________________
૨૦ ૦ અનેકાન્ત ચિંતન
પલ્લવિત પણ કરી છે. તે ઉક્ત દિગંબર ત્રણ આચાર્યો અને ઉક્ત શ્વેતાંબર ત્રણ આચાર્યોની કૃતિઓ બરાબર સામે રાખી જોવામાં આવે તો એકબીજા ઉપર પડેલો પ્રભાવ પરસ્પરનું સાદૃશ્ય અને વિશેષત્વ ધ્યાનમાં આવ્યા વિના રહે તેમ નથી.
ત્રીજા ભાગનું નામ પુષ્પિતકાળ છે. પુષ્પો કાંઈ સંખ્યામાં પલ્લવો જેટલાં નથી હોતાં; કદાચિત પુષ્પોનું પરિમાણ પલ્લવોથી નાનું પણ હોય છે, છતાં પુષ્પ એ પલ્લવોની ઉત્તર અવસ્થા હોઈ તેમાં એક જાતનો વિશિષ્ટ પરિપાક હોય છે. બીજા યુગમાં જૈન ન્યાયનો જે વિસ્તાર અને સ્પષ્ટીકરણ થયાં તેને પરિણામે ત્રીજો યુગ જન્મ્યો. આ યુગમાં અને આ પછીના ચોથા યુગમાં દિગંબર આચાર્યોએ ન્યાયવિષયક કેટલાક ગ્રંથો રચ્યા છે, પણ હજી સુધી મારી નજરે એવો એકે ગ્રંથ નથી પડ્યો કે જેને લીધે જૈન ન્યાયના વિકાસમાં તેને સ્થાન આપી શકાય. ત્રીજા યુગના શ્વેતાંબર સંપ્રદાયમાં વાદી દેવસૂરિ અને હેમચન્દ્ર એ બેનું મુખ્ય સ્થાન છે. એ ખરું કે આચાર્ય હેમચંદ્રની પરિચિત કૃતિઓમાં જૈન ન્યાયવિષયક બહુ કૃતિઓ નથી, તેમ પરિમાણમાં મોટી પણ નથી. છતાં તેઓની બે બત્રીશીઓ અને પ્રમાણમીમાંસા જોનારને પોતાની વિશિષ્ટતા ધ્યાનમાં આવ્યા સિવાય નહીં રહે અને એમ આપોઆપ જણાશે કે મોટા મોટા અને લાંબા લાંબા ગ્રંથોથી કંટાળેલ અભ્યાસીઓ માટે સંક્ષેપમાં છતાં વિશેષતાવાળી રચનાઓ તેઓએ કરી અને ફૂલનું સૌરભ તેમાં આપ્યું. વાદી દેવસૂરિ કાંઈ કંટાળે તેવા ન હતા. તેઓએ તો રત્નાકરની સ્પર્ધા કરે એવો એક સ્યાદ્વાદરત્નાકર ગ્રંથ રચ્યો અને કોઈ અભ્યાસીને જૈન ન્યાય માટે તેમ જ દાર્શનિક ખંડનમંડન માટે બીજે કયાંય ન જવાની સગવડ કરી દીધી. ચોથો ફળકાળ
આ યુગમાં જે સાહિત્ય રચાયું તે ફળરૂપ છે. ફળમાં બીજથી ફૂલ સુધીના ઉત્તરોત્તર પરિપાકનો સાર આવી જાય છે. તેવી રીતે આ યુગના સાહિત્યમાં પહેલા ત્રણે યુગના સાહિત્યમાં થયેલો પરિપાક એકસાથે આવી જાય છે. આ યુગમાં જે જૈન સાહિત્ય રચાયું છે, તે જ જૈન ન્યાયના વિકાસનું છેલ્લું પગથિયું છે; કારણ કે, ત્યાર બાદ તેમાં કોઈએ જરાયે ઉમેરો કર્યો નથી. મલ્લિષણની સ્યાદ્વાદમંજરી બાદ કરીને આ યુગના ફલાયમાન ન્યાયવિષયક ઉચ્ચ સાહિત્ય તરફ નજર કરીએ તો જણાશે કે તે અનેક વ્યક્તિઓના હાથે લખાયું નથી. તેના લેખક ફક્ત એક જ છે અને તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org