SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૪ - અનેકાન્ત ચિંતન સાહિત્ય ઉપર પડ્યો છે. બૌદ્ધપરંપરાના વિદ્વાનો અચંટનો ઉપયોગ કરે એ તો સ્વાભાવિક છે, પણ બ્રાહ્મણ અને જૈન પરંપરાના સુવિદ્વાનોએ સુધ્ધાં તેનો અનેકવિધ ઉપયોગ કર્યો છે. પ્રકરણપંચિકાકાર શાલિકનાથ અને વ્યોમશિવ ખંડન દૃષ્ટિએ તેનો ઉપયોગ કરે છે, જયારે વાચસ્પતિ મિશ્ર જેવા સર્વતંત્રસ્વતંત્ર દાર્શનિકે અર્ઘટના વિચારોનું મૂલ્યાંકન પણ પોતાની ઢબે કર્યું હોય તેમ લાગે છે. ઉદયને પોતાના બધા જ ગ્રંથોમાં ધર્મકીર્તિના અનેક ગ્રંથો અને તેની વ્યાખ્યાઓનો ખંડનદષ્ટિએ મુખ્યપણે ઉપયોગ કર્યો છે, એટલે એમાં સટીક હેતુબિંદુનો કેટલો અને કયો ઉપયોગ થયો છે તે તારવવું સરલ નથી; છતાં એવો સંભવ લાગે છે કે ઉદયને અર્ચટની ટીકા અવશ્ય જોઈ હશે. એ ગમે તેમ હો, પણ વધારે ચોકસાઈથી હેતુબિંદુનો બૌદ્ધતર પરંપરા ઉપર પ્રભાવ દર્શાવવો હોય તો જૈન તર્કવાય તરફ વળવું પડે. દિગંબરશ્વેતાંબર બને જૈન તાર્કિકોએ અર્ચટનું ખંડન પણ કર્યું છે અને તેનો પોતપોતાની રીતે ઉપયોગ પણ કર્યો છે. અકલંક અને તેના ટીકાકાર અનંતવીર્ય, અષ્ટસહસ્રીકાર વિદ્યાનંદ, પ્રમેયકમલમાર્તણ્ડપ્રણેતા પ્રભાચંદ્ર અને અકલંકકૃત ન્યાયવિનિશ્ચયનો અલંકાર રચનાર વાદિરાજ તથા ન્યાયમંજરીકાર જયંત ભટ્ટ–એ બધાએ અર્ચટ દ્વારા હેતુબિંદુનો ઉપયોગ છૂટથી કર્યો છે. શ્વેતાંબર આચાર્યોમાં પ્રસિદ્ધ આચાર્ય હરિભદ્ર" યાકિનીસૂનુથી હેતુબિંદુનો ઉપયોગ શરૂ થાય છે. અને પછી તો અચંટ દ્વારા તે ઉપયોગ એટલો બધો વ્યાપક બને છે કે સિદ્ધર્ષિ°, સન્મતિ ટીકાકાર १. प्रकरणपंचिकापूर्ति-मीमांसाजीवरक्षा पृ० ३. ૨. વ્યોમવતીમાં “વાધવિનામાવવિરોધ” (પૃ. ૫૬૫) એ હેતુબિંદુનું વાક્ય આવે છે. ૩. તાત્પર્યટીશ (વિના .), પૃ. ૨, ૩, ૩૨૦ મા. ४. न्यायकुसुमाञ्जलि (वृत्ति) का० ६, आत्मतत्त्वविवेकगत क्षणभंग चर्चा आदि. ५. सिद्धिविनिश्चय स्वोपज्ञवृत्ति पत्र ५०७ अ; लघीयस्त्रय-न्यायकुमुद पृ० १७४. ६. सिद्धिविनिश्चयटीका पृ० २०. ૭. તત્ત્વાર્થક્નો, પૃ. ૪, ૨૨૨. ૮. ચાવિનિશ્ચયટીકા–“વિસ્તુતદિવરણમ્' (પૃ૦ રૂ૪ મ), ‘તુવન્ડવ્યા વફાળેનાન” (પૃ૦ ૪૮૬ ), ‘મનો હેતુ વિન્ડો' (પૃ. ૧૦૦ ). ૯. અનેકાંતજયપતાકા. ૧૦.ન્યાયાવતારવિવૃતિ પૃ. ૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy