________________
જેને ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૯ શ્વેતાંબર-દિગંબર વિદ્વાનો અનુસર્યા છે. તે સિવાય તત્કાલીન સમગ્ર ભારતીય દર્શનોને સંક્ષેપમાં પણ મૌલિક અભ્યાસ કરવા ઇચ્છનાર માટે તે છે દર્શનનું યથાર્થ સ્વરૂપ બતાવનારા પદ્યમય ગ્રંથો રચ્યા છે અને એ રીતે આચાર્ય હરિભદ્રને પડ્રદર્શનસમુચ્ચય રચવાની અને માધવાચાર્યને સર્વદર્શનસંગ્રહ રચવાની કલ્પનાનો ખોરાક પૂરો પાડ્યો છે. તત્કાલીન ભારતીય સમસ્ત દર્શનોનું નિરૂપણ કરનાર બીજી કોઈ કૃતિ તેનાથી પ્રાચીન ન મળે ત્યાં સુધી દર્શનસંગ્રહ કરવાનું પ્રાથમિક ગૌરવ સિદ્ધસેનને આપવું જોઈએ. સિદ્ધસેનની એક વેદવાદઢાત્રિશિકા જોતાં એમ તુરત ભાસે છે કે, તેમણે વેદ અને ઉપનિષનો મૌલિક તેમ જ તલસ્પર્શી અભ્યાસ કરેલો. સિદ્ધસેન દિવાકરનો પ્રસિદ્ધ ગ્રંથ સમ્મતિતર્ક છે, જે પદ્યમય પ્રાકૃતમાં ત્રણ ભાગમાં કુંદકુંદના પ્રવચનસારની પેઠે પૂરો થયેલો છે. આ ગ્રંથ ઉપર શ્વેતાંબર અને દિગંબર એમ બન્ને આચાર્યોએ ટીકાઓ રચી છે. તેમાં વર્ણવેલા સિદ્ધાંતો એટલા સતર્ક અને હૃદયગ્રાહી છે કે આગળના આચાર્યો પણ તેથી વધારે મૂળ વસ્તુ કહી શક્યા નથી. સમતભદ્રની ઉપલબ્ધ કૃતિઓમાં સિદ્ધસેનના ન્યાયાવતાર જેવી કે વૈદિક છયે દર્શન અને બૌદ્ધ દર્શનનું નિરૂપણ કરનાર બત્રીશીઓ જેવી કોઈ કૃતિ નથી. વાચકોએ સિદ્ધસેનની ઉપલબ્ધ એકવીસ બત્રીશીઓ અને સમંતભદ્રની આપ્તમીમાંસા, યુજ્યનુશાસન અને સ્વયંભૂસ્તોત્ર એ એકસાથે સામે રાખી અવલોકવાં, જેથી બંનેનું પરસ્પર સાદશ્ય અને વિશેષતા આપોઆપ ધ્યાનમાં આવશે.
બીજા ભાગનું પલ્લવિતકાળ એ નામ રાખ્યું છે, તેનો અભિપ્રાય એટલો છે કે, સિદ્ધસેન અને સમંતભદ્ર દ્વારા બન્ને સંપ્રદાયોમાં જે જૈન ન્યાયનું બીજારોપણ થયું, તેને જ આ યુગમાં પલ્લવિત કરવામાં આવ્યું છે. આ યુગમાં દિગંબર સંપ્રદાયમાં અનુક્રમે અકલંક, વિદ્યાનંદ અને પ્રભાચંદ્ર એ ત્રણ પ્રધાન આચાર્યોએ મુખ્યપણે જૈન ન્યાયને વિસ્તાર્યો અને વિશદ કર્યો છે. શ્વેતાંબરમાં પણ પ્રધાનપણે ત્રણ આચાર્યોએ આ યુગમાં જૈન ન્યાયને વિસ્તૃત અને વિશદ બનાવ્યો છે. મલવાદી, હરિભદ્ર અને રાજગચ્છીય અભયદેવ-એ ત્રણેએ અનુક્રમે કાંઈ ને કાંઈ વધારે વિશેષતા અર્પે છે. અકલંક આદિ ત્રણે દિગંબર આચાર્યોએ જૈન ન્યાયના સ્વતંત્ર ગ્રંથોકે લખ્યા છે, અને સમંતભદ્ર આદિ પૂર્વાચાર્યોની ન્યાયવાણીને પલ્લવિત પણ કરી છે. તેવી જ રીતે મલ્યવાદી વગેરે આ યુગના શ્વેતાંબર આચાર્યોએ જૈન ન્યાય ઉપર સ્વતંત્ર ન્યાયના ગ્રંથો લખ્યા છે અને પોતપોતાની પહેલાંની તર્કવાણીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org