SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૬૧ તેથી તેવા શ્રદ્ધા અને જિજ્ઞાસાવૃત્તિની પ્રધાનતાવાળા સમયમાં પણ તર્ક અને પરાજયેચ્છારૂપ વિરોધી વૃત્તિઓવાળા વિજિગીષ તે જ સાહિત્યમાં ક્યાંક ક્યાંક જોઈએ છીએ. જનકની સભાના પરિચિત વિદ્વાન બ્રહ્મનિષ્ઠ યાજ્ઞવક્યને ગોદક્ષિણા લઈ જતા જોઈ અનેક પુરુષ વિદ્વાનોની જેમ વાચકનવી વિદુષી પણ પ્રતિસ્પર્ધાથી પ્રેરાઈ તીવ્ર વાણીમાં પ્રશ્નો કરે છે. તપસ્યાકાળનો પૂર્વસહચર ગોશાલક અને પોતાનો જમાતા તથા શિષ્ય ક્ષત્રિયપુત્ર જમાલી દીર્ઘતપસ્વી મહાવીર સામે વિરોધી ભાવે આવી ઊભા રહે છે. તેવી રીતે જ તથાગત ગૌતમ સામે તેનો પોતાનો સાળો અને શિષ્ય દેવદત્ત તથા બ્રાહ્મણત્વાભિમાની અંબઢ વગેરે અનેક વિદ્વાનો પ્રતિસ્પર્ધા કરે છે. પણ એ બે સદીના ઇતિહાસવાળા સાહિત્યમાં આવા દાખલાઓ ગણ્યાગાંઠ્યા છે. મુખ્ય ભાગે તો તેમાં ટોળાબંધ માણસો આચાર્યો પાસે શિષ્યભાવે જ જાય છે અને કેટલાક પ્રતિસ્પર્ધબુદ્ધિથી ગયેલા પણ છેવટે શિષ્યત્વ જ સ્વીકારે છે. તેથી એમ કહેવું જોઈએ કે એ બે સદીના મહાપુરુષોએ વાતાવરણને એટલું નિર્મળ કરી મૂકયું હતું કે જનસમાજનો સંસ્કારી વર્ગ પોતપોતાના સંસ્કાર પ્રમાણે કાં તો તત્ત્વચિંતા અને આત્મદર્શનને પંથે, કાં તો ઉત્કટ તપ અને અહિંસાના પરમ ધર્મને પંથે, કાં તો ચિત્તશુદ્ધિ અને સમાજસંશોધનના પંથે આપોઆપ વિચરતો. પરંતુ એ બે સદીઓનો સુવર્ણયુગ જતાં જ પ્રાચીન અને નવીન અનેક સંપ્રદાયો નવનવે. રૂપે અસ્તિત્વમાં આવ્યા. તેથી તેના વિસ્તાર અને રક્ષણનું કામ પાછળના અનુયાયીઓ ઉપર આવી પડ્યું. આ અનુયાયીઓ ગમે તેટલા પૌરુષશાળી હોય છતાં તેઓ પોતાના પૂર્વપુરુષની છાયામાં જ જીવે તેવા હતા. એટલે તેઓ સર્વથા આપબળી તો ન હતા. આ કારણથી દરેકને સંપ્રદાયના વિસ્તાર અને રક્ષણ માટે પરાશ્રય જરૂરી હતો. રાજાઓની, અમલદારોની, ધનવાનોની અને બીજા પ્રભાવશાળી પુરુષોની મદદનો લાભ લેવા કોઈ ન ચૂકતા. જેના પૂર્વ પુરુષો આત્મબળની પ્રબળ હૂંફથી જ કોઈ પણ જાતની મદદ લેવા કદી રાજસભામાં નહિ ગયેલા, તેના અનુયાયીઓ હવે પ્રતિસ્પર્ધી સંપ્રદાયને ખસેડવા અને પોતાના સંપ્રદાયની વધારે પ્રતિષ્ઠા મેળવવા રાજસભામાં જતા નજરે પડે છે. અને વળી ફરી એક વાર દરેક સંપ્રદાયના વિદ્વાનોમાં તથા આચાર્યોમાં ઓછાવત્તા પ્રમાણમાં વિજયતૃષ્ણાનું મોજું આવેલું દેખાય છે. ચંદ્રગુપ્તની વિશેષ સહાનુભૂતિનો લાભ જૈનાચાર્યોએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy