________________
“શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦ ૨૬૯ કલ્પનાબળ અને આકર્ષક દષ્ટાંત કે કથા દ્વારા પોતાના વક્તવ્યને સ્થાપવા તેમ જ સ્પષ્ટ કરવાનું સામર્થ્ય શ્રીમદ્માં નાની ઉંમરથી જ હતું. સ્કૂલયોગ્ય ઉંમરની કૃતિ “પુષ્પમાળા'માં જૂનું કરજ પતાવવા અને નવું કરજ ન કરવાની શિક્ષા આપતાં તેઓ કરજ શબ્દનો ભંગશ્લેષ કરી ગુજરાતી અને સંસ્કૃત વ્યુત્પત્તિ કલ્પી, તેમાંથી જે ત્રણ અર્થ ઉપજાવે છે, તે તેમના કોઈ તત્કાલીન વાચનનું ફળ હોય તોય તેમાં કલ્પનાબળનાં બીજો સ્પષ્ટ દેખાય છે. ૧. ક = નીચ + રજ = ધૂળ, જેમ કપૂત; ૨. કર = હાથ, જમનો હાથ + જ = નીપજેલી ચીજ; ૩. કર = વેરો; રાક્ષસી વેરો + જ = ઉત્પન્ન કરનાર–ઉઘરાવનાર (‘પુષ્પમાળા'-૭૫).
- ૧૭મે વર્ષે મોક્ષમાળામાં તેઓ ભક્તિતત્ત્વ વિશે લખતાં તલવાર, ભાંગ અને દર્પણ એ ત્રણ દષ્ટાંતથી એનું સ્થાપન કરે છે. તલવારથી શૌર્ય અને ભાંગથી જેમ કેફ વધે છે, તેમ સદૂભક્તિથી ગુણશ્રેણી ખીલે છે. જેમ દર્પણ દ્વારા સ્વમુખનું ભાન થાય છે, તેમ શુદ્ધ પરમાત્માના ગુણચિંતન વખતે આત્માસ્વરૂપનું ભાન પ્રગટે છે. કેટલું દૃષ્ટાંતસૌષ્ઠવ ! (“મોક્ષમાળા'-૧૩). એ જ પ્રસંગે વળી તેઓ કહે છે કે જેમ મોરલીના નાદથી સૂતો સાપ જાગે છે, તેમ સગુણસમૃદ્ધિના શ્રવણથી આત્મા મોહનિદ્રામાંથી જાગે છે (“મોક્ષમાળા'-૧૪).
તેઓએ “મોક્ષમાળા'માં અર્થ સમજ્યા વિનાના શબ્દપાઠની નિરર્થકતા બતાવતાં જે એક કચ્છી વાણિયાઓની ઉપહાસક (“મોક્ષમાળા'-૨૬) કથા ટાંકી છે, તે અમુક અંશે પારિભાષિક હોઈ હું અહીં કહેતો નથી, પણ જે જૈનો હોય તો તેને તદન સરળતાથી સમજી શકે તેમ છે. બીજાઓ પણ સહેજે જૈન પાસેથી એ સમજી શકશે. એ કથા કેટલી વિનોદક અને અભણ જેવા વૈશ્ય સમાજની પ્રકૃતિને બંધબેસે તેવી તેમ જ બોધક છે!
શ્રીમદ્દ જૈન સંપ્રદાયનાં નવ તત્ત્વોની “મોક્ષમાળા'માં (૯૩) કુશળતાપૂર્વક સમજૂતી આપતાં પ્રશ્ન ઉઠાવે છે કે જીવ તત્ત્વ પછી અજીવ તત્ત્વ આવે છે અને અજીવ તત્ત્વ તે જીવનું વિરોધી છે; એ બે વિરોધી તત્ત્વોનું સમીપણું કેમ ઘટે?
તેઓ કલ્પનાબળથી એક ગોળ ચક્ર ઉપજાવી આ પ્રશ્નનો ખુલાસો આકર્ષક રીતે પૂરો પાડતાં કહે છે કે જુઓ, પહેલું જીવ તત્ત્વ અને નવમું મોક્ષ તત્ત્વ એ બંને કેવાં પાસે છે ? ત્યારે અજીવ બીજું તત્ત્વ તે જીવની નજીક દેખાય, એ તો અજ્ઞાનથી એમ સમજવું. જ્ઞાનથી તો જીવ અને મોક્ષ જ પાસે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org