________________
૨૩૮ · અનેકાન્ત ચિંતન કરે-કરાવે. શાબ્દ એ શબ્દબ્રાહ્મવાદી વૈયાકરણ. શ્રી અગ્રવાલજી લખે છે કે કુષાણ અને ગુપ્તકાળમાં ભાગવત ધર્મના અનેક ફાંટાઓ હતા, જેમાંથી વૈખાનસો વિષ્ણુ ઉપરાંત તેના સહચારી અશ્રુત, સત્ય, પુરુષ અને અનિરુદ્ધની ઉપાસના કરતા; જયારે સાત્વતો વિષ્ણુને નારાયણરૂપે ઉપાસતા, તેમ જ નૃસિંહ અને વરાહરૂપે મહાવિષ્ણુની મૂર્તિની કલ્પના કરતા. એવી ગુપ્તકાલીન મૂર્તિઓ મથુરાકળામાં મળી આવે છે. વૈખાનસો અને સાત્વતો કરતાં પ્રાચીન હતા મૂલપંચ રાત્રે આગમ. એને અનુસરનાર તે પાંચરાત્રિક. અત્યારે તો આ બધા ફાંટાઓ એક ભાગવતમાં સમાઈ ગયા છે.
પ્રાયોતિષ(કામરૂપ=આસામ)ના તત્કાલીન અધિપતિ ભાસ્કર વર્માનો હંસવેગ નામનો દૂત હર્ષવર્ધનને મળે છે. એનું વર્ણન કર્યા બાદ બાણે રાજયકર્મચારીઓ અને દરબારી નોકરોની વિવિધ મનોવૃત્તિઓનું ઊંડું વિશ્લેષણ કર્યું છે. તેમાં બાણ એવા નોકરોની અરસપરસ ખટપટ, ચડસાચડસી, ખુશામતખોરી અને નિંદ્ય વ્યવહાર આદિનું અનુભવસિદ્ધ ચિત્ર રજૂ કરે છે, જે હમેશાં સુલભ એવી નોકરોની મનોદશાનું યથાર્થ પ્રતિબિંબ માત્ર છે. છેવટે બાણ ત્યાં સુધી કહે છે કે “જે સ્વમાની હોય તેને વાતે એક ક્ષણમાત્ર પણ માનવોચિત ગૌરવ સાથે જીવવું સારું છે; પણ જો માથું ઝુકાવવું પડે તો મનસ્વી માટે ત્રણેય વિશ્વનું રાજ્ય પણ સારું નહિ.' શ્રી અગ્રવાલ લખે છે કે બાણની આ સમીક્ષાનો જોટો વિશ્વસાહિત્યમાં મળવો દુર્લભ છે.
છેલ્લા યુદ્ધ વખતે લશ્કરની અને લશ્કરી સામાનની થતી ત્વરિત હેરફેર વખતે પ્રજાની જે બરબાદી અને બેહાલી આપણે નિહાળી છે તેવી જ હર્ષવર્ધનની વિજયયાત્રા વખતે લશ્કરની કુચથી થતી બાણે વર્ણવી છે. હાથીઓ વચમાં આવતાં ઝૂંપડાંને કચરી નાખતા. એ ત્રાસ જોઈ બિચારા ઝૂંપડાવાસીઓ મહાવત ઉપર ઢેફાં-પથ્થર ફેંકી એવા ભાગી જતા કે મહાવતો જોતા જ રહી જાય. ઘોડેસવારો પોતાના ઘોડાઓને અને માલસામાન લાદી જનારાઓ પોતાનાં ખચ્ચરો કે બળદોને રસ્તામાં પડતાં ખેતરોમાંથી ઊભો પાક ખવડાવી દેતા અને ખેડૂતોને તોબા પોકરાવતા. સૈનિકોમાં પણ પાછળ હોય તે આગળ ચાલનારને જલદી ચાલવા ને રસ્તો આપવા વીનવે અગર ધમકી આપે તો આગળ ચાલનાર પાછળ ચાલનારને ધીરો થવા ધમકાવે. અરસપરસ મશ્કરી, ટોળટપ્પાં અને વિનોદ કરતાં સૈનિકો ચાલ્યા કરે, ઇત્યાદિ.
બાણે હર્ષના સૈનિકો-વર્ણનનું જે હૂબહૂ ચિત્ર ખેંચ્યું છે, તેમાં વહેલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org