SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૨ - અનેકાન્ત ચિંતન સમજે છે કે અર્ધ એટલે આખાનો બરાબર અધ ભાગ. પણ અર્ધ શબ્દ આખાના બે સમાન અંશ પૈકી એક અંશની પેઠે તેના નાનામોટા બે અસમાન અંશ પૈકી કોઈ પણ એક અંશ માટે પણ વપરાય છે. એટલે પ્રસ્તુત સ્તોત્ર સો ઉપરાંત ત્રેપન ગ્લોકપ્રમાણ હોય તોય એનું અધ્યદ્ધશતક નામ તદ્દન શાસ્ત્રીય અને યથાર્થ છે. અધ્યદ્ધશતક તેર વિભાગમાં વહેંચાયેલું છે. દરેક વિભાગ એના વિષયાનુરૂપ નામથી અંકિત છે. એ નામ અને વિભાગની રચના મૂળકારની જ હશે. તે વિભાગો નીચે પ્રમાણે છે :– . ૧. ઉપોદ્યાતસ્તવ ૨. હેતુસ્તવ ૩. નિરુપમસ્તવ ૪. અદ્ભુતસ્તવ ૫. રૂપસ્તવ ૬. કરુણાસ્તવ ૭. વચનસ્તવ ૮. શાસનસ્તવ ૯. પ્રસિધિસ્તવ ૧૦. માર્ગાવતારસ્તવ ૧૧. દુષ્કરસ્તવ ૧૨. કૌશલસ્તવ ૧૩. આનૃશ્યસ્તવ છેલ્લાં બે પદ્યો વંશસ્થ છંદમાં અને બાકીનાં બધાં અનુરુપમાં છે. આખા સ્તોત્રનું સંસ્કૃત તદ્દન સરલ, પ્રસન્ન અને નિરાડંબર શૈલીવાળું છે. સ્તુતિકાર માતૃચેટે એટલી નાનકડીશી સ્તુતિમાં બુદ્ધના આધ્યાત્મિક જીવનની શરૂઆતથી તેની પૂર્ણતા સુધીનું સંક્ષિપ્ત કિંતુ પરિપૂર્ણ ચિત્ર એટલી બધી સાદગી, સચ્ચાઈ ને ભાવવાહિતાથી ખેંચ્યું છે કે તે સ્તોત્ર વાંચનાર અને વિચારનાર ક્ષણભર ભૌતિક જગતની ઉપાધિઓ ભૂલી જાય છે. સ્તુતિ-સ્તોત્રનું પ્રવાહબદ્ધ અને અખંડ વહેણ તો ઓછામાં ઓછું ઋગ્વદના સમયથી ભારતમાં આજ લગી વહેતું આવ્યું છે, પણ માતૃચેટનું પ્રસ્તુત સ્તોત્ર તેના પૂર્વકાલીન અને ઉત્તરકાલીન સ્તોત્રથી કેટલાક અંશોમાં જુદું પડે છે, જે આપણું ખાસ ધ્યાન ખેંચે છે. વેદનાં પ્રાચ્ય સૂક્તો સૂર્ય, ચંદ્ર, ઉષા આદિ પ્રકૃતિગત અંશોને જ દિવ્યતા અર્ધી તેમ જ ઇન્દ્ર, વરુણ આદિ પ્રસિદ્ધ પૌરાણિક દેવ-દેવીઓની ઓજસ્વિની કિંતુ તત્કાલીન કાંઈક અગમ્ય ભાષામાં ભાવ અને જીવનભરી સ્તુતિઓ કરે છે, પણ તે સૂક્તો ભાગ્યે જ ૧. જુઓ સિદ્ધહેમશબ્દાનુશાસનનું સૂત્ર “સપેંડશેડઈ વા' (૩-૨-૧૪) અને તેની બૃહવૃત્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy