________________
૨૬૨૦ અનેકાન્ત ચિંતન
જ
નામનાં તાત્ત્વિક વિષયોનાં ગુજરાતીભાષાબદ્ધ પ્રકરણો, મૂળ પ્રાકૃત કેટલાક આગમો અને તેના ટબાઓ—એ જ એ પરંપરાનું મુખ્ય સાહિત્ય છે. શ્રીમદે બહુ જ થોડા વખતમાં એ શાસ્ત્રો બધાં નહિ તો એમાંનાં મુખ્ય મુખ્ય જોઈ તેનું હાર્દ સ્પર્શી લીધું, પણ એટલાથી તેમની ચક્રવર્તી થવા જેટલી મહત્ત્વાકાંક્ષા કાંઈ શમે અગર ભૂખ ભાંગે એમ ન હતું. તેઓ જેમ જેમ જન્મભૂમિ બહાર જતા ગયા અને ગગનચુંબી જૈન મંદિરનાં શિખરો જોવા સાથે મોટા મોટા પુસ્તકભંડારો વિશે સાંભળતા ગયા, તેમ તેમ તેમની વૃત્તિ શાસ્ત્રશોધન તરફ વળી. અમદાવાદ પહોંચ્યા ત્યાં એમને ખૂબ જ નવનવાં શાસ્ત્રો જોવા-જાણવા મળ્યાં. પછી તો, એમ લાગે છે કે, તેમની વિવેચકશક્તિ અને ગંભીર ધાર્મિક સ્વભાવને લીધે ચોતરફથી આકર્ષણ વધ્યું અને અનેક દિશાઓમાંથી તેમને સંસ્કૃત-પ્રાકૃત પુસ્તકો મળવા લાગ્યાં. આ રીતે શ્વેતાંબરીય સાહિત્યનો પરિચય બહિરંગ અને અંતરંગ બન્ને રીતે વધ્યે જ જતો હતો, તેટલામાં મુંબઈ જેવા સ્થળેથી તેમને દિગંબરીય શાસ્ત્રો જાણવા મળ્યાં. તેઓ જે વખતે જે વાંચતા, તે વખતે તેના ઉપર કાંઈક નોંધપોથીમાં લખતા; અને તેમ નહિ તો છેવટે કોઈ જિજ્ઞાસુ કે સ્નેહીને લખવાના પત્રમાં તેનો નિર્દેશ કરતા. એમની નોંધપોથી સમગ્ર જ છે એમ ન કહી શકાય. વળી બધી જ નોંધપોથી કે બધા નિર્દેશક પત્રો પ્રાપ્ત થયા છે એમ પણ ન કહી શકાય, છતાં જે કાંઈ સાધન ઉપલબ્ધ છે તે ઉ૫૨થી એટલું ચોક્કસપણે કહી શકાય એમ છે કે ત્રણે જૈન પરંપરાના તાત્ત્વિક, પ્રધાન પ્રધાન ગ્રંથો એમણે વેધક દૃષ્ટિથી સ્પર્ધા છે. કેટલાંક મૂળ સૂત્રો, જેવાં કે ઉત્તરાધ્યયન, સૂત્રકૃતાંગ, દશવૈકાલિક, પ્રશ્નવ્યાકરણ ઇત્યાદિ તો એ શબ્દ, ભાવ અને તાત્પર્યમાં પી ગયા હતા, એમ લાગે છે. કેટલાક તર્કપ્રધાન ગ્રંથો પણ એમણે વાંચ્યા છે. વૈરાગ્યપ્રધાન અને કર્મવિષયક સાહિત્ય તો એમની નસેનસમાં વ્યાપેલું હોય એમ લાગે છે.
ગુજરાતી, હિન્દી, સંસ્કૃત અને પ્રાકૃત એ ચાર ભાષામાં લખાયેલ શાસ્ત્રો એમણે વાંચેલાં લાગે છે. આશ્ચર્ય તો એ છે કે ગુજરાતી સિવાય એમણે બીજાઓની પેઠે સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓનો વ્યવસ્થિત અભ્યાસ કર્યો નથી, છતાં તે તે ભાષાના વિશારદ પંડિતો શાસ્ત્રના ભાવોને સ્પર્શે તેટલી જ યથાર્થતાથી અને ઘણે સ્થળે તો તેથી પણ આગળ વધીને તેમણે એ ભાષાનાં શાસ્ત્રોના ભાવોને તાવ્યા છે; એટલું જ નહિ, પણ તે ભાવોને તેમણે ગદ્ય કે પદ્યમાં વ્યક્ત કર્યા છે; ઘણી વાર તો તે ભાવોનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org