________________
ભારતીય દર્શનોની કાળતત્ત્વ સંબંધી માન્યતા ૦ ૪૭
ધર્મસંગ્રહણી', તત્ત્વાર્થભાષ્યવૃત્તિ આદિ ગ્રંથોમાં ઉક્ત બન્ને પક્ષો નિર્દિષ્ટ છે. દિગંબરીય મધ્યકાલીન સાહિત્યમાં તત્ત્વાર્થની ત્રણ ટીકાઓ (સર્વાર્થસિદ્ધિ, રાજવાર્તિક, શ્લોકવાર્તિક), ગોમ્મટસાર આદિ ગ્રંથોમાં એ પૂર્વોક્ત એક જ પક્ષ જણાય છે. શ્વેતાંબરીય અર્વાચીન સાહિત્યમાં દ્રવ્યગુણપર્યાયનો રાસ, યુક્તિપ્રબોધ, લોકપ્રકાશ આદિ ગ્રંથોમાં ઉક્ત બન્ને પક્ષો પોષાયેલા છે.
બીજો પ્રશ્ન કાળતત્ત્વના સ્વરૂપને લગતો છે. વૈદિકદર્શનસ્વીકૃત કાળતત્ત્વ સંબંધી ઉક્ત બન્ને પક્ષો જૈન દર્શનમાં છે, એટલા પૂરતું એ બન્ને દર્શનોનું સામ્ય છતાં સ્વરૂપની બાબતમાં જૈન દર્શન વૈદિક દર્શનોથી બિલકુલ જુદું પડે છે. સ્વરૂપ સંબંધી અનેક માન્યતાઓ જૈન સાહિત્યમાં છે. તેની વિવિધતા જોતાં પરોક્ષ વિષયમાં મનુષ્યની બુદ્ધિ કલ્પનાનાં કેવાં ચિત્રણો આલેખે છે, તે વાત વધારે સાબિત થાય છે. જ્યારે વૈદિક સ્વતંત્ર કાળપક્ષ કાળને એક, વ્યાપક અને નિત્ય માને છે ત્યારે જૈન સ્વતંત્ર કાળતત્ત્વ-પક્ષમાં ચાર જુદી-જુદી માન્યતાઓ છે. પહેલી માન્યતા કાળને અણુમાત્ર અને એક
૧. આ ગ્રંથ આઠમી—નવમી શતાબ્દીમાં થયેલ શ્રી હરિભદ્રસૂરિએ રચેલ છે. જુઓ. ગા. ૩૨ તથા મલયગિરિ ટીકા.
૨. જુઓ અ. ૫. સૂ. ૩૮-૩૯, ભાષ્યવ્યાખ્યા શ્રી. સિદ્ધસેનકૃત.
૩. આ ગ્રંથને શ્વેતાંબર, દિગંબર બન્ને સંપ્રદાય પ્રમાણ તરીકે એકસરખી રીતે સ્વીકારે છે. જોકે બન્ને સંપ્રદાયમાં કેટલાંક સૂત્રો ઓછાંવત્તાં છે અને પરિવર્તન પણ પામ્યાં છે. કેટલેક સ્થળે સૂત્રમાં વિશેષ ભિન્નતા ન હોવા છતાં પણ બન્ને સંપ્રદાયના વ્યાખ્યાકાર આચાર્યોએ પોતપોતાની માન્યતા પ્રમાણે તે તે સૂત્રોનો જુદો જુદો અર્થ કર્યો છે. તેના ઉદાહરણરૂપે કાળ સંબંધી સૂત્રો ઉપરની બેઉ સંપ્રદાયના આચાર્યોએ કરેલ વ્યાખ્યા જોવા જેવી છે.
૪. અ. ૫, સૂ. ૩૯-૪૦ ઉપરની ત્રણ વ્યાખ્યા.
૫. જુઓ. જીવકાંડ.
૬. આ ગ્રંથ ગુજરાતી ભાષામાં સત્તરમા-અઢારમા સૈકામાં થયેલ ઉપાધ્યાય યશોવિજયજીએ રચેલ છે. તેમાં શ્વેતાંબર અને દિગંબર બન્ને સંપ્રદાયોની કાળ સંબંધી સમગ્ર માન્યતાઓ વિચારપૂર્વક વર્ણવાયેલ છે. આ વિષયના જિજ્ઞાસુ માટે આ એક જ ગ્રંથ પર્યાપ્ત છે. જુઓ “પ્રકરણરત્નાકર” ભા. ૧. ગા. ૧૦.
૭. આ ગ્રંથમાં પણ શ્વેતાંબર, દિગંબર બન્ને સંપ્રદાયની સમગ્ર કાળ સબંધી માન્યતાઓનું એક પ્રકરણ છે. તેના પ્રણેતા ઉ મેઘવિજયજી છે. તે એક સારા વિદ્વાન અને યશોવિજયજીના સમકાલીન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org