________________
૨૫૦૦ અનેકાન્ત ચિંતન
છે. એમ તો અનેક આત્મસ્થાપક ગ્રંથોમાં ચાર્વાક મતનું નિરસન આવે છે, પણ શ્રી રાજચંદ્રની વિશેષતા મને એ લાગે છે કે તેમનું કથન શાસ્ત્રીય અભ્યાસમૂલક માત્ર ઉપરચોટિયા દલીલોમાંથી ન જનમતાં સીધું અનુભવમાંથી આવેલું છે. તેથી જ તેમની કેટલીક દલીલો હૈયાસોંસરી ઊતરી જાય તેવી છે.
૨. આત્મા અર્થાત્ ચૈતન્ય દેહ સાથે જ ઉત્પન્ન નથી થતું, અને દેહના વિલય સાથે વિલય નથી પામતું એ વસ્તુ સમજાય તેવી વાણી અને યુક્તિઓથી દર્શાવી આત્માનું નિત્યપણું—પુનર્જન્મ સ્થાપેલ છે. દૃષ્ટિભેદે આત્મા ભિન્ન ભિન્ન અવસ્થાઓ ધારણ કરવા છતાં કેવી રીતે સ્થિર છે અને પૂર્વજન્મના સંસ્કારો કઈ રીતે કામ કરે છે એ દર્શાવતાં એમણે સિદ્ધસેનના ‘સન્મતિતર્ક’ની દલીલ પણ વાપરી છે કે બાહ્ય, યૌવન આદિ ભિન્ન ભિન્ન અવસ્થાઓ છતાં માણસ તેમાં પોતાને સળંગ સૂત્રરૂપે જુએ છે. માત્ર ક્ષણિકતા નથી એ દર્શાવવા તેમણે કહ્યું છે કે જ્ઞાન તો ભિન્ન ભિન્ન અને ક્ષણિક છે, પરંતુ એ બધાં જ જ્ઞાનોની ક્ષણિકતાનું જે ભાન કરે છે તે પોતે ક્ષણિક હોય તો બધાં જ જ્ઞાનોમાં પોતાનું ઓતપ્રોતપણું કેમ જાણી શકે ? તેમની આ દલીલ ગંભીર છે.
૩. નિરીશ્વર કે સેશ્વર સાંખ્ય જેવી પરંપરાઓ ચેતનમાં વાસ્તવિક બંધ નથી માનતી. તેઓ ચેતનને વાસ્તવિક રીતે અસંગ માની તેમાં કર્મકસ્તૂપણું કાં તો પ્રકૃતિપ્રેરિત કે ઈશ્વરપ્રેરિત આરોપથી માને છે. એ માન્યતા સાચી હોય તો મોક્ષનો ઉપાય પણ નકામો ઠરે. તેથી શ્રીમદ્ આત્માનું કર્મકર્જ઼પણું અપેક્ષાભેદે વાસ્તવિક છે એમ દર્શાવે છે. રાગ-દ્વેષાદિ પરિણતિ વખતે આત્મા કર્મનો ર્તા છે અને શુદ્ધ સ્વરૂપમાં વર્તે ત્યારે કર્મનો કર્તા નથી, ઊલટું એને સ્વરૂપનો કર્તા કહી શકાય—એ જૈન માન્યતા સ્થાપે છે.
૪. કર્મનું કસ્તૂપણું હોય તોય જીવ તેનો ભોક્તા ન બની શકે, એ મુદ્દો ઉઠાવી શ્રી રાજચંદ્રે ભાવકર્મ—પરિણામરૂપ કર્મ અને દ્રવ્યકર્મ—પૌદ્ગલિક કર્મ બન્નેનો કાર્યકારણભાવ દર્શાવી કર્મ ઈશ્વરની પ્રેરણા સિવાય પણ કેવી રીતે ફળ આપે છે એ જણાવવા એક સુપરિચિત દાખલો આપ્યો છે કે ઝેર અને અમૃત યથાર્થ સમજ્યા વિના પણ ખાવામાં આવ્યાં હોય તો તેમનું જેમ જુદું જુદું ફળ વખત પાડ્યે મળે છે તેમ બદ્ધ કર્મ પણ યોગ્ય કાળે સ્વયમેવ વિપાક આપે છે. કર્મશાસ્ત્રની ગહનતા શ્રીમદ્ રાજચંદ્રના ધ્યાનમાં પૂરેપૂરી છે. તેથી જ તેઓ ભાખે છે કે આ વાત ટૂંકીમાં કહી છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org