સમાજ માટે તો એ વ્યક્તિ ચિરકાલ લગી આદરણીય સ્થાન સાચવી રાખશે એમાં શંકા જ નથી. તટસ્થ અને ચિંતક ભાવે શ્રીમનાં લખાણ
Page #290
--------------------------------------------------------------------------
________________
“શ્રીમદ્ રાજચંદ્ર–એક સમાલોચના ૦ ૨૮૧ વાંચ્યા સિવાય એમને વિશે અભિપ્રાય બાંધવા કે વ્યક્ત કરવા એ વિચારકની દૃષ્ટિમાં ઉપહાસાસ્પદ થવા જેવું અને પોતાનું સ્થાન ગુમાવવા જેવું છે.
“શ્રીમદ્ રાજચંદ્રનું અંતિમ સંસ્કરણ જોઈ ગયા પછી તે સંસ્કરણની કેટલીક ખટકે એવી ખામીઓ તરફ તેમના અનુગામીઓનું લક્ષ ખેંચવું યોગ્ય ધારું છું. એ ખામીઓ હશે ત્યાં સુધી “શ્રીમદ્ રાજચંદ્રનું મહત્ત્વ વિદ્વાનો યોગ્ય રૂપમાં આંકી નહિ શકે. ખામીઓ પરિશિષ્ટ અને શુદ્ધિવિષયક છે. પ્રથમ તો વિષયાનુક્રમ હોવો જોઈએ. કેટલાંક પરિશિષ્ટોમાં પહેલું તેમાં આવેલા ગ્રંથ અને ગ્રંથકારો વિશેનું; બીજું, તેમાં આવેલાં અવતરણો વિશેનું, તેનાં મૂળ સ્થળો સાથે; ત્રીજું, તેમાં આવેલા બધાય વ્યાખ્યા કરેલ કે વ્યાખ્યા કર્યા વિનાના પારિભાષિક શબ્દોનું; ચોથું, એમાં ચર્ચેલા વિષયો મૂળમાં જે જે ગ્રંથમાંથી લેવામાં આવ્યા હોય, તે ગ્રંથોનાં સ્થળો અને જરૂર હોય ત્યાં પાઠો દર્શાવનારું-એમ અનેક દૃષ્ટિથી મહત્ત્વનાં બીજાં પણ પરિશિષ્ટ આપવા જરૂરી છે. એમણે પોતાનાં લખાણોમાં વાપરેલ સંસ્કૃત કે પ્રાકૃત શબ્દ કાયમ રાખીને પણ જ્યાં તેમાં વિકૃતિ હોય ત્યાં સાથે કોષ્ટકમાં તે દરેક શબ્દનું શુદ્ધ રૂપ આપવાથી કાંઈ પુસ્તકનું મહત્ત્વ ઘટતું નથી.
આ પ્રસંગે શ્રીમદૂના સ્મારકરૂપે ચાલતી સંસ્થાઓ વિશે સૂચન કરવું પ્રાસંગિક છે. હું જાણું છું ત્યાં સુધી એમના સ્મરણરૂપે બે પ્રકારની સંસ્થાઓ છે : કેટલાક આશ્રમો અને પરમશ્રુતપ્રભાવક મંડળ. આશ્રમોની બાબતમાં તો એટલું જ સૂચવવું બસ થશે કે તે તે આશ્રમના સંચાલકોએ અને ત્યાં રહેનારાઓએ, શ્રીમદે સૂચિત શાસ્ત્રાભ્યાસ, મનન અને આપમેળે નિર્ણય બાંધવાની વૃત્તિનો જ વિકાસ થાય એ રીતે વ્યવસ્થિત અભ્યાસ અને ચિંતનક્રમ ગોઠવવો જોઈએ. તેમની ચરણપાદુકા કે છબી આદિની સુવર્ણપૂજા કરતાં તેમની સાદગી અને વીતરાગભાવનાને બંધબેસે તેમ જ વિચારકોની દૃષ્ટિમાં પરિહાસ ન પામે એવી જ યોગ્ય ભક્તિ પોષવી ઘટે.
પરમશ્રુતપ્રભાવક મંડળે આજ સુધીમાં વ્યાપક દૃષ્ટિએ રાષ્ટ્રીય ભાષામાં અનુવાદિત અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એ પ્રયત્ન પ્રથમ દષ્ટિએ અત્યાર લગી સ્તુત્ય ગણાય, પણ અત્યારે ઊભી થયેલી સાહિત્યવિષયક માગણી અને થયેલ વિકાસક્રમને લક્ષમાં લેતાં, હવે એ મંડળે સંપાદન-મુદ્રણનું દૃષ્ટિબિંદુ બદલવું જ જોઈએ. પુસ્તકોની પસંદગી, અનુવાદની પદ્ધતિ, તેની ભાષા તથા પ્રસ્તાવના, પરિશિષ્ટ આદિ કેવાં અને કેટલાં હોવાં જોઈએ એનો નિર્ણય કરવા વાસ્તે એ મંડળે ઓછામાં ઓછા બે-ત્રણ વિદ્વાનોની સમિતિ બનાવી,
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૮૨૦ અનેકાન્ત ચિંતન
તે દ્વારા જ અનુવાદક કે સંપાદક પસંદ કરવાનું, અને વસ્તુ તૈયાર થયા પછી તપાસાવવાનું કામ કરાવી, ત્યાર પછી જ પુસ્તક પ્રેસમાં આપવાની ગોઠવણ કરવી ઘટે. એ મંડળ તરફથી અત્યાર લગીમાં પ્રગટ થયેલ સંખ્યાબંધ પુસ્તકો જ્યારે જોઉં છું, ત્યારે મૂળપાઠ, અનુવાદ, ભાવકથન, સંશોધન આદિની ઢગલાબંધ અક્ષમ્ય ભૂલો જોઈ વ્યાપારી જૈન સમાજને હાથે હણાતા સાહિત્યના તેજસ્વી આત્માનું દૃશ્ય અનુભવું છું.
‘શ્રીમદ્ રાજચંદ્ર’નો હિન્દી કે કોઈ પણ ભાષામાં અનુવાદ કરવાની રુચિવાળા પણ તેમના ઘણા ભક્તો છે. તેમનું પણ ધ્યાન ખેંચવુ આવશ્યક છે. શ્રીમદ્દ્ની ભાષા ગુજરાતી છે, પણ તે તેમની ખાસ ભાષા છે. ગુજરાતી ભાષામાં નવયુગમાં જૈન તત્ત્વચિંતન તેમણે જ પ્રથમ કરેલું અને લખેલું હોવાથી, તેમની ભાષાએ સ્વાવલંબી વિશિષ્ટ રૂપ ધારણ કર્યું છે. તેમાં ચર્ચાયેલા વિષયો સેંકડો ગ્રંથોમાંથી અને કાંઈક સ્વતંત્ર ભાવે ઊંડા ચિંતનમાંથી આવેલા છે. તેથી અનુવાદકની પસંદગીમાં મુખ્ય ત્રણ બાબતો ધ્યાનમાં નહિ રખાય તો એ અનુવાદો નામના જ થશે : પહેલી એ કે તેણે શ્રીમદ્ની ભાષાનો માતૃભાષા જેટલો જ તલસ્પર્શી પરિચય કરેલો હોવો જોઈએ. બીજી બાબત એ કે એમાં ચર્ચેલા વિષયોનું તેણે પક્વ અને સ્પષ્ટ પરિશીલન કરેલું હોવું જોઈએ. અને ત્રીજી બાબત એ છે કે જે ભાષામાં અનુવાદ કરવાનો હોય તેમાં લખવાનો તે સિદ્ધહસ્ત હોવો જોઈએ. આટલા પૂરતી સગવડ કરી આપવામાં કે મેળવવામાં જે ખર્ચ યોગ્ય રીતે સંભવતો હોય, તે કરવામાં વૈશ્યવૃત્તિ જરાય ન સેવતાં ટાણા વખતની ઉદારવૃત્તિનું અવલંબન કરવું જોઈએ.
૧
- ‘શ્રી રાજચંદ્રનાં વિચારરત્નો'(ગૂજરાત વિદ્યાપીઠ)માંથી ઉદ્ધૃત
૧. શ્રી ‘રાજચંદ્રનાં વિચારરત્નો'(ગૂજરાત વિદ્યાપીઠ)માંથી ઉદ્ભુત.
Page #292
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
અકબર-૨૩૫ અકલંક-૬૪, ૭૧, ૧૪૮, ૧૮૨,
૨૦૪, ૨૪૪, અકલંકગ્રંથત્રય-૧૮૨ અકલંકદેવ-૧૪૮ અક્ષપાદ ગૌતમ-૫૩ અક્ષપાદ-૭૧ અગ્રવાલ-૨૨૯ અજંતા-૨૪૧ અજ્ઞાન-૧૧૪ અક્કથા-પપ અદ્ભુતસ્તવ-૨૧૨ અદ્વૈતસિદ્ધિ-૨૪૪ અધ્યયનવિધિ-૯૧ અધ્યર્ધશતક-૨૦૮ અધ્યાત્મમતપરીક્ષા સટીક-૨૪ અધ્યાત્મસાર-૨૧, ૨૪ અધ્યાત્મોપનિષદૂ૨૪ અધ્યાપનવિધિ-૯૧ અનનુભાષણ-૧૧૪, ૮૧ અનનુયોજ્ય-૯૫ અનભ્યાસદશા-૩૧ અનવસ્થા-૩૯ અનંતવીર્ય-૧૪૮, ૨૦૪ અનંતાચાર્ય-૨૫ અનાત્મવાદી-૨પર અનિત્યસમ-૭૭ અનુક્તઝાહ્ય-૧૧૪ અનુત્પત્તિસમ-૭૫
અનુપલબ્ધિ-૧૯૫ અનુપલબ્ધિસમ-૭૭ અનુમાન-૧૯૧, ૯૫ અનુમાનપદ્ધતિ-૧૪ અનુયોગ-૯૫ અનુયોજ્ય-૯૫ અનુવ્યવસાય-૩૧ અનુવ્યવસાયજ્ઞાન-૩૮ અનેકાંત-૧૫૦ અનેકાંતજયપતાકા-૨૩, ૧૪૮, ૧૫૭ અનેકાંતજયપતાકાટિપ્પન-૨૫ અનેકાંતદષ્ટિ-૨૯ અનેકાંતવાદ-૧૫૩, ૧૫૯, ૧૬૨ અન્યથાનુપપત્તિ-૧૯૯, ૨૦. અન્વયવ્યાપ્તિ-૨૦૧ અપકર્ષસમ-૭૪ અપવર્ગ-૧૧ અપસિદ્ધાંત-૮૨, ૧૧૪ અપાર્થક-૮૦, ૧૧૪ અપૂર્વ અવસર-૨૬૫ અપોહ-૨૦૩ અપૌરુષેયત્વવાદ-૩૨ અપ્રતિભા-૮૧,૧૧૪ અપ્રાપ્તકાલ-૭૫, ૮૦, ૧૧૪, અપ્રામાણ્ય-૩૭ અભયકુમાર-૧૭૪ અભયતિલક-૨૬ અભયદેવ-૨૩,૩૪, ૧૫૨, ૧૫૫,
૨૦૫,
Page #293
--------------------------------------------------------------------------
________________
૨૮૪૦ અનેકાન્ત ચિંતન
અભિધર્મકોસ-૨૩૪ અભિધર્મસંગીતિ-૧૯૧
અભ્યનુજ્ઞા-૯૫
અભ્યાસદશા-૩૧
અમદાવાદ-૨૫૮
અમૃતચંદ્ર-૭૦
અયોધ્યાકાંડ-૨૩૫
અરબી-૨૩૯
અરવિંદ-૨૪૮
અર્ચટ-૧૮૨, ૧૮૪, ૧૯૬
અર્થક્રિયાજ્ઞાન-૩૧, ૩૭, ૩૯
અર્થપ્રાપ્તિ-૯૫
અર્થશાસ્ત્ર-૧૯૧, ૫૬
અર્થાત-૧૧૪
અર્થાન્તર-૯૫, ૭૯
અર્થાપત્તિ-૨૦૧
અર્થાપત્તિસમ-૭૬
અલંકારશાસ્ત્ર-૧૨૯
અવયવ-૫૪, ૭૨
અવર્ણસમ-૭૪
અવિજ્ઞાતાર્થ-૮૦, ૧૧૪
અવિદ્યા-૭, ૧૧ અવિનાભાવનિયમ-૧૯૯
અવિરતિ-૧૧૬
અવિવેક-૮
અવિશેષસમ-૭૬
અવ્યભિચારનિગમ-૧૯૯
અવ્યવહાર-રાશિ-૧૧૬
અવ્યાસવાદ-૨૬
અશોક-૧૯૨
અશ્વકારણિક-૨૩૭
અશ્વઘોષ-૨૦૭, ૨૩૧, ૨૩૫
અષ્ટક-૬૭
અષ્ટશતી-૨૪
અષ્ટસહસ્રી-૨૪, ૩૩, ૧૫૭,
૨૦૪
અષ્ટસહસ્રીટીકા-૨૧ અસર્વજ્ઞપરત્રતત્ત્વનિર્ણયેચ્છુ-૧૦૬
અસંગ-૧૯૧
અહિંસા-૧૩, ૧૫૦
અહેતુ-૯૫
અંગપ્રવાહ-૧૨૬, ૧૩૫
અંગબાહ્ય-૧૨૬, ૧૩૫
અંતરાત્મા-૮
અંતર્વાષિ-૨૦૧
અંબઢ-૬૧
આકાશ-૪૪
આગમ-૧૯૧
આચારાંગ-૨૪૩, ૨૪૫
આત્મદ્રવ્ય-૨૭
આત્મદ્રોહ-૨૪૬
આત્મમીમાંસા-૨૪૯
આત્મવાદ-૨૪૯
આત્મસિદ્ધિ-૨૪૨
આત્મસિદ્ધિશાસ્ર-૨૭૫
આત્માનંદ સભા-૧૨૩
આત્મારામજી-૧૪૨, ૨૭૯
આત્મોપનિષદ-૨૪૨
આત્મૌપમ્યમૂલક-૨૪૬ આધ્યાત્મિકમતદલન-૨૪
આનંદઘનજી-૨૬૪, ૨૬૫, ૨૭૫
આનૃણ્યસ્તવ-૨૧૨
આન્વીક્ષિકી-૧૯૫, ૫૬
આપ્તપરીક્ષા-૧૮, ૧૪૮, ૨૪૪
આપ્તમીમાંસા-૧૯, ૧૮૨
આમેરગઢ-૨૩૫
આર્યદેવ-૨૧૪
આર્હત્૨૩૬, ૨૩૭ આલાપપદ્ધતિ-૨૫
આલોક-૧૭૫
આવશ્યક -૧૨૭
Page #294
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ - ૨૮૫
આવશ્યકનિયુક્તિ-૧૩૪ આવશ્યક શ્રુતસ્કંધ-૧૩૦ આવશ્યકસૂત્ર-૧૨૪ આશ્રમ ભજનાવલી-૨૬૫ આશ્રવ-૧૧, ૧૩ આહરણ-૮૨ આહરણતદોષ-૮૨ ઈ-ન્સિંગ ઇંડિયન એન્ટિક્વેરી-૨૦૯ ઇન્દ્રભૂતિ-૬૦ ઈશ્વરસિદ્ધિ-૨૪૪ ઈશ્વરસેન-૧૮૨, ૧૯૪ ઉક્તગ્રાહ્ય-૧૧૪ ઉચ્યમાનગ્રાહ્ય-૧૧૪ ઉત્કર્ષસમ-૭૪ ઉત્તરમીમાંસા-૩૪, ૪૫ ઉત્તરાધ્યયન-૪૬, ૧૨૭,૨૨૪, ૨૪૫,
૨૬૨ ઉત્પાદસિદ્ધિપ્રકરણ-૨૫ ઉત્પાદાદિસિદ્ધિત્રય-ર૦૫ ઉદયન-૩૪, ૨૦૪ ઉદયનાચાર્ય-૨૧ ઉદીચ્યવેષ-૨૩૯ ઉદ્યોતકર-૬૫, ૭૧, ૧૮૨, ૧૯૪, ઉપચારછલ-૭૩ ઉપદેશછાયા-૨૭૯ ઉપદેશ રહસ્ય-૨૪ ઉપનય-૯૫ ઉપનિષદ-૪૧, ૨૪૩ ઉપન્યાસોપનય-૮૨ ઉપપત્તિસમ-૭૬ ઉપમિતિભવ-પ્રપંચાની-૨૩ ઉપલબ્ધિસમ-૭૭ ઉપસંહાર-૮૮ ઉપસંહારવિશુદ્ધિ-૮૮
ઉપાય-૨પર ઉપાયહૃદય-૧૯૧ ઉપાલંભ-૯૫ ઉપોદ્યાતસ્તવ-૨૧૨ ઉમાસ્વાતિ-૧૨૬, ૧૩૪ ઉર્જ્યોતિ-૨૨૮ ઋગ્વદ-૨૧૨ એકાગ્ર-૧૧ એકાર્યસમવાય-૧૯૯ એશિયા-૧૯૨ ઐતિહ્ય-૯૫ ઐશ્વરકારણિક-૨૩૬ ઔપનિષદ-૨૩૬, ૨૩૭ ઔપનિષદિક દર્શન-૪૫ ઔપચ્ચ-૯૫ કંચુક-૨૪૦ કંદલિપંજિકા-૨૬ કંદલીટિપ્પન-૨૬ ક૭-૧૫૬ કણાદ ઋષિ-૪૩ કણાદ-૨૩૬, ૨૩૭ કથા-૪૯, ૫૬ કમલશીલ-૩૩, ૧૮૪ કરુણાસ્તવ-૨૧૨ કર્ણગોમી-૧૯૪, ૧૯૮, ૨૦૦ કર્મ-૯૫ કર્મવિજ્ઞાનશાસ્ત્ર-૧૬૦ કલા ઔર સંસ્કૃતિ-૨૨૮ કિલિવિડંબન-૧૧૪ કલ્પસૂત્ર-૫૫ કલ્યાણમંદિર-૧૪૯ કષાય-૧૧૬ કાઠિયાવાડ-૧૫૬ કાદમ્બરી-૨૨૯, ૨૩૫ કાન્ત-૩૦
Page #295
--------------------------------------------------------------------------
________________
૨૮૬ ૦ અનેકાન્ત ચિંતન
કાપિલ-૨૩૬, ૨૩૭ કાયોત્સર્ગ-૧૨૬
કારધમી-૨૩૬-૨૩૭
કારણદોષ-૮૭
કાર્યકારણભાવ-૧૯૯
કાર્યસમ-૭ ૭
કાલતત્ત્વ-૪૦
કાલિદાસ-૨૦૦, ૨૨૨, ૨૩૧
કાવ્યાનુશાસન-૭૧
કાશી-૧૩૬
કાશ્મીર-૧૯૨
કાંતિવિજયજી ૨૦૫
કિશોરલાલ-૨૪૮
કીર્તિલતા-૨૩૫
કુબ્લિકા-૨૩૨
કુમારપાલ-૨૧૬
કુમારપાલ ચરિત(ત્ર)-૨૩, ૨૩૫
કુમારપાલ પ્રબંધ-૨૩
કુમારપાલપ્રતિબોધ-૨૩
કુમારસ્વામી-૨૩૨
કુમારિલ-૬૫, ૧૮૨,૧૯૪,૧૯૭
કુમુદચંદ્ર-૬૯
કુંદકુંદ-૧૬,૧૯, ૧૪૩, ૧૪૪, ૨૭૫
કૂર્પાસક-૨૪૦
કૂર્મગ્રીવા-૨૨૪
કૃષ્ણકથા-૪૯
કેવલજ્ઞાન-૩૮, ૧૪૩
કેવલદર્શન-૧૪૩
કેશલુંચન-૨૩૬, ૨૩૭
કેશી-૫૫
કૉંગ-૨૦૮
કૌશલસ્તવ-૨૧૨
ક્રિશ્ચિયાનિટી-૬
ક્ષણ-૪૫
ક્ષણભંગસિદ્ધિ-૧૮૫, ૧૮૬
ક્ષણિકત્વ-૨૦૩
ક્ષમાલ્યાણ-૨૬
ક્ષિપ્ત-૧૧
ક્ષિપ્ર-૪૩
ખરતરગચ્છ-૧૨૩
ખંડનખંડખાદ્ય-૨૧
