________________
હર્ષચરિત'ના સાંસ્કૃતિક અધ્યયનનું અવલોકન • ૨૪૧ ચોટી રહે છે અને આમતેમ ખસતો નથી. કચ્છ-કાઠિયાવાડના રજપૂતો વગેરેમાં આવો પાયજામો પ્રચલિત છે. દેવગઢના મંદિરમાં નર્તકીનું એક ચિત્ર છે, જેમાં તે નર્તકી એવું જ લૂંથણે પહેરેલ આલેખેલી છે. અગ્રવાલજીએ ફલક ૧૯ ચિત્ર નં. ૬૯માં એ નર્તકીનું ચિત્ર દર્શાવ્યું છે. સૂંથણું નેત્ર નામક કપડાથી બનતું. નેત્ર એ એક પ્રકારનું રેશમી વસ્ત્ર હતું, જે સફેદ હોય. નેત્ર શબ્દનું પાલીમાં નેત્ત અને ગુજરાતીમાં નેતર કે નેતરાં એવું રૂપ મળે છે. ગુજરાતીમાં રવૈયો વલોવવાની જે દોરી હોય છે તે નેતરું અને મહાભારતમાં તે જ અર્થમાં નેત્ર શબ્દ વપરાયેલો છે. નેત્ર ઘોડાને ગળે બંધાતી રાશનું પણ નામ છે.
પિંગા એ એવી સલવાર છે કે જેને મોઢિયે પટ્ટી હોય અને જે પહેરવામાં ખૂલતી હોય. અત્યારે એ આમ પંજાબી પોશાક છે જ. પિંગા શબ્દ ઉપર ચર્ચા કરતાં અગ્રવાલજી મધ્ય એશિયા સુધી ગયા છે. મધ્ય એશિયાના શિલાલેખોમાં પંગા નામના વસ્ત્રનો ઉલ્લેખ છે. મહાવ્યુત્પત્તિ નામક બૌદ્ધ ગ્રંથમાં શૃંગા વસ્ત્રનો ઉલ્લેખ આવે છે. અગ્રવાલજીની કલ્પના ઠીક લાગે છે કે તે જ વૃંગા શબ્દ પ્રાકૃત રૂપમાં બાણે fiા તરીકે વાપર્યો છે. આ પિંગા સલવારનો એક નમૂનો અહિચ્છત્રામાંથી પ્રાપ્ત એક પુરુષ મૂર્તિમાં મળી આવે છે, જેનું ચિત્ર ફલક ૧૯, નંબર ૭૦ ઉપર અગ્રવાલજીએ દર્શાવ્યું છે.
સતુલા એ ઢીંચણ સુધી કે કાંઈક તે ઉપર સુધી પહેરાતો જાંઘિયો છે ને તે જુદા જુદા રંગની પટ્ટીઓ સાંધી એવી રીતે બનાવાતો કે જેનાથી વિશેષ શોભી ઊઠે. અગ્રવાલજીએ અજંતાનાં ગુફાચિત્રોમાંથી સતુલા પહેરેલ એક પુરુષ અને એક સ્ત્રીનાં ચિત્રો ફલક નં. ૨૪, ચિત્ર નં. ૭૧ અને ૭૧ માં આપેલ છે.
આથી વધારે દાખલા આપી વિવેચન કરવું એ વાચકોને ત્રાસ આપવા બરાબર છે. અહીં તો આટલું ટૂંકાણ અને છતાંય એક રીતે લંબાણ એટલા માટે કર્યું છે કે માત્ર બાણના જ નહિ પણ સાહિત્યમાત્રના અભ્યાસીઓ ડૉ. વાસુદેવશરણે કરેલ “હર્ષચરિત'ના અધ્યયનને કાળજીપૂર્વક વાંચવા-વિચારવા અને એ જ દિશાએ કામ કરવા પ્રેરાય. ગુજરાતી ભાષામાં આવાં ગંભીર સાંસ્કૃતિક અધ્યયનો પ્રકટ કરવાની વેળા ક્યારનીયે પાકી ગઈ છે અને સંસ્કૃત-પ્રાકૃત જૂની ગુજરાતી આદિ અનેક કવિકૃતિઓ એવા અધ્યયનની રાહ પણ જોઈ રહી છે.
–સંસ્કૃતિ, ફેબ્રુઆરી ૧૯૫૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org