________________
શ્રીમદ્ રાજચંદ્ર એક સમાલોચના ૦૨૬૧ નાટક, કાવ્ય પ્રવાસવર્ણન આદિ, તરફ તેમની રસવૃત્તિ સ્વાભાવિક રીતે જ રહેલી લાગતી નથી. એમણે એવું સાહિત્ય વાંચવામાં મનોયોગ આપ્યો હોય કે સમય ગાળ્યો હોય એમ તેમનાં લખાણો જોતાં લાગતું નથી. છતાં તેમના હાથમાં છૂટું છવાયું એવું કાંઈ સાહિત્ય પડી ગયું હશે, તોપણ એનો ઉપયોગ એમણે તો પોતાની તત્ત્વચિંતક દૃષ્ટિએ જ કરેલ હોવો જોઈએ. એમની જિજ્ઞાસા અને નવું નવું જાણી તે પરત્વે વિચાર કરવાની સહજ વૃત્તિ બેહદ હતી. એ વૃત્તિ અન્ય સાહિત્ય તરફ ન વળતાં માત્ર શાસ્ત્ર તરફ જ વળેલી લાગે છે.
- વિદુરનીતિ, વૈરાગ્યશતક, ભાગવત, પ્રવીણસાગર, પંચીકરણ, દાસબોધ, શિક્ષાપત્રી, પ્રબોધશતક, મોહમુગર, મણિરત્નમાલા, વિચારસાગર, યોગવાસિષ્ઠ બુદ્ધચરિત આદિ તેમણે લખાણોમાં નિર્દેશેલાં અને બીજાં કેટલાંક નામપૂર્વક નહિ નિર્દેશેલ છતાં તેમનાં લખાણોના ભાવ ઉપરથી સ્પષ્ટ સૂચિત થતાં જૈનેતર શાસ્ત્રીય પુસ્તકો તેમણે એકાગ્રતા અને તીક્ષ્ણ દૃષ્ટિથી વાંચ્યાં છે ખરાં, પણ એકંદર તેમણે જૈન શાસ્ત્રો જ મોટા પ્રમાણમાં વાંચ્યાં છે. તેમાંના ઝીણા ઝીણા તાત્ત્વિક અને આચાર-વિષયક મુદ્દાઓ ઉપર તેમણે અનેક વાર ગંભીર વિચારણા કરી છે, એ વિશે એકથી વધારે વાર લખ્યું છે, અને એમણે એ વિશે જ હાલતાં ને ચાલતાં ઉપદેશ આપ્યો છે. આ દૃષ્ટિએ એમનાં લખાણો વાંચતાં એવું વિધાન ફલિત થાય છે કે જોકે બીજાઓમાં હોય છે તેવી તેમનામાં સંકુચિત ખંડનમંડનવૃત્તિ, કદાગ્રહ કે વિજયલાલસા ન હતાં, છતાં તેમણે વાંચેલું જૈનેતર સમગ્ર શ્રુત જૈન શ્રુત અને જૈન ભાવનાના પરિપોષણમાં જ તેમને પરિણમ્યું હતું.
ભારતીય દર્શનોમાં વેદાંત (ઉત્તરમીમાંસા) અને તે પણ શાંકરમતાનુસારી, તેમ જ સાંખ્ય એ બે દર્શનનાં મૂળ તત્ત્વોનો તેમને પરિચય કાંઈક ઠીક હતો એમ લાગે છે. એ સિવાયનાં અન્ય વૈદિક દર્શનો કે બૌદ્ધ દર્શન વિશે તેમને જે કાંઈ માહિતી મળી, તે તે દર્શનના મૂળ ગ્રંથ ઉપરથી નહિ, પણ આચાર્ય હરિભદ્રના ષડ્રદર્શનસમુચ્ચય, ધર્મસંગ્રહણી આદિ તથા આચાર્ય સિદ્ધસેનના મૂળ સન્મતિ આદિ જેવા જૈન ગ્રંથો દ્વારા જ મળી હોય એમ લાગે છે.
તેમના જૈન શાસ્ત્રજ્ઞાનની શરૂઆત પણ સ્થાનકવાસી પરંપરામાંથી જ " જય છે. એ પરંપરાનું સાહિત્ય બાકીની બે પરંપરા કરતાં—ખાસ કરી
મૂર્તિપૂજક શ્વેતાંબર પરંપરા કરતાં–બહુ જ ઓછું અને મર્યાદિત છે. થોકડા
Jain Education International
For Private & Personal Use Only
WWVw.jainelibrary.org