________________
હેતુબિંદુનો પરિચય - ૧૭૩ રાખ્યો છે, અને પ્રસ્તુત પ્રતિના એ પત્રનો સંકેત પુ=પુરાતન રાખેલ છે. એ વધારાના પત્રવાળી પ્રતિ પ્રસ્તુત પ્રતિનો આદર્શ કે તેની નકલ નથી લાગતી. એનાં બે કારણો છે ઃ પહેલું તો એ કે જો એ પ્રસ્તુત પ્રતિનો આદર્શ અગર નકલ હોય તો તેની સાથે એક વધારાના પત્રમાં આટલો બધો પાઠભેદ ભાગ્યે જ સંભવે. બીજું અને બળવત્તર કારણ એ છે કે અમે જે ટિબેટન ભાષાંતર સાથે પ્રસ્તુત પ્રતિનો પાઠ સરખાવ્યો છે તે ટિબેટન ભાષાંતર સાથે આ વધારાના પત્રમાંનો પાઠ પ્રસ્તુત પ્રતિના પાઠ કરતાં વધારે પ્રમાણમાં મળતો આવે છે. તે ઉપરથી એમ લાગે છે કે જે સંસ્કૃત પ્રતિને આધારે ટિબેટન ભાષાંતર કરવામાં આવ્યું હશે તે અને પ્રસ્તુત વધારાના પત્રવાળી પ્રતિનું મૂળ કોઈ એક જુદી જ નકલ હોવી જોઈએ. આ સિવાય આ વધારાના પત્ર ઉપરથી એમ પણ સમજાય છે કે જ્યારે પ્રસ્તુત પ્રતિ ગુજરાતમાં લખાઈ અગર ક્યાંય બહારથી લાવી સંગ્રહાઈ ત્યારે કોઈ બીજી પ્રતિ પણ સાથે હોવી જોઈએ, અને આ રીતે હેતુબિંદુટીકાની અનેક પ્રતિઓ લખાઈ જ્યાં ત્યાં ફેલાવો પામતી અને સંગ્રહાતી હોવી જોઈએ. અમારું આ અનુમાન બીજી રીતે પણ પુષ્ટ થાય છે. તે એ કે દૂર દક્ષિણમાં વિદ્યાનંદ જેવા દિગંબર આચાર્યોએ લખેલા ગ્રંથોમાં અને પાટણ જેવા ગુજરાતનાં અનેક શહેરોમાં અનેક આચાર્યોને હાથે લખાયેલ અનેક જુદા જુદા ગ્રંથોમાં હેતુબિંદુટીકાના લાંબા લાંબા ઉતારા થયેલા છે, તેમ જ હિમાલયના ટિબેટ જેવા દૂર પ્રદેશમાં તેનાં ભાષાંતરો થયાં છે.૧
પ્રસ્તુત પ્રતિને અંતે તેની લખ્યા સાલ છે, પણ શરૂઆતના બે આંકડા ખંડિત છે. માત્ર ૭૫નો અંક સ્પષ્ટ છે. (જુઓ પૃ. ૨૨૯) આ ખંડિત અંકને સદ્ગત શ્રી સી. ડી. દલાલે ૧૦ કે ૧૧ અંક હોવાની કલ્પના કરીછે. તદનુસાર તે અંક વિક્રમ સંવત ૧૦૭૫ કે ૧૧૭૫ કદાચ હોય. પ્રતિલેખનની પૂર્ણાહુતિની તિથિ રવિવાર માગસર વદિ ૭ છે. લેખકની પ્રશસ્તિનો એક શ્લોક ગુમ થયો છે અને બીજો અધૂરો છે, તેથી લેખકનો પરિચય મળતો નથી.
પ્રસ્તુત પ્રતિ પં. અભયકુમારની માલિકીની છે. એ વિશેની પ્રશસ્તિના ત્રણ શ્લોકો ઓછાવત્તે અંશે ત્રુટિત છે (પૃ. ૨૨૯).
૧. જુઓ આગળ ‘હેતુબિંદુનો પ્રભાવ અને ઉપયોગ' એ મથાળા નીચેનું
લખાણ.
૨. જુઓ તેમના કેટલોગની પ્રસ્તાવના, પૃ. ૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org