________________
૧૮૯ - અનેકાન્ત ચિંતન - ૨. તે પોતે બ્રાહ્મણ હતો અને ધનદરિદ્ર હતો. સંભવ છે કે તે વિક્રમશીલા વિદ્યાપીઠમાં અધ્યાપકનું કામ કરતો હોય અને સાથે સાથે બૌદ્ધ પરંપરાનું સૂક્ષ્મ અધ્યયન પણ કર્યું હોય, કેમ કે એવા અધ્યયન સિવાય અર્ચટના ગંભીર વિચારની આવી બહુ પારદર્શી વ્યાખ્યા થઈ શકે નહિ.
. એની વ્યાખ્યામાં એના પોતાના રચેલા પાંચ ગ્રંથોનો નિર્દેશ છે, એટલે તેણે ઓછામાં ઓછા “આલોક” ઉપરાંત પાંચ ગ્રંથો તો રચ્યા જ હોવા જોઈએ. - આ પાંચ પૈકી ધર્મોત્તરપ્રદીપ, જે ન્યાયબિંદુની અનુટીકા છે, તેની ફોટોપ્રતિ પટના રિસર્ચ સોસાયટીમાંના સંગ્રહમાં છે.
આ પાંચે ગ્રંથોનાં નામ નીચે મુજબ છે :૧. ધર્મોત્તરપ્રદીપ (પૃ. ૨૫૯, ૩૦૮, ૩૩૭). ૨. સ્વયૂટ્યવિચાર (પૃ. ૩૩૭) ૩. વિશેષાખ્યાન (પૃ. ૩૪૦, ૩૬૫, ૩૭૦, ૩૭૩) ૪. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૩૭૦, ૩૭૨). ૫. ચતુઃશતી (પૃ. ૩૭૦, ૩૭૨)
એમ લાગે છે કે દુર્વેક મિશ્ર જિતારિના સંનિધાનમાં રહી વિક્રમશીલા વિદ્યાપીઠમાં કામ કરતાં કરતાં બૌદ્ધ દર્શન સાહિત્યને સમૃદ્ધ કરવાનું જ એકમાત્ર મુખ્ય કામ કર્યું હોય. તેની મિશ્ર ઉપાધિ જોતાં અને તે સમયમાં મિથિલાની વિદ્યા સમૃદ્ધિ તેમ જ વિક્રમશીલાનું સાંનિધ્ય જોતાં એમ લાગે છે કે તે મૈથિલ બ્રાહ્મણ હશે. આ વસ્તુસ્થિતિ એક બાબત ઉપર બહુ પ્રકાશ ફેંકે છે. તે એ કે ધર્મ અને જાતિની દષ્ટિએ બ્રાહ્મણ-શ્રમણનો નિત્ય વિરોધ હોવા છતાં વિદ્યા અને તત્ત્વચિંતનના પ્રદેશમાં ઘણી વાર બન્નેનો વિરોધ શમી જાય છે અને એક નવી જ સમન્વયસંસ્કૃતિનું નિર્માણ થાય છે. - દુર્વેક મિશ્રના ગ્રંથો ઉપલબ્ધ થયા ન હોત તો તેનું નામ કાલમાં જ ભૂંસાઈ જાત, કેમકે તેનો નામનિર્દેશ નથી ટિબેટન લેખકોના ગ્રંથોમાં કે નથી ભારતીય લેખકોના ગ્રંથોમાં. અર્ચને તો જૈન વિદ્વાનો નામપૂર્વક નિર્દેશ છે,
જ્યારે બ્રાહ્મણ દુર્વેક માત્ર એના પોતાના જ ગ્રંથોમાં સમાઈ જાય છે. જૈન વિદ્વાન વાદી દેવસૂરિ જેવા દુર્વેક વિશે અજાણ્યા હોય એમ લાગે છે. જેસલમેરના ભંડારમાંથી જે થોડાંક ન્યાયબિંદુ-અનુટીકાનાં પત્રો મળ્યાં છે તે
૧. એ પાનાં મુનિશ્રી જિનવિજયજી પાસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org