SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન ૦ ૧૦૧ यद्यकलहाभिजातं वाक्छलरंगावतारनिर्वाच्यम् । स्वस्थमनोभिस्तत्त्वं परिमीमांसेन्न दोषः स्यात् ॥८॥ વાક્કલરૂપી રંગભૂમિમાં ઊતરીને જેનું નિર્વચન કરવાનું છે, એવા તત્ત્વની જો સ્વચ્છ મન વડે, અકલહથી સુંદર બને તેમ જો વિચારણા કરવામાં આવે તો તેમાં કશો દોષ ન થાય. IIા साधयति पक्षमेकोऽपि हि विद्वान् शास्त्रवित्प्रशमयुक्तः । न तु कलहकोटिकोट्याऽपि समेता (? संगता) वाक्यलालभुजः ॥९॥ શાસ્ત્ર જાણનાર વિદ્વાન જો શાંત હોય તો તે એકલો છતાં પણ પોતાનો પક્ષ સાધે છે, પરંતુ વાચોની લાળ ચાટનારા અનેક વિદ્વાનો એકઠા થઈને લહપ્રધાન એવી કરોડો કોટિઓથી પણ પોતાનો પક્ષ સાધી શકતા નથી. {lell आर्तध्यानोपगतो वादी प्रतिवादितस्तथा स्वस्य । चिन्तयति पक्षनयहेतुशास्त्रवाग्बाणसामर्थ्यम् ॥१०॥ વાદી દુર્ધ્યાનમાં પડી પ્રતિવાદીના અને પોતાના પક્ષવિષયક, નયવિષયક, હેતુવિષયક, શાસ્ત્રવિષયક અને વચનબાણવિષયક સામર્થ્યની જ ચિંતા કરતો રહે છે. ૧૦ના हेतुविदसौ न शब्दः (? शाब्द ) शाब्दोऽसौ न तु विदग्धहेतुकथः । उभयज्ञो भावपटुः पटुरन्योऽसौ स्वमतिहीनः ॥११॥ અમુક વાદી હેતુન્ન (તર્કશ) છે તો શબ્દશાસ્ત્ર નથી જાણતો. વળી અમુક બીજો વાદી શબ્દશાસ્ત્રજ્ઞ છે તો તર્કકથામાં કુશળ નથી. ત્રીજો વળી તર્ક અને શબ્દશાસ્ર બંને જાણતો છતાં ભાવ પ્રકટ કરવામાં પટુ નથી. તો બીજો વાદી પટુ છે પણ તેને પોતાની બુદ્ધિ નથી. ।।૧૧। सा नः कथा भवित्री तत्रैता जातयो मया योज्याः । इति रागविगतनिद्रो वाग्मुखयोग्यां निशि करोति ॥१२॥ ‘અમારા વચ્ચે તે કથા થવાની છે તેમાં મારે આ જાતિઓ (અસત્ય ઉત્તરો) યોજવાની છે.’ આવા પ્રકારની ચિંતાથી નિદ્રાહીન થઈ વાદી રાત્રિને વખતે વચન અને મુખની કસરત કરે છે. ૧૨૫ अशुभवितर्कविधूमितहृदयः कृत्स्नां क्षपामपि न शेते । कुण्ठितदर्पः परिषदि वृथात्मसंभावनोपहतः ॥१३॥ સભામાં જેનો ગર્વ તૂટી ગયો છે એવો વાદી પોતાની મિથ્યા આત્મસંભાવનાથી આઘાત પામી આખી રાત અશુભ વિતર્કોથી ઘેરાયેલા For Private & Personal Use Only, Jain Education International www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy