________________
શ્રીમદ્ રાજચંદ્ર –એક સમાલોચના ૦૨૬૩ માર્મિક વિવેચનો કર્યા છે; એ વસ્તુ તેમની અર્થસ્પર્શી પ્રજ્ઞા સૂચવે છે.
તે વખતે જૈન પરંપરામાં મુદ્રણયુગ નામનો જ હતો. દિગંબરીય શાસ્ત્રોએ તો કદાચ છાપખાનાનો દરવાજો જોયો જ ન હતો. એ યુગમાં ધ્યાન, ચિંતન, વ્યાપાર આદિની બીજી બધી પ્રવૃત્તિ વચ્ચે વ્યાપક રીતે ત્રણે ફિરકાનું આટલું શાસ્ત્ર, ભાષા આદિની અધૂરી સગવડે, એના યથાર્થ ભાવમાં વાંચવું અને તે ઉપર આકર્ષક રીતે લખવું, એ શ્રીમદૂની અસાધારણ વિશેષતા છે. એમનો કોઈ ગુરુ ન હતો—હોત તો એમના કૃતજ્ઞ હાથ ઉલ્લેખ કરતાં ના ભૂલત–છતાં એ એવા જિજ્ઞાસુ હતા કે નાનામોટા ગમે તે પાસેથી પોતાને જોઈતું મેળવી લેતા.
એ યુગમાં ગુજરાતમાં, ખાસ કરી મૂર્તિપૂજક અને સ્થાનકવાસી જૈન પરંપરામાં, દિગંબરીય સાહિત્યનો પરિચય કરાવનાર, તે તરફ રસવૃત્તિ અને આદરબુદ્ધિ ઉત્પન્ન કરાવનાર જો કોઈ પ્રથમ વ્યક્તિ હોય તો તે શ્રીમદ્ જ છે. જોકે મુંબઈ જેવાં સ્થળોમાં, જ્યાં તેમને દિગંબર મિત્રો વિશેષ મળવાનો સંભવ હતો, ત્યાં તેમણે શ્વેતાંબર સાહિત્યનો દિગંબર પરંપરાને પરિચય થાય અને એ તરફ તેઓની રસવૃત્તિ કેળવાય એવો કાંઈ પ્રયત્ન અવશ્ય કરેલો હોવો જોઈએ; પણ સરખામણીમાં શ્વેતાંબર પરંપરાએ દિગંબર પરંપરાના સાહિત્યને તે વખતથી આજ સુધીમાં જેટલું અપનાવ્યું છે, કદાચ તેને શતાંશે પણ દિગંબર પરંપરાએ શ્વેતાંબરીય સાહિત્ય અપનાવ્યું નથી. તેમ છતાં એકબીજાનાં શાસ્ત્રોનાં સાદર વાચન-ચિંતન દ્વારા ત્રણે ફિરકામાં એકતા ઉત્પન્ન કરવાનું અને બીજાની સમૃદ્ધિ દ્વારા પોતાની અપૂર્ણતા દૂર કરવાનું કામ આરંભવાનું શ્રેય તો શ્રીમદ્દને જ છે—જે આગળ જતાં પરમશ્રુતપ્રભાવક મંડળરૂપે અલ્પાંશે મૂર્ત રૂપ ધારણ કરે છે.
પ્રાજ્ઞ મનુષ્ય ગમે તે પરિસ્થિતિમાંથી લાભ જ ઉઠાવી લે છે એ ન્યાયે, શ્રીમદ્દ પ્રથમ સ્થાનકવાસી પરંપરા પ્રાપ્ત થઈ એ તેમના એક ખાસ લાભમાં પરિણમી; અને તે એ કે, સ્થાનકવાસી પરંપરામાં પ્રચલિત એવો મૂળ આગમનો અભ્યાસ એમને તદ્દન સુલભ થયો–જેમ કદાચ શ્વેતાંબર પરંપરામાં ગૃહસ્થ માટે પ્રથમથી બનવું ઓછું સંભવિત છે—અને તેની અસર એમના જીવનમાં અમીટ બની ગઈ. પાછળથી શ્વેતાંબર પરંપરાના પ્રચલિત સંસ્કૃતપ્રધાન અને તર્કપ્રધાન ગ્રંથોના અવલોકને તેમની આગમચિ અને આગમપ્રજ્ઞાને સવિશેષ પ્રકાશી. દિગંબરીય સાહિત્યના પરિચયે તેમની સહજ
વૈરાગ્ય અને એકાંતવાસની વૃત્તિને કાંઈક વિશેષપણે ઉત્તેજી. જેમ જેમ તેમનો Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org