________________
નિગોદ જાતિના જીવસમૂહ વિષયક પ્રશ્નોત્તરો • ૧૧૯ સંજ્ઞી જીવોના પ્રમાણે જ કષાયબંધ જરૂર કરી શકે છે. આમ હોવાથી યોગ્યતાની અપેક્ષાએ અવ્યવહાર-રાશિગત જીવો વિકસિત નહીં, પરંતુ નિકૃષ્ટ (હીનતમ અર્થાત્ હલકામાં હલકી શ્રેણીના) જ છે.
પરંતુ આમાં એક વસ્તુ ખાસ ધ્યાનમાં લેવા યોગ્ય છે, જેના પર આપણું ધ્યાન હજી ગયું નથી. તે એ કે સંજ્ઞી પંચેન્દ્રિય જીવોમાં જેમ કષાયની માત્રા અધિક હોય છે, તેમ જ તેની સાથે જ્ઞાન અને વીર્યના ક્ષયોપશમની માત્રા પણ અધિક હોય છે. આ ક્ષાયોપથમિક માત્રા પર જ વિકાસનો આધાર છે, નૈગોદિક એકેન્દ્રિય જીવમાં સ્પર્શનેન્દ્રિયાવરણના અત્યંત અલ્પ અંશનો તેમ જ વિર્યાન્તરાયના પણ અતિ અલ્પાંશનો ક્ષયોપશમ હોય છે. બાકીની સર્વ ઇન્દ્રિયોનાં આવરણકર્મોનો સર્વઘાતી રસ ઉદયમાં હોવાથી તે એકેન્દ્રિય જીવોને બીજી ઇન્દ્રિયો દ્વારા સ્વલ્પ પણ જ્ઞાન થઈ શકતું નથી; પરિણામે તે જીવોનું અજ્ઞાન એટલું બધું ગાઢ હોય છે કે તેથી તે સુપ્ત કે મૂચ્છિત બરાબર છે. વીર્યાન્તરાય કર્મનો પણ ક્ષયોપશમ એટલો અલ્પ હોય છે કે તે પોતાના સુખદુઃખનો અનુભવ સ્પષ્ટપણે કરવામાં અસમર્થ છે. આ પ્રમાણે જ્ઞાન અને વીર્યની અત્યંત ન્યૂનતા તે જ તેઓની આત્મિક અશુદ્ધિ છે, તે જ અવિકસિતતા છે. કાષાયિક માત્રાની ન્યૂનતાનું કારણ પણ તે જ તેની ન્યૂનતાઓ અર્થાતુ આત્મિક અશુદ્ધિ છે, અને નહીં કે સ્વાભાવિક શક્તિઓનો વિકાસ. જેમ એક શસ્ત્રાસસંપન્ન પ્રજા બીજા પ્રજાને સંપૂર્ણ રીતે પોતાના તાબામાં લઈ લે છે અને તેને ક્રોધ, માન, માયા અને લોભ આદિ વડે કચડી નાંખે છે, ત્યારે તેનાથી બીજી જંગલી, બાયલી, નામર્દ, પશુપ્રાય નગ્ન પ્રજા આક્રમણ કરતી પ્રજા સામે ઝૂઝવાને બદલે તેને દેખી નાસી જાય અને છુપાઈ જાય છે, તો શું તેથી તે જંગલી પ્રજાને વિકસિત કહી શકીએ? કદી નહીં, કારણ કે જોકે હમણાં તેનામાં ક્રોધ, લોભ આદિ ઓછા દેખાય છે, પરંતુ તેના બદલે ભય અધિક જણાય છે; અને પરિણામે ક્રોધ, લોભ આદિ અધિક માત્રામાં દેખાવાનો પૂર્ણ સંભવ છે. આ જ પ્રમાણે એકેન્દ્રિય જીવોના સંબંધી સમજવું જોઈએ.
અનાદિકાળથી કાષાયિક માત્રા ન્યૂન હોવા છતાં પણ જે એકેન્દ્રિય જીવો અવ્યવહાર-રાશિમાંથી બહાર નીકળી શક્યા નથી તેમ જ નીકળી શકવાના પણ નથી તેનું કારણ જ્ઞાન અને વીર્યરૂપ આત્મિક શક્તિની આત્યંતિક ન્યૂનતા અર્થાતુ આત્મિક અશુદ્ધિ જ છે. એક વાર જ્ઞાન અને વીર્યની વૃદ્ધિની સાથે કાષાયિક માત્રા વધે તો પણ તે જ જ્ઞાન અને વીર્ય દ્વારા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org