ખંભાત-૧૫૬
ખુતાન-૨૦૮
ગંધહસ્તિ-૧૮
ગદાધર ભટ્ટાચાર્ય-૨૧, ૩૪ ગર્ગાચાર્ય-૨૬
ગંગેશ ઉપાધ્યાય-૨૧, ૩૪
ગાંધાર-૧૯૨
ગાંધીજી-૨૫૫, ૨૬૮
ગિરનાર-૨૩૭
ગીતા-૨૧
ગુજરાત-૧૫૬
ગુજરાત પુરાતત્ત્વ-૧૫૭
ગુણ-૯૫
ગુણરત્ન-૨૬, ૧૫૫
ગુણરત્નસૂરિ-૨૫
ગુણસ્થાનક-૨૪૮
ગુરુ(પ્રભાકર)-૩૮
ગુરુપૂજા-૧૪૧
ગુર્વાવલી-૨૩
ગોપાલદાસ-૨૫૬
ગોમ્મટસાર-૪૭
ગોશાલક-૬૧
ગૌતમ ઋષિ-૪૩
ગૌતમસૂત્રવૃત્તિ-૩૦
ગ્રનવેડેલ-૨૦૮
ગ્રહવર્મા-૨૩૪
ચતુઃશતક-૨૦૯, ૨૧૪ ચતુઃશતી-૧૮૬ ચતુર્વિંશતિ પ્રબંધ-૨૩
Page #296
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ - ૨૮૭
ચતુર્વિશતિસ્તવ-૧૨૬ ચરક-પ૬, ૭૧, ૧૯૦, ૧૯૧ ચરિત-૪૯ ચંદ્રપ્રભ-૧પપ ચંદ્રપ્રભસૂરિ-૨૫ ચંદ્રસેન-૨૫ ચાણક્ય-૫૬, ૧૯૦ ચારિત્રપૂજા-૧૪૧ ચિત્ર-૨૨૯ ચિદાનંદજી-૨૭૬ ચીન-૧૯૨, ૨૦૭ ચીનચોલક-૨૪૦ ચૂર્ણી-૮૨ છલ-૫૧, ૫૪, ૭૩, ૯૫, ૧૧૧ જગદીશ-૨૧ જમાલી-૬૧ જયંત-૧૮૨ જયસિંહ-૨૬ જાનત્ત-૧૮૩ જયેચ્છા-પ૧ જલ્પ-૫૪, ૫૭, ૭૨ જબૂ-૧૩૯ જંબુસ્વામી-૧૨૯,૧૩૦ જતિ-૫૪, ૭૩, ૧૧૧ જાયસવાલ-૨૧૧ જિજ્ઞાસા-૮૯, ૯૫ જિતારિ-૧૮૫ જિનભદ્ર-૧૫૫ જિનભદ્રગણિ-૧૩૨, ૧૩૪ જિનમિત્ર-૧૮૪ જિનવર્ધન-૨૬ જિનવિજયજી-૧૭૬, ૯૦ જિનસેનસૂરિ-૧૪૮ જિનેશ્વર-૧૫૫ જીતકલ્પ-૧૪૨
જીવાભિગમ-૪૬ જેસલમેર-૧૮૬ જૈન-૩૪, ૪૧, ૨૩૬, ૨૩૭ જૈન-ભાષા-૨૪ જૈનસાહિત્ય સંશોધક-૨૩ જૈમિનિ ઋષિ-૪૪ જૈમિનીયદર્શન-૩૫ જ્ઞપ્તિ-૩૬ જ્ઞાનબિંદુ-૨૪ જ્ઞાનશ્રીમદ્ર-૧૮૩ જ્ઞાનેચ્છા-પ૧ ટિબેટ-૧૯૨, ૨૦૭, ૨૦૯ ટીકા-૮૨ ડાલચંદજી-૧૨૩ તક્ષશિલા-૨૩૨, ૨૩૬ તજ્જત દોષ-૮૭ તત્ત્વનિર્ણય-૫૦ તત્વસંગ્રહ-૩૩, ૧૫૭ તત્ત્વાનુશાસન-૨૪ તત્વાર્થ-૧૮ તત્ત્વાર્થભાષ્ય-૧૩૦, ૧૩૪, ૧૩૫,
૧૩૮ તત્ત્વાર્થભાષ્યવૃત્તિ-૪૭ તત્ત્વાર્થરાજવાર્તિક-૧૪૮ તત્ત્વાર્થસૂત્ર-ભાષ્ય-૧૨૬ તત્ત્વાર્થસૂત્રવૃત્તિ-૨૪ તત્ત્વોપપ્લવ-૧૭૬ તર્ક-પ૧, ૫૪, ૭૨ તર્કદીપક-૨૬ તર્કદીપિકા-૨૬ તર્કપચાનન-૧૦૯ તર્કક્કિકા-૨૬ તભાષા-૨૧ તભાષાવાર્તિક-૨૬ તર્કરહસ્યદીપિકા-૨૬
Page #297
--------------------------------------------------------------------------
________________
૨૮૮ - અનેકાન્ત ચિંતન
તર્કવાદ-૬૩
૨૦૫, તર્કવાદતથાનવાદ-૨૬
દેવાગમસ્તોત્ર-૨૪ તર્કવાર્તિક-૨૦૫
દેવેન્દ્રમતિ-૧૮૩ તર્કવિદ્યા-૧૯૫
દેહાત્મવાદી-૨૪૯ તર્કસંગ્રહ-૨૧
દોષ-પદ તંત્ર-૧૫૫
દ્રવ્ય-૯૫ તાદાભ્ય-૧૯૯
દ્રવ્યકર્મ-૨૫૦. તારકસ-૧૭૬, ૨૦૫
દ્રવ્યગુણપર્યાય-૧૫૧ તારાનાથ-૧૭૮
દ્રવ્યગુણપર્યાયનો રાસ-૪૭ તિલકમંજરી-૨૨૯
દ્રવ્યાનુયોગ-૧૫૧ તીર્થપૂજા-૧૪૧
ધાર્નિશક્તાત્રિશિકા-સટીક-૨૪ તૃષ્ણા-૭, ૨૫૨
ધાત્રિશિકા-૬૩, ૧૬૪ તેરાપંથ-૨૩૭
દ્વાદશાર નયચક્ર-૨૩ ત્રિશિકા-૧૫
ધનંજયનામમાલા-૧૪૨ ત્રરૂપ્ય-૨૦૦
ધર્મકીર્તિ-૧૭૮, ૧૮૩, ૧૮૪, ૧૯૩, થોમસ-૨૧૦
૧૯૬, ૧૯૭, ૧૯૯, ૨૦૦, ૨૦૩ દલપત-૨૬૫
ધર્મપરીક્ષા-૨૪ દલસુખ માલવણિયા-૧૭૬
ધર્મભૂષણ-૨૬ દશવૈકાલિક-૮૭, ૧૨૭, ૨૬૨
ધર્મવાદ-૬૭, ૬૮ દાસબોધ-૨૬૧
ધર્મશાસ્ત્રી-૨૩૬, ૨૩૭ દિગંબર-૧૬, ૧૪૪, ૨૩૭
ધર્મસંગ્રહણી-૨૩, ૪૭, ૨૬૧ દિનાગ-૩૩, ૧૯૧, ૧૯૨, ૧૯૭, ધર્મસાગરસ્વામી-૨૬ ૧૯૯, ૨૦, ૨૦૧, ૨૩૪
ધર્મોત્તર-૧૮૩ દિલ્લી-૨૩૫
ધર્મોત્તરપ્રદીપ-૧૮૬ દિવાકરમિત્ર-૨૩૬
ધૃતરાષ્ટ્ર-૨૩૫ દુઃખ-૧૧, ૨પર
નથમલજી ટાટિયા-૧૭૬ દુઃખહેતુ-૧૧
નયચક્ર-૨૫, ૨૬, ૧૫૭ દુર્યોધન-૨૩પ
નયપ્રદીપ-૨૧, ૨૪ દુર્વેક મિશ્ર-૧૮૩-૧૮૫
નયરહસ્ય-૨૧, ૨૪ દુષ્કરસ્તવ-૨૧૨
નયવાદ-૧૪૭ દષ્ટાંત-૫૪, પ૬, ૭૨, ૮૮, ૯૫ નયવિષયક-૧૬૭ દૃષ્ટાંતવિશુદ્ધિ-૮૮
નયામૃતતરંગિણી-૨૧, ૨૪ દેવચંદ્ર-૨૫, ૨૬૫
નયોપદેશ-૨૧ દેવભદ્ર મલ્લધારી-૨૫
નરચંદ-૧૫૫ દેવસૂરિ-૨૦, ૨૩, ૨૫, ૬૯, ૧૦૯, | નરચંદ્રસૂરિ-ર૬
Page #298
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ ૦ ૨૮૯
નરેન્દ્રસેન-૨૬ નાગાર્જુન -૧૪૫, ૧૯૧, ૧૯૩, ૨૧૪ નાલંદા-૨૩૬ નિકાયો-૧૯૨ નિગમન-૯૫ નિગમનવિશુદ્ધિ-૮૮ નિગોદ-૧૧૭ નિગ્રહદોષ-૮૭ નિગ્રહસ્થાન-૫૪, ૮૧, ૯૫, ૧૯૧ નિજુત્તિ-પ૬, ૮૨ નિત્યપણું-૨૫૦ નિત્યસમ-૭૭ નિરનુયોજ્યાનુયોગ-૮૧, ૧૧૪ નિરર્થક-૧૧૪ નિરીશ્વર-૨૫૦ નિરુદ્ધ-૧૧૪ નિરુપમસ્તવ-૨૧૨ નિર્ણય-૫૪, ૭૨ નિર્વાણ-૧૧, ૨૫૨ નિર્વાણમાર્ગ-૧૧ નિતુકવિનાશવાદ-ર૦૩ નિશીથચૂર્ણિ-૯૦ નિબાર્ક-૪૫ નીલકંઠદીક્ષિત-૧૧૪ નેતર-૨૪૧ નેપાલ-૨૦૫ નૈયાયિક-૩૦ નૈષ્કર્મેસિદ્ધિ-૨૪૪ ન્યાય-૯, ૧૪, ૩૪ ન્યાયકુમુદચંદ્રોદય-૨૫,૩૪, ૧૫૭ ન્યાયખંડનખાદ્ય-સટીક-૨૪ ન્યાયદર્શન-૧૪૫ વાયદીપિકા-૨૬ વાયદ્વત્રિશિકા-૬૩ ન્યાયપ્રવેશ-૧૯૩
ન્યાય પ્રવેશ-પ્રકરણ-૨૩ ન્યાયપ્રવેશપ્રકરણ-વૃત્તિ-૨૬ ન્યાયબિંદુ-૧૭૬, ૧૮૩, ૧૯૩ ન્યાયબિંદુવૃત્તિટિપ્પન-૨૬ ન્યાયમંજરી-૧૧૩, ૨૦૪ ન્યાયમુખ-૧૯૨, ૧૯૬, ૨૧૫ ન્યાયવિદ્યા-૧૯૫ ન્યાયવિનિશ્ચય-૨૪, ૧૫૭, ૨૦૪ ન્યાયવિનિશ્ચયાલંકારવૃત્તિ-૨૫ ન્યાયશાસ્ત્ર-૧૪ ન્યાયસારવૃત્તિ-૨૬ ન્યાયસૂત્ર-પ૩ ન્યાયસૂત્રવૃત્તિ-૧૧૩ ન્યાયાલંકારટિપ્પન-૨૬ ન્યાયાલોક-૨૧, ૨૪ ન્યાયાવતાર-૧૮, ૨૩, ૬૩, ૧૪૮,
૧૯૬, ૨૦૦, ૨૧૫ ન્યાયાવતારટિપ્પન-૨૫ ન્યૂન-૧૧૪ ન્યૂન નિગ્રહસ્થાન-૮૦ પંચપ્રતિક્રમણ-૧૨૩ પંચાધ્યાયી-૪૩, ૫૩ પંચીકરણ-૨૬૧ પંડિતાચાર્ય-૨૬ પક્ષભેદ-૫૦ પક્ષવિષયક-૧૬૭ પક્ષસત્ત્વ-૨૦૧ પટણા-૧૭૫ પતંજલિ-૪૪ પત્રપરીક્ષા-૨૪ પદ્મસુંદર-૨૫ પરત-૩૧ પરમતાભ્યનુજ્ઞા-૮૭ પરમશ્રુતપ્રભાવક-૨૮૧ પરમાણુવાદી-૪
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૯૦૦ અનેકાન્ત ચિંતન
પરમાત્મા-૮ પરસિદ્ધાંત-૮૨ પરિણામ-૪૮ પરિણામવાદ-૯ પરિહરણ-૮૭ પરિહાર-૯૫ પરીક્ષક બુદ્ધિ-૨૪૮ પર્યનુયોજ્યોપેક્ષણ-૮૧, ૧૧૪ પાટણ-૧૫૬, ૧૭૩ પાટલીપુત્ર-૬૪ પાણિનિ-૨૨૮ પાતંજલ-૨૪ પાત્રકેસરીજી-૧૪૮ પાદતાડિતક-૨૩૫ પાદલિપ્ત-૬૪ પાર્થસારથિ મિશ્ર-૩૪, ૪૪ પાર્શ્વનાથચરિત્ર-૨૫ પાલીતાણા-૬૪ પાશુપતદર્શન-૧પપ પાંચ રાત્રિક-૨૩૬, ૨૩૮ પાંડુરિભિક્ષુ-૨૩૬ પિટર્ન રિપોર્ટ-૨૩ પિંગા-૨૪૦, ૨૪૧ પુણ્યવિજયજી-૧૭૪, ૨૦૫ પુનરુક્ત-૧૧૪ પુરાતત્ત્વ મંદિર-૧૭૪, ૨૫૬ પુરાતનc૧૬૨ પુરુષ-૪૪ પુરુષોત્તમ-૨૨૬ પુષ્પમાળા-૨૬૯, ૨૭૪ પૂર્વમીમાંસા-૯, ૩૪ પૃથ્વીચંદ્રચરિત-૨૩૫ પૃથ્વીપુત્ર-૨૨૮ પૃગા-૨૪૧ પૌરાણિક-૨૩૬, ૨૩૭
પૌરુષેયત્વ-૩ર પ્રકરણપંચિકા-૨૦૪ પ્રકરણસમ-૭૬ પ્રકૃતિ-૪૪ પ્રકૃતિવાદી-૪ પ્રજ્ઞા કરગુપ્ત-૧૮૩ પ્રજ્ઞાપના-૪૬ પ્રસિધિસ્તવ-૨૧૨ પ્રતિક્રમણ-૧૨૬ પ્રતિજ્ઞા-૮૮, ૯૫ પ્રતિજ્ઞાન્તર-૭૯, ૧૧૪ પ્રતિજ્ઞાવિરોધ-૭૯, ૧૧૪ પ્રતિજ્ઞાવિશુદ્ધિ-૮૮ પ્રતિજ્ઞાસંન્યાસ-૭૯, ૧૧૪ પ્રતિજ્ઞા હાનિ-૭૮, ૯૫, ૧૧૪ પ્રતિદષ્ટાંતસમ-૭૫ પ્રતિપદામાર્ગ-૨૫૨ પ્રતિવાદી-૬૯, ૯૪, ૧૦૬ પ્રતિષ્ઠાપના-૯૫ પ્રત્યક્ષ-૯૫, ૧૯૧ પ્રત્યનુયોગ-૯૫ પ્રત્યવર-૯૪ પ્રત્યાખ્યાન-૧૨૬ પ્રત્યારંભક-૧૦૬ પ્રત્યુત્પન્નવિનાશી-૮૩ પ્રબંધ ચિંતામણિ-૨૩ પ્રબોધચંદ્રોદય-૨૩૭ પ્રબોધશતક-ર૬૧ પ્રભવ-૧૩૯ પ્રભવસ્વામી-૧૨૯ પ્રભાકર-૧૮૨ પ્રભાકરવર્ધન-૨૩૪ પ્રભાચંદ્ર-૨૫, ૩૩, ૬૪, ૨૦૪ પ્રભાદેવસ્વામી-૨૬ પ્રભાવકચરિત-૨૩
Page #300
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ ૦ ૨૯૧
પ્રભાવકરવર્ધન-૨૩૫ પ્રમાણ-૫૪, ૭૨ પ્રમાણદ્ધિત્વસિદ્ધિ-૧૮૫ પ્રમાણનયતત્તાલોકાલંકાર-૬૯ પ્રમાણનૌકા-૨૬ પ્રમાણપરીક્ષા-૨૪ પ્રમાણપ્રમેયકલિકા વૃત્તિ-૨૫ પ્રમાણપ્રમેયકલિકા-૨૬ પ્રમાણમીમાંસા-૨૦, ૨૩, ૭૦ પ્રમાણલક્ષ્યલક્ષણ-૨૫ પ્રમાણવાર્તિક-૧૮૨, ૧૮૩, ૧૯૩,
૧૯૫, ૨૦૩ પ્રમાણવિનિશ્ચય-૧૯૫ પ્રમાણવિસ્તાર-૨૬ પ્રમાણસમુચ્ચય-૧૯૨, ૧૯૩, ૧૯૬ પ્રમાણસુંદર-૨૫ પ્રમાત્વ-૩૦ પ્રમિતિવાદ-૨૬ પ્રમેય-૫૪, ૭૨ પ્રમેયકમલમાર્તડ-૨૫, ૩૩, ૧૫૭,
૨૦૪ પ્રમેયરત્નકોષ-૨૫, ૧૫૭ પ્રમેયરત્નમાલિકા પ્રકાશિકા-૨૬ પ્રમેયરત્નાલંકાર-૨૬ પ્રયોજન-૫૪, ૭૨, ૮૯, ૯૫ પ્રવચનસાર-૧૯, ૪૬, ૧૪૩, ૧૪૩,
૧૪૪, ૨૪૫ પ્રવર્તકજ્ઞાન-૩૧ પ્રવીણસાગર-૨૬૧ પ્રશસ્તપાદ-૨૦૦, ૨૪૬ પ્રશાસ્તુદોષ-૮૭ પ્રશ્નવ્યાકરણ-૨૬૨ પ્રસંગલમ-૭૫ પ્રસેનજિત-પપ પ્રસ્થાનભેદ-૧૪
પ્રહર-૪૪ પ્રાયોતિષ-૨૩૮ પ્રાપ્તિસમ-૭પ પ્રામાણ્ય-૩૧, ૩૭ પ્રારંભક-૧૦૬ ફારસી-૨૩૯ બત્રીશીઓ-૨૦, ૧૪૯ બત્રીસ-બત્રીસ-૨૧૫ બરમા-૨૦૭ બહિરાત્મા-૮ બિહિર્ગાપ્તિ-૨૦૧ બાણમયૂર-૨૧૩ બાણ-૨૩૬ બાદરાયણ-૪૫ બંધ-૧૧ બાંધણી-૨૩૯ બિહાર-૧૭૫ બુદ્ધ-૧૯૧ બુદ્ધિસાગર-૨૫ બુસ્તન-૧૭૮ બોધિવબીજ-૧૬૧ બોધિસત્વ-૨૧૦ બૌદ્ધ દર્શન-૯, ૩૪ બૌદ્ધ-૬, ૪૧ બ્રહ્મભાવ-૧૧ બ્રહ્મવાદી-૪ બ્રહ્મવિવર્ત-૪૮ બ્રહ્મસાક્ષાત્કાર-૧૧ બ્રહ્મસિદ્ધિ-૨૪૪ બ્રહ્મા-૨૨૫, ૨૨૬ બ્રહ્માણગચ્છીય-૧૭૪ ભંગ-૨૭ ભગવતી-૪૬ ભટ્ટ(કુમારિલ)-૩૮ ભટ્ટ-૧૮૪
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૯૨ ૦ અનેકાન્ત ચિંતન
ભટ્ટાચાર્ય-૨૦૫ ભદ્રબાહુ-૫૬ ભદ્રબાહુસ્વામી-૧૩૯ ભરૂચ-૬૪ ભર્તુહરિ-૧૮૨, ૧૯૪, ૧૯૭ ભાગવત-૨૩૬, ૨૬૧ ભારદ્વાજ-૬૦ ભાવકર્મ-૨૫૦ ભાવસેનકવિ -૨૬ ભાવસેનાચાર્ય-ર૬ ભાષારહસ્ય-૨૪ ભાષ્ય-૮૨ ભુવનસુંદર-૨૬ ભેદજ્ઞાન-૨પર મઝિમનિકાય-૨૨૪ મણિરત્નમાલા-૨૬૧ મતાનુજ્ઞા-૮૧, ૧૧૪ મથુરા-૨૨૮ મધ્ય એશિયા-૨૦૭ મધ્યમકકારિકા-૧૪૫, ૧૯૧, ૧૯૩,
૨૧૪ મધ્યમપ્રતિપદા-૨૨૦ મધ્વ-૪૫ મન-૪૪ મનોરથનન્દી-૧૮૩ મલયગિરિ-૨૦૫ મલવાદી-૧૯, ૨૩, ૨૬, ૬૪, ૧૫ર,
૧૫૫, ૧૮૩, મલ્લિષણ-૨૦, ૨૪, ૧૫૫ મસ્કરી-૨૩૬ મહાકાત્યાયન-૬૦ મહાદેવ-૨૨૬ મહાભારત-૨૩૫, ૨૪૧ મહાયાન-૨૧૦ મહાવિદ્યાવિડંબનાવૃત્તિ-૨૬
મહાવીર-૬૦, ૨૨૬ મહેન્દ્ર-૧૯૨ મહેન્દ્રકુમાર-૧૭૭, ૧૮૨, ૨૦૫ મંડનમિશ્ર-૩૪ માઠરવૃત્તિ-૨૦૦ માતા ભૂમિ-૨૨૮ માધવાચાર્ય-૧૯, ૧૪૯ માયાવાદી-૯ માર્ગાવતારસ્તવ-૨૧૨ માલવણિયા-૨૦૫ માલવરાજ-૨૩૪ મિથ્યાજ્ઞાન-૧૧ મિથ્યાત્વ-૧૧૬ મિથ્યાષ્ટિ-૧૪૫ મિશ્ર સ્તોત્ર-૨૧૦ મીમાંસક-૧૯૦ મીમાંસકદર્શન-૩૦ મુક્તાવલી-૩૦ મુક્તિવાદ-૨૬ મુનિચંદ્ર-૨૫, ૧૫૫ મુમુક્ષુ-૨૪૮ મુરારિ મિશ્ર- ૩૮ મુહૂર્ત-૪૪ મૂઢ-૧૧ મૂર્તિપૂજક-૨૬૩ મૂલપંચરાત્ર-૨૩૮ મૃચ્છકટિક-ર૩૫ મૈત્રેય-૧૯૧ મૈત્રેયનાથ-૧૯૯, ૨૦૩ મોક્ષ-૧૧ મોક્ષમાલા-૨૬૭, ૨૭૪ મોરબી-૨૫૪ મોહ-૮ મોહમુદ્ગર-૨૬૧ યમારિ-૧૮૩
Page #302
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ - ૨૯૩
યશસ્તિલકચંપૂ૨૨૯, ૨૩૭ યશોવિજય-૨૧, ૨૪, ૩૪, ૬૬,
૧૨૫, ૧૨૯, ૧૩૬, ૧૪૨, ૧૫૧, ૧૫૫, ૨૪૬, ૨૬૫ યાજ્ઞવચ-૬૧ યાપક-૮૩ યાપનીય-૨૩૭ વાસ્કાચાર્ય-૫૫ યુક્તિપ્રબોધ-૪૭ યુજ્યનુશાસન-૧૯, ૨૪ યોગ-૯, ૩૪ યોગચર્યાભૂમિશાસ્ત્ર-૧૯૧, ૧૯૯ યોગદર્શન-૭, ૨૪ યોગવાસિષ્ઠ-૨૧, ૨૬૧ યોગવ્યવચ્છેદદ્વત્રિશિકા-૨૩ યોગશાસ્ત્ર-૨૪૯ યૌગપદ્ય-૪૩ રઘુનાથ-૨૧ રત્નપ્રભ-૨૫ રત્નશખર-૨૬ રત્નાકરાવતારિકા-૨૫ રત્નાકરાવતારિકાટિપ્પન-૨૫ રવિગુપ્ત-૧૮૩ રાજકોટ-૨૫૪ રાજગચ્છીય અભયદેવ-૧૯ રાજચંદ્ર-૧૪૨, ૧૫૨, ૧૭૪ રાજવાર્તિક-૨૪, ૪૭ રાજશેખર-૨૫, ૨૬, ૧૫૫ રામકથા-૪૯ રામકૃષ્ણ-૪૪ રામાનુજ-૪૫ રાયપરોણીય-પપ રાષ્ટ્રપતિ-૨૩૫ રાસમાલા-૨૩ રાહુલ સાંકૃત્યાયન-૧૭૫,૧૭૬, ૧૮૨,
૧૯૪, ૨૦૫, ૨૧૧ રૂપસ્તવ-૨૧૨ રોમન કેથોલિક-૬ લક્ષણસંગ્રહ-૨૬ લક્ષ્મીભદ્ર-૧૪૮ લધીયસ્ત્રયી-૨૪, ૧૪૮ લલિતકલા-૨૨૯ લલિત વિસ્તરા-૨૩ લંડન-૨૩૫ લીંબડી-૧૫૬ લૂષક-૮૩ લેવી-૨૦૮ લોકતત્ત્વનિર્ણય-૨૩ લોકપ્રકાશ-૪૭ લોકાયતિક-૨૩૬, ૨૩૭ લોગસ્સસૂત્ર-૧૩૧ લૉયમન-૧૫૨,૧૫૩ વચનબાણવિષયક-૧૬૭ વચનસ્તવ-૨૧૨ વઢવાણ-૨૫૪ વરાહમિહિર-૨૩૯ વર્ણનાહવર્ણન-૨૧૦ વર્ણી-૨૩૬, ૨૩૭ વણ્યસમ-૭૪ વર્ધમાન-૩૪ વર્મા-૨૩૮ વલ્લભ-૪૫ વલ્લભદર્શન-૨૯ વવાણિયા-૨૫૪ વસુબંધુ-૧૪૫, ૧૯૧, ૧૯૨, ૨૦૦,
૨૧૦, ૨૩૪ વસ્તુદોષ-૮૭ હિંગીસસંયુક્ત-૫૫ વિંદન-૧૨૬ વાચ્છલ-૭૩
Page #303
--------------------------------------------------------------------------
________________
ર૯૪ ૦ અનેકાન્ત ચિંતન
વાક્યદોષ-૯૫ વાક્યપ્રશંસા-૯૫ વાગાડંબરવૃત્તિ-પ૧ વાચસ્પતિ મિશ્ર-૩૪, ૧૯૭, ૨૦૪ વાડાવૃત્તિ-૨૫૪ વાત્સાયન-પ૩,૬૫,૭૧, ૨૪૬ વાદ-૫૪, ૫૭, ૭૨,૯૫, ૧૦૪ વાદદ્વાત્રિશિકા-૬૭ વાદન્યાય-૧૮૪, ૧૯૩ વાદપટુ-૫૫ વાદમંજરી-ર૬ વાદાધિકારી-૧૧૦ વાદિરાજ-૨૦૪ વાદિવેદસૂરિ-૩૪ વાદી દેવસૂરિ-૬૬, ૧૫૫ વાદી-૬૯, ૧૦૬ વાદીરાજ-૨૫ વાદીરાજમુનિ-૨૬ વાદસિંહ-૨૬ વાદોપનિષદ્દ૬૩, ૧૬૪ વારબાણ-૨૪૦ વાલ્મીકિ-૨૩૫ વાસેટ્ટ-૬૦ વિકલ્પસમ-૭૫ વિક્ષિપ્ત-૧૧, ૮૧, ૧૧૪ વિગૃહ્યસંભાષા-૯૨ વિગ્રહવ્યાવર્તિની-૧૯૧, ૧૯૩ વિચારસાગર-૨૬૧ વિચારામૃતસંગ્રહ-૧૩૧ વિજ્યાનંદસૂરીશ્વર-૧૫૨ વિજયેચ્છ-૧૦૬ વિતંડા-૨૪, ૫૭, ૭૨ વિદુરનીતિ-૨૬૧ વિદ્યાગોષ્ઠી-૬૩ વિદ્યાનંદ-૨૪, ૧૭૩, ૨૦૪
વિઘાનંદ સ્વામી-૧૪૮ વિદ્યાનંદી-૭૧ વિદ્યાપતિ-૨૩૫ વિદ્યાપીઠ-૧૫૭, ૧૭૬ વિદ્યાભૂષણ-૧૮૨ વિદ્યારણ્યવિરચિત-૩૪ વિદ્યાસભા-૨૨૮ વિનીતદેવ-૧૮૩, ૧૮૪, ૧૮૪, ૧૮૪
,૧૮૪ વિન્તર્નિન્ઝ-૨૦૮, ૨૦૯ વિપક્ષવ્યાવૃત્તિ-૨૦૧ વિભૂતિપાદ-૨૪૯ વિમલદાસ-૨૬ વિવલાસત્ત-૨૦૦ વિવાદ-૫૬, ૬૭, ૬૮ વિવેકખ્યાતિ-૨૪૭ વિવેકદૃષ્ટિ-૨૪૮ વિશેષ-૯૫ વિશેષાખ્યાન-૧૮૬ વિશેષાવશ્યકભાગ-૧૩૦, ૧૩૪,
૧૩૫, ૪૬ વિશ્વતત્ત્વપ્રકાશ-૨૬ વિશ્વનાથ તર્કપંચાનન-૩૦, ૭૧ વિશ્વભારતી-૧૭૪ વિષ્ણુ-૨૨૫ વિસંવાદ-૩૧ વિંશિકા-૧૪૫ વિતરાગસ્તોત્ર-૨૧૫ વીરવંશાવલી-૨૩ વિર્યાન્તરાય-૧૧૯ વિસ વિશી-૨૧૪ વેદ-૪૧ વેદવાદદ્વાáિશિકા-૧૯ વેદાંત-૧૯૦, ૨૬૧ વેદાંતદર્શન-૯, ૧૦, ૪૫
Page #304
--------------------------------------------------------------------------
________________
વેશભૂષા-૨૪૦ વૈખાનસ-૨૩૮
વૈદિક-૪૧, ૬ વૈધÁસમ-૭૪
વૈરાગ્યશતક-૨૬૧
વૈશેષિક-૯, ૩૪, ૨૩૭
વૈશેષિકદર્શન-૪૩
વૈશેષિકસૂત્ર-૧૪૫ વ્યતિરેકવ્યાપ્તિ-૨૦૧
વ્યવસાય-૩૧,
વ્યવસાય-૯૫
વ્યવહાર–રાશિ-૧૧૬
વ્યંસક-૮૩
વ્યાખ્યાનસાર-૨૭૯
વ્યાસ ઋષિ-૪૪, ૨૪૬ વ્યોમશિવ-૧૮૨, ૨૦૪
શંકર-૨૨૬
શંકરદિગ્વિજય-૩૪
શંકરસ્વામી-૧૯૩
શંકરાચાર્ય-૪૫, ૬૫ શંકરાનન્દ-૧૮૩, ૧૮૪
શકરાજ-૨૩૫
શક્યપ્રાપ્તિ-૮૯
શતપંચાશિકાસ્તોત્ર-૨૧૧
શબરસ્વામી-૩૩, ૬૫
શબ્દ-૯૫
શબ્દશાસ્ત્ર-૧૨૯
શબ્દશાસ્રશ-૧૦૧
શાક્યમતિ-૧૮૩
શાબરભાષ્ય-૩૩
શાબ્દ-૨૩૬, ૨૩૮
શામલભટ્ટ-૨૬૫
શાલિકનાથ-૨૦૪
શાસનપટ્ટ-૨૨૯
શાસનસ્તવ-૨૧૨
શબ્દસૂચિ ૦ ૨૯૫
શાસ્રદીપિકા-૩૪, ૪૪ શાસ્ત્રવાર્તાસમુચ્ચય-૨૩, ૨૪, ૩૪,
૧૫૭, ૨૪૯
શાસ્ત્રવિષયક-૧૬૭
શાહજહાં-૨૩૫
શાંકર-૯
શાંકરમતાનુસારી-૨૬૧ શાંકર વેદાંત-૧૦
શાંતરક્ષિત-૩૩, ૧૮૪, ૨૦૦
શાંતિલાલ વનમાલી-૧૭૬
શાંતિસૂરિ-૨૫, ૨૦૫
શાંત્યાચાર્ય-૧૫૫
શિક્ષાપત્રી-૨૬૧
શિલ્પ-૨૨૯
શિવ-૨૨૬
શિવસ્વામી-૨૪૫
શુભવિજય-૨૫, ૨૬
શુદ્ધવાદ-૬૭ શેરબાšી-૧૭૮
શૈવ-૧૫૫
શ્રીચંદ્ર-૨૦૫
શ્રીમદ્રાજચંદ્ર-૨૦૫
શ્રુતભક્તિ-૧૪૧
શ્રુતસાગર-૨૬
શ્રુતસાગરસ્વામી-૨૬
શ્લોકવાર્તિક-૨૪, ૩૩, ૪૭
શ્વેતપટ-૨૩૬, ૨૩૭
શ્વેતાંબર-૧૬, ૨૩૭
ષદર્શનસમુચ્ચય-૧૯, ૨૩, ૨૬૧ ષદર્શનસમુચ્ચયવૃત્તિ-૨૫
સતીશચંદ્ર વિદ્યાભૂષણ-૧૭૮
સતુલા-૨૪૦, ૨૪૧
સહેતુ-૧૯૯ સન્તાનાન્તરસિદ્ધિ-૧૮૪ સન્મતિ ટીકા-૨૩
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૯૬ ૯ અનેકાન્ત ચિંતન
સન્મતિ-૧૪૧, ૧૪૮, ૧૫૭, ૨૦૪, | સંભાષાવિધિ-૯૧ ૨૬૧
સંયુક્ત નિકાય-પપ સન્મતિટીકા-૨૩
સંયોગ-૧૯૯ સન્મતિતર્ક પર ટીકા-૨૫
સંવર-૧૧, ૧૩ સન્મતિતર્ક-૨૩, ૩૬, ૩૪, ૧૭૬, સંવાદ-૩૧ ૨૪૯, ૨૫૦
સંશય-૫૪, ૭૨, ૮૯, ૯૫ સપક્ષસત્ત્વ-૨૦૦, ૨૦૧
સંશયભુદાસ-૮૯ સપ્તપદાર્થી-ટીકા-૨૬
સંશયસમ-૭પ સપ્તભંગી-૨૭, ૨૯
સંસાર-૧૧ સપ્તભંગીતરંગિણી ટીકા-૨૬
સાત્વતો-૨૩૮ સપ્તભંગીતરંગિણી-૨૬
સાધર્મસમ-૭૪ સભા-૧૧૦
સાધ્યમ-૭૫ સભાપતિ-૬૯, ૧૦૯
સાપ્તતત્તવ-૨૩૬, ૨૩૮ સભ્યો-૬૯
સામાન્ય-૯૫ સમ-૯૪
સામાન્ય છલ-૭૩ સમયસાર-૨૪૫
સામાન્યવાદ-૨૦૩ સમવાય-૯૫
સામાયિક-૧૨૬ સમંતભદ્ર-૧૬, ૧૮, ૨૪, ૩૩, ૬૪, સાર્ધશતક-૨૦૯ ૧૪૮, ૧૮૨, ૨૧૫, ૨૨૬
સાહચર્યનિયમ-૧૯૯ સમીલા-૨૨૪'
સાહિત્યદર્પણ-૩૦ સમ્મતિતર્ક-૧૯
સાંકૃત્યાય-૨૦૮ સમ્યકજ્ઞાન-૧૧, ૨પર
સાંખ્ય દર્શન-૭ સમ્યગ્દર્શન-૧૪૫
સાંખ્ય-૯, ૩૪, ૨૩૭ સર્વાપરત્રતત્ત્વનિર્ણયેચ્છ
સાંખ્યકારિકા-૨૦૦ સર્વજ્ઞસિદ્ધિ-૨૪૪
સિક્કા-૨૨૯ સર્વદર્શનસંગ્રહ-૧૯
સિદ્ધરાજ-૬૯ સર્વધર્મ-સમન્વય-૨૯
સિદ્ધર્ષિ-૨૦૪ સર્વાર્થસિદ્ધિ-૪૭.
સિદ્ધસેન-ર૩, ૩૩, ૧૩૦, ૧૩૫, સર્વાસ્તિવાદી-૧૯ર ,
૧૪૧, ૧૫૫, ૨૨૨, ૨૪૯, સવ્યભિચાર-૫ સંક્રમણ દોષ-૮૭
સિદ્ધસેન દિવાકર-૧૮, ૨૧૫, ૬ર સંઘમિત્રા-૧૯૨
સિદ્ધસેનગણિ-૧૨૭, ૧૨૯, ૧૩૯ સંધાયસંભાષા-૯૨
સિદ્ધાંત-૫૪, ૭૨, ૯૫ સંબન્ધપરીક્ષા-૧૮૪
સિદ્ધાંતભેદ-૫૧ સંભવ-૯૫
સિદ્ધાન્તચંદ્રિકા-૪૪
૨૫૦, ૨૬૧
Page #306
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ - ૨૯૭
સિદ્ધાર્થ ગૌતમ-૬૦ સિદ્ધિવિનિશ્ચય-૧૪૮, ૧૫૭, ૨૪૫,
૨૪૫ સિરકપ-૨૩૨ સિલોન-૧૯૨, ૨૦૭ સિંહક્ષમાશ્રમણ-૧૫૫ સી. ડી. દલાલ-૧૭૩ સુંદરકાંડ-૨૩૫ સુર-૮૨ સુનયશ્રીમિત્ર-૨૧૧ સુબંધુ-૨૩૧ સુમતિ-૨૫, ૧પર સુશીલ-૨૫૬ સૂત્રકૃતાંગ-૨૨૫, ૨૪૩, ૨૪૫, ૨૬૨ સૂત્રાલંકાર-૨૨૪ ચૂંથણી-૨૪૦ ચૂંથણું-૨૪૦ સેનપ્રશ્ન-૧૩૦, ૧૩૬ સેશ્વર-૨૫૦ સૉક્રેટિસ-૫૦ સૌન્દરનંદ-૨૩૫ સ્ટીન-૨૦૮ સ્તવરક-૨૩૯ સ્થાનકવાસી-૨૩૭, ૨૬૩ સ્થાનાંગ-૫૬ સ્થાપક-૮૩ સ્થાપત્ય-૨૨૯ સ્થાપના ૯૫ સ્થાપનાકર્મ-૮૩ ત્યાકાદ-૧૪૭ સ્યાદ્વાદ-કલ્પલતા થકા-૧૫૭ સ્યાદ્વાદકલિકા-૨૫ સ્યાદ્વાદકલ્પલતા૨૧ સ્વાદ મરી-૨૪ સ્યાદ્વાદ રત્નાકર-૨૩
સ્યાદ્વાવાદભાષા-૨૫ સ્યાદ્વાદમંજરી-૨૦, ૧૫૭ સ્યાદ્વાદરત્નાકર-૨૦, ૩૪, ૬૯, ૧૫૭,
૨૦૫, સ્વત:-૩૧ સ્વભાવ-૧૯૫ સ્વમતિભંગ-૮૭ સ્વયંભૂચૈત્ય-૨૨૬ સ્વયંભૂબુદ્ધ-૨૨૬ સ્વયંભૂવિહાર-૨૨૬ સ્વયંભૂસ્તોત્ર-૧૯, ૨૧૫, ૨૪ સ્વયૂટ્યવિચાર-૧૮૬ સ્વલક્ષણદોષ-૮૭ સ્વસિદ્ધાંત-૮૨ સ્વસ્થાન-૨૪૦ સ્વાત્મનિતત્ત્વનિર્ણયે-૧૦૬ હત્યેક શાક્યપુત્ર-પપ હરિભદ્ર-૧૯, ૨૩, ૨૬, ૬૭, ૧૨૫, ૧૪૮, ૧૪૯, ૧૫૫, ૧૮૨,
૨૦૪, ૨૧૪, ૨૪૫, ૨૪૯, ૨૬૧, હરિભદ્રસૂરિ-૬૬, ૧૦૪, ૧૩૯ હરિવંશપુરાણ-૧૪૮ હર્ષચરિત-૨૨૮ હસ્તિમસ્તક-૨૩૫ હાન-૧૧ હાનોપાય-૧૧ હિમાલય-૨૩૭ હીનયાન-૨૧૦ હેતુ-૫૬, ૮૮, ૯૫ હેતુચક્ર-૧૯૨, ૧૯૩ હેતુશ-૧૦૧ હેતુદોષ-૮૭ હેતુબિંદુ-૧૭૬, ૧૮૨, ૧૮૭ હેતુબિંદુટીકા-૧૭૩, ૧૮૪, ૧૮૫, ૧૯૬
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૯૮ · અનેકાન્ત ચિંતન હેતુમુખ-૧૯૩ હેતુવિશુદ્ધિ-૮૮ હતુવિષયક-૧૬૭ હેતુસમ-૭૬ હેતુસ્તવ-૨૧૨ હત્વન્તર-૭૯, ૯૫, ૧૧૪ હેત્વાભાસ-પ૪, ૭૩, ૧૯૪, ૨૦૨
હેમચંદ્ર-૧૮, ૨૦, ૨૩, ૧૩૦, ૧૩૫,
૧૫૫, ૨૦૫, ૨૧૫, ૨૩૫ હેમચંદ્રસૂરિ-૬૬ હેમરાજ-૧૭૫ હેમ્પટન કોર્ટ-૨૩૫ હ્યુએન્સંગ-૬૫
!
Page #308
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
દર્શન અને ચિંતન' ભા.૧-૨માં સમાજ અને ધર્મ, જૈનધર્મ અને દર્શન, પરિશીલન, દાર્શનિક ચિંતન, અર્થ નામના વિભાગોમાં પ્રકાશિત થયેલ તમામ લેખો છ ભાગમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. તે ઉપરાંત ૧૩ લેખો જે “દર્શન અને ચિંતનમાં છપાયા નથી તેવા લેખોનો પણ અહીં સમાવેશ કરવામાં આવ્યો છે. “દર્શન અને ચિંતન ભાગ-રમાં અંતે પ્રવાસકથા અને આત્મનિવેદન વિભાગમાં છપાયેલ લેખો અનુભવકથા સ્વરૂપ હોવાથી અને મારું જીવનવૃત્ત' નામનું તેમનું આત્મકથાનું પુસ્તક અલગ પ્રગટ થઈ રહ્યું હોવાથી અહીં તેનો સમાવેશ કર્યો નથી.
સમાજ, ધર્મ અને સંસ્કૃતિ (દર્શન અને ચિંતન ભાગ-૧માં સમાજ અને ધર્મ વિભાગમાં છપાયેલ લેખો) ૧. મંગળ પ્રવચન
[ પ્રબુદ્ધ જૈન' : ૮ – ૧૯૪૫]. ૨. મંગળ પ્રવચન
[ “બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર, ૧૯પર ] ૩. જીવનશિલ્પનું મુખ્ય સાધન
[ “જીવનશિલ્પ' : ૮, ૧૯૫૩] ૪. જીવનપથ
[અપ્રકાશિત ] પ ધર્મ ક્યાં છે ? [શ્રી મુંબઈ અને માંગરોળ જૈન સભા, સુવર્ણ –
મહોત્સવ અંક] ૬. ધર્મ પ્રવાહો અને આનુષંગિક સમસ્યાઓ [ ધર્મોનું મિલનની પ્રસ્તાવના ] ૭. ધર્મ અને પંથ
[પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૨૧-૮-૧૯૭૦] ૮. નીતિ, ધર્મ અને સમાજ
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩ર ] ૯. ધર્મની અને એના ધ્યેયની પરીક્ષા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૭] ૧૦. ધાર્મિક શિક્ષણ
[‘અખંડ આનંદ' : ૧૯૫૧] ૧૧. ધર્મદ્રષ્ટિનું ઊર્ધીકરણ [[ પ્રબુદ્ધ જીવન’: ઓક્ટોબર, ૧૯૫૫]
[ પ્રબુદ્ધ જીવન’: સપ્ટેમ્બર, ૧૯૫૪] ૧૩. યુવકોને
. જૈન યુવક સંમેલન, અમદાવાદ, સ્વાગત પ્રમુખ
તરીકેના ભાષણમાંથી : ૧૯૩૫] ૧૪. પાંચ પ્રશ્નો
[ગૃહમાધુરી’ : ૧૨, – ૧૯૫૪] ૧૫. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ [પ્રબુદ્ધ જીવન' : ૧૯-૯-૧૯૫૨ ] ૧૬. જૈન સમાજઃ હિંદુ સમાજ [પંડિત શ્રી મહેન્દ્રકુમાર ન્યાયાચાર્ય
ઉપર લખેલ પત્ર : ૧૮-૯-૧૯૪૯]
ચાણમાર્ગ
Page #309
--------------------------------------------------------------------------
________________
૩૦. અનેકાન્ત ચિંતન
૧૭. જૈન ધર્મ - જૈન સમાજ : હિંદુ ધર્મ - હિંદુ સમાજ
૧૮. પુણ્ય અને પાપ : એક સમીક્ષા ૧૯. શાસ્ત્રમર્યાદા
?
૨૦. શાસ્ત્ર અને શસ્ત્ર વચ્ચે શો ફેર ૨૧. સંપ્રદાયો અને રાષ્ટ્રીય મહાસભા ૨૨. સ્વતંત્રતાનો અર્થ
૨૩. લોકતંત્રનો મુખ્ય પાયો
૨૪. સત્તાબળ અને સત્યબળ
૨૫. સ્વરાજ્યને છઠ્ઠું વર્ષે ૨૬. સ્વરાજ્ય અને સુરાજ્ય ૨૭. હિરજનો અને જૈનો
૨૮. રાષ્ટ્રીય સદાચાર અને નવનિર્માણ [ જનકલ્યાણ’ સદાચાર અંક : ૧૯૫૩] ૨૯. મૉન્ટીસૉરી પદ્ધતિ વિશે કેટલાક
વાંધા અને તે સંબંધી મારા વિચારો ૩૦. વિચારકણિકા
૩૧. યુગ સમાનતાનો છે
૧. ઇતિહાસની અગત્યતા
૨.
૫.
૬.
[ પ્રબુદ્ધ જૈન’ : ૧૫-૧-૧૯૪૯ ] [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૩-૧૯૪૫ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] [ પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૮ ] [ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૪૭ ] [ ‘સંસ્કૃતિ’ : જાન્યુઆરી, ૧૯૫૪ ] [ પ્રસ્થાન’ : ઑગસ્ટ, ૧૯૫૫ ]
[ પ્રસ્થાન’ : ઑગસ્ટ, ૧૯૫૨ ] [ પ્રસ્થાન' : ઑગસ્ટ, ૧૯૫૩ ] [ પ્રસ્થાન’ : જેઠ, ૨૦૦૬ ]
૭.
જૈન ધર્મ અને દર્શન
(દર્શન અને ચિંતન’ ભાગ-૧માં જૈન ધર્મ અને દર્શન' વિભાગમાં છપાયેલા લેખો)
[ ‘શ્રી દક્ષિણામૂર્તિ’ : મે, ૧૯૨૫ ] [ શ્રી. કિ. ઘ. મ.ના ‘સંસાર અને ધર્મ’ની ભૂમિકા ] [ ‘ગૃહમાધુરી’ : મે, ૧૯૫૬ ]
૪.
૩. ધર્મવીર મહાવી૨ અને કર્મવી૨ કૃષ્ણ ભગવાન મહાવીર : એમના જીવનને સ્પર્શતી વિવિધ ભૂમિકાઓ
ભગવાન ઋષભદેવ અને તેમનો પરિવાર
ભગવાન મહાવીરનો ત્રિવિધ સંદેશ : અહિંસા, અપરિગ્રહ અને અનેકાન્ત
[ ‘જૈન’ : શ્રાવણ, ૨૦૦૯ ] પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો :
[ ‘અખંડ આનંદ' : જૂન, ૧૯૪૮ ]
ભગવાન મહાવીરનો મંગળ વા૨સો [ અખંડ આનંદ' : નવેમ્બર, ૧૯૪૯ ] ભગવાન મહાવીર અને જમાલિના મતભેદનું રહસ્ય [ ‘જેનયુગ’ : ચૈત્ર,
૧૯૮૨
૧૯૪૨ ] [ ‘જૈન પ્રકાશ' : ચૈત્ર, ૧૯૯૦ ]
[ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૪૫ ]
Page #310
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩૦૧ ૮. મહાવીરનો સંદેશ
[ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૦-૧૯૫૦] ૯. વીરપરંપરાનું અખંડ પ્રતિનિધિત્વ [ શ્રી આત્મારામજી જન્મશતાબ્દી
ગ્રંથ : ૧૯૩૬ ] ૧૦. ભગવાન નેમિનાથ અને કૃષ્ણ [ પ્રબુદ્ધ જૈન' : ૧૫-૧૧-૧૯૪૧] ૧૧. આત્મદષ્ટિનું આન્તરનિરીક્ષણ [ પ્રબુદ્ધ જૈન ૧૫-૧૧-૧૯૪૭] ૧૨. પર્યુષણ પર્વ અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦) ૧૩. ધર્મપર્વ કે જ્ઞાન પર્વ
[‘સુઘોષા' : અશ્વિન, ૧૯૮૪] ૧૪. વહેમમુક્તિ
[ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૨] ૧૫. આપણે ક્યાં છીએ ? [ જેન’ : પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૩] ૧૬. મહત્પર્વ
[ “જૈન” પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૧૨ ] ૧૭. વિશ્વમાં દીક્ષાનું સ્થાન અને તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો :
૧૯૩૦) ૧૮. જ્ઞાનસંસ્થા અને સંઘ સંસ્થા તથા તેનો ઉપયોગ પર્યુષણ પર્વનાં
વ્યાખ્યાનો : ૧૯૩૦] ૧૯. આજના સાધુઓ નવીન માનસને દોરી શકે ? [પર્યુષણ પર્વનાં
વ્યાખ્યાનો : ૧૯૩૭] ૨૦. શિષ્યચોરીની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું ૨૧. સાધુસંસ્થા અને તીર્થસંસ્થા તથા તેનો ઉપયોગ [પર્યુષણ પર્વનાં
વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૨. તીર્થોની પ્રતિષ્ઠા કેમ સચવાય ? [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું . ૨૩. ત્રણે જૈન ફિરકાઓના પરસ્પર
સંબંધ અને મેળનો વિચાર (પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] ૨૪. ધાર્મિક શિક્ષણ
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો, વર્ષ બીજું] ૨૫. તપ અને પરિષહ
પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૬. અહિંસા અને અમારિ
[પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૨૭. અસ્પૃશ્યો અને જૈન સંસ્કૃતિ [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨ ] ૨૮. અસ્પૃશ્યતા અને હારજીત [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૨] ર૯. જીવનશુદ્ધિ અને ભગવાન મહાવીર [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો : ૧૯૩૦] ૩૦. ગૃહસ્થધર્મીને નિર્વાણ સંભવી શકે ખરું ?પ્રબુદ્ધ જીવન' : ૧-૨-૧૯૫૪ ] ૩૧. સાચો જૈન
[ જૈનયુગ' : ભાદ્ર-અશ્વિન, ૧૯૮૩] ૩ર. શુદ્ધિપર્વ
[ પ્રબુદ્ધ જૈન' : ૧-૯-૧૯૪૫] ૩૩. આપણી શ્રુત પ્રત્યેની જવાબદારી [ જૈન પર્યુષણાંક : શ્રાવણ, ૨૦૦૮]
Page #311
--------------------------------------------------------------------------
________________
૦૨ • અનેકાન્ત ચિંતન ૩૪. કલ્પસૂત્રનું વાચન અને શ્રવણ
[ જૈન’ : ૧૩-૯-૧૯૩૬ ]. ૩૫. જૈન દૃષ્ટિએ બહ્મચર્ય વિચાર
[સ્વતંત્ર પુસ્તિકા ] ૩૬. પુનઃ પંચાવન વર્ષે [શ્રી રતિલાલ દીપચંદ દેસાઈના વાર્તાસંગ્રહ
અભિષેકની પ્રસ્તાવના ] ૩૭. ગાંધીજી અને જૈનત્વ [ પ્રસ્થાન : ગાંધીમણિમહોત્સવાંક : ૧૯૮૫] ૩૮. જૈન જન
[પ્રબુદ્ધ જીવન' : ૧-૧૧-૧૯૫૪] ૩૯. કલિકાલસર્વજ્ઞને અંજલિ
[ જૈન’ : ૨૮-૧૧-૧૯૪૮] ૪૦. વિજયધર્મસૂરિ અને શિક્ષણસંસ્થાઓ [‘સમયધર્મ : વર્ષ ૧૬, અંક ૨૦]
પરિશીલન (“દર્શન અને ચિંતનના ભાગ-૧ તથા રમાં છપાયેલ લેખો) ૧. વિદ્યાની ચાર ભૂમિકાઓ [બુદ્ધિપ્રકાશ': જુલાઈ-સપ્ટેમ્બર, ૧૯૪૭] ૨. નચિકેતા અને નવો અવતાર
[“નચિકેતા' : મે, ૧૯૫૩] ૩. હિન્દી સંસ્કૃતિ અને અહિંસા [ શ્રી ધર્માનન્દ કોસમ્બીજીના પુસ્તકની પ્રસ્તાવના ] ૪. ગીતાધર્મનું પરિશીલન
[ સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૬ ] ૫ તથાગતની વિશિષ્ટતાનો મર્મ [‘અખંડ આનંદ' : મે. ૧૯૫૬ ] ૬. બુદ્ધ અને ગોપા
[‘અખંડ આનંદ' : જુલાઈ, ૧૯૫૪] ૭. સુરતનો મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય “જન્મભૂમિ' : ૨૪
મે, ૧૯૫૬ ] ૮. સિદ્ધાર્થપત્નીનો પુણ્યપ્રકોપ [ગૃહમાધુરી': જુલાઈ, ૧૯૫૪ ] ૯. હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા [પ્રબુદ્ધ જીવન’: ૧૫ જૂન, ૧૯૪૯] ૧૦. આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા [પર્યુષણ પર્વનાં વ્યાખ્યાનો :
- ૧૯૩૨] ૧૧. વારસાનું વિતરણ [‘શ્રી. મનુભાઈ પંચોળી – દર્શકના પુસ્તક
આપણો વારસો અને વૈભવની પ્રસ્તાવના ] ૧૨. ચેતન-ગ્રંથો
[ પ્રબુદ્ધ જીવન' : ૧ નવેમ્બર, ૧૯૪૭] ૧૩. વિકાસનું મુખ્ય સાધન [ બુદ્ધિપ્રકાશ' : નવેમ્બર-ડિસેમ્બર, ૧૯૪૯] ૧૪. સમુલ્લાસ
[શ્રી. પરમાનંદ કુંવરજી કાપડિયાના પુસ્તક
સત્યે શિવ સુન્દરમ્'નું પુરોવચન ] ૧૫. ખરો કેળવણીકાર શ્રી. નાનાભાઈ ભટ્ટની આત્મકથા “ઘડતર અને
ચણતરનું પુરોવચન].
Page #312
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩૦૩ ૧૬. અનધિકાર ચેષ્ય શ્રી ભિખૂની નવલકથા “મસ્યગલાગલની
પ્રસ્તાવના] ૧૭. ત્રિવેણીસ્નાન [શ્રી ‘દર્શક’ના પુસ્તક ત્રિવેણીતીર્થની પ્રસ્તાવના ] ૧૮. સ્મૃતિશેષ
[શ્રી. મોહનલાલ મહેતા “સોપાનના પુસ્તક
દીપમંગલની પ્રસ્તાવના] ૧૯. બિંદુમાં સિંધુ
[ સંસ્કૃતિ' : ઓગસ્ટ, ૧૯૫ર ] ૨૦. સર્વાગીણ સંશોધન અને સમાલોચના [ડો. ધીરુભાઈ ઠાકરના પુસ્તક
મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધનાનો પ્રવેશક ] ૨૧. જીવતો અનેકાન્ત [શ્રી મહાવીર જૈન વિદ્યાલય, રજત મહોત્સવ ગ્રંથમાંથી ] ૨૨. વટબીજનો વિસ્તાર
ગુજરાતનાં શૌક્ષણિક પ્રગતિ તથા વિકાસ : અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના પ્રયત્ન' (૧૯૫૧)ની પ્રસ્તાવના ] ૨૩. ઉચ્ચ શિક્ષણની બોધભાષાનો પ્રશ્ન [બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૪૯] ૨૪. ઉચ્ચ શિક્ષણની બોધભાષા
બુદ્ધપ્રકાશ' ઓગસ્ટ, ૧૯૪૭ ૨૫. ઉચ્ચ શિક્ષણની બોધભાષા : એક પ્રશ્નોત્તરી સંસ્કૃતિ' : એપ્રિલ, ૧૯૫૪ ] ૨૬. સંસ્મરણોની આલોચના (શ્રી. ગ. વા. માવળંકરની આત્મકથાની
સમાલોચના] ૨૭. સ્ત્રી-પુરુષની બળાબળની મીમાંસા | જૈનયુગ' : યેષ્ઠ, ૧૯૮૫) ૨૮. પરિવ્રાજિકાનું રોમાંચક લગ્ન અને તેના પુત્રનો બુદ્ધ સાથે સંલાપ
[નિચિકેતા' : સપ્ટેમ્બર, ૧૫૪] ૨૯. દંપતીજીવનનાં દસ્તાવેજી ચિત્રો (ગૃહમાધુરી : માર્ચ, ૧૯૫૬ ] ૩૦. યાયાવર :
[‘શ્રીરંગ : એપ્રિલ, ૧૯૫૬]
દર્શનિક ચિંતન
૧. ભારતીય દર્શનોમાં આધ્યાત્મિક વિકાસક્રમા પુરાતત્ત્વ', પુસ્તક માંથી ઉદ્ભૂત ] ૨. ગુજરાતી ભાષામાં દાર્શનિક તત્ત્વજ્ઞાન (“નવમી ગુજરાતી સાહિત્ય
પરિષદમાં આવેલો નિબંધ ] ૩. સંસાર અને ધર્મનું અનુશીલન શ્રી કિશોરલાલ મશરૂવાળા કૃત “સંસાર
અને ધર્મ ગ્રંથ • ૮ પંડિતજીએ કરેલ અનુશીલન ] ૪. સ્ત્રી જાતિને દૃષ્ટિવાદ અંગ ભણવાના નિષેધ પર [ જૈન સાહિત્ય સંશોધક, એક વિચાર
ખંડ - ૩, અંક - ૩]
Page #313
--------------------------------------------------------------------------
________________
૩૪૦ અનેકાન્ત ચિંતન
૫.
બ્રહ્મ અને સમ
[ ગુજરાત સાહિત્ય પરિષદના તત્ત્વજ્ઞાનના પ્રમુખપદે આવેલ પ્રવચન ]
૬. ભારતીય તત્ત્વજ્ઞાનની રૂપરેખા [ અમદાવાદમાં મળેલ ભારતીય તત્ત્વજ્ઞાન પરિષદના ૩૩મા અધિવેશનના ગુજરાતી
વિભાગના અધ્યક્ષ તરીકે આવેલ ભાષણ
૧૯૫૮ ]
૭.
સ્વસ્થ અને ઉત્ક્રાન્ત જીવનની કળા
૮.
તત્ત્વજ્ઞાન અને ધર્મની પરસ્પર અસર [ અખંડ આનંદ – ફેબ્રુઆરી - ૧૯૫૯ ]
૯. દાર્શનિક ક્ષેત્રમાં સંશોધન
[જીવન માધુરી નવેમ્બર - ૧૯૬૦]
૧૦. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું
દિગ્દર્શન (૧)
૧૧. સાંપ્રદાયિકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૨) ૧૨. સાંપ્રદાયકતા અને તેના પુરાવાઓનું દિગ્દર્શન (૩) ૧૩. ચાર્વાક દર્શન
૧૪. અંતઃ સમૃદ્ધિનું મૂલ્ય
૧૫. માનવતાના પાયા, એનું મૂલ્યાંકન અને જીવનમાં એનો વિનીયોગ
૧૬. મંગળ આશા
૧૭. આદિ મંગળ
૧૮. જીવનદૃષ્ટિમાં મૌલિક પરિવર્તન ૧૯. દાર્શનિક વિવરણ
૨૦. માનવ મનની ભીતરમાં
[ પુરાતત્ત્વ’ : પુસ્તક ૪-૫]
-
[ અંખડ આનંદ મે, ૧૯૫૭ ]
[પ્રસ્થાન - ૧૯૫૯ ]
-
[પ્રસ્થાન - ૧૯૬૩] [ બુદ્ધિપ્રકાશ ] [ જીવનમાધુરી – નવે. • ૧૯૫૭] [ ૧૯૫૭માં સ્નેહ સંમેલનમાં આપેલ પ્રવચનમાંથી ]
અર્ધ્ય
(દર્શન અને ચિંતન’ના બીજા ભાગમાં છપાયેલ લેખો)
[ ઑલ ઇન્ડિયા રેડિયો, અમદાવાદ ઉપરથી ૧૯૬૦માં વાર્તાલાપ માટે તૈયાર કરેલ લખાણ ]
૧. કરુણા અને પ્રજ્ઞામૂર્તિનું મહાપ્રસ્થાન
[ ‘સંસ્કૃતિ’ : માર્ચ, ૧૯૪૮ ]
૨.. અંતે આશ્વાસન કોનાથી મળે છે ?
[ ‘સંસ્કૃતિ’ : માર્ચ, ૧૯૪૮ ]
૩. ગાંધીજીનો જીવનધર્મ
[ જન્મભૂમિ’ વિશેષાંક ]
૪. બંને કલ્યાણકારી : જીવન અને મૃત્યુ [ [ પ્રબુદ્ધ જૈન' : ૧ માર્ચ, ૧૯૪૮] [ ‘ભૂમિપુત્ર’ : ૧૫ સપ્ટેમ્બર, ૧૯૫૪ ]
૫. વિભૂતિ વિનોબા
૬. આજનો યથાર્થ માર્ગ : ભૂદાન
[ પ્રસ્થાન' : કારતક, ૨૦૧૩]
Page #314
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ - ૩૦૫ ૭. કાન્તપ્રજ્ઞ શ્રી કિશોરલાલભાઈ [“બુદ્ધિપ્રકાશ' : જાન્યુઆરી, ૧૯૫૦] ૮. સર્વમિત્ર ગૃહસ્થ–સંત
[‘બુદ્ધિપ્રકાશ' : સપ્ટેમ્બર, ૧૯૫ર ] ૯. બ્રાહ્મણ-શ્રમણ ધ્રુવજી.
[ “આચાર્ય ધ્રુવ સ્મારક ગ્રંથમાંથી ] ૧૦. સ્વ. કોસાંબીજીનાં પ્રેરણાદાયી સ્મરણો [ પ્રબુદ્ધ જૈન' : ૧૫ જુલાઈ,
૧૯૪૭] ૧૧. શાંતિદેવાચાર્ય અને અધ્યાપક કોસાંબીજી [ “બોધિચર્યાવતારનું પુરોવચન ] ૧૨. આચાર્ય શ્રી આત્મારામજી [સં. ૧૯૮૫માં શ્રી. મહાવીર જૈન વિદ્યાલયમાં
આત્મારામજીની જયંતી પ્રસંગે આપેલ વ્યાખ્યાન ] ૧૩. આચાર્ય જિનવિજયજી
[ પ્રસ્થાન' : જ્યેષ્ઠ, ૧૯૮૪] ૧૪. સ્મૃતિશેષ દાદા
[ “બુદ્ધિપ્રકાશ' : માર્ચ, ૧૯૫૬ ] ૧૫ પરિચય થોડો પણ છાપ ઘણી ઊંડી [શ્રી. ઝવેરચંદ મેઘાણી સ્મૃતિગ્રંથ
“સૌનો લાડકવાયો'માંથી ] ૧૬. આવો ને આટલો આઘાત કેમ ? પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૭ ] ૧૭. સ્મૃતિપટ
[ શ્રી જૈન ધર્મ પ્રકાશ’ : વૈશાખ, ૨૦૦૭] ૧૮. સૌમાં વૃદ્ધ પણ સૌથી જુવાન [ પ્રબુદ્ધ જૈન' : ૧ ઓગસ્ટ, ૧૯૫૨ ] ૧૯ ત્રણ સ્મરણો
[ પ્રસ્થાન' : જ્યેષ્ઠ, ૧૯૮૩] ૨૦. કેટલાંક સંસ્મરણો
[પ્રબુદ્ધ જૈન' : ૧૫ ફેબ્રુઆરી, ૧૯૪૬ ] ૨૧. અંજલિ
[ “જૈન” : ૨૧ જુલાઈ, ૧૯૫૬ ] ૨૨. એક બીજા મિસ્ત્રી
[ પ્રસ્થાન' : ફાગણ, ૧૯૯૨ ] ૨૩. સ્વ. લાડુબહેનની જીવનરેખા
[ પાલણપુર પત્રિકા' : ૧૯૨૬ ] ૨૪. તેજોમૂર્તિ ભગિની
[‘અપંગની પ્રતિભામાં બે શબ્દ] ૨૫. બાબુ દયાલચંદજીનાં કેટલાંક સંસ્મરણો [ જૈન' : તા. ૧૧-૨-૧૯૫૬ ] ૨૬, તેજસ્વી તારક આચાર્ય શ્રી નરેન્દ્રદેવજી [ જેન' : તા. ૨૫-૨-૧૯૫૬ ] ૨૭. શાસ્ત્રોદ્ધારક સ્વ. મુનિશ્રી ચતુરવિજયજી
[ પ્રબુદ્ધ જૈન : તા. ૩૧-૧૨-૧૯૩૯ ]
અનેકાન્ત ચિંતન ૧. જૈન તત્ત્વજ્ઞાન
[પ્રબુદ્ધ જૈન' : ૧૫-૬-૪૬ ] ૨. જૈન ન્યાયનો ક્રમિક વિકાસ [ સાતમી ગુજરાતી સાહિત્ય પરિષદ,
ભાવનગરમાં વેચાયેલ અને જેને સાહિત્ય સંબંધી લેખોનો સંગ્રહ (જૈ. ધ. પ્ર. સ. ભાવનગર)માં પ્રકાશિત)
Page #315
--------------------------------------------------------------------------
________________
૩૬ • અનેકાન્ત ચિંતન ૩. સપ્તભંગી
[એક વિદ્યાર્થીને પત્ર] ૪. પ્રામાણ્ય સ્વતઃ કે પરતઃ ?
[‘કાન્તમાલા' : ૧૯૨૪] ૫. ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા [ પુરાતત્ત્વ' : પુસ્તક ૧] ૬. કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન [પુરાતત્ત્વ' :
પુસ્તક ૩] ૭. નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો [ જૈન સાહિત્ય સંશોધક
- ખંડ ૩, અંક ૨] ૮. આવશ્યકસૂત્રના કર્તા કોણ ? જૈન સાહિત્ય સંશોધક, ખંડ-૪, અંક-૨) ૯. સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ
જૈન રીપ્ય મહોત્સવ અંક] . ૧૦. હેતુબિન્દુનો પરિચય [ ગાયકવાડ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રકાશિત
“હતુબિન્દુ-ટિકાની પ્રસ્તાવના ] ૧૧. સ્તુતિકાર માતૃચેટ અને તેમનું અધ્યર્ધશતકા આનંદશંકર ધ્રુવ સ્મારક ગ્રંથ) ૧૨. “હર્ષચરિતના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન
[‘સંસ્કૃતિ' :
ફેબ્રુઆરી, ૧૯૫૪ ] ૧૩. શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ : [શ્રી. રાજચંદ્રના આત્મ સિદ્ધિશાસ્ત્રનું
પુરોવચન] ૧૪. શ્રીમદ્ રાજચંદ્ર - એક સમાલોચના | શ્રી. રાજચંદ્રનાં વિચારરત્નોમાંથી ]
Page #316
--------------------------------------------------------------------------
________________ પંડિત સુખલાલજીનો જન્મ 8 ડિસેમ્બર ૧૮૮૦માં સુરેન્દ્રનગર પાસે આવેલ લીમડી નામના નાનકડા ગામડામાં થયો હતો. 16 વર્ષની ઉંમરે તેમણે શીતળામાં આંખો ગુમાવી ત્યારથી, તેમના જ જણાવ્યા મુજબ, તેમનો બીજો જન્મ શરૂ થયો. આ પછીનું તેમનું જીવન અકથ્ય પુરુષાર્થ જેવું હતું. સને ૧૯૦૪થી 1921 સુધી કાશી અને મિથિલામાં પ્રથમ સંસ્કૃત ભાષા અને પછી ભારતીય દર્શનનો અભ્યાસ કર્યો અને અધ્યાપનકાર્ય કર્યું. ૧૯૨૧થી 1930 સુધી ગૂજરાત વિદ્યાપીઠમાં રહીને સન્મતિતર્કના પાંચ ભાગોનું સંપાદનકાર્ય કર્યું. તે સમગ્ર ભારતીય દર્શનના ઇતિહાસમાં અનન્ય ઘટના હતી. ૧૯૩૩થી 1944 સુધી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં અધ્યયન અને અધ્યાપનકાર્ય કર્યું. આ દરમ્યાન તર્કભાષા, પ્રમાણમીમાંસા અને જ્ઞાનબિંદુ જેવા ગ્રંથોનું સંપાદનકાર્ય કર્યું. 1944 બાદ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થઈ સતત વિદ્યાપ્રવૃત્તિ કરતાં કરતાં 97 વર્ષની ઉંમરે બીજી માર્ચ ૧૯૭૮માં અવસાન પામ્યા. પંડિત સુખલાલજી વીસમી સદીના એક મૌલિક ફિલસૂફ હતા. એમણે જીવનમાં વિદ્વત્તા, સાદાઈ અને મનુષ્ય-પ્રેમનો સંગમ સાધ્યો હતો. ભારતના વિધવિધ ધર્મોમાં રહેલું સમન્વયબીજ એમણે શોધ્યું અને ધર્મને ક્રિયાકાંડથી મુક્ત કર્યો. જે ધર્મ સમાજ માટે ઉપયોગી ન હોય એ ધર્મ અપ્રસ્તુત છે એ વાત તેમણે અનેક ગ્રંથોમાં સમજાવી છે. એક પ્રજ્ઞાચક્ષુ અસહાય યુવાન ભારતીય દર્શનનો વિશ્વવિખ્યાત વિદ્વાન કેવી રીતે બન્યો તેની ગાથા માનવજાત માટે સાચવી રાખવા જેવો વારસો છે. તેમણે અધ્યાત્મવિચારણા, ભારતીય તત્ત્વવિદ્યા, સમદર્શી આચાર્ય હરિભદ્રસૂરિ જેવા ગ્રંથો તથા ‘મારું જીવનવૃત્ત' નામની આત્મકથા લખી. આ ઉપરાંત અનેક ધર્મ, સમાજ, રાજનીતિ, કેળવણી વગેરે પર જે અસંખ્ય લેખો લખ્યા તે ત્રણ ભાગમાં ‘દર્શન અને ચિંતન'માં પ્રગટ થયા છે.