________________
૬૦ અનેકાન્ત ચિંતન તત્ત્વજ્ઞાનનું જ સ્વરૂપ સ્થિર થયેલું છે તે બન્ને શાખાઓમાં જરા પણ ફેરફાર સિવાય એક જ જેવું છે. અહીં એક વાત ખાસ નોંધવા જેવી છે અને તે એ કે વૈદિક તેમજ બૌદ્ધ મતના નાનામોટા ઘણા ફાંટાઓ પડ્યા છે. તેમાંથી કેટલાક તો એકબીજાથી તદ્દન વિરોધી મંતવ્ય ધરાવનાર પણ છે. એ બધા ફાંટાઓ વચ્ચે વિશેષતા એ છે કે જ્યારે વૈદિક અને બૌદ્ધ મતના બધા જ ફાંટાઓ આચારવિષયક મતભેદ ઉપરાંત તત્ત્વચિંતનની બાબતમાં કેટલોક મતભેદ ધરાવે છે, ત્યારે જૈન મતના તમામ ફાંટાઓ માત્ર આચારભેદ ઉપર સર્જાયેલા છે. તેમનામાં તત્ત્વચિંતનની બાબતમાં કોઈ મૌલિક ભેદ હજી સુધી નોંધાયેલો નથી. માત્ર આર્ય તત્વચિંતનના ઇતિહાસમાં જ નહિ, પણ માનવીય તત્ત્વચિંતનના સમગ્ર ઇતિહાસમાં આ એક જ દાખલો એવો છે કે આટલા બધા લાંબા વખતનો વિશિષ્ટ ઇતિહાસ ધરાવવા છતાં જેના તત્ત્વચિંતનનો પ્રવાહ મૌલિક રૂપે અખંડિત જ રહ્યો હોય. પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનની પ્રકૃતિનું તોલન
તત્ત્વજ્ઞાન પૂર્વીય હો કે પશ્ચિમીય હો, પણ બધા જ તત્ત્વજ્ઞાનના ઇતિહાસમાં આપણે જોઈએ છીએ કે તત્ત્વજ્ઞાન એ માત્ર જગત, જીવ અને ઈશ્વરના સ્વરૂપચિંતનમાં જ પૂર્ણ નથી થતું, પણ એ પોતાના પ્રદેશમાં ચારિત્રનો પ્રશ્ન પણ હાથ ધરે છે. ઓછે કે વત્તે અંશે, એક કે બીજી રીતે, દરેક તત્ત્વજ્ઞાન પોતામાં જીવનશોધનની મીમાંસા સમાવે છે. અલબત, પૂર્વીય અને પશ્ચિમીય તત્ત્વજ્ઞાનના વિકાસમાં આ વિશે આપણે થોડો તફાવત પણ જોઈએ છીએ. ગ્રીક તત્ત્વચિંતનની શરૂઆત માત્ર વિશ્વના સ્વરૂપ વિશેના પ્રશ્નોમાંથી થાય છે. આગળ જતાં ક્રિશ્ચિયાનિટી સાથે એનો સંબંધ જોડાતાં એમાં જીવન શોધનનો પણ પ્રશ્ન ઉમેરાય છે, અને પછી એ પશ્ચિમીય તત્ત્વચિંતનની એક શાખામાં જીવનશોધનની મીમાંસા ખાસ ભાગ ભજવે છે. ઠેઠ અર્વાચીન સમય સુધી પણ રોમન કેથોલિક સંપ્રદાયમાં આપણે તત્ત્વચિંતનને જીવનશોધનના વિચાર સાથે સંકળાયેલું જોઈએ છીએ, પરંતુ આર્ય તત્ત્વજ્ઞાનના ઇતિહાસ માં આપણે એક ખાસ વિશેષતા જોઈએ છીએ અને તે એ કે આર્ય તત્ત્વજ્ઞાનની શરૂઆત જ જાણે જીવનશોધનના પ્રશ્નમાંથી થઈ હોય તેમ લાગે છે, કારણ કે આર્ય તત્ત્વજ્ઞાનની વૈદિક, બૌદ્ધિક અને જૈન એ ત્રણે મુખ્ય શાખાઓમાં એકસરખી રીતે વિશ્વચિંતન સાથે જ જીવનશોધનનું ચિંતન સંકળાયેલું છે. આર્યાવર્તનું કોઈ પણ દર્શન એવું નથી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org