SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ન્યાયનો ક્રમિક વિકાસ ૦ ૧૭ ન્યાયદર્શનની તર્કપદ્ધતિનો પ્રભાવ બૌદ્ધ સાહિત્ય ઉપર પ્રથમ પડ્યો. બૌદ્ધ સાહિત્ય અને વૈદિક સાહિત્ય એમ બન્નેની મિશ્રિત અસર જૈન વાડમય ઉપર પણ થઈ. તેથી જૈન આચાર્યો પણ બૌદ્ધ આચાર્યોની પેઠે પોતાની આગમસિદ્ધ ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષામાં ગ્રંથો રચવા લાગ્યા. આ પહેલાં જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને સ્થાન નહોતું એમ માનવાને કોઈ ખાસ પ્રમાણ નથી. પણ એટલું ખરું કે આ સંસ્કૃત યુગ પહેલાં જૈન સાહિત્યમાં પ્રાકૃત ભાષાનું સામ્રાજ્ય હતું. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાને અને તર્કપદ્ધતિને પ્રથમ પ્રતિષ્ઠિત કરનાર શ્વેતાંબર આચાર્ય કે દિગંબર આચાર્ય ? –એ કહેવું કઠણ છે. પણ એમ કહી શકાય છે કે, બન્ને સંપ્રદાયના આ પરિવર્તન વચ્ચે વધારે અંતર ન હોવું જોઈએ. જૈન ન્યાયનું કાળમાન ને વિકાસની દૃષ્ટિએ તેના ચાર ભાગો શાસ્ત્રપ્રદેશમાં વિચારક્રાંતિ તથા ભાષા અને શૈલીભેદ થવાને પરિણામે જૈન સાહિત્યમાં સ્વતંત્ર ન્યાયપદ્ધતિ જન્મી. તેથી પ્રથમ એ જોવું જોઈએ કે આ જૈન ન્યાયનું વય-કાળમાન કેટલું છે અને તેના વિકાસક્રમને સમજવા માટે તેને કેટલા ભાગમાં વહેંચી શકીએ. જૈન ન્યાયના જન્મસમયની પૂર્વ સીમા વધારેમાં વધારે વિક્રમના પહેલા સૈકાથી આગળ લંબાવી શકાતી નથી. અને તેના વિકાસની ઉત્તર સીમા વિક્રમના અઢારમા સૈકાથી આગળ આવતી નથી. આ રીતે વધારેમાં વધારે જૈન ન્યાયનું કાળમાન અઢારસો વરસ જેટલું આંકી શકાય. પણ ઉત્તર સીમા નિશ્ચિત છતાં વિવાદાસ્પદ પૂર્વ સીમાને ઓછામાં ઓછી પાંચમી શતાબ્દીથી શરૂ કરીએ તોય તેનું કાળમાન તેરસો વરસ જેટલું તો છે જ. જૈન ન્યાયના વિકાસની ક્રમિક પાયરીઓના ભેદ સમજવા ખાતર તે કાળમાનને સ્થૂળ રીતે ચાર ભાગમાં વહેંચી શકાય છે. પહેલો ભાગ વિક્રમના પાંચમા સૈકા સુધીનો, બીજો છઠ્ઠા સૈકાથી દશમા સુધીનો, ત્રીજો ભાગ અગિયારથી તેરમા સુધીનો અને ચોથો ચૌદમાથી અઢારમા સુધીનો. આ ચાર ભાગને અનુક્રમે બીજારોપણ કાળ, પલ્લવિતકાળ, પુષ્પિતકાળ અને ફળકાળના નામે ઓળખીએ તો જૈન ન્યાયના વિકાસને વૃક્ષના રૂપકથી સમજી શકીએ. જૈન સાહિત્યમાં સંસ્કૃત ભાષાની પ્રતિષ્ઠા થતાં જ શરૂઆતમાં કયા વિષયો ઉપર ગ્રંથો લખાયા એ વિચાર પ્રસ્તુત નથી, પણ જૈન સાહિત્યમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy