________________
૧૬૬ અનેકાન્ત ચિંતન
( જેમ સમૃદ્ધિશાળી અને નીતિજ્ઞ હોવા છતાં પણ જો રાજા રહસ્યબળથી દુર્બળ હોય છે તો તે પ્રાપ્ત થયેલી સંપૂર્ણ સંપત્તિને ભોગવી શકતો નથી, તેમ શાસ્ત્રોનો જ્ઞાતા હોવા છતાં (વાદના) રહસ્યને ન જાણતો હોય તો તે (જનસમૂહમાં) દીપી ઊઠતો નથી, કારણ કે જે (વાદી અગર રાજા) જે રીતે જ્ઞાતા હોય તે રીતે તે વિગ્રહ કરી શકે. ૩ર.
વાદદાત્રિશિકા જુદા જુદા ગામથી આવી ચઢેલા અને એક જ માંસના ટુકડા ઉપર તાકી રહેવાથી પરસ્પર મત્સરી બનેલા એવા બે શ્વાનોનું પણ કદાચિંત્ સખ્ય સંભવે ખરું; પરંતુ વાદીઓ જો બે સગા ભાઈ હોય તોપણ તેઓનું પરસ્પર સખ્ય રહેવું અસંભવિત છે. ૧.
ક્યાં તે તત્ત્વનો આગ્રહ અને ક્યાં આવેશથી આતુર (ચઢેલ) આંખવાળું (વાદીનું) મુખ? ક્યાં તે વિશ્વાસની મૂર્તિસમી દીક્ષા અને ક્યાં એ કુટિલ વાદ? ૨.
જયાં સુધી રંગ(વાદસ્થલી)માં નથી ઊતરતો ત્યાં સુધી વાદી બગલા જેવો મુગ્ધ દેખાય છે, પણ રંગમાં ઊતરતાં જ તે મત્ત થઈ કાગડા જેવો ઉદ્ધત અને કઠોર થઈ જાય છે. ૩.
ક્ષુલ્લકવાદી, કૂકડા અને તેતરની પેઠે પૈસાદારોનું રમકડું બની પોતાનાં શાસ્ત્રોને બાળકો મારફત ઉપહાસ અને લઘુતા પ્રાપ્ત કરાવે છે. ૪.
બીજાઓએ (અન્ય વાદીઓએ) સ્વેચ્છાપૂર્વક રચેલા વિશિષ્ટ અર્થોને કષ્ટપૂર્વક જાણીને વાદી, જાણે અહીં જ સંપૂર્ણ શાસ્ત્રો છે એમ, દર્પ વડે અંગોને કરડે છે. ૫.
કલ્યાણો બીજી જ તરફ છે અને વાદિવૃષભો બીજી જ તરફ વિચરે છે; મુનિઓએ તો વાણીના યુદ્ધને ક્યાંયે કલ્યાણનો ઉપાય કહ્યો નથી. ૭.
વાચ્છલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે અકલહથી સુંદર બને તેમ વિચારણા કરવામાં આવે તો તેમાં કશો દોષ ન થાય. ૮.
શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પોતાનો પક્ષ સાધે છે, પરંતુ વાક્યોની લાળ ચાટનારા અનેક વિદ્વાનો એકઠા થઈને કલહપ્રધાન એવી કરોડો કોટિઓથી પણ પોતાનો પક્ષ સાધી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org