SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ૦ અનેકાન્ત ચિંતન છંછેડાઈ જતો અને તે નવા વિચારક ઉપર તેની નવી વિચારણાને અંગે આક્ષેપ મૂકતો કે તમે તો સ્વસિદ્ધાંતની પ્રરૂપણા નહિ પણ તીર્થંકરની અવજ્ઞાઆશાતના કરો છો. શાસનની આશાતના કે તીર્થંકરની આશાતનાનો આરોપ જૈન પરંપરામાં નાસ્તિકપણાના આરોપ કરતાં પણ વધારે ભારે મનાતો આવ્યો છે, એ વાત સ્મરણમાં રાખવી જોઈએ. તેથી એવા આરોપ મૂકનાર વર્ગને દિવાકરશ્રીએ સ્પષ્ટ સંભળાવી દીધું કે નયોનો વિવેક અને તેનું સમુચિત જ્ઞાન એ જ સ્વસિદ્ધાંતની પ્રરૂપણા છે અને બીજું બધું તીર્થંકરની આશાતના છે. કેટલાકો દિવાકરશ્રીના નવા તર્કવાદ સામે થઈ કહેતા કે તમે કહો છો તે સૂત્રમાં ક્યાં લખ્યું છે ? અને સૂત્રના શબ્દ વિરુદ્ધ જવું એ તો તીર્થંકરની આશાતના છે. એવું કહેનારના મતની સમીક્ષા કરતાં દિવાકરશ્રી તેઓને ઉદ્દેશી કહે છે કે તીર્થંકરની આશાતનાથી ડરનારા અને સૂત્રાક્ષરને વળગી રહેનારા કેટલાક આચાર્યો કેવળજ્ઞાન-કેવળદર્શનનો ભેદ માને છે ઇત્યાદિ. દિવાકરશ્રીના આ કથનમાં કટાક્ષ એ લાગે છે કે તીર્થંકરની આશાતનાના ભયથી માત્ર સૂત્રાક્ષરને વળગી રહેવું અને તેનું મર્મ ન વિચારવું કે તર્ક ન વાપરવો એ ક્યાંનો ન્યાય ? ઊલટું, વિચાર અને તર્કને અયોગ્ય રીતે દાબી દેવામાં જ તીર્થંકરની આશાતના છે. દિવાકરશ્રી કેવળજ્ઞાન-કેવળદર્શનના અભેદનો પોતાનો પક્ષ સ્થાપતાં આગમમાં દેખાતા તેથી વિરુદ્ધ પાઠોનું સમાધાન કરતાં કહે છે કે સૂત્રોમાં અભેદપક્ષ વિરુદ્ધ જે જે કથનો છે તે અન્ય દર્શનોનાં મંતવ્યોનું માત્ર નયદૃષ્ટિએ વર્ણન છે, સ્વસિદ્ધાંત · નથી. માટે સૂત્રોનું વ્યાખ્યાન કરતી વખતે માત્ર શબ્દસ્પર્શથી કામ ન ચાલે, ખરો જાણકાર હોય તો તે પૂર્વાપર અર્થની ઊંડી વિચારણા કરીને જ સૂત્રાર્થનું કથન કરે, એમ ને એમ નહિ. વળી, જેઓને નવી વિચારણામાં મિથ્યાદૃષ્ટિની ગંધ આવતી તેઓને ઉદ્દેશી દિવાક૨શ્રી કહે છે કે મેં જે રીતે કહ્યું છે તે રીતે જિનકથિત તત્ત્વો ઉપર શ્રદ્ધા રાખનારનું જ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તત્ત્વોનું વાસ્તવિક જ્ઞાન હોય તો સમ્યગ્દર્શન નિયમથી આવી જાય છે, પણ વાસ્તવિક જ્ઞાન ન હોય તો સમ્યગ્દર્શન શી રીતે આવે ? ખરી રીતે સમ્યજ્ઞાન એ જ સમ્યગ્દર્શન છે. તેથી એવું જ્ઞાન મેળવવાના પ્રયત્ન વિના સમ્યગ્દર્શનનું અભિમાન રાખવું અને એવા જ્ઞાન માટે પ્રયત્નશીલને મિથ્યાર્દષ્ટિ કહેવો એ ક્યાંનો ન્યાય ? જેઓ સૂક્ષ્મ વિવેચના કર્યા વિના જ આગમનું જ્ઞાન મેળવતા અને પોતાને આગમજ્ઞ માનતા તેઓને તેઓશ્રી કહે છે કે જુદી જુદી નયષ્ટિવાળાં સૂત્રોને માત્ર ભણી જેઓ પોતાને સૂત્રધર For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.001204
Book TitleAnekanta Chintan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati & Philosophy
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy