________________
આવશ્યકસૂત્રના કર્તા કોણ ? ૧૩૯ સિવાય અન્ય રચિત માનવામાં શું પ્રમાણ છે ? અલબત્ત, આ પ્રશ્ન મને પહેલાં પણ થયેલો, અને અત્યારે પણ થાય છે; છતાં જ્યારે સંપૂર્ણ આવશ્યક ગણધકૃત જ છે એ મતલબનું કોઈ સ્પષ્ટ પ્રમાણ જ નથી મળતું અને ગણધરભિન્નકૃત હોવાનાં એકથી વધારે સ્પષ્ટ પ્રમાણો મળે છે ત્યારે એમ જ સમન્વય ક૨વાની ફરજ પડે છે કે અત્યારે જે આવશ્યકસૂત્રના કર્તાનો પ્રશ્ન ચર્ચવામાં આવે છે તે આવશ્યકસૂત્ર એ સમજવું જોઈએ કે જેના ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીની નિર્યુક્તિ મળે છે તે બધાં સૂત્રો નિર્યુક્તિથી પ્રાચીન તો છે જ અને એ સૂત્રોના કર્તાની જ આ સ્થળે ચર્ચા છે. આવશ્યક તરીકે આજે મનાતાં બધાં સૂત્રો અક્ષરશઃ નિર્યુક્તિપૂર્વભાવી નથી. ઘણાં સૂત્રો દેશ, કાલ આદિના પરિવર્તન સાથે લાભની સંભાવનાથી નિર્યુક્તિ પછી પણ રચાયેલાં છે અને ઉમેરાયેલાં પણ છે; અને આજે આપણે એ સૂત્રોને નિર્યુક્તિપૂર્વભાવી સૂત્ર જેટલાં જ અગત્યનાં માનીએ છીએ. તેવી રીતે ગણધર સુધર્માથી માંડી શ્રી ભદ્રબાહુસ્વામી સુધી અનેક સૂત્રો રચાયેલાં હોવાં જ જોઈએ. તેથી જ શ્રી સિદ્ધસેનગણ વગેરે આવશ્યકસૂત્રને શ્રી જંબૂ, પ્રભવ આદિ આચાર્ય પ્રણીત કહે છે. અલબત્ત, એ સૂત્રસમૂહમાં કોઈ કોઈ સૂત્ર ગૌતમાદિ ગણધરકૃત પણ હોય એવી સંભાવનાને ખાસ સ્થાન છે, પણ અહીં મારો મુદ્દો સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યકના કર્તા સંબંધે છે. હું પહેલાં જ સૂચિત કરી ગયો છું કે ઉપલબ્ધ પ્રમાણો માત્ર એટલું જ સાબિત કરી શકે છે કે ઉપલબ્ધ સંપૂર્ણ આવશ્યક શ્રુતસ્કંધ ગણધકૃત નથી. આથી કોઈ અમુક સૂત્ર ગણધકૃત હોય એમ માનવામાં કશો જ બાધ નથી અને તેથી જ શ્રી હરિભદ્રસૂરિના ‘ઈરિયાવહિય સૂત્ર ગણધ૨કથિત છે’ એવા મતલબના ઉલ્લેખને પણ ઘટાવી શકાય તેમ છે. સંપૂર્ણ આવશ્યકનાં સૂત્રો કોઈ એક જ કર્તાની કૃતિ હોય તેમ નથી. તેના કર્તા શ્રી જંબૂ, પ્રભવ આદિ અનેક સ્થવિરો હોય તેવો સંભવ છે, અને તેમ છતાં તે આવશ્યકનું પ્રાચીનત્વ અને મહત્ત્વ જરાયે ઘટતું નથી. હવે પછી કોઈ વિચારક સંપૂર્ણ આવશ્યકસૂત્રને ગણધરકૃત સાબિત કરે એવા સ્પષ્ટ ઉલ્લેખો રજૂ ક૨શે તો તે સંબંધમાં જરા પણ પૂર્વગ્રહ રાખ્યા સિવાય પ્રમાણાનુસા૨ી વિચાર કરવા અને ફરી પ્રમાણોનું બલાબલ તપાસવા પ્રયત્ન થશે.
સંપૂર્ણ ઉપલબ્ધ આવશ્યક શ્રુતસ્કંધ ગણધકૃત નથી, તેમ જ તેનાં બધાં સૂત્રો કોઈ એક કર્તાની કૃતિ નથી એ વાત જો ઉપરની વિચારસરણીથી સાબિત થતી હોય તોયે કેટલુંક ખાસ વિચારવાનું અને પરીક્ષણ કરવાનું કામ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org