________________
૧૯૯ - અનેકાના ચિંતન સ્થિરીકરણ અને વિશદીકરણ ધર્મકીર્તિએ કર્યું છે, અને બૌદ્ધ તર્કશાસ્ત્રની એક ચોક્કસ વિચારસરણી ઘડી છે. તેથી જ આપણે જોઈએ છીએ કે ન્યાયવૈશેષિક-મીમાંસક જેવી વૈદિક પરંપરાના ગ્રંથોમાં અને જૈન તર્કગ્રંથોમાં દિનાગ અને ધર્મકીર્તિનું પ્રમાણમાં વધારેમાં વધારે ખંડન થયેલું છે–ાણે કે તે બે બૌદ્ધતર દર્શનોના મહાન પ્રતિસ્પર્ધી હોય !
આ સ્થળે દિક્નાગકૃત પ્રમાણસમુચ્ચય, ન્યાયમુખ અને હેતુચક્ર સાથે ધર્મકીર્તિના સંસ્કૃતમાં ઉપલબ્ધ એવા જ ત્રણ ગ્રંથોની વિષય અને શૈલીની દૃષ્ટિએ તુલના કરવી યોગ્ય છે. પ્રમાણસમુચ્ચયમાં બધાં જ પ્રમાણોની મુખ્યપણે ચર્ચા છે, ને તે સવૃત્તિક કારિકાબદ્ધ છે. ન્યાયમુખમાં મુખ્યપણે અનુમાનની ચર્ચા છે; જેમકે સિદ્ધસેનકૃત ન્યાયાવતારમાં. હેતુચક્રમાં મુખ્યપણે ન્યાયાંગભૂત હેતુસ્વરૂપની ચર્ચા છે. ધર્મકીર્તિનું પ્રમાણવાર્તિક તો પ્રમાણસમુચ્ચયની વ્યાખ્યા હોઈ તેમાં તેનો જ વિષય આવે એ સ્વાભાવિક છે, પણ એનો પ્રમાણવિનિશ્ચય ગ્રંથ મુખ્યપણે બધાં જ પ્રમાણોનું નિરૂપણ કરે છે, જ્યારે ન્યાયબિંદુમાં મુખ્યપણે અનુમાનની જ ચર્ચા છે, અને હેતુબિંદુમાં હેતુચક્રની પેઠે મુખ્યપણે હેતુસ્વરૂપની ચર્ચા છે.
હેતુબિંદુમાં હેતુનું સ્વરૂપ એક જ કારિકામાં નિર્દેશી તે વિશે તેની વ્યાખ્યામાં વિશેષ ઊહાપોહ લંબાણથી કરવામાં આવ્યો છે, જયારે ન્યાયબિંદુના બીજા પરિચ્છેદમાં હેતુના સ્વરૂપ વિશે બૌદ્ધ સિદ્ધાંતોનો સૂત્રરૂપે માત્ર ઉક્તિસંગ્રહ છે, પરંતુ પ્રમાણવાર્તિકના સ્વાર્થાનુમાન પરિચ્છેદમાં સમગ્ર હેતુબિંદુમાં લંબાણથી ચર્ચાયેલ વિષય પણ ઘણા જ લંબાણથી સ્વોપજ્ઞવૃત્તિ સહિત ૩૪૨ કારિકાઓમાં ચર્ચાયેલો છે. હેતુબિંદુમાં જે ગદ્ય ભાગ છે તે સમગ્ર પ્રમાણવાર્તિકની સ્વાર્થનુમાનની વૃત્તિમાં આવી જ જાય છે. ૨. હેતુબિંદુટીકા
અર્ચટકૃત હેતુબિંદુટીકા પણ ગદ્યાત્મક જ છે. એમાં અર્ચના પોતાનાં થોડાંક પડ્યો છે ખરાં; જેમ કે શરૂઆતના ચાર પદ્યો સુગતની સ્તુતિ અને ધર્મકીર્તિની કૃતિનું ગૌરવ તેમ જ પોતાની લઘુતા વિશેનાં છે, અંતમાં એક પદ્ય ઉપસંહારસૂચક છે અને વચ્ચે જયાં સ્યાદ્વાદનું ખંડન આવે છે ત્યાં તે સ્વરચિત ૪૫ પદ્યો (પૃ. ૧૦૪) મૂકે છે. આ પદ્યો તેણે હેતુબિંદુટીકા રચતી વખતે જ રચ્યાં છે કે કોઈ પોતાના બીજા ગ્રંથમાંથી ઉદ્ધત કર્યો છે એ નક્કી થઈ શકતું નથી, પણ તેના વ્યાખ્યાકાર દુર્વેકના સ્પષ્ટ કથન (પૃ. ૩૪૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org