SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તભંગી ૨૯ સાતથી વધારે ભેગો સંભવતા નથી, માટે જ સાતની સંખ્યા કહી છે. મૂળ ત્રણની વિવિધ સંયોજના કરો અને સાતમાં અંતર્ભાવ ન પામે એવો ભંગ ઉપજાવી શકો તો જૈન દર્શન સપ્તભંગિત્વનો આગ્રહ કરી જ ન શકે. આનો ટૂંકમાં સાર નીચે પ્રમાણે – ૧. તત્કાલીન ચાલતા વિરોધી વાદોનું સમીકરણ કરવું. એ ભાવના સપ્તભંગીની પ્રેરક છે. ૨. તેમ કરી વસ્તુના સ્વરૂપની ચોકસાઈ કરવી અને યથાર્થ જ્ઞાન મેળવવું, એ એનું સાધ્ય છે. ૩. બુદ્ધિમાં ભાસતા કોઈ પણ ધર્મ પરત્વે મૂળમાં ત્રણ જ વિકલ્પો સંભવે છે અને ગમે તેટલા શાબ્દિક પરિવર્તનથી સંખ્યા વધારીએ તોયે સાત જ થઈ શકે. ૪. જેટલા ધર્મો તેટલી જ સપ્તભંગી છે. આ વાદ અનેકાંતદષ્ટિનો વિચારવિષયક એક પુરાવો છે. આના દાખલાઓ, જે શબ્દ, આત્મા વગેરે આપ્યા છે, તેનું કારણ એ છે કે પ્રાચીન આર્ય વિચારકો આત્માનો વિચાર કરતા અને બહુ તો આગમ-પ્રામાણ્યની ચર્ચામાં શબ્દને લેતા. ૫. વૈદિક આદિ દર્શનોમાં, ખાસ કરી વલ્લભદર્શનમાં, “સર્વધર્મસમન્વય” છે, તે આનું જ એક રૂપ છે. શંકર પોતે વસ્તુને વર્ણવે છે, છતાં અનિર્વચનીય કહે છે. ૬. પ્રમાણથી બાધિત ન હોય એવું બધું જ સંઘરી લેવાનો આની પાછળ ઉદ્દેશ છે–પછી ભલે તે વિરુદ્ધ મનાતું હોય. – જૈન સાહિત્ય સંશોધક, ખંડ ૩, અંક ૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy