________________
સન્મતિતર્ક અને તેનું મહત્ત્વ ૦ ૧૬૭
વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નયવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થ્યની જ ચિંતા કરતો રહે છે. ૧૦.
અમુક વાદી હેતુન્ન (તર્કશ) છે તો શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તો તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ત્ર બંને જાણતો છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી, તો ચોથો વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ૧૧.
‘અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરો) યોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨.
સભામાં જેનો ગર્વ તૂટી ગયો છે એવો વાદી પોતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા હૃદયવાળો થઈ ઊંઘ લઈ શકતો નથી. ૧૩.
જો વાદી કોઈ પણ રીતે જીતે તો તેથી થતી ખુશીમાં તે મર્યાદા તોડી આત્મપ્રશંસાથી ફુલાઈ જઈ ત્રણ લોકની અવજ્ઞા કરે છે, પરંતુ જો હારે તો તે વાદી ક્રોધાંધ થઈ સભા અને પ્રતિવાદી ઉપર ઊંડી ગર્જના દ્વારા આક્રમણ કરતો પોતાની ઝાંખપને દૂર કરે છે. ૧૫, ૧૬.
જ્યારે વાદી વાદ-કથા નથી સહી શકતો ત્યારે માનભંગના ભયથી ગ૨મ અને લાંબો નિસાસો મૂકે છે અને તે રમ્ય સ્થાનોમાં પણ બેચેનીથી સંતપ્ત થયેલો હોઈ મિત્રોના પ્રત્યે પણ વજ્ર જેવાં તીક્ષ્ણ વચનો બોલવા લાગે છે. ૧૭.
સર્વ શાસ્ત્રકારોનો એ મત છે કે અહંકાર એ જ દુઃખનું મૂળ છે, છતાં તે જ અહંકારનો આશ્રય લઈ વાદી તત્ત્વની પરીક્ષા કરવા ઇચ્છે છે. ૧૮.
પોતાના પક્ષબળના નિશ્ચયની ઉપલબ્ધિ (ખાતરી) માટે જ બીજાનો સિદ્ધાંત જાણી લેવો આવશ્યક છે, પરંતુ સામાના પક્ષને ક્ષોભ પમાડવાના ઉદ્દેશથી તેનો સિદ્ધાંત જાણવો એ તો સજ્જનો માટે અનાચાર જ છે. ૧૯. પોતાના હિતની દૃષ્ટિએ જ પરાક્રમ કરવું ઉચિત છે; કારણ કે, અનેક મતભેદોથી ભ્રાંત થયેલું આ જગત સર્વજ્ઞોથી પણ એકમત ન થયું તો પછી તેને કયો વાદી એકમત કરી શકશે ? ૨૦.
સર્વજ્ઞના જ વિષયભૂત એવા પદાર્થોને જો છદ્મસ્થ (અલ્પજ્ઞ) મનુષ્ય પ્રકટ કરી શકતો નથી, તો તેમાં કાંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. એવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org