________________
૧૮૦ અનેકાના ચિંતન ન્યાયનો સૂત્રપાત કોણે અને ક્યારે કર્યો એટલું જ અહીં કહેવાનું છે. દિગંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની સ્પષ્ટ પ્રતિષ્ઠા આચાર્ય સમતભ અને શ્વેતાંબર સાહિત્યમાં તર્કપદ્ધતિની બલવતી પ્રતિષ્ઠા આચાર્ય સિદ્ધસેન દિવાકરે કરી. આ બને આચાર્યમાં કોણ પૂર્વવર્તી અને કોણ પશ્ચાત્વર્તી એ હજી નિર્ણત થયું. નથી. પણ એ બે વચ્ચે વિશેષ અંતર ન હોવું જોઈએ, એવી સંભાવના માટે પ્રમાણો છે. આ બે આચાર્યોની ઉત્તર સીમા ઈ. સ. પાંચમા સૈકાથી આગળ લંબાવી શકાય તેમ નથી અને પૂર્વ સીમા લગભગ ઈ. સ. ના આરંભ પહેલાં નિર્દિષ્ટ કરી શકાય તેમ નથી. સિદ્ધસેન અને સમન્તભદ્ર ઃ એ બન્નેની કૃતિઓ
સંપ્રદાયો જુદા હોવા છતાં એ બન્નેનું એક એવું પરંપરાગત સામ્ય છે કે જે તરફ ધ્યાન ગયા વગર રહેતું નથી. દિગંબર સંપ્રદાયમાં ગંધહસ્તિના નામથી સમંતભદ્ર પ્રસિદ્ધ છે. અને તત્ત્વાર્થ ઉપરની ગંધહતિમહાભાષ્ય ટીકા તેઓની કૃતિ તરીકે પ્રસિદ્ધ છે અને ઉપલબ્ધ આપ્તમીમાંસા તે જ મહાભાષ્યનું મંગલ મનાય છે. શ્વેતાંબર સંપ્રદાયમાં સિદ્ધસેન દિવાકર ગંધહસ્તિ કહેવાય છે અને તત્ત્વાર્થ ઉપર તેઓએ ગંધહસ્તિમહાભાષ્ય રચ્યું હતું એમ મનાય છે. બને સંપ્રદાયની આ માન્યતાઓ નિરાધાર નથી, કારણ કે બન્ને સંપ્રદાયના ઘણા ગ્રંથોમાં તે બાબતના સૂચક ઉલ્લેખો મળી આવે છે.
આ બે આચાર્યોની વિશેષતા થોડામાં આ પ્રમાણે બતાવી શકાય. સમંતભદ્ર પોતાના દરેક ગ્રંથોમાં જૈન દર્શન, તેના પ્રણેતા અહંનું અને તેનો સિદ્ધાંત અનેકાંત એટલાં તત્ત્વોની તર્કપદ્ધતિએ ઓજસ્વિની પ્રવાહબદ્ધ સંસ્કૃત ભાષામાં સૂક્ષ્મ ચર્ચા કરે છે; અને સાથે સાથે અન્ય દર્શનો, તેના પ્રણેતાઓ અને એકાંતનો સોપહાસ પ્રતિવાદ કરે છે. તેઓની ઉપલબ્ધ કૃતિઓ જોતાં એમ જણાય છે કે, સમંતભદ્ર તર્કસિદ્ધ દાર્શનિક મીમાંસા કરવામાં સિદ્ધહસ્ત હતા. સિદ્ધસેન દિવાકરે પણ જૈન દર્શન, તેના પ્રણેતા તીર્થકર અને સ્યાદ્વાદ એ વિષયોની તાર્કિક પદ્ધતિએ પ્રતિષ્ઠા કરવા સાથે અન્ય દર્શનોનો સપરિહાસ નિરાસ કર્યો છે. તેઓની મધુર અને પ્રાસાદિક સ્વતઃસિદ્ધ સંસ્કૃત ભાષાનો પદ્યપ્રવાહ જોઈ આચાર્ય હેમચંદ્ર તેઓને કવિશ્રેષ્ઠ જણાવવા “અનુસદ્ધસેને
વ્યઃ” એ ઉદાહરણ ટાંક્યું છે. સિદ્ધસેને જૈન ન્યાયનું વ્યવસ્થિત સ્વરૂપ બાંધી તેનો સંક્ષેપમાં અભ્યાસ કરવા ઇચ્છનાર માટે ન્યાયાવતાર નામનો એક નાનકડો પદ્યમય ગ્રંથ રચ્યો છે, જેની મર્યાદાને આજ સુધીના સમગ્ર પ્રસિદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org