SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ ૦ અનેકાન્ત ચિંતન કરાય છે. આમાંના પાંચ અવયવો તો ગૌતમના ન્યાયસૂત્રમાં વર્ણિત પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ જ છે. નિર્યુક્તિકારે એ પાંચ અવયવોનો ઉપયોગ કરી ધર્મની સૂત્રોક્ત મંગળમયતા સિદ્ધ કરી બતાવી છે. ત્યાર બાદ તેઓએ દશ અવયવથી ઘટિત ન્યાયવાક્યનો પ્રયોગ પણ કરી બતાવ્યો છે; અને તે દશ અવયવો બે રીતે ગણાવ્યા છે. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિશુદ્ધિ, હેતુ, હેતુવિશુદ્ધિ, દૃષ્ટાંત, દૃષ્ટાંતવિશુદ્ધિ, ઉપસંહાર, ઉપસંહારવિશુદ્ધિ નિગમન અને નિગમનવિશુદ્ધિ——એ એક પ્રકાર. બીજા પ્રકારમાં દશ અવયવો આ પ્રમાણે છે : (ગાથા ૧૩૭) પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞાવિભક્તિ, હેતુ, હેતુવિભક્તિ, વિપક્ષ, પ્રતિષેધ, દૃષ્ટાંત, આશંકા, તદ્ઘતિષેધ, અને નિગમન. આ બંને પ્રકારના ન્યાયનો પ્રયોગ ગાથા ૧૩૮ થી ૧૪૮ સુધીમાં છે. વિશેષતા એ છે કે પ્રથમ પ્રકારના દશ અવયવો કોઈ એક જ ગાથામાં સંકલિત ન કરતાં માત્ર તેનાં નામો પ્રયોગમાં જ આવી જાય છે; જ્યારે બીજા પ્રકારના દશ અવયવો એક જ ગાથામાં ગણી બતાવ્યા છે અને પછી પ્રયોગમાં તેઓને સમજાવ્યા છે. ધ્યાન ખેંચે એવી એક બાબત એ પણ છે કે અક્ષપાદે નિગમનું હેત્વપ્રવેશાત્ પ્રતિજ્ઞાયાઃ પુનર્વષનું નિમનં (૧-૧૩૯) એવું જે લક્ષણ કર્યું છે એ જ નિર્યુક્તિમાં થોડાક ફે૨ફા૨ સાથે આ પ્રમાણે દેખાય છે ઃ વસમો ક્ષ અવયવો, પવહે પુોનયનં । (ગાથા. ૧૪૪ પૃ. ૭૯). સારાંશ એ છે કે દશવૈકાલિક મૂળસૂત્રમાં જે ધમ્મો મતમુવિનું એ સૂત્રથી ધર્મની મંગળમયના અને ઉત્કૃષ્ટતા કહેવામાં આવી છે તેને સિદ્ધ કરવા નિર્યુક્તિકારે ન્યાયવાક્યનું નિરૂપણ કર્યું છે. અને તે ન્યાયવાચ જેટલી રીતે સંભવી શકે તે બધી રીતે બતાવી તેના ઉપયોગ દ્વારા ધર્મની મંગળમયતા આદિ વ્યવસ્થિત રીત સાધ્યું છે. આ પ્રથમ અધ્યયનની નિર્યુક્તિ મુખ્યભાગે ન્યાયવાક્ય અને તેના ઉપયોગના નિરૂપણમાં જ રોકાયેલી છે. જેના ઉપરથી જાણી શકાય છે કે જૈન સંપ્રદાયમાં પ્રાચીન કાળમાં પણ કથાપદ્ધતિ અને તેને ૧. જુઓ, ગાથા ૫૦. ૨. પાંચ અવયવોનાં નામોના સંબંધમાં પણ બે પરંપરા દેખાય છે : એક તો ન્યાયસૂત્રની અને બીજી પ્રશસ્તપાદભાષ્યની અને માઠરવૃત્તિમાં મતાંતર તરીકે નોંધાયેલી. તે આ પ્રમાણે- ‘અવયવાઃ પુન: પ્રતિજ્ઞાપવેશનિવર્ણનાનુસંધાનપ્રત્યાનાય:' । પ્ર. પા. ભા. પૃ. ૩૩૫. બના. સં. સી ની આવૃત્તિ તથા માઠરવૃત્તિ. પૃ. ૧૨. ૩. જુઓ, ગાથા ૮૯ થી ૯૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy