SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬ ૯ અનેકાન્ત ચિંતન બન્ને પક્ષો સ્વીકારાયા છે. જોકે વખત જતાં જૈન સાહિત્ય હિંદુસ્તાનના દરેક ભાગમાં ફેલાયું અને પુષ્ટ થતું ગયું, પણ તેના ઉત્થાનનાં બીજ પૂર્વદેશ બિહારાન્તર્ગત મગધ પ્રદેશમાં જ રોપાયેલાં. ઉપર્યુક્ત વૈદિક છ દર્શનોના સૂત્રકારો પણ મોટે ભાગે મગધની સમીપના મિથિલા દેશમાં જ થયેલા. જૈન દર્શન અને વૈદિક દર્શનોની માત્ર ક્ષેત્રવિષયક જ સમાનતા નથી, પણ તેઓની સમાનકાલીનતા પણ નિશ્ચિત છે. આ સમાનક્ષેત્રતા અને સમાનકાલીનતાનો પ્રભાવ જૈન સાહિત્યમાં ઉપલબ્ધ થતાં કાળતત્ત્વ સંબંધી પૂર્વોક્ત બન્ને પક્ષોથી વધારે સ્પષ્ટ થાય છે. હવે આપણે તપાસી જોઈએ કે જૈન દર્શનના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર અને ન માનનાર એ બે પક્ષો ક્યાં ક્યાં ઉલ્લિખિત થયેલ છે. તે ઉપરાંત એ પણ જોવું બાકી રહે છે કે વૈદિક સાહિત્યમાં સ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે અને અસ્વતંત્ર કાળતત્ત્વવાદી પક્ષે કાળનું જેવું જેવું સ્વરૂપ વર્ણવ્યું છે, જૈન સાહિત્યના ઉક્ત બન્ને પક્ષોએ પણ તેવું તેવું સ્વરૂપ જ વર્ણવ્યું છે કે તેમાં કંઈ ફેરફાર છે? આ બન્ને પ્રશ્નોનો ઉત્તર આપ્યા પહેલાં એક વાત ખાસ જણાવી દેવી યોગ્ય છે, અને તે એ કે જૈન દર્શનનું સાહિત્ય શ્વેતાંબર અને દિગંબર એ બે શાખાઓમાં વહેંચાઈ ગયું છે. જયારે શ્વેતાંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં કાળતત્ત્વને લગતી ઉપર્યુક્ત બને માન્યતાઓ મળે છે, ત્યારે દિગંબર સંપ્રદાયના પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યમાં ફક્ત કાળને સ્વતંત્ર તત્ત્વ માનનાર એક જ પક્ષ દૃષ્ટિગોચર થાય છે. શ્વેતાંબર પ્રાચીન સાહિત્યમાં ભગવતી, ઉત્તરાધ્યયન, જીવાભિગમ, પ્રજ્ઞાપના આદિ આગમોમાં કાળ સંબંધી ઉપર્યુક્ત બન્ને પક્ષો ઉલિખિત થયા છે. દિગંબરીય પ્રાચીન સાહિત્યમાં પ્રવચનસારમાં સ્વતંત્ર કાળતત્ત્વનો એકમાત્ર પક્ષ છે. શ્વેતાંબર મધ્યકાલીન સાહિત્યમાં વિશેષાવશ્યક ભાષ્ય", ૧. જુઓ શત ર૧, દેશ ૪, સૂ. ૭૩૪. ૨. અધ્યયન ૨૮, માથા ૭-૮. ૩. પઃ , ટૂ. ૩. ૪. જુઓ અ. ૨, ગાથા ૪૬, ૪૭ વગેરે. ૫. ગાથા ૯૨૬ તથા ૨૦૬૮. આ ગ્રંથ જિનભદ્રગણી ક્ષમાશ્રમણે રચેલ છે. તેઓ હરિભદ્રસૂરિના પહેલાં નિકટવર્તી થયેલા મનાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy