SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૭ પ્રતિવાદીના વિરોધી બનાવી જે વાદ થાય તે. છેવટે સ્થાનાંગમાં જે દશ દોષો બતાવવામાં આવ્યા છે તેમાં પણ ઘણા દોષો વાદકથા સાથે જ સંબંધ ધરાવે છે. તેમનો સાર નીચે પ્રમાણે – (૧) પ્રતિવાદી તરફથી થતા ક્ષોભને લીધે જે મોટું બંધ થાય તે તજ્જત દોષ. (૨) બોલતાં વિસ્મૃતિ થાય તે સ્વમતિભંગ દોષ. (૩) મર્યાદા સાચવનાર અધ્યક્ષ કોઈ પણ કારણથી વાદી ઉપર દ્વેષ કરી કે તેના વિષયમાં બેદરકાર રહી પ્રતિવાદીને જય આપે અગર તેને સ્મૃતિની તક આપે તે પ્રશાસ્તૃદોષ. (૪) વાદીએ મૂકેલા દોષનો ખોટી રીતે પરિહાર કરવો તે પરિહરણ દો. (૫) સાધ્યવિકલત્વ આદિ દષ્ટાંતદોષ તે સ્વલક્ષણદોષ. (૬) સાધ્યના પ્રત્યે સાધનમાં જે વ્યભિચારદોષ આવે તે કારણદોષ. (૭) અસિદ્ધ, વિરુદ્ધ આદિ દેવાભાસો તે હેતુદોષ. (૮) પ્રતિવાદીના મતમાં આવી જવું તે સંક્રમણ દોષ. તેને પરમતાભ્યનુજ્ઞા પણ કહે છે. (૯) છળ આદિ દ્વારા જે પરાજયના પ્રસંગો આવે તે નિગ્રહદોષ. (૧૦) પક્ષના બાધિતત્ત્વ આદિ દોષો તે વસ્તુદોષ. કથા પદ્ધતિ અને તદંતર્ગત ન્યાયવાક્યને લગતું જે વર્ણન સંક્ષેપમાં ઉપર સ્થાનાંગમાંથી આપવામાં આવ્યું છે તે બધું વર્ણન શ્રીમદ્ ભદ્રબાહુકૃત ગણાતી દશવૈકાલિક નિર્યુક્તિમાં આપેલું છે. નિર્યુક્તિકારે એ બધું વર્ણન કરીને તેની સાથે ન્યાયવાકયનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તે પણ બતાવ્યું છે. દશવૈકાલિકના પ્રથમ અધ્યયનમાં ધર્મનું વર્ણન છે. તેથી નિર્યુક્તિકારે તે જ વસ્તુ લઈ તેમાં ન્યાયવાક્યનો ઉપયોગ સ્કુટ રીતે કરેલો છે. તે કહે છે કે કયાંક પાંચ અવયવરૂપ અને કયાંક દશ અવયવરૂપ ન્યાયવાચનો પ્રયોગ ૧. જુઓ, સ્થા. ટી. પૃષ્ઠ ૩૬૫. २. दसविहे दोसे पं० तं० तज्जातदोसे, मतिभंगदोसे, पसत्थारदोसे, परिहरणदोसे, सलक्खण, वकारण, हेऊदोसे, संकामणं निग्गहवत्थुदोसे । स्था० सू० ७४३. 3. कत्थइ पंचावयवं दसहा वा सव्वहा न पडिसिद्धं । न य पुण सव्वं भण्णइ हंदी સવારમવાલા ટૂંવૈ.નિ. ૦ ૫૦; જુઓ, પા. ૩૨ ગાથા ૪૯ થી ૮૮. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy