SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય - ૧૮૫ અર્ચટના જીવન વિશે આથી વિશેષ માહિતી નથી, પણ એના પોતાના લખાણ ઉપરથી (પૃ. ૮૨, ૮૭) તેમ જ દુર્વેકના વ્યાખ્યાન ઉ૫૨થી ઓછામાં ઓછી એની નીચેની ત્રણ કૃતિઓ હોવા વિશે જરાય સંદેહ રહેતો નથી— ૧. ક્ષણભંગસિદ્ધિ (પૃ. ૮૨, ૮૭, ૩૨૭) ૨. પ્રમાણદ્ધિત્વસિદ્ધિ (પૃ. ૧૮૯) ૩. હેતુબિંદુટીકા. અર્ચટનું લખાણ કાશ્મીરી ન્યાયમંજરીકાર જયંત અગર વાચસ્પતિ મિશ્ર જેવું પ્રસન્ન છે, અને તેનું દાર્શનિક જ્ઞાન બહુ જ ઊંડું તેમ જ વિશદ છે. જ્યાં જ્યાં તેણે બૌદ્ધમત કે દર્શનાન્તરોના મતો વિશે ચર્ચા કરી છે ત્યાં સર્વત્ર તેના વિચારોની પારદર્શિતા જણાઈ આવે છે. એમ લાગે છે કે ધર્મકીર્તિને પોતાની જીવનમાં કદાચ સુયોગ શિષ્ય લાધ્યો ન હોય, પણ ઉત્તર કાળમાં તો તેને અર્ચટ જેવા અનેક સુયોગ્ય શિષ્યો સાંપડ્યા છે. ન્યાયબિંદુટીકાકાર ધર્મોત્તર તે આ જ અર્ચટનો શિષ્ય છે. એમ તારાનાથના ઉલ્લેખ ઉપરથી સિદ્ધ થાય છે, કેમ કે તારાનાથ ધર્મોત્તરને ધર્માકરદત્તના શિષ્ય તરીકે નિર્દેશે છે, જે ધર્માકરદત્ત પોતે અર્ચટ જ છે. એ પણ ફલિત થાય છે કે ભદંત થયા પછી જ ધર્માકરદત્તે શિષ્યદીક્ષા આપી હોય.૧ અર્ચટનો સમય ધર્મકીર્તિ અને ધર્મોત્તર વચ્ચે તેમ જ ધર્મકીર્તિ અને કમળશીલ તેમ જ પ્રજ્ઞાકરગુપ્ત વચ્ચે પડે છે. એટલે તેનો જીવનકાળ સાતમા સૈકાના અંતિમ ભાગથી આઠમા સૈકાના પ્રથમ પાદ સુધી તો માનવો જ જોઈએ. ૩. દુર્વેક મિશ્ર પ્રસ્તુત સંસ્કરણમાં ત્રીજો ગ્રંથ અર્ચટની ટીકાની ‘આલોક’ નામક વ્યાખ્યા છે, જેનો કર્તા દુર્વેક મિશ્ર છે. એના જીવનની વિશેષ સામગ્રી અત્યારે ઉપલબ્ધ નથી. જે કાંઈ જાણી શકાય છે તે તેની પોતાની પ્રશસ્તિ ઉપરથી જ (પૃ. ૪૧૧). એ પ્રશસ્તિ ઉ૫૨થી નીચેની હકીકત સ્પષ્ટપણે ફલિત થાય છે ઃ ૧. તે પોતે વિક્રમશીલા વિદ્યાપીઠના અધ્યક્ષ અને પાછળથી ટિબેટમાં ગયેલ જિતારિ આચાર્યનો વિદ્યાશિષ્ય હતો. ૧. History of Indian Logic, p. 329. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy