SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦ અનેકાન્ત ચિંતન દઢ આરોપ થતાં તે તેને એકાએક છોડતો નથી. અને ઘણી વાર તો સંપત્તિ, સંતતિ અને પોતાને ભોગે પણ તે પોતાના વિચારને વળગી રહે છે. મનુષ્યની આ વિશેષતાને લીધે જ સંપ્રદાયો બંધાય છે અને વિચારપરિવર્તન માટે મારામારી અને કાપાકાપી વિદ્વાનો સુધ્ધાંમાં થાય છે. આવી સ્થિતિમાં જેમ તત્ત્વનિશ્ચયનું રક્ષણ આવશ્યક છે તેમ કેવળ લોભ અને ખ્યાતિથી પ્રેરાઈ વિજયની લાલસાથી બીજા ઉપર આક્રમણ કરી વૈરભાવ અને વિરોધ વધારી મૂકવો એ હાનિકારક પણ છે. એટલા માટે જલ્પ અને વિતંડાનો ઉપયોગ કરવાનું કહ્યા છતાં તેની મર્યાદા મહર્ષિએ સૂચવી છે. ૧૪. વખત સાથે વસ્તુસ્થિતિ કેવી બદલાય છે – પૂર્વવર્તી સમયનાં સાહિત્યના અવલોકન ઉપરથી જણાય છે કે વિક્રમ પહેલાંના પાંચમા અને છઠ્ઠા એ બે સૈકાનો વખત કાંઈક જુદો જ હતો. એમાં તત્ત્વચિંતા અને આત્મદર્શન, દીર્ઘ તપસ્યા અને ત્યાગ, ચિત્તશોધન અને સામાજિક પરિષ્કારની ભાવનાઓથી ભરેલું શુભ વાતાવરણ હતું. એ વાતાવરણને પ્રભાવે ભારતીય મનુષ્યોનાં હૃદયમાં દૈવી વૃત્તિઓને વેગ મળ્યો હતો. શ્રદ્ધા અને મેધાની પ્રતિષ્ઠામાં તર્કવાદની (ખાસ કરી કુતર્કવાદની) કિંમત ઘટી હતી. તેથી જ આપણે ઉપનિષદોના તત્ત્વચિંતનમાં અને બ્રહ્મદર્શનમાં ક્ષત્રિયવૃત્તિ પ્રવાહણ, અશ્વપતિ અને અજાતશત્રુ આદિની પાસે આરુણિ ગૌતમ, અને દપ્ત બાલાકિ જેવા અનેક બ્રાહ્મણવૃત્તિ અનૂસાનમાની જનોને શિષ્યભાવે જતા જોઈએ છીએ. જૈન આગમોમાં દીર્ઘ તપસ્વી અને ત્યાગમૂર્તિ જ્ઞાતપુત્ર મહાવીર ક્ષત્રિય પાસે ઇન્દ્રભૂતિ આદિ અનેક બ્રાહ્મણોને પ્રતિસ્પર્ધા છોડી, શિષ્યત્વ સ્વીકારતા જોઈએ છીએ. તેમ જ પિટકોમાં ધ્યાનપ્રજ્ઞાના પરમપૂજારી અને સામાજિક સમભાવના નિર્ભય સંચારક સિદ્ધાર્થ ગૌતમ પાસે ઉજ્જયિનીના પુરોહિતના પુત્ર મહાકાત્યાયન, વાસેટ, કૃષિ ભારદ્વાજ વગેરેને પોતાનું માન ગાળી બુદ્ધ શરણં ગચ્છામિ, ધમ્મ શરણં ગચ્છામિ, સંઘ શરણં ગચ્છામિ બોલતા જોઈએ છીએ. આ ગુરુશિષ્યભાવનું વાતાવરણ તે વખતે કેટલું જામ્યું હતું તેની સાબિતી તે વખતની વસ્તુસ્થિતિ આલેખનારા સાહિત્યમાં મળે છે. ઉપનિષદોની, આગમોની અને પિટકોની વર્ણનશૈલી જ શ્રદ્ધા અને વિનયભાવથી પૂર્ણ છે. તેમાં જ્યાં જુઓ ત્યાં ગુરુશિષ્યભાવનાસૂચક પ્રશ્નોત્તરને ક્રમે જ વસ્તુનું વર્ણન છે. ક્યારેય પણ એક વૃત્તિની પ્રધાનતાવાળા વાતાવરણમાં વિરોધી બીજી વૃત્તિનો સમૂળગો ઉચ્છેદ તો નથી જ થતો; માત્ર તેમાં ગૌહત્વ આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy