SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ કથા પદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૮૯ લગતી અન્ય બાબતોનો વિચાર કેવો થતો અને પરંપરા કેવી ચાલતી. પરંતુ આપણે જોઈએ છીએ કે દશ અવયવો નિર્યુક્તિમાં બતાવ્યા છે તેથી જુદા પણ મળે છે. ન્યાયસૂત્રના ભાષ્યકાર વાત્સ્યાયને પણ પોતાના ભાષ્યમાં મતાંતરથી ચાલતા દશ અવયવો બતાવ્યા છે. તેમાંના પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન એ પાંચ તો નિર્યુક્તિમાં પણ છે. પરંતુ બાકીના પાંચ એ નિર્યુક્તિમાં નથી. તે પાંચ આ છે જિજ્ઞાસા, સંશય, શક્યપ્રાપ્તિ, પ્રયોજન, અને સંશયવ્યદાસ. આ પાંચ અવયવોને ન્યાયવાક્યના અંગ તરીકે સ્વીકારવાની વાત્સ્યાયન ના પાડે છે અને ફક્ત પંચાવવાત્મક ન્યાયવાક્ય જે ન્યાયસૂત્રમાં કહેલ છે તેનું જ સ્થાપન કરે છે. વાસ્યાયને કહેલ દશ અને નિર્યુક્તિમાં બે પ્રકારે વર્ણવેલ દશ દશ, એમ કુલ ત્રણ પ્રકારના દશ અવયવો અત્યારે આપણને મળે છે. આ ઉપરથી એટલું જણાય છે કે દશ અવયવાત્મક ન્યાયવાક્યની પરંપરા પ્રાચીન હતી. ભલે તે જૈન ગ્રંથોમાં અન્ય રૂપે અને વાત્સ્યાયનભાષ્યમાં અન્ય રૂપે દેખાય; પરંતુ અક્ષપાદ તે પરંપરામાં સુધારો કર્યો અને પંચ અવયવની જ આવશ્યકતા સ્વીકારી. જૈન ગ્રંથમાં તો પોતાના સ્યાદ્વાદ સિદ્ધાંત પ્રમાણે અપેક્ષાવિશેષની દૃષ્ટિએ પંચઅવયવાત્મક અને દશઅવયવાત્મક બંને પ્રકારના ન્યાયવાક્યનો સ્વીકાર કરી બંને પરંપરા સાચવવામાં આવી છે. અને આગળ જતાં જૈન તર્કસાહિત્યમાં જોઈએ છીએ કે તેમાં તો એક અવયવવાળાં અને બે અવયવવાળાં ન્યાયવાક્ય સુધ્ધાંનું સમર્થન અપેક્ષાવિશેષથી કર્યું છે. જયારે કેટલાક બૌદ્ધ વિદ્વાનો ત્રણ અવયવોનો જ ૧. પ્રમાણનયતત્તાલોકાલંકાર પરિચ્છેદ ૩, સૂત્ર ૨૩ : પહેતુવરનાત્મ પરાર્થનનુમાન मुपचारात् । સૂત્ર ર૮ - પક્ષવનન્નક્ષામવયવદયમેવ પરપ્રતિપદ્ધ દષ્ટીસ્તાવિનમ્ સૂત્ર ४२ :- मन्दमतीस्तु व्युत्पादयितुं दृष्टान्तोपनयनिगमनान्यपि प्रयोज्यानि तथा अतिव्युत्पन्नमति प्रतिपाद्यापेक्षया तु धूमोत्र दृश्यते इत्यादि हेतुवचनमात्रात्मकमपि तद्भवति (પરિ. ૩. સૂ. ૨૩. રત્નાકરાવતારિકા ટીકા). 'ननु प्रयोग इति विप्रतिपद्यन्ते वादिनः, तथाहि, प्रतिज्ञाहेतूदाहरणानीति એવયવનનુમાનગતિ સા; [સાંખ્યકારિકામાં ‘ત્રિવિધ' શબ્દ છે તેની માઠરવૃત્તિમાં “ચવવેવ' એમ વ્યાખ્યા કરી છે.] સોપનોન વિતુરવયવમિતિ मीमांसकाः, सह निगमनेन पञ्चावयवमिति नैयायिकाः, तदेवं विप्रतिपत्तौ कीदृशोऽनुमानप्रयोग इत्याह । एतावान् प्रेक्षप्रयोगः ॥२-१-९॥ प्रमाणमीमांसा पल. ३ । द्वि० पं०६ ॥ Jah Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy