________________
કથાપદ્ધતિનું સ્વરૂપ અને તેના સાહિત્યનું દિગ્દર્શન • ૭૧ અજ્ઞાનના સર્વનાશક પંજામાંથી જેટલો ભાગ બચી ગયેલો રહ્યો છે તેમાં પ્રસ્તુત વિષય વાદને લગતું કેટલુંક વર્ણન સચવાઈ રહ્યું છે. હેમચંદ્રનું એ વર્ણન માત્ર ગ્રંથપાઠનું પરિણામ નથી, પણ તેની પાછળ જાગરૂક અનુભવ અને વહેતી પ્રતિભા છે. વિક્રમ સંવત ૧૧૮૧માં અણહિલપુર પાટણ મુકામે થયેલા કુમુદચંદ્ર સાથેના દેવસૂરિના પ્રસિદ્ધ વાદ વખતે તરુણ હેમચંદ્ર હાજર હતા, એ ઉપર જણાવ્યું છે. ત્યાર બાદ રાજસભા અને ચર્ચાના અખાડામાં તે વિદ્વાને પચાસથી વધારે વર્ષ સફળતાપૂર્વક કુસ્તી કરેલી. એનું અને તેઓના અદ્દભુત શાસ્ત્રવ્યાસંગનું ભાન આ બચેલા પ્રમાણમીમાંસાના ટુકડાના વાક્ય વાક્યમાં થાય છે. પ્રમાણમીમાંસા લખતી વખતે હેમચંદ્રના મગજમાં દાર્શનિક વૈદિક ગ્રંથો અને બૌદ્ધ ગ્રંથો અને પૂર્વવર્તી જૈન ગ્રંથો રમી રહ્યા હોય તેમ લાગે છે. જેમ બીજી કૃતિઓમાં તેમ પ્રમાણમીમાંસામાં પણ હેમચંદ્ર સ્વતંત્ર વ્યક્તિત્વ દાખવ્યું છે.
હેમચંદ્ર જેમ પૂર્વવર્તી અલંકારશાસ્ત્રીઓએ માનેલા અલંકારોનું કાવ્યાનુશાસનમાં ટૂંકું વર્ગીકરણ કરે છે તેમ તે અક્ષપાદે અને ચરકે વર્ણવેલી કથાઓની સામે પ્રમાણમીમાંસામાં વાંધો લઈ માત્ર એક વાદકથાને જ સ્વીકારે છે, અને અસદુત્તર એટલે જાતિના પ્રયોગવાળા જલ્પને જુદું સ્થાન આપતા નથી. પરાજય અધિકરણની સમીક્ષા કરતાં હેમચંદ્ર અક્ષપાદ અને તેના અનુગામી વાત્સ્યાયન તથા ઉદ્યોતકરે સ્વીકારેલા નિગ્રહસ્થાનના સામાન્ય અને વિશેષ સ્વરૂપને અધૂરું બતાવ્યું છે, તેમ જ ધર્મકીર્તિ આદિ બૌદ્ધ વિદ્વાનોએ માન્ય કરેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને પણ તેમણે એકદેશીય સાબિત કર્યું છે; અને અકલંક તથા વિદ્યાનંદી આદિ જૈનાચાર્યોએ વર્ણવેલ નિગ્રહસ્થાનના સ્વરૂપને તેમણે માન્ય રાખેલું છે. વિદ્યાનંદીની પત્રપરીક્ષાનું
સ્મરણ કરાવે તેવું પત્ર પરીક્ષણ હેમચંદ્ર આવ્યું છે પણ એ આરંભમાત્રમાં જ ગ્રંથ ખંડિત થઈ જાય છે. વધુ વિગત માટે જુઓ પરિશિષ્ટ ૫, વિભાગ ૨.
ઉત્તરવર્તી બ્રાહ્મણસાહિત્યમાં પણ એક એવો ગ્રંથ છે કે જે સ્વતંત્ર કૃતિ નથી કિંત પ્રાચીન ગ્રંથની વ્યાખ્યા છે. છતાં તેમાં ભારતીય વિદ્વાનોની કથા પદ્ધતિના નિયમ-ઉપનિયમોનું અને દરેક અંગોનું પ્રગતિ પામેલું વર્ણન છે. આ ગ્રંથ તે બંગાલી વિદ્વાન વિશ્વનાથ તપંચાનની અક્ષપાદ ગૌતમનાં સૂત્રો ઉપરની વૃત્તિ. એ વૃત્તિમાં પણ સભાપતિ કેવો હોવો જોઈએ. તેનું કર્તવ્ય શું, સભ્યો કેવા, અને શા કામ માટે હોવા જોઈએ, દરેક કથા કયે ક્રમે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org