SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ હેતુબિંદુનો પરિચય - ૨૦૫ અભયદેવ, તકવાર્તિકકાર શાંતિસૂરિ, સ્યાદ્વાદરત્નાકરકાર વાદી દેવસૂરિ, આચાર્ય હેમચંદ્ર જેવા પ્રસિદ્ધ તાર્કિકોએ જાણે અચેટને પોતાના અભ્યાસનો વિષય જ બનાવ્યો હોય તેમ ક્ષણભર લાગે છે. મલયગિરિ જેવા બહુશ્રુત લેખકે અર્ચટકૃત સ્યાદ્વાદના ખંડનનું નિરસન શબ્દશઃ કર્યું છે." એ જ રીતે શ્રીચંદ્ર ઉત્પાદાદિસિદ્ધિત્રયમાં એ જ કામ કર્યું છે. આ રીતે જૈન વિદ્વાનોના અભ્યસનીય અને અવલોકનીય ગ્રંથોમાં અર્ચટની ટીકાનું પ્રધાન સ્થાન રહેલું. તેથી જ આપણે જોઈએ છીએ કે જ્યારે અત્યાર લગીમાં કોઈ પણ સ્થળેથી અર્ચટની ટીકા ઉપલબ્ધ ન થઈ ત્યારે પણ પાટણ જેવા જૈનભંડારપ્રધાન જૂના શહેરમાંથી એની જૂની તાડપત્રીય એકમાત્ર નકલ મળી આવી. સંભવ છે કે બીજા પણ કોઈ જૈન ભંડારોમાંથી એની અન્ય પ્રતિ મળી આવે. આભાર દર્શન આ મથાળા નીચે મારે અનેકોનો આભાર માનવાનો છે. જે ભંડારની પ્રતિ મને મળી તેના તત્કાલીન વ્યવસ્થાપકોનો હું આભારી છું કે જેમણે પૂર્ણ ધીરજથી એ પ્રતિ મને ધીરી. પ્રવર્તક શ્રી કાંતિવિજયજીના સાહિત્યનિષ્ઠ પ્રશિષ્ય મુનિ શ્રી પુણ્યવિજયજીનો ઉદાર સાથ મળ્યો ન હોત તો અમારે માટે આગળ કામ લંબાવવાનું ભાગ્યે જ શક્ય બન્યું હોત. એમણે જૂની દુષ્પઠ લિપિ ઉપરથી અદ્યતન સુપઠ લિપિમાં એવો સુંદર આદર્શ તૈયાર કરી આપ્યો કે જે લેખનકળાના અદ્યતન નમૂનારૂપે અત્યારે પણ શ્રીમદ્રાજચંદ્ર જ્ઞાનસંગ્રહમાં મોજૂદ છે, અને જેના ઉપરથી પ્રેસકૉપી કરવાનું કામ બહુ જ સરલ બન્યું. શ્રીયુત પુરુષોત્તમ આઈ. તારકસની મદદ તો અસાધારણ રીતે ઉપકારક નીવડી છે. એમણે શરૂઆતથી ટિબેટનનો અભ્યાસ કરી અર્ચટની ટીકાને ટિબેટન અનુવાદ સાથે મેળવી જે અનેકવિધ ઉપયોગી કામ કરી આપ્યું તે થયું ન હોત તો તાડપત્રીય સંસ્કૃત મૂળ આદર્શ, જે ઘણે સ્થળે ખંડિત અને અસ્તવ્યસ્ત સ્થિતિમાં હતો, તેવા એકમાત્ર આર્દશ ઉપરથી આ બન્યું છે ૧. સન્મતિટીકા પૃ. ૧૭૧, પપ૬, ૫૬૮. ૨. ન્યાયાવતારવાર્તિકવૃત્તિ પૃ. ૧૨. ૩. સ્યાદ્વાદરત્નાકર પૃ. ૧૬, ૫. ૨૧. ૪. પ્રમાણમીમાંસા પૃ. ૩૮ અને તેનાં ટિપ્પણ પૃ. ૭૮. ૫. ધર્મસંગ્રહણી ટીકા પૃ. ૧૪૭ થી. ૬. ઉત્પાદાદિસિદ્ધિ. પૃ. ૪, ૧૫, ૩૭, ૪૫, ૭૬, ૯૨, ૧૪૭, ૧૪૨ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy